• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - it rules
Tag:

it rules

Deepfake Advisory Warning on government deepfax! New Advisory Issued for Social Media Platforms
વિજ્ઞાન-ટેકનોલોજી

Deepfake Advisory: સરકારની ડીપફેક્સ પર ચેતવણી! સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે નવી એડવાઈઝરી જારી… જાણો સંપુર્ણ મામલો..

by Bipin Mewada December 27, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Deepfake Advisory: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીપફેક વીડિયો ( Deepfake videos ) આજકાલ ચિંતાનું કારણ છે, જેમાં કોઈ બીજાનો ચહેરો કોઈ બીજાના શરીર પર લગાવી શકાય છે. આવા વિડીયોમાંથી સત્ય અને અસત્યની તપાસ કરવી મુશ્કેલ બની રહી છે અને સરકારે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ( Ministry of Electronics and Information Technology ) એક એડવાઈઝરી ( Advisory ) જારી કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ચેતવણી આપી છે. 

સરકારે મંગળવારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને X (અગાઉનું ટ્વિટર) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ( social media platforms ) એડવાઇઝરી જારી કરીને કહ્યું કે તેઓએ હાલના આઇટી નિયમો ( IT Rules ) હેઠળ ડીપફેક વીડિયો સામે પગલાં લેવા જોઈએ. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જો પ્લેટફોર્મ સમયસર આવા ફેક વીડિયોને રોકવા અને દૂર નહીં કરે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આવા વીડિયો સામે કાર્યવાહી કરવી જોઈએ…

સરકારે પ્લેટફોર્મને જણાવ્યું છે કે વર્તમાન IT નિયમોના કયા ભાગમાં આવી સામગ્રીને રોકવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. IT નિયમોનો નિયમ 3(1)(b) કોઈપણના અધિકારોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સામગ્રીને રોકવા માટે સૂચનાઓ આપવાનો છે. ખાનગી, અશ્લીલ કે પોર્ન કન્ટેન્ટને રોકવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, આવી સામગ્રીને પણ બંધ કરવી જોઈએ જે વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરે છે અને વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરીને ખોટાને હકીકત તરીકે રજૂ કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Shikhar Dhawan: મને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે: ગબ્બરે તેના પુત્રના જન્મદિવસે લખી એક ભાવનાત્મક પોસ્ટ… કહ્યું આ.. જાણો શું છે આ મામલો..

મહિને બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો શેર કરીને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવેતે સમયે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આવા વીડિયો સામે કાર્યવાહી કરવી જોઈએ અને તેને પ્લેટફોર્મ પરથી હટાવી દેવી જોઈએ. ડીપફેક વીડિયો દ્વારા બ્લેકમેલિંગ અને છેતરપિંડીના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે તેથી આ ચર્ચા વધુ તીવ્ર બની છે.

ડીપફેક વીડિયોમાં ખાસ ટેક્નોલોજીની મદદથી વીડિયોમાં દેખાતા વ્યક્તિનો ચહેરો બીજાના ચહેરા સાથે બદલવામાં આવે છે. આ રીતે કોઈ સેલિબ્રિટી અથવા લોકપ્રિય ચહેરાને કંઈક એવું કરતા બતાવી શકાય છે જે તેણે ક્યારેય કર્યું નથી. ડીપફેક ટેક્નોલોજી તમને કોઈ હુમલો કે ચોરી કરતી વીડિયોમાં પણ બતાવી શકે છે. ડીપફેક્સના કારણે કોઈપણ ઘટનાના પુરાવા તરીકે ગણવામાં આવતા વીડિયોની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

December 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
after rashmika fake video social media rules become strict in deepfake photo and video
મનોરંજન

Rashmika mandanna deep fake video: રશ્મિકા જેવો ફેક વિડીયો કે ફોટો બનાવવો પડશે ભારે, સોશિયલ મીડિયા ના નિયમો બન્યા કડક, થશે આ સજા

by Zalak Parikh November 8, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rashmika mandanna deep fake video: સોશિયલ મીડિયા પર રશ્મિકા મંડન્નાના ડીપફેક વિડિયો એ ધૂમ મચાવી હતી. લોકો આ વિસીયો જોઈ ગુસ્સે થયા હતા. તેમજ બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને રશ્મિકા નું સમર્થન કરતા કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી. આ બધું જોતા માહિતી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં ડીપફેક અને તેના સર્જન અને પ્રસારને નિયંત્રિત કરતા કાનૂની નિયમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એક્ટ, 2000 ની કલમ 66D ને ટાંકીને, સરકારી સલાહકારે જણાવ્યું હતું કે, ‘જે કોઈ પણ ગેજેટ્સ અથવા કમ્પ્યુટર દ્વારા છેતરપિંડી કરે છે તેને એક અવધિ સુધી કારાવાસ ની સજા ફટકારવામાં આવશે જે વધી ને ત્રણ વર્ષ પણ થઇ શકે છે. 

 

શું કહે છે આઇટી એક્ટ 

ભારતમાં, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 નો ઉપયોગ આવા ડિજિટલ ગુનાઓ, સોશિયલ મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ અથવા નકલી સમાચારો સાથે વ્યવહાર કરવા માટે થાય છે. લોકોની ગોપનીયતાની સુરક્ષા માટે આમાં ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આઈટી એક્ટ હેઠળ પીડિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરીને, કોઈને બદનામ કરવા, તેની છબી ખરાબ કરવા અથવા નકલી વીડિયો બનાવવા માટે કોઈની વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

PM @narendramodi ji’s Govt is committed to ensuring Safety and Trust of all DigitalNagriks using Internet

Under the IT rules notified in April, 2023 – it is a legal obligation for platforms to

➡️ensure no misinformation is posted by any user AND

➡️ensure that when reported by… https://t.co/IlLlKEOjtd

— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) November 6, 2023


ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ખાતરી આપી હતી કે નરેન્દ્ર મોદી સરકાર ભારતીયોની સુરક્ષા અને વિશ્વાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. એપ્રિલ, 2023 માં સૂચિત આઇટી નિયમો હેઠળ, તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે કોઈપણ વપરાશકર્તા દ્વારા ખોટી માહિતી પોસ્ટ કરવામાં ન આવે. જો આવું ભૂલથી થયું હોય તો 36 કલાકની અંદર ખોટી માહિતી દૂર કરવી જોઈએ. પીડિત વ્યક્તિ IPCની જોગવાઈઓ હેઠળ પ્લેટફોર્મને કોર્ટમાં લઈ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Rashmika mandanna: રશ્મિકા મંદન્ના ના બોલ્ડ વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર સનસનાટી,જાણો શું છે વિડીયો ની હકીકત

November 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Can Not Bring Hammer To Kill Ant On Centre IT Rules Against Fake News Says Bombay High Court
દેશ

IT Rules Amendments: IT નિયમો મામલે બોમ્બે હાઈકોર્ટની કેન્દ્ર સરકારને ટકોર- કહ્યું- કીડીને મારવા હથોડાનો ઉપયોગ કરી શકાય નહીં… જાણો શું છે સમગ્ર મામલો..

by Dr. Mayur Parikh July 15, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
IT Rules Amendments: બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ફેક ન્યૂઝ (Fake news) સામે કેન્દ્ર સરકાર(Central govt)ના નવા આઈટી નિયમોમાં કરાયેલા સુધારાને કડક ગણાવ્યા છે. કોર્ટે કટાક્ષ કરતા કહ્યું હતું કે, કીડીને મારવા હથોડાનો ઉપયોગ કરી શકાય નહીં. જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે નિયમોમાં મોટા ફેરફારો થઈ શકે છે. એક દિવસ પહેલા સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આઈટીનો નવો નિયમ સરકારી હુકમનામું છે, તે બચાવની તક આપતું નથી.

સરકાર જવાબ આપવા બંધાયેલી- કોર્ટ

કોર્ટે કહ્યું કે તેને હજુ નિયમોમાં એમેન્ડમેન્ટ(IT Rules Amendments) પાછળની જરૂરિયાત સમજાતી નથી. સરકારની એક ઓથોરિટીને ખોટા અને ગેરમાર્ગે દોરતા સમાચારો અંગે નિર્ણય લેવાની સત્તા આપવાની બાબતને સમજવી મુશ્કેલ છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, લોકશાહી પ્રક્રિયામાં સરકાર અને નાગરિક બંને સમાન રીતે સહભાગી હોય છે. એટલે નાગરિક પાસે પ્રશ્ન પૂછવાનો અને જવાબો માંગવાનો અધિકાર છે. સરકાર જવાબ આપવા બંધાયેલી છે.

ફેક્ટ ચેકિંગ યુનિટને સંપૂર્ણ સત્તા

કોર્ટે કહ્યું કે સરકાર પણ લોકતાંત્રિક પ્રક્રિયામાં સહભાગી છે અને પ્રશ્નોથી મુક્ત નથી. કોર્ટે સુધારેલા નિયમો હેઠળ સૂચિત ફેક્ટ ચેક યુનિટ (FCU) વિશે પણ ચિંતા વ્યક્ત કરી, પૂછ્યું કે કેન્દ્રના FCUની સત્યતા કોણ તપાસશે. તેમને એ પણ વિચિત્ર લાગે છે કે શું બનાવટી, ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે તે નક્કી કરવા માટે સરકારે એક ઓથોરિટી ફેક્ટ ચેકિંગ યુનિટને સંપૂર્ણ સત્તા આપી છે.

આ સમાચાર પણ વાંચો:  Selfie Video :મોતની સેલ્ફી, કેદારનાથમાં હેલીપેડ પર સેલ્ફી લેવા ગયો યુવક, સુરક્ષાકર્મીઓએ આ રીતે સબક શિખવાડ્યો, જુઓ વીડિયો

અરજદારોએ નિયમોને મનસ્વી ગણાવ્યા

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા(Social media) પર તેના વિરુદ્ધ વાયરલ થઈ રહેલા નકલી કન્ટેન્ટને રોકવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં IT નિયમોમાં (IT Rules Amendments) ફેરફાર કર્યા છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા, એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા અને એસોસિએશન ઑફ ઈન્ડિયન મેગેઝિને તેની વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરી છે.

અરજીકર્તાઓએ સરકારના નિયમોને મનસ્વી અને ગેરબંધારણીય ગણાવ્યા છે. એવો પણ દાવો કર્યો છે કે આ ફેરફારોથી નાગરિકોના મૂળભૂત અધિકારો પર પ્રતિકૂળ અસર પડશે. એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેગેઝીન્સ તરફથી હાજર રહેલા એડવોકેટ ગૌતમ ભાટિયાએ દલીલ કરી હતી કે ફેક ન્યૂઝને રોકવા માટે સોશિયલ મીડિયા પર ઓછા પ્રતિબંધિત વિકલ્પો ઉપલબ્ધ છે.

July 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

BBC Documentary : ગુજરાત રમખાણો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીથી બબાલ, સરકારે બ્લોક કરવાના આપ્યા આદેશ

by Akash Rajbhar July 3, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

સરકારે ગુજરાત(Gujarat) રમખાણો પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટરી શેર કરતા યુટ્યુબ વીડિયો અને ટ્વીટ્સને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ડોક્યુમેન્ટરીનું પ્રસારણ પણ ઘણા દેશોમાં થયું છે.

ગુજરાત રમખાણો પર BBC ની ડોક્યુમેન્ટ્રી સામે સરકારે વાંધો ઉઠાવ્યો છે. જે બાદ આ ડોક્યુમેન્ટરી શેર કરતા યુટ્યુબ(Youtube) વીડિયો બ્લોક કરી દેવામાં આવ્યા છે. આ સિવાય 50થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાની સૂચના પણ આપવામાં આવી છે. 

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ IT નિયમો(IT Rules), 2021 હેઠળ કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને બીબીસીની ડોક્યુમેન્ટરીને લગતી ડોક્યુમેન્ટરી શેર કરતી યુટ્યુબ વીડિયો અને 50 થી વધુ ટ્વીટ્સને બ્લોક કરવાનો આદેશ પણ આપ્યો છે. જે બાદ યુટ્યુબ અને ટ્ટીટરએ સૂચનાઓ હેઠળ વીડિયો અને ટ્વીટ્સને બ્લોક કરી દીધા છે.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Political Crisis: એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત પર મહારાષ્ટ્રની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી? રાજકીય નાટકની અંદરની વાર્તા

બીબીસી ડોક્યુમેન્ટ્રી પર સરકારે નારાજગી વ્યક્ત કરી

બીબીસીની આ ડોક્યુમેન્ટ્રી પર સરકારે નારાજગી વ્યક્ત કરી છે. આ ડોક્યુમેન્ટરી ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી, પરંતુ કેટલીક યુટ્યુબ ચેનલોએ ભારત વિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવા માટે તેને અપલોડ કરી હતી. આ વિવાદાસ્પદ બીબીસી દસ્તાવેજી શ્રેણીની નિંદા કરતા, ભારત સરકારે તેને પ્લેટફોર્મ પરથી હટાવી દીધી. આ જ સૂત્રો કહે છે કે યુટ્યુબને હવે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો તેમના પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરવામાં આવશે તો તેને બ્લોક કરી દેવામાં આવશે. તેમજ ટ્વિટરને ડોક્યુમેન્ટરી શેર કરતી ટ્વિટને ઓળખવા અને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.

બીબીસીની આ ડોક્યુમેન્ટ્રીમાં શું છે?

બીબીસી ડોક્યુમેન્ટરીનો પહેલો ભાગ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો પર આધારિત છે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીની રાજકીય સફરની વાત કરવામાં આવી છે. આ સિવાય આરએસએસ, બીજેપીમાં(BJP) તેમના વધતા કદ વિશે પણ વાત કરવામાં આવી છે. બીબીસીએ આ ડોક્યુમેન્ટરી ભારત સિવાય ઘણા દેશોમાં પ્રસારિત કરી છે.

આ સમાચાર પણ વાંચો: Cyber Security Violations: આ બેંકે સાયબર સુરક્ષાના નિયમોની અવગણના કરી, RBIએ લગાવ્યો મોટો દંડ

July 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ફેક ન્યૂઝ ફેલાવનાર પર મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, ચાર પાકિસ્તાની સહિત આટલા યૂટ્યૂબ ચેનલ બ્લોક; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 5, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ભારત સરકારે મોટી કાર્યવાહી કરતા 22 યુટ્યુબ ચેનલો બ્લોક કરી છે.

આઈટી નિયમો, 2021 હેઠળ, 18 ભારતીય યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પ્રથમ વખત બ્લોક કરવામાં આવી છે.

સાથે જ પાકિસ્તાનમાં હાજર ચાર યુટ્યુબ ન્યૂઝ ચેનલોને પણ બ્લોક કરી દેવામાં આવી છે.

આ સિવાય 3 ટ્વિટર, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને પણ બ્લોક કરી દેવામાં આવી છે. 

આ કાર્યવાહી અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે આ યુટ્યુબ ન્યૂઝ ચેનલો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલ ભ્રામક માહિતી ફેલાવી રહી હતી.

આ પહેલાં જાન્યુઆરીમાં મોદી સરકારે 35 યૂટ્યૂબ ચેનલ્સને બ્લોક કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  દેશના ગૃહ પ્રધાનનો હુંકાર!! કાશ્મીરના મુદ્દા સિવાય હું ગુસ્સે થતો નથી… જાણો વિગતે

April 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

આખરે ટ્વીટરે નમતું જોખ્યું… લીધું આ પગલું…

by Dr. Mayur Parikh June 16, 2021
written by Dr. Mayur Parikh

ભારત સરકારે નવા આઈટી નિયમોને લઈને આક્રમક વલણ અપનાવતા આખરે માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરને નમતું જોખવું પડ્યું છે 

ટ્વિટરે વચગાળાના મુખ્ય પાલન અધિકારીની નિમણૂક કરી છે. સાથે કંપનીએ કહ્યું કે, જલદી સૂચના ટેક્નોલોજી મંત્રાલયની સાથે વિગત શેર કરવામાં આવશે. 

ટ્વીટરના પ્રવક્તાએ કહ્યું કે, માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ નવી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યું છે અને તે IT મંત્રાલયને સમગ્ર પ્રોસેસની જાણકારી પણ આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ટ્વિટર અને કેન્દ્ર વચ્ચે ઘણા મુદ્દાને લઈને ટકરાવ જોવા મળ્યો છે. 

આ મહિનાની શરૂઆતમાં સૂચના ટેક્નોલોજી મંત્રાલયે ટ્વિટરને, એક અંતિમ નોટિસ જારી કરતા નવા આઈટી નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું. 

મુંબઈ મહાનગરપાલિકાની સફળ કામગીરી, શહેરમાં કોરોનાના નવા કેસ સામે રિકવરીમાં વધારો કાયમ ;આ જાણો આજના નવા આંકડા

June 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

 હવે ગુગલ ને સરકાર સાથે વાંકુ પડ્યું. આ મામલે કેન્દ્ર સરકાર ની વિરુદ્ઘ માં કોર્ટ ના દરવાજા ખખડાવ્યા.  

by Dr. Mayur Parikh June 2, 2021
written by Dr. Mayur Parikh

કેન્દ્ર સરકારના નવા IT નિયમોને લઈને ગૂગલે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. 

ગૂગલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્રના નવા IT એક્ટ 2021માં રાહત આપવાની માંગ કરી છે. 

જોકે સોશિયલ મીડિયા કંપનીઓ થોડા દિવસ વિરૂદ્ધમાં રહ્યા બાદ હવે નવા નિયમો સ્વીકારી લીધા છે ત્યારે ગુગલે હાઇકોર્ટ સમક્ષ એવો દાવો કર્યો છે કે કંપનીનો કેસ જુદો છે અને તેને નિયમો લાગુ ન થઇ શકે.

આ મામલે હાઇકોર્ટે સરકારને નોટીસ ફટકારી છે અને વધુ સુનાવણી ર7 જુલાઇએ રાખી છે. 

ઉલ્લેખનીય છે કે આ કેસ સિંગલ જજ વાળી બેંચના એક ઓર્ડર સાથે સંકળાયેલો છે. બેંચે મહિલા અરજકર્તાની અપીલ પર ગૂગલને કહ્યું હતું કે, તે આપત્તિજનક કન્ટેન્ટ હટાવે. 

June 2, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક