• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - karjat
Tag:

karjat

Mumbai Local મુંબઈ લોકલ ટ્રેનમાં એક કે બે નહીં આટલા દિવસ નો રેલવે બ્લોક,
મુંબઈ

Mumbai Local: મુંબઈ લોકલ ટ્રેનમાં એક કે બે નહીં આટલા દિવસ નો રેલવે બ્લોક, અનેક ટ્રેનો રદ; જાણો સંપૂર્ણ સમયપત્રક

by Dr. Mayur Parikh September 5, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Mumbai Local મધ્ય રેલવે પ્રશાસને કર્જત યાર્ડ સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત મહત્વના કામો હાથ ધર્યા છે. આ કામોમાં ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇનનું સમારકામ અને અન્ય એન્જિનિયરિંગ સંબંધિત કામોનો સમાવેશ થાય છે. આ કામોને કારણે કર્જત સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક અને પાવર બ્લોક લાગુ કરવામાં આવશે. આ બ્લોકના કારણે કર્જત અને ખોપોલી વચ્ચેના ઉપનગરીય ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થશે અને કેટલીક ટ્રેનો રદ રહેશે.

પહેલો બ્લોક: શનિવાર, ૬ સપ્ટેમ્બર ૨૦૨૫

સમયગાળો: બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી (કુલ 2 કલાક)
કામનો વિસ્તાર: અપ લાઇન પર – કર્જત (પ્લેટફોર્મ સિવાય) થી નાગનાથ કેબિન સુધી
ગાડીઓ પર અસર:
કર્જતથી બપોરે 3:39 વાગ્યે ઉપડતી ખોપોલી લોકલ રદ રહેશે.
ખોપોલીથી બપોરે 2:55 વાગ્યે ઉપડતી કર્જત લોકલ રદ રહેશે.

બીજો બ્લોક: રવિવાર, ૭ સપ્ટેમ્બર થી મંગળવાર, ૯ સપ્ટેમ્બર ૨૦૨૫

સમયગાળો: બપોરે 2:30 થી 5:00 વાગ્યા સુધી (કુલ 2 કલાક 30 મિનિટ)
કામનો વિસ્તાર: અપ લાઇન પર – કર્જત (પ્લેટફોર્મ સિવાય) થી નાગનાથ કેબિન સુધી
આ બ્લોક દરમિયાન અન્ય ટ્રેનો પર અસર:
CSMT થી બપોરે 12:20 વાગ્યે ઉપડતી ખોપોલી લોકલ ટ્રેન કર્જત ખાતે જ શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન કર્જત અને ખોપોલી વચ્ચે રદ રહેશે.
ખોપોલીથી સાંજે 4:30 વાગ્યે ઉપડતી CSMT લોકલ ટ્રેન ખોપોલીથી ઉપડવાને બદલે કર્જતથી જ શોર્ટ ઓરિજિનેટ થશે અને બપોરે 4:57 વાગ્યે ઉપડશે. આ ટ્રેન પણ ખોપોલી અને કર્જત વચ્ચે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના

રેલવેની યાત્રીઓને અપીલ

મધ્ય રેલવેના જનસંપર્ક વિભાગે નિવેદન બહાર પાડીને યાત્રીઓને અપીલ કરી છે કે આ બ્લોક દરમિયાન પોતાની મુસાફરીનું આયોજન કરતી વખતે ટ્રેનોના સમયપત્રકમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખે. રેલવે પ્રશાસને યાત્રીઓને થતી અસુવિધા ઓછી કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

September 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai local train : Mumbai Local: Central Railway traffic disrupted, local and express trains delayed
Main PostTop Postમુંબઈ

 Mumbai local train : પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર મધ્ય રેલવે ખોરવાઈ, લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ દોડી રહી છે મોડી..

by kalpana Verat December 14, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Mumbai local train : પીક અવર્સ દરમિયાન સેન્ટ્રલ રેલવેનો ટ્રાફિક ખોરવાઈ ગયો છે. કલ્યાણ-કસાર દરમિયાન ટેકનિકલ ખામીને કારણે લોકલ સેવા પ્રભાવિત. લોકલ અપ અને ડાઉન રૂટ ખોરવાતા કર્મચારીઓને કામકાજ પર જતા લોકલ સેવાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો કસારા, કર્જત અને કલ્યાણ રેલ્વે લાઇન પર એક્સપ્રેસ ટ્રેનો રોકી દેવામાં આવી છે. લોકલની સાથે એક્સપ્રેસ ટ્રેનને પણ લેટમાર્ક લાગ્યું છે.

Mumbai local train : મધ્ય રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ

મધ્ય રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. કલ્યાણ-કસારા લોકલ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં લોકલ 15થી 20 મિનિટ મોડી દોડી રહી છે. લોકલને વીજ પુરવઠો ન મળવાને કારણે અપ અને ડાઉન બંને રૂટ પર લોકલ બંધ છે. પીક અવર્સ દરમિયાન લોકલ સેવાઓને અસર થાય છે. કલ્યાણ, કસારા અને કર્જત સ્ટેશનો પર મુસાફરો ની ભીડ છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Local Train : મધ્ય રેલવેની હાર્બર સેવા ખોરવાઈ, આ સ્ટેશન પર ખામી સર્જાઈ ટેકનિકલ ખામી; મોડી દોડી રહી છે ટ્રેનો

Mumbai local train : નોકરિયાતોને હાલાકી

લોકલ સેવાઓ સ્થગિત થવાના કારણે કામ પર જતા નોકરિયાતોને હાલાકી ભોગવવી પડી છે. દરેક રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનોને રોકી દેવામાં આવી છે. મધ્ય રેલવેના કસારા, આસનગાંવ, ટિટવાલા જેવા મહત્ત્વના સ્ટેશનો પર લોકલ ટ્રેનો એક પછી એક ઊભી રહે છે. ટેક્નિકલ ખામી દૂર થયા બાદ જ સેવા પુનઃસ્થાપિત થવાની શક્યતા છે.

December 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Roommates committed such an act in a medical college in Maharashtra.. Student committed suicide.. Police investigation underway..
રાજ્ય

Maharashtra: મહારાષ્ટ્રમાં મેડિકલ કોલેજમાં રૂમમેટ્સે કર્યું આવુ કૃત્ય.. વિદ્યાર્થીએ કર્યો આપધાત.. પોલિસ તપાસ ચાલુ.. જાણો સંપુર્ણ મુદ્દો વિગતે..

by Bipin Mewada December 11, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Maharashtra: મહારાષ્ટ્ર ( Maharashtra ) ના રાયગઢ ( Raigad ) જિલ્લામાં એક મેડિકલ સ્ટુડન્ટે ( Medical Student ) ગળેફાંસો ખાઈ લેતા ખળભળાટ મચી ગયો છે. એમબીબીએસના ( MBBS ) પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ 1 ડિસેમ્બરે પોતાના હોસ્ટેલના રૂમ ( Hostel Room ) માં ફાંસી લગાવી ( Suicide ) લીધી હતી. બે દિવસ બાદ તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ ( Suicide note ) મળી આવી હતી. તેના આધારે ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.આ ઘટના રાયગઢના કર્જત શહેરની ( Karjat ) એક ખાનગી મેડિકલ કોલેજની છે. પીટીઆઈના અહેવાલ મુજબ, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હોસ્ટેલના તેના ત્રણ રૂમમેટ્સે તેને હેરાન કર્યો અને રેગિંગ કરી હતી.

પોલીસે રવિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આ અંગેની માહિતી આપી હતી. કર્જત પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવું) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે…

તેમણે કહ્યું કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીએ જણાવ્યું કે, હર્ષલ મહાલે, એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ 1 ડિસેમ્બરે સાંજે લગભગ 7 વાગ્યે તેના હોસ્ટેલના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Punjab: શું પંજાબના BJP સાંસદ અને અભિનેતા સની દેઓલ ગુમ થઈ ગયા છે.. લાગ્યા મિસિંગ પોસ્ટર… આટલા હજારનુ મળશે ઈનામ… જાણો શું છે આ મામલો..

તેણે કહ્યું કે બે દિવસ પછી, માતાપિતાએ રૂમમાંથી એક સુસાઈડ નોટ અને મોબાઈલ ફોન મેળવ્યો અને 4 ડિસેમ્બરે ફરિયાદ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, મહાલેએ સુસાઈડ નોટમાં આરોપ લગાવ્યો છે કે તેના ત્રણ રૂમમેટ્સે તેને માનસિક રીતે હેરાન કર્યા હતા અને ટોર્ચર કર્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

December 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Boyfriend who abducted minor girlfriend from train arrested, shocking incident in Kalyan
મુંબઈ

Kalyan: કલ્યાણની ચોંકાવનારી ઘટના… સગીર પ્રેમિકાનું ટ્રેનમાંથી અપહરણ કરનાર બોયફ્રેન્ડની ધરપકડ…જાણો શું છે આ સમગ્ર મામલો..

by Akash Rajbhar August 21, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Kalyan: ટ્રેનમાંથી સગીર (Minor) પ્રેમિકાનું અપહરણ (Kidnap) કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે. કલ્યાણ રેલવે પોલીસે (Kalyan Railway Police) આ કાર્યવાહી કરી હતી. કલ્યાણ લોહમાર્ગ પોલીસ સ્ટેશને અપહરણનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પકડાયેલા બોયફ્રેન્ડનું નામ કુણાલ રવીન્દ્ર રાતામ્બે (ઉંમર 23 વર્ષ) છે. પોલીસ દ્વારા સંબંધિત યુવતીને તેના માતા-પિતાને સોંપવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ પર થયો હતો મેળાપ

સંબંધિત યુવતી અને આરોપી યુવક ઈન્સ્ટાગ્રામ (Instagram) પર મિત્ર બન્યા હતા, મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. યુવતી તેના પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે આરોપી બોયફ્રેન્ડે તેનું અપહરણ કર્યું હતું. જે બાદ કલ્યાણ રેલવે ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમે CCTVના આધારે યુવકને ટ્રેસ કરીને 48 કલાકમાં તેની ધરપકડ કરી હતી.

ટ્રેનની મુસાફરી દરમિયાન યુવતી ગુમ થઈ ગઈ હતી

17 વર્ષની યુવતી તેના પરિવાર સાથે મુંબઈ (Mumbai) ના ધારાવી (Dharavi) વિસ્તારમાં રહે છે, જ્યારે આરોપી કુણાલ રાયગઢ જિલ્લાના કર્જત (Karjat) તાલુકાના એક ગામમાં રહે છે. થોડા મહિના પહેલા બંનેની ઓળખાણ ઈન્સ્ટાગ્રામ પર થઈ હતી. જે બાદ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. દરમિયાન, 19 ઓગસ્ટના રોજ, બાળકી તેના પરિવાર સાથે સોલાપુરથી કલ્યાણ માટે આરક્ષિત બોગીમાં ગદક એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી . દરમિયાન તેના માતા-પિતાને ખબર પડી કે પીડિતા તેના પ્રેમી સાથે રેલવે મુસાફરી દરમિયાન ગુમ થઈ ગઈ છે. માતા પિતાએ કલ્યાણ લોહમાર્ગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને ઘટનાની જાણકારી આપી.

આ સમાચાર પણ વાંચો : Chandrayaan 3: દરેક અવરોધો થયા દૂર ! હવે ચંદ્રથી આટલા જ કિલોમીટર દૂર છે ચંદ્રયાન… આ દિવસે ચંદ્ર પર કરશે લેન્ડ..

જાળ બિછાવીને યુવતીને યુવકના ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવી હતી

તે પછી, રેલ્વે ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર અરશુદ્દીન શેખે રેલ્વે ક્રાઈમ બ્રાંચની ટીમ સાથે કર્જત અને કલ્યાણ રેલ્વે સ્ટેશન પર ઘટનાના દિવસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. તે સમયે એક ફૂટેજમાં યુવતી કલ્યાણ રેલવે સ્ટેશન પર એકલી એક્સપ્રેસમાંથી નીચે ઉતરતી જોવા મળી હતી. તે સમયે તેના મોબાઈલ નંબરના આધારે ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. યુવતી કરજત તાલુકામાં તેના બોયફ્રેન્ડ કૃણાલના ઘરે હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ક્રાઈમ બ્રાંચની ટીમ જાળ બિછાવીને કુણાલના ઘરે પહોંચી હતી. જે બાદ પીડિત યુવતીને તેના ઘરેથી કસ્ટડીમાં લઈ કલ્યાણ લાવવામાં આવી હતી.

યુવતી પરિવારને સોંપી, યુવક સામે ગુનો

ક્રાઈમ બ્રાન્ચની ટીમે જ્યારે કુણાલની ​​વધુ પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે અમે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને મળ્યા બાદ અને પ્રેમસંબંધ થયા બાદ તેણે તેનું અપહરણ કર્યું હતું. જે બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને કલ્યાણ લોહ માર્ગ પોલીસની કસ્ટડીમાં સોંપ્યા હતા. જ્યારે પોલીસે તેણીને તેના પરિવારને સોંપી દીધી, ત્યારે યુવક વિરુદ્ધ કલ્યાણ લોહમાર્ગ પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે.

August 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
art director nitin desai suicide
મનોરંજનMain PostTop Post

Nitin Desai Suicide : દેવદાસ-હમ દિલ દે ચુકે સનમ ના આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ એ કરી આત્મહત્યા, સ્ટુડિયો માંથી મળી લાશ

by Akash Rajbhar August 2, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Nitin Desai Suicide : પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર(art director) નીતિન દેસાઈએ આત્મહત્યા(suicide) કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. કર્જત(karjat) ના એનડી સ્ટુડિયોમાં જીવનનો અંત આણ્યો હતો. જોકે, આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ છે. તેમના નિધનથી બધાને આઘાત લાગ્યો છે. તેઓએ આવું આત્યંતિક પગલું કેમ ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

નીતિન દેસાઈ એ જીત્યા હતા ઘણા એવોર્ડ

 નીતિન ચંદ્રકાન્ત દેસાઈ કલા જગતનું સૌથી મોટું નામ છે. 2005માં તેણે કહ્યું હતું કે તેનો ખાનગી સ્ટુડિયો હિન્દી સાથે સ્પર્ધા કરશે અને તેમને ભવ્ય ‘ND સ્ટુડિયો’ શરૂ કર્યો જે મરાઠી પ્રેક્ષકોને ગૌરવ અપાવશે. અહીં ઘણી સુપરહિટ હિન્દી ફિલ્મોનું શૂટિંગ થયું છે. નીતિન દેસાઈ એ ઘણી સુપરહિટ ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું હતું. તેણે ‘પરિંદા’, ‘ડોન’, ‘લગાન’, ‘દેવદાસ’, ‘જોધા અકબર’, ‘હમ દિલ દે ચૂકે નામ’ જેવી ઘણી શાનદાર ફિલ્મોનું આર્ટ ડિરેક્શન કર્યું. તેણે ‘બાલગંધર્વ’ જેવી મરાઠી ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમણે ‘દેવદાસ’, ‘ખામોશી’ ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો.નીતિન દેસાઈનો જન્મ દાપોલીમાં થયો હતો. તેમણે મુંબઈના સર જે. જે. આર્ટસ કોલેજમાંથી તાલીમ લીધી. તેમણે 1987 થી કલા જગતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai Rains: હવામાન વિભાગની આગાહી.. શહેરમાં આજે યેલો એલર્ટ જારી…જાણો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ….

August 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Central-Railway
મુંબઈ

લોકલ યાત્રી ધ્યાન દે! મધ્ય રેલવેની કર્જત-ખોપોલીની આટલી લોકલ ટ્રેનો ત્રણ દિવસ માટે રહેશે રદ, મુસાફરોને થશે હાલાકી.

by Dr. Mayur Parikh April 13, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મધ્ય રેલવેએ કર્જત ખાતેના યાર્ડની કાયાપલટ કરવા માટે જરૂરી કામ પૂર્ણ કરવા માટે આગામી ત્રણ દિવસ માટે કર્જત અને ખોપોલી ઘાટ વચ્ચે પાવર બ્લોક હાથ ધરવાની જાહેરાત કરી છે.

કર્જતથી ખોપોલી વચ્ચે દોડતી ટ્રેનોની સંખ્યા ઓછી હોવાને કારણે મુસાફરોને પહેલાથી જ અસુવિધા થતી હતી પરંતુ હવે પાવર બ્લોક નાગરિકોની મુશ્કેલીમાં વધારો કરશે. મધ્ય રેલવેએ કર્જત યાર્ડમાં જરૂરી કામો અને ફેરફાર કરવા માટે કર્જતથી ખોપોલી ઘાટમાર્ગ વચ્ચે ત્રણ દિવસના બ્લોકની જાહેરાત કરી છે. આ બ્લોક ગાળા દરમિયાન બે લોકલ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:    રખડતા કૂતરાઓનો આતંક.. 6 વર્ષના માસુમ બાળક પર કર્યો હુમલો, માંડ બચ્યો જીવ.. જુઓ વિડીયો

બ્લોક સમયગાળા દરમિયાન બપોરે 1.15 વાગ્યાની કર્જત-ખોપોલી અને બપોરે 2.55 વાગ્યાની ખોપોલી-કર્જત લોકલ રદ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બપોરે 12.20 વાગ્યે ઉપડતી ખોપોલી લોકલ કર્જત સ્ટેશન સુધી ચલાવવામાં આવશે. કર્જતથી ખોપોલી વચ્ચે લોકલ રદ કરવામાં આવશે, તેથી ખોપોલીથી બપોરે 1.48 વાગ્યે ઉપડતી CSMT લોકલ કર્જત સ્ટેશનથી ચલાવવામાં આવશે.

મુંબઈમાં લોકલ ટ્રેન લાઈફલાઈન છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી આ લોકલ સેવા વિવિધ સમારકામના કામોને કારણે ખોરવાઈ ગઈ છે. કર્મચારીઓ માટે તેમના કાર્યસ્થળે પહોંચવા માટે રેલવે એકમાત્ર વિકલ્પ હોવાથી જો આ સેવા ખોરવાઈ જશે તો તેમના રોજીંદા જીવનને અસર થશે. જેના કારણે મુસાફરોએ આ સેવાને સરળ બનાવવા માંગ કરી છે.

April 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Technical failure at Kalyan railway station; Traffic of Central Railway disrupted, Chakarmanyas flocked
મુંબઈ

લોકલ રેલ યાત્રી કૃપયા ધ્યાન દે! સેન્ટ્રલ રેલવે લાઇન આ સ્ટેશનો વચ્ચે હાથ ધરશે ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક, મુસાફરોને થશે હાલાકી.

by kalpana Verat April 12, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

કર્જતથી ખોપોલી વચ્ચે દોડતી ટ્રેનોની સંખ્યા ઓછી હોવાને કારણે મુસાફરોને પહેલાથી જ અસુવિધા થતી હતી પરંતુ હવે મેગાબ્લોક નાગરિકોની મુશ્કેલીમાં વધારો કરશે. મધ્ય રેલવેએ કર્જત યાર્ડમાં જરૂરી કામો અને ફેરફાર કરવા માટે કર્જતથી ખોપોલી ઘાટમાર્ગ વચ્ચે ત્રણ દિવસના બ્લોકની જાહેરાત કરી છે. આ બ્લોક ગાળા દરમિયાન બે લોકલ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.

મેગાબ્લોક – 1

OHE સ્ટ્રક્ચર સેટ કરવા અને લોડ ટ્રાન્સફર કરવા માટે 12 એપ્રિલ 2023 ના રોજ મધ્ય રેલવે લાઇન પર ઘાટ સેક્શનથી કર્જત સુધી 10.50 થી બપોરે 1.50 વાગ્યા સુધી ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક રહેશે.

મેગાબ્લોક – 2

ઉપરાંત, 14 એપ્રિલ 2023 ના રોજ, મધ્ય રેલવે લાઇન પર ઘાટ વિભાગથી કર્જત સુધી બપોરે 1.45 વાગ્યાથી 3.45 વાગ્યા સુધી વિશેષ ટ્રાફિક અને પાવર બ્લોક રહેશે. 

આ સમાચાર પણ વાંચો: તમિલનાડુ સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે RSSને રૂટ માર્ચને લઈને હાઈકોર્ટના આ ચુકાદાને યથાવત રાખ્યો, સરકારને લગાવી ફટકાર..

શું હશે ઉપનગરીય ટ્રેનોની સ્થિતિ?

કર્જતથી બપોરે 1.15 વાગ્યે ઉપડતી SKP-9 ખોપોલી લોકલ અને ખોપોલીથી બપોરે 2.55 વાગ્યે ઉપડતી SKP-14 કર્જત લોકલ રદ કરવામાં આવી છે.

CSMT થી 12.20 વાગ્યે ઉપડતી ખોપોલી લોકલ કર્જત ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
ખોપોલીથી બપોરે 1.48 વાગ્યે ઉપડતી KP-8 CSMT લોકલ કર્જતથી બપોરે 2.14 વાગ્યે ઉપડશે.

April 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક