Tag: karan singh grover

  • Bipasha basu birthday: મૉડલિંગથી કરિયરની શરૂઆત કરનાર બિપાશા બાસુ આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે

    Bipasha basu birthday: મૉડલિંગથી કરિયરની શરૂઆત કરનાર બિપાશા બાસુ આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટ વર્થ વિશે

    News Continuous Bureau | Mumbai

    Bipasha basu birthday: બિપાશા બાસુ આજે તેનો 46 મોં જન્મદિવસ ઉજવી રહી છે.ડસ્કી કોમ્પ્લેક્ષવાળી બિપાશા બાસુએ પોતાની એક્ટિંગ અને બોલ્ડ સ્ટાઇલથી એક ખાસ ઓળખ બનાવી છે.બિપાશા બાસુએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી અને પછી એક્ટિંગની દુનિયામાં ઝંપલાવ્યું. બિપાશા એ વર્ષ 2001 માં આવેલી ફિલ્મ અજનબી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. ભલે હાલ બિપાશા ફિલ્મો માં સક્રિય ના હોય તેમછતાં તે કરોડો ની સંપત્તિ ની માલકીન છે. 

    આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah Babitaji: વર્ષો પહેલા શાહરુખ ખાન સાથે એડ કરી ચુકી છે તારક મહેતા ની બબીતા, મુનમુન દત્તા એ જણાવ્યો કિંગ ખાન સાથે કામ કરવાનો અનુભવ

    બિપાશા બાસુ ની નેટ વર્થ 

    મીડિયા રિપોર્ટ મુજબ બિપાશા ની કુલ સંપત્તિ 113 કરોડ રૂપિયા છે. બિપાશા ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે હજુ પણ ઘણી બ્રાન્ડ્સમાંથી કમાણી કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ, બિપાશા એક જાહેરાત માટે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.બિપાશા પાસે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ છે, જેની કુલ કિંમત 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.આ ઉપરાંત બિપાશા પાસે ઘણી મોંઘી ગાડી નું કલેક્શન પણ છે. જેની કિંમત લાખોમાં છે.

     

    View this post on Instagram

     

    A post shared by Bipasha Basu (@bipashabasu)


    બિપાશા તેના અને જોન અબ્રાહમ ના અફેર ને લઈને ચર્ચામાં આવી હતી જોકે બાદ માં બંને નું બ્રેકઅપ થઇ ગયું હતું. બિપાશા એ વર્ષ 2016માં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા.હવે બંને ને એક પુત્રી પણ છે. . 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • બિપાશા બાસુ બર્થડે સ્પેશિયલ : ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર, છતાં પતિ કરતાં સાત ગણી વધારે અમીર છે બિપાશા બાસુ, આ રીતે કરે છે કમાણી

    બિપાશા બાસુ બર્થડે સ્પેશિયલ : ઘણા વર્ષોથી ફિલ્મોથી દૂર, છતાં પતિ કરતાં સાત ગણી વધારે અમીર છે બિપાશા બાસુ, આ રીતે કરે છે કમાણી

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ( actress  ) બિપાશા બાસુ ( bipasha basu ) અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં તે માતૃત્વનો આનંદ માણી રહી છે. બિપાશા અવારનવાર તેની બેબી ગર્લ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો તેની પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે. બિપાશા તેના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે અને તમામ યાદગાર પળો ચાહકો સાથે શેર કરે છે. ચાહકો તેના સંબંધિત દરેક અપડેટ ની આતુરતાથી રાહ જોતા હોય છે. આજે બિપાશા બાસુનો ( birthday  ) જન્મદિવસ છે. બિપાશા આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર આવો જાણીએ બિપાશા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…

    પતિ કરણ સિંહ ગ્રોવર કરતા વધુ અમીર છે બિપાશા

    બિપાશા નો જન્મ 7 જાન્યુઆરી 1979 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. બિપાશા છેલ્લે 2015 માં આવેલી ફિલ્મ ‘અલોન’ માં જોવા મળી હતી. બિપાશા હાલના દિવસોમાં ફિલ્મોથી દૂર હોવા છતાં વૈભવી જીવન જીવે છે. જીવનશૈલીના મામલે બિપાશાને કોઈ હરાવી શકે તેમ નથી. સંપત્તિ ના મામલે બિપાશા તેના પતિ કરણ સિંહ ગ્રોવર ( karan singh grover ) કરતા ઘણી આગળ છે. રિપોર્ટ્સ અનુસાર, બિપાશા બાસુ તેના પતિ કરણ કરતા સાત ગણી વધુ અમીર છે. બિપાશાની નેટવર્થ 15 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 111 કરોડ છે અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર ની સંપત્તિ 2 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 15 કરોડ છે.

    આ સમાચાર પણ વાંચો:  કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂર ની થઇ ‘તેજાબ’ ની રીમેક માંથી એક્ઝીટ! હવે આ સુપરસ્ટાર્સ ભજવી શકે છે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ની ભૂમિકા

    બિપાશાની કમાણી

    બિપાશા બાસુ ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ની જાહેરાતોમાંથી મોટી કમાણી કરે છે. હકીકતમાં, બિપાશાએ રિબોક, એરિસ્ટોક્રેટ લગેજ, ફા ડીઓડરન્ટ, ગિલી જ્વેલરી, કેડિલા સુગર ફ્રી ગોલ્ડ, હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂ સહિત ઘણી કંપનીઓ માટે જાહેરાત કરી છે. આ દ્વારા તેણે મોટી રકમની કમાણી કરી છે. આટલું જ નહીં તેણે માત્ર 17 વર્ષની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. બિપાશા બાસુ ઘણા સ્ટેજ શો પણ કરે છે. તે એક શો માટે લગભગ બે કરોડ રૂપિયા લે છે. આ સાથે તે 40 થી વધુ મેગેઝિનના કવર પેજ પર પણ જોવા મળી છે. બિપાશા જ્યારે ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે તે એક ફિલ્મ માટે બેથી ત્રણ કરોડની તગડી ફી લેતી હતી.

     ઘર અને કાર કલેક્શન

    બિપાશા પાસે તેની મનપસંદ લક્ઝરી કાર નું વિશાળ કલેક્શન છે. બિપાશા બાસુ પાસે તેના કાર કલેક્શનમાં પોર્શ કેયેન છે, જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય અભિનેત્રી પાસે ઓડી, ફોક્સવેગન બીટલ જેવા લક્ઝરી વાહન છે. બિપાશા પાસે મુંબઈ ના પોશ વિસ્તારમાં બે ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. તેમજ કોલકાતામાં તેનું ઘર છે. તેની કિંમત પણ કરોડોમાં જણાવવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો:  શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કમબેક કરશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? મેકર્સે ની એક પોસ્ટ પર થી લગાવવામાં આવી રહ્યો છે કયાસ

  • સોનમ, આલિયા બાદ હવે બોલીવુડની આ અભિનેત્રી બનવા જઈ રહી છે માતા- બેબી બમ્પની તસવીરો કરી શેર- જુઓ ફોટોગ્રાફ

    સોનમ, આલિયા બાદ હવે બોલીવુડની આ અભિનેત્રી બનવા જઈ રહી છે માતા- બેબી બમ્પની તસવીરો કરી શેર- જુઓ ફોટોગ્રાફ

    News Continuous Bureau | Mumbai

    બોલીવુડની ઘણી અભિનેત્રીઓ(Bollywood actresses) પ્રેગ્નેટ(Pregnant) છે, હવે સોનમ(Sonam kapoor) અને આલિયા(Alia Bhatt) બાદ વધુ એક અભિનેત્રીનું નામ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે. અભિનેત્રીએ પોતે જ ફોટો શેર(Photo share) કરીને આ વાતની જાણકારી તેના ફેન્સને આપી છે. બોલીવુડની અભિનેત્રી બિપાશા બાસુ (Bipasha Basu) જલ્દી જ મા બનવા જઈ રહી છે. મહત્વનું છે કે આ પહેલા પણ ખબર સામે આવી હતી કે બિપાશા જલ્દી જ તેના પહેલા બાળકને જન્મ આપવા જઈ રહી છે પણ એ વાતની કોઈ પુષ્ટિ મળી નહોતી. 

     

    બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુએ પતિ કરણ સિંહ ગ્રોવર(Karan Singh Grover) સાથે સોશિયલ મીડિયા(Social media) પર એક તસવીર શેર કરી છે અને તેના પ્રેગ્નેન્સીની ખુશખબરી ચાહકો સાથે શેર કરી છે. 

    મુંબઈની બહારથી આવતા વાહનોને કારણે થતી ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત-દહીસરમાં ઊભું કરાશે ટ્રાન્સપોર્ટ હબ

    આ તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'એક નવો સમય, એક નવો પડાવ, એક નવી રોશની, જે અમારા જીવનના એક ખાસ શેડ સાથે અમને જોડે છે. પહેલાની તુલનામાં એ અમને વધુ પૂર્ણ બનાવશે. અમે અમારા જીવનની શરૂઆત અલગ રીતે કરી હતી અમે એકબીજાને મળ્યા હતા ત્યારે અમે બે હતા અને હવે ત્રણ થવા જઈ રહ્યા છીએ.' 

    ઉલ્લેખનીય છે કે બિપાશા બાસુ છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટથી દૂર જતી રહી હતી. ઘણાં સ્ટાર્સ સાથે તેના અફેરના નામ જોડાયા પછી તેણે વર્ષ 2016માં કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા. હવે લગભગ 6 વર્ષ બાદ તેણે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત(Pregnancy announcement) કરી છે.

  • લગ્ન ના 6 વર્ષ બાદ માતા પિતા બનવા જઈ રહ્યું છે  બોલિવૂડ નું આ આદર્શ કપલ

    લગ્ન ના 6 વર્ષ બાદ માતા પિતા બનવા જઈ રહ્યું છે બોલિવૂડ નું આ આદર્શ કપલ

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડના કોરિડોરમાંથી આ દિવસોમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ ગ્રોવરની પત્ની બિપાશા બાસુ ગર્ભવતી (pregnent)છે. બંને ખૂબ જ જલ્દી તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. જો કે આ દંપતીએ અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને ટૂંક સમયમાં આની જાહેરાત કરશે. બિપાશાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જણાવી દઈએ કે બંનેના લગ્નને છ વર્ષ થઈ ગયા છે અને હવે તેમના ઘરમાં કિલકારી ગુંજી ઉઠવા જઈ રહી છે.

    બિપાશા અને કરણે એપ્રિલ 2016માં લગ્ન(marriage) કર્યા હતા. લગ્નના છ વર્ષ પછી પણ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને આ જ કારણ છે કે બંનેને આદર્શ કપલ પણ માનવામાં આવે છે. કરણ અને બિપાશા ચાહકોને રિલેશનશિપના ગોલ આપતા જોવા મળે છે. લોકોને પણ બંનેની જોડી ખૂબ જ પસંદ આવે છે. કરણ અને બિપાશા બંને માતા-પિતા(parents) બનવાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.બિપાશા અને કરણ અવારનવાર તેમની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરની પહેલી મુલાકાત ભૂષણ પટેલની અલોન(alone) ફિલ્મના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં તેમની કેમેસ્ટ્રી પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. બંનેએ વર્ષ 2015માં ડેટિંગ શરૂ કરી હતી અને બીજા વર્ષે લગ્ન કરી લીધા હતા.

    આ સમાચાર પણ વાંચો : ધ આર્ચીસ ની ટિમ સાથે 'કોફી વિથ કરણ'નો ભાગ બનશે સુહાના ખાન અને ખુશી કપૂર- ચેટ શોમાં થશે રસપ્રદ ખુલાસા

    બિપાશા અને કરણ હજુ સુધી પ્રેગ્નન્સીના(pregnancy) સમાચારની પુષ્ટિ કરી શક્યા નથી, તેથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. વર્ક ફ્રન્ટ  તો , બિપાશા 2015 પછી સ્ક્રીન પર દેખાઈ નથી. 2020માં તે વેબ સિરીઝ 'ડેન્જરસ'માં જોવા મળી હતી. તે જ સમયે, કરણ છેલ્લે સિરિયલ 'કુબૂલ હૈ'માં જોવા મળ્યો હતો.

  • કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડાના સાત વર્ષ પછી જેનિફર વિંગેટે તોડ્યું મૌન-જણાવી તેની આપવીતી

    કરણ સિંહ ગ્રોવર સાથે છૂટાછેડાના સાત વર્ષ પછી જેનિફર વિંગેટે તોડ્યું મૌન-જણાવી તેની આપવીતી

     News Continuous Bureau | Mumbai

    વેબ સિરીઝ કોડ એમ 2 ની બીજી સીઝનમાં જોવા મળેલી ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટે(Jennifer Winget) તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે પતિ કરણ સિંહ ગ્રોવર(Karan Singh grover) સાથે લગ્નના બે વર્ષ પછી છૂટાછેડા કેમ થયા? એક સમય હતો જ્યારે જેનિફર અને કરણને ઈન્ડસ્ટ્રીના બેસ્ટ કપલ(best couple) તરીકે જોવામાં આવતા હતા. પરંતુ દંપતીના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. બંનેએ 2012માં લગ્ન કર્યા અને માત્ર 2 વર્ષમાં એટલે કે 2014માં અલગ થઈ ગયા. છૂટાછેડાના(divorse) લગભગ 8 વર્ષ પછી, જેનિફરે આ વિશે વાત કરી અને તે દિવસોના તણાવપૂર્ણ જીવન વિશે વાત કરી. બંનેએ ટીવી શો દિલ મિલ ગયેના સેટ પર ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

    ઈન્ટરવ્યુ દરમિયાન જેનિફર વિંગેટે કહ્યું- હું સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી, હું કંઈ સમજી શકતી નહોતી. જો કે, મેં મારી જાતને કોઈક રીતે સંભાળી હતી. પછી મેં મારી જાત ને વ્યસ્ત કરી દીધી જેથી કરીને હું તે ભયાનક તબક્કામાંથી બહાર આવી શકું. તે સમયે લોકોએ મારા પર ખૂબ જ અભદ્ર ટિપ્પણીઓ(comments) પણ કરી હતી, જેના કારણે હું ખૂબ જ પરેશાન હતી. હું એકલો રહેવા માંગતી હતી પરંતુ લોકોએ મને આમ કરવા ન દીધું. તે સમય મારા માટે ખૂબ જ ખરાબ હતો. જો કે તે તબક્કામાંથી બહાર આવવું મારા માટે સરળ નહોતું પરંતુ તેમ છતાં મેં મારી જાતને મજબૂત કરી. મને લાગ્યું કે મારે હજુ ઘણું કરવાનું બાકી છે અને નવું જીવન (new life)શરૂ કર્યું. આ રીતે હું જેનિફર 2.0 બની. પોતાની વાત આગળ વધારતા તેણે કહ્યું- જ્યારે મેં પાછળ જોયું તો તે મારા જીવનનો શ્રેષ્ઠ સમય(best time) હતો. તે સમયે એવું લાગતું નહોતું, પરંતુ જે કંઈ પણ થયું, હું અત્યારે છું તેના કરતાં ઘણી સારી  છું.

    આ સમાચાર પણ વાંચો : કંગના રનૌતે નદીના પથ્થર અને લાકડા વડે બનાવ્યું પોતાનું નવું ઘર-જુઓ અભિનેત્રી ના મનાલીના નવા ઘરની અંદરની તસવીરો

    જેનિફર વિંગેટે કહ્યું- ક્યારેક કેટલીક વસ્તુઓ શ્રેષ્ઠ માટે થાય છે. તમને જણાવી દઈએ કે જેનિફરથી છૂટાછેડા (Jennifer winget divorce)લીધા બાદ કરણ સિંહ ગ્રોવર બિપાશા બાસુની(Bipasha Basu) નજીક આવ્યો હતો. બંનેએ અલોન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને આ દરમિયાન બંને નજીક આવ્યા હતા. થોડો સમય ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન(marriage) કરી લીધા. આપને જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યુમાં કરણે કહ્યું હતું કે તેના અને જેનિફરના લગ્ન સૌથી મોટી ભૂલ હતી.

  • કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ માણી રહ્યાં છે માલદીવમાં વૅકેશન, પૂલની રોમૅન્ટિક તસવીરો થઈ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

    કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ માણી રહ્યાં છે માલદીવમાં વૅકેશન, પૂલની રોમૅન્ટિક તસવીરો થઈ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 20 ઑક્ટોબર, 2021

    બુધવાર

    ફરી એક વાર બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર માલદીવના પ્રવાસે છે. બિપાશા બાસુ અને કરણ (કરણ સિંહ ગ્રોવર)એ આ વૅકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ વર્ષે બિપાશા અને કરણનો માલદીવનો આ બીજો પ્રવાસ છે. આ પહેલાં બંને ફેબ્રુઆરીમાં માલદીવના પ્રવાસે હતાં. 

    આ તસવીરોમાં બિપાશા અને કરણ પૂલમાં એકબીજા સાથે રોમૅન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યાં છે, જ્યારે આ સમય દરમિયાન બિપાશા કાળી મોનોકિનીમાં જોવા મળે છે. બંને એકબીજાની બાહોમાં અને પ્રેમમાં સંપૂર્ણપણે ખોવાયેલાં જોવા મળે છે. આ તસવીરોમાં કરણ સિંહ ગ્રોવરની સ્ટાઇલ એકદમ બદલાયેલી દેખાય છે. કરણ મોટી થયેલી દાઢીમાં જોવા મળે છે.

    કરણ અને બિપાશાએ વર્ષ 2016માં એકબીજા સાથે લગ્ન કર્યાં હતાં. આવી સ્થિતિમાં તેમની સિઝલિંગ કેમિસ્ટ્રી જોઈને ચાહકો કહે છે કે લગ્નનાં પાંચ વર્ષ પછી પણ તેમનો હનીમૂન પિરિયડ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો.

    તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણની ગણતરી બી ટાઉનના સૌથી રોમૅન્ટિક કપલ્સમાં થાય છે. આ દંપતી એકબીજા સાથે સમય પસાર કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. લગ્ન પહેલાં જ્યાં બિપાશા તેના બોલ્ડ કૃત્યો માટે જાણીતી હતી, લગ્ન પછી તે પતિ કરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બિપાશા અને કરણનું બૉન્ડિંગ ઘણી વાર સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. બંને એકબીજા સાથે જીવનનો ભરપૂર આનંદ માણી રહ્યાં છે.

    ટિકટૉક પ્રતિબંધને કારણે રિતેશ દેશમુખ બન્યો હતો બેકાર, પછી શરૂ કર્યું આ કામ; જાણો વિગત