Tag: kxip vs rr

  • કિંગ્સ ઈલેવન પંજાબની ઇનિંગ્સ પર તેવટિયાનો બલ્લો પડ્યો ભારી, જાણો કેવી રીતે જીત્યું રાજસ્થાન?

    કિંગ્સ ઈલેવન પંજાબની ઇનિંગ્સ પર તેવટિયાનો બલ્લો પડ્યો ભારી, જાણો કેવી રીતે જીત્યું રાજસ્થાન?

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    28 સપ્ટેમ્બર 2020  

    રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં શારજાહના મેદાન પર કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો. બંને ટીમ એ 200થી વધુ રન બનાવ્યા હતા. કિંગ્સ ઈલેવન પંજાબે ટૉસ હારી પહેલાં બેટિંગ કરી અને પહેલી ઈનિંગમાં 223 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. પોતાની ઈનિંગ દરમ્યાન પંજાબે 11 છગ્ગા અને 20 ચોગ્ગા ફટકાર્યા. લક્ષ્‍યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાને 19.3 ઓવરમાં 6 વિકેટ પર 226 રન બનાવી મેચ જીતી લીધી. 

    રાજસ્થાનને જીત અપાવવામાં રાહુલ  તેવટિયાનો મહત્વનો રોલ રહ્યો હતો. તેણે 7 છગ્ગાની મદદથી 31 બોલમાં 53 રન બનાવ્યા. રાહુલ  તેવટિયાએ શરૂઆતી 19 બોલમાં માત્ર 8 રન જ બનાવ્યા હતા. જેમાં તેણે એકવાર પણ બોલને બાઉન્ડ્રી લાઈનની બહાર નહોતી પહોંચાડી શક્યો, પરંતુ અંતિમ 12 બોલમાં તેણે ઈતિહાસ રચી નાખ્યો. તેવતિયાએ અંતિમ 12 બોલમાં 7 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા. જેમાંથી એક બોલ તેણે ડૉટ રમી અને એક બોલ પર આઉટ થયો.  આ રીતે એક સમયે વિલન બનેલો રાહુલ તેવટિયા હીરો બની ગયો હતો.

    મેચ બાદ કેપ્ટ્ન સ્ટીવ સ્મિથે તેવટિયાના વખાણ કરતા કહ્યું હતું કે, 'આ જીત ખાસ છે. એવું નથી. કોટ્રેલ સામે તેવટિયાનું પ્રદર્શન આશ્ચર્યજનક હતું. જે રીતે આપણે તેવટિયાને નેટ્સ પર જોયું તેવું જ કોટરલની ઓવરમાં જોવા મળ્યું હતું.  તેણે સમયસમાપ્તિ દરમિયાન મને કહ્યું હતું કે ‘આપણે હજી પણ જીતી શકીએ છીએ. " ઉપરાંત સ્મિથે સેમસનની પણ પ્રશંસા કરી હતી. 

    દરમિયાન રાહુલે કહ્યું કે, 'હું ખુબ સારુ અનુભવી રહ્યો છું, પહેલા 20 બૉલ મારી કરિયરના સૌથી ખરાબ બૉલ રહ્યાં હતા. ત્યારબાદ મે મારવાનુ શરૂ કર્યુ, ડગ આઉટ જાણતો હતો કે બૉલને હીટ કરી શકુ છુ, હું જાણતો હતો કે મને મારી જાતમાં વિશ્વાસ કરવાની જરૂર છે. આ માત્ર એક છગ્ગાની વાત નથી, પાંચ છગ્ગા એક ઓવરમાં માર્યા તે શાનદાર હતુ, મે લેગ સ્પિનરને મારવાની કોશિશ કરી, પરંતુ મારી ના શક્યો, એટલા માટે મને બીજા બૉલરને ધોવો પડ્યો.’