• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - kirit somaiya - Page 2
Tag:

kirit somaiya

રાજ્ય

અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા

by Dr. Mayur Parikh August 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) નવાબ મલિક(Nawab Malik), શિવસેનાના(Shiv Sena) સંજય રાઉત(Sanjay Raut) બાદ હવે બહુ જલદી મુંબઈના મલાડના(Malad) કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) અસલમ શેખ(Aslam Sheikh) પણ મલાડના મઢ-માર્વેમાં(madh marve) ગેરકાયદે બાંધકામોને(Illegal constructions) લઈને આચરવામાં આવેલા કૌંભાડોને લઈને જેલના સળિયાની પાછળ હશે એવા અહેવાલો મીડિયામાં વહેતા થયા છે.

થોડા દિવસો પહેલા શેખ દેવેન્દ્ર ફડણવીસને(Devendra Fadnavis) મળ્યા હતા, આ મુલાકાતે રાજકીય ચર્ચાઓ શરૂ કરી હતી. 2019ની ચૂંટણી પહેલા અસલમ શેખ ભાજપમાં (BJP) જોડાવાનું વિચારી રહ્યા હતા. પરંતુ ભાજપના સ્થાનિક સમર્થકોએ ઉગ્ર વિરોધ કરતાં મંત્રણા અટકી પડી હતી. ફડણવીસની મુલાકાતથી શેખ હવે ભાજપમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી હતી ત્યારે અસલમ શેખને ભાજપના નેતા(BJP leader) કિરીટ સોમૈયાએ(Kirit Somaiya) જોરદાર ફટકો આપ્યો હતો. સોમૈયાએ હવે પોતાની ઝુંબેશ  અસલમ શેખ તરફ વાળી છે.

કિરીટ સોમૈયાએ અસલમ શેખ સામે મલાડના મઢ-માર્વેમાં ગેરકાયદે બાંધકામને લઈને અનેક ફરિયાદો કરી હતી. અનેક પુરાવા રજૂ કર્યા હતા. એ બાદ પર્યાવરણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે. પર્યાવરણ વિભાગે મલાડ-મઢમાં સ્ટુડિયો કૌભાંડ(studio scam) મામલે અસલમ શેખને નોટિસ ફટકારી છે. તેમજ પર્યાવરણ વિભાગે મુંબઈ કલેકટર(Mumbai Collector) અને મ્યુનિસિપલ કોર્પોરેશનને(Municipal Corporation) કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કિરીટ સોમૈયાએ આ સંદર્ભમાં  ટ્વીટ પણ કર્યું હોવાનું ચર્ચાય છે, “અસલમ શેખ – મધ માર્વે રૂ. 1000 કરોડનું સ્ટુડિયો કૌભાંડ. મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રાલયે(Maharashtra Ministry of Environment) એક નોટિસ જાહેર કરી છે. હું અપેક્ષા રાખું છું કે એક્શન સ્ટુડિયો તોડી નાખશે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- મહારાષ્ટ્ર વિધાનસભાનું તત્કાળ અધિવેશન બોલાવવામાં આવ્યું- અઠવાડિયા માટે મોનસુન સત્ર રહેશે

મહાવિકાસ આઘાડી સરકારમાં(MVA Sarkar)  અસલમ શેખ  મંત્રી હતા, તેથી તેમની સામે કોઈ પગલાં લઈ શકાયા નહોતા. હવે જોકે સરકાર બદલાતા અસલમ શેખની મુશ્કેલીમાં વધારો થશે એવું માનવામાં આવે છે.
 

August 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શિવસેના નેતા સંજય રાઉતને માઠી બેઠી- વધુ એક મુશ્કેલી આવી સામે- હવે આ કેસમાં જારી થયું વોરંટ

by Dr. Mayur Parikh July 4, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) શિવસેનાને(Shiv Sena) ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે સાથે સંજય રાઉતની(Sanjay Raut) મુશ્કેલીઓ વધી રહી છે.

મુંબઈની એક અદાલતે શિવસેનાના સાંસદ સંજય રાઉત વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ(Bailable warrant) જારી કર્યું છે

કોર્ટે ભાજપ નેતા(BJP leader) કિરીટ સોમૈયાની(Kirit Somaiya) પત્ની મેઘા સોમૈયા(Megha Somaiya) દ્વારા દાખલ કરવામા આવેલી માનહાની અરજીના સંબંધમાં વોરંટ ઈશ્યુ કર્યું છે.

સેવરી મેટ્રોપોલિટન(Sewree Metropolitan) મેજિસ્ટ્રેટની કોર્ટે (Magistrate's Court) ગયા મહિને રાઉત સામે સમન્સ જારી કરીને તેને 4 જુલાઈના રોજ હાજર થવા જણાવ્યું હતું.

જોકે તેઓ સુનાવણી માટે કોર્ટમાં હાજર રહ્યા નહોતા, જેના કારણે તેમને આ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  શિવસેનાના પડેલા ભંગાણનો લાભ ખાટવા MNSનું મહાસંપર્ક અભિયાન-રાજ ઠાકરેનો પુત્ર શિવસેનાના ગઢમાં કરશે એન્ટ્રી-જાણો વિગત

July 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હનુમાન ચાલીસા પર વિવાદ વધુ વકર્યો, બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ગૃહ સેક્રેટરી સાથે કરી મુલાકાત, ગૃહ સચિવે આપી આ ખાતરી

by Dr. Mayur Parikh April 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલી ભાજપ(BJP) અને શિવસેના(Shivsena) વચ્ચેની લડાઈ દિલ્હી(Delhi) દરબાર સુધી પહોંચી ગઈ છે.

પોતાના પર થયેલા હુમલાને લઈને મહારાષ્ટ્ર બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ(Kirit somaiya) આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા(Union Home Secretary Ajay Bhalla) સાથે મુલાકાત કરી છે. 

લગભગ 25 મિનિટ સુધી ગૃહ સચિવને મળીને બહાર આવ્યા બાદ સોમૈયાએ કહ્યું કે આવી જ ઘણી ફરિયાદો પહેલા પણ આવી છે.

સોમૈયાએ જણાવ્યું કે, અજય ભલ્લાએ જરૂરિયાત પડવા પર એક તપાસ ટીમને મહારાષ્ટ્ર મોકલવાની વાત પણ કહી છે. 

મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા(hanuman chalisa) અને લાઉડસ્પીકર(Loudspeaker) વિવાદની વચ્ચે સોમૈયા પર રવિવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ માટેનો આરોપ શિવસેનાના(Shivsena) કાર્યકર્તા પર લાગ્યો છે.

આ સમાચાર પણ વાંચો : આ આદિવાસી નેતાએ કરી માંગણી. જે ધર્મ પરિવર્તન કરે છે તેને નાત બહાર મુકો. જાણો વિગતે…

April 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

બોમ્બે હાઈકોર્ટે BJP નેતા કિરીટ સોમૈયાને આપી રાહત, આ કેસમાં આગોતરા જામીન કર્યા મંજૂર; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોમ્બે હાઈકોર્ટે (Bombay Highcourt) આજે મહારાષ્ટ્ર ભાજપના(BJP) નેતા અને પૂર્વ સાંસદ(MP)  કિરીટ સોમૈયાને ધરપકડમાંથી વચગાળાની રાહત આપી છે. 

હાઈકોર્ટે તેમને આઈએનએસ (INS Vikrant) વિક્રાંત સંબંધિત છેતરપિંડીના કેસમાં આ રાહત આપી છે. 

આ સાથે હાઈકોર્ટે તેમને ચાર દિવસ સુધી પૂછપરછમાં સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જો સોમૈયાની ધરપકડ કરવામાં આવે તો તેમને રૂ. 50,000ના અંગત બોન્ડ પર મુક્ત કરવામાં આવે. 

હવે કોર્ટ તેમની આગોતરા જામીન અરજી પર બે અઠવાડિયા પછી 28 એપ્રિલે સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે આઈએનએસ વિક્રમ યુદ્ધજહાજ બચાવવા માટે નાગરિકો પાસેથી ભેગા કરેલા ભંડોળમાં કરોડોના ગેરવ્યવહાર કર્યાનો આરોપ કિરીટ સોમૈયા પર મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે

April 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

યુદ્ધ જહાજ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં સોમૈયા પિતા-પુત્રની અડચણો વધશે? ભૂગર્ભ જતા રહ્યા હોવાનો શિવસેનાના નેતા સંજય રાઉતનો દાવો..જાણો વિગતે

by Dr. Mayur Parikh April 11, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

આઈએનએસ વિક્રાંત ફંડ કલેકશન કેસમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાની અરજી પણ આજે કોર્ટમાં સુનાવણી થવાની છે, જેમાં ધરપકડ પહેલા જામીન મળશે કે તેના પર સૌ કોઈનું લક્ષ્ય છે ત્યારે પત્રકારો સાથે બોલતાં સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્રએ આગોતરા જામીન માટે અરજી પર કહ્યું હતું કે જો તમે કાંઈ ખોટું નથી કર્યું તો ડર કઈ વાતનો છે? 

શિવસેના નેતા સંજય રાઉતે થોડા દિવસ પહેલા જ સેવામુક્ત જાહેર કરાયેલા એરક્રાફ્ટ કેરિયર આઇએનએસ વિક્રાંતને મ્યુઝિયમમાં ફેરવવા માટે એકઠા કરાયેલા ભંડોળના કથિત દુરુપયોગ થયો હોવાનો આરોપ કર્યો હતો. તે બાબતે સોમૈયા પિતા-પુત્ર સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવાના અહેવાલ પણ મીડિયા હાઉસમાં આવ્યા હતા. 

 આ સમાચાર પણ વાંચો :  બોરીવલી લિંકરોડ-હાઈવે ને જોડતો ફ્લાયઓવર આટલા સમયમાં પુરો થઈ જશે અને ખુલ્લો મૂકાશે… જાણો વિગતે.

આ દરમિયાન પોલીસે તપાસ માટે સોમૈયા પિતા-પુત્રને બોલાવ્યા હતા, ત્યારે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનો દાવો શિવસેનાના સાંસદ સભ્ય સંજય રાઉતે કાલે કર્યો હતો. પત્રકારો સાથે વાતચીત દરમિયાન સંજય રાઉતે સોમૈયા પિતા-પુત્રએ આગોતરા જામીન માટે અરજી કરી છે.જો કાંઈ ખોટું નથી કર્યું તો ડર કઈ વાતનો છે?

મુંબઈ પોલીસે શુક્રવારે કહ્યું હતું કે સોમૈયા પિતા-પુત્રને તપાસમાં સહકાર આપવાનું જણાવતા સમન્સ મોકલી તેમને માનખુર્દમાં ટ્રોમ્બે પોલીસ સ્ટેશન ખાતે તપાસકર્તા પોલીસ અધિકારી સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે. જોકે શુક્રવારે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમને સમન્સ આપવા પોલીસ ગઈ હતી, પરંતુ તેમના મુલુંડ-ઇસ્ટ ખાતેના ઘરને તાળું મારેલું હતું.
 

April 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

શું મુંબઈ કેન્દ્રશાસિત પ્રદેશ બનશે? ગૃહ મંત્રાલયને કરવામાં આવી રજૂઆત, શિવસેનાના આ નેતાએ ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

by Dr. Mayur Parikh April 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શિવસેનાના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે શુક્રવારે મુંબઈને લઈને મોટો દાવો કર્યો છે. 

સાથે તેમણે ભાજપ પર મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું ષડ્યંત્ર રચવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે આ અંગે ગૃહ મંત્રાલયને રજૂઆત કરવામાં આવી છે. 

આ હેતુ માટે મીટિંગો યોજાઈ રહી છે અને નાણાં એકત્ર કરવામાં આવી રહ્યા છે. 

તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં ભાજપ પર એવો પણ આરોપ મૂક્યો હતો કે ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને પાર્ટીના નેતાઓ તેમ જ અમુક બિલ્ડરો અને વેપારીઓનું જૂથ પણ આ ષડ્યંત્રનો ભાગ છે.

આ પ્રવૃત્તિ છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે અને હું આ વાત પૂરી જવાબદારી સાથે કહું છું. મારી પાસે એ સાબિત કરવા માટે પુરાવો પણ છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસે લાકડી ધ્વજ સાથે IPL મેચ જોવા આવેલા પ્રેક્ષકોને અટકાવ્યા, જાણો શું છે કારણ

April 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

INS વિક્રાંત પ્રકરણમાં ભાજપના આ નેતા અને તેના પુત્ર વિરુદ્ધ પોલીસમાં નોંધાયો કેસ.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તપાસ એજેન્સીઓના ગેરઉપયોગને લઈને મહારાષ્ટ્રમાં હાલ જોરદાર રાજકારણ ચાલી રહ્યું છે. એવા મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ભાજપના નેતા કિરીટ સોમૈયા અને તેમના પુત્ર નીલ સોમૈયા વિરુદ્ધ મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી નો ગુનો નોંધવામાં આવ્યો છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતે યુદ્ધ જહાજ INS વિક્રાંતને બચાવવા માટે નાગરિકો પાસેથી જમા કરેલા પૈસામાં કરોડો રૂપિયાન  કૌભાંડ પિતા-પુત્રએ કર્યો હોવાનો આરોપ કર્યો હતો. વિક્રાંતને તૂટતી બચાવવા માટે નાગરિકો પાસેથી પૈસા જમા કરવામાં આવ્યા હતા. આ રકમ લગભગ 57 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. નાગરિકો પાસેથી પૈસા ભેગા કર્યા બાદ તેને મહારાષ્ટ્ર રાજ ભવનમાં ડિપોઝિટ કરવામાં આવ્યા ન હોવાનો પણ કથિત આરોપ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : શિવસેનાના સાંસદ સંજય રાઉતની બોલતી કોણે કરી બંધ? જાણો વિગતે

સંજય રાઉતના કથિત આરોપ બાદ ભૂતપૂર્વ સૈનિક બબન ભોસલે સહિત અન્ય શિવેસનાના કાર્યકર્તા અને સંજય રાઉતના ભાઈ અને ધારાસભ્ય સુનીલ રાઉત વગેરે બુધવારે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર સંજય દરાડેની મુલાકાત લીધી હતી.

ત્યારબાદ છ એપ્રિલના મોડી રાતના બબન ભોસલેએ ટ્રોંમ્બે પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર વિરુદ્ધ કલમ 420, 406 અને 36 હેઠળ ગુનો નોંધાવ્યો હોવાના અહેવાલ મિડિયામાં હાઉસમાં આવ્યા હતા.  

મીડિયા હાઉસમાં અહેવાલમાં કરવામાં આવેલા  દાવા મુજબ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ ભાજપના નેતાએ પોતે કોઈ પણ તપાસ માટે તેઓ તૈયાર હોવાનો દાવો કર્યો હોવાનું કહેવાય છે.

April 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભાજપના નિશાના પર હવે મહાવિકાસ આઘાડીના આ નેતા, જેલમાં જવાની નોબત આવી શકે છે.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 12, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનો અને નેતાઓ પર આરોપ કરનારા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ હવે વધુ એક ચોંકાવનારો આરોપ કયો છે. રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબના વિરોધમાં ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હોવાનું કિરીટ સોમૈયાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : ગાજ્યા મેઘ વરસ્યા નહી.. ગોવામાં શિવસેનાનું સુરસુરિયું, ઉમેદવારોની ડિપોઝિટ પણ ગુલ; આદિત્ય ઠાકરે અને સંજય રાઉત ફ્લોપ સાબિત થયા..

મહાવિકાસ આઘાડી સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિક જેલમાં ગયા છે. હવે કયા પ્રધાનનો વારો? એ સંદર્ભમાં કિરીટ સોમૈયાએ ટ્વીટ કર્યું છે. ભાજપે હવે અનિલ પરબ પર લક્ષ કેન્દ્રિત કર્યું હોવાનું માનવામાં આવે છે.

March 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્ર સરકારના ડર્ટી ડઝન નેતાઓની સૂચિ જાહેર કરી. જાણો કોણ-કોણ છે આ સૂચિમાં..

by Dr. Mayur Parikh February 25, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,  

શુક્રવાર,

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મહાવિકાસ આઘાડી સરકારના 10 કરપ્ટ નેતાઓની યાદી તૈયાર કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ યાદી ટ્વીટ કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો.
મહાવિકાસ આઘાડીના પ્રધાન નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કર્યા બાદ કિરીટ સોમૈયાએ ટ્વીટ કરીને ભવિષ્યમાં આ રીતે ભ્રષ્ટ પ્રધાનોના નામ એક પછી એક બહાર લાવશે એવો દાવો કર્યો છે. 

હવેથી એસ્ટેટ એજન્ટને પણ આપવી પડશે પરીક્ષા, આ છે કારણ જાણો વિગતે

કિરીટ સોમૈયાએ કરેલા ટ્વીટમાં મહાવિઘાસ આઘાડી સરકારના દસ નેતાઓના નામ છે, જેમાં પરિવહન પ્રધાન અનિલ પરબ, શિવસેનાના પ્રવકતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત, સુજીત પાટકર, સાંસદ ભાવના ગવળી, ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસૂળ, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજીત પવાર, પ્રધાન હસન મુશ્રીફ, વિધાનસભ્ય પ્રતાપ સરનાઈ, વિધાનસભ્ય રવિન્દ્ર વાયકર, પ્રધાન જિતેન્દ્ર આવ્હાડ, ભૂતપૂર્વ પ્રધાન અનિલ દેશમુખ અને પ્રધાન નવાબ મલિકનો તેમાં સમાવેશ થાય છે.

February 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભાજપના આ નેતાએ પોતાના પર થયેલા હુમલાને લઈ આપ્યું વિવાદસ્પદ નિવદેનઃ સીધો આરોપ કર્યો મુખ્ય પ્રધાન પર જાણો વિગત

by Dr. Mayur Parikh February 7, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022         

સોમવાર.

મહારાષ્ટ્રના પુણેમાં બીજેપી નેતા કિરીટ સોમૈયા અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ગયા અઠવાડિયે ઝપાઝપી થઈ હતી, જેમાં કિરીટ સોમૈયા જખમી થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. હોસ્પિટલથી રજા બાદ  સોમૈયાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપો લગાવ્યા છે.

કિરીટ સોમૈયાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે પૂણેમાં મારા પર હુમલો મુખ્યમંત્રીના સૂચન બાદ જ થયો હતો.

ધર્મ સંસદમાં આપેલા નિવદેનો પર RSS વડાએ આપ્યું મોટુ નિવેદનઃ કહ્યું તેઓ હિંદુ વિચારધારાથી બહુ દૂર જાણો વિગત

કિરીટ સોમૈયાએ પુણેના જમ્બો કોવિડ સેન્ટરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કિરીટ સોમૈયા શનિવારે પુણેના શિવાજીનાર પોલીસ સ્ટેશન અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા હતા. આ સમયે શિવસેનાના કાર્યકરો અને સોમૈયા વચ્ચે મારામારી થઈ હતી.

February 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક