Tag: imd

  • Cold wave: શીત લહેરનું એલર્ટ: દિલ્હી, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં ૧૨ ડિસેમ્બર સુધી હાડ થીજાવતી ઠંડી, જાણો આગામી ૩ દિવસનું હવામાન

    Cold wave: શીત લહેરનું એલર્ટ: દિલ્હી, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં ૧૨ ડિસેમ્બર સુધી હાડ થીજાવતી ઠંડી, જાણો આગામી ૩ દિવસનું હવામાન

    News Continuous Bureau | Mumbai

    Cold wave  દેશના ઘણા ભાગોમાં શિયાળાએ હવે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આજ, ૯ ડિસેમ્બરથી લઈને ૧૨ ડિસેમ્બર સુધી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં શીત લહેર ચાલશે. ઠંડીની સાથે સવારના સમયે ગાઢ ધુમ્મસ પણ મુશ્કેલી વધારી શકે છે.

    શીત લહેર (કોલ્ડ વેવ)ની આગાહી

    આગામી ત્રણ દિવસમાં ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ ભાગોમાં શીત લહેરની સ્થિતિ રહેશે.
    ૯ થી ૧૨ ડિસેમ્બર: મધ્ય-પૂર્વીય અને ઉત્તરીય દ્વીપકલ્પ ભારત (મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, વિદર્ભ, તેલંગાણા) માં શીત લહેરની સ્થિતિ રહેશે.
    ૧૦ થી ૧૨ ડિસેમ્બર: પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરી રાજસ્થાન જેવા ઉત્તર-પશ્ચિમ ભારતમાં શીત લહેર શરૂ થશે.
    હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ-ચાર દિવસમાં રાત્રીનું તાપમાન ૨ થી ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. સવારના સમયે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Puducherry: પુડુચેરીમાં ક્રિકેટ ટીમમાં સીધો પ્રવેશ, BCCIની નાક નીચે મોટો ગોટાળો, કોણ છે આ સ્કેમનો માસ્ટરમાઇન્ડ?

    દિલ્હીના હવામાનની સ્થિતિ

    દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં ઝડપી ઘટાડો જોવા મળશે:
    ૯ ડિસેમ્બર (મંગળવાર): આંશિક વાદળછાયું, લઘુત્તમ તાપમાન ૮-૧૦°C.
    ૧૦-૧૧ ડિસેમ્બર: લઘુત્તમ તાપમાન ઝડપથી ઘટીને ૧૧ ડિસેમ્બર સુધીમાં ૬-૭°C સુધી પહોંચવાની સંભાવના છે.
    ૧૨ ડિસેમ્બર: શીત લહેર સંપૂર્ણ અસર બતાવશે. લઘુત્તમ તાપમાન ૫-૬°C સુધી જઈ શકે છે.
    આગામી ત્રણ દિવસ સુધી સવારના સમયે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.

  • Maharashtra Alert: મહારાષ્ટ્રમાં ચક્રવાત ‘શક્તિ’ને લઈને આઇએમડીએ જાહેર કર્યું આ એલર્ટ, ભારે વરસાદની સંભાવના ની વચ્ચે માછીમારો ને આપી આવી સલાહ

    Maharashtra Alert: મહારાષ્ટ્રમાં ચક્રવાત ‘શક્તિ’ને લઈને આઇએમડીએ જાહેર કર્યું આ એલર્ટ, ભારે વરસાદની સંભાવના ની વચ્ચે માછીમારો ને આપી આવી સલાહ

    News Continuous Bureau | Mumbai

    Maharashtra Alert:  મહારાષ્ટ્રમાં ચક્રવાત ‘શક્તિ’ના ખતરાને જોતા હવામાન વિભાગે (આઇએમડી) ૩ થી ૭ ઓક્ટોબર ૨૦૨૫ સુધી માટે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ ચક્રવાતની તીવ્રતા ઉચ્ચથી મધ્યમ સ્તરની હશે. તે તટીય જિલ્લાઓની સાથે-સાથે વિદર્ભ, મરાઠવાડા અને કોંકણ ક્ષેત્રોમાં ભારે તબાહી મચાવી શકે છે.મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જેવા તટીય જિલ્લાઓમાં વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સુરક્ષિત સ્થળો પર જવા અને આપત્તિ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે.

    તેજ પવનોનો ખતરો

    હવામાન વિભાગની નવી સલાહ મુજબ, ૩ થી ૫ ઓક્ટોબર વચ્ચે ઉત્તર મહારાષ્ટ્રના કિનારાઓ પર ૪૫-૫૫ કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જે કેટલાક સ્થળોએ ૬૫ કિમી/કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવાતના માર્ગ અને તીવ્રતાના આધારે પવનોની ગતિ વધુ વધવાની આશંકા છે. પ્રશાસને લોકોને ઘરોમાં રહેવા અને બિનજરૂરી યાત્રાથી બચવાની સલાહ આપી છે.ચક્રવાત ‘શક્તિ’ના કારણે ઉત્તર મહારાષ્ટ્રના કિનારાઓ પર ૫ ઓક્ટોબર સુધી દરિયાની સ્થિતિ અસ્થિર રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીમારોને આ દરમિયાન દરિયામાં ન જવાની સખત ચેતવણી આપી છે. દરિયામાં ઊંચા મોજાં ઉઠવાના કારણે તટીય ક્ષેત્રોમાં ખતરો વધી શકે છે. માછીમારો અને તટીય ગામોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર જવા માટે સલાહ આપવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો : Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો

    ભારે વરસાદની સંભાવના અને તૈયારીઓ

    Maharashtra Alert:  ચક્રવાત ‘શક્તિ’ના પ્રભાવથી મહારાષ્ટ્રના ઘણા હિસ્સાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને પૂર્વી વિદર્ભ, મરાઠવાડાના કેટલાક હિસ્સા અને ઉત્તર કોંકણના વિસ્તારોમાં તેજ વરસાદ થવાની આશંકા છે. આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ બની શકે છે. નદીઓ અને નાળાઓના પાણી ઉફાન પર આવવાની પણ સંભાવના છે.મહારાષ્ટ્ર સરકાર અને પ્રશાસને ચક્રવાત ‘શક્તિ’ થી લડવા માટે કમર કસી લીધી છે. આપત્તિ વ્યવસ્થાપન પ્રોટોકોલને સક્રિય કરી દેવામાં આવ્યો છે અને તટીય તથા નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર યોજનાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઇમરજન્સી સેવાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે, સ્થાનિક પ્રશાસને લોકોને સરકારી નિર્દેશોનું પાલન કરવાની અપીલ કરી છે.

     

  • Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?

    Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?

    News Continuous Bureau | Mumbai
    Mumbai Weather મુંબઈમાં રવિવારે અટકી-અટકીને પડેલા ભારે વરસાદ બાદ સોમવારનો દિવસ ખુશનુમા રહેવાનો છે. આજે એટલે કે સોમવારે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદની ગતિ થોડી ઓછી થવાની આશા છે. જોકે, મુંબઈ હવામાન વિભાગે સોમવારે મહા મુંબઈ ક્ષેત્ર, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઇએમડીએ આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. બીજી તરફ, બીએમસી દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર, પશ્ચિમી ઉપનગરોમાંથી (Suburbs) કેટલાકમાં રવિવારે સવારે આઠ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધીમાં પાંચ કલાકમાં ૫૦ મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો હતો.

    ક્યાં માટે છે એલર્ટ?

    ખરેખરમાં શનિવાર મોડી રાત્રે મુંબઈમાં વરસાદની ગતિ વધી ગઈ હતી અને દક્ષિણ મુંબઈ સૌથી વધુ પ્રભાવિત થયું. બંગાળની ખાડીમાં બનેલો ગંભીર નિમ્ન દબાણનો વિસ્તાર શનિવાર ના રોજ પશ્ચિમી વિદર્ભની નજીક હતો, તેથી તેની અસર મહારાષ્ટ્ર, ખાસ કરીને કોંકણ વિસ્તારમાં વધુ રહી હતી. રવિવારે સવારે ૮:૩૦ વાગ્યાથી સાંજે ૫:૩૦ વાગ્યાની વચ્ચે કોલાબામાં ૯૩.૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, તો વળી સાન્તાક્રુઝમાં ૫૪.૭ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે સોમવારે આ વિસ્તારમાં વરસાદની ગતિ થોડી ઓછી થવાની આશા વ્યક્ત કરી છે, તેમ છતાં મહા મુંબઈ ક્ષેત્ર, પાલઘર અને રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.મુંબઈની સાથે દહાણુ અને માથેરાનમાં શનિવાર અને રવિવાર દરમિયાન વરસાદની ગતિ ચાલુ રહી હતી. રવિવારે સવારે ૮:૩૦ વાગ્યા સુધીમાં દહાણુમાં ૧૩૧ મિલીમીટર વરસાદ, રાયગઢ જિલ્લાના માનગાંવમાં ૧૦૨ મિલીમીટર અને માથેરાનમાં ૮૪.૨ મિલીમીટર વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો હતો.

    મુંબઈમાં જળભરાવ અને અન્ય સ્થિતિ

    શનિવારથી મુંબઈમાં થઈ રહેલા સતત વરસાદના કારણે મુંબઈ નગર નિગમની મશીનરી પણ કામ કરી રહી છે. નગર નિગમે જણાવ્યું કે વોર્ડ સ્તર પર સ્ટોર્મ વોટર ડ્રેઇન, ઘન કચરા વ્યવસ્થાપન કર્મચારી, ઇજનેર, પમ્પ ઓપરેટર, આપાતકાલીન ટુકડી વગેરે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. દિવસ દરમિયાન મુંબઈના કોઈ પણ વિસ્તારમાં જળભરાવની કોઈ ઘટના બની નથી. નગર નિગમે એ પણ સ્પષ્ટ કર્યું કે ભૂસ્ખલન ની કોઈ ઘટના થઈ નથી. માત્ર અંધેરી મેટ્રોને વરસાદના કારણે થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી, જેનાથી ટ્રાફિક પ્રભાવિત થયો હતો.

    આ સમાચાર પણ વાંચો; Gold Prices: નવરાત્રીની વચ્ચે સોના-ચાંદીના ભાવ માં થયો અધધ આટલો વધારો, જાણો આજે ૨૯ સપ્ટેમ્બરના તમારા શહેરના ભાવ

    હવામાન વિભાગનું તાજા અપડેટ

    આઇએમડી પૂણેના પૂર્વ હવામાન વૈજ્ઞાનિક કે.એસ. હોસાલીકરે સોમવારે ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે ૨૯ સપ્ટેમ્બરની સવારે ૬:૧૫ વાગ્યાના અનુમાન મુજબ વિદર્ભમાં અમુક સ્થળોએ વાદળછાયું હવામાન છે, તે સિવાય આખા મહારાષ્ટ્રમાં કોઈ વાદળ નથી. ગુજરાત અને પૂર્વોત્તર અરબ સાગરની સાથે આસપાસના ક્ષેત્રો પર નજર રાખો. મુંબઈમાં છેલ્લા ૬ કલાકમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. આગળ પણ આ જ રૂઝાન ચાલુ રહેવાની સંભાવના છે.

  • Kedarnath Yatra: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, આ તારીખ સુધી સ્થગિત થઇ કેદારનાથ યાત્રા

    Kedarnath Yatra: ઉત્તર ભારતમાં ભારે વરસાદ, આ તારીખ સુધી સ્થગિત થઇ કેદારનાથ યાત્રા

    News Continuous Bureau | Mumbai

    Kedarnath Yatra: ઉત્તરાખંડમાં (Uttarakhand) થઈ રહેલા ભારે વરસાદને (heavy rain) કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ યાત્રા (Kedarnath Yatra) ૧૪ ઓગસ્ટ સુધી સ્થગિત (suspended) કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે (IMD) ૧૨, ૧૩ અને ૧૪ ઓગસ્ટના રોજ રાજ્યના રુદ્રપ્રયાગ (Rudraprayag), હરિદ્વાર, દેહરાદૂન, ટિહરી, પૌડી, નૈનિતાલ સહિત ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ (Red Alert) જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા પ્રશાસનને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને યાત્રાળુઓ તથા સ્થાનિક લોકોની સલામતી માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

    પ્રશાસન એલર્ટ અને ઉત્તરકાશીમાં પૂરની સ્થિતિ

    રુદ્રપ્રયાગના જિલ્લા કલેક્ટર પ્રતીક જૈને (Pratik Jain) જણાવ્યું કે, “IMDની આગાહી મુજબ રેડ અને ઓરેન્જ એલર્ટ (Orange Alert) વાળા વિસ્તારોમાં પ્રશાસન સતર્ક છે. રહેવાસીઓને પાણીના સ્ત્રોતો નજીકના વિસ્તારો ખાલી કરીને સુરક્ષિત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે. નદીના પાણીનું સ્તર સતત ચકાસવામાં આવી રહ્યું છે, અને પોલીસ, જાહેર બાંધકામ વિભાગ તથા આપત્તિ વ્યવસ્થાપન ટીમોને તૈયાર રાખવામાં આવી છે.” આ દરમિયાન ઉત્તરકાશીમાં પણ પૂર જેવી સ્થિતિ ઊભી થતાં પ્રશાસને વધારાની સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે.

    ઉત્તર પ્રદેશમાં પણ ગંભીર પરિસ્થિતિ

    ઉત્તર પ્રદેશમાં પણ છેલ્લા ૯ દિવસથી સતત વરસાદને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. લખનૌમાં (Lucknow) વિધાનસભા સંકુલ અને મુખ્યમંત્રી નિવાસસ્થાન નજીકના રસ્તાઓ પર બે ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. ગોરખપુરમાં જિલ્લા હોસ્પિટલ (hospital) અને CMOની ઓફિસમાં પણ પાણી ઘૂસી ગયું. બિજનૌરની ગુલા નદીમાં એક કાર તણાઈ ગઈ, જ્યારે સહારનપુરમાં ભારે વરસાદથી પૂરના પાણીમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ હતી, જેમાં સ્થાનિક ગ્રામજનોએ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા.

    આ સમાચાર પણ વાંચો : India-US Relations: અમેરિકી ટેરિફ વચ્ચે પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે! આવતા મહિને કરી શકે છે અમેરિકાનો પ્રવાસ

    હવામાન વિભાગની ચેતવણી

    હવામાન વિભાગે (weather department) મંગળવારે ઉત્તરાખંડ અને આસામ સહિત ૬ રાજ્યો માટે રેડ એલર્ટ, હિમાચલ અને બિહાર સહિત ૩ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ અને ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશ સહિત ૧૬ રાજ્યો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને, પ્રશાસન દ્વારા નાગરિકોને આગામી કેટલાક દિવસો સુધી સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

  • Gujarat Rain News: છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ: તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ કરતાં વધુ વરસાદ

    Gujarat Rain News: છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ: તાપીના ડોલવણ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ કરતાં વધુ વરસાદ

    News Continuous Bureau | Mumbai

    Gujarat Rain News:

    • રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૨૧ ટકા: સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૫૦.૮૨ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૪૧.૩૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો 
    • નર્મદા ડેમ ૪૮.૧૫ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૫૦ ટકા જેટલા ભરાયા
    • ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૦૭ થી ૧૦ જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ

     સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

    આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં સુરતના બારડોલી અને પલસાણા, કચ્છના નખત્રાણા અને ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત વ્યારા, વાંસદા, બાલાસિનોર, વઘઇ અને મેઘરજમાં ૩-૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૮ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૮ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૩૦ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

    આજે, તા. ૦૭ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૬.૨૧ ટકા જેટલો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૦.૮૨ ટકા, કચ્છ વિસ્તારમાં ૫૦.૩૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૫.૪૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૪.૧૧ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૪૧.૩૧ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

    SEOCના અહેવાલ મુજબ સવારે ૮:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૪૮.૧૫ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૫૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૩૧ ડેમ હાઇ એલર્ટ, ૧૯ ડેમ એલર્ટ અને ૧૮ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો:  BRICS Trump Tariffs: ટ્રમ્પે બ્રિક્સ દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી, શું તેઓ ભારત પર પણ ટેક્સ વધારશે? જાણો

    રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૪,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૬૮૪ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૩ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ ૦૨ NDRFની તેમજ ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.

    વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૦૭ થી ૧૦, જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gujarat Weather Update : આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

    Gujarat Weather Update : આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

    News Continuous Bureau | Mumbai 

    Gujarat Weather Update : સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે આજે રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરશ્રીએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

    આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.

    NDRFના અધિકારીશ્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ ૩૨ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

    આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૨૧ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૯ જળાશયો વોર્નિંગ પર છે.

    આ સમાચાર પણ વાંચો : Railway News : સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસનું ગોટન સ્ટેશન પર સ્ટોપેજ

    માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપીંગ અને પાણી ભરાવાના કારણે ૯૪ રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે.

    આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવીઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, GSRTC, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ISRO, ફીશરીઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Rain : છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો

    Gujarat Rain : છેલ્લાં ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો

    News Continuous Bureau | Mumbai

    Gujarat Rain : રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૬ જિલ્લાના ૧૪૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં ૭ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

    અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી, પંચમહાલના શહેરા તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં, મહિસાગરના વિરપુર અને લુણાવાડા, દાહોદના સિંઘવડ, અરવલ્લીના મોડાસા, પંચમહાલના મોરવા-હડફ અને ગોધરા, વલસાડના પારડી, નવસારીના ખેરગામ, તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડિયાપાડા, દાહોદના લીમખેડા, પંચમહાલના જાંબુઘોડા અને હાલોલ, છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

    આ સમાચાર પણ વાંચો :  Surat Heavy Rain : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

    વધુમાં, રાજ્યના ૭ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૬૭ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Rains :  ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની આગાહી, રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

    Gujarat Rains : ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની આગાહી, રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર SEOC ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

    Gujarat Rains :  રાહત નિયામકશ્રી અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવી હતી.

    આ બેઠકમાં IMD ના અધિકારીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું છે.

    એન.ડી.આર.એફ.ના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી.આર.એફ.ની કુલ ૩૪ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૨ ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો : Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

    આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા રિઝિયન વાઈઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૫ જળાશયો હાઇએલર્ટ, ૧૨ જળાશયો એલર્ટ પર તથા ૧૧ જળાશયો વોર્નિંગ પર છે.

    GSRTC અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લામાં બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યા છે.

    આ બેઠકમાં CWC- મહી અને તાપી ડિવીઝન, વન, આરોગ્ય, ઊર્જા, GSRTC, યુ.ડી.ડી, પંચાયત, પશુપાલન, ISRO, ફીશરીઝ, વિભાગના નોડલ અઘિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Surat Rain News : ‘વેલકમ મોન્સુન’: સુરત સિટીમાં ૯ ઈંચ થી વધુ વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત

    Surat Rain News : ‘વેલકમ મોન્સુન’: સુરત સિટીમાં ૯ ઈંચ થી વધુ વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત

    News Continuous Bureau | Mumbai

    Surat Rain News : દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેર-જિલ્લામાં રાતથી પડી રહેલા ભારે વરસાદ સાથે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. સમગ્ર સુરત જિલ્લામાં સવારે ૬ થી સાંજના ૪ વાગ્યા સુધીમાં સરેરાશ ૪ થી ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધારે સુરત શહેરમાં ૨૩૯ મિમી અને સૌથી ઓછો મહુવામાં ૪૩ મિમી વરસાદ નોંધાયો હોવાનું સુરત જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા જણાવાયું છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, કામરેજમાં ૧૮૧ મિમી, પલસાણામાં ૧૫૪ મિમી, બારડોલીમાં ૧૧૯ મિમી, ઓલપાડમાં ૧૦૭ મિમી, ચોર્યાસીમાં ૯૦ મિમી, માંગરોળ અને માંડવીમાં ૭૬ મિમી વરસાદ નોંધાયો હતો.

    આ સમાચાર પણ વાંચો :  Surat Heavy Rain : સુરત શહેરમાં ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Mumbai High Tide: મુંબઈનો દરિયો તોફાની રહેશે! આ વર્ષે ચાર મહિનામાં 19 દિવસ ભરતી-ઓટની આગાહી; જાણો તારીખ..  

    Mumbai High Tide: મુંબઈનો દરિયો તોફાની રહેશે! આ વર્ષે ચાર મહિનામાં 19 દિવસ ભરતી-ઓટની આગાહી; જાણો તારીખ..  

    News Continuous Bureau | Mumbai

    Mumbai High Tide: મુંબઈમાં ફરી એકવાર મધ્યરાત્રિથી  વરસાદ શરૂ થઈ ગયો છે. આજે, મંગળવાર (24) સવારથી, મુંબઈમાં વાદળછાયું વાતાવરણ છે. આજથી 28 જૂન સુધી, સતત 5 દિવસ સુધી દરિયામાં ભરતી રહેશે.  એટલે પાલિકા વહીવટીતંત્રે ભરતી અંગે આપવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી છે. ભરતી દરમિયાન સાડા ત્રણ મીટરથી વધુ ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. એવું કહેવામાં આવ્યું છે કે 26 જૂને સૌથી વધુ મોજા ઉછળશે.

    Mumbai High Tide:ઊંચા મોજા ઉછળવાની આગાહી 

    આજે સવારે 11:15 વાગ્યે ભરતી છે અને 4.59 મીટર ઊંચા મોજા ઉછળવાની આગાહી છે. મ્યુનિસિપલ વહીવટીતંત્રે નાગરિકોને ભરતીના બધા દિવસોમાં ભરતીના સમયગાળા દરમિયાન દરિયા કિનારાની નજીક ન જવા અને આ સંદર્ભે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે જારી કરાયેલી સૂચનાઓનું કડક પાલન કરવાની અપીલ કરી છે.

    આ ચોમાસા દરમિયાન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇમરજન્સી વિભાગ દ્વારા જણાવવામાં આવેલી ભરતીની વિગતો નીચે મુજબ છે:

    Mumbai High Tide: જૂન ૨૦૨૫

    ૧. મંગળવાર, ૨૪.૦૬.૨૦૨૫ AM – ૧૧.૧૫ વાગ્યે. મોજાની ઊંચાઈ (મીટર) – ૪.૫૯

    ૨. બુધવાર, ૧૫.૦૬.૨૦૨૫ PM – ૧૨.૦૫ વાગ્યે. મોજાની ઊંચાઈ (મીટર) – ૪.૭૧

    ૩. ગુરુવાર, ૨૬.૦૬.૨૦૨૫ PM – ૧૨.૫૫ વાગ્યે. મોજાની ઊંચાઈ (મીટર) – ૪.૭૫

    ૪. શુક્રવાર, ૨૭.૦૬.૨૦૨૫ PM – ૦૧.૪૦ કલાક. મોજાની ઊંચાઈ (મીટર) – ૪.૭૩

    ૫. શનિવાર, ૨૮.૦૬.૨૦૨૫ બપોરે – ૦૨.૨૬ કલાક. મોજાની ઊંચાઈ (મીટર) – ૪.૬૪

    આ ચોમાસાની ઋતુ દરમિયાન, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને માહિતી આપી છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિના દરમિયાન દરિયામાં ૧૯ વખત ભરતી-ઓટ આવશે. આમાં સાડા ચાર મીટરથી વધુ ઊંચા મોજા ઉછળશે. ભરતી દરમિયાન ભારે વરસાદ પડે તો ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની શક્યતા હોવાથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો : Iran-Israel War :અમેરિકા પછી, ઇઝરાયલે ઇરાની પરમાણુ સ્થળ પર કર્યો હુમલો, ઇરાને કહ્યું- પરમાણુ કાર્યક્રમ બંધ નહીં કરીએ; ટ્રમ્પે યુદ્ધ શરૂ કર્યું, અમે ખતમ કરીશું

    Mumbai High Tide: ચાર મહિના દરમિયાન દરિયામાં ૧૯ વખત ભરતી-ઓટ આવશે

    જુલાઈ ૨૦૨૫

    ૧. ગુરુવાર, ૨૪.૦૭.૨૦૨૫ – ૧૧:૫૭ AM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૫૭

    ૨. શુક્રવાર, ૨૫.૦૭.૨૦૨૫ – ૧૨:૪૦ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૬૬

    ૩. શનિવાર, ૨૬.૦૭.૨૦૨૫ – ૦૧:૨૦ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૬૭

    ૪. રવિવાર, ૨૭.૦૭.૨૦૨૫ – ૦૧:૫૬ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૬૦

    ઓગસ્ટ ૨૦૨૫

    ૧. રવિવાર, ૧૦.૦૮.૨૦૨૫ – ૧૨:૪૭ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૫૦

    ૨. સોમવાર, ૧૧.૦૮.૨૦૨૫ – ૦૧:૧૯ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૫૮

    ૩. મંગળવાર, ૧૨.૦૮.૨૦૨૫ – ૦૧:૫૨ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૫૮

    ૪. શનિવાર, ૨૩.૦૮.૨૦૨૫ – ૧૨:૧૬ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૫૪

    ૫. રવિવાર, ૨૪.૦૮.૨૦૨૫ – ૧૨:૪૮ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૫૩

    સપ્ટેમ્બર ૨૦૨૫

    ૧. સોમવાર, ૦૮.૦૯.૨૦૨૫ – ૧૨:૧૦ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૫૭

    ૨. મંગળવાર, ૦૯.૦૯.૨૦૨૫ – ૧૨:૪૧ PM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૬૩

    ૩. બુધવાર, ૧૦.૦૯.૨૦૨૫ – ૦૧:૧૫ AM – તરંગ ઊંચાઈ (મીટર) – ૪.૫૯

    ૪. બુધવાર, ૧૦.૦૯.૨૦૨૫ – ૧:૧૫ PM – મોજાની ઊંચાઈ (મીટર) – ૪.૫૭

    ૫. ગુરુવાર, ૧૧.૦૯.૨૦૨૫ – ૦૧:૫૮ AM – મોજાની ઊંચાઈ (મીટર) – ૪.૫૯