Tag: job fair

  • Job Fair 2025 : યુવાનો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક, નર્મદ યુનિવર્સિટી ખાતે આવતીકાલે મેગા જોબ ફેર યોજાશે..

    Job Fair 2025 : યુવાનો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક, નર્મદ યુનિવર્સિટી ખાતે આવતીકાલે મેગા જોબ ફેર યોજાશે..

    News Continuous Bureau | Mumbai

    Job Fair 2025 :  સુરત મદદનીશ નિયામક રોજગાર કચેરી, તાપી જિલ્લા રોજગાર કચેરી અને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ એન.સી.એસ. સેન્ટર ફોર એસ.સી./એસ.ટી, સુરતના સહયોગથી તા.૧૧/૦૩/૨૦૨૫ના રોજ શ્રીમદ્દ રાજચંદ્ર ભવન, વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ, વેસુ ખાતે મેગા જોબ ફેર યોજાશે.

                M.S.W, B.Pharm, M.Pharm, DMLT, B.B.A, M.B.A-(HR/MRK), B.ed(English/Maths/Science /SocialScience)B.A /M.A (Psycholo gy), B.Sc /M.Sc (Chemestry), GNM, DIPLOMA ધો. ૧૦ અને ૧૨ પાસ, I.T.I Music/Dance Teachar, Driver સંબંધિત અભ્યાસ કરેલ રોજગારવાંચ્છુ યુવાનો ઈન્ટરવ્યુ માટે બાયોડેટાની નકલ સાથે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે. ભરતી મેળામાં હાજર રહેનાર કંપની અને તેની ખાલી પડેલ જગ્યાઓની વધુ વિગત માટે તા.૧૦ માર્ચના રોજ રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેજ- MCCSURAT અને ટેલીગ્રામ ચેનલ- Employment Office,Surat પરથી જોઈ શકાશે.

    આ સમાચાર પણ વાંચો : Saras Mela 2025 :સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, ૧૫ માર્ચ સુધી ખૂલ્લો રહેશે મેળો

                 વધુમાં વધુ યુવાનો રોજગાર મેળામાં ભાગ લે અને રોજગારી મેળવી પગભર બને એમ ઈ.ચા.મદદનીશ નિયામક (રોજગાર), સુરતની યાદીમાં જણાવાયુ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Job Fair: સુરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા અડાજણ ખાતે યોજાયો મેગા જોબ ફેર, આ ઇન્ડસ્ટ્રીઝે કરી વાર્ષિક રૂ.૧.૫૦થી રૂ.૩૬ લાખના પેકેજની ઓફર.

    Job Fair: સુરત જિલ્લા રોજગાર કચેરી દ્વારા અડાજણ ખાતે યોજાયો મેગા જોબ ફેર, આ ઇન્ડસ્ટ્રીઝે કરી વાર્ષિક રૂ.૧.૫૦થી રૂ.૩૬ લાખના પેકેજની ઓફર.

    News Continuous Bureau | Mumbai

    Job Fair: મદદનીશ નિયામક (રોજગાર)કચેરી-સુરત/UEB  અને મોહસીન-એ-આઝમ મિશનના સંયુક્ત ઉપક્રમે દિવાળી બાગ, SMC કોમ્યુનિટી હોલ, અડાજણ પાટિયા ખાતે મેગા જોબ ફેર યોજાયો હતો, જેમાં ૪૩થી વધુ SME, MSME, MNC કંપનીઓ દ્વારા ૧૧૦૦થી વધારે જગ્યાઓ ભરવા માટે ૭૧૯ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.

    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan

              ભરતી મેળામાં સોલાર, ડાયમંડ, ટેકસટાઇલ, ઇ-કોમર્સ, વેબ ડેવલપમેન્ટ, બાંધકામ, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, ફાઈનાન્સ, ફાર્મા, પરફ્યુમ, સુપર સ્ટોર, કુરિયર અને અન્ય સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વાર્ષિક રૂ.૧.૫૦થી રૂ.૩૬ લાખના પેકેજની ઓફર કરવામાં આવી હતી. અને ૪૭૩ ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે MBA ફાઇનાન્સ એન્ડ HR, ડિપ્લોમાં, ઇલેક્ટ્રીકલ, BE મિકેનીકલ એન્જિનિયર, ડેટા એન્ટ્રી ઓપરેટર, આઇ.ટી.આઇ, B.Com ગ્રેજયુએટ, MHRD, ધો.૧૦-૧૨, M.com  વિષયક ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. 

    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan

             આગામી દિવસોમાં રોજગાર કચેરી, સુરત ( Surat Employment Office ) દ્વારા સેકટર સ્પેસિફીક  ભરતીમેળો તેમજ વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ સબંધિત તાલીમોનું પણ આયોજન કરાશે. 

    આ સમાચાર પણ વાંચો :  PM Modi Quad Summit: PM મોદીએ છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં આપી હાજરી, આ શિખર સંમેલનની યજમાની કરવા બદલ US રાષ્ટ્રપતિ બાઇડનનો માન્યો આભાર

             આ પ્રસંગે ( Surat ) જિલ્લા રોજગાર કચેરીના મદદનીશ નિયામક પારૂલબેન પટેલ, રોજગાર કચેરીના શ્રી બિપીનભાઈ માંગુકિયા, સમગ્ર પ્લેસમેન્ટ ( Recruitment ) ટીમ તથા મોહસિન આઝમ મિશન, સુરતના પ્રમુખશ્રી અબ્દુલ વહાબ અશરફી, શ્રી સોહેલભાઈ સવાણી, ઈશરાર સહિત મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan
    Mega Job Fair organized by Surat District Employment Office at Adajan

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Divya Kala Mela : દિવ્ય કલા મેળામાં રોજગાર મેળાનું આયોજન, આ જાણીતી કંપનીઓમાં મળશે નોકરી

    Divya Kala Mela : દિવ્ય કલા મેળામાં રોજગાર મેળાનું આયોજન, આ જાણીતી કંપનીઓમાં મળશે નોકરી

    News Continuous Bureau | Mumbai 

     Divya Kala Mela : દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સોમવારે અમદાવાદમાં નેશનલ દિવ્યાંગજન ફાયનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NDFDC) અને નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ (NCSC-DA)ના નેજા હેઠળ આયોજિત 15મા દિવ્ય કલા મેળામાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. NDFDCના CMD શ્રી નવીન કુમાર શાહ દ્વારા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

    રોજગાર મેળાનું ઉદઘાટન કરતાં NDFDCના CMD શ્રી નવીન કુમાર શાહે જણાવ્યું હતું કે વિકલાંગો માટે અલગ રોજગાર મેળાનું આયોજન કરવાનો ઉદ્દેશ મહત્તમ સંખ્યામાં વિકલાંગોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. ગુજરાતના વિવિધ સ્થળોએથી 100 થી વધુ વિકલાંગોએ મેળામાં રજીસ્ટ્રેશન કરી ઈન્ટરવ્યુ આપ્યા હતા. જેમાં 26 દિવ્યાંગોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ઘણા ઉમેદવારોને ઓન સ્પોટ ઓફર લેટર પણ મળ્યા હતા.

    ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપની Zomatoએ અમદાવાદના વિકલાંગ ઉમેદવાર જગદીશભાઈ રાઠોડને ઑફર લેટર આપ્યો હતો. રોજગાર મેળા દ્વારા મિલીની નોકરીને સરકારની મોટી પહેલ ગણાવતા જગદીશે કહ્યું કે આનાથી અમારા જેવા વિકલાંગોને આત્મનિર્ભર બનવાની અને ઝોમેટો જેવી મોટી કંપનીમાં કામ કરવાની તક મળશે. રાજકોટથી આવેલા વિકલાંગ ઉમેદવાર આલોકે સરકારની આ પહેલને આવકારી કહ્યું કે આટલી મોટી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવાનો મોકો મળ્યો.

    આ સમાચાર પણ વાંચો : PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લેશે જમ્મુની મુલાકાત, અધધ આટલા કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

    Hitachi, Indigo Airlines, Amazon, Lemon Tree, Zomato અને LIC જેવી 11થી વધુ કંપનીઓએ જોબ ફેરમાં ભાગ લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીના મૂળ મંત્ર ‘સબકા સાથ-સબકા વિકાસ’ પર આધારિત, આ મેળો 16 થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં દેશભરના 18 રાજ્યોના 10થી વધુ વિકલાંગ ઉદ્યમીઓ અને કારીગરોના ઉત્પાદનો પ્રદર્શનની સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે. મેળામાં દરરોજ દેશભરમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Mandvi: તા.૯મીએ આઈ.ટી.આઈ.-માંડવીમાં રોજગાર મેળો યોજાશે

    Mandvi: તા.૯મીએ આઈ.ટી.આઈ.-માંડવીમાં રોજગાર મેળો યોજાશે

    News Continuous Bureau | Mumbai

    Mandvi: મદદનીશ નિયામક રોજગાર કચેરી-સુરત ( Assistant Director Employment Office-Surat ) , નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર SC/ST-સુરત ( National Career Service Center for SC/ST-Surat ) , નગર રોજગાર કચેરી-માંડવી ( Employment Office- Mandvi ) , તથા આઈ.ટી.આઈ.-માંડવીના ( ITI-Mandvi  ) સંયુક્ત ઉપક્રમે તા.૦૯/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે આઈ.ટી.આઈ.-માંડવી ખાતે રોજગાર મેળો યોજાશે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ. એમ.બી.એ, કોઈ પણ ગ્રેજ્યુએશનની શૈક્ષણિક લાયકાત ધરાવતા નોકરીવાંચ્છું ઉમેદવારો ભાગ લઈ શકશે. આ જોબ ફેરમાં ( job fair ) ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ પોતાના બાયોડેટા, પાસપોર્ટ સાઈઝ ફોટો, સર્ટિફિકેટ, આઈડી પ્રૂફ (પાનકાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ ચુંટણી કાર્ડ- કોઈ પણ એક) લઈને ઈન્ટરવ્યું સ્થળે રૂબરૂ હાજર રહેવા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે. 

    આ સમાચાર પણ વાંચો : India-Maldives Diplomatic Row: ભારતની કડક કાર્યવાહી, માત્ર 3 મિનિટમાં માલદીવના હાઈ કમિશનરને હાંકી કાઢવામાં આવ્યા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.