Tag: islam

  • Pew Report: 2060 સુધીમાં ઇસ્લામ (Islam) બનશે સૌથી ઝડપથી વધતો ધર્મ, ભારત (India)માં ધર્મ પર સ્થિરતા

    Pew Report: 2060 સુધીમાં ઇસ્લામ (Islam) બનશે સૌથી ઝડપથી વધતો ધર્મ, ભારત (India)માં ધર્મ પર સ્થિરતા

     News Continuous Bureau | Mumbai

    Pew Report : Pew Research Center દ્વારા કરવામાં આવેલી તાજી રિપોર્ટ મુજબ, વર્ષ 2060 સુધીમાં ઇસ્લામ (Islam) વિશ્વનો સૌથી ઝડપથી વધતો ધર્મ બનશે. હાલમાં વિશ્વમાં લગભગ 2 અબજ મુસ્લિમ છે, જ્યારે 2060 સુધી આ આંકડો 3 અબજ ને પાર કરી શકે છે. આ વૃદ્ધિ પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે – ઊંચો જન્મદર, યુવા વસ્તી અને ધર્માંતરણ (Conversion) ની ઘટનાઓ.

     Pew Report : Islam (Islam) નો વિકાસ: જન્મદર અને ઓળખ જાળવવાની ક્ષમતા મુખ્ય કારણ

    Pew રિપોર્ટ અનુસાર, મુસ્લિમ પરિવારોમાં જન્મદર અન્ય ધર્મોની તુલનાએ વધુ છે. ઉપરાંત, મુસ્લિમ તરીકે જન્મેલા લોકોમાં 90% કરતા વધુ લોકો પોતાને હજુ પણ મુસ્લિમ તરીકે ઓળખાવે છે. અમેરિકામાં આ આંકડો ઘટીને 74% છે. ઇસ્લામ છોડનારા લોકોમાં મોટાભાગે પોતાને હવે કોઈ ધર્મ સાથે ન જોડતા અથવા ખ્રિસ્તી તરીકે ઓળખાવતા જોવા મળે છે.

      Pew Report : Conversion (Conversion) નો હકીકત: માત્ર 3% થી પણ ઓછી વૃદ્ધિ

    13 દેશોમાં કરાયેલા સર્વે મુજબ, ઇસ્લામમાં ધર્માંતરણ (Conversion) દ્વારા થતી વૃદ્ધિ માત્ર 3% થી પણ ઓછી છે. ઇન્ડોનેશિયા (Indonesia) જેવા મુસ્લિમ બહુલ દેશોમાં ધર્માંતરણની દર 1% થી પણ ઓછી છે. એટલે કે, ઇસ્લામની વૃદ્ધિનો મોટો હિસ્સો કુદરતી વસ્તી વૃદ્ધિ અને ઓળખ જાળવવાની ક્ષમતા પર આધારિત છે.

    આ સમાચાર પણ વાંચો: Operation Sindoor : સુવર્ણ તક.. ‘ઓપરેશન સિંદૂર’ પર નિબંધ લખો અને મેળવો આટલા હજાર રૂપિયાનું ઇનામ સાથે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આમંત્રણ..

     Pew Report : Hindu (Hindu) ધર્મની સ્થિતિ: ભારત (India)માં સૌથી વધુ ધર્મ સ્થિરતા

    ભારત (India), બાંગ્લાદેશ (Bangladesh) અને શ્રીલંકા (Sri Lanka)માં હિંદુ તરીકે જન્મેલા લોકોમાં 99% લોકો હજી પણ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે. શ્રીલંકામાં 10માંથી 9 હિંદુઓ હિંદુ તરીકે જ રહે છે. જ્યારે અમેરિકા (USA)માં આ આંકડો 82% છે. ત્યાં 11% હિંદુઓ હવે નાસ્તિક અથવા અન્ય ધર્મ સાથે જોડાયેલા છે. ભારત અને બાંગ્લાદેશમાં આ સ્થિરતા ધાર્મિક સંસ્કૃતિ, કુટુંબ મૂલ્યો અને સામાજિક માળખાની મજબૂતી દર્શાવે છે.

  • Waqf Amendment Act Hearing:સુપ્રીમ કોર્ટે વક્ફ કેસમાં કેન્દ્રની દલીલ પર કરી  મહત્વપૂર્ણ ટિપ્પણી, કહ્યું ‘સ્થળ બદલવાથી ઇસ્લામ બદલાતો નથી’ 

    Waqf Amendment Act Hearing:સુપ્રીમ કોર્ટે વક્ફ કેસમાં કેન્દ્રની દલીલ પર કરી  મહત્વપૂર્ણ ટિપ્પણી, કહ્યું ‘સ્થળ બદલવાથી ઇસ્લામ બદલાતો નથી’ 

    News Continuous Bureau | Mumbai

     Waqf Amendment Act Hearing:વક્ફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં એક મહત્વપૂર્ણ સુનાવણી ચાલી રહી છે. સુનાવણીના ત્રીજા દિવસે, ગુરુવાર, 22 મે ના રોજ, સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો વચ્ચે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહે એક મોટી ટિપ્પણી કરી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ દલીલ સામે વાંધો વ્યક્ત કર્યો કે આદિવાસી વિસ્તારોમાં રહેતા મુસ્લિમ સમુદાયના લોકો અન્ય મુસ્લિમોની જેમ ઇસ્લામનું પાલન કરી શકતા નથી. આના પર કોર્ટે કહ્યું કે કોઈ ક્યાંય પણ રહે, ઇસ્લામ ઇસ્લામ જ રહેશે.

     Waqf Amendment Act Hearing:

    આ નિવેદન દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. સુનાવણી દરમિયાન, કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં રહેતા મુસ્લિમ સમુદાયના ધાર્મિક પ્રથાઓ દેશના અન્ય ભાગોમાં રહેતા મુસ્લિમો કરતા અલગ છે. તેને બંધારણીય રક્ષણની જરૂરિયાત સાથે જોડતા, તેમણે કહ્યું કે વકફ કાયદામાં ફેરફારો તેમની જમીનોનું રક્ષણ કરશે. પરંતુ આ જ ક્ષણે ન્યાયાધીશ મસીહે તેમને અટકાવ્યા અને કહ્યું કે ધર્મની ભાવના સમાન છે, પછી ભલે તે ગમે તે ક્ષેત્રમાં પાળવામાં આવી રહી હોય. આ ટિપ્પણીને ધાર્મિક એકરૂપતા અને બંધારણીય સમાનતા તરફના મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહી છે.

     Waqf Amendment Act Hearing:કેન્દ્રએ ST મુસ્લિમો વિશે શું કહ્યું?

    તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સુધારેલા વકફ કાયદાનો હેતુ આદિવાસી મુસ્લિમ સમુદાયની જમીનોનું રક્ષણ કરવાનો છે. તેમણે કહ્યું કે વકફ એ ભગવાનના નામે કાયમી સમર્પણ છે પરંતુ જ્યારે જમીન કપટથી સંપાદિત કરવામાં આવે છે ત્યારે મામલો અલગ હોય છે. તેમના મતે, સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ના અહેવાલમાં જણાવાયું છે કે આદિવાસી મુસ્લિમોની પોતાની અલગ સાંસ્કૃતિક ઓળખ છે અને તેઓ પરંપરાગત ઇસ્લામનું પાલન કરતા નથી, તેથી તેમને અલગ રીતે જોવાની જરૂર છે.

    આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદા પર થઇ સુનાવણી; કેન્દ્ર સરકારને કડક સવાલ- શું તમે હિન્દુ ધાર્મિક ટ્રસ્ટોમાં મુસ્લિમોને સ્થાન આપશો? જાણો શું આપ્યો જવાબ..

     Waqf Amendment Act Hearing: વકફના નામે જમીન હડપ કરવાનો આરોપ

    સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ એમ પણ જણાવ્યું હતું કે કેટલાક આદિવાસી સંગઠનોએ ફરિયાદ કરી છે કે વકફના નામે તેમની જમીનો પર કબજો કરવામાં આવી રહ્યો છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું આ સમગ્ર પ્રક્રિયા ગેરબંધારણીય નથી? તેમણે કહ્યું કે આ સમસ્યાઓનો સામનો કરવા માટે એક નવો કાયદો જરૂરી છે.

     Waqf Amendment Act Hearing:નવા CJI ની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે

      જણાવી દઈએ કે આ કેસની સુનાવણી હવે મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ મસીહની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અગાઉ આ કેસ ભૂતપૂર્વ CJI સંજીવ ખન્ના પાસે હતો જેમણે નિવૃત્તિ પહેલાં તેને નવી બેન્ચને સોંપી દીધો હતો. મંગળવારથી આ મુદ્દા પર સતત સુનાવણી ચાલી રહી છે અને દરરોજ તે વધુ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ બની રહ્યું છે.

  • Bigg boss 18: ખ્રિસ્તી માંથી મુસ્લિમ બન્યા બાદ વિવિયન ને કરવો પડ્યો હતો મુશ્કેલી નો સામનો, બિગ બોસ ના ઘરમાં આ અભિનેત્રી સામે વ્યક્ત કર્યું પોતાનું દર્દ

    Bigg boss 18: ખ્રિસ્તી માંથી મુસ્લિમ બન્યા બાદ વિવિયન ને કરવો પડ્યો હતો મુશ્કેલી નો સામનો, બિગ બોસ ના ઘરમાં આ અભિનેત્રી સામે વ્યક્ત કર્યું પોતાનું દર્દ

    News Continuous Bureau | Mumbai

    Bigg boss 18: બિગ બોસ 18 માં વિવિયન ડીસેના જોવા મળી રહ્યો છે.વિવિયન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહ્યો હતો. વિવિયન ખ્રિસ્તી માંથી મુસ્લિમ બન્યો હતો જેને કારણે તેને ઘણી મુશ્કેલી ની સામનો કરવો પડ્યો હતો. હવે આટલા વર્ષો બાદ વિવીયને બિગ બોસ ના ઘરમાં આ અભિનેત્રી સામે પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું.  

    આ સમાચાર પણ વાંચો : Rekha birthday: સાવન ભાદોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી રેખા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

    વિવિયન એ વ્યક્ત કર્યું પોતાનું દર્દ 

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વિવિયન અરફીન અને શિલ્પા શિરોડકર સાથે તેમના ધર્મ પરિવર્તન વિશે વાત કરતા જોવા મળે છે. વિવિયન કહે છે, ‘મેં વિચાર્યું કે, જો હું એક લેખ આપું અને દરેકને સ્પષ્ટ કરું તો બધા સમજી જશે. મારા પિતાના તેમના એક ભાઈનો ફોન આવ્યો. સીધું બોલ્યા તમે, સાંભળ્યું? તમે આ કેવી રીતે થવા દીધું? પપ્પા કહે, તમે કોણ છો? તમારી પાસે તેનો ફોન નંબર છે? તે છેલ્લા 18 વર્ષથી મુંબઈમાં છે. શું તમે તેને ક્યારેય ફોન કર્યો છે? તેની પાસે આ પ્રશ્નોના કોઈ જવાબ નહોતા. પપ્પાએ કહ્યું ફોન રાખો. ‘


    પોતાની વાત ને આગળ વધારતા વિવીયને કહ્યું- ‘જ્યારે હું યમુનાનગરમાં એક બેડરૂમમાં પાંચ લોકો સાથે રહેતો હતો ત્યારે કોઈએ ફોન કર્યો ન હતો. દીકરા, તારી પાસે ખાવાના પૈસા છે કે નહીં? હવે બધા મારા પિતરાઈ ભાઈ, ભત્રીજાને યાદ કરી રહ્યા છે. મારી માતાએ મને લાંબા સમય પહેલા એક વાત કહી હતી. દુનિયા હંમેશા ઉગતા સૂર્યને વંદન કરે છે.’ તમને જણાવી દઈએ કે વિવિયન એ વર્ષ 2019 માં તેણે પોતાનો ધર્મ બદલી ને મુસ્લિમ બની ગયો. નૌરાન અલી સાથે લગ્ન કરવા માટે અભિનેતાએ પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Maulana Tauqeer Raza: 23 હિંદુ યુવાનો ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને સામૂહિક લગ્ન કરશે, બરેલીના મૌલાના તૌકીરે વહીવટીતંત્રની મંજૂરી માંગી.. જાણો વિગતે..

    Maulana Tauqeer Raza: 23 હિંદુ યુવાનો ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને સામૂહિક લગ્ન કરશે, બરેલીના મૌલાના તૌકીરે વહીવટીતંત્રની મંજૂરી માંગી.. જાણો વિગતે..

    News Continuous Bureau | Mumbai

    Maulana Tauqeer Raza: મૌલાના તૌકીર રઝા ખાને બરેલીમાં ( Bareilly ) 23 હિંદુ યુવાનોના લગ્નની જાહેરાત કરી છે. તેણે આ માટે પ્રશાસન પાસે પરવાનગી પણ માંગી છે. ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ ( IMC ) ના વડા તૌકીર રઝાએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે, આ હિન્દુ યુવાનો ( Hindu Youth ) ઇસ્લામમાં વિશ્વાસ ધરાવે છે. તેણે આ હિન્દુ યુવક-યુવતીઓના ધર્મ પરિવર્તન અને તેમના લગ્ન માટે IMCને અરજી પણ મોકલી છે. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા દરગાહ આલા હઝરત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો કે જે યુવાનો લાલચ કે પ્રેમથી ઈસ્લામ કબૂલ કરવા માગે છે તેમને મુસ્લિમ બનાવવામાં આવશે નહીં. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં દબાણ ઘણું વધી ગયું છે. 

    મૌલાના તૌકીર રઝાનું વધુમાં કહેવું છે કે, IMC પાસે 23 હિંદુ યુવાનોની અરજીઓ આવી છે, જેમાં આઠ યુવકો અને 15 યુવતીઓનો સમાવેશ થાય છે. જેઓ ઇસ્લામ ( Islam ) સ્વીકારવા માંગે છે. આમાંથી એક કેસ મધ્યપ્રદેશનો છે, બાકીના બરેલી અને આસપાસના જિલ્લાના છે. પ્રથમ તબક્કામાં 21મી જુલાઈના રોજ ખલીલ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પાંચ યુગલોના સમૂહ લગ્ન યોજાશે. આ બાદ મૌલાનાએ આગળ કહ્યું હતું કે, સુરક્ષાના કારણોસર તેઓ અત્યારે આ યુવાનોની વિગતો જાહેર કરી રહ્યા નથી. તે આવા યુવક-યુવતીઓને બચાવવા માંગે છે જેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહીને હરામનું કામ કરી રહ્યા છે. મૌલાનાએ કહ્યું કે આજ સુધી ઘણી મુસ્લિમ યુવતીઓએ ધર્મ પરિવર્તન ( conversion ) કર્યું છે. તેણે વિરોધ કર્યો ન હતો. તેથી આશા છે કે આ કાર્યક્રમનો પણ કોઈ વિરોધ નહીં થાય. આ કોઈ ગેરકાયદેસર કૃત્ય પણ નથી. બંધારણ આની પરવાનગી આપે છે.

    Maulana Tauqeer Raza: 11 જુલાઈના રોજ, IMCના સંગઠન પ્રભારી નદીમ કુરેશીએ સિટી મેજિસ્ટ્રેટ સમક્ષ આ માટે અરજી કરી હતી…

      11 જુલાઈના રોજ, IMCના સંગઠન પ્રભારી નદીમ કુરેશીએ સિટી મેજિસ્ટ્રેટ સમક્ષ આ માટે અરજી કરી હતી. તેમજ 21 જુલાઈના રોજ પાંચ હિંદુ યુવકોના સામૂહિક લગ્ન કરવાની પરવાનગી માંગી હતી. સિટી મેજિસ્ટ્રેટને આપવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ હિંદુ યુવક-યુવતીઓ ઇસ્લામમાં આસ્થા ધરાવે છે. તેઓ ઇસ્લામ કબૂલ કરવા અને લગ્ન કરવા માંગે છે. તેમને કોઈપણ પ્રકારનું પ્રલોભન આપવામાં આવ્યું નથી કે તેમના પર કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. આ અંગે તેઓ એફિડેવિટ આપવા પણ તૈયાર છે. મૌલાના તૌકીર રઝાનું કહેવું છે કે તેમને આશા છે કે તેમને પ્રશાસન તરફથી પરવાનગી મળી જશે, કારણ કે તેઓ કોઈ ગેરકાયદેસર કામ નથી કરી રહ્યા.

    આ સમાચાર પણ વાંચો :  Ashadhi Ekadashi: પ્રધાનમંત્રીએ અષાઢી એકાદશીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

    બરેલીમાં દરગાહ આલા હઝરતના નબીર આલા હઝરત મૌલાના તૌકીર રઝાનું કહેવું છે કે તેણે બે વર્ષથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે મૌલાનાનું દબાણ ઘણું વધી ગયું છે. તેમનું કહેવું છે કે મોટી સંખ્યામાં હિંદુઓ ઈસ્લામ ધર્મ અપનાવવા માંગે છે, તેથી હવે પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તૌકીર રઝાએ તાજેતરમાં દરગાહ આલા હઝરત ખાતેના તેમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે 21 જુલાઈના રોજ 5 હિંદુ છોકરા-છોકરીઓ કલમા વાંચીને મુસ્લિમ રિવાજ મુજબ નમાઝ અદા કરીને ઈસ્લામ ધર્મ અપનાવશે. આ પછી પાંચેય યુગલોના લગ્ન સંપન્ન થશે.

    Maulana Tauqeer Raza: પોલીસ રિપોર્ટના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે..

      શાહી જામા મસ્જિદના સિટી ઇમામ મુફ્તી ખુર્શીદ આલમે મૌલાના તૌકીરની જાહેરાત પર કહ્યું કે તેઓ નથી જાણતા કે IMCની આ ઘટનાનો રાજકીય અર્થ શું છે. પરંતુ લગ્ન વિના સાથે રહેવું ઇસ્લામમાં સંપૂર્ણપણે ગેરકાયદેસર અને હરામ છે. જો સામૂહિક લગ્ન કોઈ જબરદસ્તી વિના કરવામાં આવે છે, તો ઇસ્લામ તેની મંજૂરી આપે છે. શરિયતમાં આ કંઈ ખોટું નથી.

    સિટી મેજિસ્ટ્રેટે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, IMCના સંગઠન પ્રભારી નદીમ કુરેશીએ 21 જુલાઈએ સમૂહ લગ્નની પરવાનગી માટે અરજી કરી છે. અરજી તપાસ માટે પોલીસને મોકલી આપવામાં આવી છે. પોલીસ રિપોર્ટના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો :  Hina khan: હિના ખાન ની થઇ સર્જરી, હોસ્પિટલ માંથી તસવીર શેર કરી કહી આવી વાત

  • Burning the Quran: ઈસ્લામ ધર્મનો વિરોધી, કુરાનને ઘણી વખત બાળનાર સલવાન મોમિકા નોર્વેમાં મૃત મળી આવ્યોઃ અહેવાલ..

    Burning the Quran: ઈસ્લામ ધર્મનો વિરોધી, કુરાનને ઘણી વખત બાળનાર સલવાન મોમિકા નોર્વેમાં મૃત મળી આવ્યોઃ અહેવાલ..

    News Continuous Bureau | Mumbai 

    Burning the Quran: ઇરાકી ભૂતપૂર્વ મુસ્લિમ સલવાન મોમિકા ( salwan momika ) , જેણે ઘણી વખત કુરાનને સળગાવ્યું હતું, તે નોર્વેમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, એક્સ સોશ્યિલ મિડીયા દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, મોમિકાએ તાજેતરમાં સ્વીડન છોડી દીધું હતું અને નોર્વેમાં આશ્રય માંગ્યો હતો. 

    મોમિકાએ તાજેતરમાં જ તેના સ્વીડનથી નોર્વે ( Norway ) શિફ્ટ થવા વિશે અપડેટ મૂક્યું હતું. તેણે એ પણ જાહેર કર્યું કે તેણે નોર્વેના સત્તાવાળાઓ પાસેથી આશ્રય અને રક્ષણ માટે અરજી કરી છે. વધુમાં તેણે પુષ્ટિ કરી હતી કે તે ઇસ્લામિક વિચારધારા ( Islamic Ideology ) સામે તેની લડાઈ ચાલુ રાખશે, પછી ભલે તેમાં ગમે તેટલો ખર્ચ કરવો પડે.

    થોડા સમય બાદ, એક સોશ્યિલ મિડીયા પોસ્ટમાં લખ્યું હતું, કે આજે મે સ્વીડન છોડી દીધું છે અને હવે નોર્વેના અધિકારીઓના રક્ષણ હેઠળ નોર્વેમાં છું. મેં નોર્વેમાં આશ્રય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે અરજી કરી છે. કારણ કે સ્વીડન ફિલસૂફો અને વિચારકો માટે આશ્રય સ્વીકારતું નથી, પરંતુ માત્ર આતંકવાદીઓ માટે આશ્રય સ્વીકારે છે,” મોમિકાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું.

     અનેક સોશિયલ મીડિયા હેન્ડલ્સે દાવો કર્યો હતો કે સલવાનનો નિર્જીવ મૃતદેહ નોર્વેમાં મળ્યો હતો…

    તેણે પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, “સ્વીડિશ લોકો માટે મારો પ્રેમ અને આદર યથાવત્ રહેશે, પરંતુ સ્વીડિશ સત્તાવાળાઓ દ્વારા મારા પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તે સ્વીડિશ લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી. હું ઇસ્લામિક વિચારધારા સામે મારો સંઘર્ષ ચાલુ રાખીશ. જ્યારથી મેં ઇસ્લામ ( Islam ) વિરુદ્ધ સંઘર્ષ શરૂ કર્યો છે, ત્યારથી મારે ઘણું સહેવુ પડ્યું છે. પરંતુ તેમ છતાં આગળ પણ આ જંગ જારી રહેશે.

    આ સમાચાર પણ વાંચો :  Chardham Yatra 2024: કેદારનાથ માટે હેલીનું ભાડું થશે મોંઘુ, પાંચ ટકાનો વધારો થશે, ટિકિટ બુકિંગ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત..

    જો કે, અનેક સોશિયલ મીડિયા હેન્ડલ્સે દાવો કર્યો હતો કે સલવાનનો નિર્જીવ મૃતદેહ નોર્વેમાં મળ્યો હતો. જો કે, નોર્વેના સત્તાવાળાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા પ્રાપ્ત થઈ નથી.

    ઉલ્લેખનીય છે કે, બકરી ઇદ 2023 ના દિવસે, સ્વીડનમાં સ્ટોકહોમ મસ્જિદની બહાર વિરોધ કરતા સલવાન મોમિકાએ અપમાનજનક કૃત્યમાં પવિત્ર કુરાનના કેટલાક પૃષ્ઠોને સળગાવી દીધા હતા. તેણે પવિત્ર કુરાનના પર બેકનની પટ્ટી પણ મૂકી અને તેના પગથી કુરાનને કચડી હતી. આમાં તેની સાથે અન્ય એક વિરોધકર્તા પણ જોડાયો હતો જેણે મોમિકાએ જે કહ્યું તેનો અનુવાદ કર્યો હતો. આ ચોંકાવનારી ઘટના 28 જૂન 2023 (સ્થાનિક સમય) ના રોજ ઈદ-અલ-અધાના તહેવારો દરમિયાન નોંધાઈ હતી.

    નોંધનીય છે કે, સલવાન સબાહ મટ્ટી મોમિકા, વિશ્વમાં એવા માણસ તરીકે ઓળખાય છે કે જેણે શરૂઆતમાં પવિત્ર ગ્રંથને બાળવાની પરવાનગી માંગી હતી અને પછીથી, કોઈ ડર વિના તેણે કુરાનને જાહેરમાં આગ લગાવી દીધી હતી, તે 37 વર્ષીય ઇરાકી શરણાર્થી છે. જેણે ખુલ્લેઆમ ઈસ્લામ વિરુદ્ધ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. જો કે, સલમાન મોમિકા થોડા વર્ષો પહેલા ઇરાકથી સ્વીડન ભાગી ગયો હતો અને સ્ટોકહોમ કાઉન્ટીના સોડેર્ટાલ્જેમાં જર્ના નગરપાલિકામાં રહેતો હતો. તેમજ હાલ તેણે નોર્વેમાં શરણાર્થી માટે અરજી કરી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Pakistan: પાકિસ્તાનના કટ્ટરપંથી ટોળાએ અરબી પોશાક પહેરેલી મહિલા પર હુમલો કર્યો, પોલીસે માંડ માંડ તેનો જીવ બચાવ્યો..

    Pakistan: પાકિસ્તાનના કટ્ટરપંથી ટોળાએ અરબી પોશાક પહેરેલી મહિલા પર હુમલો કર્યો, પોલીસે માંડ માંડ તેનો જીવ બચાવ્યો..

    News Continuous Bureau | Mumbai

    Pakistan: પાકિસ્તાનના લાહોરમાં ( Lahore ) એક મહિલાને જાહેરમાં હેરાન કરવામાં આવી હતી. તેની ભૂલ એ હતી કે તે ડ્રેસ પહેરીને રેસ્ટોરન્ટમાં આવી હતી અને તેના ડ્રેસ પર અરબીમાં ( Arabic ) કંઈક લખેલું હતું. આ ડ્રેસને જોયા બાદ તહરીક-એ-લબ્બેકના ( Tehreek-e-Labbaik ) સભ્યો ગુસ્સે થઈ ગયા હતા. તેઓને લાગ્યું કે ઉર્દૂમાં જે લખવામાં આવ્યું છે. તે કુરાનની કલમો છે અને આ ડ્રેસ પહેરીને મહિલાએ ( woman ) અલ્લાહની નિંદા કરી છે. 

    આ ઘટના લાહોરના ઇછરા માર્કેટમાં બની હતી. મહિલા એક રેસ્ટોરન્ટમાં બેઠી હતી ત્યારે લોકોનું ટોળું આવ્યું અને તેને ઘેરી લીધું અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. વીડિયોમાં તમે સાંભળી શકો છો કે પાછળથી અવાજ આવી રહ્યો છે – ‘તમે ઈસ્લામની ( Islam ) મજાક ઉડાવી છે’ અને સામેની મહિલા આ બધું જોઈને એકદમ સ્તબ્ધ થઈને બેઠી છે. કેટલાક અન્ય લોકો પણ છે જેઓ મહિલાને ટોળાના ગુસ્સાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ટોળું શાંત થવાનો ઇનકાર કરી રહ્યું છે. મહિલા ચહેરો છુપાવીને બેઠેલી જોવા મળી રહી છે.

    ભીડે કહ્યું કે મહિલાના કપડા પર કુરાનની પવિત્ર કલમો લખેલી છે. આ ઇસ્લામ ધર્મની મજાક છે. મહિલાએ ઇશ્વરની નિંદા કરી છે, જેના માટે તેને મૃત્યુદંડ મળવો જોઈએ.

     આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે..

    વિવાદ વધી જતાં મહિલાને બચાવવા પોલીસ બોલાવવામાં આવી હતી. પરિસ્થિતિને સમજીને ગુલબર્ગાની એએસપી સઈદા સહરબાનો ( asp saeedah shehrbano )  નકવીએ પોતાની સર્તકતા દાખવતા તાત્કાલિક પગલાં લીધાં હતા અને પ્રથમ મહિલાને રોષે ભરાયેલી ભીડમાંથી દૂર કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Goa Highway : RTI અરજીમાં થયો ચોંકવનારો ખુલાસો, મુંબઈ-ગોવા હાઈવે પર 10 વર્ષમાં 6000 કરોડ ખર્ચાયાઃ ટ્રાફિકની સમસ્યા યથાવત..

    આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થઈ રહ્યા છે, જેમાં એએસપી સૈયદા મહિલાને બચાવતી જોવા મળી રહી છે. આ માટે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે.

    ASP સઈદાએ કહ્યું કે મહિલાના ડ્રેસ પર ક્યાંય પણ ઈસ્લામિક કુરાનની કલમો નથી. ભીડને કદાચ કોઈ ગેરસમજ હતી. તેણે કહ્યું કે મહિલા અને તેનો પતિ ખરીદી કરવા ગયા હતા ત્યારે ભીડે તેના ડ્રેસ પર લખેલા શબ્દોને ગેરસમજ થઈ ગઈ હતી.

    આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.જ્યાં ઘણા લોકો મહિલાનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા લોકો તેના સમર્થનમાં પણ સામે આવ્યા છે. એક ભૂતપૂર્વ યુઝરે કહ્યું, લાહોરમાં એક ખતરનાક સ્ટોરી બની રહી હતી. જો એએસપીએ મહિલાને બચાવી ન હોત તો ધર્મના નામે તેની હત્યા થઈ ગઈ હોત. તેની ગુનો માત્ર એટલો જ હતો કે તેણે અરજી શબ્દો વાળો કુર્તો પહેર્યો હતો.

    અન્ય એક યુઝરે કહ્યું હતું કે, મહિલાને ટોળાએ ઘેરી લીધી હતી કારણ કે તેના કપડા પર અરબીમાં કેટલાક શબ્દો લખેલા હતા.કેટલાક લોકોએ કહ્યું કે આ કુરાનની આયતો છે. પરંતુ તે સાચું નથી. તેના કુર્તા પર જે લખ્યું હતું તેનો સીધો અર્થ ‘સુંદર’ હતો. તે એક સરળ અરબી શબ્દ છે. અટકાયતમાં લીધા બાદ મહિલાએ મોલવીની માફી પણ માંગી હતી. તેમજ તે આવા કપડા ભવિષ્યમાં ક્યારેય નહીં પહેરે તેવુ પણ કહ્યું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bihar: સંસ્કૃત પેપરમાં ઇસ્લામને લગતા પ્રશ્નો પુછાતા મચ્યો હોબાળો.. ગિરીરાજે સિંહે સરકાર પર સાધ્યું નિશાન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

    Bihar: સંસ્કૃત પેપરમાં ઇસ્લામને લગતા પ્રશ્નો પુછાતા મચ્યો હોબાળો.. ગિરીરાજે સિંહે સરકાર પર સાધ્યું નિશાન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Bihar: બિહાર ( Bihar ) રાજ્ય અધિક મુખ્ય સચિવની સૂચના પર તેની શાળાઓમાં માસિક પરીક્ષાઓનું આયોજન કરી રહ્યું છે. આ પહેલા ઓક્ટોબર મહિનાનું ધોરણ નવનું પેપર હેડલાઇન્સમાં છે. જેમાં સંસ્કૃતના પેપર ( Sanskrit Paper ) માં ઇસ્લામ ધર્મ ( Islam ) ને લગતા દસ પ્રશ્નો બાળકોને પૂછવામાં આવ્યા હતા. હવે પેપર બહાર આવતા જ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ( Giriraj Singh ) બિહાર સરકાર ( Bihar Government  ) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે બિહારમાં સંસ્કૃતનું પણ ઈસ્લામીકરણ ( Islamization ) કરવામાં આવ્યું છે.

    તમને જણાવી દઈએ કે ધોરણ નવના સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં કુલ પંદર પ્રકરણ છે. જેના 10મા અધ્યાયનું નામ ઈદ મહોત્સવ છે. આ સમય દરમિયાન, 26 ઓક્ટોબરે સંસ્કૃતની પરીક્ષામાં ઇસ્લામ સંબંધિત 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જે ગુરુવારે વાયરલ થયા હતા. જે બાદ લોકો આ મુદ્દે વિવિધ પ્રકારના સવાલો ઉઠાવવા લાગ્યા છે. તો વિભાગીય લોકોનું કહેવું છે કે આ સંસ્કૃત પુસ્તકમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે.

     બિહારમાં સંસ્કૃતનું પણ ઈસ્લામીકરણ: ગિરિરાજ સિંહ..

    આ અંગે લોકો વિવિધ પ્રકારના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે આ પ્રશ્નપત્ર વિભાગ દ્વારા જ આપવામાં આવે છે. વિભાગીય લોકો કહે છે કે આ પ્રકરણ પહેલાથી જ સંસ્કૃત પુસ્તકમાં છે. પ્રશ્નપત્ર બહાર આવતાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નિશાન સાધ્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  Mukesh Ambani: મુકેશ અંબાણીને મળી જાનથી મારી નાખવાની ધમકી, આટલા કરોડની માંગી ખંડણી.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે અહીં…

    તેમણે કહ્યું, ‘બિહારમાં સંસ્કૃતનું પણ ઈસ્લામીકરણ થયું. બિહારની સરકારી શાળાઓમાં સંસ્કૃતની પરીક્ષામાં પૂછાતા ઇસ્લામ પરના પ્રશ્નો, એક પ્રશ્નપત્રમાં આવા દસ પ્રશ્નો. આ અંગે મુંગેર પ્રાદેશિક શિક્ષણ નાયબ નિયામક સુભરો સાન્યાલે કહ્યું કે સરકારે આ અંગે નિર્ણય લેવાનો છે. અમે આ વિશે કંઈ કહી શકતા નથી.

  • Rakhi sawant: હિન્દૂ ધર્મ માં શું ખરાબી હતી કે ઇસ્લામ અપનાવી લીધો? પાપારાઝી ના આ સવાલ પર રાખી નો જવાબ થયો વાયરલ, સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ, જુઓ વિડીયો

    Rakhi sawant: હિન્દૂ ધર્મ માં શું ખરાબી હતી કે ઇસ્લામ અપનાવી લીધો? પાપારાઝી ના આ સવાલ પર રાખી નો જવાબ થયો વાયરલ, સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    Rakhi sawant: બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. રાખી ફરી એકવાર આદિલ ખાન દુર્રાનીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આદિલ સાથેના વિવાદ વચ્ચે રાખી મક્કા મદીના ગઈ હતી. રાખી ઉમરાહ બાદ મુંબઈ પરત ફરી છે. આવી સ્થિતિમાં તે એરપોર્ટ પર પાપારાઝીઓથી ઘેરાઈ ગઈ હતી. આ દરમિયાન જ્યારે પાપારાઝીએ તેને રાખી બોલાવવાનું શરૂ કર્યું તો તેણે સ્પષ્ટ કહ્યું કે તેને રાખી નહીં પણ ‘ફાતિમા’ કહો. હવે હું ‘ફાતિમા’ છું. આ પછી, અચાનક મીડિયાએ તેને હિંદુ ધર્મને લઈને આવો સવાલ પૂછ્યો, જેનો જવાબ આપવા માટે રાખી થોડી ક્ષણો માટે વિચારતી રહી ગઈ. આ દરમિયાન તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

     

    રાખી સાવંતે હિન્દૂ માંથી ઇસ્લામ ધર્મ કબુલવા પર આપ્યો આ જવાબ 

    રાખી સાવંતને જોઈને પાપારાઝીએ કહ્યું, ‘તમે આટલા દિવસોથી ભારતમાં નહોતા, તમારી પીઠ પાછળ 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરવામાં આવી રહ્યો છે.’ આનો જવાબ આપતાં રાખીએ કહ્યું કે, ‘હું હમણાં જ ઉમરાહથી પાછી આવી છું, પવિત્ર ભૂમિ પર ગઈ હતી, મને ખબર નથી કે કોણ શું કરી રહ્યું છે, શું નાટક રચવામાં આવી રહ્યું છે, તમે કોની વાત કરો છો.’આ પછી, રાખીના ઇસ્લામ અપનાવવા અંગે, પાપારાઝીએ પૂછ્યું, ‘હિંદુ ધર્મમાં શું ખોટું હતું, કે ઇસ્લામ પકડી લીધું?’ આનો જવાબ આપતાં રાખીએ કહ્યું, ‘હિંદુ ધર્મમાં કંઈ ખોટું નથી. મારા લગ્ન મુસ્લિમ ધર્મમાં થયા છે અને છેલ્લા એક વર્ષથી આદિલ સાથે મારા લગ્ન થયા છે. જ્યારે તમે લગ્ન કરી લો અને ઇસ્લામ કબૂલ કરો ત્યારે તમારે આ બધું કરવું પડશે. હું નસીબદાર છું કે મને મક્કા અને મદીનાથી બોલાવો આવ્યો.

     

    View this post on Instagram

     

    A post shared by Koimoi.com (@koimoi)

    યુઝર્સે રાખી સાવંત ને ગણાવી ક્રિશ્ચિયન 

    રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ પર કોમેન્ટ કરીને રાખીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘તે ક્યારેય હિંદુ નહોતી, તે પહેલાથી જ ખ્રિસ્તી હતી.’ અન્ય યુઝરે લખ્યું, ‘જ્યારે તેણીએ લગ્ન કર્યા ત્યારે તે મુસ્લિમ બની હતી, હવે જો તે છૂટાછેડા લેશે તો તે ખ્રિસ્તી બની જશે…તમે હિન્દુ નથી.’ આવા બીજા ઘણા યુઝર્સ રાખી પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ક્રિશ્ચિયન ગણાવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Jawan: ફિલ્મ જવાન નું પહેલા જ દિવસે થયું અધધ આટલું એડવાન્સ બુકીંગ, ટિકિટ ના ભાવ જાણીને ઘૂમી જશે માથું

  • Trafficked Antiquities: પીએમ મોદીની સરકારી મુલાકાત પછી યુએસએ 105 દાણચોરી કરેલી કલાકૃતિઓ ભારતને પરત કરી.. જાણો અન્ય વિગતો..

    Trafficked Antiquities: પીએમ મોદીની સરકારી મુલાકાત પછી યુએસએ 105 દાણચોરી કરેલી કલાકૃતિઓ ભારતને પરત કરી.. જાણો અન્ય વિગતો..

    News Continuous Bureau | Mumbai

    Trafficked Antiquities: જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની યુનાઇટેડ સ્ટેટ્સ (USA) ની ઐતિહાસિક રાજ્ય મુલાકાત બાદ યુએસ (US) એ સોમવારે 105 દાણચોરી (smuggling) કરેલી કલાકૃતિઓ ભારતને પરત કરવાની જાહેરાત કરી હતી. યુએસ દ્વારા સોંપવામાં આવેલી 105 દાણચોરીની પ્રાચીન વસ્તુઓનો પ્રત્યાર્પણ સમારોહ આજે ન્યુયોર્ક (New York) માં ભારતીય કોન્સ્યુલેટ (Indian Consulate) ખાતે યોજાયો હતો.

    યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના રાજદૂત, તરનજિત સિંહ સંધુએ યુએસ બાજુ, ખાસ કરીને મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની, એલ્વિન બ્રેગ અને તેમના એન્ટી-સ્મગલિંગ યુનિટ (Anti-Smuggling Unit) અને હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેટિવ ટીમનો તેમના ઉત્તમ સહયોગ અને સમર્થન માટે આભાર માન્યો હતો. સંધુએ કહ્યું કે ભારતના લોકો માટે આ માત્ર કલાના નમુનાઓ નથી પરંતુ તેમના જીવંત વારસા અને સંસ્કૃતિનો એક ભાગ છે

    આ કલાકૃતિઓ 2જી-3જી સદીથી 18મી સદી સુધીની છે..

    આ સમાચાર પણ વાંચો: Unified Payment Interface: વિદેશમાં પણ ભારતના UPIની બોલબાલા, ફ્રાન્સ પછી હવે આ દેશોમાં પ્રવેશશે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ..

    નોંધપાત્ર રીતે, ભારતના ઘણા ભાગોમાંથી દાણચોરો દ્વારા 105 કલાકૃતિઓની ચોરી કરવામાં આવી હતી. તેમાંથી 47 પૂર્વ ભારતમાંથી, 27 દક્ષિણ ભારતમાંથી, 22 મધ્ય ભારતમાંથી, 6 ઉત્તર ભારતમાંથી અને 3 પશ્ચિમ ભારતમાંથી છે.

    આ કલાકૃતિઓ 2જી-3જી સદીથી 18મી સદી સુધીની છે. ઘણી કલાકૃતિઓ 19મી સદીની પણ છે. આ કલાકૃતિઓ ટેરાકોટા, પથ્થર, ધાતુ, લાકડામાંથી બનેલી છે. લગભગ 50 કલાકૃતિઓ ધાર્મિક વિષયો (હિંદુ ધર્મ, જૈન ધર્મ અને ઇસ્લામ) સાથે સંબંધિત છે અને બાકીની સાંસ્કૃતિક મહત્વની છે. અમેરિકાએ 2016થી અત્યાર સુધીમાં કુલ 278 સાંસ્કૃતિક કલાકૃતિઓ ભારતને સોંપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2016ની યુએસ મુલાકાત દરમિયાન યુએસએ ભારતને 16 પ્રાચીન વસ્તુઓ સોંપી હતી. જ્યારે 2021માં 157 કલાકૃતિઓ સોંપવામાં આવી હતી.

  • Allahabad High Court: ‘ઈસ્લામમાં લિવ-ઈન રિલેશનશીપ ખોટુ’, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ યુવક સાથે રહેતી હિન્દુ મહિલાની અરજી ફગાવી

    Allahabad High Court: ‘ઈસ્લામમાં લિવ-ઈન રિલેશનશીપ ખોટુ’, અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ યુવક સાથે રહેતી હિન્દુ મહિલાની અરજી ફગાવી

    News Continuous Bureau | Mumbai

    Allahabad High Court : અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ (Lucknow) બેન્ચે લગ્ન પહેલા લિવ-ઈન (Live-in relationship) માં રહેવું અને શારીરિક હોવું ઈસ્લામમાં ખોટું ગણાવ્યું છે. એક દંપતીની અરજી પર આ નિર્ણય આપતાં કોર્ટે કહ્યું કે દંપતીએ પોલીસના હેરેસમેન્ટથી રક્ષણ માંગ્યું હતું.

    મળતી માહિતી મુજબ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચના જસ્ટિસ સંગીતા ચંદ્રા (Justice Sangita Chandra) અને જસ્ટિસ નરેન્દ્ર કુમાર જોહરી (Justice Narendra Kumar Johri) એ દાખલ કરેલી અરજીના જવાબમાં નિર્દેશ આપતા કહ્યું કે આ એક સામાજિક સમસ્યા છે જેને સામાજિક રીતે દૂર કરી શકાય છે, તેના માટે એક રિટ અરજી ફાઇલ કરવાની જરૂર નથી.
    અરજીકર્તા 29 વર્ષની હિંદુ મહિલા (Hindu Women) છે જે 30 વર્ષના મુસ્લિમ પુરુષ (Muslim Man) સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. મહિલાએ પોતાની અરજીમાં કહ્યું છે કે પોલીસ તેને હેરાન કરી રહી છે અને તેને સુરક્ષા આપવામાં આવે. યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, જેનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસના હેરાન કરવા અને સુરક્ષા આપવાની માંગ ઉઠી છે. મહિલાએ એમ પણ કહ્યું કે તેની માતા આ સંબંધથી ખુશ નથી.

    આ સમાચાર પણ વાંચો: શું ક્યારેય OTT પર રિલીઝ નહીં થાય ધ કેરળ સ્ટોરી ? ફિલ્મના નિર્દેશક સુદિપ્તો સેને કર્યો ખુલાસો

    અરજીમાં લગ્નનો કોઈ ઉલ્લેખ નથીઃ કોર્ટ

    અરજીનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું કે આમાં અરજદારે એ વાતનો ઉલ્લેખ કર્યો નથી કે તેઓ ભવિષ્યમાં એકબીજા સાથે લગ્ન કરશે કે કરવા માંગે છે અને ઇસ્લામ અનુસાર લગ્ન વિના શારીરિક સંબંધ (Physical Relation) ને માન્યતા આપી શકાતી નથી. આ સિવાય ઇસ્લામમાં લગ્ન પહેલા સેક્સ, સ્પર્શ અને ચુંબન પણ હરામ છે.

    કોર્ટે કુરાનમાં સજાનો ઉલ્લેખ કર્યો છે

    કોર્ટે ZINA વ્યાખ્યાયિત કરતી વખતે એમ પણ કહ્યું હતું કે પતિ-પત્ની સિવાય કોઈપણ પ્રકારનો સેક્સ અથવા શારીરિક સંબંધ, એક્સ્ટ્રા-મેરિટલ સેક્સ (Extramarital Sex)અને પેરામેટ્રિયલ સેક્સ (Paramaterial sex) ને કાનૂની માન્યતા મળતી નથી. કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈ આવું કરે છે તો કુરાનમાં તેની સજા અપરિણીત યુવકને 100 કોરડા અને મહિલાને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારવાની છે.

    કોર્ટ વિવાદ પેદા કરતી અરજી પર સુનાવણી કરી શકે નહીં

    તેથી, કોર્ટ આવી અરજી પર ધ્યાન આપી શકતી નથી, જેમાં વિવાદની પરિસ્થિતિ ઊભી થાય અને ન્યાયને અનુમાનિત ગણી શકાય નહીં, તેથી અદાલત આ અરજીને ફગાવી દે છે અને જો અરજદાર પોલીસમાં અથવા ઉપરોક્ત ફોરમમાં પોતાનો દાવો દાખલ કરે. તો બની શકે કે તેની ફરિયાદ પર વિચાર કરી શકાય.