• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - jain festival
Tag:

jain festival

Jain Festival રવિવારે મુંબઈમાં એક લાખ જૈનોની ઐતિહાસિક રથયાત્રા ૨૦૦ જૈન સંઘો
ધર્મ

Jain Festival: રવિવારે મુંબઈમાં એક લાખ જૈનોની ઐતિહાસિક રથયાત્રા: ૨૦૦ જૈન સંઘો વિશ્વ શાંતિનો સંદેશ આપશે

by Dr. Mayur Parikh September 12, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Jain Festival મુંબઈ, ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૫: વિશ્વ શાંતિના સંદેશ અને જૈન સમાજની એકતાનાં પ્રતિકરૂપે આગામી ૧૪ મી સપ્ટેમ્બર અને રવિવારે દક્ષિણ મુંબઇમાં ૨૦૦ થી વધુ જૈન સંઘોની એક ઐતિહાસિક રથયાત્રા યોજાશે. જેનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર સરકારનાં કેબિનેટ મંત્રી અને જૈન અગ્રણી મંગલ પ્રભાત લોઢાના હસ્તે થશે.  સીપી ટેન્કથી સવારે ૯ વાગ્યે શરૂ થનારી આ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈને ગોવાલિયા ટેન્ક ખાતે સમાપ્ત થશે. આશરે એક લાખ જૈન શ્રદ્ધાળુઓને આવરી લેતી  આ સામૂહિક રથયાત્રાનું આયોજન શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

શ્રી મુંબઈ જૈન સંઘના અધિકારી મુકેશ જૈને જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઇનાં ૨૦૦ થી વધુ જૈન સંઘોની આ રથયાત્રામાં ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓથી શણગારેલા રથ, ભગવાન મહાવીર સ્વામીની ૨૦ ફૂટ ઊંચી પ્રતિમા, ૪૦૦ સાધુ-સાધ્વીઓ અને હજારો વિદ્યાર્થીઓ ભાગ લેશે. ભક્તિ સંગીત માટે ૧૫ થી વધુ ધાર્મિક બેન્ડ અને ૫૫ ધાર્મિક ફિલ્મો ખાસ આકર્ષણ રહેશે. આ રથયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢા હાજર રહેશે. આયોજકોનું કહેવું છે કે આ રથયાત્રા શ્રદ્ધા, શિસ્ત અને વિશ્વ ભાઈચારોનું અનોખું પ્રતીક બનશે. જેમાં હજારો શ્રાવક અને શ્રાવિકાઓ ભક્તિભાવથી રથયાત્રામાં ભાગ લેશે. ભક્તિનો આ ઉત્સવ રવિવારે સવારે ૯ વાગ્યે દક્ષિણ મુંબઈના સી.પી. ટેન્કથી શરૂ થશે. ત્યારબાદ આ યાત્રા સિક્કાનગર, ખેતવાડી, પ્રાર્થના સમાજ, ઓપેરા હાઉસ, ગાવદેવી, ઓગસ્ટ ક્રાંતિ મેદાન, મથુરાદાસ હોલથી શરૂ થઈને ગોવાલિયા ટેન્ક ખાતે પૂર્ણ થશે, એમ આશિષ શાહે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા

આ ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીના ૨૫૫૧ મા નિર્વાણ મહોત્સવની ઉજવણી માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા દરમિયાન પુષ્પવર્ષા, ધાર્મિક સંદેશાઓ અને સ્વામિ વાત્સલ્ય એટલે કે સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવશે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના વીરેન્દ્ર શાહ, ઘેવરચંદ બોહરા, નીતિન વોરા, રાકેશ શાહ, જયેશ ભાઈ લબ્ધી અને અન્ય કાર્યકરો યાત્રાને ઐતિહાસિક બનાવવા માટે કાર્યરત છે.

September 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rohini Vrat on 24th June A Sacred Jain Observance for Prosperity and Peace
જ્યોતિષ

Rohini Vrat on 24th June: જૈન ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે રોહિણી વ્રત, જાણો 24 જૂનના રોજ આવતા આ વ્રત નું શુભ મુહૂર્ત અને નક્ષત્ર

by Zalak Parikh June 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rohini Vrat on 24th June: આ વર્ષે 2025માં રોહિણી વ્રત 24 જૂન, મંગળવારના રોજ મનાવવામાં આવશે. આ પવિત્ર વ્રત જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. રોહિણી નક્ષત્ર ના ઉદય સમયે આ વ્રત રાખવામાં આવે છે અને તે દર મહિને આવે છે. આ રીતે વર્ષમાં કુલ 12 રોહિણી વ્રત થાય છે. આ દિવસે ભગવાન વાસુપૂજ્ય સ્વામી  ની પૂજા કરીને વ્રતી સુખ, સમૃદ્ધિ અને મનચાહા વરદાન પ્રાપ્ત કરે છે.

Rohini Vrat on 24th June:રોહિણી વ્રત નું શુભ મુહૂર્ત અને નક્ષત્ર

આ વર્ષે 24 જૂનના રોજ રોહિણી નક્ષત્ર બપોરે 12:54 સુધી રહેશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:04 થી 4:44 સુધી રહેશે, જે સ્નાન અને દાન માટે શ્રેષ્ઠ સમય છે. પૂજા માટે અભિજીત મુહૂર્ત સવારે 11:33 થી બપોરે 12:28 સુધી રહેશે. અમૃત કાળ સવારે 10:01 થી 11:27 સુધી રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2:18 થી 3:12 સુધી રહેશે. સાંજના ગોધૂળી મુહૂર્ત 6:51 થી 7:11 સુધી રહેશે, જેમાં ચંદ્રદેવની  પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : Rahu Mahadasha: રાહુ મહાદશા, આ રાશિઓ માટે બની શકે છે ભાગ્યોદયનો સમય, ધન અને સફળતા નો થશે વરસાદ

Rohini Vrat on 24th June: રોહિણી વ્રત (Rohini Vrat)નું ધાર્મિક મહત્વ

રોહિણી વ્રત જૈન સમાજ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ વ્રત ત્રણ, પાંચ અથવા સાત વર્ષ સુધી સતત રાખવામાં આવે છે. સ્ત્રીઓ આ વ્રત પતિના દીર્ઘાયુ અને ઘરના સુખ-શાંતિ માટે રાખે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ વ્રતથી આત્માના વિકાર દૂર થાય છે અને ઘરમાં માતા લક્ષ્મી નું આગમન થાય છે.

Rohini Vrat on 24th June: પૂજા વિધિ અને ફળ

રોહિણી વ્રત ના દિવસે ભગવાન વાસુપૂજ્ય સ્વામી ની પૂજા કરવામાં આવે છે. ચંદ્રદેવ ને અર્ઘ્ય આપીને રોહિણી સકટ ભેદન સ્તોત્રનો પાઠ કરવાથી માનસિક શાંતિ મળે છે. શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખનારને દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

June 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mahavir Janam Kalyanak is the most important festival of Jain community.. Last Tirthankar Mahavir Swami was born on this day.
ઇતિહાસ

Mahavir Janma Kalyanak : મહાવીર જન્મ કલ્યાણક એ જૈન સમુદાયનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર છે.. આ દિવસે થયો હતો છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ..

by Hiral Meria April 20, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Mahavir Janma Kalyanak : મહાવીર જયંતી પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને જૈનો તહેવાર ( Jain festival ) તરીકે મનાવે છે. તેમ જ આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમ જ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાને કારણે મહાવીરજયંતી તરીકે મનાવાય છે. તેમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હોવાથી આ દિવસને મહાવીરજયંતી ( Mahavir Jayanti ) તરીકે પણ ઓળખવામાં આવે છે. 

આ સમાચાર પણ વાંચો :  Sudhakar Chaturvedi : 20 એપ્રિલ 1897 ના જન્મેલા, પંડિત સુધાકર ચતુર્વેદી એક ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા, વૈદિક વિદ્વાન હતા..

April 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

તો પછી એક-બે દિવસ માંસાહાર ન કરો- ગુજરાત હાઈકોર્ટે યાચિકાકર્તાઓને ફટકાર્યા

by Dr. Mayur Parikh September 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગુજરાત હાઈકોર્ટે(Gujarat High Court) જૈન ધર્મના ઉત્સવ(A Jain festival) દરમિયાન કતલખાના બંધ રાખવાના આદેશ ની વિરુદ્ધમાં થયેલી અરજી ને નકારી કાઢી છે. મોટી વાત એ છે કે સુનાવણી દરમિયાન ન્યાયાલય અરજી(Court application) કરનારની ઝાટકણી કાઢતાં કહ્યું કે એક બે દિવસ માંસાહાર(non-vegetarian) કરવાની જરૂર નથી. ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટ(Justice Sandeep Bhatt) સમક્ષ આ કેસની સુનાવણી થઇ રહી હતી.  આ સંદર્ભે કુલ હિન્દ જમાત(Hind Jamaat) અલ કુરેશી કૃતિ સમિતિ(Qureshi Kriti Committee)  નામની સંસ્થાએ કોર્ટમાં અરજી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગરપાલિકાએ(Ahmedabad Municipal Corporation) પર્યુષણ કાળ(Paryushan Kaal) દરમિયાન કતલખાના બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત સંપૂર્ણ અમદાવાદમાં ફક્ત એક કતલખાનુ હોવાથી તે બંધ રહ્યું હતું. જોકે આ વાત યાચિકા કર્તાઓને(petitioners) પસંદ પડી નહોતી અને તેમણે અમદાવાદ મહાનગરપાલિકાના આદેશને પડકાર્યો હતો. ન્યાયમૂર્તિ એ આ સંદર્ભે અરજદારોને કહ્યું હતું કે તમે છેલ્લી ઘડીએ અરજી કરવા માટે શું કામ દોડો છો.

આ સમાચાર પણ વાંચો : યુપીમાં આ બેંકનું વિચિત્ર ફરમાન-હાફ પેન્ટ પહેરીને આવશો તો નહીં મળે પ્રવેશ- જાણો શું કારણ

September 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક