• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - internship
Tag:

internship

PM Internship Scheme Golden opportunity to apply under PM Internship Scheme in Surat by March 12
સુરત

PM Internship Scheme : સુરતમાં પી.એમ.ઈન્ટર્નશીપ યોજના અન્વયે તા.૧૨ માર્ચ સુધીમાં અરજી કરવાની સુવર્ણતક, ૧૨ મહિના સુધી તાલીમની સાથે મળશે રૂા.૫૦૦૦ સ્ટાઈપેન્ડ

by kalpana Verat March 10, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

PM Internship Scheme : ભારત સરકાર દ્વારા યુવાનોને ટોચની કંપનીઓમાં કામ કરવાનો અનુભવ મળે તેવા ઉમદા હેતુથી પી.એમ.ઈન્ટર્નશીપ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધો.૧૦, ધો.૧૨, આઈ.ટી., આઈ.ટી.ડિપ્લોમાં તથા ગેજયુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીઓમાં ૧૨ મહિના માટે ઈન્ટરશિપ યોજનામાં જોડાઈને વિનામુલ્યે તાલીમ મેળવી શકે છે.

જે અન્વયે ૨૧ થી ૨૪ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઈચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી./ એચ.એચ.સી./ આઈ.ટી.આઈ./ ડિપ્લોમા/ ગ્રેજ્યુએટની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. ફુલટાઈમ નોકરી કે અભ્યાસ કરતા ન હોવા જોઈએ. પરિવારમાંથી કોઈ સરકારી નોકરીમાં જોડાયેલા ન હોવા જોઈએ અને કુટુંબમાં કોઈ સભ્યની નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ ની વાર્ષિક આવક રૂ.૮ લાખથી વધુ ના હોવી જોઈએ. ઉમેદવારોને મહિને રૂા.૫૦૦૦ સ્ટાઈપેન્ડ મળશે. એક ઉમેદવાર ત્રણ તક માટે અરજી કરી શકે છે. સરકારની કોઈ પણ યોજન કે અન્ય ઈન્ટર્નશીપ કરેલ ન હોવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો  Saras Mela 2025 :સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, ૧૫ માર્ચ સુધી ખૂલ્લો રહેશે મેળો

પી.એમ.ઈન્ટનર્શીપ યોજના અંતર્ગત જોડાવા માટે ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધીમાં www.pminternship.mca.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી સી-બ્લોક, પાંચમો માળ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત અથવા લેન્ડ લાઈન નંબર ૦૨૬૧- ૨૪૬૦૪૧૬ પર સંપર્ક સાધી શકાશે. તેમ મદદનીશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Internship Yojana launched for youth, Surat interested candidates can apply online till this date.
સુરત

PM Internship Yojana: યુવકો માટે શરૂ કરવામાં આવી PM ઇન્ટર્નશીપ યોજના, સુરતના ઈચ્છુક ઉમેદવારોએ આ તારીખ સુધી કરી શકશે ઓનલાઇન અરજી.

by Hiral Meria November 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Internship Yojana: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ થી ૨૪ વર્ષની વયજૂથના યુવકો માટે પીએમ ઈન્ટર્નશીપ યોજના ૨૦૨૪ શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ તા.૧૦ નવેમ્બર સુધીમાં www.pminternship.mca.gov.in  પર ઓનલાઈન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ યોજના અંતર્ગત યુવાઓને ભારતની અગ્રગણ્ય ૫૦૦ કંપનીઓમાં ૧૨ મહિના માટે કામ કરવાનો અવસર અને અનુભવ મળશે. આ યોજના અંતર્ગત ઈન્ટર્નશીપ ( Internship  ) કરતા વિદ્યાર્થીને રૂ.૫૦૦૦ પ્રતિ માસ મળવાપાત્ર રહેશે. 

આ યોજનામાં ( PM Internship Yojana ) જોડાવા માંગતા વિદ્યાર્થીની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષ (૭ નવેમ્બર ૨૦૦૦ થી ૯ નવેમ્બર ૨૦૦૩ વચ્ચે જન્મેલા) હોવી જોઈએ. આ ઇન્ટર્નશીપ યોજનામાં જોડાવા માટે ઉમેદવારોએ તા.૧૦ નવેમ્બર સુધીમાં પર ઓનલાઈન અરજી ( Online application ) કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઉમેદવારના ( Indian Youth ) કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ. ઉમેદવારના કુટુંબમાં કોઈ સભ્યની નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ની વાર્ષિક આવક ૮ લાખથી વધુ ન હોવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  Baba Siddique Murder : NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં સામે આવ્યું નક્સલ કનેક્શન, આ રાજયના નક્સલ પ્રભાવિત વિસ્તાર કરી હતી પ્રેક્ટિસ; જાણો શું હતો ‘પ્લાન બી’

           વિદ્યાર્થી એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ગ્રેજ્યુએટ કે ડીપ્લોમાં પાસ આઉટ થયેલા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરી શકશે. આ અંગે વધુ માહિતી માટે  જિલ્લા રોજગાર કચેરી, બહુમાળી ભવન, નાનપુરા ખાતે સંપર્ક સાધવા સુરતના ( Surat ) મદદનિશ નિયામક(રોજગાર)ની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Internship program conducted at these hospitals in Surat through Nehru Yuva Kendra and My India.
સુરત

Surat: નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારતના માધ્યમથી સુરતની આ હોસ્પિટલો ખાતે યોજાયો ઇન્ટર્નશીપ કાર્યક્રમ.

by Hiral Meria September 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત–સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતની નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને આયુષ્માન આરોગ્ય મંદિર(પ્રાયમરી હેલ્થ સેન્ટર,કોસંબા) ખાતે Experiential Learning Program-ELP હેઠળ યુવાઓ માટે ૧૦ દિવસની ઇન્ટર્નશિપ યોજાઇ.  

           યુવાઓને વ્યવહારિક અનુભવ પ્રદાન કરવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા તા.૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ લોન્ચ કરાયેલા “માય ભારત પોર્ટલ” ( My Bharat Portal ) અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના રાજ્ય નિર્દેશક દુષ્યંત ભટ્ટ તેમજ જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ તા.૧૭ સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં સુરતના ૩૫ જેટલા યુવાઓ ૧૦ દિવસ માટે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે સેવા આપશે. અને ઇન્ટર્નશીપ ( Internship ) પૂર્ણ થયે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય તરફથી તેઓને પ્રમાણપત્ર અર્પણ કરાશે.     

           આ કાર્યક્રમમાં હોસ્પિટલના ( Hospitals ) નિવાસી તબીબી અધિકારી, વરિષ્ઠ તબીબી અધિકારી, સર્વર ઇન્ચાર્જ, માહિતી નોંધણી અધિકારી અને આસિસ્ટન્ટ હોસ્પિટલ પ્રશાસનના સહયોગથી ઇન્ટર્નશિપમાં જોડાયેલા ૩૫ યુવાઓને હોસ્પિટલને લગતી સંપૂર્ણ માહિતી અને જાણકારી પૂરી પાડવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો :  Global Cybersecurity Index 2024: વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક 2024માં ભારતે ટાયર 1 દરજ્જો કર્યો હાંસલ, આ દેશોની હરોળમાં થયું સામેલ

           આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્રના ( Nehru Yuva Kendra Surat ) રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો જૈવિક રૈયાણી, ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર, કમલ સોલંકી અને સંસ્કૃતિ હાજર રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

September 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ministry of Jal Shakti announced Mass Communication Internship Programme
દેશ

Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલયે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી

by Hiral Meria May 31, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Ministry of Jal Shakti: જળશક્તિ મંત્રાલય હેઠળના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ (DoWR, RD, GR) વિભાગે માસ કોમ્યુનિકેશન ઇન્ટર્નશિપ પ્રોગ્રામની ( Mass Communication Internship Program ) જાહેરાત કરી છે. જેનો ઉદ્દેશ્ય ભારતમાં માસ કોમ્યુનિકેશન ક્ષેત્રે સ્નાતક/અનુસ્નાતક પદવી મેળવનાર અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી/સંસ્થામાં ઇન્ટર્ન તરીકે નોંધાયેલા તાલીમાર્થીઓને સંશોધન વિદ્વાન તરીકે જોડવાનો છે. 

ઇન્ટર્નશિપ પ્રોગ્રામ ( Internship Program ) પસંદગીના ઉમેદવારોને મીડિયા/સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ સંબંધિત વિભાગના કાર્ય સાથે જોડવા માટે ટૂંકા ગાળાનો અનુભવ પ્રદાન કરે છે. જે વિદ્યાર્થીઓએ માસ કૉમ્યુનિકેશન ( Mass Communication ) અથવા જર્નાલિઝમ ( Journalism ) અથવા સંબંધિત ક્ષેત્રોમાં સ્નાતક પૂર્ણ કર્યું છે અથવા કોઈપણ માન્યતા પ્રાપ્ત કૉલેજ/યુનિવર્સિટીમાંથી ઉપરોક્ત ક્ષેત્રોમાં તેમના પીજી અથવા ડિપ્લોમા (માસ કૉમ્યુનિકેશન અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક પૂર્ણ કરવાને આધિન) અભ્યાસ કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ ( Students ) માર્ગદર્શિકામાં દર્શાવેલ શરતોને આધીન પાત્ર છે.

આ સમાચાર  પણ વાંચો:  Lok Sabha Elections: લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સાતમો અને છેલ્લો તબક્કો કાલે.

ઇન્ટર્નશિપનો ( Internship  ) સમયગાળો છથી નવ મહિનાનો રહેશે. ઇન્ટર્નશીપ પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર પસંદગી પામેલા ઉમેદવારોને પ્રતિ માસ રૂ. 15,000/-નું માનદ વેતન અને ઇન્ટર્નશીપનું પ્રમાણપત્ર આપવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 29 જૂન, 2024 છે. જેઓ ઈન્ટર્નશિપ માટે અરજી કરવા ઈચ્છતા હોય તેઓ માત્ર ઑનલાઇન ફોર્મ દ્વારા જ અરજી કરી શકે છે, જે https://mowr.nic.in/internship/ પર ઉપલબ્ધ છે. અન્ય વિગતો માટે, અહીં ઍક્સેસ કરો: https://jalshakti-dowr.gov.in/.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર કરિયર નહીં થાય બરબાદ.. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ માટે મોદી સરકારે લીધો આ મોટો નિર્ણય

by Dr. Mayur Parikh March 5, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,

શનિવાર,

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે સંકટનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. 

નેશનલ મેડિકલ કમિશને (NMC)એ એક સર્ક્યુલર બહાર પાડીને જાણકારી આપી છે કે, યુક્રેનથી પરત આવનારા વિદ્યાર્થીઓ હવે ભારતમાં જ પોતાની એક વર્ષની ઇન્ટર્નશિપ પૂરી કરી શકે છે. 

આ માટે કોરોના મહામારી કે યુદ્ધના સમયે વસ્તુઓ કાબૂમાં ન હોવાનો હવાલો આપવામાં આવ્યો છે. 

એનએમસીએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર પણ આ સર્ક્યુલર જાહેર કર્યું છે. 

વધુ જાણકારી માટે વિદ્યાર્થીઓ nmc.org.in પર જઈને વાંચી શકે છે.

રેલવે વિભાગમાં જોરદાર ટેન્શન, એક ટ્રેનમાં મંત્રી અને બીજામાં અધ્યક્ષ. બંને ટ્રેન એકબીજા સાથે ટકરાશે… જાણો શું છે મામલો ?

March 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક