Tag: Infrastructure Fund

  • Mangal Prabhat Lodha: મંગલ પ્રભાત લોઢાએ ગૌશાળાઓને સરકારી સહાય રૂપે આટલા કરોડની ફાળવણી કરવા CM એકનાથ શિંદેને કરી વિનંતી

    Mangal Prabhat Lodha: મંગલ પ્રભાત લોઢાએ ગૌશાળાઓને સરકારી સહાય રૂપે આટલા કરોડની ફાળવણી કરવા CM એકનાથ શિંદેને કરી વિનંતી

    News Continuous Bureau | Mumbai

    Mangal Prabhat Lodha: મહારાષ્ટ્રના આશરે એક લાખથી વધારે અબોલ પશુઓનો નિભાવ કરી રહેલી ગૌ શાળાઓને ( cowshed ) પશુઓની સ્વાસ્થ્યપ્રદ સુરક્ષા અને માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે સરકારી સહાય રૂપે ૩૦૦ કરોડ રુપિયાની ફાળવણી કરવા રાજ્યના કેબિનેટ મંત્રી અને જૈન સમાજનાં આગેવાન મંગલ પ્રભાત લોઢાએ વિનંતી કરી છે.  મુખ્યમંત્રી એકનાથ શિંદેને ( CM Eknath Shinde ) લખેલા પત્રમાં મંત્રી લોઢાએ જણાવ્યું છે કે હજુ પણ મહારાષ્ટ્રનાં માર્ગો ઉપર રખડતાં પશુઓની સંભાળ થતી નથી જેના નિભાવ માટે પાંજરાપોળોને પશુ દિઠ દૈનિક ૧૦૦ રુપિયાનું રાહત ભંડોળ ફાળવવાની આવશ્યકતા છે. 

    મહારાષ્ટ્રમાં ( Maharashtra ) આજે મોટાભાગના કિસ્સાઓમાં નિરાધાર અને અબોલ પશુઓનો ( Cattle ) બચાવ અને નિભાવ જીવદયા પ્રેમીઓ અને દાતાઓની સહાયથી પાંજરાપોળ દ્વારા ચાલતી ગૌ શાળાઓમાં થતો હોય છે. અત્યાર સુધી આ સંસ્થાઓને રાજ્ય સરકાર ( State Government ) તરફથી કોઇ સુવિધા મળતી નથી. રસ્તે રઝળતા પશુઓ અકસ્માતનો ભોગ બનીને, બિમારીના કારણે કે પછી ગેરકાયદે કતલના કારણે જીવ ગુમાવે છે. આ જીવોની સરક્ષા માટે હાલમાં ચાલતી પાંજરાપોળોને સરકારી અનુદાન દ્વારા આર્થિક સહાય કરવાની જરૂર છે. મંત્રી લોઢાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં ચાલતી ૧૦૬૫ જેટલી ગૌ શાળાઓને ઢોર માટે શેડ, કમ્પાઉન્ડની દિવાલ, ચારા રાખવા માટેના ગોદામ તથા સ્ટાફના રહેણાંક જેવી પાયાની સુવિધાઓ ઉભી કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ( Infrastructure Fund )  રૂપે ૩૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની જરૂર છે. આ સુવિધાથી પશુઓની સુરક્ષા વધશે તથા દુધ, કુદરતી ખાતર તથા ખેતી માટે જરૂરી સુવિધાઓમાં વધારો થશે. જેના કારણે કૄષિ ક્ષેત્રને પણ મોટો લાભ થઇ શકે છે.  

    આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir Leakage : રામ મંદિરમાં છત પરથી પાણી ટપકવાના દાવા પર ટ્રસ્ટનો આવ્યો ખુલાસો, જાહેર કર્યું સત્તાવાર નિવેદન.. જાણો શું છે આ સચ્ચાઈ…

    આ પત્રમાં  મંત્રી લોઢાએ એનિમલ વેલ્ફેર બોર્ડ અર્થાત ભારત સરકારનાં પશુ કલ્યાણ બોર્ડ દ્વારા ગત ૩ મે ૨૦૧૮ ના રોજ રજૂ કરાયેલી એડવાઇઝરીનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં પશુ દિઠ દૈનિક ૨૦૦ રૂપિયાનો  ઉલ્લેખ કરાયો છે.  નીતિ આયોગે પણ પોતાના અહેવાલમાં ૧૦૦૦ ગાયોની ગૌ શાળા ચલાવવા માટે દૈનિક ૮૨૪૭૫ રૂપિયાનો ખર્ચ થતો હોવાનું જણાવ્યું છે. એમાં વળી જમીનનો ખર્ચ ઉમેરાય તો દૈનિક ૧૧૮૧૮૨ રૂપિયાનો ખર્ચ આવી શકે છે.  

    રાજ્યની પાંજરાપોળોને પશુઓના નિભાવ માટે અને આરોગ્ય માટે અત્યાર સુધી કોઇ સરકારી સહાય ઉપલબ્ધ ન હોવાથી આ દિશામાં નક્કર પગલાં ભરવાની આવશ્યકતા છે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.