• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - kundali bhagya
Tag:

kundali bhagya

Bigg Boss 19 Makers Approach Dheeraj Dhoopar and Shraddha Arya for the Show
મનોરંજન

Bigg Boss 19: બિગ બોસ 19 ના સ્પર્ધક ને લઈને આવ્યું મોટું અપડેટ, મેકર્સ એ ટીવી ની આ લોકપ્રિય જોડી નો કર્યો સંપર્ક

by Zalak Parikh July 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Bigg Boss 19: રિયાલિટી શો બિગ બોસ 19 માટે દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે સમાચાર છે કે મેકર્સે ધીરજ ધૂપર અને શ્રદ્ધા આર્યાને શોમાં લાવવા માટે સંપર્ક કર્યો છે. બંને ‘કુંડલી ભાગ્ય’માં સાથે કામ કરી ચૂક્યા છે અને તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. હાલ બંને આ ઑફર પર વિચાર કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: અભિનય બાદ હવે આ ક્ષેત્ર માં ઝંપલાવશે આમિર ખાન, કોમેડી ફિલ્મ માટે કરશે આવું કામ

શું બિગ બોસ 19 માં જોવા મળશે TVની સુપરહિટ  જોડી?

મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સ ધીરજ અને શ્રદ્ધાને શોમાં લાવવા માટે ખૂબ ઉત્સાહિત છે. બંનેને શોમાં ભાગ લેવા માટે આકર્ષક રકમ ઓફર કરવામાં આવી છે. જો આ જોડી શોમાં આવે છે તો દર્શકો માટે આ એક મોટો સરપ્રાઈઝ બની શકે છે. પાછલા વર્ષે પણ ધીરજ ધૂપરને શો માટે ઑફર મળી હતી, પરંતુ ચર્ચા હતી કે એક્ટર તરફથી ઘણી શરતો મુકવામાં આવી હતી, જેના કારણે મેકર્સે તેને ડ્રોપ કર્યો હતો. જોકે, આ અંગે કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નહોતું.

 

View this post on Instagram

 

A post shared by Bigg Boss Khabri (@biggboss.tazakhabar)


મેકર્સે આ સીઝનમાં ઘણા મોટા ફેરફાર કર્યા છે. શોમાં ત્રણ હોસ્ટ હશે, નવા નિયમો લાગુ કરવામાં આવશે અને AI ડોલ પણ કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
paras kalnawat quits kundali bhagya show
મનોરંજન

Kundali bhagya: શ્રદ્ધા આર્યા બાદ આ લીડ અભિનેતા એ કુંડલી ભાગ્ય ને કહ્યું અલવિદા, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

by Zalak Parikh November 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kundali bhagya: કુંડલી ભાગ્ય ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ હો ઝી ટીવી પર પ્રસારિત થઇ રહ્યો છે. સિરિયલ એ તેના શરુ ના દિવસો માં ટીઆરપી લિસ્ટ માં ટોચ પર હતો. આ સિરિયલ માં શ્રદ્ધા આર્યા પ્રીતા નું પાત્ર ભજવી રહી હતી હવે માતા બનવા જઈ રહેલી શ્રદ્ધા એ આ શો ને અલવિદા કહી દીધું છે તેવા માં હવે શો ના મુખ્ય અભિનેતા એ પણ સિરિયલ ને અલવિદા કહી દીધું છે. 

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: આમિર ખાને નામ લીધા વગર સાધ્યું સિંઘમ અગેન ના મેકર્સ પર નિશાન, ભૂલ ભુલૈયા 3 ને લઈને કહી આવી વાત

પારસ કાલનાવતે છોડ્યો કુંડલી ભાગ્ય શો 

પારસ કાલનાવતે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે જેમાં તેને લખ્યું છે કે, “દરેક શરૂઆતનો અંત હોય છે અને દરેક અંત નવી શરૂઆત હોય છે. ગુડબાય કહેવું સહેલું નથી, પરંતુ હું એવા શોને અલવિદા કહી રહ્યો છું જે મારા હૃદયની સૌથી નજીક હતો અને મારા જીવનની વાર્તામાં જાદુ જેવું કામ કરતો શો, આભાર. આખી પ્રોડક્શન અને ડિરેક્શન ટીમ, મારા બધા કો-એક્ટર અને ક્રૂ મેમ્બર્સ જે મારા માટે પરિવાર જેવા હતા. આ તક માટે હું હંમેશા આભારી રહીશ. હું મારા ઇન્સ્ટા ફેમ અને તમારા બધાનો આભાર કેવી રીતે ન કહી શકું કે જેઓ મારી સફરમાં મને સપોર્ટ કરી રહ્યાં છે. હું તમારા બધા વિના કંઈ નથી અને મને ફક્ત તમારા પ્રેમ અને સમર્થનની જરૂર છે. મારી સફરમાં બીજો પ્રકરણ શરૂ કરવા માટે રાહ જોઈ શકતો નથી. મારા પર વિશ્વાસ કરો આ પ્રકરણ તમારા મનને ઉડાવી દેશે. તમને બધા ને પ્રેમ. રાજવીર લુથરા તરીકે વિદાય.”

 

View this post on Instagram

 

A post shared by PARAS BHUSHAN KALNAWAT (@paras_kalnawat)


કુંડલી ભાગ્ય માં લિપ આવ્યા બાદ  પારસને મુખ્ય પાત્ર ભજવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. પારસ સાથે સના સૈયદે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shraddha arya announces her pregnancy with a beautiful video
મનોરંજન

Shraddha arya: દેવોલિના બાદ હવે ટીવી અભિનેત્રી શ્રદ્ધા આર્યા બનવા જઈ રહી છે માતા,અલગ જ અંદાજ માં ફેન્સ ને આપ્યા ગુડ ન્યુઝ

by Zalak Parikh September 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Shraddha arya: શ્રદ્ધા આર્યા સિરિયલ કુંડલી ભાગ્ય થી ઘર ઘર માં લોકપ્રિય થઇ હતી. શ્રદ્ધા તેની પ્રોફેશનલ લાઈફ  લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા શ્રદ્ધા ને લઈને એવા સંચાર આવ્યા હતા કે શ્રદ્ધા ગર્ભવતી છે અને  બેબી બમ્પ ને છુપાવી રહી છે. હવે શ્રદ્ધા એ પોતે આ ગુડ ન્યુઝ તેના ફેન્સ સાથે શેર કર્યા છે. શ્રદ્ધા એ તેના સોશિયલ મીડિયા પર એક અલગ જ અંદાજ માં આ માહિતી આપી છે. 

આ સમાચાર પણ વાંચો : Simran Budharup : ‘પંડયા સ્ટોર’ ફેમ અભિનેત્રીને થયો કડવો અનુભવ, માતા સાથે લાલબાગચા રાજાના દર્શને પહોંચેલી સિમરન બુધરુપ સાથે બાઉન્સરોએ કરી ગેરવર્તણૂક

શ્રદ્ધા માતા બનવાની છે. 

 શ્રદ્ધા આર્યાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પતિ રાહુલ નાગલ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અરીસાની સામે પ્રેગ્નન્સી કીટ રાખવામાં આવી છે, જે પોઝિટિવ છે. પ્રેગ્નન્સી કીટ ઉપરાંત શ્રદ્ધાના બાળકના સોનોગ્રાફી ટેસ્ટની તસવીર પણ રાખવામાં આવી છે. એટલું જ નહીં શ્રદ્ધા તેના પતિ રાહુલ સાથે બીચ પર રોમાન્સ કરતી પણ જોવા મળી રહી  છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)


શ્રદ્ધા આર્યા નો આ વિડીયો સામે આવતા તેના ફેન્સ અને ફ્રેન્ડ તેને અભિનંદન આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
indian criketer shikhar dhawan will play dabang policeman role in kundali bhagya
મનોરંજન

શું શિખર ધવને છોડી દીધું ક્રિકેટ? ફિલ્મ બાદ આ ટીવી સિરિયલ માં કરશે ડેબ્યૂ કરશે ક્રિકેટર, ફોટા થયા વાયરલ

by Zalak Parikh March 23, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર શિખર ધવન આ દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ક્રિકેટની દુનિયા સિવાય શિખર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે. અહીં તે પોતાની સાથે જોડાયેલી ઘણી ફની પોસ્ટ શેર કરીને ઘણી હેડલાઈન્સ મેળવે છે. તે જ સમયે, ચાહકો તેમના પ્રિય સ્ટારની દરેક પોસ્ટને પસંદ કરે છે. જો કે આ વખતે ક્રિકેટર સાથે જોડાયેલા એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને સાંભળીને તેના ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

ઝી ટીવી ના પોપ્યુલર શો માં જોવા મળશે શિખર ધવન 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિખર ધવન બહુ જલ્દી નાના પડદાના ફેમસ શો ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળવાનો છે. હા, મેદાનમાં પોતાની શાનદાર બેટિંગ દેખાડનાર સ્ટાર ખેલાડી હવે લોકપ્રિય સિરિયલમાં પોતાના અભિનયનો જાદુ ચલાવતા જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Anjum Fakih (@nzoomfakih)


શોમાં સૃષ્ટિ અરોરાનું પાત્ર ભજવતી અભિનેત્રી અંજુમ ફકીહ સાથે અભિનેતાની ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. આ સિવાય ક્રિકેટરે પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધવન ‘સિંઘમ’ બનીને ગુંડાઓને મારતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

શું હશે શો માં ક્રિકેટર ની ભૂમિકા?

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ક્રિકેટર એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે, આ પહેલા તે સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી સ્ટારર બોલિવૂડ ફિલ્મ ‘ડબલ એક્સએલ’માં કેમિયો રોલ કરતો જોવા મળ્યો હતો. જો કે કુંડળી ભાગ્યમાં ધવનની ભૂમિકા વિશે કોઈ માહિતી સામે આવી નથી.

March 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupama samar aka paras kalnawat gets ekta kapoor superhit tv show kundali bhagya
મનોરંજન

‘અનુપમા’માંથી રાતોરાત બહાર થઈ ગયેલા પારસ કલનાવત ને મળ્યો એકતા કપૂરનો સુપરહિટ શો!

by Zalak Parikh February 23, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટર પારસ કલનાવત થોડા સમય પહેલા ટીવી શો અનુપમાને લઈને ખૂબ ચર્ચામાં હતો. પારસને રાતોરાત શોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ અને તેના ફેન્સે પણ ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપી હતી. આવી સ્થિતિમાં હવે પારસના ફેન્સ માટે સારા સમાચાર છે. પારસ કલનાવતના હાથમાં એક મોટો ટીવી શો છે, જેમાં એક લીપ આવશે અને પછી પારસ મુખ્ય અભિનેતા તરીકે પ્રવેશ કરશે.

 

 બે કલાકારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પારસ કલનવત ટૂંક સમયમાં શો ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શોમાં એક લીપ આવશે અને તે પછી ઘણા નવા કલાકારોની એન્ટ્રી થશે. જ્યાં પહેલા મુખ્ય અભિનેત્રી માટે દેબત્તમા સાહા, સુમ્બુલ તૌકીર ખાન અને સૃષ્ટિ જૈનના નામ સામે આવ્યા હતા, હવે ‘અનુપમા’ના કલાકારો પારસ કાલનાવત અને હર્ષ રાજપૂતના નામ સામે આવ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘કુંડલી ભાગ્ય’માં હર્ષ રાજપૂત અને પારસ કલનાવતમાંથી કોઈ એક મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો પારસને શો માટે મેકર્સે સંપર્ક પણ કર્યો હતો. આ સિવાય શોને લઈને હર્ષ રાજપૂત સાથે વાતચીત ચાલી રહી છે. જો કે, લીડ માટે કયા એક્ટરનું નામ લેવામાં આવશે, તે હજુ નક્કી થયું નથી.

 

પારસ અને હર્ષ બાલાજી ટેલિફિલ્મ્સ માં કામ કરી ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે પારસ કલનાવતે બાલાજી ટેલિફિલ્મ્સમાં ‘દિલ હી તો હૈ’ દ્વારા કામ કર્યું હતું. તે જ સમયે, હર્ષ રાજપૂત ‘નાગિન 3’ દ્વારા બાલાજી ટેલિફિલ્મ્સમાં જોડાયો છે. આવી સ્થિતિમાં શો માટે કોની પસંદગી થાય છે તે જોવું રસપ્રદ રહેશે.અભિનેત્રી દેબત્તમા સાહાને ‘કુંડલી ભાગ્ય’માં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ શો કરવાની ના પાડી દીધી છે. આ પછી, મુખ્ય અભિનેત્રી માટે સૃષ્ટિ જૈન અને સુમ્બુલ તૌકીર ખાનનું નામ પણ સામે આવ્યું. જો કે આ શોમાં લીડ એક્ટ્રેસ કોણ હશે તે હજુ સુધી કન્ફર્મ થયું નથી.

 

February 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કુંડળી ભાગ્ય ની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાએ કરી બેશરમી ની તમામ હદ પાર -સહ-અભિનેત્રી સાથે કર્યું આવું કૃત્ય- ગુસ્સે થયેલા ચાહકોએ મચાવ્યો ઇન્ટરનેટ પર હંગામો-જુઓ ફોટોગ્રાફ્સ

by Dr. Mayur Parikh November 4, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ટીવી ની સંસ્કારી વહુ શ્રદ્ધા આર્યા દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે અને ચાહકો તે તસવીરો પર પ્રેમ વરસાવતા રહે છે, પરંતુ તાજેતરમાં તેણે એવી તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે.હા, તાજેતરમાં તેણે કંઈક એવું શેર કર્યું છે જેના પછી તેના ચાહકોએ ભારે રોષ ઠાલવ્યો છે. કુંડળી ભાગ્ય(Kundali Bhagya)  પ્રીતા તાજેતરની તસવીરોને કારણે ઘણી ટ્રોલ (troll)થઈ રહી છે અને તેણે પોતાના કો-સ્ટાર સાથે આ તસવીરો માટે પોઝ આપ્યા છે.

વાસ્તવમાં અંજુમ ફકીહે (Anjum Fakih)શ્રદ્ધા આર્યા સાથેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram)એકાઉન્ટ પર શેર કરી છે, જેમાંથી એક તસ્વીરે હંગામો મચાવી દીધો છે.

તસવીરોમાં, પ્રીતા ઉર્ફે શ્રદ્ધા આર્યા સફેદ સ્ટ્રેપલેસ ગાઉનમાં (strapless gown)જોઈ શકાય છે, જ્યારે અંજુમ ડેનિમ જેકેટ અને બ્લેક જીન્સ સાથે ક્રોપ ટોપમાં સ્ટાઇલિશ લાગી રહી છે.

એક તસવીરમાં શ્રદ્ધા આર્યા અંજુમના સ્તન(breast) પર હાથ રાખીને પોઝ આપતી જોવા મળે છે. પછી શું હતું લોકો ગુસ્સે થઈ ગયા અને તેમને ટ્રોલ (troll)કરવા લાગ્યા.

આ પોસ્ટને શેર(post share) કરતા અંજુમે કેપ્શનમાં લખ્યું, 'હજુ સુધી કોઈએ હિંમત નથી કરી, કોઈ આટલું ઊંચુ ગયું નથી, કોઈમાં આટલી હિંમત નહોતી અને ક્યારેય નહીં હોય, કેટલાક લોકોને તે ખોટું લાગી શકે છે, કેટલાક તમે મારી ગરિમા પર પણ સવાલ ઉઠાવી શકો છો, પરંતુ હું જાણું છું કે મારા સ્તન પર તમારો અધિકાર છે. તેણે કૌંસમાં લખ્યું – માફ કરશો આ મારી સૌથી ખરાબ કવિતા છે પણ હું તને ખૂબ પ્રેમ કરું છું.

તમને જણાવી દઈએ કે, ટીવી અભિનેત્રીઓ શ્રદ્ધા આર્યા અને અંજુમ ફકીહે 'કુંડલી ભાગ્ય'માં (Kundali Bhagya) બહેનની ભૂમિકા ભજવી છે.ઓન-સ્ક્રીન બહેનો હોવા ઉપરાંત, શ્રદ્ધા અને અંજુમ એકબીજાની નજીકની મિત્રો(best friend) પણ છે. તેઓ ઘણીવાર એકબીજાના વખાણ કરતા જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : મલ્લિકા શેરાવતના બોલ્ડ ફોટોશૂટએ ઇન્ટરનેટ પર લગાવી આગ- બિકિનીમાં ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર- તસવીરો જોઈ ચાહકો થયા દીવાના- જુઓ ફોટોગ્રાફ 

November 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ધીરજ ધૂપર બાદ હવે આ અભિનેતા ભજવશે કરણ લુથરા નું પાત્ર-ટૂંક સમયમાં શોમાં થશે નવી એન્ટ્રી

by Dr. Mayur Parikh June 3, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

ટીવીનો પાવરફુલ શો 'કુંડલી ભાગ્ય'(Kundali Bhagya) આ દિવસોમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. ઋષભ એટલે કે મનિત જૌરા(Manit Jora) શોમાં પરત ફર્યો છે, જેને કારણે ચાહકોની ઉત્તેજના પણ વધી ગઈ છે. પરંતુ જ્યારે મનિત જૌરા કુંડળી ભાગ્યમાં પાછા ફર્યા છે, ત્યારે ધીરજ ધૂપરે શો (Dheeraj Dhoopar quit the show)છોડવાનો નિર્ણય લીધો છે. ધીરજ ધૂપરે 'કુંડલી ભાગ્ય'માં કરણ લુથરાનું(Karan Luthra)પાત્ર ભજવ્યું હતું પરંતુ હવે તેણે નવી તકોની શોધમાં શો છોડવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં, ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે તેના ગયા પછી શોમાં કરણ લુથરાનું પાત્ર કોણ ભજવશે.

પરંતુ હવે એવું માનવામાં આવે છે કે કુંડળી ભાગ્યના નિર્માતાઓને તેમનો નવો કરણ લુથરા મળી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા શક્તિ અરોરા(Shakti Arora replace Dheeraj Dhoopar) 'કુંડલી ભાગ્ય'માં ધીરજ ધૂપરને રિપ્લેસ કરી શકે છે. જો કે તે શોમાં 'કરણ લુથરા'નું પાત્ર ભજવશે કે નવા પાત્ર તરીકે પ્રવેશ કરશે, તે હજુ જાહેર થયું નથી.કુંડળી ભાગ્ય સાથે સંકળાયેલા એક સૂત્રએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે, "ધીરજે આગળ વધવાનું નક્કી કર્યું છે. અમે તેને ભવિષ્યની બાબતો માટે શુભેચ્છા પાઠવીએ છીએ. શક્તિને (Shakti Arora)અમારી સાથે રાખીને અમે ખુશ છીએ, કારણ કે તે શોમાં હીરોની ભૂમિકા ભજવશે. અમે આ ફેરફારને મેચ કરવા માટે સ્ટોરી લાઇન પર પણ કામ કરી રહ્યા છીએ." તમને જણાવી દઈએ કે શક્તિ અરોરા 'મેરી આશિકી તુમસે હી'માં રણવીર ના રોલ માટે જાણીતો છે.

આ સમાચાર પણ વાંચો : KKના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો- આ રીતે બચાવી શકાયો હોત સિંગરનો જીવ

શક્તિ અરોરા છેલ્લે 'સિલસિલા બદલતે રિશ્તો કા'માં (Silsila badalte rishton ka) જોવા મળ્યો હતો. તે 'કુંડલી ભાગ્ય' દ્વારા લગભગ 3 વર્ષ પછી નાના પડદા પર પરત ફરશે. બીજી તરફ ધીરજ ધૂપરની(Dheeraj Dhoopar) વાત કરીએ તો એક્ટર છેલ્લા પાંચ વર્ષથી 'કુંડલી ભાગ્ય’ માં જોવા મળે છે. આ પહેલા તેણે 'સસુરાલ સિમર કા'માં પ્રેમ બનીને લોકોના દિલ જીતી લીધા હતા.

June 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કુંડલી ભાગ્યના ફેન્સ માટે ખરાબ સમાચાર, સિરિયલ ના લીડ એક્ટરે કહ્યું શો ને અલવિદા, મેકર્સ શોધી રહ્યા છે તેનું રિપ્લેસમેન્ટ; જાણો તે અભિનેતા વિશે

by Dr. Mayur Parikh May 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટર ધીરજ ધૂપર (Dheeraj Dhoopar) છેલ્લા 5 વર્ષથી એકતા કપૂરના શો કુંડલી ભાગ્યમાં (Kundali Bhagya)કામ કરી રહ્યો છે.કુંડલી ભાગ્યમાં ધીરજ ધૂપર કરણ તરીકે લોકોનું મનોરંજન કરી રહ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી કુંડલી ભાગ્યના કલાકારોમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે મનિત જોહરા (Manit Jorhra)કુંડલી ભાગ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. મનિત જોહરાએ થોડા મહિના પહેલા કુંડળી ભાગ્યને અલવિદા કહી દીધું હતું. આ દરમિયાન ધીરજ ધૂપરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે ધીરજ ધૂપર કુંડલી ભાગ્ય છોડવાનું (Dheeraj Dhupar quit Kundali Bhagya)મન બનાવી રહ્યો છે.

એક ન્યૂઝ વેબસાઈટ ના  રિપોર્ટ અનુસાર, ધીરજ ધૂપર કુંડલી ભાગ્ય સિરિયલથી અલગ થવા જઈ રહ્યો છે. નિર્માતાઓએ ધીરજ ધૂપરના રિપ્લેસમેન્ટની (Dheeraj Dhoopar replacement) શોધ પણ શરૂ કરી દીધી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ધીરજ ધૂપર કુંડળી ભાગ્ય કેમ છોડી રહ્યો છે.ધીરજ ધૂપરની જેમ મનિત જોહરા પણ કુંડલી ભાગ્યમાં કમબેક કરવાનો નથી. અહેવાલ છે કે નિર્માતાઓ ધીરજ ધૂપર અને મનિત જોહરા બંનેના પાત્ર માટે નવો ચહેરો શોધી રહ્યા છે. નોંધનીય છે કે ધીરજ ધૂપર ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. ગત રોજ ધીરજ ધુપરે તેની પત્ની વિન્ની ધુપર (Vinni Dhoopar) માટે બેબી શાવર પાર્ટીનું આયોજન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો: ગ્રેમી એવોર્ડ વિજેતા પૉપ સિંગરે ગુમાવ્યું પોતાનું બાળક, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ

સીરીયલ કુંડલી ભાગ્યની આખી ટીમ ધીરજ ધૂપરની પત્નીના બેબી શાવર પાર્ટીમાં (Baby shower party) પહોંચી હતી. આ દરમિયાન ધીરજ ધૂપર અને વિન્ની અરોરાએ (Dheeraj Dhoopar and Vinni Arora)તેમના મહેમાનો સાથે હંગામો મચાવ્યો હતો. તસવીરોમાં વિન્ની ધૂપર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ધીરજ ધૂપરની આ તસવીરો જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ધીરજ ધૂપરે પોતાના બાળકને સમય આપવા માટે કુંડલી ભાગ્ય સિરિયલને અલવિદા કહી દીધું છે. જો કે સત્ય શું છે તે તો ધીરજ ધુપર જ કહી શકશે.

May 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક