• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - italy
Tag:

italy

Botulism Can Broccoli Be Deadly? A Country Recalls All Stock After a 52-Year-Old's Death
સ્વાસ્થ્ય

Botulism: શું બ્રોકોલી પણ બની શકે છે જીવલેણ ? 52 વર્ષીય વ્યક્તિના મૃત્યુ બાદ આ દેશે આખો જથ્થો પાછો મંગાવ્યો

by Zalak Parikh August 13, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Botulism: સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાતી બ્રોકોલી એક વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ છે. દક્ષિણ ઇટાલીમાં એક 52 વર્ષીય સંગીતકાર લુઈગી ડિ સાર્નોનું બ્રોકોલી અને ચીઝ સેન્ડવીચ ખાધા બાદ મૃત્યુ થયું છે, જ્યારે તેમના પરિવારના સભ્યો સહિત અન્ય નવ લોકો ગંભીર રીતે બીમાર પડ્યા બાદ દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પરિવાર રજાઓ ગાળીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેઓ એક સ્ટ્રીટ ફૂડ વૅન પર રોકાયા હતા. આ ગંભીર ઘટના બાદ સમગ્ર ઇટાલીમાં બ્રોકોલીનો આખો જથ્થો તાત્કાલિક પાછો ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મૃત્યુનું કારણ બૉટુલિઝમ હોવાનું અનુમાન

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અને આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, લુઈગીએ જે સેન્ડવીચ ખાધી હતી, તેમાં વપરાયેલી બ્રોકોલી દૂષિત હતી. ડૉક્ટરોએ તેમના મૃત્યુનું કારણ બૉટુલિઝમ હોવાનું માન્યું છે, જે એક દુર્લભ પરંતુ અત્યંત જીવલેણ બીમારી છે. આ બીમારી ક્લોસ્ટ્રિડિયમ બૉટુલિનમ નામના બૅક્ટેરિયાના કારણે થાય છે. આ બૅક્ટેરિયા નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે, જેનાથી સ્નાયુઓમાં લકવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. ગંભીર પરિસ્થિતિમાં તેનાથી મૃત્યુનું જોખમ પણ રહે છે.

બૉટુલિઝમ કેવી રીતે થાય છે?

આરોગ્ય નિષ્ણાતોના મતે, બૉટુલિઝમ ત્રણ મુખ્ય સ્વરૂપોમાં જોવા મળે છે:

  • ખાદ્યજન્ય બૉટુલિઝમ: આ સૌથી સામાન્ય પ્રકાર છે. તે દૂષિત ડબ્બાબંધ ખોરાક અથવા અન્ય ખાદ્યપદાર્થોના સેવનથી થાય છે જેમાં ક્લોસ્ટ્રિડિયમ બૉટુલિનમ બૅક્ટેરિયા હોય છે.
  • ઝખમજન્ય બૉટુલિઝમ: જો આ બૅક્ટેરિયા કોઈ ઘા દ્વારા શરીરમાં પ્રવેશી જાય, તો તે ગંભીર સંક્રમણ પેદા કરી શકે છે.
  • શિશુ બૉટુલિઝમ: આ પ્રકાર શિશુઓની આંતરડામાં બૅક્ટેરિયા વધવા લાગે ત્યારે થાય છે. સામાન્ય રીતે 2 થી 8 મહિનાના શિશુઓમાં આ જોવા મળે છે.

લક્ષણો અને બચાવના ઉપાયો

સંક્રમિત ખોરાકથી થતા બૉટુલિઝમના લક્ષણો મધ્યમથી લઈને ગંભીર હોઈ શકે છે. તેના સામાન્ય લક્ષણોમાં ગળવામાં કે બોલવામાં મુશ્કેલી, ચહેરા પર લકવો, અસ્પષ્ટ દ્રષ્ટિ, શ્વાસ લેવામાં તકલીફ અને પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે ઉબકા-ઉલટી અને પેટમાં ખેંચાણનો સમાવેશ થાય છે. શિશુઓમાં આ સંક્રમણથી કબજિયાત, સ્નાયુઓની નબળાઈ, ચીડિયાપણું અને લકવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Warts: શરીર પર થતા મસ્સાઓ ની ના કરશો અવગણના, જાણો કેમ થાય છે અને શું છે તેનો ઉપચાર

આ સંક્રમણથી બચવા માટે, આરોગ્ય નિષ્ણાતો કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપે છે:

  • ખોરાક: ભોજનને સુરક્ષિત રીતે તૈયાર કરો અને તેને સારી રીતે પકવીને જ ખાઓ. જો કોઈ ડબ્બાબંધ ખોરાકનો ડબ્બો ફૂલેલો હોય અથવા તેમાંથી દુર્ગંધ આવતી હોય, તો તેનું સેવન ન કરો.
  • ઘા: ઘા દ્વારા ફેલાતા સંક્રમણથી બચવા માટે ઘાને હંમેશા સ્વચ્છ રાખો.
  • શિશુઓ: શિશુઓને બૉટુલિઝમથી બચાવવા માટે, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મધ આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં આ બૅક્ટેરિયા હોઈ શકે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

August 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mount Etna eruption Italy's Mount Etna Volcano Erupts With Ash And Lava, Sends Tourists Running For Safety
આંતરરાષ્ટ્રીય

Mount Etna eruption : ઇટાલીના સિસિલીમાં માઉન્ટ એટના ફાટ્યો, પ્રવાસીઓએ જીવ બચાવવા મૂકી દોટ; જુઓ વિડિયો

by kalpana Verat June 2, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Mount Etna eruption : ઇટાલીમાં યુરોપનો સૌથી સક્રિય અને ખતરનાક જ્વાળામુખી માઉન્ટ એટના હિંસક રીતે ફાટી નીકળ્યો છે. જ્વાળામુખી ફાટવાના કારણે  ધુમાડો અને ગરમ લાવા માઈલ દૂર સુધી ફેલાઈ ગયા  આ પ્રચંડ વિસ્ફોટ પછી, પ્રવાસીઓને પોતાનો જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગવું પડ્યું.  ઘણા પ્રવાસીઓએ તેના વીડિયો અને ફોટા પણ બનાવ્યા છે.

Whoahh!pic.twitter.com/wn8I8MWC3R

— Volcaholic 🌋 (@volcaholic1) June 2, 2025

Mount Etna eruption : પ્રચંડ વિસ્ફોટથી ધરતી ધ્રુજી ઉઠી

માઉન્ટ એટના જ્વાળામુખીનો વિસ્ફોટ એટલો ભયંકર હતો કે પૃથ્વી ધ્રુજી ગઈ. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્વાળામુખીના દક્ષિણપૂર્વીય ખાડાનો એક ભાગ કદાચ તૂટી પડ્યો હતો, જેના કારણે આ શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ સાથે, તીવ્ર ધ્રુજારી અને સતત વિસ્ફોટોથી ભયનું વાતાવરણ સર્જાયું.

આ સમાચાર પણ વાંચો: Colorado Terror Attack:અમેરિકાના કોલોરાડોમાં ‘ટાર્ગેટેડ આતંકવાદી હુમલો’, યુવકે ભીડ પર ફેંક્યો ફ્લેમથ્રોવર; આટલા લોકો ઘાયલ; જુઓ વિડીયો

Mount Etna eruption : જોરદાર વિસ્ફોટ સાથે ફુવારાની જેમ લાવા ફાટી નીકળ્યો

જ્વાળામુખી ફાટ્યા પછી, તેમાંથી નીકળતો લાવા ફુવારાની જેમ ફૂટ્યો. તેના ગરમ ખડકો અને ઝેરી વાયુઓ સમગ્ર વિસ્તારમાં દૂર દૂર સુધી ફેલાયેલા છે. આ કારણે, નજીકના કેટાનિયા એરપોર્ટ પર ફ્લાઇટ્સ મુલતવી રાખવામાં આવી હતી. જ્વાળામુખી ફાટતા પહેલા તીવ્ર આંચકા અનુભવાયા હતા. 

Mount Etna eruption : “કોડ રેડ” થી “ઓરેન્જ” ચેતવણી સુધી

વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર ટુલૂઝ (VAAC) એ પહેલા વિસ્ફોટ માટે “કોડ રેડ” જારી કર્યો હતો, જેને થોડા કલાકો પછી “ઓરેન્જ એલર્ટ”માં બદલી નાખવામાં આવ્યો હતો. સંગઠને જણાવ્યું હતું કે રાખના વાદળો મુખ્યત્વે પાણી અને સલ્ફર ડાયોક્સાઇડથી બનેલા છે, જે દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ વહે છે. આનાથી વસ્તી તરફ વરસાદ પડવાનો ભય ઉભો થઈ શકે છે. ગરમ લાવા, રાખ અને સલ્ફર ડાયોક્સાઇડ સાથે ઉકળતા પાણીનો વરસાદ પણ થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarat's name became a star in the Special Olympics World Winter Games held in Italy
ગાંધીનગર

Special Olympics World: ઇટલીમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં થયું ગુજરાતનું નામ રોશન,આ બે જિલ્લા ની ખેલાડીઓ બની વિજેતા

by Zalak Parikh April 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai\

Special Olympics World: ઇટલીના તુરીનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ગુજરાતની બે મનોદિવ્યાંગ ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. મહેસાણાના આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે તુરીનમાં ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કર્યું છે. ફ્લોરબૉલ એ હોકી જેવી એક ઇન્ડોર ગેમ છે, જે હળવા પ્લાસ્ટિક બૉલ અને વિશિષ્ટ કાર્બન ફાઈબર સ્ટિક સાથે રમવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 8થી 15 માર્ચ 2025 દરમિયાન તુરીન, ઇટલી ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી ભારતના 30 એથ્લિટ્સે જુદી-જુદી રમતમાં ભાગ લીધો હતો, જે પૈકી આશાબેન ઠાકોર અને પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

 

ખેલમહાકુંભનું આયોજન

આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેશિયલ ઓલિમ્પિક્સના સંદર્ભમાં ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત-ગુજરાત’ એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા માન્યતા પ્રાપ્ત નોડલ સંસ્થા છે. વર્ષ 2010થી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા દિવ્યાંગ કેટેગરી માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરે છે. તેમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે ક્વોલિફાઇડ થાય છે અને વિવિધ દેશોમાં દર 2 વર્ષે યોજાતી વર્લ્ડ ગેમ્સ માટે તેમની પસંદગી કરવામાં આવે છે. આશાબેન અને પીન્કલબેનના આંતરરાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બનવા પાછળ પણ ખેલ મહાકુંભે મહત્વની ભૂમિકા ભજવી છે. આ બંને ખેલાડીઓ 2010થી ગુજરાત સરકાર દ્વારા યોજાતા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લે છે અને વિજેતા બને છે. 

આ સમાચાર પણ વાંચો: Nyay Abhyudaya – The Techno Legal Fest 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “ન્યાય અભ્યુદય – ધ ટેક્નો લિગલ ફેસ્ટ ૨૦૨૫”નો NFSU ખાતે પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી ખેલ મહાકુંભની શરૂઆત

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ 2010માં યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનું નિર્માણ થાય તે ઉદ્દેશથી ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ખેલ મહાકુંભમાં ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં રમતના વિકાસનો આધારસ્તંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ 2010માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે 16.50 લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે વર્ષ 2024-25માં ખેલ મહાકુંભ 3.0માં વધીને રેકોર્ડ બ્રેક 71,30,834 સુધી પહોચ્યું છે.

રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે લૉન્ચ કરાઈ સ્પોર્ટ્સ પોલિસી 2022-2027

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી હતી જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. નવી પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના સાકાર કરવાની વધુ તકો મળશે. ગુજરાતમાં આજે છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે.

ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ 141 ગણું વધીને ₹352 કરોડથી વધુનું થયું

ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાંકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે આજે 141 ગણું વધીને ₹352 કરોડથી વધુનું થયું છે.

 

April 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
war 2 hrithik roshan and kiara advani romantic scene leak
મનોરંજન

War 2: વોર 2 માંથી રિતિક રોશન અને કિયારા અડવાણી નો મહત્વ નો સીન થયો લીક, બંને ને એક ફ્રેમ આમ જોઈ ચાહકો થયા ખુશ

by Zalak Parikh September 25, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

War 2: વોર 2 એ વોર ની સિક્વલ છે. વોર 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન, કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. આ ફિલ્મ નું શૂટિંગ હાલ ઇટલી માં ચાલી રહ્યું છે. વોર 2 માંથી રિતિક રોશન અને કિયારા અડવાણી નો એક મહત્વ નો સીન લીક થઇ ગયો છે બંને સ્ટાર હાલ ઇટલી માં શૂટિંગ કરી રહ્યા છે

આ સમાચાર પણ વાંચો : Anupama upcoming twist: ટ્વીસ્ટ સાથે અનુપમા માં આવશે 10-15 વર્ષ નો લિપ, શું સુધાંશુ અને મદલસા ની સાથે સાથે આ કલાકારો પણ કહેશે શો ને અલવિદા?

વોર 2 નો રોમેન્ટિક સીન થયો લીક 

સોશિયલ મીડિયા પર બે વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રિતિક રોશન અને કિયારા અડવાણી એક રોમેન્ટિક ગીતનું શૂટિંગ કરી રહ્યા છે. આ દરિમયાન રિતિક સફેદ ટીશર્ટ, બ્લુ શર્ટ અને બ્લુ ટ્રાઉઝર માં જોવા મળી રહ્યો છે જયારે કે કિયારા પિન્ક કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. આ વિડીયો ને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફિલ્મ વોર 2 ના શૂટિંગ નો છે. આ વિડીયો પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Hrithik Roshan & Kiara Advani Spotted Together 😍

They Look Beautiful Together ❤️

Shooting in Italy for #WAR2.#HrithikRoshan #KiaraAdvani #yrf pic.twitter.com/k8r9w0Otyn

— Cool Fan Club of H.RO (@CoolFanClubofHR) September 24, 2024


વોર 2 એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ છે. આ ફિલ્મ ને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hrithik roshan war 2 shoot video in italy goes viral
મનોરંજન

War 2: રિતિક રોશન નો નવો લુક જોઈ ચાહકો થયા દીવાના, ઇટલી માં ચાલી રહેલા વોર 2 ના શૂટિંગ નો વિડીયો થયો લીક

by Zalak Parikh September 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

War 2: વોર 2 એ વર્ષ 2019 માં  આવેલી ફિલ્મ વોર ની સિક્વલ છે. આ ફિલ્મ માં રિતિક રોશન ની સાથે જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી જોવા મળશે. લોકો આ ફિલ્મ ને લઈને ખુબજ ઉત્સાહિત છે.રિતિક રોશન હાલ વોર 2 નું શૂટિંગ કરી રહ્યો છે. આ શૂટિંગ ઇટાલી માં ચાલી રહ્યું છે.હવે આ ફિલ્મ ના શૂટિંગ નો વિડીયો સોશિયલ મીડિયા પર લીક થયો છે.  

આ સમાચાર પણ વાંચો : Abhishek bachchan: ઐશ્વર્યા બાદ શું અભિષેક પણ તેના માતા પિતા થી અલગ જશે રહેવા? અભિનેતા એ મુંબઈ ના આ વિસ્તાર માં ખરીદ્યુ આલીશાન એપાર્ટમેન્ટ

વોર 2 ના શૂટિંગ નો વિડીયો થયો લીક 

સોશિયલ મીડિયા પર રિતિક રોશન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે  જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો ‘ઈટલી’માં ચાલી રહેલા વોર 2 ના ફિલ્મના શૂટિંગનો છે.વિડીયો માં રિતિક રોશન સફેદ ટી-શર્ટ, વાદળી શર્ટ અને સફેદ ટ્રાઉઝર સાથે ચશ્મા પહેરેલો જોવા મળી રહ્યો છે, આ લુક જોઈને ચાહકો કહે છે કે તે ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ વાઈબ આપી રહ્યો છે.

#HrithikRoshan shooting for #war2#JRNTR #KiaraAdvani pic.twitter.com/6f45F50522

— Girish✨ (@Girish__35) September 19, 2024


રિતિક રોશન નો આ લુક જોઈ ચાહકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વોર 2 માં રિતિક કબીર સિંહ ના પાત્ર માં જોવા મળશે જયારે કે જુનિયર એનટીઆર વિલન ની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
war 2 update hrithik roshan and kiara advani to shoot for romantic song in italy
મનોરંજન

War 2 update: વોર 2 ને લઈને આવ્યું મોટું અપડેટ, આ જગ્યા એ ફિલ્માવવામાં આવશે રિતિક અને કિયારા વચ્ચે રોમેન્ટિક ટ્રેક!

by Zalak Parikh September 11, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

War 2 update: વોર 2 એ વોર ની સિક્વલ છે. વોર માં રિતિક રોશન ની સાથે ટાઇગર શ્રોફ હતો હવે વોર 2 માં રિતિક રોશન ની સાથે જુનિયર એનટીઆર અને કિયારા અડવાણી જોવા મળશે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં રિતિક રોશન અને કિયારા અડવાણી વચ્ચે રોમેન્ટિક ટ્રેક ફિલ્માવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો: Jigra: જિગરા માં આલિયા ભટ્ટે પેહર્યો રણબીર કપૂર નો શર્ટ! એક સોશિયલ મીડિયા યુઝરે તસવીર શેર કરી કર્યું સાબિત

વોર 2 માં હશે રિતિક અને કિયારા નો રોમેન્ટિક ડાન્સ 

મીડિયા રિપોર્ટ મુજબ વોર 2 ને હિટ બનાવવા માટે મેકર્સ ઈટાલીમાં એક રોમેન્ટિક ગીત શૂટ કરવા જઈ રહ્યા છે. ઈટાલીનો આ કાર્યક્રમ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને લગભગ 15 દિવસ સુધી ચાલશે. આ ફિલ્મ સાથે જોડાયેલ એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે,  “જ્યારે તમે બોલિવૂડના બે શ્રેષ્ઠ દેખાતા કલાકારોને પહેલીવાર સાથે લાવો છો, ત્યારે તમારે દર્શકો માટે કંઈક ખાસ કરવું પડશે. ‘વોર 2’ના મેકર્સ પણ કંઈક નવું અને મજેદાર કરવા માટે એક મોટું પગલું ભરી રહ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


પોતાની વાત આગળ વધારતા સૂત્ર એ જણાવ્યું કે, “તેમણે  રિતિક અને કિયારાની જોડીને સુપરહિટ બનાવવા માટે ઈટાલીમાં રોમેન્ટિક ગીત શૂટ કરવાનું નક્કી કર્યું છે. જ્યાં ખીણો અને પહાડીઓમાં લગભગ 6 દિવસ સુધી આ શૂટિંગ ચાલુ રહેશે. ઇટાલીમાં રોમાંસ ફેલાવ્યા પછી, રિતિક અને કિયારા ભારત પાછા ફરતા પહેલા કેટલીક એક્શન અને ડ્રામા સિક્વન્સ પણ શૂટ કરશે. વોર 2 ની કિયારા અને રિતિકની એક પણ તસવીર મીડિયામાં આવી નથી. તેથી જ YRF ઉત્પાદન કંઈપણ લીક ન થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

September 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Italy Gandhi Statue Mahatma Gandhi's statue in Italy vandalised by pro-Khalistan groups ahead of PM Modi's visit
આંતરરાષ્ટ્રીયMain PostTop Postદેશ

Italy Gandhi Statue: વધુ એક દેશમાં ખાલિસ્તાનીઓની નાપાક હરકત; મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી; જુઓ વિડિયો ..

by kalpana Verat June 12, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Italy Gandhi Statue:કેનેડા, અમેરિકા અને બ્રિટન બાદ હવે ઈટાલીમાં પણ ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ નાપાક પ્રવૃતિઓ શરૂ કરી દીધી છે. ખાલિસ્તાનીઓએ ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન (Italy Gandhi Statue Vandalize) પહોંચાડ્યું છે. પ્રતિમાને નુકસાન પહોંચાડવાની સાથે ખાલિસ્તાન સમર્થકોએ કેટલાક મેસેજ પણ લખ્યા હતા. માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરનો પણ ઉલ્લેખ છે. આ ઘટના G7 બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇટાલી મુલાકાતના થોડા દિવસ પહેલા બની છે. 

Italy Gandhi Statue:  13 થી 15 જૂન દરમિયાન યોજાવાની છે જી-7 સમિટ  

મહત્વનું છે કે 13 થી 15 જૂન દરમિયાન ઈટાલીમાં જી-7 સમિટ યોજાવાની છે. આવી સ્થિતિમાં આ કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન મહાત્મા ગાંધીની આ પ્રતિમાનું ઉદ્ઘાટન થવાનું હતું. આવી સ્થિતિમાં ખાલિસ્તાનીઓની આ હરકતને ખૂબ જ શરમજનક માનવામાં આવી રહી છે.

Italy Gandhi Statue:વિદેશ મંત્રાલયે ઇટાલી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો

ભારતીય વિદેશ મંત્રાલયે પણ મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ કહ્યું છે કે અમે તેનો રિપોર્ટ જોયો છે અને અમે આ મુદ્દો ઈટાલિયન અધિકારીઓ સાથે પણ ઉઠાવ્યો છે. હાલમાં ગાંધીજીની પ્રતિમાનું સમારકામ કરવામાં આવ્યું છે. જો કે, આ બાબતે ઇટાલિયન સત્તાવાળાઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર   પણ વાંચો :  Kuwait fire: કુવૈતના મંગાફમાં બિલ્ડીંગમાં લાગેલી આગમાં 41ના મોત ,મૃતકોમાં આટલા ભારતીયો સામેલ

Italy Gandhi Statue:ઈટાલિયન પ્રશાસને જવાબદારો સામે કાર્યવાહી શરૂ કરી છે.

જોકે, ઈટાલિયન પ્રશાસને આ ઘટના માટે જવાબદાર ગુનેગારોને ઓળખવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તે જ સમયે, જી-7 સમિટ પહેલા ઇટાલીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનાને પોલીસ પણ ગંભીરતાથી લઈ રહી છે.

 

June 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
anant ambani and radhika merchant pre wedding bash shuts down italy portofino locals angry
મનોરંજન

Anant ambani and radhika merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના બીજા પ્રિ વેડિંગ ક્રુઝ બેશ પર ગુસ્સે ભરાયા ઇટાલી ના સ્થાનિક લોકો, જાણો શું હતું કારણ

by Zalak Parikh June 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Anant ambani and radhika merchant: અંનત અને રાધિકા ના બીજા પ્રિ વેડિંગ સેરેમની ઇટાલી માં સેલિબ્રેટ કરવામાં આવી હતી. આ સેરેમની ની શરૂઆત ઇટાલી ના શાનદાર ક્રુઝ પર શરૂ થઇ હતી. આ પાર્ટી માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. પરંતુ હવે ઇટાલી ના સ્થાનિક લોકો માં અનંત અને રાધિકા ની આ પ્રિ વેડિંગ ને લઈને આક્રોશ ફેલાયો છે. 

આ સમાચાર પણ વાંચો: Gulmarg Temple Fire: બળીને ખાખ થઈ ગયું ગુલમર્ગનું આ ઐતિહાસિક શિવ મંદિર અહીં જ ફિલ્માવવામાં આવ્યું હતું ‘જય જય શિવ શંકર’ ગીત;જુઓ વિડીયો..

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ને લઈને ગુસ્સે થયા ઇટાલી ના સ્થાનકવાસી 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના તાજેતરના પ્રી-વેડિંગ સમારોહમાં અંબાણી પરિવારે આખી પોર્ટોફિનો ખાડી ભાડે લીધી હતી, જેના કારણે બધા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જેને કારણે ત્યાં ના સ્થાનિક લોકો અને પર્યટકો ને ત્યાં પ્રવેશ નહોતો મળ્યો. આ પહેલીવાર છે જ્યારે પોર્ટોફિનો ખાડી સામાન્ય લોકો માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હોય અને ફક્ત અંબાણી પરિવાર અને તેના મહેમાનો દ્વારા જ ઍક્સેસ કરવામાં આવી રહી હોય.

 

View this post on Instagram

 

A post shared by yourpoookieboo(YPB) (@yourpoookieboo)


એક યુઝરે સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર વિરુદ્ધ લખ્યું, “ભારતીય અબજોપતિ દ્વારા તેના પુત્ર માટે આયોજિત ખાનગી કાર્યક્રમને કારણે હું આ સપ્તાહના અંતે પોર્ટોફિનોના મુખ્ય આકર્ષણો જોઈ શક્યો નથી. ભૂતકાળમાં અબજોપતિઓ દ્વારા હોસ્ટ કરવામાં આવેલી ઘણી ઇવેન્ટ્સ થઈ છે, પરંતુ કોઈ ક્યારેય બંધ થઈ નથી,” આ રીતે ત્યાંના સ્થાનિક લોકો નો ગુસ્સો અંબાણી પરિવાર પર ફાટી નીકળ્યો હતો. 

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
janhvi kapoor shared picture with rumoured boyfriend shikhar pahariya
મનોરંજન

Janhvi kapoor: કથિત બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી જોવા મળી જ્હાન્વી કપૂર, શું અભિનેત્રી એ કન્ફ્રર્મ કર્યા તેના સંબંધ?

by Zalak Parikh June 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ને ડરશો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત જ્હાન્વી તેની લવલાઈફ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.જ્હાન્વી કપૂર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન નો ભાગ બની હતી. તેની સાથે કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા પણ હાજર હતો. જ્હાન્વી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અને શિખર પહાડીયા ના કેટલાક ફોટા શેર કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Heeramandi season 2: અલગ અંદાજ માં થઇ સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’ સીઝન 2 ની જાહેરાત, વેબ સિરીઝ ની વાર્તા પરથી પણ ઉઠ્યો પડદો, જુઓ વિડીયો

જ્હાન્વી કપૂરે શેર કર્યા શિખર પહાડીયા સાથે ના ફોટોગ્રાફ્સ 

જ્હાન્વી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે તેના કથિત બોયફ્રેન્ડ શિખર સાથે જોવા મળી રહી છે. આ ઉપરાંત જ્હાન્વી એ પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો પણ શેર કરી છે. શેર કરેલી તસવીરોમાં જ્હાન્વી કપૂર યુરોપ ની ગલીઓ માં તેના બોયફ્રેન્ડ શિખર પહારિયા સાથે મસ્તી કરતી જોવા મળે છે.આ દરમિયાન શિખર અને જ્હાન્વી એકબીજા નો હાથ પકડીને ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)


જ્હાન્વી એ શેર કરેલી તસવીરો જોઈ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આ રીતે જ્હાન્વી એ તેના અને શિખર ના સંબંધ ને કન્ફર્મ કર્યા છે.તમને જણાવી દઈએ કે,અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ ફંક્શન ક્રુઝ પર શરૂ થયું હતું અને ઇટાલીથી શરૂ થયું હતું અને ફ્રાન્સના કેન્સ શહેરમાં સમાપ્ત થયું હતું. આ દરમિયાન જ્હાન્વી અને શિખરે ઘણો સમય સાથે વિતાવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prime Minister extended greetings on Italy's Liberation Day
આંતરરાષ્ટ્રીયદેશ

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ ઇટાલીના મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

by Hiral Meria April 26, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની ( Giorgia Meloni ) સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.  

પ્રધાનમંત્રીએ મુક્તિ દિવસની ( Italy Liberation Day ) 79મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મેલોની અને ઇટાલીના ( Italy  ) લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી.

જૂન 2024માં ઇટાલીના પુગ્લિયામાં યોજાનાર G7 સમિટ ( G7 Summit ) આઉટરીચ સેશનમાં આમંત્રણ આપવા બદલ તેમણે પીએમ મેલોનીનો આભાર માન્યો હતો. નેતાઓએ ઇટાલીની અધ્યક્ષતામાં G7 સમિટમાં ભારતની G20 અધ્યક્ષતાના મહત્વપૂર્ણ પરિણામોને આગળ લઈ જવાની, ખાસ કરીને ગ્લોબલ સાઉથને સમર્થન આપવાની વાત પર ચર્ચા કરી.

આ સમાચાર પણ વાંચો :  Bade miya chote miya: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘બડે મિયાં છોટે મિયાં’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય અને ટાઇગર ની ફિલ્મ

તેમણે ( Prime Minister Narendra Modi ) દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

April 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક