• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - kangana ranaut
Tag:

kangana ranaut

Kangana Ranaut summoned by Bathinda court in defamation case, video appearance plea rejected
મનોરંજન

Kangana Ranaut: કંગના રનૌત પર માનહાનિ કેસમાં કોર્ટ એ અપનાવ્યું કડક વલણ,અભિનેત્રી ની અરજી ફગાવી આપ્યો આ આદેશ

by Zalak Parikh September 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kangana Ranaut: બોલીવૂડ અભિનેત્રી અને મંડીની BJP સાંસદ કંગના રનૌત ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. પંજાબના ભટિંડાની કોર્ટએ 2020-21ના ખેડૂત આંદોલન દરમિયાન થયેલા એક ટ્વીટના કારણે કંગનાને 27 ઓક્ટોબર, 2025ના રોજ વ્યક્તિગત રીતે હાજર થવાનો આદેશ આપ્યો છે. કંગનાએ વિડીયો કોન્ફરન્સિંગથી હાજર થવાની અરજી કરી હતી, જેને કોર્ટએ ફગાવી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : Ankita Lokhande: શું માતા બનવાની છે અંકિતા લોખંડે? અભિનેત્રી ની એક પોસ્ટ ને કરને થયું ચર્ચા નું બજાર ગરમ

શું છે માનહાનિનો કેસ?

કેસ 2021માં દાખલ થયો હતો જ્યારે કંગનાએ એક ટ્વીટમાં ભટિંડાના બહાદુરગઢ જંડિયાં ગામની 73 વર્ષીય મહિન્દ્ર કૌર ને શાહીન બાગની બિલ્કિસ બાનો તરીકે ઓળખાવી હતી. કંગનાએ લખ્યું હતું કે “હાહા, આ એ જ દાદી છે જે ટાઈમ મેગેઝીન માં આવી હતી… ₹100માં ઉપલબ્ધ છે.” આ ટ્વીટથી મહિન્દ્ર કૌરની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હતી અને તેમણે કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો.કંગનાના વકીલે કોર્ટમાં દલીલ કરી કે આ માત્ર રીટ્વીટ હતું, પણ કોર્ટએ કહ્યું કે “તમે સ્પાઈસ ઉમેર્યું છે.” પંજાબ અને હરિયાણા હાઈકોર્ટએ પહેલેથી જ કંગનાની અરજી ફગાવી હતી. ત્યારબાદ કંગનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પણ ત્યાં પણ કોર્ટએ કહ્યું કે “આ માત્ર રીટ્વીટ નથી, તમે તમારી ટિપ્પણી ઉમેરીને મામલાને વધુ ગંભીર બનાવ્યો છે.”

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)


 

ભટિંડાની કોર્ટના ન્યાયાધીશ એ  કંગનાને 27 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કંગનાની ગેરહાજરીના કારણે અગાઉના સમન્સ પણ પાછા ફર્યા હતા. હવે SSP દ્વારા સમન્સ ફરીથી મોકલવામાં આવ્યા છે. ફરિયાદી તરફથી કોર્ટને વિનંતી કરી કે કંગનાની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે અને ગેરહાજર રહે તો ધરપકડ વોરંટ જારી કરવામાં આવે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kangana Ranaut lashes out over Raja Raghuvanshi murder case
મનોરંજન

Kangana Ranaut: રાજા રઘુવંશી કેસ પર આવી કંગના રનૌત ની પ્રતિક્રિયા, સોનમ રઘુવંશી પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા અભિનેત્રી એ કહી આવી વાત

by Zalak Parikh June 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Kangana Ranaut: બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે તાજેતરમાં રાજા રઘુવંશી હત્યા કેસ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ શેર કરીને કહ્યું કે, “શું એક છોકરી પોતાના માતા-પિતાથી ડરીને લગ્ન માટે ના ના કહી શકે? પરંતુ પ્રેમી સાથે મળીને પતિની હત્યા ની યોજના બનાવી શકે છે?” કંગનાએ આ ઘટનાને ક્રૂર અને અમાનવીય ગણાવી છે.

આ સમાચાર પણ વાંચો : Housefull 5 OTT Release: થિયેટર માં ધૂમ મચાવી રહેલી હાઉસફુલ 5 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

કંગનાનું નિવેદન: “મૂર્ખતા સૌથી મોટો ખતરો”

કંગનાએ પોતાના પોસ્ટમાં લખ્યું કે, “સમાજમાં મૂર્ખ લોકોને હાસ્યનો વિષય માનવામાં આવે છે, પરંતુ એ લોકો સૌથી વધુ ખતરનાક હોય છે. બુદ્ધિશાળી લોકો પોતાના ફાયદા માટે નુકસાન કરે છે, પણ મૂર્ખોને ખબર પણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે.” કંગનાનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Creates (@tellycreates)


29 વર્ષીય રાજા રઘુવંશીની હત્યા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. માહિતી મુજબ, લગ્નના થોડા દિવસો બાદ રાજા અને તેની પત્ની સોનમ મેઘાલયના શિલૉંગ હનીમૂન પર ગયા હતા. ત્યાં સોનમે પોતાના પ્રેમી અને બે અન્ય સાથીઓ સાથે મળીને રાજા ની હત્યા કરી. બાદમાં સોનમે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. શિલૉંગ પોલીસએ ત્રણ આરોપીઓ સામે ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી છે અને ચોથો આરોપી મધ્ય પ્રદેશના સાગરથી પકડાયો છે. રાજા અને સોનમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો વધુ દુઃખી થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જે લગ્ન પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક લાગતા હતા, તે હવે એક ડરાવનારી હકીકત બની ગયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amitabh Bachchan Midnight Tweet Sparks Controversy Amid India-Pakistan Tensions
મનોરંજન

Amitabh Bachchan Latest Tweet: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમિતાભ બચ્ચન ના મધરાત ના ટ્વીટ એ મચાવ્યો હંગામો, ટ્રોલર્સ ના નિશાના પર આવ્યા બિગ બી

by Zalak Parikh May 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amitabh Bachchan Latest Tweet: પેહલગામમાં થયેલા આતંકી હુમલા અને તેના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ દેશભરમાં ઉગ્ર ભાવનાઓ છે. આ દરમિયાન બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એ મધરાતે 1:30 વાગ્યે એક ટ્વીટ કર્યું, જેમાં માત્ર લખ્યું હતું: “T 5373 -”. આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો: Aishwarya Rai video: ઐશ્વર્યા રાયના એવોર્ડ સ્પીચનો વીડિયો થયો વાયરલ, જયા બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા ના હાવભાવ બન્યા ચર્ચાનો વિષય

ટ્વીટનો અર્થ શું?

અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી તેમના દરેક ટ્વીટમાં માત્ર નંબર લખી રહ્યા છે, જેમ કે “T 5373 -”. આ ટ્વીટ્સનો કોઈ સ્પષ્ટ અર્થ નથી, પણ લોકો હવે આને લઈને ગુસ્સામાં છે એક બાજુ જ્યાં કંગના રનૌત અને અનુપમ ખેર જેવા કલાકારોએ ખુલ્લેઆમ ભારતના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે, ત્યાં અમિતાભ બચ્ચન ની ચુપ્પી લોકો માટે આશ્ચર્યજનક બની છે. યુઝર્સે ટ્વીટ પર કમેન્ટ કરતાં કહ્યું કે “શું તમે મોઢામાં દહીં જમાવીને બેઠા છો?” અને “આવા સમયે પણ તમે કંઈ નહીં બોલો?” ઘણા યુઝર્સે તેમને દેશના મહાનાયક તરીકે જવાબદારીથી અવાજ ઉઠાવવાની અપીલ કરી છે.

T 5373 –

— Amitabh Bachchan (@SrBachchan) May 8, 2025


કંગના રનૌત એ જમ્મુ અને એર ડિફેન્સ S-400 અંગે પોસ્ટ કરી છે, જ્યારે અનુપમ ખેર  એ જણાવ્યું કે તેમના જમ્મુમાં રહેતા કઝિને કહ્યું કે “વૈષ્ણો માતા અને ભારતીય સેના અમને કંઈ થવા નહીં દે.” આ બંને કલાકારોએ ખુલ્લેઆમ દેશના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
kangana ranaut apologized to javed akhtar in front of the court
મનોરંજન

Kangana ranaut: કંગના રનૌત અને જાવેદ અખ્તર ના વિવાદ નો આવ્યો અંત, આ શરતોને કારણે કોર્ટમાં થયું સમાધાન

by Zalak Parikh March 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે નો વિવાદ છેલ્લા પાંચ વર્ષ થી ચાલ્યો આવે છે. બંને નો કેસ કોર્ટ માં ચાલી રહ્યો હતો હવે આ કેસ નો અંત આવ્યો છે. કંગનાએ જાવેદ અખ્તરને થયેલી અસુવિધા બદલ માફી માંગી છે. અભિનેત્રીએ માફી માંગ્યા બાદ જાવેદ અખ્તર અને કંગના રનૌતે સમાધાન કરી લીધું છે.કંગના એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ આ માહિતી શેર કરી છે.

આ સમાચાર પણ વાંચો: Sonakshi sinha: સોનાક્ષી સિંહા એ લગ્નના 9 મહિના પછી તેના ખાનગી અને નાના લગ્ન કરવાનું જણાવ્યું કારણ, એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યા ઘણા ખુલાસા

કંગના એ માંગી જાવેદ અખ્તર ની માફી 

જાવેદ અખ્તરે કંગના રનૌત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.આ કેસમાં સુનાવણી છેલ્લા 5 વર્ષથી ચાલી રહી હતી.ગઈકાલ ની સુનવણી માં કંગના કોર્ટ માં હાજર રહી હતી આ દરમિયાન જાવેદ અખ્તર પણ કોર્ટમાં હાજર હતા. કંગનાએ સમાધાનની બધી શરતો સ્વીકારી, ત્યારબાદ બંને પક્ષોની સંમતિથી કેસનું સમાધાન થયું. કંગના ના કુલ ચાર મુદ્દાઓના આધારે મામલો ઉકેલાયો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


કંગના ના પ્રથમ મુદ્દા મુજબ, ‘તે નિવેદન ગેરસમજને કારણે આપવામાં આવ્યું હતું.’બીજું – ‘હું મારા બધા નિવેદનો પાછા લઉં છું.’ત્રીજું – ‘હું ભવિષ્યમાં ક્યારેય આવા નિવેદનો નહીં આપું’ ચોથા મુદ્દા માં કંગના એ જાવેદ અખ્તર ની માફી માંગતા કહ્યું, – ‘મારા નિવેદનોને કારણે જાવેદ સાહેબને થયેલી અસુવિધા બદલ હું માફી માંગુ છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kangana suffered loss due to the non existence of the emergency.
મનોરંજન

Kangana ranaut: ઇમર્જન્સી ના ના ચાલવા થી કંગના ને થયું અધધ આટલું નુકસાન, ફિલ્મ બનાવવા અભિનેત્રી એ કર્યું હતું આવું કામ

by Zalak Parikh February 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kangana ranaut: કંગના રનૌત ફિલ્મ ઇમર્જન્સી ની પ્રોડ્યૂસર છે. કંગના માટે આ ફિલ્મ ડ્રિમ પ્રોજેક્ટ હતો. કંગના એ આ ફિલ્મ અંતે ઘણી મહેનત કરી હતી. ઘણી અડચણો આવ્યા બાદ છેવટે આ ફિલ્મ રિલીઝ તો થઇ પરંતુ આ ફિલ્મ દર્શકો ને થિયેટર સુધી ખેંચવા માં અસફળ રહી. પરંતુ હવે આ ફિલ્મ ના ચાલવા થી અભિનેત્રી ને ભારે નુકસાન થયું છે. 

આ સમાચાર પણ વાંચો: Hera pheri 3: હેરા ફેરી 3 ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે રિલીઝ થશે અક્ષય, સુનિલ અને પરેશ રાવલ ની ફિલ્મ

ઇમર્જન્સી થી કંગના ને થયું નુકશાન 

મીડિયા રિપોર્ટ મુજબ કંગના એ ઇમર્જન્સી બનાવવા પાછળ  60 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ ફિલ્મે પહેલા દિવસે 2.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે લગભગ 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ કંગના એ ફિલ્મ ઇમર્જન્સી બનાવવા માટે પોતાનું ઘર પણ ગીરવે મૂક્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)


તમને જણાવી દઈએ કે કંગના એ આ ફિલ્મ માં દેશ ની ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે જેના માટે કંગના એ ખુબ મહેનત કરી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
kangana ranaut starrer emergency stuck in legal issues case filed against film for copyright issue
મનોરંજન

Kangana ranaut emergency: કંગના રનૌત ની મુશ્કેલી માં થયો વધારો, આ મામલે તેની ફિલ્મ ઇમર્જન્સી પર દાખલ થયો કેસ

by Zalak Parikh January 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut emergency: કંગના ની ફિલ્મ ઇમર્જન્સી થિયેટરો માં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તેવામાં હવે કંગના ની મુશ્કેલી માં વધારો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ કંગના ની ફિલ્મ  ‘ઇમર્જન્સી’ પર કોપીરાઇટ ઉલ્લંઘનનો આરોપ લગાવતો કેસ દાખલ કરવામાં આવ્યો છે.’ઇમર્જન્સી’ પર 26 જાન્યુઆરી 1950 ના રોજ લખાયેલી દિનકરની કવિતા ‘જનતાતંત્ર કા જન્મ’ માંથી ‘સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ’ પંક્તિનો પરવાનગી વિના ઉપયોગ કરવાનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો : Nita ambani: ટ્રેડિશનલ જામેવાર સાડી પહેરીને ડોનાલ્ડ ટ્રમ્પ ની ડિનર પાર્ટી માં પહોંચી નીતા અંબાણી પહોંચ્યા, બિઝનેસ વુમન ની આ વસ્તુ એ ખેંચ્યું લોકો નું ધ્યાન

ઇમર્જન્સી પર થયો કોપીરાઈટ નો કેસ 

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ના પ્રમોશનમાં અને પરવાનગી વિના એક ગીતમાં ‘સિંઘાસન ખાલી કરો કી જનતા આતી હૈ’ વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગીત મનોજ મુન્તાશીરે લખ્યું છે. ૨૬ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ, ફિલ્મના પ્રમોશન દરમિયાન, ખબર પડી કે આ વાક્ય ફિલ્મમાં હશે. આવી સ્થિતિમાં, 31 ઓગસ્ટ 2024 ના રોજ ફિલ્મ નિર્માતાને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ નિર્માતાઓએ આનો કોઈ જવાબ આપ્યો નહીં.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)


કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ લગાવનાર વ્યક્તિએ સિવિલ રિટ જ્યુરિસ્ડક્શન કેસ નંબર 19202/2024 હેઠળ પટના હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.પરંતુ ‘ઇમર્જન્સી’ વિશ્વભરમાં રિલીઝ થઈ હોવાથી ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાને બદલે કોર્ટે આરોપીઓને નોટિસ પાઠવવાનો આદેશ આપ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
zarina wahab on husband aditya pancholi extra marital affairs
મનોરંજન

Zarina wahab on aditya pancholi: પતિ આદિત્ય પંચોલી ના લગ્ન બાહ્ય અફેર વિશે જાણતી હતી પત્ની ઝરીના વહાબ, આ કારણે ચૂપ રહી હતી અભિનેત્રી

by Zalak Parikh November 28, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Zarina wahab on aditya pancholi: ઝરીના વહાબ બોલિવૂડ ની અભિનેત્રી અને અભિનેતા આદિત્ય પંચોલી ની પત્ની છે. ઝરીના અને આદિત્ય ના લગ્ન ને 30 વર્ષ થી વધુ નો સમય થઇ ચુક્યો છે. લગ્ન બાદ આદિત્ય નું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું હતું. હવે ઝરીનાએ ખુલાસો કર્યો છે કે તે આદિત્યના લગ્ન બાહ્ય અફેર વિશે જાણતી હતી. પરંતુ તેણે જાણીજોઈને તેને આ અંગે પૂછપરછ કરી ન હતી.

આ સમાચાર પણ વાંચો : Kajol: સર્જરી વગર કેવી રીતે ગોરી થઇ કાજોલ? અભિનેત્રી એ જણાવ્યું તેના ટ્રાન્સફોર્મેશન પાછળ નું અસલી કારણ

ઝરીના વહાબે કર્યો આદિત્ય પંચોલી ના લગ્ન બાહ્ય અફેર વિશે ખુલાસો 

ઝરીના વહાબે તાજેતર માં એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેને જણાવ્યું કે, ‘હું હંમેશા નિર્મલ (આદિત્ય પંચોલીનું અસલી નામ)ના અફેર વિશે જાણતી હતી, પણ મેં ક્યારેય તેની પૂછપરછ કરી ન હતી. જ્યારે તે ઘરે હતો ત્યારે તે મારી સાથે કેવી રીતે વર્તે છે તેની જ મને ચિંતા હતી.મેં તેને પ્રશ્નો પૂછવાનું ટાળ્યું કારણ કે તેનાથી તે નિર્ભય બની ગયો હોત. હું તેના અફેર માટે સંપૂર્ણપણે તૈયાર હતી.’

 

View this post on Instagram

 

A post shared by Lehren (@lehrentv)


તમને જણાવી દઈએ કે આદિત્ય પંચોલી નું નામ બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદી અને કંગના રનૌત સાથે જોડાઈ  ચૂક્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
emergency release date out now know when you see kangana ranaut film
મનોરંજન

Emergency release date: આખરે કંગના રનૌત ની મળી તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને નવી રિલીઝ ડેટ, આ તારીખે મચાવશે થિયેટરો માં ધૂમ

by Zalak Parikh November 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Emergency release date: કંગના રનૌત બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. હાલ કંગના રાજકારણ માં સક્રિય છે. કંગના રનૌત ની ફિલ્મ ‘ઇમરજન્સી’ ની રિલીઝ ઘણા સમય થી લંબાઈ રહી હતી. હવે આખરે આ ફિલ્મ ને તેની નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. તો ચાલો જાણીએ ક્યારે રિલીઝ થશે કંગના રનૌતની ફિલ્મ 

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 the rule trailer: રિલીઝ થતા જ સોશિયલ મીડિયા મચાવી રહ્યું છે પુષ્પા 2 નું ટ્રેલર, જાણો પટના માં જ કેમ લોન્ચ કરવામાં આવ્યું અલ્લુ અર્જુન નું ટ્રેલર

ઇમરજન્સી ની નવી રિલીઝ ડેટ 

કંગના રનૌત એ તેના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ નું એક પોસ્ટર શેર કરતા લખ્યું, “દેશની સૌથી શક્તિશાળી મહિલાની ગાથા અને તે ક્ષણ જેણે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું. આ ફિલ્મ 17 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થશે.”

17th January 2025 – The epic saga of the nation’s most powerful woman and the moment that altered India’s destiny. #Emergency – Unveils Only in cinemas on 17.01.2025! @KanganaTeam @AnupamPKher #SatishKaushik @shreyastalpade1 #MahimaChaudhry @milindrunning #VishakNair… pic.twitter.com/dC0gnYSNlW

— Kangana Ranaut (@KanganaTeam) November 18, 2024


કંગના રનૌત ની ફિલ્મ ઇમરજન્સી  દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Emergency Release Kangana Ranaut Gives Update On Emergency Release, Film Receives Certification, Date Announcement Soon
મનોરંજન

Emergency Release: કંગના રનૌતે લીધો રાહતનો શ્વાસ, આ મહત્વનો પડાવ કર્યો પાર ; ટૂંક સમયમાં જાહેર થશે ‘ઈમરજન્સી’ ની રિલીઝ ડેટ

by kalpana Verat October 17, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Emergency Release:  બોલિવૂડની પંગા કવિન અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીને સેન્સર બોર્ડ તરફથી ક્લીનચીટ મળી ગઈ છે. આ ફિલ્મ હવે રિલીઝ માટે તૈયાર છે. કંગનાની આ ફિલ્મ લાંબા સમયથી વિવાદોમાં ફસાયેલી હતી. પરંતુ હવે રિલીઝનો માર્ગ મોકળો થઈ ગયો છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેની ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. જોકે, ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

Emergency Release:  ઈમરજન્સી ને સર્ટિફિકેટ મળ્યું

અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું અમે ટૂંક સમયમાં જ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરીશું. હું તમારી ધીરજ અને સમર્થન માટે આભારી છું.

 

We are glad to announce we have received the censor certificate for our movie Emergency, we will be announcing the release date soon. Thank you for your patience and support 🇮🇳

— Kangana Ranaut (@KanganaTeam) October 17, 2024

નોંધનીય છે કે કંગનાની આ ફિલ્મ અગાઉ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ શીખ સંગઠનોના વિરોધ બાદ તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. શીખોનો આરોપ છે કે ફિલ્મમાં તેમના સમાજની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર 14 ઓગસ્ટના રોજ બહાર આવ્યું હતું, ત્યારથી ફિલ્મને લઈને વિવાદ ઉભો થયો હતો. પંજાબમાં ફિલ્મના વિરોધમાં દેખાવો થયા હતા અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

એટલું જ નહીં સીબીએફસીએ પહેલા ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ જ્યારે શીખ સમુદાયનો ગુસ્સો સામે આવ્યો અને લોકો વિરોધમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યા, ત્યારે કેન્દ્ર સરકારે કહ્યું કે હજુ સુધી મેકર્સને સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી.  મધ્યપ્રદેશ હાઈકોર્ટે સીબીએફસીને આદેશ આપ્યો કે પ્રમાણપત્ર આપતા પહેલા શીખોના વાંધાઓ પર ધ્યાન આપે.

Emergency Release:  કંગનાએ ફિલ્મમાં કરવા પડ્યા આ ફેરફાર 

તો બીજી તરફ નિર્માતાઓએ પણ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ફિલ્મને સર્ટિફિકેટ ન મળતાં બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. સીબીએફસીએ એક રિવાઇઝિંગ કમિટીની રચના કરી હતી, જેણે ફિલ્મમાં કંગનાને ફેરફાર સૂચવ્યા હતા. મળતી માહિતી મુજબ સેન્સર બોર્ડે સર્ટિફિકેટ પાસ કરવા માટે શરતો રાખી હતી. તેણે ફિલ્મના કેટલાક સીન સામે વાંધો ઉઠાવ્યો હતો. નિર્માતાઓને આમાં ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અને ઐતિહાસિક મુદ્દાઓ પર ડિસ્ક્લેમર મૂકવાનો આદેશ આપ્યો.

આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut Emergency: કંગનાની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝનો રસ્તો સાફ? સેન્સર બોર્ડે મૂકી આ શરત..

જણાવી દઈએ કે કંગનાએ ફિલ્મ ઈમરજન્સીમાં દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. અભિનયની સાથે તેણે આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી જેવા ઘણા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

October 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Parliament standing committees Rahul Gandhi gets Defence, Kangana Ranaut in Communications panel of Parliament
દેશMain PostTop Post

Parliament standing committees : મોદી સરકારે કર્યું કેન્દ્રની 24 સંસદીય સમિતિનું ગઠન, રાહુલ ગાંધી, કંગના સહિત આ નેતાઓને મળ્યું સ્થાન..

by kalpana Verat September 27, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Parliament standing committees :

  • કે

    ન્દ્રની મોદી સરકારે 24 સંસદીય સમિતિઓની રચના કરી દીધી છે.

  • વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંરક્ષણ બાબતોની સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.

  • દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ અને રામ ગોપાલ યાદવને આરોગ્ય સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

  • સાથે જ બીજેપી સાંસદ રાધા મોહન સિંહને સંરક્ષણ બાબતોની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

  • જોકે, સોનિયા ગાંધીનું નામ કોઈ કમિટીમાં નથી.

  • જણાવી દઈએ કે આ સમિતિઓ સંસદના સ્પીકરના આદેશો પર કામ કરે છે અને પોતાનો રિપોર્ટ સંસદ અથવા અધ્યક્ષને સોંપે છે.

Department -Related Parliamentary Standing Committees formed with the following members…@NewIndianXpress @TheMornStandard pic.twitter.com/SxLYAjwwrA

— Rajesh Kumar Thakur (@hajipurrajesh) September 27, 2024

આ સમાચાર પણ વાંચો : BJP Sunil Jakhar : પંજાબમાં પંચાયત ચૂંટણી પહેલા જ ભાજપને ઝટકો! આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક