Tag: Imran Masood

  • Waqf Amendment Bill:  વકફ સુધારા બિલ માટે કરાઈ સંયુક્ત સંસદીય સમિતિની રચના; લોકસભાના 21 સભ્યો તો રાજ્યસભાના 10 સભ્યોને કરાયા શામેલ; જાણો કોને મળી જગ્યા..

    Waqf Amendment Bill: વકફ સુધારા બિલ માટે કરાઈ સંયુક્ત સંસદીય સમિતિની રચના; લોકસભાના 21 સભ્યો તો રાજ્યસભાના 10 સભ્યોને કરાયા શામેલ; જાણો કોને મળી જગ્યા..

    News Continuous Bureau | Mumbai

    Waqf Amendment Bill: સરકારે વકફ સુધારા બિલ માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની રચના કરી છે. કમિટીમાં કુલ 31 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. આ કમિટી હવે વકફ બિલ પર મંથન કરશે અને આગામી સંસદ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે તેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.

     

    Waqf Amendment Bill:  જેપીસીમાં આ સાંસદોને સ્થાન આપવામાં આવ્યું 

     જેપીસીમાં જે 21 લોકસભા સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે તેમાં ભાજપના જગદંબિકા પાલ, નિશિકાંત દુબે, તેજસ્વી સૂર્યા, અપરાજિતા સારંગી, સંજય જયસ્વાલ, દિલીપ સૈકિયા, અભિજીત ગંગોપાધ્યાય અને ડીકે અરુણાનો સમાવેશ થાય છે. આ સિવાય કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગાઈ, ઈમરાન મસૂદ અને મોહમ્મદ જાવેદને આ સમિતિનો ભાગ બનાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના સભ્ય મૌલાના મોહિબુલ્લા નદવી, તૃણમૂલ કોંગ્રેસના કલ્યાણ બેનર્જી, ડીએમકેના એ. રાજા, તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના લવુ શ્રીકૃષ્ણ, જનતા દળ (યુનાઈટેડ)ના દિલેશ્વર કામત, શિવસેના (યુબીટી)ના અરવિંદ સાવંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના સુરેશ ગોપીનાથ મ્હાત્રે, શિવસેનાના નરેશ ગણપત મ્હસ્કે, લોક જનશક્તિ પાર્ટી ( રામવિલાસના અરુણ ભારતી અને AIMIMના અસદુદ્દીન ઓવૈસી પણ આ સમિતિમાં સામેલ છે.

    આ સમાચાર પણ વાંચો:  Waqf Board Bill 2024 : વકફ સંશોધન બિલ પર વિપક્ષની માંગ સરકારે સ્વીકારી, અધ્યક્ષ સામે મુક્યો આ પ્રસ્તાવ..

    મહત્વનું છે કે લોકસભામાં, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વક્ફ (સુધારા) બિલ, 2024માં JPC માટે 21 લોકસભા સાંસદોના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે રાજ્યસભાને JPCમાં નિયુક્ત કરવા માટે 10 સભ્યોના નામની ભલામણ કરવા પણ કહ્યું હતું.  

    Waqf Amendment Bill: માંગણી મુજબ બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો

    લોકસભાએ રાજ્યસભાને આ સંયુક્ત સમિતિ માટે 10 સભ્યોની પસંદગી કરવા અને નીચલા ગૃહને જાણ કરવાની ભલામણ કરી છે. સરકારે ગુરૂવારે લોકસભામાં વકફ બોર્ડનું સંચાલન કરતા કાયદામાં સુધારા સાથે સંબંધિત બિલ રજૂ કર્યું હતું, જેને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ચર્ચા અને દલીલો બાદ સંયુક્ત સમિતિને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગૃહમાં ‘વક્ફ (સુધારા) બિલ, 2024’ રજૂ કર્યું અને વિવિધ પક્ષોની માંગણી મુજબ બિલને સંસદની સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. આ અંગે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, હું તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ સંયુક્ત સંસદીય સમિતિની રચના કરીશ.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Election results: આ વખતે લોકસભા ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા? જાણો વિગતે..

    Election results: આ વખતે લોકસભા ચૂંટણીમાં કેટલા મુસ્લિમ ઉમેદવારો જીત્યા? જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai 

     Election results: દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો (  Lok Sabha Election Results ) હવે સંપૂર્ણ સ્પષ્ટ થયા ગયા છે. આ ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએને 292 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. જો કે આ બધાની વચ્ચે એક વાત એવી છે કે, જેના પર હાલ ઘણા લોકો નજર રાખી રહ્યા છે અને તે છે આ વખતે કેટલા મુસ્લિમ સાંસદો ( Muslim MPs ) લોકસભામાં પહોંચ્યા છે. મુસ્લિમ નેતાઓની વાત કરીએ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં કુલ 78 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા, જે અગાઉની ચૂંટણીઓ કરતાં આંકડો ઘણો ઓછો હતો. ગત વખતે એટલે કે 2019ની લોકસભા ચૂંટણીમાં વિવિધ પક્ષોએ 115 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.  

    આ 78 મુસ્લિમ ઉમેદવારોમાંથી ( Muslim candidates ) માત્ર 15 મુસ્લિમ ઉમેદવારો આ ચૂંટણીમાં જીત્યા હતા. આમાં એક મોટું નામ છે TMC ઉમેદવાર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ ( Yusuf Pathan ) , જેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીના ગઢ ગણાતા બહરમપુરમાં જીત મેળવી હતી. બીજી તરફ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન ( AIMIM ) ના વડા અસદુદ્દીન ઓવૈસીએ ( Asaduddin Owaisi ) પોતાનો ગઢ બચાવી લીધો હતો અને ભાજપના માધવી લતા સામે 3.38 લાખ મતોની સરસાઈથી જીત મેળવી હતી.

    Election results: ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની આ લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી…

    ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની આ લોકસભા ચૂંટણીમાં હાર થઈ હતી. જ્યારે જમ્મુ અને કાશ્મીરની બારામુલા સીટ પર રાશિદ એન્જિનિયર તરીકે જાણીતા અબ્દુલ રશીદ શેખે 4.7 લાખ મતો મેળવીને ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. હાલમાં દિલ્હી જેલમાં રહેલા રાશિદે આ ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી. જ્યારે લદ્દાખમાં અપક્ષ ઉમેદવાર મોહમ્મદ હનીફા 27,862 મતોની સરસાઈથી જીત્યો હતો.

    આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election Results: અધીર રંજન ચૌધરીથી લઈને ઓમર અબ્દુલ્લા સુધી આ મોટા દિગ્ગજોને આ લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો

    આ સિવાય કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ ( Imran Masood ) સહારનપુર બેઠક પરથી 64,542 મતોના માર્જિનથી જીત્યા હતા, જ્યારે કૈરાનાથી 29 વર્ષીય સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઈકરા હસને ભાજપના પ્રદીપ કુમારને 69,116 મતોથી હરાવ્યા હતા. બીજી તરફ, ગાઝીપુરથી વર્તમાન સાંસદ અફઝલ અંસારીએ 5.3 લાખ મતો મેળવીને બેઠક જીતી હતી.

    Election results: યુસુફ પઠાણે જીત હાંસલ કરી હતી..

    ઉત્તર પ્રદેશમાં જ, સમાજવાદી પાર્ટીના મોહિબુલ્લાએ 4,81,503 મતો મેળવીને રામપુર બેઠક જીતી હતી, જ્યારે ઝિયાઉર રહેમાન 1.2 લાખ મતોના માર્જિનથી  જીત્યા હતા. તો નેશનલ કોન્ફરન્સના મિયાં અલ્તાફ અહેમદે જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સામે 2,81,794 મતોથી જીત મેળવી હતી.

    બીજી બાજુ, શ્રીનગરમાં, NC ઉમેદવાર આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીને 3,56,866 મત મળ્યા. તો પશ્ચિમ બંગાળની બહેરામપુર બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડી રહેલા યુસુફ પઠાણે કોંગ્રેસના નેતા અને લોકસભામાં છ વખતના સાંસદ અધીર રંજન ચૌધરીને 85,022 મતોથી હરાવ્યા હતા.