Tag: issues

  • Lok Adalat : ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં ડાક અદાલતનું આયોજન, ફરિયાદ મોલવાની આ છે અંતિમ તારીખ..

    Lok Adalat : ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં ડાક અદાલતનું આયોજન, ફરિયાદ મોલવાની આ છે અંતિમ તારીખ..

    News Continuous Bureau | Mumbai

    Lok Adalat : ટપાલ સેવા ને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, અમદાવાદ-380009ની કચેરી ખાતે તા. 25/03/2025ના રોજ 15:૦૦ કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

    સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાનો સ્થળ પર જ સમાધાન કરશે.

    અમદાવાદની પોસ્ટ ઓફિસની ટપાલ, મની ઓર્ડર, કાઉન્ટર સેવાઓ સંબંધિત ફરિયાદ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), સિનિયર પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ, નવરંગપુરા, અમદાવાદ-380009ને મોકલવી જેથી નિયત તારીખ 22/03/2025 સુધી અત્રે કચેરી એ પહોચી શકે. આ પછી મળેલી ફરિયાદો ડાક અદાલત હેઠળ ધ્યાને લેવાશે નહીં.

    આ સમાચાર પણ વાંચો: Dak Adalat : અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન

    ફરિયાદ વિષયવક્ષી, સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. નૌતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં. તદુપરાંત, ફરિયાદની એક અરજી માં એક કરતા વધુ મુદ્દા અથવા વિષય હોવા જોઇએ નહીં. ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદ જ ધ્યાને લેવાશે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Mumbai Rain Updates: મુંબઈમાં ફરી વરસાદ બની શકે આફત, પાલિકાએ જારી કર્યું હાઈ ટાઇડ એલર્ટ..

    Mumbai Rain Updates: મુંબઈમાં ફરી વરસાદ બની શકે આફત, પાલિકાએ જારી કર્યું હાઈ ટાઇડ એલર્ટ..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Rain Updates: મુંબઈમાં આજે સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ પૃષ્ઠભૂમિમાં મુંબઈ મહાનગરપાલિકાએ નાગરિકોને મહત્વની અપીલ કરી છે.

    બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સાયનમાં પાણી ભરાવાને કારણે સાર્વજનિક બસ સેવા સંસ્થાએ સવારે 7:50 વાગ્યાથી ત્રણ બસ રૂટ ડાયવર્ટ કર્યા છે. પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવે, જે મુંબઈમાં ‘લોકલ ટ્રેન’ ચલાવે છે, તેમણે ‘X’ પર દાવો કર્યો હતો કે તેમની ઉપનગરીય સેવાઓ કાર્યરત છે. મુસાફરોએ કેટલાક વિલંબની ફરિયાદ કરી હોવા છતાં, ટ્રેક પર પાણી ભરાયા ન હતા.

    ‘હાઈ ટાઈડ’ની ચેતવણી

    મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ આજે ​​’હાઈ ટાઈડ’ની ચેતવણી જારી કરી છે. આજે સાંજે 4:39 વાગ્યે 3.69 મીટરની ઊંચાઈની લહેરો ઉછળવાની અપેક્ષા છે. તેથી, જ્યાં સુધી ખૂબ જ જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈકરોને સૂચના આપી છે કે તેઓ ઈમરજન્સીના કિસ્સામાં તાત્કાલિક મદદ માટે 1916 નંબર પર સંપર્ક કરે.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Rain :મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ, અંધેરી સબવે પર ભરાયું 3 થી 4 ફૂટ પાણી; વાહનવ્યવહાર બંધ..

    તાપમાન 29 થી 24 ડિગ્રી વચ્ચે રહેશે

    આજે શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 89 ટકા ભેજ સાથે 29 થી 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે 16 જુલાઈ સુધી વાદળછાયું આકાશ અને ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ એરપોર્ટ પરની સ્થિતિથી સ્પષ્ટ છે કે ભારે વરસાદને કારણે ટ્રાફિકને અસર થઈ રહી છે.

  • Taiwan Earthquake : તાઇવાનમાં 25 વર્ષમાં સૌથી મજબૂત ભૂકંપ; ઈમારતો ધરાશાયી થઈ, લગભગ એક લાખ ઘરોની વીજળી ડૂલ..

    Taiwan Earthquake : તાઇવાનમાં 25 વર્ષમાં સૌથી મજબૂત ભૂકંપ; ઈમારતો ધરાશાયી થઈ, લગભગ એક લાખ ઘરોની વીજળી ડૂલ..

    News Continuous Bureau | Mumbai 

    Taiwan Earthquake : તાઈવાનની રાજધાની તાઈપેઈમાં આજે વહેલી સવારે ભૂકંપ ( Earthquake ) ના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ પછી સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશના કેન્દ્રીય હવામાન પ્રશાસને જણાવ્યું હતું કે 7.4ની તીવ્રતા સાથે પૃથ્વી ધ્રુજી ઉઠી હતી, જે ખતરનાક શ્રેણીમાં આવે છે. તાઈવાનમાં 25 વર્ષમાં આવેલો આ સૌથી ભયાનક ભૂકંપ છે. 

    રોઈટર્સના અહેવાલ મુજબ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તાઈપેઈના ઘણા ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ભૂકંપ બાદ તરત જ પાડોશી દેશ જાપાન ( Japan ) એલર્ટ થઈ ગયું હતું અને સુનામીની ચેતવણી જાહેર કરી હતી. લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી દેવા પણ કહેવામાં આવ્યું છે.

    તાઈવાનમાં ભૂકંપનો વીડિયો

    ભૂકંપના જોરદાર આંચકાને કારણે હજુ સુધી કોઈના મૃત્યુ કે ઈજા થવાના સમાચાર નથી. જોકે, સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ભૂકંપના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન અને ઇમારતો ધરાશાયી થવાના સમાચાર છે. વોલ્કેનો ડિસ્કવરીના રિપોર્ટ અનુસાર સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની ઊંડાઈ 35 કિમી હતી અને દેશના મોટા ભાગમાં તેનો અનુભવ થયો હતો. ભૂકંપની ઊંડાઈને કારણે તેના કેન્દ્રમાં ખૂબ જ તીવ્રતા અનુભવાઈ હતી.

    તાઈવાને સુનામીની ચેતવણી જારી કરી છે

    સીએનએનના અહેવાલ મુજબ ભૂકંપનું કેન્દ્ર હુઆલીન શહેરથી લગભગ 18 કિલોમીટર દક્ષિણમાં હતું. તાઇવાનના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશને પણ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી છે. CWA દ્વારા રહેવાસીઓને સુનામીની ચેતવણી મોકલવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરીય તટીય વિસ્તારોમાં સુનામી આવી શકે છે. 

    આ સમાચાર પણ વાંચો :  શેરડીનો રસ પીવાના છે અઢકળ ફાયદા, પણ આ 5 લોકોએ ભૂલથી પણ ન પીવો જોઈએ શેરડીનો રસ, બગડી શકે છે તબિયત..

    લોકોને તાત્કાલિક ઊંચાઈવાળા વિસ્તારોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. 7.5 ની તીવ્રતાના ભૂકંપ બાદ અનેક વધુ આંચકા પણ અનુભવાયા છે. આમાંથી કેટલાક ભૂકંપ 6.5ની તીવ્રતાના હતા.

    જાપાનમાં 10 ફૂટ ઉંચી સુનામીનું એલર્ટ

    તો બીજી તરફ તાઇવાનના પાડોશી દેશ જાપાને પણ જોરદાર ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જાપાનની મેટ્રોલોજીકલ એજન્સીએ 3 મીટર (10 ફૂટ) ઊંચા સુનામી મોજાંની ચેતવણી જારી કરી છે. જોરદાર ભૂકંપ બાદ જાપાન કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. સુનામીની ચેતવણી જારી કરીને લોકોને ઓકિનાવાના દક્ષિણ ભાગમાં દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને અહીંથી ખસી જવા માટે કહેવામાં આવ્યું છે, જેથી સુનામીથી તેમનો જીવ બચાવી શકાય. જાપાનનો મિયાકોજીમા ટાપુ તાઈવાન પાસે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • IndiGo Flight Passengers: ઈન્ડિગોના મુસાફરોએ મુંબઈ એરપોર્ટના રનવે પર બેસીને લીધું ભોજન, હવે કેન્દ્રએ એરલાઇન અને એરપોર્ટ સામે કરી આ કાર્યવાહી..

    IndiGo Flight Passengers: ઈન્ડિગોના મુસાફરોએ મુંબઈ એરપોર્ટના રનવે પર બેસીને લીધું ભોજન, હવે કેન્દ્રએ એરલાઇન અને એરપોર્ટ સામે કરી આ કાર્યવાહી..

    News Continuous Bureau | Mumbai

    IndiGo Flight Passengers: હાલ સોશિયલ મીડિયા પર મુંબઈ એરપોર્ટ પર ટાર્મેક પર ભોજન કરતા મુસાફરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયાના એક દિવસ પછી, MoCAના બ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. સાથે આ મામલે બંને પાસેથી જવાબ પણ માંગ્યો છે.

    જુઓ વિડીયો 

    https://twitter.com/i/status/1746848871383257120

     નાણાકીય દંડ સહિતની કાર્યવાહી

     મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગત મધ્યરાત્રિએ મંત્રાલયના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ આ વાત સામે આવી હતી. નોટિસ અનુસાર, જો દિવસના અંત સુધીમાં જવાબ સબમિટ કરવામાં નહીં આવે, તો બ્યુરો એરલાઇન્સ અને એરપોર્ટ્સ સામે નાણાકીય દંડ સહિતની કાર્યવાહી કરશે.

    આ સમાચાર પણ વાંચો :  Ayodhya : શ્રી રામની નગરી ગુજરાતની સુવાસથી સુગંધિત થઈ, મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં 108 ફૂટ લાંબી ધૂપ સળી પ્રગટાવવામાં આવી.. જુઓ વિડીયો

    શું હતું વીડિયોમાં..

    ગઈકાલે એટલે કે સોમવાર, 15 જાન્યુઆરી 2024 આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં જોવા મળે છે કે રાત્રીનો સમય છે, જ્યાં ઈન્ડિગો પ્લેન પાર્ક છે અને કેટલાક મુસાફરો નજીકમાં જમીન પર બેઠા છે. કેટલાકના હાથમાં ફોન છે, કેટલાક એકબીજા સાથે વાત કરી રહ્યા છે તો કેટલાક ભોજન કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે ગોવાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ ઓપરેશનલ સમસ્યાઓના કારણે મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

  • કાંદિવલી ચારકોપના આ સેક્ટરના રહેવાસીઓને પાણીની સમસ્યાથી છુટકારો, પાઇપલાઇન બદલવાની મંજૂરી મળી; જાણો વિગતે

    કાંદિવલી ચારકોપના આ સેક્ટરના રહેવાસીઓને પાણીની સમસ્યાથી છુટકારો, પાઇપલાઇન બદલવાની મંજૂરી મળી; જાણો વિગતે

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 11 નવેમ્બર, 2021

    ગુરુવાર

    કાંદિવલીનો ચારકોપ વિસ્તાર સેક્ટર 1થી 9 સુધીનો છે. આ વિસ્તારને મહાવીર નગર ખાતેની પાણીની ટાંકીમાંથી પાણી આપવામાં આવે છે. 2 વર્ષ પહેલા સેક્ટર-8ની પાઇપ લાઇન બદલાઈ હતી. સેક્ટર-7માં પાઇપલાઇન બદલવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. શિવસેના કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંધ્યા દોશીએ તેમના વિસ્તારમાં પાણીની સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

    એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ ચારકોપ સેકટર 07માં પાઇપલાઇન બદલવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત પસાર કરવામાં આવી છે. આથી બાંધકામ વિભાગ દ્વારા આ કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવશે તેવું પાલિકાના એડિશનલ કમિશનર પી. વેલારાસુ દ્વારા કહેવાયું છે.

    મુંબઈના નગરસેવકોની સંખ્યામાં આટલો વધારો; ડિસેમ્બર સુધી વૉર્ડ અનામત મોકૂફ; જાણો વિગત

    ચારકોપના શિવસેના કોર્પોરેટર સંધ્યા દોશીએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાણી મુદ્દે ચર્ચામાં ભાગ લેતાં ફરિયાદ કરી હતી કે મારા વિભાગમાં છેલ્લા 15-20 દિવસથી પાણી પુરવઠો જાળવવામાં આવતો નથી. અધિકારીઓ માત્ર મેસેજ વાંચે છે, પરંતુ તેના પર ક્યારેય પ્રતિક્રિયા આપતા નથી. મારા વિભાગમાં મ્હાડા વસાહત છે તેની પાઈપલાઈન 15 થી 30 વર્ષ જૂની છે. હું વર્ષ 2007થી તેને બદલવાનો પ્રયાસ કરી રહી છું. પાઈપલાઈનમાં છીદ્રો હોવાથી પથ્થરના ટુકડા ફસાઈ જાય છે. જેથી પાણી પુરવઠો યોગ્ય રીતે થતો નથી. તેના કાયમી ઉકેલ તરીકે પાઈપલાઈન 10-10 ફૂટ કે 50 ફૂટ તોડીને ત્યાં મોટી પાઈપ લગાવવી જોઈએ.

    પી. વેલારાસુએ વધુમાં જણાવ્યું હતું કે ચારકોપ અને ગોરાઈ વિભાગોમાં પાઇપલાઇનને અંદરથી સિમેન્ટથી પ્લાસ્ટર કરાઈ છે. તેથી તેને બદલવાની હાલમાં કોઈ જરૂર નથી. જો કે, જરૂરી હોય ત્યાં નિરીક્ષણ કરીને બદલવામાં આવશે.

    કોના બાપની દિવાળી? બોરીવલી, કાંદિવલી અને દહિસરના સ્કાયવોક ના સમારકામ માટે કરોડો ખર્ચાશે. સાંભળીને આંખો  પહોળી થઈ જાય તેટલા પૈસા નું પાણી થશે.

  • મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી; એક મહિનાથી છે આ સમસ્યા; હોસ્પિટલમાં થઈ શકે છે દાખલ

    મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત લથડી; એક મહિનાથી છે આ સમસ્યા; હોસ્પિટલમાં થઈ શકે છે દાખલ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 9 નવેમ્બર, 2021

    મંગળવાર

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત કેટલાક દિવસથી ખરાબ છે. તેમની સર્વાઇકલ અને કરોડરજ્જુની સમસ્યા વધી ગઈ છે. તેમના નજીકના લોકોનું કહેવું છે કે ગત એક મહિનાથી ઠાકરે ડોક, પીઠ અને કમરના દુખાવાથી હેરાન છે. સોમવારે પંઢરપુરના પાલખી માર્ગ પરિયોજનાના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શામેલ થયા હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની તબિયત સારી ન હોવા છતાં તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. તેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.

    ટ્રેનમાં માસ્ક વગર પ્રવાસ કર્યો તો તમારું આવી બનશે. પોલીસ કરશે આ કાર્યવાહી; જાણો વિગત.

    વિડિયો કોન્ફરન્સિંગમાં ઉદ્ધવ ઠાકરેના ગળામાં પટ્ટો દેખાઈ રહ્યો હતો. તેઓ વધુ સમય બેસી શકતા નથી. મુખ્યમંત્રી ટૂંક સમયમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. તેવી સૂત્રોએ માહિતી આપી છે. હાલમાં શિવસેના કે મહારાષ્ટ્ર સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. દિવાળી દરમિયાન પણ વધુ લોકોને મળવાનો કાર્યક્રમ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોકૂફ રાખ્યો હતો.