ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર
મહારાષ્ટ્ર સરકારના કોરોના ટાસ્ક ફોર્સ ના અધ્યક્ષ ડો સંજય ઓકે એ જણાવ્યું કે કોરોનાથી સંક્રમિત એક વ્યક્તિ કેટલા લોકોના સંપર્કમાં આવે છે તેના પર છે.
પરંતુ સામાન્ય રીતે એક સંક્રમિત વ્યક્તિ કુલ ૪૦૦ લોકોને ચેપ લગાડી શકે છે. આમ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કોરોના ની ચેન આસાનીથી ટૂટવાની નથી. જ્યાં સુધી સંક્રમિત વ્યક્તિ ઓ બહાર પડતા રહે છે ત્યાં સુધી કોરોના ઝડપથી ફેલાતો જશે. આનાથી બચવા માસ્ક પહેરવું, હાથ સેનીટાઇઝ કરવા અને સુરક્ષિત અંતર રાખવું તે એકમાત્ર ઉપાય છે.

