• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - juhu
Tag:

juhu

shraddha kapoor and father shakti kapoor buy luxurious apartment in mumbai
મનોરંજન

Shraddha kapoor: સ્ત્રી 2 ની સફળતા બાદ શ્રદ્ધા કપૂર અને તેના પિતા શક્તિ કપૂરે સાથે મળીને ખરીદ્યુ ઘર, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

by Zalak Parikh January 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહી છે.તેવામાં એવા સમાચાર આવી રહ્યા છે કે શ્રદ્ધા કપૂરે તેના પિતા શક્તિ કપૂર સાથે મળીને મુંબઈ માં એક આલીશાન ઘર ખરીદ્યુ છે. રિપોર્ટ મુજબ શ્રદ્ધા કપૂરનું આ ઘર જુહુ વિસ્તારમાં છે.અને આ માટે તેને રજીસ્ટ્રેશન કાર્ય પણ પૂરું કર્યું છે. શ્રદ્ધા કપૂર નું આ ઘર કરોડો માં છે. 

આ સમાચાર પણ વાંચો  : Dhoom 4: ધૂમ 4 ની સ્ટારકાસ્ટ ને લઈને આવ્યું મોટું અપડેટ, અભિષેક બચ્ચન ને આ અભિનેતા કરી શકે છે રિપ્લેસ!

શ્રદ્ધા કપૂરે ખરીદ્યુ ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ શ્રદ્ધા કપૂરે મુંબઈ ના જુહુ વિસ્તાર માં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. જેની કિંમત લગભગ 6.24 કરોડ રૂપિયા છે.રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધાના ૧૦૪૨.૭૩ ચોરસ ફૂટમાં ફેલાયેલા એપાર્ટમેન્ટમાં બે બાલ્કની છે. રિપોર્ટ મુજબ શ્રદ્ધા એ આ એપાર્ટમેન્ટ તેના પિતા શક્તિ કપૂર સાથે મળી ને ખરીદ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


શ્રદ્ધા કપૂર હાલમાં તેના માતાપિતા સાથે રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી હવે આ ઘરમાં શિફ્ટ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, શ્રદ્ધા કપૂરે વર્ષ 2024માં જુહુના હાઇ-એન્ડ રેસિડેન્શિયલ ટાવરમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ 6 લાખ રૂપિયા પ્રતિ માસ ભાડે લીધું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
abhishek bachchan earn 18.90 lakhs monthly from sbi
મનોરંજન

Abhishek bachchan: અભિષેક બચ્ચન એવું તે શું કરે છે કે તેને ઘરે બેઠા જ મળે છે લાખો રૂપિયા,જાણો વિગતે

by Zalak Parikh December 28, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Abhishek bachchan: અભિષેક બચ્ચન હાલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. અભિષેક એ બોલિવૂડ ને બહુ ઓછી હિટ ફિલ્મો આપી છે. બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જે ફ્લોપ ફિલ્મો આપ્યા પછી ખરાબ આર્થિક સ્થિતિથી સંઘર્ષ કરવા લાગે છે. પરંતુ અભિષેક ની લાઇફસ્ટાઇલ માં કોઈ ફરક નથી આવ્યો અભિષેક બચ્ચને છેલ્લા ઘણા સમયથી બોક્સ ઓફિસ પર કોઈ હિટ ફિલ્મ આપી નથી. તેમછતાં અભિષેક મહિને લાખો ની કમાણી કરે છે.તો ચાલો જાણીયે તેને ઘરે બેઠા કેવી રીતે લખો રૂપિયા મળે છે. 

આ સમાચાર પણ વાંચો: Jaya bhattacharya: મરી પરવારી માનવતા,એક વ્યક્તિએ દોઢ મહિનાના ગલુડિયા સાથે કર્યું આવું ઘૃણાસ્પદ કૃત્ય, જયા ભટ્ટાચાર્ય ના વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ચકચાર

અભિષેક બચ્ચને એસબીઆઈ ને ભાડે આપ્યું ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક બચ્ચન એ તેના જુહુ માં આવેલા બંગલા અમ્મુ અને વત્સ નો ગ્રાઉન્ડ ફ્લોર  એસબીઆઈ બેન્ક ને ભાડે આપ્યો છે, આ બંગલા ની અંદાજિત નેટવર્થ આશરે રૂ. 280 કરોડ છે. અભિષેકે આ પ્રોપર્ટી લગભગ 15 વર્ષ માટે એસબીઆઈ બેંકને લીઝ પર આપી છે. આવી સ્થિતિમાં બેંક અભિષેક બચ્ચનને 15 વર્ષ સુધી દર મહિને 18.9 લાખ રૂપિયા આપશે.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)


અભિષેક બચ્ચન છેલ્લે આઈ વોન્ટ ટુ ટોક માં જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કઈ કમાલ બતાવી શકી નહોતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર એ મુંબઈ માં ભાડા પર લીધું આલીશાન ઘર, દર મહિને ચુકવશે અધધ આટલી મોટી રકમ

by Zalak Parikh December 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shraddha kapoor: શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહી છે.આ ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત .થઇ હતી. હવે શ્રદ્ધા કપૂર ને લઈને એવા સમાચાર સામે રહ્યા છે કે અભિનેત્રી એ મુંબઈ માં ભાડા પર એક આલીશાન ઘર લીધું છે.શ્રદ્ધા એ મુંબઈ ના જુહુ વિસ્તાર માં ઘર ભાડા પર લીધું છે તો ચાલો જાણીયે અભિનેત્રી દર મહિને કેટલું ભાડું ચુકવશે. 

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: અભિષેક સાથે ના છૂટાછેડા ના સમાચાર વચ્ચે ઐશ્વર્યા ના મોબાઈલ ના વોલપેપર પર કંઈક એવું જોવા મળ્યું કે લોકો ની થઇ બોલતી બંધ

શ્રદ્ધા કપૂરે ભાડે લીધું ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ શ્રદ્ધા કપૂરે મુંબઈના જુહુ વિસ્તારમાં 3928.86 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ એક વર્ષ માટે લીઝ પર આ આલીશાન ઘર શ્રદ્ધા કપૂરે 6 લાખ રૂપિયા પ્રતિ માસ ના ભાડા પેટે લીધું છે. શ્રદ્ધા કપૂરે આખા વર્ષ માટે એડવાન્સ ભાડા તરીકે 72 લાખ રૂપિયા જમા કરાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha ✶ (@shraddhakapoor)


મીડિયા રિપોર્ટ મુજબ, શ્રદ્ધા એ આ ટ્રાન્ઝેક્શનમાં રૂ. 36,000ની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 1,000ની નોંધણી ફી પણ ચૂકવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai News Minors Mistaken for Thieves In Mumbai Locals Thrash Two Brothers in Vile Parle
મુંબઈ

Mumbai News : મુંબઈના જુહુમાં સ્થાનિકોએ ચોર સમજીને બે સગીરોને બેરહેમીથી માર માર્યો,નગ્ન પરેડ કરાવી; વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં..

by kalpana Verat September 25, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Mumbai News : મુંબઈના જુહુ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્થાનિકોએ બે સગીરોને ચોર સમજીને નિર્દયતાથી માર મારવામાં માર્યો હતો અને નગ્ન પરેડ કરાવી હતી. પોલીસે આ કેસમાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે અને તેની સાથે રહેલા અન્ય બે છોકરાઓ સામે કેસ નોંધ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

Mumbai News :બે સગીર ભાઈઓને સ્થાનિકોએ ચોર સમજીને બેરહેમીથી માર માર્યો. 

વાસ્તવમાં વિલે પાર્લેમાં, સ્થાનિક લોકોએ બે સગીર ભાઈઓ (14 અને 17 વર્ષ)ને ચોર સમજીને બેરહેમીથી માર માર્યો. એટલું જ નહીં લોકોએ આ બંને બાળકોના કપડા ઉતારી દીધા અને તેમના વાળ કાપી નાખ્યા. આ પછી બંનેને સાંકળથી બાંધીને  નગ્ન પરેડ કરાવી હતી. સાથે જ તેમની તસવીર ખેંચીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. ચોંકાવનારી ઘટના એ છે કે આરોપીઓએ બંને બાળકોને આખી રાત બાંધીને રાખ્યા હતા. આ મામલામાં જુહુ પોલીસે સોમવારે ત્રણ-ચાર લોકો સામે કેસ નોંધ્યો છે.

Mumbai News : બંને તેમની નાની સાથે રહે છે.. 

મળતી માહિતી મુજબ વિલે પાર્લે વિસ્તારમાં રહેતી 60 વર્ષીય મહિલા ફરિયાદી તેના બે પૌત્રો (17 અને 14 વર્ષ) સાથે રહે છે. તેઓ કચરો ઉપાડવાનું કામ કરે છે. બંને તેની પુત્રીના પુત્રો છે. પુત્રીના અવસાન બાદ તેના પતિએ બાળકોની જવાબદારી લીધી ન હતી, ત્યારબાદ ફરિયાદીએ આ બંને બાળકોની જવાબદારી પોતે લીધી હતી. ત્યારથી, તે બંને તેમની નાની સાથે રહે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Water Cut: પાણી સાચવીને વાપરજો, શહેરના આ વિભાગોમાં 19 કલાક માટે રહેશે પાણી કાપ.. પાલિકા હાથ ધરશે પાઈપલાઈનનું સમારકામ..

ફરિયાદ અનુસાર, સોમવારે સાંજે સ્થાનિક લોકોએ પૌત્રને માર માર્યો અને તેનો નગ્ન વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો. જ્યારે બાળકોની નાનીને આ વાતની જાણ થઈ ત્યારે તે ચોંકી ઉઠી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વીડિયોમાં ત્રણ-ચાર પુરુષો અને મહિલાઓએ બંને બાળકોને નગ્ન કરીને તેમના વાળ કાપી નાખ્યા હતા. બંનેને સાંકળો વડે ખેંચવામાં આવતા અને લાતો અને મુક્કા વડે માર મારવામાં આવતા જોવા મળ્યા હતા.

Mumbai News : પોલીસે ત્રણથી ચાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ અંગે ફરિયાદીએ તેમના પૌત્ર પાસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, સોમવારે સવારે 3 વાગ્યાની આસપાસ બંને જણા રાહુલ મેડિકલની બાજુમાં આવેલી નાયડુ ચાલમાં ગયા હતા અને ત્યાં રહેતા લોકોને શંકા ગઈ કે તે ચોરી કરવા આવ્યા છે. ત્યાંના લોકોએ તેમને ચોરીની આશંકાથી માર માર્યો હતો. તેઓએ કહ્યું કે, તેઓએ તેમના હાથ-પગ બાંધી દીધા અને વાળ કાપી નાખ્યા, એટલું જ નહીં આખી રાત તેમને બાંધીને રાખ્યા અને જો કોઈને કંઈ કહેશે તો સવારે ફરીથી મારવાની ધમકી આપવામાં આવી. બંને ગભરાઈ ગયા. જેથી ડરના માર્યા તેઓએ કોઈને કંઈ કહ્યું ન હતું. આખરે નાનીમા પોલીસને ઘટનાની જાણ કરી હતી. તદનુસાર, જુહુ પોલીસે સોમવારે આરોપી સહિત ત્રણથી ચાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

September 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
abhishek bachchan buys luxury apartment in juhu close to jalsa
મનોરંજન

Abhishek bachchan: ઐશ્વર્યા બાદ શું અભિષેક પણ તેના માતા પિતા થી અલગ જશે રહેવા? અભિનેતા એ મુંબઈ ના આ વિસ્તાર માં ખરીદ્યુ આલીશાન એપાર્ટમેન્ટ

by Zalak Parikh September 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Abhishek bachchan: અભિષેક બચ્ચન તનેય અને ઐશ્વર્યા ના છૂટાછેડા ને લઈને ચર્ચામાં છે.ઘણા સમય થી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઐશ્વર્યા તેના પતિ અને સાસુ સસરા ના ઘરે નહીં પરંતુ તેની માતા ના ઘરે રહે છે. આ બધાની વચ્ચે અભિષેક વિશે એવા સમાચાર આવી રહ્યા છે કે તેને મુંબઈ ના જુહુ વિસ્તાર માં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યુ છે. 

આ સમાચાર પણ વાંચો :  Soha ali khan: સોહા અલી ખાન એ ખોલ્યું પટૌડી પેલેસ નું મોટું રહસ્ય, શર્મિલા ટાગોરે સંભાળી હતી આ જવાબદારી

    

અભિષેક બચ્ચને જુહુ માં ખરીદ્યુ ઘર 

મીડિયા રિપોર્ટ મુજબ અભિષેક બચ્ચને અપસ્કેલ જુહુ વિસ્તારમાં એક આલીશાન ઘર ખરીદ્યુ છે. રિપોર્ટ મુજબ આ ઘર તેના પિતા અમિતાભ બચ્ચનના પ્રખ્યાત બંગલા જલસા પાસે છે. બચ્ચન પરિવાર ના પહેલાથી જ આ વિસ્તારમાં પાંચ બંગલા સહિત અનેક મિલકતો છે. 

#AbhishekBachchan splurges on a plush property in #Juhu two months after purchasing six flats in #Borivali– Report @juniorbachchan #bollywoodbubble https://t.co/81NecLC7of

— Bollywood Bubble (@bollybubble) September 19, 2024


અભિષેકની આ નવી પ્રોપર્ટી એક નવા બિલ્ડર દ્વારા બનાવવામાં આવી છે આ સંચાર સામે આવ્યા બાદ લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે, ઐશ્વર્યા સાથે રહેવા માટે અભિષેક કદાચ તેના પિતાથી અલગ થવાનું વિચારી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

September 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
kartik aaryan rent out 17 crore juhu apartment
મનોરંજન

Kartik aaryan: કાર્તિક આર્યન એ તેનો 17 કરોડ ના ફ્લેટ ને ચઢાવ્યો ભાડે, દર મહિને રેન્ટ માંથી અધધ આટલી કમાણી કરશે અભિનેતા

by Zalak Parikh August 30, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kartik aaryan: કાર્તિક આર્યન તેની ફિલ્મ ચંદુ ચેમ્પિયન ના સફળતા નો આનંદ માણી રહ્યો છે. કાર્તિક ની આ ફિલ્મ દર્શકો ને ખુબ પસંદ આવી હતી. હવે કાર્તિક આર્યન ને લઈને એવા સમાચાર આવી રહ્યા છે અભિનેતાએ તેના 18 કરોડ ના ફ્લેટ ને ભાડે ચઢાવ્યો છે. કાર્તિક આર્યન નો આ ફ્લેટ મુંબઈ ના જુહુ વિસ્તારમાં આવેલો છે. 

આ સમાચાર પણ વાંચો: Bigg boss 18: ચંદેરી ગામ બાદ શું સલમાન ખાન ના શો બિગ બોસ 18 માં પણ પોતાનો આતંક ફેલાવશે સરકટા? અભિનેતા સુનિલ કુમારે જણાવી હકીકત

કાર્તિક આર્યન ના ફ્લેટ ના ભાડા ની કિંમત 

મીડિયા રિપોર્ટ મુજબ કાર્તિક આર્યને આ એપાર્ટમેન્ટ લગભગ 4.5 લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર આપ્યું છે. કાર્તિક નો આ ફ્લેટ 1,912 ચોરસ ફૂટમાં બનેલ છે અને સિદ્ધિવિનાયક પ્રેસિડેન્સી કો-ઓપરેટિવ હાઉસિંગ હેઠળ આવે છે.આ હાઉસિંગ સોસાયટી મુંબઈ ના જુહુ વિસ્તાર માં આવેલી છે. આ વિસ્તાર માં ઘણા સેલેબ્સ રહે છે. 

Bollywood actor Kartik Aaryan Rents Out His Rs. 17.5 Crore Juhu Apartment: Square Yardshttps://t.co/sZTWmVL8qJ

— Neel Achary (@neel5) August 29, 2024


મીડિયા રિપોર્ટ મુજબ કાર્તિકે આ ફ્લેટ નું રજીસ્ટ્રેશન 30 જૂન 2024ના રોજ કરાવ્યું હતું. તેણે તેની માતા માલા તિવારી સાથે મળીને 17.8 કરોડ રૂપિયાની આ પ્રોપર્ટી ખરીદી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Why did the municipality build a square in the name of Raveena Tandon's father in this area in Mumbai Know details here.
મુંબઈમનોરંજન

Raveena Tandon: મુંબઈમાં આ વિસ્તારમાં રવીના ટંડનના પિતાના નામે પાલિકાએ ચોક બનાવી શા માટે કર્યું સન્માન? જાણો વિગતે અહીં.

by Bipin Mewada February 19, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai  

Raveena Tandon: બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન કોઈને કોઈ કારણોસર સતત ચર્ચામાં રહે છે. તેણીએ તેના દમદાર અભિનયથી મનોરંજન જગતમાં એક અલગ નામ બનાવ્યું છે. રવિના ટંડનના પિતા અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રવિ ટંડનને ( Ravi Tandon ) મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) દ્વારા અનોખું સન્માન આપવામાં આવ્યું છે. રવિના ટંડને પોતે આનો એક વીડિયો શેર કર્યો છે. વિડીયો શેર કરતી વખતે તે ઈમોશનલ જોવા મળી રહી હતી. 

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ( Indian film industry ) રવિ ટંડનના મહત્વપૂર્ણ યોગદાનને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્યતા આપવામાં આવી છે. મુંબઈના જુહુ ( Juhu ) વિસ્તારના એક ચોકને રવિ ટંડનનું નામ આપવામાં આવ્યું છે. રવિના ટંડને ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. આ ફોટામાંથી એકમાં મુંબઈના જુહુ વિસ્તારમાં એક ચોક પાસે એક બોર્ડ જોઈ શકાય છે. આ બોર્ડ પર ‘નિર્મતા શ્રી રવિ ટંડન ચોક’ ( Shri Ravi Tandon Chowk ) લખેલું છે. તેમાં ‘મુંબઈ મહાનગરપાલિકા’ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Raveena Tandon (@officialraveenatandon)

  રવિ ટંડને 70 અને 80ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું…

રવિનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રવિનાની માતા વીણા રવિના ટંડન ચોક બોર્ડનું અનાવરણ કરતી જોવા મળી રહી છે.રવીનાએ વીડિયોને કેપ્શન આપ્યું, “પપ્પા તમને દરરોજ યાદ કરે છે.” રવીનાએ કેટલાક ફોટા પણ શેર કર્યા છે.

જુહુના ચોકમાં પિતાનું નામ જોઈને રવીના ભાવુક થઈ ગઈ હતી. તેણીએ કહ્યું, “એક બહુમુખી, ટ્રેન્ડ સેટિંગ ફિલ્મ નિર્માતા તરીકે સિનેમામાં તેમનું યોગદાન ખરેખર નોંધપાત્ર છે. મુંબઈમાં એક ચોકનું નામ તેમના નામ પર રાખવામાં આવશે, જે તેમની મહેનત અને સમર્પણનું પ્રતીક છે. જે રીતે તેમનું નામ અમર થઈ ગયેલું જોઈ રહી છું, તેનાથી મારું હૃદય ગર્વથી ભરાઈ ગયું છે. “

 

View this post on Instagram

 

A post shared by Raveena Tandon (@officialraveenatandon)

આ સમાચાર પણ વાંચો : Congress: ઓ ત્તારી…. કોંગ્રેસના વધુ બે કદાવર નેતા ભાજપમાં જોડાશે.

દરમિયાન, રવિના ટંડનના પિતા રવિ ટંડનનું 11 ફેબ્રુઆરી 2022ના રોજ અવસાન થયું હતું. તે સમયે તેમની ઉંમર 86 વર્ષની હતી. રવિનાએ તેના પિતા સાથે બાળપણના કેટલાક ફોટા શેર કર્યા હતા અને આ દુખદ સમાચાર આપ્યા હતા. નોંધનીય છે કે, રવિ ટંડને 70 અને 80ના દાયકામાં ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. ‘ખેલ ખેલ મેં’, ‘મજબૂર’, ‘ઉનહોની’, ‘ખુદ્દાર’, ‘ઝિંદગી’, ‘નજરાના’, ‘એક મેં ઔર એક તુ’, ‘જવાબ’, ‘આન ઔર શાન’, ‘નિર્માણ’, ‘જૂઠું’ ‘કહી કા’, ‘ચોર હો તો ઐસા’ આ ફિલ્મોના નિર્દેશનથી તેમણે સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક ઓળખ બનાવી હતી. તેમણે તેમની દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત સહાયક દિગ્દર્શક તરીકે કરી હતી. તેમણે કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. તે 1960માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લવ ઇન શિમલા’ માં પણ અભિનેતા તરીકે જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

February 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai
મુંબઈ

Mumbai : ચોંકાવનારું.. મુંબઈની રહેણાંક ઇમારતમાં અડધી રાત્રે નશામાં ધૂત બે યુવતીઓએ વગાડી ડોર બેલ, બહારથી દરવાજો બંધ કરવાનો કર્યો પ્રયાસ..

by kalpana Verat January 30, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Mumbai : મુંબઈના એક રહેણાંક એપાર્ટમેન્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈના એક એપાર્ટમેન્ટમાં બે યુવતીઓ ( Girls ) નેમ પ્લેટ ચેક કરતી અને ફ્લેટની ડોરબેલ ( doorbell ) વગાડતી જોવા મળી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ ( CCTV footage ) પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક યુઝરે સીસીટીવી વીડિયો શેર કર્યો છે અને 28 જાન્યુઆરીએ બનેલી આ ઘટના વિશે જણાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નશામાં ( Drunk ) દેખાતી યુવતીઓ એ માત્ર નેમ પ્લેટ જ તપાસી ન હતી પરંતુ દરવાજાને બહારથી લોક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. 

ઇમારત મોટાભાગે આધેડ અને વરિષ્ઠ નાગરિકોનું ઘર

યુઝરે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની ઇમારત મોટાભાગે આધેડ અને વરિષ્ઠ નાગરિકોનું ( Senior Citizens ) ઘર છે. રાત્રે 2:30 વાગ્યે, ઘણી ડોરબેલ વાગી, આ ડોરબેલની રીંગએ ( doorbell ring ) મને અને મારી માતાને ચોંકાવી દીધા. સીસીટીવીમાં મેમરીની સમસ્યા હોવાને કારણે, ફૂટેજ શરૂઆતમાં અનુપલબ્ધ ન હતા, પરંતુ બીજા દિવસે સવારે સીસીટીવી “ફિક્સ” થયા પછી કેટલાક ફૂટેજ રીકવર કરવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ બધુ બે યુવતીઓએ કર્યું હતું, જેઓ નશામાં હોય તેવું લાગી રહ્યું હતું, તેઓએ સીસીટીવી પણ જોયા, તેમ છતાં તેઓ ઉપરના માળે ગયા, નેમ પ્લેટ ચેક કરી, દરવાજો બહારથી લોક કરવાનો પ્રયાસ કર્યો. અને સતત ડોરબેલ વગાડતી રહી. .

Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai

Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai

બેશરમપણે વગાડતી રહી ડોરબેલ

પરિસ્થિતિની ગંભીરતા પર પ્રકાશ પાડતા યુઝરે જણાવ્યું કે રહેવાસીઓ ચોંકી ગયા હતા કારણ કે યુવતીઓ સુરક્ષા કેમેરાની હાજરીથી વાકેફ હતી, તેમ છતાં તેઓએ બેશરમપણે તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. તેમની ચિંતા વાજબી હતી, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં, અમારી બિલ્ડિંગ અને જુહુ સ્કીમની આસપાસ લૂંટના અનેક પ્રયાસો અને હત્યાઓ પણ થઈ છે. બિલ્ડીંગમાંના લોકોએ ઘણી વખત મધ્યરાત્રિમાં પરિસરમાંથી ભાગી જવું પડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : One Bharat Sari Walkathon: મહિલાઓમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા માટે કાપડ મંત્રાલય 4 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના કોટામાં ‘વન ભારત સાડી વોકેથોન’નું આયોજન કરશે 

આશ્ચર્ય વ્યક્ત કરતાં યુઝરે પોતાના ટ્વીટમાં કહ્યું, સામાન્ય રીતે, હું તેને અવગણના કરું છું. જો કે, યુઝર દ્વારા શેર કરાયેલા વધારાના CCTV ફૂટેજમાં મહિલાઓ કેમેરાની હાજરીનો સ્વીકાર કરતી દર્શાવવામાં આવી હતી, અને તેમના બહાદુર વર્તન પર વધુ ભાર મૂક્યો હતો. તમને જણાવી દઈએ કે યુઝરે આ ઘટના ના વધુ બે વીડિયો પણ પોસ્ટ કર્યા છે. સીસીટીવી ફૂટેજ જેમાં બે મહિલાઓ “સીસીટીવી કેમેરા સ્વીકારતી” જોવા મળી હતી.

Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai

Mumbai Women ring apartment bells, lock doors from outside in Mumbai

યુઝર્સની પ્રતિક્રિયા

આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સની પ્રતિક્રિયા આવી હતી, જેમાં ઘણાએ મહિલાઓની તેમના “ઉદાસીભર્યા વર્તન” માટે નિંદા કરી હતી. તો કેટલાક વપરાશકર્તાઓએ પોલીસને સોંપવાનું સૂચન કર્યું, યુઝરને યોગ્ય તપાસ માટે ઘટનાની જાણ કરવા વિનંતી કરી.

કાનૂની સંડોવણી વિના ઉકેલાયો મામલો

હવે એક અપડેટમાં, યુઝરે ખુલાસો કર્યો છે કે છોકરીઓને ઑફલાઇન ઓળખવામાં આવી છે અને ઠપકો આપવામાં આવ્યો છે. જો કે, રહેવાસીઓએ વધુ કાનૂની સંડોવણી વિના ઉકેલ લાવવાનું પસંદ કરીને પોલીસ ફરિયાદ ન નોંધાવવાનું નક્કી કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Prithvi Theatre Will Remain Closed From October 10 To November 2
મુંબઈ

Mumbai: મુંબઈનું પ્રખ્યાત પૃથ્વી થિયેટર આટલા દિવસ સુધી રહેશે બંધ.. જાણો શું છે કારણ..વાંચો વિગતે અહીં..

by Hiral Meria October 10, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mumbai: પૃથ્વી થિયેટરે (Prithvi Theater) ગઈ કાલે 9 ઑક્ટોબરે તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું કે તે 10 ઑક્ટોબરથી 2 નવેમ્બર સુધી બંધ રહેશે. તે એક સુંદર એમ્બિયન્ટ કૅફે સાથેનું મુંબઈ (Mumbai) નું પ્રખ્યાત થિયેટર (Theater) છે. પૃથ્વી થિયેટરનું નવીનીકરણ ( renovation ) થવા જઈ રહ્યું છે અને તેથી જ તે 10 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી બંધ રહેશે. જો કે, પૃથ્વી કેફે ( Prithvi Cafe )  ખુલ્લું રહેશે.

તેની સ્થાપના બોલિવૂડ અભિનેતા શશિ કપૂર (Shashi Kapoor) અને તેમની પત્ની જેનિફર કપૂર દ્વારા તેમના પિતા પૃથ્વીરાજ કપૂર (Prithviraj Kapoor) ની યાદમાં કરવામાં આવી હતી અને 1978માં મુંબઈના જુહુમાં ( Juhu )  તેના દરવાજા ખોલવામાં આવ્યા હતા. તે થિયેટર સમજદાર પ્રેક્ષકો માટે અને પર્ફોર્મિંગ આર્ટ્સ, કેટરિંગના વિકાસ અને પ્રમોશન માટે સમર્પિત છે.

 

 

View this post on Instagram

 

A post shared by Prithvi Theatre (@prithvitheatre)

 બુકશોપ અને કેફે ચાલુ રહેશે..

આ પ્રતિષ્ઠિત સ્થળ કાર્યક્રમોની વિવિધ શ્રેણી ઓફર કરે છે, જેમાં દૈનિક શો (સોમવાર સિવાય બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી), બાળકોની વર્કશોપ, કોન્સર્ટ, વાર્ષિક થિયેટર ફેસ્ટિવલ અને ભાષા, કવિતા, આંતરરાષ્ટ્રીય સિનેમા અને પર્ફોર્મિંગ આર્ટને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ થિયેટર હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીમાં નાટકો તેમજ જીવંત સંગીત અને નૃત્ય પ્રદર્શન પણ પ્રદર્શિત કરે છે.

આ સમાચાર પણ વાંચો :  Israel-Hamas War: ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ પર સાઉદી પ્રિન્સનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ક્રાઉન પ્રિન્સે? વાંચો વિગતે અહીં…

મુલાકાતીઓ પૃથ્વી બુકશોપમાં અનોખા પુસ્તક સંગ્રહનું અન્વેષણ કરી શકે છે જે હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂમાં નાટકો, થિયેટર અને પર્ફોર્મિંગ આર્ટ્સને લગતા સાહિત્યના પુસ્તકો પ્રદાન કરે છે. હરિયાળી અને વૈવિધ્યપૂર્ણ સજાવટ વચ્ચેનું પૃથ્વી કાફે સેટ, મુંબઈના હૃદયમાં શાંતિપૂર્ણ એકાંત ઓફર કરે છે, તે તેની આઇરિશ કોફી, કટિંગ ચાઈ, સુલેમાની ચાઈ અને કાશ્મીરી કહવા માટે પ્રખ્યાત છે. આ કાફે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ નાસ્તા, પીણાં અને મીઠાઈઓ પણ પીરસે છે અને દરરોજ સવારે 11 થી 10 વાગ્યા સુધી ચાલે છે.

આશ્રયદાતાઓ માટેના મહત્વના નિયમોમાં મફત બેઠકને કારણે વહેલું આવવું, ખલેલ પહોંચાડનારા કલાકારો અને સાથી પ્રેક્ષકોના સભ્યોને ટાળવા માટે શો શરૂ થયા પછી ફરીથી પ્રવેશ નહીં, અને વિક્ષેપ-મુક્ત વાતાવરણ જાળવવા માટે ફોન બંધ રાખવાનો સમાવેશ થાય છે.

October 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
sunny deol bungalow will not be sold now bank of baroda bans auction of actor property
મનોરંજન

sunny deol: સની દેઓલ ના બંગલા ની નહીં થાય હરાજી, આ કારણોસર બેંકે પાછી ખેંચી નોટિસ

by Zalak Parikh August 21, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

સની દેઓલના બંગલાની હવે હરાજી નહીં થાય. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ‘ગદર 2’ એક્ટર સની દેઓલના જુહુ વિલાની હરાજી થવા જઈ રહી છે. આ વિલાનું નામ ‘સની વિલા’ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સની દેઓલ પર 56 કરોડ રૂપિયાનું દેવું છે. આ લોન અને વ્યાજની વસૂલાત માટે બેંક ઓફ બરોડા દ્વારા તેમના ‘સની વિલા’ ની હરાજી કરવામાં આવી રહી છે. હરાજીની તારીખ પણ સામે આવી ગઈ હતી, જેની જાહેરાત પણ અખબારોમાં આપવામાં આવી રહી હતી. તે મુજબ 25 સપ્ટેમ્બરે રૂ. 51.43 કરોડની અનામત કિંમતે હરાજી શરૂ થવાની હતી. પરંતુ હવે 24 કલાકની અંદર બેંકે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. બેંક ઓફ બરોડાએ સની દેઓલની પ્રોપર્ટીની હરાજી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

 

સની દેઓલ ના બંગલા ની નહીં થાય હરાજી  

હવે સની દેઓલના બંગલાની હરાજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને ખુદ બેંક ઓફ બરોડાએ છાપા માં એક જાહેરાત દ્વારા આ માહિતી આપી છે.છાપા માં પ્રકાશિત નોટિફિકેશનમાં લખવામાં આવ્યું છે કે સની દેઓલના બંગલાની હરાજી માટે છાપા માં આપવામાં આવેલી નોટિસ કેટલાક ટેકનિકલ કારણોસર પાછી ખેંચવામાં આવી રહી છે. તેની સાથે આ એડમાં સની દેઓલનું નામ અને તેના ઘરનું સરનામું પણ લખેલું જોવા મળે છે.

sunny deol bungalow will not be sold now bank of baroda bans auction of actor property

sunny deol bungalow will not be sold now bank of baroda bans auction of actor property

સની દેઓલ એ બેંક પાસેથી લીધી હતી લોન  

સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન માટે તેણે મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત ‘સની વિલા’ નામનો પોતાનો વિલા મોર્ગેજ પર આપ્યો હતો. તેના બદલે તેણે બેંકને લગભગ 56 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આ લોન અને તેના પર વસૂલવામાં આવતા વ્યાજની વસૂલાત માટે બેંકે આ મિલકતની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.મીડિયા રિપોર્ટ અનુસાર આ વિલાની રિકવરી માટે સનીને બેંકને 56 કરોડ રૂપિયા આપવાના હતા,સંભવ છે કે તેણે આ ચૂકવણી કરી હશે, ત્યારબાદ બેંક દ્વારા તેના ઘરની હરાજી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સની દેઓલનો વિલા મુંબઈના ગાંધી ગ્રામ રોડ પર આવેલો છે. તેના બાંયધરી તરીકે તેના પિતા ધર્મેન્દ્રનું નામ સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt and Kareena Kapoor: શું કરણ જોહર પોતાની ફિલ્મમાં આલિયા અને કરીના ને કરશે કાસ્ટ? ‘રાની’એ નણંદ સાથેની તસવીરો પોસ્ટ કરીને કરી આ ખાસ માંગ

August 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક