Tag: kk menon

  • Special Ops 2 Review: આજે રિલીઝ થઇ કે કે મેનન ની સ્પેશિયલ ઓપ્સ 2, જાણો કેવી છે હિંમત સિંહ ની સ્પાય થ્રિલર સિરીઝ

    Special Ops 2 Review: આજે રિલીઝ થઇ કે કે મેનન ની સ્પેશિયલ ઓપ્સ 2, જાણો કેવી છે હિંમત સિંહ ની સ્પાય થ્રિલર સિરીઝ

    News Continuous Bureau | Mumbai

    Special Ops 2 Review: સ્પેશિયલ ઓપ્સ સિરીઝ ની બીજી સીઝન આજે રિલીઝ થઇ છે અને ફરી એકવાર દર્શકોને સ્ક્રીન સાથે બાંધીને રાખે છે. આ સિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાઇબર ક્રાઈમ અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી એક રસપ્રદ કહાની છે. ડૉ. પિયુષ ભાર્ગવના કિડનેપ અને એક ઇન્ટેલિજન્સ ઓફિસરના મર્ડરથી શરૂ થતી કહાનીમાં હિંમત સિંહ  ફરી એક મિશન પર છે.

    આ સમાચાર પણ વાંચો : Aryaman Sethi: અર્ચના પૂરણ સિંહ નો દીકરો ધ કેરળ સ્ટોરી ની આ અભિનેત્રી ને કરી રહ્યો છે ડેટ

    કહાનીમાં છે ટેક્નોલોજી, થ્રિલ અને ઇમોશનનો મજબૂત મિક્સ

    આ સિઝનમાં ડૉ. પિયુષ ભાર્ગવના અપહરણથી લઈને દેશના બેંકિંગ સિસ્ટમ પર થતી સાઇબર હુમલાની આશંકા સુધીની કહાની છે. એક એવો વિલન છે જેને લોકોને કેદ રાખવાનો શોખ છે. દરેક એપિસોડમાં નવી ઘટનાઓ, નવા પાત્રો અને નવી જગ્યાઓ દર્શકોને બોર નહીં થવા દે.

     

    View this post on Instagram

     

    A post shared by JioHotstar (@jiohotstar)


    કે.કે. મેનન ફરી એકવાર પોતાની શાંત અને અસરકારક અભિનયથી દિલ જીતી લે છે. કરણ ટેકર ની સ્ક્રીન પ્રેઝન્સ પણ બોલીવૂડ હીરો જેવી છે. તાહિર રાજ ભસીન એક અનોખા વિલન તરીકે ચમકે છે. પ્રકાશ રાજ, ગૌતમી કપૂર, મુજમ્મિલ ઈબ્રાહિમ અને અન્ય કલાકારોએ પણ ખુબ સારું કામ કર્યું છે.7 એપિસોડની આ સિરીઝ એકવાર શરૂ કરો તો આખી જોઈને જ ઊઠશો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Special Ops 2: 11 જુલાઈ એ રિલીઝ નહીં થાય સ્પેશિયલ ઓપ્સ 2, કે કે મેનન એ વિડીયો શેર કરી જણાવ્યું કારણ

    Special Ops 2: 11 જુલાઈ એ રિલીઝ નહીં થાય સ્પેશિયલ ઓપ્સ 2, કે કે મેનન એ વિડીયો શેર કરી જણાવ્યું કારણ

    News Continuous Bureau | Mumbai

    Special Ops 2: ‘સ્પેશિયલ ઓપ્સ 2’ સિરીઝ મૂળરૂપે 11 જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની તારીખ આગળ વધી ગઈ છે. આ અંગે અભિનેતા કેકે મેનન, જે આ સિરીઝમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, તેમણે એક વીડિયો શેર કરીને માહિતી આપી છે. તાજેતરમાં, તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેમણે જણાવ્યું કે નિર્ધારિત તારીખે ‘સ્પેશિયલ ઓપ્સ 2’ નું પ્રીમિયર  થશે નહીં. હવે તેની રિલીઝની તારીખ બદલાઈ ગઈ છે. નવી તારીખ શું છે અને આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે, તે અંગે પણ કેકે મેનને માહિતી શેર કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Don 3: રણવીર સિંહ જલ્દી જ શરુ કરશે ડોન 3 નું શૂટિંગ, ફિલ્મ માં હશે આ અભિનેત્રી ની સરપ્રાઈઝ એન્ટ્રી!

    શું છે રિલીઝની નવી તારીખ?

    કેકે મેનને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે, “હવે ‘સ્પેશિયલ ઓપ્સ 2’ 11 જુલાઈને બદલે 18 જુલાઈએ રિલીઝ થશે. કેટલીક વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી હોતી, તેથી આપણે આ નિર્ણય લેવો પડ્યો છે. પરંતુ દર્શકોને એકસાથે જ બધા એપિસોડ્સ જોવા મળશે.” આ સિરીઝ જિયોહોટસ્ટાર (JioCinema) પર સ્ટ્રીમ  કરવામાં આવશે.

     

    View this post on Instagram

     

    A post shared by JioHotstar (@jiohotstar)


    સ્પેશિયલ ઓપ્સ 2′ માં પણ સ્પેશિયલ એજન્ટ હિંમત સિંહ પોતાની ટીમ સાથે આતંકવાદીઓનો સામનો કરશે. આ વખતે હિંમત સિંહ ઇન્ટરનેશનલ લેવલનો મિશન હેન્ડલ કરશે. નીરજ પાંડે દ્વારા નિર્દેશિત આ સિરીઝમાં આ વખતે સાઉથ ના પોપ્યુલર અભિનેતા પ્રકાશ રાજ પણ જોવા મળશે. આ સિરીઝમાં ભરપૂર એક્શન અને થ્રિલ  નો અનુભવ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Special Ops 2 Teaser: સ્પેશિયલ ઓપ્સ 2 નું ટીઝર થયું રિલીઝ, આતંકવાદ સામે લડવા હિંમત સિંહ એ કસી કમર

    Special Ops 2 Teaser: સ્પેશિયલ ઓપ્સ 2 નું ટીઝર થયું રિલીઝ, આતંકવાદ સામે લડવા હિંમત સિંહ એ કસી કમર

    News Continuous Bureau | Mumbai

    Special Ops 2 Teaser: નીરજ પાંડે ની લોકપ્રિય સ્પાય થ્રિલર સિરીઝ “સ્પેશિયલ ઓપ્સ”  હવે બીજી સીઝન સાથે પરત ફરી રહી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા ટીઝરમાં હિંમત સિંહ અને તેમની ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે લડતા બતાવવામાં આવ્યા છે. આ વખતે સિરીઝમાં દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજ પણ જોવા મળશે.

    આ સમાચાર પણ વાંચો: King: શાહરુખ અને સુહાના ની ફિલ્મ કિંગ માં અનિલ કપૂર બાદ થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! વર્ષો બાદ રૂપેરી પડદે જોવા મળશે આ જોડી 

    હાઈટેક મિશન અને નવી એન્ટ્રી

    ટીઝરમાં હિંમત સિંહ પોતાની ટીમ સાથે વોર રૂમ માં ખાસ મિશન માટે તૈયારી કરતા જોવા મળે છે. કરણ ટેકર  અને ફારૂક અલીના પાત્રો આતંકવાદીઓ સામે એક્શનમાં છે. ટીઝરમાં તાહિર રાજ ભસીન  અને પ્રકાશ રાજની ઝલક પણ જોવા મળે છે. પ્રકાશ રાજ નું પાત્ર નેગેટિવ હોઈ શકે છે, પણ હજુ સ્પષ્ટતા થઇ નથી.ટીઝર રિલીઝ થયા પછી માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ તેને પાંચ લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે અને હજારો લાઇક્સ મળ્યા છે.

     

    View this post on Instagram

     

    A post shared by JioHotstar (@jiohotstar)


     

    આ સિરીઝ જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. હજી સુધી રિલીઝ ડેટ જાહેર કરાઈ નથી, પણ ટૂંક સમયમાં મેકર્સ જાહેરાત કરશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • મોટા પડદા પર આવશે ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ ની પ્રેમકહાની-આ સ્ટાર્સ ભજવશે બંને દિગ્ગજોની ભૂમિકા

    મોટા પડદા પર આવશે ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ ની પ્રેમકહાની-આ સ્ટાર્સ ભજવશે બંને દિગ્ગજોની ભૂમિકા

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર ચેતન આનંદ અને તેની પાર્ટનર પ્રિયા રાજવંશની લવસ્ટોરી (Chetan Anand and Priya Rajvansh love story)મોટા પડદા પર આવશે. વાસ્તવમાં આ બંને પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ એક મહિનામાં શરૂ થવા જઈ રહી છે અને તેને જાણીતા ફિલ્મ નિર્માતા અને અભિનેતા પ્રદીપ સરકાર (Pradip sarkar)બનાવી રહ્યા છે. દીપક મુકુટ આ ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મમાં ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ ની ભૂમિકા કોણ ભજવશે તે માટે નામ ફાઈનલ થઈ ગયા છે.

    આ ફિલ્મમાં ચેતન આનંદની ભૂમિકામાં કેકે મેનન (KK Menon)અને પ્રિયા રાજવંશની ભૂમિકા જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline fernandez)ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકલીન ફર્નાન્ડીઝ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ તેની કારકિર્દીની પ્રથમ બાયોપિક (Biopic)હશે. આ માટે તે ખૂબ જ મહેનત કરી રહી છે. આ ફિલ્મ 1921 થી 2000 ના દાયકાની શરૂઆત સુધી હિન્દી સિનેમાના ભવ્ય ઇતિહાસને દર્શાવશે. આ ફિલ્મમાં ચેતન આનંદ અને પ્રિયા રાજવંશનો રોમાંસ તેમજ પ્રિયા રાજવંશના મૃત્યુના(death) વિવાદને પણ બતાવવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢા ના પોસ્ટ પ્રોડક્શન માં વ્યસ્ત આમિર ખાને સ્ટુડિયો માં જ લીધો પાવર નેપ- ફિલ્મના ડિરેક્ટરે તસવીર શેર કરી કહી આ વાત

    ચેતન આનંદ અને પ્રિયા રાજવંશની લવ સ્ટોરી (love story)વિશે વાત કરીએ તો તે ખૂબ જ રોમાંચક બનવાની છે. પ્રિયા રાજવંશ તેના કરતા 15 વર્ષ મોટા ચેતન આનંદના પ્રેમમાં પડી અને લગ્ન વિના તેની સાથે રહેવા લાગી(live in relationship). પ્રિયા રાજવંશે ચેતન આનંદની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને બંને વચ્ચે ઘણી નિકટતા હતી. કહેવાય છે કે ચેતન આનંદે પોતાની ઘણી બધી મિલકત પ્રિયા રાજવંશના નામે કરી દીધી હતી, જેના કારણે ચેતન આનંદના પુત્રોએ પ્રિયા રાજવંશની હત્યા(murder) કરાવી હતી.