• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ind vs aus - Page 2
Tag:

ind vs aus

shahrukh khan sweet gesture for asha bhosle during ind vs aus 2023 world cup final
મનોરંજન

Shahrukh khan: વર્લ્ડ કપ 2023 ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ફાઇનલ મેચ જોવા પહોંચેલા શાહરુખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે થયા કિંગ ખાન ના વખાણ, જુઓ વિડિયો

by Zalak Parikh November 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: ગઈકાલે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચ જોવા બોલિવૂડ ના ઘણા સેલેબ્સ સ્ટેડિયમ માં હાજર રહ્યા હતા. આ સ્ટેડિયમ માં શાહરુખ ખાન તેના પુરા પરિવાર સાથે જોવા મળ્યો હતો. દીપિકા પાદુકોણ પણ તેના પિતા, બહેન અને પતિ રણવીર સિંહ સાથે જોવા મળી હતી. બોલિવૂડની દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે પણ ભારતીય ટિમ નો ઉત્સાહ વધારવા સ્ટેડિયમ માં પહોંચી હતી. હવે શાહરુખ ખાન અને આશા ભોંસલે નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

 

શાહરુખ ખાને ઉપાડ્યો આશા ભોંસલે નો કપ 

શાહરૂખ ખાન ખરેખર જેન્ટલમેન છે જે તેણે વારંવાર સાબિત કર્યું છે. અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં  ભારત વિ ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ મેચમાં બોલિવૂડ સેલેબ્રીટી પહોંચી હતી. આ મેચ માં આશા ભોંસલે બીસીસી ના ચેરમેન જય શાહ અને શાહરુખ ખાન સાથે બેઠેલી જોવા મળી હતી. આ દરમિયાન શાહરુખ ખાને  પીઢ ગાયિકા ના હાથમાં ખાલી ચાનો કપ જોયો અને તેણે તેને ઉપાડી ની પેન્ટ્રી તરફ મુકવા ગયો હતો. અભિનેતાએ પોતે કપ લીધો અને એટલું જ નહીં, જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે આશાજીને પૂછ્યું કે શું તેણીને કોઈ બીજી ની જરૂર છે.

जो खानदानी रईस हैं, वो मिजाज रखते हैं नर्म अपना🙏#INDvsAUSfinal @iamsrk pic.twitter.com/ecnYU2f1Gl

— Anudeep Jaglan (@anudeepjaglan) November 19, 2023


આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાની સાથે જ લોકો સોશિયલ મીડિયા પર કિંગ ખાનના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ ના ઘરમાં થયો અંકિતા લોખંડે નો પ્રેગ્નેન્સી ટેસ્ટ, અભિનેત્રી એ શો ને લઇ ને વિકી જૈન ને કહી આ વાત

November 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023 Do you know how many cameras are in the stadium during the match
ICC વર્લ્ડ કપ 2023

ICC World Cup 2023 : શું તમે જાણો છો, મેચ દરમિયાન સ્ટેડિયમમાં કેટલા કેમેરા હોય છે? જાણો અહીં..

by kalpana Verat November 20, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 ICC World Cup 2023 : ક્રિકેટ મેચ જોતી વખતે શરીર પર રોમાંચ વધે છે . એકાદ ચોકો -છગ્ગો જોઈને આનંદની કોઈ સીમા રહેતી નથી. જ્યારે આપણી ટીમનો કોઈ બેટ્સમેન ફોર મારવાનો પ્રયાસ કરે છે, અને ફિલ્ડર કેચ લેવાનો પ્રયાસ કરે છે ત્યારે હૃદયના ધબકારા અનેકગણા વધી જાય છે. પરંતુ તે કેમેરા છે જે આપણને આ મેચ અને તેની ‘આકર્ષક’ ક્ષણો આપણા સુધી પહોચાડી દે છે… મેચ દરમિયાન બો બોલ કઈ દિશામાં જાય છે તે મહત્વનું નથી, તે ક્ષણ ચોક્કસ રીતે કેપ્ચર થાય છે… તેથી આપણને આશ્ચર્ય થાય છે કે મેચ દરમિયાન સ્ટેડિયમમાં કેટલા કેમેરા હોય છે? આવો જાણીએ આ સવાલનો જવાબ…

જ્યારે સ્ટેડિયમમાં મેચ રમાય છે. ત્યારે તે મેચની એક યા બીજી ક્ષણને ક્રિકેટપ્રેમીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ થાય છે. તેના માટે 30 જેટલા કેમેરા કાર્યરત છે. આ કેમેરા તમને મેચની દરેક રોમાંચક ક્ષણો તમારા સુધી પહોંચાડે છે. બરાબર ક્યાં જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે? તેથી બ્રોડકાસ્ટિંગ સ્ટુડિયો માટે 1 કેમેરા, ફીલ્ડ પ્લેને કવર કરવા માટે 12 કેમેરા, 4-સ્ટમ્પ કેમેરા, 1- પ્રેઝન્ટેશન કેમેરા, 6-હોકાઈ કેમેરા, 4 કેમેરા રન-આઉટ વિડિયો કેપ્ચર કરવા, 2 કેમેરા સ્ટ્રાઈક ઝોન કેપ્ચર કરવા માટે છે.

 નીચે પ્રમાણે આટલા કેમેરા હોય છે..

મુખ્ય કેમેરા: ક્રિકેટ મેચમાં આ એક મહત્વપૂર્ણ કેમેરા છે. જે સ્ટેડિયમમાં યોગ્ય રીતે સ્થાપિત છે. આ કેમેરા વાઈડ એંગલ શોટ્સ કેપ્ચર કરે છે. આ મેચનો એકંદર વાઇબ આપે છે.

બાઉન્ડ્રી કેમેરા: બાઉન્ડ્રી કેમેરા બાઉન્ડ્રી લાઇનની નજીક સ્થિત છે. આ કેમેરાનો ઉપયોગ ફિલ્ડિંગ એક્શન અને ક્લોઝ-અપ શોટ્સ કેપ્ચર કરવા માટે થાય છે. કેમેરા ખેલાડીઓની હિલચાલને કેદ કરે છે. જ્યારે વિકેટ પડે ત્યારે જે ઉલ્લાસ થાય છે તે આ કેમેરામાં કેદ થાય છે.

સ્ટમ્પ કેમેરા: સ્ટમ્પમાં પણ કેમેરા ગોઠવવામાં આવ્યો છે. આ કેમેરા બોલર, બેટ્સમેન અને વિકેટકીપરની મૂવમેન્ટ કેપ્ચર કરે છે.

આ સમાચાર પણ વાંચો :  ICC World Cup 2023: વિશ્વ કપની ફાઈનલમાં કપિલ દેવને આમંત્રણ આપવામાં ન આવતા ક્રોંગ્રેસે BCCI પર ઉઠાવ્યા સવાલ.. જાણો વિગતે..

સ્પાઈડર કેમેરા: સ્પાઈડર કેમેરા… આ કેમેરાના નામની જેમ જ. તેમ તેનું કામ પણ કરે છે. આ કૅમેરા ઊભી અને આડી રીતે ફેરવીને મૂવમેન્ટ કૅપ્ચર કરી શકે છે. આ એરિયલ શોટ આપે છે.

અલ્ટ્રા સ્લો-મોશન : અમુક સમયે બેટ્સમેન આઉટ છે કે નહીં તે જોવા માટે રિવ્યુ લેવામાં આવે છે. પછી તેઓ અલ્ટ્રા સ્લો-મોશન કેમેરાની મદદથી કેપ્ચર કરાયેલા શોટ્સની મદદથી જોવા મળે છે.

હેલ્મેટ કેમેરા: બેટ્સમેન બેટિંગ કરતી વખતે હેલ્મેટ પહેરે છે. તેમાં પણ કેમેરો હોય છે. આ મેચનો પ્રથમ વ્યક્તિ દૃશ્ય આપે છે. આ બોલરની હિલચાલને પકડે છે. આનાથી બેટ્સમેનની જગ્યાએથી મેચનો આનંદ માણી શકે છે.

રોબોટિક કેમેરા: રોબોટિક કેમેરા રિમોટ દ્વારા નિયંત્રિત થાય છે. આ લવચીક અને એડજસ્ટેબલ એંગલ એરે પ્રદાન કરે છે.

 

November 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup 2023 Final India misses out on third title, Gavaskar-Sehwag explains why.. Know Here…
ICC વર્લ્ડ કપ 2023ક્રિકેટ

World Cup 2023 Final: ભારતની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બનવાથી ચૂકી, ગાવસ્કર-સેહવાગે જણાવ્યું હારનું કારણ… જાણો અહીં.

by Hiral Meria November 20, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

World Cup 2023 Final: ભારત ( Team India ) ને વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) ની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા ( Australia ) એ ભારતને હરાવ્યુ હતુ.. ટીમ ઈન્ડિયા ( Team India ) એ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને રમાયેલી તમામ મેચો જીતી લીધી હતી. પરંતુ ફાઇનલમાં જીત મેળવી શકી ન હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ( Sunil Gavaskar ) અને વીરેન્દ્ર સેહવાગે ( Virender Sehwag ) ફાઈનલ મેચને ( IND vs AUS ) લઈને પ્રતિક્રિયા આપી છે. સેહવાગે કહ્યું છે કે તેના કહેવા પ્રમાણે ટીમ ઈન્ડિયામાં ક્યાં ભૂલ થઈ.

પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા આવ્યા હતા. શુભમન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. રોહિતે 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. વિરાટ 63 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ ઐયર માત્ર 4 રન બનાવીને વોકઆઉટ થયો હતો. કેએલ રાહુલે 66 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

રાહુલે 66 રન બનાવવા માટે 107 બોલનો ખર્ચ કર્યો હતો..

મેચ બાદ ક્રિકબઝ સાથે વાત કરતા સેહવાગે કહ્યું કે કોહલી અને રાહુલ 250 રનના લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમની ભાગીદારી દરમિયાન વધુ આરામદાયક બન્યા હતા. પરંતુ જો તે ઈચ્છતો હોત તો એક રન લઈને ભાગીદારીને આગળ લઈ જઈ શક્યો હોત. બીજા પાવરપ્લેમાં કોઈ પણ બાઉન્ડ્રી વિના 4-5 રન સરળતાથી બની શક્યા હોત. આ સમયે સર્કલની અંદર 5 ફિલ્ડર હતા. રાહુલે 66 રન બનાવવા માટે 107 બોલનો ખર્ચ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Fishing Harbor Fire: વિશાખાપટ્ટનમના ફિશિંગ હાર્બરમાં સિલિન્ડર ફાટ્યું, 25થી વધુ બોટ સળગીને રાખ.. જુઓ વિડીયો..

ગાવસ્કરે કહ્યું, માર્શે 2 ઓવરમાં 5 રન આપ્યા. હેડે 2 ઓવરમાં 4 રન આપ્યા હતા. મને લાગે છે કે આ એવી ઓવરો હતી જેમાં પાર્ટ ટાઇમ બોલરોને નિશાન બનાવી શકાય છે. અહીં 20-30 રન કોઈ જોખમ વિના બનાવી શકાયા હોત.

તમને જણાવી દઈએ કે સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. પરંતુ ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.

November 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mohammed Shami Yogi Sarkar's gift to Team India's veteran bowler Mohammad Shami, suddenly made this big announcement before the final
ક્રિકેટ

Mohammed Shami: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બોલર મોહમ્મદ શમીને યોગી સરકારની ભેટ, ફાઇનલ પહેલા અચાનક કર્યું આ મોટું એલાન.. જાણો વિગતે..

by Hiral Meria November 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Mohammed Shami: ઉત્તર પ્રદેશના ( Uttar Pradesh ) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ( Yogi Adityanath ) ક્રિકેટર મોહમ્મદ શમીને વર્લ્ડ કપ 2023માં ( World Cup 2023 ) શાનદાર પ્રદર્શન માટે મોટી ગિફ્ટ આપી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરકારને ભારત અને ઓસ્ટ્રેલિયા ( Ind Vs Aus ) વર્લ્ડ કપ ફાઈનલ ( World Cup Final ) પહેલા જ મોહમ્મદ શમીને એક એવી ભેટ આપી છે જેને તે ક્યારેય નહીં ભૂલી શકે.

 

View this post on Instagram

 

A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11)

યોગી સરકારે મોહમ્મદ શમીના વતન અમરોહાના ( Amaroha ) સહસપુર અલીનગરમાં મિની સ્ટેડિયમ ( Mini stadium ) બનાવવાની જાહેરાત કરી છે. પ્રશાસનની આ જાહેરાત બાદથી ગામના લોકોમાં ખુશીનો માહોલ છે. સીડીઓ અશ્વની કુમાર મિશ્ર અને અન્ય અધિકારીઓએ જોયા વિકાસખંડ સ્થિત શમીના ગામનું ભ્રમણ કર્યું.

મોહમ્મદ શમીનું વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રદર્શન..

સ્ટેડિયમ માટે જમીનની શોધ કરી અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. શમીનો પરિવાર ગામમાં જ રહે છે. શમી પણ અહીં આવે છે. આ ખબર બાદ શમીના ગામમાં ખુશીનો માહોલ છે. જણાવી દઈએ કે મોહમ્મદ શમી અત્યાર સુધી વર્લ્ડ કપ 2023ની 6 મેચોમાં 9.13ની સરેરાશથી 23 વિકેટ લઈ ચુક્યા છે. જેમાંથી ત્રણ વખત તે પાંચ કે તેનાથી વધારે વિકેટ લઈ ચુક્યા છે અને તેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 10.9નો છે જે ચોંકાવનાકો છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: NSA અજીત ડોભાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે કરી મુલાકાત.. જાણો વિગતે..

November 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND vs AUS Final This time the victory of Team India in the World Cup final is certain! These 9 coincidences are happening together after 12 years
ક્રિકેટICC વર્લ્ડ કપ 2023

IND vs AUS Final: આ વખતે વર્લ્ડકપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની જીત નિશ્ચિત! છેક 12 વર્ષ બાદ એકસાથે બની રહ્યાં છે આ 9 સંયોગ.. જાણો અહીં..

by Hiral Meria November 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

IND vs AUS Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે. વર્લ્ડ કપની ફાઇનલ ( World Cup Final ) મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા ( IND vs AUS ) વચ્ચે રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ ફાઇનલ મેચ 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ત્રીજી વખત ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે.

ભારતે વર્તમાન વર્લ્ડ કપમાં સતત દસ મેચ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ( Australia ) ટીમે પણ ખરાબ શરૂઆત બાદ સતત આઠ મેચ જીતી છે. એટલે કે બંને ટીમો શાનદાર ફોર્મમાં છે. ગ્રુપ મેચમાં બંને ટીમો સામસામે આવી ત્યારે ભારતે છ વિકેટે જીત મેળવી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમી સહિત તમામ ભારતીય ખેલાડીઓ સારા ફોર્મમાં છે. આવી સ્થિતિમાં ફાઈનલ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા પર દબદબો જોવા મળી રહ્યો છે.

ભારતીય ટીમે ( Team India ) છેલ્લે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ તે 2015 અને 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમિ-ફાઇનલ સ્ટેજથી આગળ વધી શકી ન હતી. હવે ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા આ વખતે ખિતાબનો દુષ્કાળ ચોક્કસપણે ખતમ કરશે. કોઈપણ રીતે, 12 વર્ષ પછી, 9 આશ્ચર્યજનક સંયોગો બન્યા છે જે દર્શાવે છે કે ભારત 2011ની જેમ આ વખતે પણ ખિતાબ જીતવામાં સફળ રહેશે.

20 years later, they meet again in the Men’s CWC Final 🏆

All about the #CWC23 Final ➡️ https://t.co/DYhuEFNkZx pic.twitter.com/wZbjKvkhfz

— ICC (@ICC) November 18, 2023

જાણો શું છે આ 9 સંયોગો ( coincidences ) ..

1. પાકિસ્તાન સામે 2011 ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં, પાંચ ભારતીય બોલરો – ઝહીર ખાન, આશિષ નેહરા, મુનાફ પટેલ, હરભજન સિંહ અને યુવરાજ સિંહે બે-બે વિકેટ લીધી હતી. હવે આ વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામેની મેચમાં પાંચ ભારતીય બોલરો- જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી.

2. ક્રિકેટ વર્લ્ડ કપ 2011માં ન્યૂઝીલેન્ડના ક્રિકેટર રોસ ટેલરે પોતાના જન્મદિવસ પર પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. હવે આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મિશેલ માર્શે પણ પોતાના જન્મદિવસ પર પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બંને ઓશેનિયા પ્રદેશમાં આવે છે.

3. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​યુવરાજ સિંહે આયર્લેન્ડ સામેની મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ વર્લ્ડ કપમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે આવું જ કારનામું કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  World Cup 2023: અર્જુન રણતુંગાના નિવેદન બદલ શ્રીલંકાની સરકારે BCCI સેક્રેટરી જય શાહની માફી માંગી, જાણો શું છે મામલો

4. ઈંગ્લેન્ડની ટીમ વર્ષ 2010માં T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. ત્યારપછી તે બીજા વર્ષે એટલે કે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી.આ વખતે પણ જૂની વાર્તાનું પુનરાવર્તન થયું હતું. ઈંગ્લેન્ડે 2022માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારબાદ 2023માં ક્રિકેટ વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી.જો કે 2011 અને 2023ના બંને વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી.

5. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં આયર્લેન્ડે ઈંગ્લેન્ડ સામે 328 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. ત્યારબાદ વર્લ્ડ કપના ઈતિહાસમાં આ રેકોર્ડ ચેઝ હતો. હવે આ વર્લ્ડ કપમાં પાકિસ્તાને શ્રીલંકા સામે 345 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો, જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક રેકોર્ડ ચેઝ હતો.

6. વિરાટ કોહલીએ 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં પણ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી.

7. ભારતે તેની છેલ્લી લીગ મેચ 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. તે મેચમાં યુવરાજ સિંહે ચોથા નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી હતી અને તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો. આ વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે ભારતની છેલ્લી લીગ મેચમાં શ્રેયસ અય્યરે ચોથા નંબર પર બેટિંગ કરીને સદી ફટકારી હતી. શ્રેયસને આ વખતે પણ ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

8. ક્રિકેટ વર્લ્ડ કપ 2011માં આયર્લેન્ડના કેવિન ઓ’બ્રાયન સૌથી ઝડપી સદી (50 બોલ) ફટકારી હતી. હવે આ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એડન માર્કરામે 49 બોલમાં સદી ફટકારીને ઓ બ્રાયનનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે 40 બોલમાં સદી ફટકારીને માર્કરામને પાછળ છોડી દીધો હતો.

આ સમાચાર પણ વાંચો :  Sham kaushal on Katrina kaif towel scene:ટાઇગર 3 માં વહુ ના ટુવાલ સીન પર સસરા શામ કૌશલે આપી આવી પ્રતિક્રિયા, કેટરીના કૈફે કર્યો ખુલાસો

9. 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ શ્રીલંકા સામે ફાઇનલમાં અણનમ 91 રન બનાવીને ભારતીય ટીમને જીત તરફ દોરી હતી. ત્યારબાદ ધોની પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. હવે આ વર્લ્ડ કપમાં વિકેટકીપર કેએલ રાહુલે પણ રન ચેઝ દરમિયાન પાંચમા સ્થાને બેટિંગ કરીને 90થી વધુ રનની ઇનિંગ્સ રમી છે. રાહુલે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 97 રન બનાવ્યા હતા.

November 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ricky Ponting Viral Video Do you remember this video of Australian players This time Prime Minister Narendra Modi will be in place of Sharad Pawar
ICC વર્લ્ડ કપ 2023ક્રિકેટ

Ricky Ponting Viral Video: ઉધ્ધત ઓસ્ટ્રેલિયા ના ખેલાડીઓનો આ વિડીયો યાદ છે? આ વખતે શરદ પવારના સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે…. શું છે દમ? જાણો શું છે આ સંપુર્ણ મામલો..

by Hiral Meria November 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ricky Ponting Viral Video: વર્લ્ડ કપ 2023 ( World Cup 2023 ) ની ફાઇનલ મેચ ભારત ( Team india ) અને ઓસ્ટ્રેલિયા ( IND vs AUS ) વચ્ચે રમાશે. અમદાવાદ ( Ahmedabad ) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium ) બંને ટીમો 20 વર્ષ બાદ ફરી ફાઈનલમાં સામસામે ટકરાશે. ફાઇનલ મેચ રવિવારે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. જોકે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ( Ricky Ponting ) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો વર્ષ 2006નો છે. આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ તત્કાલીન ICC પ્રમુખ શરદ પવાર ( Sharad Pawar ) સાથે ખરાબ વર્તન કરતા જોવા મળી રહ્યા છે.

India needs to win the World Cup Final to avoid Pat Cummins doing this to Jay Shah. pic.twitter.com/Vd99Ygvvlj

— Trendulkar (@Trendulkar) November 17, 2023

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના ( Australia ) કેપ્ટન રિકી પોન્ટિંગે તત્કાલિન ICC પ્રમુખ શરદ પાસેથી ટ્રોફી છીનવી લીધી હતી. તેમણે શરદ પવારને પણ ત્યાંથી જવાનું કહ્યું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ચાહકોનું કહેવું છે કે ઓસ્ટ્રેલિયાના ખરાબ વર્તનનો બદલો લેવાનો સમય આવી ગયો છે. વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ ચોક્કસપણે બદલો લેશે.

ફાઈનલ મેચ 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે..

ભારત સિવાય ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યું હતું. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાએ બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. હવે ટાઈટલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19મી નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

આ સમાચાર પણ વાંચોઃ Bandra Cylinder Blast : મુંબઈના બાંદ્રામાં ગેસ સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, ८ લોકો ઘાયલ..જાણો વિગતે..

વાયરલ વિડીયોમાં જોવા મળતી ટૂર્નામેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા લીગ મેચમાં સામસામે હતા. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તો સવાલ હવે એમ છે આ વખતે ફરી ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. તેમ જ આ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમજ હાલ BCCIના અધ્યક્ષ જય શાહ પણ હાજર રહેશે. તો શું આ વખતે ફરી ઓસ્ટ્રેલિયન ટીમનો સુકાની પેટ કમિન્સ આવી ઉધ્ધતાઈ કરશે, શું છે દમ… જેવા પ્રશ્ન લોકો 2006નો વિડીયો શેર કરીને પુછી રહ્યા છે. જેનો જવાબ કદાચ રવિવારે ફાઈનલમાં જ મળી શકશે. જેમાં ભારતીય ટીમ જીત સાથે કદાચ આ સંપુર્ણ મામલાનો અંત લાવશે.

November 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Cup Final A Starry World Cup Final! PM Modi, Ambanis Likely To Grace Ahmedabad Stadium
ICC વર્લ્ડ કપ 2023

World Cup Final : ‘મહાસંગ્રામની રણભૂમિ’ બનશે નમો સ્ટેડિયમ, પીએમ મોદીની સાથે મેચ જોશે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ, અંબાણી, અદાણી અને…

by kalpana Verat November 17, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

World Cup Final : ICC વર્લ્ડ કપની ( ICC World Cup ) ફાઈનલ રવિવારે 19મી નવેમ્બરે અમદાવાદમાં ( Ahmedabad ) ભારત અને ઓસ્ટ્રેલિયા ( Ind Vs Aus ) વચ્ચે મોટી મેચ રમાવા જઈ રહી છે. વર્લ્ડકપની આ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) પણ જશે. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ અમદાવાદની મુલાકાત લેશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ( Narendra Modi Stadium ) બેસીને ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ જોશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ( Australian PM ) પણ આ ફાઈનલ મેચ જોવા આવી શકે છે. જોકે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના પીએમને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત સરકારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસને ( Anthony Albanese ) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ જોવા માટે આમંત્રણ મોકલ્યું છે. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને મેચ જોવા માટે અમદાવાદ આવશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેશે. હાલમાં ઓસ્ટ્રેલિયન પીએમના આગમનને લઈને સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

બોલિવૂડ અભિનેતા આવે તેવી શક્યતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ હાજર રહેશે. આ સિવાય બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અજય દેવગન પણ ફાઈનલ મેચ જોવા આવે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ભારતે ટોસ જીતીને ચાર વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં શ્રીલંકાને હરાવીને ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2011 જીત્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ Uttarkashi Tunnel : ટનલમાં હજુ ફસાયા છે 40 મજૂરો, અમેરિકન મશીનો વડે સુરંગમાં 30 મીટર ડ્રિલિંગ.. કરાઈ આ ખાસ તૈયારી..

વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાની સફર

ભારતે સતત તમામ મેચ જીતી છે. ભારતે તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને દિલ્હીમાં આઠ વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું.

તેમજ ચોથી મેચમાં ભારતે બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ ધર્મશાલામાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. લખનૌમાં છઠ્ઠી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. આ સિવાય ભારતે શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડને હરાવ્યું છે.

તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ આ પહેલા 2003માં રમાઈ હતી, પરંતુ ભારતીય ટીમ આ મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં બંને ટીમો 20 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ કપ ટ્રોફી માટે ટકરાશે.

November 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND vs AUS Final Revenge of 2003 will be taken after 20 years, India-Australia will clash in the final
ICC વર્લ્ડ કપ 2023Main Post

IND vs AUS Final: 20 વર્ષ પછી લેવાશે 2003નો બદલો, ફાઈનલમાં ટકરાશે ભારત-ઓસ્ટ્રેલિયા .. જાણો વિગતે અહીં….

by Bipin Mewada November 17, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

IND vs AUS Final: ઓસ્ટ્રેલિયા ( Australia ) એ બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા ( South Africa ) ને 3 વિકેટે હરાવ્યું છે. આ રીતે પેટ કમિન્સના નેતૃત્વમાં કાંગારૂ ટીમ વર્લ્ડ કપ ( World Cup 2023 ) ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા ( Team India ) ને ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદ ( Ahmedabad ) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. જો કે, રોહિત શર્મા ( Rohit Sharma ) ની આગેવાની હેઠળની ભારતીય ટીમ 20 વર્ષ પહેલા 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.

And then there were two 🇮🇳 🇦🇺

Presenting the #CWC23 finalists 🤩 pic.twitter.com/vv0L57egeY

— ICC (@ICC) November 16, 2023

વાસ્તવમાં, વર્લ્ડ કપ 2003ની ફાઇનલમાં (  World Cup 2003 final ) ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા. પરંતુ સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 2 વિકેટે 359 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને જીતવા માટે 360 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ ઈન્ડિયા 39.2 ઓવરમાં 234 રન સુધી જ સિમિત રહી ગઈ હતી. આ મેચમાં 140 રનની અણનમ ઇનિંગ રમનાર કાંગારૂ કેપ્ટન રિકી પોન્ટિંગને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ભારત માટે વીરેન્દ્ર સેહવાગે 81 બોલમાં સૌથી વધુ 82 રન બનાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : LPG Cylinder Price : દિવાળી પછી આવી પહેલી ખુશખબર, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો નવો ભાવ

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી વખત ફાઈનલમાં આમને સામને…

આ પછી વર્લ્ડકપ 2011માં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા. આ વખતે ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. તે જ સમયે, વર્લ્ડ કપ 2015 સેમિફાઇનલમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારીને બહાર થઈ ગઈ હતી. પરંતુ વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમે ફરી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ભારતીય ટીમે તેના 2023 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ રીતે વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી વખત આમને સામને થશે.

November 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND vs AUS World Cup 2023: Australian Fan Chants Bharat Mata Ki Jai as India Dominates in Thrilling World Cup Clash
ક્રિકેટ

IND vs AUS World Cup 2023: એવું રમી ભારતીય ટીમ કે ઓસ્ટ્રેલિયન ફેને સ્ટેડિયમાં લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા, જુઓ વિડીયો

by Hiral Meria October 9, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

IND vs AUS World Cup 2023: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમે ( Team India ) જે રીતે શરૂઆત કરી છે તેનાથી ચાહકો ખૂબ જ ખુશ છે. ટીમ ઈન્ડિયાએ ઓપનિંગ મેચમાં ( opening match ) પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ( Australia ) છ વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ( MA Chidambaram Stadium ) રમાયેલી આ મેચમાં વધુ રન નહોતા બન્યા, પરંતુ તેમ છતાં મેચ ખૂબ જ રોમાંચક રહી.

જુઓ વીડિયો

🇮🇳❤️🇦🇺 When you’re an Aussie, but Team India’s performance is just too good to resist!#INDvAUS #INDvsAUS #CricketComesHome #CWC23 #3KaDream #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/2bbbKyqbYI

— The Bharat Army (@thebharatarmy) October 8, 2023

 

વિરાટ કોહલી ( Virat Kohli ) અને કેએલ રાહુલે ( KL Rahul ) ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને 199 રનમાં રોકી દીધું હતું. રવિન્દ્ર જાડેજાએ ત્રણ જ્યારે જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ભારતે જવાબમાં માત્ર બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટોપ-4માંથી ત્રણ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા અને એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા મેચ જીતી જશે. આ પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલે મળીને 165 રનની ભાગીદારી કરી ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી. વિરાટ 85 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. ભારત સેનાએ આ મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

 આ સમાચાર પણ વાંચો:  Assembly Election Opinion Poll: કોંગ્રેસને દક્ષિણ ભારતના આ રાજ્યમાંથી ફરી મળશે સારા સમાચાર, મળી શકે છે સત્તાનું સુકાન, જાણો શું કહે છે ઓપિનિયન પોલ

ઓસ્ટ્રેલિયન ફેનએ ( Australian Fan ) લગાવ્યા નારા

આ વીડિયોમાં એક ઓસ્ટ્રેલિયન ફેન ‘ભારત માતા કી જય’ ના નારા લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો શેર કરતી વખતે ભારત સેનાએ લખ્યું, ‘જ્યારે તમે ઓસ્ટ્રેલિયન હોવ, પરંતુ તમે ટીમ ઈન્ડિયાની રમત જોવાથી પોતાને રોકી શકો નહીં.’ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને જે રીતે હરાવ્યું તે વિશ્વ કપમાં રોહિત શર્મા અને કંપનીના આત્મવિશ્વાસમાં ઘણો વધારી દીધો છે.

October 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
IND vs AUS: Why were Rohit-Kohli rested against Australia, read what answer Ajit Agarkar gave
ક્રિકેટ

IND vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, રોહિત-કોહલીને શા માટે આરામ આપવામાં આવ્યો, વાંચો અજીત અગરકરે શું આપ્યો જવાબ..

by Hiral Meria September 19, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

IND vs AUS: એશિયા કપ 2023નું ( Asia Cup 2023 ) ટાઇટલ જીત્યા પછી, હવે ટીમ ઈન્ડિયા ( Team India ) ODI વર્લ્ડ કપ 2023ની ( ODI World Cup 2023 )  શરૂઆત પહેલા ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા ( Australia) સામે 3 મેચની ODI સિરીઝ ( ODI Series ) રમશે. 18 સપ્ટેમ્બરે જ્યારે આ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ( Team India ) જાહેરાત કરવામાં આવી ત્યારે ઘણા આશ્ચર્યજનક નિર્ણયો જોવા મળ્યા. જેમાં રવિચંદ્રન અશ્વિનનો ( Ravichandran Ashwin ) ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિત ( Rohit Sharma )  અને કોહલી ( Virat Kohli ) ઉપરાંત હાર્દિક પંડ્યાને ( Hardik Pandya ) પ્રથમ 2 મેચ માટે આરામ આપવાનો નિર્ણય પણ સામેલ છે.

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજીત અગરકરે ( Ajit Agarkar ) પણ વર્લ્ડ કપ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવાના નિર્ણય પર પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપ્યો. અગરકરે કહ્યું કે રોહિત અને કોહલી હંમેશા અમારી સાથે છે અને હાર્દિક પણ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. આપણે તેમને વધુ સારી રીતે હેન્ડલ કરવા પડશે.

કુલદીપ યાદવને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ 2 ODI મેચમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો. આ અંગે અગરકરે કહ્યું કે કુલદીપે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં છે. આનાથી અમને અન્ય ખેલાડીઓને પણ અજમાવવાની તક મળી છે. અમે આને બીજી રીતે પણ જોઈ શકીએ છીએ કે અમે મોટી ટુર્નામેન્ટ પહેલા ખેલાડીઓને શારીરિક અને માનસિક બંને રીતે આરામ આપવા માંગીએ છીએ.

ત્રીજી વનડે માટે તમામ મહત્વના ખેલાડીઓ ઉપલબ્ધ છે

આ વનડે સીરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી વનડે માટેની ટીમ અંગે અજીત અગરકરે કહ્યું કે આ મેચ માટે તમામ ખેલાડીઓ ઉપલબ્ધ છે અને અમારી વર્લ્ડ કપ ટીમ રમતી જોવા મળશે. અમને આ સિરીઝમાં એવા ખેલાડીઓને અજમાવવાનો મોકો મળ્યો જે અત્યાર સુધી બહાર બેઠા હતા.

આ સમાચાર પણ વાંચો : New Parliament: ’75 રૂપિયાનો ચાંદીનો સિક્કો, બંધારણની નકલ’, નવી સંસદમાં પ્રવેશતા પહેલા સાંસદોને શું શું મળશે ગિફ્ટ.. જાણો સંપુર્ણ વિગતો વિગતે અહીં..

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે પ્રથમ 2 ODI માટે ટીમ :

કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, રવિ અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શર્મી મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણ.

છેલ્લી ODI મેચ માટે ભારતીય ટીમ :

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ (ફિટનેસના આધારે). વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, રવિ અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

September 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક