Tag: lakshmi puja

  • Amla Navami: આમળા નવમી ૨૦૨૫: આ દિવસે માત્ર એક ખાસ ઉપાય કરો, જીવનભર વરસશે માતા લક્ષ્મીના આશીર્વાદ

    Amla Navami: આમળા નવમી ૨૦૨૫: આ દિવસે માત્ર એક ખાસ ઉપાય કરો, જીવનભર વરસશે માતા લક્ષ્મીના આશીર્વાદ

    News Continuous Bureau | Mumbai

    Amla Navami હિન્દુ પંચાંગ અનુસાર, આમળા નવમી, જેને અક્ષય નવમી પણ કહેવામાં આવે છે, તે દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે, આમળા નવમી શુક્રવાર, ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ઉજવાશે. આમળા નવમીના દિવસે આમળાના વૃક્ષ, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, આમળા પવિત્રતા, દીર્ઘાયુ અને સૌભાગ્યનું પ્રતીક છે. તેને ઘરમાં લગાવવાથી કે તેના ફળનું સેવન કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાભ થાય છે. પુરાણો અનુસાર, અક્ષય નવમીના દિવસે કરવામાં આવેલું કોઈ પણ પુણ્ય કાર્ય ક્યારેય નષ્ટ થતું નથી, તેથી તેને ‘અક્ષય નવમી’ કહેવામાં આવ્યું છે, એટલે કે એવો દિવસ જ્યારે પુણ્ય અક્ષય (અવિનાશી) હોય છે.

    પૌરાણિક કથા

    પૌરાણિક કથા અનુસાર, એકવાર દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો, ”હે પ્રભુ! કયું વૃક્ષ એવું છે જેમાં મારો વાસ હોય અને જેને પૂજવાથી આશીર્વાદની પ્રાપ્તિ થાય છે?” ભગવાન વિષ્ણુએ ઉત્તર આપ્યો કે કાર્તિક માસની નવમી તિથિએ જે ભક્ત આમળાના વૃક્ષની પૂજા કરશે, તે તમારા આશીર્વાદથી અક્ષય ફળ પ્રાપ્ત કરશે. આનો અર્થ છે કે તેનું પુણ્ય નષ્ટ થશે નહીં અને તેને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુનો લાભ મળશે. ત્યારથી કાર્તિક શુક્લ નવમીના રોજ લોકો આમળાના વૃક્ષની પૂજા કરે છે.

    આમળા નવમીના દિવસે શું કરવું

    આમળા નવમીના દિવસે અક્ષય નવમીની કથા સાંભળવી અત્યંત પુણ્યદાયક માનવામાં આવી છે. તેને સાંભળવાથી જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ દાન, વ્રત કે ધાર્મિક કાર્ય અક્ષય ફળ આપે છે. અક્ષયનો અર્થ છે અવિનાશી અને કાયમી. આ દિવસે કરવામાં આવેલું દરેક પુણ્ય કાર્ય જીવનમાં લાંબા સમય સુધી સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે છે. આ સિવાય ગરીબો, જરૂરિયાતમંદો કે પંડિતોને દાન આપવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

    આ સમાચાર પણ વાંચો : Bachchu Kadu Movement: બચ્ચુ કડુના ખેડૂત આંદોલનમાં આજે મનોજ જરાંગે પાટીલ થશે સામેલ, નાગપુરમાં ખેડૂતોનો પડાવ, આ છે માંગ

    આમળા નવમીના ઉપાય

    નાહવાના પાણીમાં આમળાનો રસ ભેળવવાથી દોષ અને પાપોનો નાશ થાય છે. આ દિવસે આમળાના વૃક્ષને જળ ચઢાવવું અને દીવો કરવો ઘરમાં સકારાત્મક ઊર્જા વધારે છે. આમળાના નીચે લક્ષ્મી સ્તોત્ર કે શ્રીસૂક્તનો પાઠ કરવાથી ધન-સમૃદ્ધિ આવે છે. ૭ આમળાના ફળ મંદિરમાં દાન કરવાથી રોગોથી મુક્તિ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે.

  • Labh Panchami 2025: દિવાળીના પાંચમા દિવસે મનાવાય છે લાભ પંચમી,જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

    Labh Panchami 2025: દિવાળીના પાંચમા દિવસે મનાવાય છે લાભ પંચમી,જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

    News Continuous Bureau | Mumbai

    હિંદુ પંચાંગ અનુસાર, લાભ પંચમી  કાર્તિક મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથીએ ઉજવાય છે. આ તિથિને  સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને ગુજરાત માં આ તહેવાર ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. આ વર્ષે લાભ પંચમી 26 ઓક્ટોબર, રવિવારના દિવસે છે.

    લાભ પંચમીના શુભ મુહૂર્ત

    • તિથિ શરૂ: 26 ઓક્ટોબર, સવારે 3:48
    • તિથિ સમાપ્ત: 27 ઓક્ટોબર, સવારે 6:04
    • પૂજા મુહૂર્ત: 26 ઓક્ટોબર, સવારે 6:29 થી 10:13 સુધી

    આ સમય દરમિયાન  માતા લક્ષ્મી, ગણેશજી અને શિવજી ની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે.

    લાભ પંચમીનું મહત્વ

    દિવાળીના પાંચમા દિવસે આવતી લાભ પંચમી ખાસ કરીને બિઝનેસ કમ્યુનિટી માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે નવા વહી-ખાતા  શરૂ કરવામાં આવે છે અને તેમાં શુભ-લાભ અને  સ્વસ્તિક ના ચિહ્ન બનાવવામાં આવે છે. આ દિવસે નવો વ્યવસાય , દુકાન  કે ફેક્ટરી  શરૂ કરવી શુભ માનવામાં આવે છે.

    લાભ પંચમીની પૂજા વિધિ

    • વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ થાઓ
    •  સૂર્યદેવ ને અર્ઘ્ય આપો
    • પૂજા સ્થાને ગણેશજી,લક્ષ્મીજી અને શિવજી ની મૂર્તિ સ્થાપિત કરો
    • ગણેશજીને ચંદન, ફૂલ, દુર્વા અર્પિત કરો
    • શિવજીને બેલપત્ર, ધતૂરા અને સફેદ વસ્ત્ર અર્પિત કરો
    • લક્ષ્મીજીને હલવો અને પૂરીનો ભોગ લગાવો
    • આરતી કરો અને પ્રસાદ વહેંચો

    આ સમાચાર પણ વાંચો : Guru Transit : ગુરુના કર્ક રાશિમાં પ્રવેશથી આ ત્રણ રાશિના અટકેલા કામ થશે પૂર્ણ, લગ્નમાં આવતી અડચણો દૂર થશે

    આ રીતે કરેલી પૂજાથી બિઝનેસ ગ્રોથ , સમૃદ્ધિ  અને પારિવારિક શાંતિ  મળે છે.

    (Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

  • Sharad Purnima: આજે છે શરદ પૂર્ણિમા સાથે જ તેના પર ભદ્રાની સાથે પંચકનો પણ પડછાયો, જાણો તેના શુભ મુહૂર્ત

    Sharad Purnima: આજે છે શરદ પૂર્ણિમા સાથે જ તેના પર ભદ્રાની સાથે પંચકનો પણ પડછાયો, જાણો તેના શુભ મુહૂર્ત

    News Continuous Bureau | Mumbai
    Sharad Purnima હિંદુ પંચાંગ અનુસાર, આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિને શરદ પૂર્ણિમા મનાવવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે ચંદ્રમા ૧૬ કળાઓથી પરિપૂર્ણ હોય છે.આ દિવસે સ્નાન, દાન કરવાની સાથે-સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે. તેથી આ દિવસે પૂજા-અર્ચના કરવાની સાથે જાગરણ કરવામાં આવે છે. આ ઉપરાંત રાત્રે ખુલ્લા આકાશ નીચે ખીર રાખવામાં આવે છે.

    શુભ મુહૂર્ત અને ગ્રહોનો પડછાયો

    આસો શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિનો આરંભ ૬ ઓક્ટોબરે સવારે ૧૧ વાગ્યાને ૨૪ મિનિટે થશે અને આસો શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિનું સમાપન ૭ ઓક્ટોબરે સવારે ૯ વાગ્યાને ૩૫ મિનિટે થશે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સાંજે ૦૫ વાગ્યાને ૩૧ મિનિટે થશે.આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ભદ્રાની સાથે પંચક પણ લાગી રહ્યું છે. ભદ્રા ૬ ઓક્ટોબરે બપોરે ૧૨ વાગ્યાને ૨૩ મિનિટે આરંભ થઈ રહ્યું છે, જે રાત્રે ૧૦ વાગ્યાને ૫૩ મિનિટે સમાપ્ત થશે. આની સાથે જ પંચક પણ રહેશે, કારણ કે પંચક ૩ ઓક્ટોબરથી આરંભ થશે જે ૮ ઓક્ટોબરે સમાપ્ત થશે.

    ૧૬ કળાઓથી પરિપૂર્ણ ચંદ્રમાનું મહત્વ

    માન્યતાઓ અનુસાર, આ દિવસે ચંદ્રમા પોતાની ૧૬ કળાઓથી પૂર્ણ હોય છે. ચંદ્રમાનો સંબંધ દૂધ સાથે માનવામાં આવે છે, તેથી આ દિવસે દૂધથી બનેલી વસ્તુઓને ચંદ્રમાની રોશનીમાં રાખવાથી તે અમૃત તુલ્ય થઈ જાય છે. વિશેષ રૂપથી ખીરને આ દિવસે ચંદ્રમાની રોશનીમાં રાખવાથી તેમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થઈ જાય છે. સાથે જ, માતા લક્ષ્મીને પણ દૂધની ખીર ખૂબ પ્રિય હોય છે, તેથી આ દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવવામાં આવે છે.

    આ સમાચાર પણ વાંચો : Gold prices: ફરી મૂડમાં આવ્યું સોનું, ચાંદી એ પણ પકડી રફ્તાર,બજાર ખુલતા જ બનાવ્યો નવો રેકોર્ડ, આ રહ્યા તાજા ભાવ

    ધાર્મિક અને પૌરાણિક મહત્વ

    ૧. માતા લક્ષ્મીનું અવતરણ:શરદ પૂર્ણિમાની રાત્રે જ સમુદ્ર મંથનના સમયે માતા લક્ષ્મી પ્રગટ થયા હતા. આ જ કારણ છે કે શરદ પૂર્ણિમાનો દિવસ લક્ષ્મી પૂજન માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ઘણા સ્થળોએ આ દિવસે કુંવારી કન્યાઓ સૂર્ય અને ચંદ્ર દેવની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ લે છે.
    ૨. સ્વાગત માટે દીપ પ્રગટાવો:નારદ પુરાણ અનુસાર, શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી ઘુવડ (Owl) પર સવાર થઈને પૃથ્વી પર ભ્રમણ કરે છે. તેથી આ દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા-અર્ચના કરવાનો વિધાન છે. કહેવાય છે કે આ દિવસે લક્ષ્મીજી પોતાના શ્રદ્ધાળુઓને ધન, વૈભવ, યશ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. તેથી ઘરના મુખ્ય દરવાજા પર દીપ પ્રગટાવીને દેવીનું સ્વાગત કરવું જોઈએ.
    ૩. શ્રીકૃષ્ણનો અદ્ભુત મહારાસ:શાસ્ત્રો અનુસાર, શરદ પૂર્ણિમાની રાત્રે જ ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં રાધા અને ગોપીઓ સાથે અદ્ભુત મહારાસનું આયોજન કર્યું હતું. કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણે ગોપીઓ સાથે નૃત્ય કરવા માટે અનેક રૂપ પ્રગટ કર્યા હતા. આ દિવ્ય રાસલીલા માત્ર નૃત્ય જ નહીં, પરંતુ પ્રેમ, ભક્તિ અને આનંદનું અદ્વિતીય પ્રતીક પણ માનવામાં આવે છે.

  • Sharad Purnima 2025: જાણો ક્યારે છે શરદ પૂર્ણિમા, શું છે શુભ મુહૂર્ત અને પૂજન વિધિ

    Sharad Purnima 2025: જાણો ક્યારે છે શરદ પૂર્ણિમા, શું છે શુભ મુહૂર્ત અને પૂજન વિધિ

    News Continuous Bureau | Mumbai

    Sharad Purnima 2025: શરદ પૂર્ણિમા આશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથીએ મનાવવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર, 2025ના રોજ ઉજવાશે. હિંદુ ધર્મમાં આ તિથિને ખૂબ જ પાવન અને શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા અને દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

    શરદ પૂર્ણિમાની તિથી અને મુહૂર્ત

    દ્રિક પંચાંગ અનુસાર, શરદ પૂર્ણિમાની તિથી 6 ઓક્ટોબર, 2025ના રોજ બપોરે 12:23 વાગ્યે શરૂ થશે અને 7 ઓક્ટોબર સવારે 09:16 વાગ્યે પૂર્ણ થશે. તેથી શરદ પૂર્ણિમાનું વ્રત અને પૂજા 6 ઓક્ટોબર, સોમવારના રોજ કરવી શ્રેષ્ઠ રહેશે.

    શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ

    શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પોતાની સોળ કલાઓથી ભરપૂર હોય છે અને અમૃતની વર્ષા કરે છે. માન્યતા છે કે આ રાત્રે ચાંદનીમાં રાખેલા દૂધથી બનેલા પૌઆમાં ઔષધીય ગુણો પ્રવેશ કરે છે. આ પૌઆ નો દિવસે પ્રસાદ રૂપે સેવન કરવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે અને શક્તિ મળે છે.

    આ સમાચાર પણ વાંચો : Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી ના ઘટસ્થાપના ના શુભ મુહૂર્ત ની સાથે જાણો ક્યારે છે સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ

    આર્થિક તંગી દૂર કરવા અને ધન વૃદ્ધિ માટે ઉપાય

    જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો શરદ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી શ્રીહરી અને માતા લક્ષ્મીની પૂજા કરો. માતાને કમળનું ફૂલ અને એકાક્ષી નારિયેલ અર્પણ કરો.ધન વૃદ્ધિ માટે શરદ પૂર્ણિમાની રાત્રે 11 પીળી કોડીઓ પીળા કપડામાં બાંધીને માતા લક્ષ્મી સમક્ષ રાખો અને બીજા દિવસે તેને તિજોરીમાં મૂકી દો. માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં ધનની કમી રહેતી નથી.

    (Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

  • Guru Purnima 2025: 10 જુલાઇ ના રોજ ગુરુ પૂર્ણિમા ના દિવસે ના કરો આ ભૂલો, માં લક્ષ્મી થઇ જશે નારાજ

    Guru Purnima 2025: 10 જુલાઇ ના રોજ ગુરુ પૂર્ણિમા ના દિવસે ના કરો આ ભૂલો, માં લક્ષ્મી થઇ જશે નારાજ

    News Continuous Bureau | Mumbai

    Guru Purnima 2025: આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈ, ગુરુવારના દિવસે ઉજવાશે. આ પવિત્ર તહેવાર ગુરુ અને માતા લક્ષ્મી ને સમર્પિત છે. આ દિવસે ચંદ્ર દેવ અને શ્રી હરિ વિષ્ણુની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે કેટલીક ભૂલો કરવી અશુભ માનવામાં આવે છે, જે માતા લક્ષ્મીની કૃપા મેળવવામાં અવરોધ ઊભો કરી શકે છે.

     

    દૂધ અને ચાંદીના દાનથી બચો

    ગુરુ પૂર્ણિમાના દિવસે દૂધ અને ચાંદી નું દાન કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દાનથી ચંદ્ર દોષ લાગવાની શક્યતા રહે છે, જે વ્યક્તિની આર્થિક સ્થિતિને અસર કરી શકે છે. તેથી આ દિવસે આ વસ્તુઓનું દાન ટાળવું જોઈએ.

    આ સમાચાર પણ વાંચો : Sawan Dreams 2025: જો તમને પણ શ્રાવણ માસ સમય આવા સપના દેખાય તો સમજી લો કે શિવજી ની તમારા પર વિશેષ કૃપા છે.

    કાળા કપડાં અને ફાટેલા વસ્ત્રો ન પહેરો

    આ દિવસે કાળા રંગના કપડાં અથવા ફાટેલા વસ્ત્રો પહેરવા નહીં જોઈએ. આ તિથિ માતા લક્ષ્મી  ને સમર્પિત છે અને કાળા રંગને અશુભ માનવામાં આવે છે. શુભ ફળ મેળવવા માટે ગુલાબી રંગના કપડાં પહેરવાની ભલામણ કરવામાં આવે છે.

    ઘરમાં અંધારું ન રાખો અને તામસિક ભોજન ટાળો

    ગુરુ પૂર્ણિમાના દિવસે ઘરમાં અંધારું રાખવું અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે અંધારું હોવાથી માતા લક્ષ્મીનો નિવાસ ઘરમાં નથી થતો. સાથે સાથે, આ દિવસે તામસિક ભોજન જેમ કે માંસ અને મદિરા નું સેવન ટાળવું જોઈએ, કારણ કે તે માતા લક્ષ્મીની કૃપા મેળવવામાં અવરોધ ઊભો કરી શકે છે.

    (Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

  • Labh Pancham 2023: લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જાણો આ દિવસનું ખાસ મહત્વ

    Labh Pancham 2023: લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જાણો આ દિવસનું ખાસ મહત્વ

    News Continuous Bureau | Mumbai

    લાભ પાંચમને સૌભાગ્ય પાંચમ ૫ણ કહેવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને આ૫ણા ગુજરાત રાજયમાં ઉજવવામાં આવે છે. આ દિવાળી તહેવાર(Diwali festival)નો છેલ્લો દિવસ ગણાય છે. જે કારતક સુદ પાંચમના દિવસે મનાવવામાં આવે છે. કારતક મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ(Panchmi TiThi) 17 નવેમ્બર 2023ના રોજ સવારે 11:03 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 18 નવેમ્બર 2023ના રોજ સવારે 09:18 વાગ્યે સમાપ્ત થશે.

     

    લાભ પાંચમનુ મહત્વ 

    સૌભાગ્ય(Shaubaghya) એટલે સારૂ ભાગ્ય અને લાભ એટલે કે સારો ફાયદો. આ દિવસ સારા ભાગ્ય અને સારા ફાયદાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસ કોઇ ૫ણ નવા શુભ કાર્યના મુહુર્ત માટે યોગ્ય ગણવામાં આવે છે. આમ તો લાભ પાંચમ(Labh Pancham)નો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત(Muharat) જોવાની જરૂર નથી હોતી.

     

    માન્યતા છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યવસાય, ૫રિવાર અને જીવનમાં ઉન્નતિ થાય છે. ગુજરાતમાં દિવાળીની રજાઓ બાદ આ નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ ગણાય છે.

     

    આ દિવસે ગુજરાતના વેપારી લોકો નવી ખાતાવહી શરૂ કરી છે અને કુમકુમથી શુભ-લાભ(Shubh-labh) લખી તથા વચ્ચે સાથીઓ દોરી નવા ચો૫ડાની શરૂઆત કરે છે.  આ દિવસે હિન્દુઓ લક્ષ્મીજીની પૂજા(Lakshmi puja) કરે છે . જૈનો જ્ઞાનવર્ઘક પુસ્તકની પૂજા કરે છે. અને વઘુ બુદ્ઘિ તથા જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. 

     

    આ૫ણા હિન્દુ ગ્રંથોમાં લાભને નીચે મુજબ ૫રિભાષિત કરવામાં આવ્યો છે.

    लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः
    यशेम इंदेवरा श्याम हुरुदयम थौ जनार्दन

     

    અર્થાત લાભ અને વિજય એના ચરણ ચૂમે છે.જેના હદયમાં શ્યામ રંગવાળા ૫દ્મ સમાન વિષ્ણુનો વાસ હોય છે. એમનો ૫રાજય કઇ રીતે થઇ શકે.

     

  • શા માટે ઉજવાય છે દિવાળીનો તહેવાર? જાણો આ તહેવારનું મહત્વ અને ઇતિહાસ

    શા માટે ઉજવાય છે દિવાળીનો તહેવાર? જાણો આ તહેવારનું મહત્વ અને ઇતિહાસ

    News Continuous Bureau | Mumbai 

    આજે  દિવાળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે.  દિવાળી આધ્યાત્મિક રીતે ‘અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારાની અને અજ્ઞાનતા પર જ્ઞાન’નું પ્રતીક છે. આ તહેવાર હિન્દુ કેલેન્ડર(Hindu calendar) અનુસાર, કારતક મહિનાની અમાસના દિવસે આવે છે, જે વર્ષની સૌથી કાળી રાત(KaliRat) હોય છે. દિવાળીના તહેવારો કુલ પાંચ દિવસ સુધી ચાલે છે, જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ બીજ સાથે સમાપ્ત થાય છે. તો આવો આજે દિવાળીના પર્વ નિમિત્તે જાણીએ તેના ઇતિહાસ અને તેના મહત્વ વિશે જાણીએ…

    કેમ ઉજવાય છે દિવાળી ?

    દિવાળીના દિવસે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ અને લંકાના રાજા રાવણને હરાવીને માતા સીતા અને ભગવાન લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા હતા. જોકે, હિંદુઓ દિવાળી ઉજવે છે તેની પાછળ અલગ-અલગ કારણો છે. આ તહેવાર સાથે દેશના સાંસ્કૃતિક વારસાની પણ ઉજવણી થાય છે. અન્ય દેશોમાં વસતા ભારતીયો પણ આ તહેવાર(festival) ધામધૂમથી ઉજવે છે. દિવાળીનો તહેવાર વર્ષનો એકમાત્ર એવો સમય છે, જ્યારે બધા પરિવારો ભેગા થાય છે. દિવાળી એ ખરાબ પર સારાની અને અંધકાર પર પ્રકાશની જીતનું પણ પ્રતીક છે. આ તહેવાર દરમિયાન ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની પૂજા (Lakshmi Puja)કરવાની પણ પરંપરા છે.
     
    દિવાળીનો તહેવાર(festival of Diwali) હિંદુઓ માટે શુભ સમય છે. મોટાભાગના લોકો દિવાળીના તહેવાર દરમિયાન નવા સાહસો, વ્યવસાયો અને નાણાંકીય વર્ષ શરૂ કરે છે. દિવાળીના તહેવારે લોકો પોતાના ઘરને દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારે છે, તેમજ સ્વાદિષ્ટ મીઠાઈઓનો આનંદ માણે છે અને ગિફ્ટ્સની આપ-લે કરે છે. આ ઉપરાંત પેઢીઓથી ચાલતી આવતી ધાર્મિક વિધિઓનું પાલન કરતાં લક્ષ્મી પૂજા અને દાન કરે છે.
     

    દિવાળીનો ઈતિહાસ અને મહત્વ

    દંતકથાઓ અનુસાર, અયોધ્યાના રાજા ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ લંકાના રાજા રાવણને હરાવ્યા બાદ પત્ની સીતા આને ભાઈ લક્ષ્મણ સાથે દિવાળી(Diwali)ના શુભ અવસરે અયોધ્યા પાછા ફર્યા હતા. તેમના પરત ફરવાની ખુશીમાં અયોધ્યાના લોકોએ અયોધ્યાની ગલીઓ અને દરેક ઘરને દીવાઓ પ્રગટાવીને ઉજવણી કરી હતી. આ પરંપરા આજ સુધી ચાલી રહી છે અને તેને લાઇટ્સ ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવે છે.
     
    દિવાળી અંધકાર પર પ્રકાશની, ખરાબ પર સારાની અને અજ્ઞાન પર જ્ઞાનની જીત દર્શાવે છે. તે આપણા જીવનમાંથી ખરાબ પડછાયા, નકારાત્મકતા અને શંકાઓને દૂર કરે છે. આ તહેવાર સ્પષ્ટતા અને સકારાત્મકતા સાથે આપણા અંતરને પ્રકાશિત કરવાનો સંદેશ આપે છે. આ દિવસે લોકો માં લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા(Ganesh puja) કરીને અને પ્રિયજનોને ગીફ્ટ્સની આપ-લે કરીને, તેમજ દાન કરીને ઉજવણી કરે છે.
  • Dhanteras 2023: આજે ધનતેરસ, જાણો લક્ષ્મીજીની પૂજા કરવા માટેના દિવસભરના શુભ મુહૂર્ત વિશે…

    Dhanteras 2023: આજે ધનતેરસ, જાણો લક્ષ્મીજીની પૂજા કરવા માટેના દિવસભરના શુભ મુહૂર્ત વિશે…

    News Continuous Bureau | Mumbai 

    Dhanteras Shubh Muhurat: દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યાં છે, આમ તો પુષ્ય નક્ષત્રથી દિવાળીના પવિત્ર દિવસો શરૂ થઇ ગયા છે, આમાં સૌથી પહેલો તહેવાર ધનતેરસ(Dhanteras)નો છે, અને આ દિવસે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લોકો પોતાના ઘરમાં અને ઓફિસમાં ગણેશજી અને ધનલક્ષ્મી માતાજીની પૂજા કરે છે, સાથે ભગવાન કુબેર(kuberji)ની પૂજા કરીને તેમને પણ પ્રસન્ન કરવામાં આવે છે. 

     

    હિન્દુ પંચાંગ અનુસાર નવેમ્બર મહિનાની શરૂઆત કારતક કૃષ્ણ પક્ષ(હિન્દી માસ)ની ચતુર્થીની તિથિથી શરુ થશે. આ દિવસે સંકષ્ટિ ચતુર્થી અને કરવા ચોથ ઉજવવામાં આવશે. જાણો અહીં ધનતેરસના શુભ મુહૂર્ત(Shubh Muharat) વિશે….

     

    10 નવેમ્બરે ધન તેરસ, ધન્વંતરિ જયંતિ(Dhanvantari Jayanthi) પણ ઉજવાય છે
    આ દિવસે દેવતાઓના વૈદ્ય કહેવાતા ભગવાન ધન્વંતરિની પૂજા(Puja) કરવાનું વિધાન છે. એની સાથે જ ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મી(devi maa Lakshmi)ની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે.

     

    ધનતેરસના શુભ મુહૂર્ત

    લક્ષ્મી પૂજા(Lakshmi Puja)-કુબેરપૂજા- ધન્વંતરિ પૂજા તેમજ ચોપડા લાવવા 
    (૧) આસો વદ-૧૩  શુક્રવાર તા.૧૦-૧૧-૨૦૨૩ 
    સમય : સવારમાં ૧૨-૨૪ થી ૧૩-૪૬ ( શુભ)
    સાજે ૧૬-૩૩ થી ૧૭-૫૬ ( ચલ)
    રાત્રે ૨૧-૧૦ થી ૨૨-૪૭ ( લાભ)
    અને ૨૪-૨૪ થી ૨૭-૩૮ ( શુભ અમૃત) સુધી માં ધનપૂજા કરવી

     

  • ઓક્ટોબરના હવે 10 દિવસ જ બાકી- તહેવારોને પગલે બેંકો આટલા દિવસ રહેશે બંધ

    ઓક્ટોબરના હવે 10 દિવસ જ બાકી- તહેવારોને પગલે બેંકો આટલા દિવસ રહેશે બંધ

    News Continuous Bureau | Mumbai

    ઓક્ટોબરના હવે દસ દિવસ બાકી રહ્યા છે. ત્યારે આ દસ દિવસોમાં દિવાળી(Diwali) અને અન્ય તહેવારોને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. ઓક્ટોબરના આ છેલ્લા 10 દિવસોમાં લગભગ 6 દિવસ બેંકો બંધ (Banks closed) રહેશે. દેશના ઘણા શહેરોમાં બેંકો લગભગ આખું સપ્તાહ બંધ રહેશે. ચાલો જાણીએ કે આ સમય દરમિયાન કયા શહેરમાં રજા રહેશે?

    આ શહેરોમાં બેંકો સતત 6 દિવસ સુધી બંધ રહેશે

    22 ઓક્ટોબર 2022 – ધનતેરસ(Dhanteras) અને ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

    23 ઓક્ટોબર 2022 – રવિવારે રજા રહેશે.

    24 ઓક્ટોબર 2022 – કાલી પૂજા/દિવાળી/નરક ચતુર્દશીના(Kali Puja/Diwali/Narak Chaturdashi) કારણે ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય સમગ્ર દેશમાં બેંક હોલીડે મનાવવામાં આવશે.

    25 ઓક્ટોબર 2022 – લક્ષ્મી પૂજા/દિવાળી/ગોવર્ધન પૂજાને(Lakshmi Puja/Diwali/Govardhan Puja) કારણે ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલમાં રજા રહેશે.

    આ સમાચાર પણ વાંચો: ન તો અંબાણી કે ન અદાણી- શિવ નાદર છે સૌથી મોટા દાતા- અઝીમ પ્રેમજીને પણ પાછળ છોડી દીધા

    26 ઓક્ટોબર 2022- ગોવર્ધન પૂજા/વિક્રમ સંવત નવા વર્ષનો દિવસ/ભાઈ દૂજ/દિવાળી/બાલી પ્રતિપદા/લક્ષ્મી પૂજા/પ્રવેશ દિવસ- અમદાવાદ, બેંગલુરુ, બેંગલુરુ, દેહરાદૂન, ગગતક, જમ્મુ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, શિમલા, શ્રીનગર બેંક બંધ રહેશે.

    27 ઓક્ટોબર 2022 – ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર અને લખનૌમાં ભાઈ દૂજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા/દીપાવલી/નિંગોલ ચક્કુબાને કારણે બેંકો બંધ રહેશે.

    રજા દરમિયાન વિવિધ બેંકોની ઓનલાઈન સેવાઓનો(Online Services) કરો ઉપયોગ 

    તહેવારોની સિઝનમાં(Festive season) બેંક શાખાઓમાં(Bank Branches) રજાઓના કારણે બેંકોની કામગીરીને અસર થશે, પરંતુ ગ્રાહકોની સુવિધા માટે બેંકો તેમની ઓનલાઈન સેવાઓ દ્વારા સેવાઓ આપવાનું ચાલુ રાખશે. આનાથી ગ્રાહકોની બેંકિંગ જરૂરિયાતો ઘણી હદ સુધી પૂરી થતી રહેશે.

    આ સમાચાર પણ વાંચો: ખુશખબર- પોસ્ટ ઓફિસમાં મળશે બેંકોમાં મળતી આ મોટી સુવિધા- જાણીને ખુશીને ઠેકાણા નહીં રહે