Tag: KBC – 16

  • KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!

    KBC 16: કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને પૂછ્યો અજીબ સવાલ, બિગ બીએ મજાકિયા અંદાજમાં લગાવી ફટકાર!

    News Continuous Bureau | Mumbai

    KBC 16:  ‘કોન બનેગા કરોડપતિ’ (KBC) ના સેટ પર આ વખતે હાસ્ય અને મજાકનો માહોલ જોવા મળ્યો. પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચેલા કાર્તિક આર્યન અને અનન્યા પાંડેએ હોસ્ટ અમિતાભ બચ્ચનને જ એવા સવાલો પૂછ્યા કે તેઓ પોતાની હસી રોકી શક્યા નહીં. કાર્તિકે અમિતાભને જયા બચ્ચન અને તેમના ફોન પાસવર્ડ વિશે પૂછીને પરેશાન કરી દીધા હતા.

    આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty: શિલ્પા શેટ્ટીના બિઝનેસમાં મુશ્કેલી: બૅન્ગ્લોરમાં રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR, જાણો શું છે આખો કેસ

    જયાજી અને ફોન પાસવર્ડનો સવાલ

    કેબીસીના મંચ પર કાર્તિક આર્યને અમિતાભ બચ્ચન સાથે મજાક-મજાકમાં તેમની અંગત જિંદગીને લગતા કેટલાક સવાલો પૂછીને વાતાવરણ હળવું બનાવ્યું હતું. કાર્તિકે જ્યારે બિગ બીને પૂછ્યું કે શું તેઓ ક્યારેય જયા મેમથી છુપાઈને કંઈ ખાય છે, ત્યારે અમિતાભે કોઈ સીધો જવાબ આપવાને બદલે માત્ર હસીને વાત ટાળી દીધી હતી. પરંતુ, જ્યારે કાર્તિકે આગળ વધીને એવો સવાલ કર્યો કે શું જયા બચ્ચનને તેમના ફોનનો પાસવર્ડ ખબર છે, ત્યારે અમિતાભ બચ્ચને અત્યંત રમુજી અંદાજમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “પાગલ છે કે શું? અમે તેમને થોડા જણાવીએ!” બિગ બીના આ બિન્દાસ અંદાજ અને રમૂજથી આખો સેટ હાસ્યથી ગુંજી ઉઠ્યો હતો.

    View this post on Instagram

    A post shared by @sonytvofficial

    શો દરમિયાન કાર્તિક આર્યને અમિતાભ બચ્ચનને આજકાલ ટ્રેન્ડમાં રહેલું ‘કોરિયન હાર્ટ’ (હાથની આંગળીઓથી દિલ બનાવવું) કેવી રીતે બનાવવું તે શીખવ્યું હતું. બિગ બીએ પણ ખૂબ જ ઉત્સાહથી આ સ્ટાઇલ શીખી હતી, જે જોઈને ઓડિયન્સમાં હસીનું મોજું ફરી વળ્યું હતું.અનન્યા પાંડેએ પણ આ તકનો લાભ લીધો અને અમિતાભને આજની જનરેશન દ્વારા વપરાતા અવનવા શબ્દો (Gen-Z slang) વિશે પૂછ્યું. નવા જમાનાના શબ્દો સાંભળીને અમિતાભ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ તેમણે આ રમતને ખૂબ જ ખેલદિલીથી માણી હતી.આ બંને કલાકારો તેમની આગામી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ ના પ્રમોશન માટે આવ્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: અમિતાભ બચ્ચને કેબીસી 16 ના મંચ પર કર્યો ખુલાસો, ઘર ની આ વ્યક્તિ પાસે થી માંગે છે રોકડા પૈસા

    KBC 16: અમિતાભ બચ્ચને કેબીસી 16 ના મંચ પર કર્યો ખુલાસો, ઘર ની આ વ્યક્તિ પાસે થી માંગે છે રોકડા પૈસા

    News Continuous Bureau | Mumbai

    KBC 16: કેબીસી 16 ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે.અમિતાભ બચ્ચન આ શો દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે અમિતાભ બચ્ચન આ મંચ પર તેમના અંગત જીવન ને લઈને ઘણી વાતો અને ખુલાસા કરતા રહે છે. હવે અમિતાભ બચ્ચને તેમના અંગત જીવન ને લઈને વધુ એક ખુલાસો કર્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Shyam Bengal death: શ્યામ બેનેગલ ના નિધન પર પીએમ મોદી સહિત આ લોકો એ પણ વ્યક્ત કર્યો શોક, આપી ફિલ્મ મેકર ને શ્રદ્ધાંજલિ

    અમિતાભ બચ્ચન જયા પાસે માંગે છે પૈસા 

    પ્રિયંકા નામ ની સ્પર્ધકે અમિતાભ બચ્ચન ને પૂછ્યું, ‘તમારું ઘર એટલું મોટું છે, રિમોટ ખોવાઈ ગયું તો તમે તેને કેવી રીતે શોધશો? આના પર અમિતાભે કહ્યું- સીધા સેટ-ટોપ બોક્સ પર જઈને તેને કંટ્રોલ કરીએ.પછી પ્રિયંકાએ પૂછ્યું- ‘સર, જ્યારે મધ્યમ વર્ગના પરિવારમાં રિમોટ ખોવાઈ જાય છે ત્યારે ઘરમાં ઝઘડો થાય છે. શું તમારા ઘરમાં પણ આવું થાય છે? તો અમિતાભે કહ્યું- ના દેવીજી, અમારા ઘરમાં આવું નથી થતું. સોફા પર બે તકિયા છે, રિમોટ તેમાં છુપાયેલું છે. બસ ત્યાં જ શોધવું પડે છે.’

    પ્રિયંકા એ પોતાના સવાલ ને આગળ વધારતા અમિતાભ બચ્ચન ને પૂછ્યું, ‘જ્યારે હું ઓફિસેથી ઘરે જાઉં છું ત્યારે મારી માતા મને કોથમીર અથવા બીજું કંઈક લાવવા કહે છે. શું જયા મેડમ પણ તમને કંઈક લાવવાનું કહે છે? તેના પર અમિતાભે કહ્યું- તે ચોક્કસપણે આવું કહે છે. તેણી મને પોતાને ઘરે લાવવા કહે છે. પ્રિયંકાએ આગળ પૂછ્યું- ‘સર, શું તમે ક્યારેય ATMમાં ગયા છો, રોકડ ઉપાડી અને તમારું બેલેન્સ ચેક કર્યું છે? અમિતાભે કહ્યું- અમે ન તો અમારી પાસે રોકડ રાખીએ છીએ અને ન તો અમે ક્યારેય ATMમાં ગયા છીએ કારણ કે અમને સમજાતું નથી કે તે કેવી રીતે કામ કરે છે. પણ જયા જી પાસે છે, હું તેની પાસે પૈસા માંગું છું. જયાજીને ગજરા ખૂબ જ ગમે છે, તેથી જ્યારે નાના બાળકો રસ્તામાં ગજરા વેચવા આવે છે, ત્યારે હું તે તેમની પાસેથી ખરીદી લઉં છું અને ક્યારેક જયાજીને આપી દઉં છું અથવા ક્યારેક કારમાં રાખું છું કારણ કે તેમાંથી સારી સુગંધ આવે છે.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: કેબીસી ના મંચ પર નાના પાટેકર સાથે મજાક મસ્તી કરતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન, શો ના નવા પ્રોમો એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

    KBC 16: કેબીસી ના મંચ પર નાના પાટેકર સાથે મજાક મસ્તી કરતા જોવા મળ્યા અમિતાભ બચ્ચન, શો ના નવા પ્રોમો એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

    News Continuous Bureau | Mumbai 

    KBC 16: કેબીસી 16 ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. હવે આ શો ના તાજેતર ના એપિસોડ માં બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા નાના પાટેકર આવવાના છે. હવે શો ના મેકર્સે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં બોલિવૂડ ના બે દિગ્ગ્જ અભિનેતા નાના પાટેકર અને અમિતાભ બચ્ચન મજાક મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. 

    આ સમાચાર પણ વાંચો: PM Modi: તૈમૂર, જેહ અને રાહા ને મળી નરેન્દ્ર મોદી તરફથી ખાસ ગિફ્ટ, જાણો કપૂર પરિવારે પીએમ ને ભેટ માં શું શું આપ્યું

     કેબીસી 16 નો નવો પ્રોમો 

    મેકર્સે જે શો નો પ્રોમો રિલીઝ કર્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, નાના પાટેકર બિગ બીને કહે છે, મારી પાસે કાર છે, બંગલો છે, તમારી પાસે શું છે. તેના પર અમિતાભ બચ્ચન કહે છે, મારી પાસે નાના પાટેકર છે. શો નો નવો પ્રોમો સામે આવ્યા બાદ ચાહકો આ એપિસોડ ને લઈને ખુબ ઉત્સાહિત છે.  

    નાના પાટેકર તેમની ફિલ્મ ‘વનવાસ’ના પ્રમોશન માટે KBCમાં આવ્યા હતા. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: કેબીસી 16 ના મંચ પર અભિષેક બચ્ચન ના મોઢેથી પોતાના વિશે આવી વાત સાંભળી ભાવુક થઇ ગયા અમિતાભ બચ્ચન

    KBC 16: કેબીસી 16 ના મંચ પર અભિષેક બચ્ચન ના મોઢેથી પોતાના વિશે આવી વાત સાંભળી ભાવુક થઇ ગયા અમિતાભ બચ્ચન

    News Continuous Bureau | Mumbai

    KBC 16: કેબીસી 16 ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. કેબીસી 16 ના મંચ પર અભિષેક બચ્ચન તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોક ના પ્રમોશન માટે પહોંચ્યો હતો. શો માં અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચન ની ઘણી ઠેકડી પણ ઉડાવી હતી પરંતુ આ દરમિયાન તેને અમિતાભ બચ્ચન વિશે એવું કહ્યું કે બિગ બી પણ ભાવુક થઇ ગયા. 

    આ સમાચાર પણ વાંચો : Emergency release date: આખરે કંગના રનૌત ની મળી તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને નવી રિલીઝ ડેટ, આ તારીખે મચાવશે થિયેટરો માં ધૂમ

    કેબીસી 16 નો નવો પ્રોમો 

    કેબીસી 16 નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં અભિષેક બચ્ચન કહી રહ્યો છે કે,  ‘પા, મને ખબર નથી કે આ સાચું છે કે નહીં, મને આશા છે કે લોકો તેને ગેરસમજ નહીં કરે. અમે અહીં બેઠા છીએ અને રાતના 10.30 વાગ્યા છે. મારા પિતા સવારે 6.30 વાગ્યે ઘરેથી નીકળે છે, જેથી અમે બધા સવારે 8-9 વાગ્યા સુધી આરામથી રહી શકીએ. તેમના પિતા તેમના માટે શું કરે છે તે વિશે કોઈ વાત કરતું નથી, કારણ કે ઘણીવાર તે આ બધું ચૂપચાપ કરે છે.’

    પોતાના પુત્ર અભિષેક ના મોઢેથી પોતાના વિશે આવી વાત સાંભળતા બિગ બી ભાવુક થઈ જાય છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: કેબીસી 16 ના મંચ પર અભિષેક બચ્ચને ઉડાવી અમિતાભ બચ્ચન ની ઠેકડી, શો નો પ્રોમો જોઈ ચાહકો થયા ઉત્સાહિત

    KBC 16: કેબીસી 16 ના મંચ પર અભિષેક બચ્ચને ઉડાવી અમિતાભ બચ્ચન ની ઠેકડી, શો નો પ્રોમો જોઈ ચાહકો થયા ઉત્સાહિત

    News Continuous Bureau | Mumbai

    KBC 16: કેબીસી 16 ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શો ના આગામી એપિસોડ માં અભિષેક બચ્ચન આવવાનો છે. આ શો માં અભિષેક તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકનું પ્રમોશન કરતો જોવા મળશે. આ શો નો પ્રોમો સામે આવ્યો છે જેમાં અભિષેક અમિતાભ ની ઠેકડી ઉડાવતો જોવા મળી રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Rajan shahi on Rupali ganguly: રૂપાલી ના સપોર્ટ માં આવ્યા રાજન શાહી, અનુપમા અને તેની સાવકી દીકરી ના વિવાદ ની વચ્ચે કહી આવી વાત

    કેબીસી 16 નો નવો પ્રોમો 

    કેબીસી 16 નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં અભિષેક બચ્ચન  અમિતાભને “7 કરોડ”ની બૂમો પાડીને તેની ઠેકડી ઉડાવતો જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત અમિતાભ વિશે વાત કરતા અભિષેક કહી રહ્યો છે કે, પોતાના પરિવાર સાથે ઘરે રાત્રિભોજન કરતી વખતે પણ અમિતાભ પોતાને “7 કરોડ”ની બૂમો પાડવાથી રોકી શકતા નથી. આ સાંભળી અમિતાભ કહે છે, “મેં તેમને અહીં બોલાવીને ભૂલ કરી છે.”

    કેબીસી 16 ના મંચ પર અભિષેક બચ્ચન અને શુજીત સરકાર તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકનું પ્રમોશન કરવા આવ્યા હતા. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવતા IPS મનોજ કુમાર શર્મા એ કહ્યું એવું કે અમિતાભ બચ્ચને પણ તેની સામે જોડ્યા હાથ

    KBC 16: દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવતા IPS મનોજ કુમાર શર્મા એ કહ્યું એવું કે અમિતાભ બચ્ચને પણ તેની સામે જોડ્યા હાથ

    News Continuous Bureau | Mumbai

     KBC 16: કેબીસી 16 ના મંચ પર IPS મનોજ કુમાર શર્મા અને વિક્રાંત મેસી પહોંચ્યા હતા. આ શો માં મનોજ કુમાર શર્મા તેમની પત્ની શ્રદ્ધા અને માતા સાથે આવ્યો હતો. આ શો માં મનોજ કુમાર શર્મા એ ઘણા ખુલાસા કર્યા હતા.આ સાથે મનોજ કુમાર શર્મા એ દિવાળી ના મનાવવા પાછળ નું કારણ જણાવ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો : Salman Khan death threat : લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફરી સલમાન ખાનને ધમકી આપી, મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને આવ્યો મેસેજ; પોલીસ થઇ દોડતી…

    કેબીસી 16 ના મંચ પર મનોજ કુમાર શર્મા 

    કેબીસી 16 નો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં મનોજ કુમાર શર્મા ની માતા અમિતાભ બચ્ચન ને ફરિયાદ કરતી  છે તે મનોજ વિશે એમ કહી રહી છે કે તેઓ ક્યારેય પરિવાર સાથે ઘરમાં કોઈ તહેવાર ઉજવતા નથી. અમિતાભ બચ્ચને મનોજ કુમાર ને આનું કારણ પૂછ્યું જેના જવાબ માં તેમને કહ્યું, ‘સાહેબ મેં ક્યારેય દિવાળી ઉજવી નથી. એકવાર તમે યુનિફોર્મ પહેરી લો, પછી તમારો કોઈ ધર્મ, જાતિ કે ભાષા રહેતી નથી. તમારે તમારું આખું જીવન દેશને સમર્પિત કરવું પડશે. કોઈ નિશ્ચિત ડ્યુટી નથી, 12 કલાક, 24 કલાક, ક્યારેક અમે ત્રણ દિવસ ઘરે નથી જતા, સાહેબ પોલીસ દળમાં જોડાવાનો અર્થ ધર્મ, જાતિ અથવા ભાષાને બાજુ પર રાખવાનો છે કારણ કે તેમનું ધ્યાન સંપૂર્ણપણે રાષ્ટ્રની સેવા પર હોય છે.’

    મનોજ કુમાર શર્મા એ પોતાની વાત ને આગળ વધારતા કહ્યું, ‘પોલીસ અધિકારી પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે સમગ્ર સમાજ ઉજવણી કરી રહ્યો હોય અને આનંદ કરી રહ્યો હોય, તે સુનિશ્ચિત કરે કે તેમની ખુશી ના બગાડે એવું કંઈ ન બને. તેઓ સામાજિક પરિવર્તન એજન્ટ છે જે સમાજમાં પરિવર્તન લાવે છે.’ મનોજ કુમાર શર્મા ની આ વાત સાંભળી અમિતાભ બચ્ચને  કહ્યું, સાહેબ, આજે ફક્ત તમને જ નહીં પરંતુ તમામ પોલીસકર્મીઓ ને હું હાથ જોડીને કહું છું કે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: કેબીસી 16 ના મંચ પર અમિતાભ બચ્ચને કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ને સંભળાવ્યો તેના પરિવાર ના આ સભ્ય નો મજેદાર કિસ્સો

    KBC 16: કેબીસી 16 ના મંચ પર અમિતાભ બચ્ચને કાર્તિક આર્યન અને વિદ્યા બાલન ને સંભળાવ્યો તેના પરિવાર ના આ સભ્ય નો મજેદાર કિસ્સો

    News Continuous Bureau | Mumbai

    KBC 16: કેબીસી 16 ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શો માં કાર્તિક આર્યન અને વિદ્યા બાલન તેમની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ના પ્રમોશન માટે આવ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચને તેમને તેમના પરિવાર ના એક સભ્ય નો મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો જેને સાંભળી ને કાર્તિક આર્યન ને તેની ઈર્ષા થવા લાગી 

    આ સમાચાર પણ વાંચો : Rakul preet singh: જિમ માં આ હરકત કરવી રકૂલ પ્રીત સિંહ ને પડી ભારે, ડોક્ટર એ આપી અભિનેત્રી ને બેડરેસ્ટ ની સલાહ, જાણો હાલ કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

    કેબીસી 16 ના મંચ પર અમિતાભ બચ્ચને સંભળાવ્યો કિસ્સો 

    કેબીસી 16 ના મંચ પર અમિતાભ બચ્ચને અગસ્ત્ય નંદા સાથે જોડાયેલો એક કિસ્સો શેર કરતા જણાવ્યું કે, ‘જ્યારે અગસ્ત્ય ન્યૂયોર્કમાં ભણતો હતો ત્યારે તે ઘણીવાર નજીકની ભારતીય રેસ્ટોરન્ટમાં જતો હતો. એક દિવસ તેણે જોયું કે મેનુમાં અમિતાભ બચ્ચનનું નામ ધરાવતી વાનગી છે. અગસ્ત્યને તે વાનગી વિશે ખબર પડી અને તેને ઓર્ડર આપ્યો. તે વાનગી ખાધા પછી તેણે રેસ્ટોરન્ટના લોકોને કહ્યું કે અમિતાભ તેના નાના છે.પહેલા તો રેસ્ટોરન્ટ વાળાઓએ તેની વાત ના માની પરંતુ બાદમાં જ્યારે અગસ્ત્યએ તેના ફોન પર મારો ફોટોગ્રાફ બતાવ્યો, ત્યારે તેને તે રેસ્ટોરન્ટમાં બે વર્ષ સુધી મફત ભોજન મળ્યું.

    અમિતાભ બચ્ચન નો આ કિસ્સો સાંભળ્યા બાદ કાર્તિકે મજાકમાં કહ્યું, “સર, હું જ્યારે પણ જુહુમાં જમવા જાઉં છું, તો પણ મારે ત્યાં પુરી રકમ ચૂકવવી પડે છે.” કાર્તિક ની આ વાત સાંભળ્યા બાદ કેબીસી ના મંચ પર હાસ્ય ગુંજવા લાગ્યું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: કેબીસી 16 ના મંચ પર આમિર ખાને અમિતાભ બચ્ચન નો મોટો ફેન હોવાનો આપ્યો પુરાવો જેને જોઈ બિગ બી પણ રહી ગયા દંગ

    KBC 16: કેબીસી 16 ના મંચ પર આમિર ખાને અમિતાભ બચ્ચન નો મોટો ફેન હોવાનો આપ્યો પુરાવો જેને જોઈ બિગ બી પણ રહી ગયા દંગ

    News Continuous Bureau | Mumbai 

    KBC 16: કેબીસી 16 માં આમિર ખાન તેના દીકરા જુનૈદ સાથે આવ્યો હતો.આ શો ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. ભાગ્યે જ કોઈ એવું હશે જે અમિતાભ બચ્ચન નો ફેન નહીં હોય. અમિતાભ બચ્ચન ને સદી ના મહાનાયક પણ કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રી માંથી પણ અમિતાભ બચ્ચન ફેન ફોલોઈંગ છે. જેમાં આમિર ખાન નું નામ પણ સામેલ પણ છે. હવે આમિર ખાને પોતે કેબીસી ના મંચ પર અમિતાભ બચ્ચન નો મોટો ફેન હોવાનો પુરાવો આપ્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો : Konda Surekha: કોંડા સુરેખા એ નાગા ચૈતન્ય-સમંથા રૂથ પ્રભુના છૂટાછેડા ના વિવાદિત નિવેદન પર કરી પીછેહઠ, મંત્રી એ આપી આવી સ્પષ્ટતા

    કેબીસી 16 માં આમિર ખાને રીવીલ કર્યું બિગ બી ના લગ્ન નું કાર્ડ 

    સોની ટીવી એ કેબીસી 16 નો એક પ્રોમો રિલીઝ કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, આમિર ખાન અને તેનો દીકરો હોટ સીટ પર બેઠા છે દરમિયાન આમિર અમિતાભ બચ્ચન ને પૂછે છે – ‘તમને તમારાલગ્નની તારીખ યાદ છે?’ ત્યારબાદ બિગ બી લગ્નની તારીખ 3 જૂન 1973 જણાવે છે. ત્યારે આમિરે આ વાતનો પુરાવો માંગતા કહે છે આનો પુરાવો શું છે તમારી પાસે ‘સાહેબ, મારી પાસે પુરાવા છે.’ આ પછી આમિરે અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ બતાવે છે. આ પછી આમિર પોતાને અમિતાભનો સૌથી મોટો ફેન કહે છે. આમિર પાસે પોતાના લગ્નનું કાર્ડ જોઈને બિગ બી દંગ રહી જાય છે. 

    કેબીસી ના મંચ પર અમિતાભ બચ્ચન પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે. આ પ્લેટફોર્મ પર દર વર્ષે તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ વખતે બિગ બીના જન્મદિવસની ઉજવણી કરવા માટે આમિર ખાન અને તેનો પુત્ર જુનૈદ કેબીસી માં આવવાના છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: નવ્યા, અગસ્ત્ય અને આરાધ્યા એ અમિતાભ બચ્ચન ની કલ્કિ ફિલ્મ ને લઈને કહી હિટ આવી વાત, બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો

    KBC 16: નવ્યા, અગસ્ત્ય અને આરાધ્યા એ અમિતાભ બચ્ચન ની કલ્કિ ફિલ્મ ને લઈને કહી હિટ આવી વાત, બિગ બી એ કર્યો કેબીસી ના મંચ પર ખુલાસો

    News Continuous Bureau | Mumbai 

    KBC 16: અમિતાભ બચ્ચન હાલ કેબીસી 16 હોસ્ટ કરી રહ્યા છે. કેબીસી ના મંચ પર અમિતાભ બચ્ચન તેમના સ્પર્ધક સાથે તેમની સાથે જોડાયેલા કિસ્સો શેર કરતા રહે છે. આ દરમિયાન એક સ્પર્ધક સાથે વાત કરતી વખતે, અમિતાભે જણાવ્યું કે કેવી રીતે તેમના ઘરના બાળકો એ તેમની ફિલ્મ કલ્કી 2898 AD’ પર તેમને ટોણા માર્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : Shraddha arya: દેવોલિના બાદ હવે ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા બનવા જઈ રહી છે માતા,અલગ જ અંદાજ માં ફેન્સ ને આપ્યા ગુડ ન્યુઝ

    અમિતાભ બચ્ચને શેર કર્યો મજેદાર કિસ્સો 

    કેબીસી 16 માં ત્રિશુલ નામ ના એક સ્પર્ધકે અમિતાભ બચ્ચન ને પૂછ્યું, ‘શું તમે ક્યારેય બીન બેગ પર બેઠા છો? આના જવાબમાં બિગ બી એ કહ્યું કે બીન બેગ્સ ખૂબ જ આરામદાયક છે, પરંતુ તે વૃદ્ધ લોકો માટે બનાવવામાં આવી નથી. ત્યારબાદ ત્રિશુલે કહ્યું, ‘પણ તમે હજુ 40-45 વર્ષના છો.’ આ જોઈને અમિતાભ હસવા લાગ્યા.શો માં સવાલ જવાબ ની વચ્ચે  અમિતાભે એક કિસ્સો સંભળાવતા ત્રિશુલને કહ્યું કે તેઓ તેમના ગ્રાન્ડચિલ્ડ્ર્ન ( નવ્યા, અગસ્ત્ય અને આરાધ્યા) સાથે એક હોલીવુડ ફિલ્મ જોવા ગયા હતા જે એક સાયન્સ ફિક્શન ફિલ્મ હતી જે તેમને બિલકુલ સમજાઈ નહોતી જ્યારે તેમણે બાળકોને આ વાત કહી તો તેઓએ જવાબમાં કહ્યું, ‘અમે પણ કલ્કીને સમજ્યા નહીં!’

    અમિતાભ બચ્ચને ફિલ્મ કલ્કિ 2898 એડી માં અશ્વથામા ની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આ વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • KBC 16: કેબીસી 16 ને લઈને ઉત્સાહિત જોવા મળ્યા અમિતાભ બચ્ચન, સેટ પર ની તસવીર શેર કરી કહી આવી વાત

    KBC 16: કેબીસી 16 ને લઈને ઉત્સાહિત જોવા મળ્યા અમિતાભ બચ્ચન, સેટ પર ની તસવીર શેર કરી કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    KBC 16: કેબીસી 16 સોની ટીવી પર પ્રસારિત થશે. જ્યારથી કેબીસી શરૂ થયો છે ત્યારથી માત્ર એક સીઝન છોડી ને અમિતાભ બચ્ચને શો ની દરેક સીઝન હોસ્ટ કરી છે. હવે કેબીસી 16 આવી રહ્યો છે. જેને લઈને દર્શકો ખુબ ઉત્સાહિત છે. સાથે જ આ શો ને લઈને અમિતાભ બચ્ચન માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમને તેમના સોશિયલ મીડિયા પર આ શો ના સેટ ની તસવીર શેર કરી છે. 

    આ સમાચાર પણ વાંચો : Hardik pandya and ananya pandey: શું ખરેખર હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એકબીજાને કરી રહ્યા છે ડેટ? અભિનેત્રી ના નજીક ના સૂત્ર એ જણાવી હકીકત

    કેબીસી 16 ના સેટ ની તસવીર 

    કૌન બનેગા કરોડપતિ સીઝન 16ના સેટ ની અમિતાભ બચ્ચને એકતસવીર શેર કરી છે સેટ પર ની પહેલી તસવીર શેર કરતા અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું – ‘KBC 16 સીઝન પર પાછા.’ આ દરમિયાન અમિતાભ બચ્ચન ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. 

    તમને જણાવી દઈએ કે કેબીસી 16 એ 12 ઓગસ્ટ ના રોજ રાત્રે 9 વાગ્યે સોની ટીવી પર પ્રસારિત થશે. દર્શકો આ લોકપ્રિય શોને સોની ટીવી અથવા સોની લિવ એપ્લિકેશન પર જોઈ શકશે.