• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Jal Jeevan Mission
Tag:

Jal Jeevan Mission

Jal Jeevan Mission Jal Jeevan Mission aims for 100% coverage in the next three years
દેશ

Jal Jeevan Mission: આગામી ત્રણ વર્ષમાં જળ જીવન મિશન 100% કવરેજનો લક્ષ્ય, બજેટ આટલા કરોડ રૂપિયા વધારવામાં આવ્યું.

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • જળ જીવન મિશન 2028 સુધી લંબાવવામાં આવ્યું
  • આગામી ત્રણ વર્ષમાં 100% કવરેજ પ્રાપ્ત કરવાનું મિશન

Jal Jeevan Mission: આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જળ જીવન મિશન માટે કુલ બજેટ ખર્ચ રૂ. 67,000 કરોડ સુધી વધારવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે આ મિશનને 2028 સુધી લંબાવવામાં આવ્યું છે.

શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે 2019થી ભારતની ગ્રામીણ વસ્તીના 80 ટકાનું પ્રતિનિધિત્વ કરતા 15 કરોડ પરિવારોને જળ જીવન મિશનનો લાભ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ મિશન હેઠળ પીવાના નળના પાણીના જોડાણોની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આગામી ત્રણ વર્ષમાં 100 ટકા કવરેજ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક છે.

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025: આગામી પાંચ વર્ષમાં ‘સબકા વિકાસ’ સાકાર કરવાની યોજના શરુ કરી, આર્થિક વૃદ્ધિ માટે આ ચાર શક્તિશાળી એન્જિન રજુ કર્યાં

જળ જીવન મિશનનું ધ્યાન “જન ભાગીદારી” દ્વારા ગ્રામીણ પાઇપ પાણી પુરવઠા યોજનાઓના માળખાગત સુવિધાઓ અને સંચાલન અને જાળવણી પર રહેશે. ટકાઉપણું અને નાગરિક-કેન્દ્રિત પાણી સેવા વિતરણ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે અલગથી સમજૂતી કરાર કરવામાં આવશે, એમ શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jal Jeevan Mission achieved the historic achievement of 15 crore rural tap connections out of only 3 crore in a short span of 5 years.
દેશ

Jal Jeevan Mission: જલ જીવન મિશને 5 વર્ષના ટૂંકા ગાળામાં માત્ર 3 કરોડમાંથી 15 કરોડ ગ્રામીણ નળ જોડાણોની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

by Hiral Meria July 24, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Jal Jeevan Mission: નેશનલ જલ જીવન મિશન (જેજેએમ)એ  દેશભરમાં 15 કરોડ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો ( Tap water connections ) આપીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2019નાં રોજ શરૂ કરેલી આ મુખ્ય પહેલે પાંચ વર્ષનાં ટૂંકા ગાળામાં શરૂ થયા પછી ગ્રામીણ નળ જોડાણનું કવરેજ 3 કરોડથી વધારીને 15 કરોડ રૂપિયા કરીને અભૂતપૂર્વ ઝડપ અને સ્કેલનું પ્રદર્શન કર્યું છે. 

આ પ્રસંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે ( C. R. Patil ) આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો નેતૃત્વ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ સોનેરી સીમાચિહ્ને આપણા દેશવાસીઓને માત્ર શુદ્ધ પાણીની ભેટ જ નથી આપી, પરંતુ તેમના જીવનની ગુણવત્તામાં પણ અનન્ય રીતે સુધારો કર્યો છે.”

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને વિવિધ વિકાસલક્ષી ભાગીદારો સાથે સહયોગ સાધીને જેજેએમ કેટલાંક મહત્ત્વપૂર્ણ સિમાચિહ્નો પર પહોંચ્યું છે. આજની તારીખે આઠ રાજ્યો – ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો – પુડુચેરી, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તથા આંદામાન અને નિકોબાર ટાપુઓએ 100 ટકા કવરેજ હાંસલ કર્યું છે. કેટલાક અન્ય રાજ્યો સારી પ્રગતિ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ પોતાને ‘હર ઘર જલ (એચજીજે)’ તરીકે ઓળખાવશે. બિહાર (96.08 ટકા), ઉત્તરાખંડ (95.02 ટકા), લદ્દાખ (93.25 ટકા) અને નાગાલેન્ડ (91.58 ટકા)એ એચજીજેનો દરજ્જો મેળવવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

आज हमने माननीय प्रधानमंत्री श्री @narendramodi सर के नेतृत्व में 15 करोड़ ग्रामीण घरों में शुद्ध जल पहुँचाने का ऐतिहासिक कीर्तिमान स्थापित किया है। यह हमारे देश के लिए एक महत्वपूर्ण उपलब्धि है और जल शक्ति मंत्रालय के अथक प्रयासों का प्रतिफल है।

हम एक ऐसे स्वर्णिम मील के पत्थर पर… pic.twitter.com/D1JUUOGHFI

— C R Paatil (@CRPaatil) July 23, 2024

આ ઉપરાંત, 2.28 લાખ ગામો અને 190 જિલ્લાઓમાં ‘હર ઘર જલ’ નોંધવામાં આવ્યું છે, જ્યારે 100 જિલ્લાઓ અને 1.25 લાખથી વધુ ગામો ‘હર ઘર જલ’ પ્રમાણિત છે. 23 જુલાઈ, 2024 સુધીમાં 5.24 લાખ ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)/પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે અને 5.12 લાખ ગ્રામ કાર્યયોજના (વીએપી) વિકસાવવામાં આવી છે, જેમાં જરૂરી પાણી પુરવઠા ( Water supply )  યોજનાના પ્રકાર, ખર્ચનો અંદાજ, અમલીકરણનો કાર્યક્રમ અને ઓએન્ડએમ વ્યવસ્થાની વિગતો આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  :  Ek Ped Maa Ke Naam: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ૧૨.૨૦ કરોડ વૃક્ષો વવાશે

જેજેએમ સ્રોત અને ડિલિવરી પોઇન્ટ્સમાંથી નિયમિતપણે પાણીના નમૂનાઓના સખત પરીક્ષણની ખાતરી આપે છે. પાણીના નમૂનાનું સમયસર પરીક્ષણ થાય તે માટે કુલ 2,163 પ્રયોગશાળાઓ છે. ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ફિલ્ડ ટેસ્ટિંગ કિટ (એફટીકે)નો ઉપયોગ કરીને 24.59 લાખથી વધુ મહિલાઓને પાણીના નમૂનાના પરીક્ષણ માટે તાલીમ આપવામાં આવી છે. પીવાનું સુરક્ષિત પાણી હવે તમામ આર્સેનિક અને ફ્લોરાઇડ-અસરગ્રસ્ત વસાહતોમાં ઉપલબ્ધ છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રોને પીવાલાયક પાણી પુરવઠાની વિશ્વસનીયતા અને ટકાઉપણા માટે તમામ પગલાં લેવાની સતત સલાહ આપવામાં આવી છે.

ઘરગથ્થું જોડાણો ઉપરાંત આ મિશને દેશભરમાં 9.28 લાખ (88.91 ટકા) શાળાઓ અને 9.68 લાખ (85.08 ટકા) આંગણવાડી કેન્દ્રોમાં નળનાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, નળના પાણીની સુલભતા લોકાર્પણ સમયે 21.38 લાખ (7.80 ટકા) ઘરોથી વધીને 23 જુલાઈ 2024 ના રોજ 2.11 કરોડ (77.16 ટકા) ઘરો થઈ ગઈ છે.

‘હર ઘર જલ’ ( har ghar jal ) પહેલ નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભો લાવી રહી છે, જે ગ્રામીણ વસ્તીને, ખાસ કરીને મહિલાઓ અને યુવાન છોકરીઓને, દરરોજ પાણી લાવવાના મુશ્કેલ કાર્યથી મુક્ત કરી રહી છે. જે સમયની બચત થઈ છે તે હવે આવક પેદા કરતી પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ અને બાળકોના શિક્ષણને ટેકો આપવા તરફ વાળવામાં આવે છે. જલ જીવન મિશન ગ્રામીણ જીવનના વિવિધ પાસાઓને સ્પર્શ કરીને ગ્રામીણ લેન્ડસ્કેપમાં ગહન પરિવર્તન લાવી રહ્યું છે. આ મિશન જીવનની ગુણવત્તાને વધારી રહ્યું છે, સ્વાસ્થ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરી રહ્યું છે તથા સામુદાયિક સશક્તિકરણની ભાવના પેદા કરી રહ્યું છે, ત્યારે ગ્રામીણ જીવનને સાર્થક અને પરિપૂર્ણ બનાવી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jal Jeevan Mission crosses important milestone of providing tap water connections to 14 crore (72.71 percent) rural households
દેશ

Jal Jeevan Mission: જલ જીવન મિશને 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો પ્રદાન કરવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું

by Hiral Meria January 6, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

Jal Jeevan Mission: જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ કુટુંબોને ( rural families ) નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાનાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2019નાં રોજ શરૂ કરેલી ભારત સરકારની મુખ્ય પહેલે અપ્રતિમ ઝડપ અને વ્યાપ પ્રદર્શિત કર્યો છે, જેણે ફક્ત ચાર વર્ષમાં ગ્રામીણ નળનાં જોડાણનો વ્યાપ 3 કરોડથી વધારીને 14 કરોડ કર્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગ્રામીણ વિકાસમાં ( rural development ) આમૂલ પરિવર્તનનું પ્રતીક છે, જે પાણીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા, સમુદાયોને સશક્ત બનાવવા અને સ્થાયી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે મિશનની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને વિવિધ વિકાસલક્ષી ભાગીદારો સાથે જોડાણમાં કામ કરીને જેજેએમએ ( JJMA ) કેટલીક સીમાચિહ્નો હાંસલ કરી છે. અત્યાર સુધીમાં ગોવા, તેલંગાણા, હરિયાણા, ગુજરાત, પંજાબ અને હિમાચલ પ્રદેશ તથા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો પુડુચેરી, ડી એન્ડ ડી એન્ડ એનએચ તથા એએન્ડએન ટાપુઓ એમ છ રાજ્યોએ 100 ટકા કવરેજ હાંસલ કર્યું છે. મિઝોરમમાં 98.68 ટકા, અરુણાચલ પ્રદેશમાં 98.48 ટકા અને બિહારમાં 96.42 ટકા હિસ્સો આગામી સમયમાં સંતૃપ્તિ હાંસલ કરવાના માર્ગે અગ્રેસર છે.

આ પરિવર્તનનું હાર્દ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોમાં, તેમજ વિકાસ ભાગીદારોની સક્રિય ભાગીદારીમાં રહેલું છે. દરેક સેકંડ નળના પાણીના જોડાણની ( tap water connection ) સ્થાપનાનો સાક્ષી છે, જે ગ્રામીણ લેન્ડસ્કેપમાં ( rural landscape ) એક નમૂનારૂપ પરિવર્તન તરફ દોરી જાય છે. 2 લાખથી વધુ ગામો અને 161 જિલ્લાઓ હવે ‘હર ઘર જલ’ બની ગયા છે.

જળ શુદ્ધિકરણ ( Water purification ) અને સારવારની પદ્ધતિઓનો અમલ કરીને, જેજેએમએ એ સુનિશ્ચિત કર્યું છે કે ઘરોમાં પાણી પહોંચતું પાણી માપદંડોને પૂર્ણ કરે છે, જે પાણીજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને ગ્રામીણ સમુદાયોમાં એકંદર આરોગ્યમાં સુધારો કરે છે.

Jal Jeevan Mission crosses important milestone of providing tap water connections to 14 crore (72.71 percent) rural households

Jal Jeevan Mission crosses important milestone of providing tap water connections to 14 crore (72.71 percent) rural households

 

ઘરગથ્થું જોડાણો ઉપરાંત મિશને દેશભરમાં 9.24 લાખ (90.65 ટકા) શાળાઓ અને 9.57 લાખ (86.63 ટકા) આંગણવાડી કેન્દ્રોમાં નળનાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં, નળના પાણીની સુલભતા લોકાર્પણ સમયે 21.41 લાખ (7.86 ટકા) ઘરોથી વધીને આજે 1.96 કરોડ (72.08 ટકા) પરિવારો થઈ ગઈ છે.

मोदी जी के संकल्प से भारत के 14 करोड़ ग्रामीण घरों को शुद्ध जल के लिए नल कनेक्शन मिल चुका है।

जल जीवन मिशन हर नए वर्ष जनता की जल सेवा के नए कीर्तिमान रच रहा है।#14CrHarGharJal@narendramodi @jaljeevan_ pic.twitter.com/BXHFBl4G38

— Gajendra Singh Shekhawat (@gssjodhpur) January 5, 2024

આ સમાચાર પણ વાંચો : SEBI Bans Naked Short Selling: સેબીનો મોટો નિર્ણય… શેરબજારમાં શોર્ટ સેલિંગના નિયમો બદલાયા.. હવે આ શોર્ટ સેલિંગ પર લાગ્યો પ્રતિબંધ.

‘હર ઘર જલ’ પહેલ નોંધપાત્ર સામાજિક-આર્થિક લાભો લાવી રહી છે, જે ગ્રામીણ વસ્તીને, ખાસ કરીને મહિલાઓ અને યુવાન છોકરીઓને, દરરોજ પાણી લાવવાના મુશ્કેલ કાર્યથી મુક્ત કરી રહી છે. જે સમયની બચત થઈ છે તે હવે આવક પેદા કરતી પ્રવૃત્તિઓ, કૌશલ્ય વિકાસ અને બાળકોના શિક્ષણને ટેકો આપવા તરફ વાળવામાં આવે છે.

જેજેએમના સાતત્યપૂર્ણ મોડલનો ઉદ્દેશ માળખાગત સુવિધાઓના દીર્ધાયુષ્યને સુનિશ્ચિત કરવાનો અને સમુદાયની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. 5.29 લાખથી વધુ ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)/પાણી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેની સાથે સાથે 5.17 લાખ ગ્રામ કાર્યયોજનાઓ (વીએપી) તૈયાર કરવામાં આવી છે, જે પીવાના પાણીના સ્ત્રોત વ્યવસ્થાપન, ગ્રેવોટર ટ્રીટમેન્ટ અને ઇન-વિલેજ વોટર સપ્લાય સિસ્ટમના નિયમિત ઓએન્ડએમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ફિલ્ડ ટેસ્ટિંગ કિટ (એફટીકે)નો ઉપયોગ કરીને 23.55 લાખથી વધુ મહિલાઓને પાણીના નમૂનાના પરીક્ષણ માટે તાલીમ આપવામાં આવી છે. સ્રોત અને ડિલિવરી પોઇન્ટ્સમાંથી પાણીના નમૂનાઓનું સખત પરીક્ષણ નિયમિતપણે હાથ ધરવામાં આવે છે. આજે, તમામ આર્સેનિક અને ફ્લોરાઇડ-અસરગ્રસ્ત વસાહતોમાં પીવાનું સુરક્ષિત પાણી ઉપલબ્ધ છે.

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ઔર સબકા પ્રયાસો’ના સિદ્ધાંતથી પ્રેરિત જલ જીવન મિશન સતત વિકાસ લક્ષ્યાંક 6 – તમામને સુરક્ષિત અને સસ્તું પાણી પ્રદાન કરવાની દિશામાં અગ્રેસર છે. ગ્રામીણ વિસ્તારોમાં તમામ ઘરો, શાળાઓ, આંગણવાડીઓ અને જાહેર સંસ્થાઓમાં નળ દ્વારા સલામત પાણી પહોંચાડવાની મિશનની પ્રતિબદ્ધતા વિકસિત ભારતના ઉદ્દેશો સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

January 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The number of tap water connections increased from 3 crore to 13 crore in the last 4 years.
દેશTop Post

Jal Jeevan Mission : છેલ્લા 4 વર્ષમાં નળના પાણીના કનેક્શનની સંખ્યા 3 કરોડથી વધીને 13 કરોડ પર પહોંચી

by Akash Rajbhar September 6, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Jal Jeevan Mission : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) માત્ર 4 વર્ષમાં નળના પાણીના કનેકશનના 3 કરોડથી વધીને 13 કરોડના આંકડાને સ્પર્શવા બદલ લોકોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જલ જીવન મિશન લોકોને સ્વચ્છ પાણી(clean water) ઉપલબ્ધ કરાવવા અને જીવનની સરળતા અને જાહેર આરોગ્ય વધારવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની પોસ્ટના(post) જવાબમાં, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“इस शानदार उपलब्धि के लिए बहुत-बहुत बधाई! ग्रामीण भारत के मेरे परिवारजनों तक पीने का शुद्ध पानी पहुंचे, इस दिशा में ‘जल जीवन मिशन’ मील का पत्थर साबित होने जा रहा है। यह ना सिर्फ उनकी परेशानियों को दूर करने में मददगार बना है, बल्कि उनके बेहतर स्वास्थ्य को भी सुनिश्चित कर रहा है।”

इस शानदार उपलब्धि के लिए बहुत-बहुत बधाई! ग्रामीण भारत के मेरे परिवारजनों तक पीने का शुद्ध पानी पहुंचे, इस दिशा में ‘जल जीवन मिशन’ मील का पत्थर साबित होने जा रहा है। यह ना सिर्फ उनकी परेशानियों को दूर करने में मददगार बना है, बल्कि उनके बेहतर स्वास्थ्य को भी सुनिश्चित कर रहा है। https://t.co/0yU6Y2feb9

— Narendra Modi (@narendramodi) September 5, 2023

 

આ સમાચાર પણ વાંચો : Crafts Bazaar : G20 સમિટની બાજુમાં ભારત મંડપમમાં ‘ક્રાફ્ટ્સ બજાર’ સ્થપાઈ રહ્યું છે

September 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક