Tag: jee

  • Gujarat NEET : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ ૯૩૫ વિદ્યાર્થીઓ JEE તથા NEETમાં ઉત્તીર્ણ

    Gujarat NEET : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિના કુલ ૯૩૫ વિદ્યાર્થીઓ JEE તથા NEETમાં ઉત્તીર્ણ

    News Continuous Bureau | Mumbai 

    Gujarat NEET : આદિજાતિના વિદ્યાર્થીઓને ડૉકટર અને ઈજનેર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તથા આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના નેતૃત્વમાં રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ ( Tribal Development Department ) દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અનેકવિધ નવીન અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. 

      ગુજરાતમાં ( Gujarat  ) આદિજાતિ વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી- જી.એસ.ટી.ઈ.એસ હસ્તક ૨૬ ઈ.એમ.આર.એસ, ૯ જી.એલ.આર.એસ તેમજ ૯ મોડેલ એમ કુલ ૪૪ શાળાઓ કાર્યરત છે. આ વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ અને એન્જિનિયરીંગ જેવા કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની JEE તથા NEETની પ્રવેશ પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે. 

     પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજમાંથી ડૉકટરની પદવી માટે ધોરણ ૧૨ સાયન્સ બાદ રાષ્ટ્રીય સ્તરે NEET-નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિટી ટેસ્ટની પરીક્ષા યોજાય છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩માં ૮૨૫ અને વર્ષ ૨૦૨૪માં ૧,૦૧૫ આદિજાતિ વિદ્યાર્થીઓએ ( Tribal students ) NEETની પરીક્ષા ( NEET Exam ) આપી હતી. જેમાંથી NEETમાં અનુક્રમે ૩૬૪ તથા ૪૧૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. 

    રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા આપવામાં આવતા નિ:શૂલ્ક કોચિંગ તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓની સખત મહેનતના પરિણામે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧માં EMRS ખોડદા-તાપીની વિદ્યાર્થિનીને પ્રતિષ્ઠિત IIT-જોધપુરમાં સિવિલ ઇજનેર શાખામાં જયારે વર્ષ ૨૦૨૨માં EMRS પારડીના વિધાર્થીને IIT-ગાંધીનગરમાં મટેરિયલ સાયન્સમાં પ્રવેશ મળ્યો છે.  આ ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩માં આદિજાતિના ૨૬ વિધાર્થીઓએ MBBSમાં, ૯૪ વિદ્યાર્થીઓએ BE/B.Tech તથા ૩૩૦ જેટલા વિદ્યાર્થીઓએ અન્ય પેરા મેડીકલક-અન્ય પ્રોફેશનલ કોર્ષમાં, એમ કુલ ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દીનો પ્રારંભ કર્યો છે જે રાજ્યના અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સમાનરૂપ છે. 

    આ સમાચાર પણ વાંચો :  Governors Conference: પ્રધાનમંત્રી રાજ્યપાલોના સમ્મેલનમાં ઉપસ્થિત રહ્યા

     જયારે દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરીંગ કોલેજોમાંથી ઈજનેરની પદવી માટે રાષ્ટ્રીય કક્ષાએ JEE Mains-જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ યોજવામાં આવે છે. ગત વર્ષ ૨૦૨૩માં  ગુજરાતમાંથી ૧૧૬ અને વર્ષ ૨૦૨૪માં ૧૩૬ આદિજાતિ વિદ્યાર્થીઓએ JEE Mainsની પરીક્ષા આપી હતી, જેમાંથી અનુક્રમે ૭૭ અને ૮૨ વિધાર્થીઓ JEE Mains માં ઉત્તીર્ણ થયા છે.  

    આદિજાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ લાવી દરેક ક્ષેત્રે તેઓ સ્પર્ધા કરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્યમાં સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી( GSTES )  ની સ્થાપના કરવામાં આવી છે. આદિજાતિના વિદ્યાર્થીઓ રાજ્યના સામાજિક 

    તેમજ આર્થિક વિકાસમાં અસરકારક ભૂમિકા ભજવે તથા તેના લાભો દરેક નાગરીકો સુધી પહોંચાડી સાક્ષરતા દર ઉંચો લાવવાના હેતુથી આ સોસાયટીની સ્થાપના કરાઈ છે. 

    ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી કુલ ૧૦૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ૧૦૫ શાળાઓ પૈકી ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળા, ૧૨ મોડેલ શાળાઓ તથા ૦૨ સૈનિક શાળાઓ કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર અને ગીર સોમનાથમાં કાર્યરત છે.

     Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Coaching Centre: કોચિંગ સેન્ટરોની મનમાની રોકવા  માટે  સરકારની નવી માર્ગદર્શિકામાં આ કડક નિયમો થયા લાગુ.. જાણો શું છે આ નિયમો…

    Coaching Centre: કોચિંગ સેન્ટરોની મનમાની રોકવા માટે સરકારની નવી માર્ગદર્શિકામાં આ કડક નિયમો થયા લાગુ.. જાણો શું છે આ નિયમો…

    News Continuous Bureau | Mumbai

    Coaching Centre: હવે કેન્દ્ર સરકારે ( Central Govt ) ખાનગી કોચિંગ સેન્ટરોની મનમાની પર અંકુશ લગાવવાની તૈયારી કરી લીધી છે. આ નવી માર્ગદર્શિકા  અનુસાર, હવે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં અને ગમે ત્યારે ખાનગી કોચિંગ સેન્ટર ખોલી શકશે નહીં. આ માટે સૌથી પહેલા તેણે રજીસ્ટ્રેશન ( Registration ) કરાવવું પડશે. એટલું જ નહીં, હવે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોચિંગ સેન્ટરમાં અભ્યાસ માટે પ્રવેશ આપવામાં આવશે નહીં. કોચિંગ સેન્ટરો કોઈપણ વિદ્યાર્થી પાસેથી મનસ્વી ફી લઈ શકશે નહીં. 

    દેશભરમાં NEET અથવા JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના ( students ) આત્મહત્યાના વધતા જતા કેસ ( Suicide cases ) અને દેશમાં બેલગામ કોચિંગ સેન્ટરોની મનસ્વીતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ ( New guidelines ) આ માર્ગદર્શિકા આપી છે. માર્ગદર્શિકા અનુસાર, IIT JEE, MBBS, NEET જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો ( Professional courses ) માટેના કોચિંગ સેન્ટરો પાસે આગ અને મકાન સુરક્ષા સંબંધિત NOC હોવી જોઈએ. પરીક્ષાઓ અને સફળતાના દબાણને લગતી તેમની સમસ્યાઓને દૂર કરવા માટે વિદ્યાર્થીઓને માનસિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સપોર્ટ પણ પૂરો પાડવો જોઈએ.

    કોચિંગ સેન્ટર્સ 2024ની નોંધણી અને નિયમન માટેની માર્ગદર્શિકા પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવી છે. કેટલાક રાજ્યોમાં પહેલેથી જ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમન સંબંધિત કાયદાઓ છે, ઉંચી ફી વસૂલતા ખાનગી કોચિંગ સેન્ટરોની સંખ્યા વધી રહી છે અને વિવિધ સ્થળોએ ખુલી રહી છે અને ત્યાં આત્મહત્યાના વધતા કિસ્સાઓ વચ્ચે, કેન્દ્ર સરકારે આ મોડેલ માર્ગદર્શિકા પ્રસ્તાવિત કરી છે.

     કોર્સના સમયગાળા દરમિયાન ફી વધારી શકાતી નથી….

    માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ પર સખત સ્પર્ધા અને શૈક્ષણિક દબાણને ધ્યાનમાં રાખીને, કોચિંગ સેન્ટરોએ બાળકોના કલ્યાણ માટે જરૂરી પગલાં લેવા જોઈએ. કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓને તણાવ અને હતાશાથી બચાવશે અને અનુભવી મનોવૈજ્ઞાનિકોની મદદ લઈને તેમને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત મદદ પૂરી પાડશે.

    આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈના રાષ્ટ્રીય ઉદ્યાન પર તોળાઈ રહ્યો છે ખતરો , વિકાસ પ્રોજેક્ટ માટે જંગલ વિસ્તારની જમીનનો ઉપયોગ કરવા સરકારે આપી મંજૂરી..

    કોચિંગ સેન્ટરોએ માર્ગદર્શિકા મુજબ નોંધણી ન કરવા અને નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ભરવો પડશે. કોચિંગ સેન્ટરે પ્રથમ ઉલ્લંઘન માટે રૂ. 25,000નો ભારે દંડ, બીજા માટે રૂ. 1 લાખ અને ત્રીજા ગુના માટે નોંધણી રદ કરવા માટે તૈયાર રહેવું પડશે.

    માર્ગદર્શિકા અનુસાર, કોર્સના સમયગાળા દરમિયાન ફી વધારી શકાતી નથી. જો કોઈ વિદ્યાર્થી સંપૂર્ણ ચુકવણી કરવા છતાં અધવચ્ચે અભ્યાસક્રમ છોડવા માટે અરજી કરે છે, તો કોર્સની બાકીની અવધિ માટેના પૈસા પાછા આપવાના રહેશે. હોસ્ટેલ અને મેસ ફી પણ રિફંડમાં સામેલ કરવામાં આવશે.

    શાળા કે સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સમય દરમિયાન કોઈ પણ સંજોગોમાં કોચિંગ ક્લાસ ચલાવવામાં આવશે નહીં. વર્ગો દિવસમાં 5 કલાકથી વધુ ચાલશે નહીં. વહેલી સવારે અને મોડી રાતના વર્ગો નહીં હોય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક સપ્તાહની રજા મળશે. તહેવારો દરમિયાન, કોચિંગ સેન્ટર વિદ્યાર્થીઓને પરિવાર સાથે જોડાવા અને ભાવનાત્મક જોડાણ વધારવાની તક આપશે.

     ઓછી લાયકાત ધરાવતા ટ્યુટરને કોચિંગ સંસ્થાઓમાં ભણાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં…

    કેન્દ્ર દ્વારા જારી કરાયેલ કોચિંગ સેન્ટર રેગ્યુલેશન 2024 માટેની સૂચિત માર્ગદર્શિકા સૂચવે છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને કોચિંગ કેન્દ્રોમાં નોંધણી ન કરવી જોઈએ. માર્ગદર્શિકા એ પણ સૂચવે છે કે કોચિંગ સેન્ટરોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનારા વચનો અથવા રેન્કની ખાતરી આપવી જોઈએ નહીં.

    માર્ગદર્શિકામાં એવી દરખાસ્ત પણ કરવામાં આવી છે કે ગ્રેજ્યુએશન કરતાં ઓછી લાયકાત ધરાવતા ટ્યુટરને કોચિંગ સંસ્થાઓમાં ભણાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. યોગ્ય દેખરેખની ખાતરી કરવા માટે, કેન્દ્રએ આવા માર્ગદર્શિકાના અમલીકરણના ત્રણ મહિનાની અંદર નવા અને હાલના કોચિંગ કેન્દ્રોની નોંધણીનો પ્રસ્તાવ મૂક્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈકરોની ટેક્સ બચત એફડીમાંથી આટલા ટકાની રકમ રાજ્ય સરકારે ખર્ચા તરીકે ઉપયોગમાં લીધીઃ અહેવાલ.

    એકલા 2023માં, વિદ્યાર્થીઓના આત્મહત્યાના 28 કેસ નોંધાયા હતા, જેમાંથી સૌથી વધુ કેસો ભારતના પ્રખ્યાત કોચિંગ માર્કેટ કોટા, રાજસ્થાનમાં હતા. આને ધ્યાનમાં રાખીને સરકારે આ પ્રકારની માર્ગદર્શિકા તૈયાર કરી છે. જેથી આવી ઘટનાઓને રોકી શકાય.

  • સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય – JEE અને NEET ની પરીક્ષાને આપી લીલીઝંડી, કહ્યુ એક વર્ષ બરબાદ નહી થવા દઇએ

    સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય – JEE અને NEET ની પરીક્ષાને આપી લીલીઝંડી, કહ્યુ એક વર્ષ બરબાદ નહી થવા દઇએ

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    17 ઓગસ્ટ 2020

    કોરોના મહામારી અને લોકડાઉનના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ત્યારે સુપ્રીમ કોર્ટે મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ જેઇઇ અને નીટની પરીક્ષા અંગે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે જેઇઇ અને નીટ પરીક્ષાઓને મુલતવી રાખવાની અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જેઇઇ અને નીટની પરીક્ષા સ્થગિત કરવાની માંગ ફગાવતા કહ્યુ હતું કે, શું દેશમા દરેક વસ્તુને રોકી દેવામાં આવે, એક કિમતી વર્ષને આ જ રીતે વેડફી દેવામાં આવે?  

    કોર્ટે વધુમાં કહ્યું હતું કે શિક્ષણ સાથે જોડાયેલી ચીજોને હવે ખોલવી જોઈએ, કારણ કે કોવિડ-19 વધુ એક વર્ષ સુધી ચાલુ રહી શકે છે. જિંદગી ચાલતી રહેવી જોઈએ, તમામ ચીજો રોકી ન શકાય. 

    ઉલ્લેખનીય છે કે આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી જેમાં કેન્ડિડેટ્સના સ્વાસ્થ્યનો હવાલો આપતાં માંગ કરવામાં આવી હતી કે પરીક્ષાને ટાળી દેવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે હજુ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ, એવામાં પરીક્ષા યોજવાથી સ્ટુડન્ટ્સના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. આ પરીક્ષાને સ્થગિત કરવાની માંગણીને લઇ 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ આ પરીક્ષાઓ સ્થગિત કરવાના અનુરોધની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

    નોંધનીય છે કે, JEE પરીક્ષા 1 સપ્ટેમેબર થી 6 સપ્ટેમેબર સુધીનુ આયોજન કરવામાં આવ્યુ છે. જ્યારે NEET પરીક્ષા 13 સપ્ટેમેબરે આયોજન કરવામાં આવશે. જોકે, કોવિડ-19ના દોરમાં હવે પરીક્ષાઓ લેવાની શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ખંડ શિક્ષા અધિકારી અને બી.એડ. સંયુક્ત પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી…

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

    https://bit.ly/3fJqhxB 

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com