• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Indian National Congress - Page 2
Tag:

Indian National Congress

Lala Lajpatrai Death Anniversary
ઇતિહાસ

Death Anniversary: લાલા લજપતરાયે પંજાબ કેસરી અને આ જાણીતી બેંકની સ્થાપના કરી હતી- જાણો તેમના જીવનવિશે

by NewsContinuous Bureau November 17, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

લાલા લાજપત રાય એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળ(freedom movement)માં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ પંજાબ કેસરી(Punjab Kesari) તરીકે પણ જાણીતા છે. તેમણે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૨૮માં સાયમન કમિશન વિરુદ્ધ એક પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ આંદોલન દરમિયાન કરવામાં આવેલા લાઠી-ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનું અવસાન થયું હતું.

 

લાલા લજપતરાયનું જીવન
લાલા લાજપતરાય(Lala Lajpatrai)નો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં ૨૮ જાન્યુઆરી ૧૮૬૫ના રોજ જૈન પરીવારમાં થયો હતો. તેમના પિતા મુન્શી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં ઉર્દૂ અને ફારસી ભાષાના શિક્ષક હતા. ૧૮૭૦માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં થયું. ૧૮૮૦માં તેમણે કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે લાહોર ગવર્મેન્ટ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમનો પરિચય લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે થયો. લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતીના હિંદુ સુધારણા આંદોલન(Hindu Reform Movement)થી પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા. ઉપરાંત લાહોર સ્થિત આર્ય ગેજેટના સંસ્થાપક સંપાદક બન્યા.

 

કાયદાના અભ્યાસ દરમિયાન એ વિચાર તેમના માનસમાં દૃઢ બનતો રહ્યો કે રાષ્ટ્રીયતાથી ઉપર હિન્દુ ધર્મ ભારતીય જીવનશૈલીનું કેન્દ્રબિંદુ હતો. તેમના મતે ધર્મ અને રાષ્ટ્રવાદી વિચારો(Nationalist ideas)ને એકસૂત્ર કરીને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય છે. હિંદુ મહાસભા સાથેના તેમના સંબંધો અંગે નૌજવાન ભારત સભા દ્વારા આલોચના કરવામાં આવી કારણ કે મહાસભા સાંપ્રદાયિક વિચારધારા ધરાવતી હતી જે કોંગ્રેસ દ્વારા નિર્ધારીત પ્રણાલીને અનુરૂપ ન હતી.

 

૧૮૮૪માં તેમના પિતાની બદલી રોહતક ખાતે થતાં અભ્યાસ પૂર્ણ કરી તેઓ પણ રોહતક આવી ગયા. ૧૮૮૬માં હિસારમાં વકીલાત શરૂ કરી. અહીં તેમણે બાબુ ચૂડામણિ સાથે મળીને હિસાર બાર કાઉન્સિલની સ્થાપના કરી. બાળપણથી જ દેશસેવા કરવાની ઇચ્છા હતી આથી દેશને વિદેશી શાસનથી મુક્તિ અપાવવાની પ્રતિજ્ઞા લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(Indian National Congress) અને આર્ય સમાજ(Arya Samaj)ની હિસાર શાખાની સ્થાપના કરી. ૧૮૮૮ અને ૧૮૮૯માં કોંગ્રેસના અલ્હાબાદ અધિવેશનમાં હિસારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. ૧૮૯૨માં તેઓ લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતે વકીલાત માટે લાહોર ચાલ્યા ગયા. સ્વતંત્રતા પ્રાપ્તિ માટે દેશની રાજનૈતિક વિચારોને આકાર આપવા માટે તેમણે પત્રકારિતાનો અભ્યાસ કર્યો તથા ધ ટ્રીબ્યન (ચંદીગઢ) સહિત ઘણા સમાચારપત્રોમાં નિયમિત યોગદાન આપતા રહ્યા. ૧૮૮૬માં તેમણે લાહોર ખાતે દયાનંદ એંગ્લો-વૈદિક સ્કૂલ નામની રાષ્ટ્રવાદી શાળાની સ્થાપના માટે લાલા હંસરાજની મદદ કરી હતી. 

 

આ રીતે હતી તેમની રાષ્ટ્રભક્તિ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવા બદલ તથા પંજાબના રાજનૈતિક આંદોલન(political movement)માં ભાગ લેવા બદલ લાલા લાજપતરાયને ૧૯૦૭માં કોઇ પણ પ્રકારનો અદાલતી ખટલો ચલાવ્યા વિના જ બર્મા (હાલ મ્યાનમાર) ખાતે દેશનિકાલ કરવામાં આવ્યા. પરંતુ સરકાર ઉથલાવી દેવાના પ્રયાસોમાં તેમના વિરુદ્ધ પૂરતા પુરાવાઓના અભાવે નવેમ્બર ૧૯૦૭માં વાઇસરોય લોર્ડ મિન્ટોએ તેમને ભારત પાછા ફરવાની અનુમતિ આપી. લાજપતરાયના સમર્થકોએ ૧૯૦૭ના સુરત અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તેમના નામનો ચૂંટણી પ્રચાર કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા. તેઓ ૧૯૨૦ના કલકત્તા અધિવેશનમાં (વિશેષ સત્ર) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા. ૧૯૨૧માં લાહોર ખાતે સર્વન્ટ ઓફ ધ પીપલ સોસાયટી નામના સંગઠનની સ્થાપના કરી. વિભાજન બાદ સંગઠનને દિલ્હી ખાતે સ્થળાંતરીત કરાયું અને દેશભરમાં તેની શાખાઓ ખોલવામાં આવી. 

 

આ રીતે થયુ લાજપત રાયનું નિધન
૧૯૨૮માં બ્રિટીશ સરકારે ભારતની રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જ્‌હોન સાઇમનના વડપણ હેઠળ એક તપાસ પંચની રચના કરી. પંચના સભ્યોમાં એક પણ ભારતીય ન હોવાના કારણે ભારતીય રાજનૈતિક દળોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. કમિશનના વિરોધમાં દેશવ્યાપી આંદોલનો થયા. ૩૦ ઓક્ટોબર ૧૯૨૮ના રોજ આયોગની લાહોર મુલાકાતના વિરોધમાં લાલા લાજપતરાયે એક અહિંસક પ્રદર્શન(Non-violent demonstration)નું નેતૃત્ત્વ કર્યું. પ્રદર્શનમાં સાઇમન ગો બેકના નારા સાથે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા. પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે પોલીસને લાઠીચાર્જનો આદેશ આપ્યો જેમાં પ્રદર્શનકારીઓ અને ખાસ કરીને લાજપતરાય પર પ્રહાર કર્યો. લાઠીચાર્જ(lathi charge)થી ઝખ્મી થયેલા લાજપતરાયે ભીડને સંબોધિત કરતાં જણાવ્યું કે, “હું ઘોષણા કરું છું કે આજે મારા પર થયેલો પ્રહાર બ્રિટીશ રાજના કોફીન પરનો અંતિમ ખીલો બની રહેશે.” લાઠીચાર્જથી ગંભીર રીતે ઘવાયેલા લાજપતરાયનું ૧૭ નવેમ્બર ૧૯૨૮ના રોજ અવસાન(Death of Lajpatarai) થયું.

 

આ સમાચાર પણ વાંચોઃ આજે નેશનલ એપિલેપ્સી ડે, જાણો વાઈના લક્ષણો અને આ રીતે કરો બચાવ
November 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક