• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - kedarnath route
Tag:

kedarnath route

Rain fury in Uttarakhand Over 700 pilgrims stranded on Kedarnath route evacuated 
રાજ્યMain PostTop Post

 Rain fury in Uttarakhand:ઉત્તરાખંડમાં આભ ફાટ્યું, કેદારનાથ રોડ પર ફસાયા અનેક યાત્રાળુ; વાયુ સેના આવી મદદે.. બચાવ કાર્ય શરુ…

by kalpana Verat August 2, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Rain fury in Uttarakhand: કેરળ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યા બાદ જે ભૂસ્ખલન થયું છે તેણે બધાને ડરાવી દીધા છે. વરસાદના કારણે દિલ્હીમાં પણ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ અને પરિણામે આફતોએ આપણી કસોટી શરૂ કરી દીધી છે.

Rain fury in Uttarakhand:

વાયનાડની વાત કરીએ તો અહીં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 291 લોકોના મોત થયા છે. 200 થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. કેરળના મહેસૂલ મંત્રી કે. રાજને કહ્યું કે મૃતકોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે 225 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી મોટાભાગના મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના છે. મંત્રીનું કહેવું છે કે બચાવ કાર્યમાં ઘણી સમસ્યાઓ જોવા મળી રહી છે.

Rain fury in Uttarakhand:14 લોકોના મોત અને 10 લોકો ઘાયલ થયા 

 ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે ભારે નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો  :  Rahul Gandhi on ED Raid: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મધરાતે કરેલી આ એક ટ્વીટે મચાવ્યો ખળભળાટ, મોટો દાવો કરતા કહ્યું- ચક્રવ્યુહવાળા ભાષણ બાદ…

બુધવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે લીંચોલી નજીક જંગલચટ્ટીમાં વાદળ ફાટવાને કારણે, ગૌરીકુંડ-કેદારનાથ ફૂટપાથ પર ભારે વરસાદને કારણે ભીંબલીમાં 20-25 મીટરનો રસ્તો ધોવાઈ ગયો હતો અને પર્વતોમાંથી મોટા પથ્થરો આવ્યા હતા. આ પછી રામબાડા, ભીંબલી લીંચોલીનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. વાદળ ફાટવાને કારણે કેદારનાથ યાત્રાના રૂટનો 30 મીટર રોડ મંદાકિની નદીમાં ડૂબી ગયો છે.

Rain fury in Uttarakhand:4 હજાર લોકોને બચાવી લેવાયા હતા

ભારે વરસાદ બાદ કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન પણ બચાવ કામગીરી ચાલુ રહી હતી અને NDRF અને SDRFએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. હેલિકોપ્ટર દ્વારા અને પગપાળા ચાલતા રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યાર સુધીમાં 4000 થી વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

 

August 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

અરેરેરે!! ચારધામ યાત્રામાં મૂંગા પ્રાણીઓના આ તો કેવા હાલ?  16 દિવસમાં આટલા ધોડા ખચ્ચરોએ ગુમાવ્યા જીવ …જાણો વિગતે

by Dr. Mayur Parikh May 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

વિષમ વાતાવરણને કારણે અત્યાર સુધી ચારધામની યાત્રામાં(Chardham Yatra) 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. એ સાથે જ  તીર્થયાત્રીઓને(Pilgrims)  મંદિર સુધી પહોંચાડનારા ઘોડા(Horses) અને ખચ્ચરોએ(Mules) પણ વધુ પડતા શારીરિક શ્રમને(Physical labor) કારણે  જીવ ગુમાવી દીધા છે. યાત્રા ચાલુ થયા બાદ 16 દિવસમાં લગભગ 60થી વધુ ઘોડા-ખચ્ચરો મૃત્યુ પામ્યા છે. 

કોરોના મહામારીને(Corona epidemic) પગલે બે વર્ષના ગેપ બાદ આ વર્ષે ચાલુ થયેલી ચારધામ યાત્રામાં આ વર્ષે મોટા પ્રમાણમાં લોકોની ભીડ ઉમટી? રહી છે. અત્યાર સુધી 1,25,000 તીર્થયાત્રીઓએ ઘોડા અને ખચ્ચર પર સવારી કરીને કેદારનાથ ધામ(Kedarnath Dham) સુધી પહોંચ્યા છે. જોકે તેમને ઉપર મંદિર સુધી પહોંચાડનારા બિચારા મૂંગા પ્રાણીઓ માટે રસ્તા પર કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે કલાકોને કલાકો વજન સહન કરીને ચાલનારા અનેક ઘોડા અને ખચ્ચરોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

કેદારનાથના રૂટ(Kedarnath route) પર તો હાલત એટલી ખરાબ છે કે ઘોડા અને ખચ્ચરો માટે  તેમને રહેવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. તેમના મૃત્યુ બાદ તેમને વિધિવત અંતિમ સંસ્કાર(Last Rites) પણ તેમના માલિક દ્વારા કરવામાં આવતા ન હોવાનું કહેવાય છે. કેદારનાથ રૂટ પર ઘોડો કે ખચ્ચર મરી જાય તો તેનો માલિક તેને ત્યાં જ ખીણમાં ફેંકી દેતા હોય છે જ્યાંથી તેમના મૃતદેહ સીધા મંદાકીની નદીમાં જતા હોય છે. જેને કારણે નદીનો તો પ્રદૂષિત થાય છે પણ સાથે જ મહામારી ફેલાવાનું પણ જોખમ વધી જાય છે.

આ સમાચાર પણ વાંચો : સાહેબનો વટ તો જુઓ!  એક પાલતુ કુતરા માટે IAS અધિકારીએ આખું સ્ટેડિયમ કરાવી દીધું ખાલી, હવે ગૃહ મંત્રાલયે કરી આ કડક કાર્યવાહી.. જાણો શું છે સમગ્ર મામલો 

કેદારનાથ 11750 ફૂટ ઊંચાઈ પર આવેલું છે તે માટે ભક્તોને 18થી 20 કિલોમીટરનો પ્રવાસ કરવાનો હોય છે. મોટાભાગના તીર્થયાત્રીઓ ઘોડા અને ખચ્ચરની મદદથી આ અંતર પાર કરીને કેદારનાથ પહોંચતા હોય છે. રસ્તામાં આ પ્રાણીઓને ખાવા માટે ભરપેટ ખાવા ચણા, ભુસુ અને ગરમ પાણીની સગવડ નથી. તેમના માલિકો પણ તેમની પાસેથી દિવસના બે-ત્રણ ચક્કર કેદારનાથના લગાવે છે, તેને કારણે તેમને રાતનો પણ આરામ મળતો નથી અને તેને કારણે તેઓ થાકીને ચૂર થઈ જાય છે અને બિચારાઓ મૃત્યુ પામતા હોવાના અહેવાલ છે.

 મીડિયા હાઉસના અહેવાલ મુજબ કેદારનાથમાં ફક્ત 16 દિવસમાં 55 ઘોડા અને ખચ્ચર પેટમાં દુખાવાને કારણે મૃત્યુ પામ્યા છે. તો 4 ઘોડા અને ખચ્ચરના ખીણમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે.

આ સમાચાર પણ વાંચો :ચારધામ યાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ માટે કામના સમાચાર : ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથનાં રજિસ્ટ્રેશન આ કારણે હંગામી ધોરણે સ્થગિત…

May 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક