Tag: kendriya vidyalaya

  • KVS Foundation Day: આજે કે.વી.એસ. સ્થાપના દિવસ,  PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં થઈ આ દિવસની ભવ્ય ઉજવણી..

    KVS Foundation Day: આજે કે.વી.એસ. સ્થાપના દિવસ, PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટમાં થઈ આ દિવસની ભવ્ય ઉજવણી..

    News Continuous Bureau | Mumbai 

    KVS Foundation Day:  આજ રોજ 14મી ડિસેમ્બર 2024ના રોજ પી.એમ. શ્રી કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ કૅન્ટ ખાતે કે.વી.એસ. સ્થાપના દિવસની ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વી.વી.એનના ચેરમેન લેફ્ટનન્ટ કર્નલ ગિરીશકુમાર ડોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જીપીએસએસબીના ઉપસચિવ શ્રીમતી અફસાના મકવા, યુબીઆઈના અસરવાના બ્રાંચ મેનેજર શ્રી મુકેશ મીના પૂર્વ પ્રાથમિક શિક્ષક હરબિંદર કૌર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 

    Grand Celebration of KVS Foundation Day at P.M. Sri Kendriya Vidyalaya, Ahmedabad Cantt.
    Grand Celebration of KVS Foundation Day at P.M. Sri Kendriya Vidyalaya, Ahmedabad Cantt.

    ઉજવણીની શરૂઆત પરંપરાગત દીપ પ્રજ્વલન અને સરસ્વતી વંદના દ્વારા કરવામાં આવી હતી. આ તકે મુખ્ય મહેમાનોનું સ્વાગત હરિત સ્વાગત અંતર્ગત છોડની ક્યારીઓ આપીને પર્યાવરણમિત્ર પ્રણાલીને વેગ આપવામાં આવ્યો હતો.

    વિદ્યાર્થીઓ દ્વારા સંબોધન કરવામાં આવ્યું, જેમાં કુ. સુહાસિની અને કુ. પ્રકૃતિ(ધોરણ XI-D) એ કે.વી.એસ.ના મહત્વ અને સ્થાપના દિવસની યાદોને પ્રકાશમાં મૂકી હતી. આ ઉપરાંત કુ. ક્ષમા (ધોરણ XI) એ રાષ્ટ્રીય એકતા પર કાવ્ય પઠન કરી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું.

    Grand Celebration of KVS Foundation Day at P.M. Sri Kendriya Vidyalaya, Ahmedabad Cantt.
    Grand Celebration of KVS Foundation Day at P.M. Sri Kendriya Vidyalaya, Ahmedabad Cantt.

    કાર્યક્રમની ( KVS Foundation Day ) વિશેષતા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રહી હતી જેમાં કે.વી.એસ. ગીત, વિવિધ રાજ્યોના લોકગીતો, એકલ નૃત્ય અને “એકતામાં વિવિધતા” પર પ્રભાવશાળી સમૂહ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.

    આ અવસરે ધોરણ 10માં શ્રેષ્ઠ પરિણામ અપાવનાર શિક્ષકોને ગોલ્ડન અને સિલ્વર પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

    આ સમાચાર પણ વાંચો: Mumbai BEST Bus: મુંબઈગરાઓનો જીવ જોખમમાં, બેસ્ટ ડ્રાઈવર બસ રોકીને ખરીદવા ગયો દારૂ, વિડીયો વાયરલ થતા પ્રશાસન આવ્યું હરકતમાં…

    લેફ્ટનન્ટ કર્નલ ગિરીશકુમાર ડોડે વિદ્યાર્થીઓને શિસ્ત અને પરિશ્રમના મહત્વ પર માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે વિશેષ મહેમાન શ્રીમતી અફસાના મકવા, જેમણે આ જ શાળામાં ધોરણ 1થી 12 સુધી અભ્યાસ કર્યો છે, તેમણે પોતાના જીવનના અનુભવોથી વિદ્યાર્થીઓને કઠોર પરિશ્રમ અને સમર્પણનો બોધ આપ્યો હતો.

    Grand Celebration of KVS Foundation Day at P.M. Sri Kendriya Vidyalaya, Ahmedabad Cantt.
    Grand Celebration of KVS Foundation Day at P.M. Sri Kendriya Vidyalaya, Ahmedabad Cantt.

    શાળાના ( PM Shri Kendriya Vidyalaya ) પ્રાચાર્ય  શ્રી સચિનકુમાર સિંહ રાઠૌરે શિક્ષણના માધ્યમથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાના વિઝન પર ભાર મૂક્યો હતો.

    આ ઉલ્લેખનીય કાર્યક્રમનું ( Ahmedabad  ) સમાપન શ્રી વરમોરા સાહેબની આભાર વિધિ અને રાષ્ટ્રીય ગાન સાથે કરવામાં આવ્યું હતું.

    Grand Celebration of KVS Foundation Day at P.M. Sri Kendriya Vidyalaya, Ahmedabad Cantt.
    Grand Celebration of KVS Foundation Day at P.M. Sri Kendriya Vidyalaya, Ahmedabad Cantt.

    આ ઉજવણી દ્વારા કે.વી.એસ. સંસ્થાએ શિક્ષણ, એકતા અને સાંસ્કૃતિક વિવિધતાના મૂલ્યોને ઉજાગર કર્યા હતા, જેને ભવ્ય સફળતા મળી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Kendriya Vidyalaya Surat: સુરતના કેન્દ્રીય વિદ્યાલય- ONGCમાં ‘ફિટ ઈન્ડિયા’ અંતર્ગત વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી, વિદ્યાર્થીઓ માટે યોજાઈ આ રસપ્રદ રમતગમત સ્પર્ધાઓ..

      News Continuous Bureau | Mumbai

    Kendriya Vidyalaya Surat:  સુરતની કેન્દ્રીય વિદ્યાલય નંક્રમાંક:૩-ONGC ખાતે ફિટ ઈન્ડિયા અંતર્ગત વાર્ષિક સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.  

                     મુખ્ય અતિથિ આર.કે.મિશ્રા (મુખ્ય પ્રબંધક HR વિભાગ-ONGC,સુરત)એ ( Kendriya Vidyalaya Surat ) વિદ્યાર્થીઓને પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા સાથે રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ માટે એવોર્ડ અને સન્માન આપીને અભિનંદન પણ આપ્યા હતા.

    Annual Sports Day celebration under 'Fit India' at Kendriya Vidyalaya- ONGC, Surat
    Annual Sports Day celebration under ‘Fit India’ at Kendriya Vidyalaya- ONGC, Surat

                      સ્પોર્ટ્સ ડેનું ( Sports Day ) ઉદ્દઘાટન ખેલાડીઓને મશાલ આપીને ઉત્સાહ અને ખેલદિલીના પ્રતિક ફુગ્ગાઓ આકાશમાં ઉડાવીને કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ કોર્ડીનેટર હિંમતસિંહે વિદ્યાર્થીઓને વિવિધ સ્પોર્ટ્સ  પ્રવૃત્તિઓ અને નિયમો વિશે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે લીંબુ રેસ, બોરી દોડ, થ્રી લેગ રેસ, ૩૦ મીટર, ૫૦ મીટર અને 100 મીટર રેસ, રિલે રેસ અને ટગ ઓફ વોર જેવી રસપ્રદ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી.

    Annual Sports Day celebration under 'Fit India' at Kendriya Vidyalaya- ONGC, Surat
    Annual Sports Day celebration under ‘Fit India’ at Kendriya Vidyalaya- ONGC, Surat

    આ સમાચાર પણ વાંચો: PM Modi Rajasthan : PM મોદી આવતીકાલે રાજસ્થાન અને હરિયાણાની લેશે મુલાકાત, આ ઇન્વેસ્ટમેન્ટ સમિટ સહીત LICની ‘વીમા સખી યોજના’નો કરશે શુભારંભ..

                     પુરૂષ અને મહિલા શિક્ષકો માટે રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. આચાર્ય રાજેશ કુમાર, સ્પોર્ટ્સ કોચ અનુ ભાટિયાએ તમામ શિક્ષકો, મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓનો ( Kendriya Vidyalaya ) આભાર વ્યક્ત કર્યો હતો. મંચનું સંચાલન દિલીપ શર્મા, પાર્થ શુક્લા અને પિયૂષ ઉપાધ્યાયે કર્યું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Kendriya Vidyalaya: મોદી સરકારે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલયોને ખોલવાની આપી મંજૂરી, ગુજરાતના આ જિલ્લાઓમા ખુલશે નવી શાળાઓ..

    News Continuous Bureau | Mumbai

    Kendriya Vidyalaya: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ દેશભરમાં નાગરિક/સંરક્ષણ ક્ષેત્ર અંતર્ગત 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો (કેવી)ને ખોલવાની મંજૂરી આપી દીધી છે, જેમાં ગુજરાતમાં પણ 3 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવા માટે મંજૂરી અપાઈ છે. ગુજરાતમાં કેબિનેટે જે 3 જિલ્લામાં નવા કેન્દ્રીય વિદ્યાલયોની મંજૂરી આપી છે, તેમાં અમરેલી જિલ્લો, અમદાવાદ જિલ્લો અને વેરાવળ જિલ્લો સામેલ છે. 

    ભારત સરકારે નવેમ્બર, 1962માં કેન્દ્રીય વિદ્યાલયોની ( Kendriya Vidyalaya ) યોજનાને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ ટ્રાન્સફરેબલ કેન્દ્ર સરકાર ( Central Cabinet ) / સંરક્ષણ કર્મચારીઓનાં બાળકો માટે સમગ્ર દેશમાં એકસમાન ધોરણની શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરવાનો છે.

     

    આ સમાચાર પણ વાંચો: CBI Court: CBI કોર્ટે આ કેસમાં દેના બેંકના મેનેજરને આપી 3 વર્ષની સખત કેદની સજા, ફટકાર્યો લાખોનો દંડ..

    Kendriya Vidyalaya: ગુજરાતમાં મંજૂર થયેલા નવા કેન્દ્રીય વિદ્યાલયોની યાદી

    રાજ્ય ક્રમ જિલ્લા
    ગુજરાત 01 ચક્કરગઢ, જિલ્લો અમરેલી
    ગુજરાત 02 ઓગણજ, જિલ્લો અમદાવાદ
    ગુજરાત 03 વેરાવળ, જિલ્લો ગીર-સોમનાથ

     

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • ૬ વર્ષના બાળકોને જ ધોરણ-૧માં પ્રવેશ અપાશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો ર્નિણય માન્ય રાખ્યો

    ૬ વર્ષના બાળકોને જ ધોરણ-૧માં પ્રવેશ અપાશે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો ર્નિણય માન્ય રાખ્યો

    News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય વિદ્યાલયના(Kendriya Vidyalaya) પહેલા ધોરણમાં પ્રવેશ માટે હવે લઘુત્તમ વય(Minimum age) મર્યાદા છ વર્ષની રહેશે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ના નિર્ણયને માન્ય રાખ્યો છે. આ નિર્ણયને પહેલા હાઈકોર્ટમાં(Highcourt) અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એટલે કે સત્ર ૨૦૨૨-૨૩માં ફક્ત તે જ બાળકોને પ્રથમ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર ઓછામાં ઓછી ૬ વર્ષ છે. પહેલા ધોરણ ૧માં ૫ વર્ષના બાળકોને પ્રવેશ મળતો હતો. (justice)જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ એમ સુંદરેશની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના ૧૧ એપ્રિલના ચુકાદાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે અમે પણ હાઈકોર્ટે આપેલા ર્નિણય પર તેમની સાથે સહમત છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(National Education Policy) ૨૦૨૦ મુજબ ધોરણ એકમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય વધારવામાં આવી છે.  જોકે અલાદતે એક વાત સ્પષ્ટ કરી છે કે કોઈપણ બાળક અન્ય શાળાઓમાં પ્રવેશ લઈ શકે છે જેણે હજી સુધી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કર્યો નથી.

    આ સમાચાર પણ વાંચો :   MNSના અધ્યક્ષ રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગીનાથના તારીફોના બાંધ્યા પુલ… જાણો વિગતે.