• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - KBC 15
Tag:

KBC 15

suhana khan father shahrukh khan padmashri question wrong answer on kbc 15
મનોરંજન

Suhana khan: જનરલ નોલેજ માં ઝીરો નીકળી સુહાના ખાન, કેબીસી 15 માં પિતા શાહરુખ ખાન સાથે જોડાયેલ આ પ્રશ્ન નો ના આપી શકી સાચો જવાબ

by Zalak Parikh December 16, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Suhana khan: શાહરુખ ખાન ની લાડકી દીકરી સુહાના ખાન એફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મ ધ આર્ચીઝ ની ટિમ કેબીસી 15 ના મંચ પર પહોંચી હતી.જેમાં સુહાના ખાન ઝોયા અખ્તર અને વેદાંગ સાથે હોટ સીટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચને શાહરુખ ખાન સાથે જોડાયેલ એક પ્રશ્ન પૂછ્યો હતો જેનો જવાબ સુહાના ખાને ખોટો આપ્યો આપ્યો હતો 

 

સુહાના ખાને આપ્યો ખોટો જવાબ 

તાજેતરમાં જ ફિલ્મ ધ આર્ચીઝ ની સ્ટારકાસ્ટ KBC 15 શોમાં પહોંચી હતી. આ દરમિયાન સુહાના ખાન, ઝોયા અખ્તર અને વેદાંગ અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠા હતા આ દરમિયાન બિગ બી એ પ્રશ્ન પૂછ્યો કે, શાહરૂખ ખાનને હજુ સુધી આમાંથી કયું સન્માન મળ્યું નથી?’ વિકલ્પો હતા: a) પદ્મશ્રી, (b) લીજન ઓફ ઓનર, (c) L’Etoile d’Or અને (d) વોલપી કપ. સુહાનાએ જવાબ આપ્યો ‘પદ્મશ્રી.’  આ પ્રશ્નનો સાચો જવાબ હતો (D) વોલ્પી કપ. ખુદ બિગ બી પણ સુહાનાનો જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુહાનાના જવાબ પર તેના કોસ્ટાર વેદાંગ રૈનાએ પણ પૂછ્યું, ‘તમે તેને ખોટું કેવી રીતે કહી શકો?’ સુહાનાને ચીડવતા અમિતાભે કહ્યું, ‘દીકરીને ખબર નથી કે પિતાને શું મળ્યું છે.’ અમિતાભ બચ્ચને યાદ અપાવ્યું કે શાહરુખ ખાન ને વર્ષ 2005 માં પદ્મશ્રી મળ્યો હતો. 

#AmitabhBachchan‘s expressions = our expressions

Posting this, because this is just……funny! 😂 pic.twitter.com/8WHzenrsVf

— Mimansa Shekhar (@mimansashekhar) December 15, 2023


સુહાના ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લોકો શાહરુખ ખાન ની લાડકી દીકરી ને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
 

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે

December 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
KBC 15 contestant leaves Amitabh Bachchan in splits with funny anecdotes
મનોરંજન

KBC 15 : KBC 15માં આવેલી આ સ્પર્ધકે પોતાની ફની સ્ટાઈલથી બધાનું દિલ જીતી લીધું, બિગ બી પણ હસી પડ્યા. જુઓ વિડીયો..

by kalpana Verat December 2, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

KBC 15 : હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનો ( Amitabh Bachchan ) રિયાલિટી ‘શો કૌન બનેગા કરોડપતિ’ ચાહકોનો પ્રિય માનવામાં આવે છે. આ શો વર્ષોથી દર્શકોનું ખૂબ જ મનોરંજન કરી રહ્યો છે. તાજેતરમાં, અલોલિકા ભટ્ટાચાર્ય ગુહા ( Alolika Bhattacharjee Guha )  ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 15 માં સ્પર્ધક ( contestant ) તરીકે આવી હતી અને તેણે પોતાની ફની સ્ટાઇલથી ( funny style ) દરેકનું દિલ જીતી લીધું હતું.

જુઓ વિડીયો

This video has gone so viral, the woman’s outlook to life is infectious pic.twitter.com/bPaBOvneQD

— Richa Pinto (@richapintoi) December 1, 2023

બિગ બીના સવાલનો સ્પર્ધકે આપ્યો આ જવાબ

વાસ્તવમાં, થોડા દિવસો પહેલા, આલોલિકા ભટ્ટાચાર્ય ગુહા કૌન બનેગા કરોડપતિ 15 ના મંચ પર જોવા મળી હતી. આ એપિસોડનો એક લેટેસ્ટ વીડિયો હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે. આ વીડિયોમાં આલોલિકા પોતાના અનોખા અંદાજમાં અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરતી જોવા મળે છે. વીડિયોમાં બિગ બી કહી રહ્યા છે- KBCમાં આવવું તમારી માતાનું સપનું હતું જે હવે પૂરું થયું છે.

આના પર આલોલિકા તેના અદ્ભુત હાસ્ય સાથે શાનદાર જવાબ આપે છે. આલોલિકા તેના હવાઈ મુસાફરીના અનુભવને એવી રીતે વર્ણવી રહી છે કે તેને સાંભળીને KBC 15 ના હોસ્ટ અમિતાભ બચ્ચન અને હાજર દર્શકો હસવાનું રોકી શક્યા નહી.

આ સમાચાર પણ વાંચો : Bike Stunt: ગજબ… બાઈક પર સ્ટંટ કરતો જોવા મળ્યો ‘ઉંદર’, નજારો જોઈ દંગ રહી ગયા યુઝર્સ.. જુઓ વિડીયો

બિગ બી પણ હસી પડ્યા

વાત કરતી વખતે આલોલિકાએ કહ્યું કે આ શોમાં આવવું મારી માતાનું સપનું હતું, આ સાંભળીને બિગ બીએ કહ્યું કે તમારી માતાનું સપનું હવે પૂરું થઈ ગયું છે. આ પછી આલોલિકા હસીને કહે છે કે હા, મારું હવાઈ મુસાફરી કરવાનું સપનું પણ પૂરું થઈ ગયું છે. આ સાથે જ ટ્રેનની વાર્તા સંભળાવતા આલોલિકાએ કહ્યું કે જ્યારે અમે સામાન સાથે ટ્રેનમાં ચઢીએ છીએ ત્યારે અમે તેને અમારી સીટની નીચે રાખીએ છીએ જેથી કોઈ તેને બહાર ન લઈ જાય. આ સાંભળીને બિગ બી જોરથી હસવા લાગે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં આલોલિકાએ પોતાની ફની સ્ટાઈલથી બધાનું મનોરંજન કર્યું છે. કેબીસી 15માં આવેલી અલોલિકાના શબ્દો સાંભળ્યા બાદ અમિતાભ પણ મજાકિયા અંદાજમાં કહેતા જોવા મળે છે, ‘ઓહ માય ગોડ, આજ કિસસે પાલા પડ ગયા હૈ’.

December 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
amitabh bachchan wanted to become air force pilot but rejected
મનોરંજન

Amitabh bachchan: અભિનેતા નહીં પરંતુ એરફોર્સ માં પાયલોટ બનવા માંગતા હતા બિગ બી, આ કારણે થયા હતા અમિતાભ બચ્ચન રિજેક્ટ

by Zalak Parikh October 21, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પોતાના દમદાર અભિનયથી કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. હાલમાં અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ની 15 મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. આ શોમાં તે પોતાની સાથે જોડાયેલા અનેક ખુલાસા કરતા રહે છે. અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ 15’ના તાજેતરના એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે તેઓ એરફોર્સમાં કેમ જોડાઈ ના શક્યા .

આ સમાચાર પણ વાંચોઃ National film award: નેશનલ એવોર્ડ લેવા ગયેલા કરણ જોહર ને જોઈ ને વિવેક અગ્નિહોત્રી એ આપ્યું એવું રિએક્શન કે થઇ ગયો ટ્રોલ, વાયરલ થયો વિડીયો

 અમિતાભ બચ્ચને વાયુ સેના સાથે જોડાયેલો કિસ્સો શેર કર્યો 

KBC ના મંચ પર એક કન્ટેસ્ટન્ટ સાથે વાતચીત દરમિયાન અમિતાભ બચ્ચને તેને જણાવ્યું કે તે પણ એરફોર્સ જોઈન કરવા માંગતા હતા તેમને કહ્યું કે,”જ્યારે મેં મારું સ્કૂલિંગ પૂરું કર્યું ત્યારે મને ખબર ન હતી કે આગળ શું કરવું. હું મારા પરિવાર સાથે દિલ્હીમાં રહેતો હતો અને આર્મી ના એક મેજર જનરલ મારા ઘરની નજીક રહેતા હતા.એક દિવસ મેજર જનરલ અમારા ઘરે આવ્યા અને મારા પિતાને કહ્યું કે મને તેમની સાથે મોકલો. તેણે કહ્યું કે તે મને સેનામાં મોટો અધિકારી બનાવશે. હું એરફોર્સમાં જવા માંગતો હતો. ‘જ્યારે હું ઇન્ટરવ્યુ માટે ગયો ત્યારે તેઓએ મને એમ કહીને નકારી કાઢ્યો કે મારા પગ ઘણા લાંબા છે. હું કદાચ એરફોર્સ માટે લાયક ન હોઉં.” 

October 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amitabh bachchan get emotional on kaun KBC 15 set
મનોરંજન

Amitabh bachchan on KBC 15: સૌને હિંમત આપનાર અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ ના મંચ પર થઇ ગયા ભાવુક, આંખમાં આવેલ આંસુ લૂછતાં કહી આ વાત

by Zalak Parikh October 10, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan on KBC 15:સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ ને હોસ્ટ કરી ર્ય છે. આ ‘કૌન બનેગા કરોડપતિ’ની 15મી સીઝન હાલમાં જ કૌન બનેગા કરોડપતિ નો એક પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં અમિતાભ રડતા જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે.આ  વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

કૌન બનેગા કરોડપતિ નો પ્રોમો 

સૌને હિંમત આપનાર અમિતાભ બચ્ચન ભાવુક થતા જોવા મળ્યા હતા આ પાછળનું કારણ ખાસ છે, અમિતાભ બચ્ચન તેમના જન્મદિવસે ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તેમનો જન્મદિવસ કેબીસીના મંચ પર સૌથી ખાસ રીતે ઉજવવામાં આવે છે. સોની ટીવીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં અમિતાભ બચ્ચન પોતાની સીટ પરથી ઉભા થાય છે, પોતાના માટે એક ટિશ્યુ લે છે અને પોતાની આંખોમાં આવેલા આંસુ લૂછી નાખે છે. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે, ‘તમે લોકો મને હજુ કેટલું રડાવશો? બસ કરો. હું લોકોને ટીશ્યુ આપું છું અને આજે મારો વારો આવ્યો છે. આ પ્લેટફોર્મ પર ઉજવાતા મારા જન્મદિવસો શ્રેષ્ઠ છે.’

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

 અમિતાભ બચ્ચન નો જન્મદિવસ  

તમને જણાવી દઈએ કે, દર વર્ષે અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. એટલે કે બુધવારે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. દર વખતની જેમ કેબીસીના સેટ પર અમિતાભના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીનો આ એપિસોડ બુધવારે રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર બતાવવામાં આવશે, જેમાં અમિતાભ બચ્ચનની ભાવનાત્મક પળો પણ જોવા મળશે. અમિતાભ બચ્ચન આ વર્ષે 81 વર્ષના થશે.

આ  સમાચાર પણ વાંચો : Nitin gadkari biopic: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ના જીવન પર આધારિત ફિલ્મ ની થઇ જાહેરાત, આ દિવસે મોટા પડદા પર રિલીઝ થશે ફિલ્મ

 

October 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
amitabh bachchan recalls failing in bsc physics exam in college
મનોરંજન

Amitabh bachchan: B.Sc લઈને પસ્તાયા હતા અમિતાભ બચ્ચન, કોલેજ માં આ વિષય માં થયા હતા ફેલ, બિગ બી એ કેબીસી ના મંચ પર શેર કર્યો કિસ્સો

by Zalak Parikh October 6, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની 15મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે.આ શો વર્ષ 2000 થી પ્રસારિત થઈ રહ્યો છે અને અમિતાભે તેની 15 માંથી 14 સીઝન હોસ્ટ કરી છે. આ શોની ત્રીજી સીઝન શાહરૂખ ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ બિગ બીએ ફરીથી ગાદી સંભાળી અને તેઓઅત્યાર સુધી આ શોને હોસ્ટ કરી રહ્યા છે. આ શો દ્વારા અમિતાભ બચ્ચન ઘણીવાર તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો શેર કરે છે. ફરી એકવાર તેમણે  શોમાં તેમણે તેમના કોલેજના શિક્ષણ સાથે જોડાયેલી એક રસપ્રદ વાર્તા કહી છે જે તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે.

 

અમિતાભ બચ્ચને કેબીસી માં સંભળાવ્યો કિસ્સો 

શોના તાજેતર ના એપિસોડમાં સ્પર્ધક તરીકે ડૉ.આશિષ આવ્યા હતા. તેમની સાથે વાતચીતમાં અમિતાભ બચ્ચને તેમની કોલેજ લાઈફ સાથે જોડાયેલી મુશ્કેલીઓ જણાવી. જ્યારે ડો.આશિષ જણાવતા હતા કે આજના સમયમાં તેઓ બાળકોને શિક્ષિત કરવા, સમજવા માટે નવી સર્જનાત્મક રીતો લઈને આવ્યા છે. આ બધું સાંભળીને બિગ બીને તેમના કોલેજના દિવસો યાદ આવી ગયા. તેમણે કહ્યું કે તેમને બીએસી કરવાનો પસ્તાવો થઈ રહ્યો છે. કોલેજમાં તેમને એવા વિષયો લીધા હતા જે તેમને બિલકુલ સમજાતા નહોતા. તેમણે લગભગ 3 વર્ષ સુધી વિષયો સહન કર્યા અને એક વખત ફેલ પણ થયા.પોતાની વ્યથા શેર કરતા અમિતાભ બચ્ચન કહે છે, “મેં મારા ગ્રેજ્યુએશનમાં B.Sc લીધું અને હું તેનાથી કંટાળી ગયો. મેં ખોટો વિષય લીધો અને 3 વર્ષ સુધી તેની સાથે સંઘર્ષ કરવો પડ્યો. પરીક્ષાના બે મહિના પહેલા વસ્તુ યાદ રાખવા અભ્યાસ કરતો અને પરીક્ષા આપતો. પ્રથમ વખત હું ભૌતિકશાસ્ત્રમાં ખરાબ રીતે નાપાસ થયો. પછી બીજા પ્રયાસમાં હું પાસ થવામાં સફળ થયો.”

આ  સમાચાર પણ વાંચો : Urfi javed: શું ઉર્ફી જાવેદે ગુપચુપ રીતે કરી લીધી સગાઇ? સામે આવેલી તસવીરો એ ચાહકો ને કર્યા કન્ફ્યુઝ

અમિતાભ બચ્ચન ની કારકિર્દી  

સદીના મહાનાયક અમિતાભ બચ્ચને દિલ્હી યુનિવર્સિટીની કિરોરી મલ કોલેજમાં અભ્યાસ કર્યો અને 1962માં B.Sc સાથે સ્નાતક થયા. તેમની કોલેજ પછી, અમિતાભે થોડા વર્ષો કોલકાતા નજીક એક ખાણકામ કંપનીમાં કામ કર્યું. તેઓ ટૂંક સમયમાં મુંબઈ આવી ગયા અને 1969 માં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને 54 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે. અમિતાભ બચ્ચને ખ્વાજા અહેમદ અબ્બાસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અમિતાભ બચ્ચને વર્ષોથી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કરીને ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર અમીટ છાપ છોડી છે.

October 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amitabh bachchan revealed he is scared that AI will snatch his job
મનોરંજન

Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને થઇ રોજગાર ની ચિંતા! બિગ બી ને સતાવી રહ્યો છે આ વસ્તુ નો ડર, માંગી મદદ, જાણો શું છે મામલો

by Zalak Parikh September 8, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Amitabh bachchan: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ને લઈને નર્વસ છે. તેણે ‘કેબીસી’ના સેટ પર કહ્યું હતું કે તેને ભવિષ્યમાં આના કારણે રિપ્લેસ થવાનો ડર છે, કારણ કે ફિલ્મોમાં આવું થવાનું શરૂ થઈ ગયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ મશીનોની ક્ષમતા છે જે સામાન્ય રીતે માનવ બુદ્ધિ સાથે સંકળાયેલા કાર્યો કરે છે, જેમ કે શીખવું અને સમસ્યાનું નિરાકરણ.

 

કેબીસી માં સ્પર્ધકે અમિતાભ બચ્ચન ને AI વિશે કરી વાત 

‘KBC 15’ ના લેટેસ્ટ એપિસોડમાં, અમિતાભ બચ્ચન અમદાવાદ ના ચિરાગ અગ્રવાલ સાથે કવીઝ રમતા જોવા મળ્યા હતા. ચિરાગ B.Tech કરી રહ્યો છે અને આ સમય દરમિયાન, તેના ક્ષેત્ર વિશે વાત કરતી વખતે, ચિરાગ કહે છે કે તેને AI દ્વારા બદલવામાં આવે તેવા ડરથી પરે છે કારણ કે AI સર્જનાત્મક ક્ષેત્રોમાં લોકોને સૌથી વધુ પ્રભાવિત કરે છે. સ્પર્ધકે અમિતાભ બચ્ચને કહ્યું કે ‘કોઈ દિવસ એવું બની શકે છે કે તમે શૂટિંગ કરી શકતા નથી અને આ શોમાં તમારા હોલોગ્રામ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે’.

આ સમાચાર પણ વાંચો : Sobhita dhulipala:પકડાઈ ગઈ ચોરી! શોભિતા ધુલિપાલા-નાગા ચૈતન્ય ના સંબંધોનો થયો પર્દાફાશ? નેટિઝન્સ આ રીતે ઉડાવી રહ્યા છે ખીલ્લી

અમિતાભ બચ્ચને સ્પર્ધક ને આપ્યો જવાબ 

આ સાંભળીને અમિતાભ બચ્ચન મજાકમાં કહે છે કે ‘હું તમને સત્ય કહું છું કે આ હું નથી મારો હોલોગ્રામ છે’. AI પર વાત કરતા અમિતાભે કહ્યું કે ‘મને ડર છે કે કદાચ મને હોલોગ્રામથી બદલવામાં આવશે કારણ કે ફિલ્મોમાં આવી વસ્તુઓ શરૂ થઈ ગઈ છે. તમારી આસપાસ 40 કેમેરા મૂકવામાં આવ્યા છે અને તમને વિવિધ અભિવ્યક્તિઓ આપવા માટે કહેવામાં આવે છે. પાછળથી ખબર પડે છે કે જ્યારે હું ત્યાં ના હોઉં ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવશે. ભલે હું ત્યાં ન હોઉં, છતાં પણ એવું લાગશે કે હું ત્યાં છું.બિગ બીએ સ્પર્ધકને કહ્યું, ‘મને ડર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અમારી નોકરી છીનવી લેશે. જો હું ક્યારેય બેરોજગાર થઈ જાઉં તો કૃપા કરીને મને મદદ કરજો, મને આ નોકરી બહુ મુશ્કેલીથી મળી છે.’

September 8, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
amitabh bachchan acted as drunk man in kbc on ghoomer director r balki demand
મનોરંજન

KBC 15: આ કારણે શોમાં શરાબી બન્યા અમિતાભ બચ્ચન, પિતા ને નશા માં જોઈ ચોંકી ગયો અભિષેક બચ્ચન

by Akash Rajbhar August 19, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

KBC 15 : સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) દ્વારા હોસ્ટ કરવામાં આવેલ ક્વિઝ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ તેની 15મી સીઝન સાથે નાના પડદા પર પાછો ફર્યો છે. શોના ભવ્ય ઉદઘાટન પછી, એક કરતા વધુ સ્પર્ધકો હોટ સીટ પર બેસીને તેમના જ્ઞાનનું પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે જ દર વખતની જેમ બિગ બી પણ સ્પર્ધકો સાથે વચ્ચે ચર્ચા કરીને લોકોના દિલ જીતતા જોવા મળે છે. શોનો લેટેસ્ટ પ્રોમો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. ક્લિપમાં સદીના સુપરહીરોને નશામાં ધૂત(drunk man) એક મહિલા ને ચૂપ કરાવતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sony LIV (@sonylivindia)

‘KBC 15’માં ફિલ્મ પ્રમોશન કરવા આવી ‘ઘૂમર’ની ટીમ

સોની ટીવી દ્વારા રિલીઝ કરવામાં આવેલા પ્રોમોમાં ફિલ્મ ‘ઘૂમર’ની સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. તે જ સમયે, બિગ બીની શૈલી ક્લિપમાં સૌથી આકર્ષક છે. પ્રોમોમાં અમિતાભ બચ્ચન નશાની હાલતમાં જોવા મળે છે, જેને જોઈને ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા. આટલું જ નહીં, ક્લિપમાં બિગ બી એક મહિલાને ચૂપ કરાવતા પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sony LIV (@sonylivindia)

 

પ્રોમોમાં એવું જોવા મળે છે કે ફિલ્મ નિર્માતા આર બાલ્કી(R Balki) શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને શરાબીનું દ્રશ્ય ફરીથી કરવાની વિનંતી કરે છે. બિગ બી પહેલા તો ખુશખુશાલ નશામાં ધૂત માણસની જેમ વર્તવાનું શરૂ કરે છે, અને બધાને એન્ટરટેઈન કરે એવો સંવાદ બોલે છે. અમિતાભ સમજાવે છે કે કેવી રીતે બીજાઓએ નશામાં ન આવવું જોઈએ. આ સાંભળીને ત્યાં હાજર એક મહિલા જોરથી કહેવા લાગી કે તે બિગ બીને કેટલો પ્રેમ કરે છે.અમિતાભ બચ્ચન તેને શાંતિથી બેસવા માટે ઇશારો કરે છે સાથે જ તેઓ કહે છે, ‘મેડમ, તમે અમને બોલવા દો, તમને કેટલી વાર કીધું છે દારૂ પી ને નહીં આવાનું’. બિગ બીની આ વાત સાંભળીને અભિષેક બચ્ચન પણ પોતાની જાતને રોકી શકતો નથી અને મોટેથી હસવા લાગે છે.

આ સમાચાર પણ વાંચો :  Hariyali Teej 2023 : આજે છે હરિયાળી ત્રીજ, જાણી લો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ..

August 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
amitabh bachchan hosted kaun banega crorepati 15 to be launched on 14 august
મનોરંજન

KBC 15 : જ્ઞાનદાર,ધનદાન અને શાનદાર રીતે આવી રહ્યું છે કેબીસી 15, નિર્માતાઓએ જાહેર કરી લોન્ચ ની તારીખ

by Akash Rajbhar August 1, 2023
written by Akash Rajbhar

  News Continuous Bureau | Mumbai

KBC 15 : સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન(amitabh bacchan) તેમની બ્લોકબસ્ટર ફિલ્મો તેમજ લોકપ્રિય ટીવી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ માટે જાણીતા છે. અભિનેતા તેમની હોસ્ટિંગ કુશળતાથી પ્રેક્ષકોનું ખૂબ મનોરંજન કરે છે. તે જ સમયે, આ ક્વિઝ શોના ચાહકો નવી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે નવા પ્રોમોમાં તેની લોન્ચ(launch) ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

કેબીસી ના નવા પ્રોમો માં શાનદાર મળ્યા અમિતાભ બચ્ચન

તાજેતરમાં, કૌન બનેગા કરોડપતિની 15મી સીઝનનો નવો પ્રોમો(promo) રિલીઝ થયો છે. આ પ્રોમોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ વખતની સીઝન જ્ઞાનદાર,ધનદાન અને શાનદાર હશે.’ આ સાથે, નિર્માતાઓએ શોની લોન્ચિંગ તારીખ પણ જાહેર કરી છે અને જણાવ્યું છે કે આ શો 14 ઓગસ્ટથી(14 august) સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યા થી પ્રસારિત થશે. આ સીઝન ઘણી રીતે ખાસ રહેવાની છે જ્યાં દરેક વસ્તુ નવા રૂપમાં જોવા મળશે. આ શો દરેકનો પ્રિય છે અને તમામ ઉંમરના લોકો માટે જ્ઞાનનો ભંડાર પણ છે, તેથી લોકો તેની સાથે પૂરા દિલથી જોડાયેલા છે. તમને જણાવી દઈએ કે રિયાલિટી ગેમ શોએ ઘણા લોકોના સપના સાકાર કર્યા છે. દરેક ઉંમરના અને જીવનના ક્ષેત્રના લોકો તેમના સપના સાથે અહીં આવે છે અને અઘરા પ્રશ્નોના જવાબ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)


 

અમિતાભ બચ્ચન નું વર્ક ફ્રન્ટ

બિગ બીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ ‘ગણપથ પાર્ટ 1’ માં જોવા મળશે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન પણ મુખ્ય ભૂમિકામાં છે. તેની ફિલ્મ 20 ઓક્ટોબરે રિલીઝ થશે. આ સિવાય અમિતાભ પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘કલ્કી 2898 એડી’નો ભાગ છે.

આ સમાચાર પણ વાંચો : Indian Cricket Team: BCCI ની મોટી જાહેરાત….જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બન્યો… વાઈસ કેપ્ટન બન્યો આ ક્રિકેટર.. જાણો શું છે આ મુદ્દો….

August 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
amitabh bachchan returns with KBC15 big b tells how to participate
મનોરંજન

‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સિઝન સાથે પરત ફરી રહ્યા છે અમિતાભ બચ્ચન, બિગ બી એ જાહેર કરી રજીસ્ટ્રેશન ની તારીખ

by Zalak Parikh April 18, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

હિન્દી સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો હાલમાં જ અકસ્માત થયો હતો, ત્યારબાદ તેઓ સતત આરામ કરી રહ્યા છે. પાંસળીમાં ઈજાના કારણે તેમણે શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. આ પછી, તેમણે ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું કે તે ટૂંક સમયમાં કમબેક કરવા જઈ રહ્યા છે. દરમિયાન, એવા સમાચાર છે કે અમિતાભ બચ્ચન હવે ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝન સાથે કમબેક કરી રહ્યા છે. તેની માહિતી નિર્માતાઓએ એક વીડિયોમાં શેર કરી છે.

 

અમિતાભ બચ્ચને પ્રોમો માં જાહેર કરી રજીસ્ટ્રેશન ની તારીખ 

‘કૌન બનેગા કરોડપતિ સીઝન 15’ના પ્રોમો વીડિયોમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે શો માટે રજીસ્ટ્રેશન 29 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે..પ્રોમોમાં બિગ બીએ એ પણ જણાવ્યું છે કે લોકો શો માટે કેવી રીતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે? પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે સુરંગમાંથી બહાર આવ્યા બાદ મહિલા બિગ બીને ગેમ રમવા માટે કહે છે, જેનો મેગાસ્ટાર જવાબ આપે છે કે હોટ સીટ પર બેસવા માટે ઉલ જલુલ યુક્તિ નો સહારો ન લો, બસ ફોન ઉપાડો., કારણ કે રાત્રે 9 વાગ્યા થી રજીસ્ટ્રેશન માટે આ એકમાત્ર રસ્તો છે: 29મી એપ્રિલે મારા પ્રશ્નોના જવાબ આપો અને તમારું રજીસ્ટ્રેશન શરૂ થશે.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

અમિતાભ બચ્ચન નું સ્વાસ્થ્ય 

અમિતાભ બચ્ચનની તબિયત હવે સુધરી રહી છે, જે બાદ તેઓ પોતાના કામ પર પાછા ફરી રહ્યા છે. ગયા મહિને હૈદરાબાદમાં ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન બિગ બીને ગંભીર ઈજા થઈ હતી. આ માહિતી તેમણે  પોતાના બ્લોગ દ્વારા આપી હતી અને સમયાંતરે તે ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી આપતા હતા. હવે સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તે ટૂંક સમયમાં ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં બિગ બી દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે જોવા મળશે. 

April 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક