News Continuous Bureau | Mumbai
Khadi Mahotsav 2024:કેન્દ્રીય MSME મંત્રી શ્રી જીતનરામ માંઝી અને MSME રાજ્ય મંત્રી, સુશ્રી શોભા કરંદલાજેએ KVICના અધ્યક્ષ શ્રી મનોજ કુમારની સાથે કેવીઆઈ ક્ષેત્રના પ્રદર્શન અને દેશમાં ખાદીને પ્રોત્સાહન આપવા માટે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ઓક્ટાબર, 2024 દરમિયાન આયોજિત થનારી સમીક્ષા બેઠક કરી, જેમાં MSME સચિવ, MSME સંયુક્ત સચિવ (એઆઈઆઈ), MSME, કેવીઆઈસીના સીઈઓ અને MSME મંત્રાલય અને કેવીઆઈસીના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.



કેન્દ્રીય મંત્રીએ યોજનાઓના અમલીકરણ પર કેન્દ્રીત દ્રષ્ટિકોણના માધ્યમથી પ્રયાસોને વધુ ઊંડો અને વિસ્તૃત બનાવવા તથા ખાદીના વ્યાપક પ્રચાર અને પ્રસારની જરૂરિયાત પર ભાર આપ્યો, કે જેથી લોકોને ખાદીના કપડા પહેરવા માટે પ્રોત્સાહિત કરી શકાય અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર નિર્માણમાં યોગદાન આપી શકાય.
આ સમાચાર પણ વાંચો:Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક? રેલી દરમિયાન એક વ્યક્તિએ બળજબરીથી મીડિયા ગેલેરીમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ; જુઓ વિડીયો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
