• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - islamabad - Page 2
Tag:

islamabad

વેપાર-વાણિજ્ય

Jack Ma: જેક માની અચાનક પાકિસ્તાન ટ્રીપથી ચકચાર મચી ગઈ

by Dr. Mayur Parikh July 3, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Jack Ma: એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબાર અનુસાર, ચીનના અબજોપતિ અને અલીબાબા ગ્રુપ (Alibaba Group) ના સહ-સ્થાપક, જેક મા (Jack Ma) એ પાકિસ્તાનની તેમની અણધારી મુલાકાતથી નિરીક્ષકોમાં હલચલ મચાવી દીધી છે.

બોર્ડ ઓફ ઈન્વેસ્ટમેન્ટ (BOI) ના ભૂતપૂર્વ અધ્યક્ષ મુહમ્મદ અઝફર અહસાને ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનને મુલાકાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે જેક મા 29 જૂને લાહોર પહોંચ્યા અને 23 કલાક રોકાયા.
જેક માએ મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓ અને મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું. તે એક ખાનગી સ્થળે રહેતા હતા અને 30 જૂને જેટ એવિએશનની માલિકીના VP-CMA નામ હેઠળ નોંધાયેલ ખાનગી જેટ મારફતે રવાના થયા હતા.
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે અહેસાનના જણાવ્યા અનુસાર, જેક માની મુલાકાતનો હેતુ આ સમયે ગોપનીય રહે છે, એવી આશા છે કે તે આવનારા દિવસોમાં પાકિસ્તાન માટે સકારાત્મક પરિણામો આપશે.

જેક મા અને તેમની ટીમ પાકિસ્તાનમાં વેપારની તકો શોધી રહી છે..

જેક મા સાથે સાત ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિમંડળ (A delegation of seven industrialists) હતું, જેમાં પાંચ ચીની નાગરિકો (China Citizen), એક ડેનિશ વ્યક્તિ (Danish Citizen) અને એક યુએસ નાગરિક (US Citizen) નો સમાવેશ થાય છે. તેઓ હોંગકોંગના બિઝનેસ એવિએશન સેક્ટર (Hong Kong’s Business Aviation Sector) માંથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા નેપાળથી પાકિસ્તાન પહોંચ્યા હતા.
મા અને તેમની ટીમ પાકિસ્તાનમાં વેપારની તકો શોધી રહી છે. તે અંગે સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો ચાલી રહી છે, જેમાં વેપાર કેન્દ્રોની મુલાકાતો અને અગ્રણી ઉદ્યોગપતિઓ અને વાણિજ્યની વિવિધ ચેમ્બરના અધિકારીઓ સાથેની બેઠકોનો સમાવેશ થાય છે. જો કે, કોઈ ચોક્કસ બિઝનેસ ડીલ અથવા મીટિંગ્સ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.

આ સમાચાર પણ વાંચો: Deepika padukone :  શું ફરી સાથે પડદા પર જોવા મળશે દીપિકા-રણવીર? અભિનેતાએ વીડિયો શેર કરીને ચાહકોની વધારી ઉત્સુકતા
અહસને એક ટ્વિટમાં સ્પષ્ટતા કરી હતી કે જેક માની મુલાકાત વ્યક્તિગત હેતુઓ માટે હતી. રસપ્રદ વાત એ છે કે, ચીનની દૂતાવાસ પણ જેક માની મુલાકાત અને દેશમાં વ્યસ્તતાની વિગતોથી અજાણ હતી.
P@SHAના અધ્યક્ષ ઝોહૈબ ખાને ટિપ્પણી કરી, “જો કે તે વ્યક્તિગત મુલાકાત હતી, તેણે પ્રવાસનના દૃષ્ટિકોણથી પાકિસ્તાનની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરી.”
ખાને અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે પાકિસ્તાની સત્તાવાળાઓ (Pakistani Authorities) એ મા સાથે મીટિંગ ગોઠવવાની અને IT વિશ્વમાં તેમના અનુભવી અનુભવમાંથી આંતરદૃષ્ટિ મેળવવાની તક લેવી જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાનના આઈટી સેક્ટર (IT Sector) ને લઈને જેક માના નિવેદનની પણ નોંધપાત્ર અસર પડશે.

July 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ઇમરાન ખાન પર હુમલા બાદ પાકિસ્તાનમાં હિંસા ભડકી- સ્થિતિને કાબુમાં લેવા અહીં લોકડાઉન લાગુ કરવાનો અપાયો આદેશ

by Dr. Mayur Parikh November 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ પીએમ અને પીટીઆઈના પ્રમુખ (Former PM and President of PTI) ઈમરાન ખાન(Imran Khan) પર ગુરુવારે ગુજરાનવાલામાં(Gujranwala) થયેલા હુમલા બાદ સ્થિતિ વધુ વણસી છે. ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ(Pakistan Prime Minister Shehbaz Sharif) અને પાકિસ્તાની સેના વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં(protest) ઘણી જગ્યાએ પાકિસ્તાની સેના(Pakistan Army) મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવી રહ્યા છે. 

લાહોર-કરાચી(Lahore-Karachi) સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં ઈમરાન ખાનની પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ રોડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. તો ઈસ્લામાબાદમાં લોકડાઉન(Lockdown Islamabad) લાગુ કરવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે.  

આ સમાચાર પણ વાંચો: અજબ ગજબ- વરરાજા પરણવાનું છોડી વિરોધ પ્રદર્શનમાં જોડાઈ ગયા- રાહ જોતી રહી ગઈ દુલ્હન

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની શહબાજ શરીર સરકાર વિરુદ્ધ લાહોરથી ઇસ્લામાબાદ સુધી હકીકી માર્ચ નિકાળી રહેલા પૂર્વ પીએમ ઇમરાન ખાન પર ગુરૂવારે વજીરાબાદમાં થયેલી રેલીમાં ફાયરિંગ થયું. આ ઘટનામાં ઇમરાન ખાન સહિત 6 લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ગોળીબારીના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તેની પાસે ફાયરિંગનો હેતુ અને તેના સંગઠન વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. 

 

November 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

પૂર અને ખાદ્ય સંકટથી પરેશાન છે આ પોડોશી દેશ-ભારત સાથે શરૂ કરશે વ્યાપાર- નાણામંત્રીએ કરી જાહેરાત

by Dr. Mayur Parikh August 31, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પૂર અને ખાદ્ય સંકટનો(Floods and food crisis) સામનો કરી રહેલું પાકિસ્તાન(Pakistan) એકવાર ફરી ભારત સાથે વેપાર (Trading with India) શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી(Pakistan's Finance Minister) મિફ્તા ઇસ્માયલે(Mifta Ismail) તેની જાહેરાત કરી છે. મિફ્તા ઇસ્માયલે કહ્યું કે આ પૂર અને ખાવાની કિંમતોમાં વધારાને કારણે અમે ભારતની સાથે વ્યાપારનો માર્ગ ખોલીશું. 

પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તા ઇસ્માયલે મીડિયાને કહ્યું કે હાલના પૂરથી પાક નષ્ટ થવાને કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાક અને અન્ય ખાદ્ય પદાર્થ આયાત(Import of foodstuff) કરવા વિશે વિચાર કરી શકે છે. રેડિયો પાકિસ્તાન પ્રમાણે, ઇસ્લામાબાદમાં(Islamabad) પત્રકાર પરિષદ(Press conference) કરતા મિફ્તા ઇસ્માઇલે એક સવાલના જવાબમાં આ વાત કહી છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર (Former Security Advisor to Pakistan) મોઈદ યુસૂફ (Moeed Yusuf) ભારતની સાથે વ્યાપારના સંબંધમાં કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યા હતા. તો પાકિસ્તાનના પૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેકવાર ભારત સાથે વ્યાપાર ફરી શરૂ કરવાની વકાલત કરી હતી.  

આ સમાચાર પણ વાંચો : પ્રોપર્ટી વેચાણમાં છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તૂટ્યો ઓગસ્ટમાં-સરકારને થઈ આટલા કરોડની આવક

માર્ચ ૨૦૨૧માં પાકિસ્તાનની આર્થિક સમન્વય સમિતિએ(Economic Coordination Committee) કહ્યું હતું કે તે દેશના ખાનગી ક્ષેત્રને ભારતથી ૦.૫ મિલિયન ટન ખાંડ અને કપાસની આયાત કરવાની મંજૂરી વાઘા બોર્ડર દ્વારા આપશે. પરંતુ આ નિર્ણય થોડા દિવસમાં પરત ખેંચી લેવામાં આવ્યો હતો. હકીકતમાં પીએમએલએન(PMLN) અને પીપીપીએ(PPP) આ નિર્ણયનો વિરોધ કર્યો હતો, જે હાલ પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યાં છે.

August 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પૂર-વરસાદથી તબાહી- સેંકડો લોકોના નિપજ્યા મોત- અધધ- આટલા અબજ ડોલરનું થયુ નુકસાન

by Dr. Mayur Parikh August 29, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ભારતનો પાડોશી દેશ(India's neighboring country) પાકિસ્તાન પૂરના(Pakistan floods) કારણે હાહાકાર મચી ગયો છે. સ્વાત અને સિંધુ નદીઓના(Swat and Indus rivers) જર્જરિત સ્વરૂપને કારણે લગભગ અડધો દેશ ડૂબી ગયો છે. આ બગડતી પરિસ્થિતિને જોતા સરકારે રાષ્ટ્રીય કટોકટી (national crisis) જાહેર કરી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે(Prime Minister Shahbaz Sharif) ઇસ્લામાબાદ (Islamabad) સ્થિત રાજદૂતો(ambassadors), ઉચ્ચાયુક્તો(High Commissioners) અને અન્ય પસંદગીના રાજદ્વારીઓ સાથે બેઠક યોજીને તેમને દેશમાં પૂરની ભયંકર પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. 

આ પૂરથી ૩ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. તૂટેલાં રસ્તા અને પુલને કારણ કેટલાક વિસ્તારો સાથે સંપર્ક પણ તૂટી ગયો છે. તેટલું જ નહીં, ભારે વરસાદને(Heavy rain) કારણે ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઊભેલા પાક ધોવાઈ ગયા છે અને પશુઓના મોત(Animal death) નીપજ્યા છે. સિંધ અને બલોચિસ્તાનમાં(Sindh and Balochistan) પાકિસ્તાન રેલવેએ(Pakistan Railway) કેટલીક જગ્યાએ રેલવે સેવા(Railway service) રોકી દીધી છે.  

આ સમાચાર પણ વાંચો: શું તમને ખબર છે- વિશ્વના આ દેશમાં કોફી ન પિવડાવવા પર મળે છે તલાક-જાણો તલાકના અજીબ કાયદાઓ

દેશના ઘણા ભાગોમાં બસો અને ટ્રેનોને સ્થગિત કરી દેવામાં આવી છે. એક દાયકા પછી પૂરની આવી પાયમાલી જોવા મળી રહી છે. દેશમાં ૭ લાખ મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે ક્ષતિગ્રસ્ત છે, તો લગભગ ૫૭ લાખ લોકો બેઘર થઈ ગયા છે. પાકિસ્તાનની આપાતકાલિન એજન્સીએ કહ્યુ છે કે, ૩ હજાર કિલોમીટર સુધી રસ્તા અને અંદાજે ૧૫૦ જેટલા પુલ સહિત સાત લાખ ઘર પર પાણી ફરી વળ્યાં છે. 

પરિસ્થિતિને ધ્યાને રાખતા શાહબાઝ શરીફની સરકારને બચાવવા અને રાહત કાર્યમાં મદદ કરવા માટે પાકિસ્તાનની સેનાને(Pakistan Army) મેદાનમાં ઉતારવી પડી છે. પૂરને દેશને 4 અબજ ડોલરથી વધુનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. દરમિયાન પાકિસ્તાન દેશના હવામાન વિભાગે ચાલુ અઠવાડિયામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

August 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ઇમરાન ખાન બાદ હવે પાકિસ્તાનના PM શહબાઝ શરીફે ફરી ગાયો ‘કાશ્મીર રાગ’, આ વખતે તો એવી બાલિશ વાત કરી કે…

by Dr. Mayur Parikh May 30, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

હાલ પાકિસ્તાન(Pakistan)માં સત્તાના વિવાદને લઈને ત્યાંની સ્થિતિ ડામાડોલ ચાલી રહી છે. પાકિસ્તાન હંમેશાં પોતાની હરકતોમાંથી ક્યારેય બાજ આવતું નથી, હાલ પાકિસ્તાનમાં સત્તા ભલે ગમે તે પક્ષની હોય તો પણ તેના શાસકો પોતાની નિષ્ફળતા અને દેશની કફોડી આર્થિક સ્થિતિ(Economic crisis) જેવા અઘરા પ્રશ્નોના જવાબો શોધવા કાશ્મીર(Kashmir)ની માળા જપવાનું શરૂ કરી દેતા હોય છે.

અગાઉ ઈમરાન ખાન(Imran Khan) આજ કરતા હતા અને હવે ઈસ્લામાબાદ(Islamabad)ની રાજગાદી પર બેઠેલા વજીર એ આજમ શહબાજ શરીફ(Shehbaz Sharif) પણ આજ કરી રહ્યા છે. પાકિસ્તાન હાલ ચારેબાજુથી ઘેરાયેલો છે અને ગળા સુધી દેવામાં ડૂબેલો છે,

મોંઘવારી(Inflation) તમામ હદો પાર કરી ચૂકી છે, લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે પરંતુ દેશની જનતાને રાહત આપવાના બદલે દેશના પીએમ શહબાજ કંઈક વધારે હોશિયારી કરતી વાતો કરી રહ્યા છે. 

જોકે, પાકિસ્તાની લોકો એટલે કે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ શહબાજ શરીફે જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીર અંગે ૫મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ લીધેલા તમામ ર્નિણયોને ફગાવી દીધા છે. અમે ઈચ્છીએ છીએ કે બીજાે પક્ષ પણ તે નિર્ણયોને બાજુ પર રાખે જેથી અમે આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે અસરકારક પગલાં ભરી શકીએ.

આ સમાચાર પણ વાંચો : શું ભારત-પાકિસ્તાન વચ્ચે ઉકેલાશે વાત? આ મુદ્દે બંને ફરી એકવાર થશે સામને-સામને; જાણો શું છે સમગ્ર મામલો..

૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની સંસદમાં(Parliament of the country) ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. તે ર્નિણય હતો જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ને(Article 370 ) ખતમ કરવાનો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં(Union Territories)વહેંચાઈ ગયું. શહબાજ શરીફે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ માટે કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ ૩૭૦ના ર્નિણયને રદ્દ કરવો જરૂરી છે. 

શરીફે એવું પણ જણાવ્યું છે કે, ભારતનું એ કર્તવ્ય છે કે તેઓ કાશ્મીરમાં ૫ ઓગસ્ટ, ૨૦૧૯ની કાર્યવાહીને પલટી નાંખે, જેથી આપણે શાંતિપૂર્ણ રીતે જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)સહિત તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ દેશની સંસદમાં ભારતીય બંધારણની કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો અને જાેગવાઈઓ રદ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું હતું. બે વર્ષ પછી પણ સરહદ પારથી લોકો એ જ જગ્યાએ ઉભા છે અને અહીં ભારતે એટલી પ્રગતિ કરી છે કે કોરોના યુગના પડકારો વચ્ચે પણ દુનિયામાં નવી દિલ્હીનો ડંકો વાગી રહ્યો છેર્‌ બીજી તરફ લોકો કાશ્મીર-કાશ્મીરની રટ લગાવીને બેઠા છે, પરંતુ ભારતે એક-બે વાર નહીં પણ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સમજાવી ચૂક્યું છે કે આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. આ એક જ વાત છે જે પાકિસ્તાન સમજી રહ્યું નથી.

May 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pakistan Zindabad slogans in Bhiwandi
દેશ

શું ભારત-પાકિસ્તાન વચ્ચે ઉકેલાશે વાત? આ મુદ્દે બંને ફરી એકવાર થશે સામને-સામને; જાણો શું છે સમગ્ર મામલો..

by Dr. Mayur Parikh May 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારત (India)અને પાકિસ્તાન(Pakistan) સિંધુ જળ આયોગ અંતગર્ત(sindhu Water Commission) ભારત અને પાકિસ્તાન ફરી એકવાર વાર્તા માટે સામને-સામને હશે. પાકિસ્તાનના ૩ સભ્યો પ્રતિનિધિમંડળ અઠવાડિયાના અંતમાં ભારતનો પ્રવાસ કરવાના છે. વાર્તા, સિંધુ જળ કરાર અંતગર્ત જળ ભાગલાના મુદ્દા પર થશે. આ પહેલાં ભારતીય પ્રતિનિધિમંડળે(Indian delegation) સ્થાયી સિંધુ આયોગ ની વાર્શિક બેઠક માટે ઇસ્લામાબાદનો(Islamabad) પ્રવાસ કર્યો હતો. સ્થાયી આયોગની બેઠક ૧-૩ માર્ચને થઇ હતી અને તેના નેતૃત્વ સિંધુ જળના ભારતીય આયુક્ત(Indian Commissioner) પીકે સક્સેનાએ(PK Saxena) કર્યો હતો.  

૧૯૬૦ ની સિંધુ જળ સંધિ અંતગર્ત ૩ પૂર્વી નદીઓ-સતલૂઝ, બ્યાસ અને રાવીના પાણી અપ્રતિબંધિત ઉપયોગ માટે ભારતને ફાળવવામાં આવ્યા છે. જ્યારે ૩ પશ્વિમી નદીઓ(Western rivers)- સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને ફાળવેલ છે. ભારતને ૩ પશ્વિમી નદીઓ પ્રોજેક્ટના માધ્યમથી જલવિદ્યુત ઉત્પન્ન કરવાનો અધિકાર છે. સંધિ અંતગર્ત પાકિસ્તાન પશ્વિમી નદીઓ પર ભારતીય જળવિદ્યુત(Indian Hydroelectricity) પ્રોજેક્ટની ડિઝાઇન પર આપત્તિ ઉઠાવી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : કાશ્મીરમાં આંતકનો નવો ટ્રેન્ડ? લદાખમાં ખાઈમાં લશ્કરના વાહનને જાણી જોઈને પાડવામાં આવી હતી.. ડ્રાઈવર પર શંકાની સોય.

ગત અઠવાડિયામાં ભારતનો પ્રવાસ કરનાર આ બીજું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ છે. આ મહિનાની શરૂઆતમાં એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળ(Pakistani delegation) શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) આરએટીએસની બેઠક માટે દિલ્હી આવ્યા હતા.  

માર્ચ સિંધુ જળ આયોગની બેઠક દરમિયાન ભારતીય પક્ષે આ વાત પર ભારત મુક્યો કે તેના તમામ પ્રોજેક્ટ સિંધુ જળ સંધિની જાેગવાઇનું પાલન કરે છે અને સ્થિતિના સમર્થનમાં ટેક્નિકલ વિવરણ પુરૂ પાડે છે. બંને પક્ષોએ ફાજિલ્કા નાળાના મુદ્દા પર પણ ચર્ચા કરી અને પાકિસ્તાને આશ્વાસન આપ્યું કે સતલુજ નદીમાં ફાજિલ્કા નાળાના મુક્ત પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી કાર્યવાહી ચાલુ રહેશે.

May 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

શ્રીલંકા બાદ આ પાડોશી દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ, પૂર્વ વડાપ્રધાનની આઝાદી માર્ચ દરમિયાન હિંસા ભડકી, સમર્થકોએ મેટ્રો સ્ટેશન ફૂંકી માર્યું…

by Dr. Mayur Parikh May 26, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન બાદ હવે સ્થિતિ સુધરવાને બદલે વધુ ખરાબ થતી જોવા મળી રહી છે.

પાકિસ્તાનામાં ચૂંટણીની માંગ સાથે ઈમરાન ખાને યોજેલી આઝાદી માર્ચમાં હિંસા થઈ છે.

પીટીઆઈ કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદમાં તોડફોડ કરી અને ત્યાં એક મેટ્રો સ્ટેશનને પણ આગ લગાવી દીધી છે. 

ઈમરાન ખાનની કૂચને રોકવા માટે પાકિસ્તાન સરકારે રેડ ઝોનમાં સેના પણ તૈનાત કરી છે. 

દરમિયાન પીટીઆઈ પાર્ટીના નેતા ફવાદ ચૌધરીનું કહેવું છે કે ઈમરાન ખાન સેન્ટૌરસ બ્રિજ પર સમર્થકોને સંબોધિત કરશે.

આ સમાચાર પણ વાંચો : શિવસેના આ દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પ્રધાનના ઘરમાં ED ની રેડ, ધરપકડની શક્યતા.. જાણો વિગતે

May 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

કુદરત રૂઠી… પાકિસ્તાનના આ પ્રાંતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા…

by Dr. Mayur Parikh May 24, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai

આજે બપોરે પાકિસ્તાનમાં(Pakistan) રાજધાની ઈસ્લામાબાદ(Islamabad) અને ખૈબર પખ્તુનખ્વા(Khyber Pakhtunkhwa) તથા બલૂચિસ્તાનમાં(Balochistan) ભૂકંપના(Earthquake) મોટા આંચકા અનુભવાયા છે.

રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા 5.3 આંકવામાં આવી છે. 

પાકિસ્તાનના હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર(epicenter) અફઘાનિસ્તાનનો(Afghanistan) હિંદુ કુશ વિસ્તાર હતો અને તેની ઊંડાઈ 85 કિમી હતી.

જોકે હાલ ભૂકંપથી થયેલા નુકસાન અંગે કોઈ જાણકારી સામે નથી આવી.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનનો પર્દાફાશ! મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અહીં છુપાયેલો છે, ડોનના ભાણીયાએ ED સમક્ષ કર્યો આ ખુલાસો..  

May 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ચીની વિદેશમંત્રીએ કાશ્મીર રાગ છેડતા ભારતે આપી આકરી પ્રતિક્રિયા.. કહી આ મોટી વાત; જાણો વિગતે

by Dr. Mayur Parikh March 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલી ઇસ્લામિક સહયોગ સંગઠન(OIC)ની બેઠકમાં ઈમરાને ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો છે. 

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે વાંધો ઉઠાવ્યો છે. 

ભારત વતી કહેવામાં આવ્યું કે, OICની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત નકારે છે. 

વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ભારતનો આંતરિક મામલો છે. ચીન સહિત અન્ય દેશોને તેની વિશે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી.

 આ સમાચાર પણ વાંચો : સો. મીડિયા પ્લેટફોર્મ બાદ હવે રશિયાએ ગૂગલ ન્યૂઝ પર લગાવ્યો પ્રતિબંધ, આ આરોપ લગાવીને કરી દીધું બેન; જાણો વિગતે

March 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

પાકિસ્તાનના આ શહેરમાં સ્થિત ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની અંદર પણ ડ્રોનની ઘૂસણખોરી, ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh July 2, 2021
written by Dr. Mayur Parikh

ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈકમીશન પર ગત સપ્તાહે ડ્રોન જોવા મળ્યું એ ઘટનાને લઈ ભારત સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.  

ડ્રોન હાઈ કમિશનના વિસ્તારમાં એવા સમયે દેખાયું કે જ્યારે ત્યાં મિશનની અંદર એક કાર્યક્રમ ચાલુ હતો. 

આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાં ભારતીય મિશનની અંદર ડ્રોન જોવા મળવાની ઘટના બની છે.

જોકે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન પર ડ્રોન જોવા મળવાની ઘટના અંગે હજુ સુધી કોઈ આધિકારીક નિવેદન સામે આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં વિસ્ફોટ થયા બાદથી ડ્રોન જોવા મળવાની ઘટના વધી ગઈ છે.  

કોરોનાથી ચાર લાખના મોત વાળો ત્રીજો દેશ બન્યો ભારત, વિશ્વના આ બે મોટા દેશો કરતા ભારતની પરિસ્થિતિ સારી ; જાણો વિગતે 

July 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક