Tag: kerala

  • કેરળ હાઈકોર્ટે આ હિંદુ સંગઠનને ફટકાર્યો ૨૫ હજારનો દંડ; સંગઠને કરી હતી લઘુમતીઓના આરક્ષણને પડકારતી અરજી, જાણો શું છે સમગ્ર મામલો

    કેરળ હાઈકોર્ટે આ હિંદુ સંગઠનને ફટકાર્યો ૨૫ હજારનો દંડ; સંગઠને કરી હતી લઘુમતીઓના આરક્ષણને પડકારતી અરજી, જાણો શું છે સમગ્ર મામલો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૨૬ જુલાઈ, ૨૦૨૧

    સોમવાર

    કેરળ હાઈકોર્ટે હિન્દુ સેવનકેન્દ્રમ્, એર્નાકુલમ ઉત્તરને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હિન્દુ સેવનકેન્દ્રમે માગણી કરી હતી કે મુસ્લિમો, લૅટિન કૅથલિકો, ક્રિશ્ચિયન નાદર, ખ્રિસ્તી ધર્મ અને પછાત વર્ગોના લોકો જો ક્રિશ્ચિયનિટીમાં ધર્મપરિવર્તન કરે તો તેમનો પછાત વર્ગનો દરજ્જો પાછો ખેંચવામાં આવે. અદાલતે એક મહિનાની અંદર રાજ્યમાંઅસાધ્યરોગોથી પીડાતાં બાળકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે બનાવેલીબૅન્કના ખાતામાં આ રકમ જમા કરાવવા માટે નિર્દેશ આપ્યો છે.

    કોર્ટે હિન્દુ સેવનકેન્દ્રમના શ્રીકુમાર મેનકુઝી દ્વારા દાખલ કરેલી અરજી પર ઉક્ત આદેશ આપ્યો હતો. અરજદારે ધ્યાન દોર્યું હતું કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના કેટલાક વર્ગને શિક્ષણ અને નોકરીઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતનો દરજ્જો આપવામાં આવે છે. જોકેતેમાંના મોટાભાગના લોકો સામાજિક અથવા શૈક્ષણિક રીતે પછાત નથી. કેરળમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હિન્દુઓએ આ આક્ષેપ કર્યો હતો.

    મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, સતત ત્રીજા દિવસે આટલા ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા

    દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અમે એ સમજવામાં અસમર્થ છીએ કે અરજીકરનારાએ મુસ્લિમો, લૅટિન કૅથલિક, ક્રિશ્ચિયન નાદર અને અનુસૂચિત જાતિના લોકો ક્રિશ્ચિયનિટી સંપ્રદાય અંગીકાર કરે તો તેમને પછાત વર્ગ તરીકે ન ગણવાની અરજી કયા આધારે કરી છે.અદાલતે સચાર સમિતિ અને પાલલી સમિતિ અહેવાલોના આધારે શૈક્ષણિક અને અન્ય સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓ માટે તે સમુદાયોને આપવામાં આવતી બધી નાણાકીય સહાયને રોકવા માટેની અરજીને પણ ફગાવી દીધી હતી.

  • ભારતમાં એક સપ્તાહમાં નોંધાયેલા કોરોનાના કેસોમાં સૌથી વધારે ફાળો આ બે રાજ્યનો, કેન્દ્ર સરકારે આપી આ ચેતવણી ; જાણો વિગતે   

    ભારતમાં એક સપ્તાહમાં નોંધાયેલા કોરોનાના કેસોમાં સૌથી વધારે ફાળો આ બે રાજ્યનો, કેન્દ્ર સરકારે આપી આ ચેતવણી ; જાણો વિગતે   

    દેશમાં કોરોનાના દૈનિક કેસોની ગતિ ધીમી પડી છે, પરંતુ કોરોનાની બીજી લહેરએ હજી પણ કેટલાક રાજ્યોમાં કહેર મચાવ્યો છે. 

    છેલ્લા એક સપ્તાહમાં ભારતમાં કોરોનાના જેટલા કેસ નોંધાયા હતા, તેના 53 ટકા માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા હતા. 

    કેરળમાં સૌથી વધુ 32 ટકા અને મહારાષ્ટ્રમાં 21 ટકા કેસો નોંધાયા હતા તેમ જણાવતાં અગ્રવાલે ઉમેર્યું હતું કે અમે કોરોનાના ચેપને અંકુશમાં મુકવા માટે રાજ્યો સાથે સંકલન કરી રહ્યા છે. 

    હિલ સ્ટેશન અને પર્યટન સ્થળોએ લોકોના ટોળા દેખાતા સરકારે પણ ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે.

    વરસાદ શરૂ થયો અને મુંબઈવાસીઓ ઘેલા થયા; ભૂસી ડૅમ પાસે ભયંકર ભીડ, જુઓ વીડિયો

  • દેશના આ બે રાજ્યોનાં 29 જિલ્લામાં કોરોનાનું સંકટ કાયમ, દેશનાં અડધાથી વધુ કેસ અહીં નોંધાયા ; આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા 

    દેશના આ બે રાજ્યોનાં 29 જિલ્લામાં કોરોનાનું સંકટ કાયમ, દેશનાં અડધાથી વધુ કેસ અહીં નોંધાયા ; આરોગ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા 

    દેશમાં કોરોનાના નવા કેસોની ગતિ દૈનિક 50 હજાર કરતા પણ ઓછી જોવા મળી રહી છે, પરંતુ કોરોનાની બીજી લહેર હજી પણ કેટલાક વિસ્તારોમાં કહેર વરસાવી રહી છે. 

    આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ એકલા મહારાષ્ટ્ર અને કેરળમાં દેશના અડધાથી વધુ કેસ છે. 

    આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કેરળના 14 જિલ્લા અને મહારાષ્ટ્રના 15 જિલ્લા ચિંતાનું કારણ બન્યા છે. 

    કોરોના પ્રોટોકોલનું પાલન કરવા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે આપણે રશિયા, બાંગ્લાદેશ અને બ્રિટનના ઉદાહરણ પરથી શીખવું પડશે, જ્યાં ફરી એકવાર કેસ વધવા માંડ્યા છે.

    ફિઝી સરકારે કોરોનાને નાથવા લીધા કડક પગલાં, વેક્સિન નહીં લેનારની વિરુદ્ધ થશે આ કાર્યવાહી ; જાણો વિગતે  

  • પતિએ દગો કર્યો, પરિવારે સાથ છોડ્યો; છતાં પરિસ્થિતિનો સામનો કરી આ મહિલા બની સબ-ઇન્સ્પેક્ટર, જાણો તેની અથાક પરિશ્રમની વાર્તા અહીં

    પતિએ દગો કર્યો, પરિવારે સાથ છોડ્યો; છતાં પરિસ્થિતિનો સામનો કરી આ મહિલા બની સબ-ઇન્સ્પેક્ટર, જાણો તેની અથાક પરિશ્રમની વાર્તા અહીં

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧

    મંગળવાર

    કેરળ પોલીસની એક મહિલા સબ-ઇન્સ્પેક્ટર ઍની શિવા હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેના સંઘર્ષની વાર્તા બીજાને પણ જીવનમાં પ્રેરણા આપનારી છે. નાનીવયે આ મહિલાએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. હકીકતે આ મહિલાએ ગ્રૅજ્યુએશન સમયે પરિવારની ઇચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં હતાં. બાદમાં તેના પતિએ ૬ મહિનાના બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.

    તેના ઘરવાળાઓએ પણ તેને સ્વીકારી નહિ, એથી તેણે ઝૂંપડીમાં રહી લીંબુપાણી અને આઇસક્રીમ વેચી, પોતાનું અને બાળકનું ભરણપોષણ કર્યું. દરમિયાન તેણે ઘરે-ઘરે જઈ સામાન ડિલિવર કરવાનું પણ કામ કર્યું. આ તમામ કપરા સંજોગોમાં પણ તેણે પોતાના એક મિત્રની મદદથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ઍનીએ વર્ષ ૨૦૧૪માં તિરુવનંતપુરમના કોચિંગ સેન્ટરમાં ઍડ્મિશન લીધું. સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી હતી.

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ઍનીની મહેનત રંગ લાવી અને તેને સફળતા મળી. ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2019માં તેણે સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી અને હવે લગભગ દોઢ વર્ષની ટ્રેનિંગ બાદ તેણે વર્કલા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનરી સબ-ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ લીધો છે.

    બરેલીમાં માસ્ક વગર બૅન્કમાં પ્રવેશવાનું ગ્રાહકને પડ્યું ભારે! ગાર્ડે ભર્યું આ પગલું; જાણો વિગતે

    ઉપરાંત કેરળ પોલીસે પણ આ મહિલાના સંઘર્ષની કહાની શૅર કરી છે અને ટ્વીટ કરીને કહ્યું છે કે “ઇચ્છાશક્તિઅને આત્મવિશ્વાસનું એક સાચું મૉડલ. એક 18 વર્ષની યુવતી જેને પતિ અને પરિવારે છોડી દીધા બાદ 6 મહિનાના બાળક સાથે રસ્તા પર આવી ગઈ, તે હવે વર્કલા પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર બની છે.”

  • આ રાજ્યમાં હજ પર જતા મુસ્લિમો થઈ ગયા ફ્રન્ટલાઇન વર્કર; પ્રાથમિક ધોરણે મળશે વેક્સિન, જાણો વિગત

    આ રાજ્યમાં હજ પર જતા મુસ્લિમો થઈ ગયા ફ્રન્ટલાઇન વર્કર; પ્રાથમિક ધોરણે મળશે વેક્સિન, જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૭ જૂન ૨૦૨૧

    સોમવાર

    મુસ્લિમ અને ક્રિશ્ચિયન મતો દ્વારા વર્ચસ્વ ધરાવતા કેરળમાં વિજય મેળવ્યા બાદ મુખ્ય પ્રધાને મુસ્લિમો પ્રત્યેની વફાદારી વ્યક્ત કરી છે. જાહેર થયેલા નવા નિયમ મુજબ હજયાત્રા પર જતા મુસ્લિમોને ફ્રન્ટલાઇન કામદારોની કૅટૅગરી આપવામાં આવી છે. હવે તેમને પ્રાથમિક ધોરણે વેક્સિન મળશે.

    કેરળમાં 18થી 44 વર્ષના વયજૂથના લોકોને રસીકરણ માટે જાહેર કરાયેલા પ્રથમ પરિપત્રમાં 32 ફ્રન્ટલાઇન વર્કર્સ સામેલ છે. હવે બીજા પરિપત્રમાં, એમાં 11 નવા ઘટકો સામેલ કરવામાં આવ્યા છે, જેમાં હવામાન વિભાગ, મેટ્રો રેલ, જળવિતરણ અને હજયાત્રિકોને પણ આ યાદીમાં સાતમા ક્રમે સમાવવામાં આવ્યા છે. તેમને ફ્રન્ટલાઇન વર્કર્સની કૅટૅગરીમાં પણ મૂકવામાં આવ્યા છે, જ્યારે વિદેશ જતા વિદ્યાર્થીઓ હજી રસીકરણ માટે ભટકી રહ્યા છે.

    મહારાષ્ટ્રમાં કોરોના હાંફી ગયો, છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કેસ નોંધાયા ; જાણો આજના લેટેસ્ટ આંકડા 

    ઉલ્લેખનીય છે કે સાઉદી સરકારે 17 જુલાઈથી હજયાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. અગાઉની હજયાત્રા કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે સરકારે હજયાત્રા જાહેર કરી છે અને રસી લીધા પછી જ સહભાગીઓને આવવાની પ્રથમ શરત મૂકી છે. જોકેવિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવી નથી, એને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

  • કેરળને ખૂંચે છે લક્ષદ્વીપના પ્રશાસક.. પાછા બોલાવવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો. જાણો કયા ગુજરાતી નેતા કફોડી પરિસ્થિતિમાં મુકાયા.

    કેરળને ખૂંચે છે લક્ષદ્વીપના પ્રશાસક.. પાછા બોલાવવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો. જાણો કયા ગુજરાતી નેતા કફોડી પરિસ્થિતિમાં મુકાયા.

    કેરળ વિધાનસભામાં લક્ષદ્વીપ સરકાર દ્વારા લાવવામાં આવેલા તાજેતરના સુધારાઓ પરત ખેંચવાની માંગ સાથે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. 

    કેરળના મુખ્ય પ્રધાન પિનરાય વિજયન દરખાસ્ત રજૂ કરી ટાપુના લોકોની ચિંતાની તાત્કાલિક નિવારણની માંગ કરી છે.

    ઠરાવમાં લક્ષદ્વીપના સંચાલક પ્રફુલ પટેલે પસાર કરેલા વિવાદાસ્પદ સુધારા પાછા ખેંચવાની માંગ કરી છે. 

    આ સાથે કેન્દ્રને લક્ષદ્વીપના એડમિનિસ્ટ્રેટરને ફરીથી બોલાવવા અને તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કેન્દ્રિય પ્રદેશ લક્ષદ્વીપમાં ટાપુના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ દ્વારા જાહેર કરાયેલા વહીવટી સુધારાને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા. 

    ભારતના 91 વર્ષીય ખડતલ રમતવીરે કોરોનાને હરાવ્યો, પરંતુ હજી પણ ઓક્સિજન સપોર્ટ પર! જાણો વિગતે

  • કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વધુ એક રાજ્યએ કરી લોકડાઉનની ઘોષણા

    કોરોનાના વધતા જતા કેસો વચ્ચે વધુ એક રાજ્યએ કરી લોકડાઉનની ઘોષણા

    કોરોનાના વધતા કેસની વચ્ચે કેરળ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

    કોરોના પર નિયંત્રણ મેળવવા માટે રાજ્ય સરકારે8 મેથી 16 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન જાહેર કર્યુ છે.

    લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારની એજન્સીઓ, રાજકીય પક્ષો ઉપરાંત ખાનગી એજન્સીઓને રાહત કાર્યમાં કામ કરવાની છૂટ આપવામાં આવશે.

    આ ઉપરાંત રાજ્ય સરકારે પરિસ્થિતિને પહોંચી વળવા મેડિકલ વિદ્યાર્થીઓ અને સરકારી અધિકારીઓને તૈનાત કરીને કોરોના વાયરસ સંક્રમણ સામે પગલાઓને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

    મુંબઈમાં કોરોના એ ફરી માથું ઉચક્યું, માત્ર 24 કલાકમાં ૫૦ ટકા કેસ વધ્યા. જાણો તાજા આંકડા.   

  • એક્ઝિટ પોલ નો વરતારો : પશ્ચિમ બંગાળમાં ‘કાંટે કી ટક્કર’, અન્ય જગ્યાએ આ છે ભવિષ્યવાણી

    એક્ઝિટ પોલ નો વરતારો : પશ્ચિમ બંગાળમાં ‘કાંટે કી ટક્કર’, અન્ય જગ્યાએ આ છે ભવિષ્યવાણી

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

    મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

    શુક્રવાર

    પશ્ચિમ બંગાળમાં મતદાન પતી જતા હવે એક્ઝિટ પોલ ના પરિણામો સામે આવ્યાં છે. અલગ-અલગ સમાચાર સંસ્થાઓ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે કે કયા રાજ્યમાં કોણ જીતી શકે છે.

    પશ્ચિમ બંગાળ – 

    પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ત્રણમાં કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. ટાઇમ્સ નાઉ અને એબીપી દ્વારા થયેલા એક્ઝિટ પોલમાં એવું દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી નહીં જીતી શકે. મમતા બેનર્જી જીતની હેટ્રીક મારશે. બીજી તરફ રિપબ્લિક ટીવી અને ઇન્ડિયા ટુડે નું માનવું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે.

    આસામ – 

    તમામ ન્યૂઝ સંસ્થાઓ દ્વારા થયેલા એક્ઝિટ પોલ મુજબ આસામમાં ભાજપ જીતશે.

    તમિલનાડુ –

    તમામ વૃત્ત સંસ્થાઓ દ્વારા થયેલા એક્ઝિટ પોલમાં જાણવા મળ્યું છે કે તમિલનાડુમાં ડીએમકે પાર્ટી ચૂંટણી જીતશે.

    કેરળ – 

    તમામ વૃત્ત સંસ્થાઓ દ્વારા થયેલા એક્ઝિટ પોલમાં જાણવા મળ્યું છે કે કેરળમાં ડાબેરીઓની સત્તા રહેશે

    પુડુચેરી – 

    ABP ન્યુઝ દ્વારા પુડુચેરીમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં જાણકારી મળી છે કે પુડુચેરીમાં ભાજપની સત્તા રહેશે.

  • મળી નહીં ટિકિટ તો મહિલા કોંગ્રેસ નેતાએ મુંડન કરાવી નાખ્યું. જાણો કેરળ નો કિસ્સો.

    મળી નહીં ટિકિટ તો મહિલા કોંગ્રેસ નેતાએ મુંડન કરાવી નાખ્યું. જાણો કેરળ નો કિસ્સો.

    કેરળના મહિલા કોંગ્રેસના અધ્યક્ષા લતિકા સુભાષે વિધાનસભાની ટિકિટ ન મળતાં મુંડન કરાવ્યું છે.

    કેરળના એતુમનુર  બેઠક પરથી અપેક્ષિત ટિકિટ ન મળતાં પાર્ટી ઓફીસની સામે જ તેમણે આ પગલું ભર્યું.

    અત્રે ઉલ્લેખનીય છે કે ૮૬ ઉમેદવારોની યાદીમાં માત્ર છ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. સુભાષે વર્ષોથી કોંગ્રેસ માટે તનતોડ મહેનત કરી છે. હવે આંતરિક ખેંચતાણ પર છે.

  • અહો આશ્ચર્યમ!! કેરળ માં ચર્ચે હિંદુવાદી ભાજપ ને સમર્થન આપ્યું. પણ કેમ? જાણો અહીં.

    અહો આશ્ચર્યમ!! કેરળ માં ચર્ચે હિંદુવાદી ભાજપ ને સમર્થન આપ્યું. પણ કેમ? જાણો અહીં.

    કેરાલાના માલાકાર ઓર્થોડોક્સ સિરિયન ચર્ચે પોતાના અનુયાયીઓને ભાજપા ઉમેદવાર બાલાશંકરને જીતાડવા માટે અપીલ કરી છે.

    આનું કારણ એમ છે કે બાલાશંકરને ચર્ચને બચાવવા માટે બહુ મોટુ યોગદાન આપ્યુ હતુ.

    ભાજપ દ્વારા ખ્રિસ્તીઓને પોતાની તરફેણમાં લાવવાના પ્રયત્નો સફળ થયા તો આ વખતે તે ચૂંટણીમાં ઈતિહાસ રચી શકે તેમ છે