• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - land acquisition
Tag:

land acquisition

Punjab Farmer Protest Farmers and police clash in Gurdaspur over land acquisition, several injured
Main PostTop Post

Punjab Farmer Protest: પંજાબમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ, અથડામણમાં આટલા લોકો ઘાયલ, જાણો શું છે સમગ્ર મામલો

by kalpana Verat March 11, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Punjab Farmer Protest: પંજાબના ગુરદાસપુરમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ  આ અથડામણમાં સાત ખેડૂતો ઘાયલ થયા છે. ખેડૂતોનું કહેવું છે કે એક્સપ્રેસ વે બનાવવાના નામે તેમની જમીનો છીનવાઈ રહી છે. તેમને યોગ્ય વળતર પણ મળી રહ્યું નથી. ખેડૂતોએ એમ પણ કહ્યું કે સરકાર તેમની જમીન છીનવી લઈને અને ઓછું વળતર આપીને તેમને ચૂપ કરવા માંગે છે. વધુમાં, જમીન લેતા પહેલા તેમને કોઈ માહિતી પણ આપવામાં આવી રહી નથી. આંદોલનકારી ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે.

Punjab Farmer Protest: સરકાર અને ખેડૂતો વચ્ચે તણાવ વધ્યો

સરકાર અને ખેડૂતો વચ્ચે તણાવની સ્થિતિ: ગુરદાસપુરની ઘટનાએ ખેડૂતો અને સરકાર વચ્ચે તણાવ વધુ વધાર્યો છે. ખેડૂતો કહે છે કે સરકાર તેમનું સાંભળતી નથી. જમીન સંપાદન કાયદાઓનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. તેમને યોગ્ય વળતર મળતું નથી. અને તેમની આજીવિકા છીનવાઈ રહી છે. તો બીજી તરફ સરકારનું કહેવું છે કે વિકાસ માટે જમીન સંપાદન જરૂરી છે. અને તેઓ ખેડૂતોને યોગ્ય વળતર આપી રહ્યા છે. પરંતુ બંને પક્ષો વચ્ચે વાતચીતનો કોઈ રસ્તો દેખાતો નથી.

Punjab Farmer Protest: ખેડૂતોની માંગણીઓ શું છે?

ખેડૂતોની માંગ છે કે જમીન સંપાદન કરતા પહેલા સરકારે તેમની સાથે વાત કરવી જોઈએ. તેમને યોગ્ય વળતર આપો. અને તેમના પુનર્વસન માટે વ્યવસ્થા કરો. તેઓ એ પણ ઇચ્છે છે કે સરકાર ખેતી બચાવવા માટે નક્કર પગલાં લે. કારણ કે ખેતી તેમના જીવનનો આધાર છે. જો ખેતી નહીં બચાવાય તો તેમનું જીવન પણ બરબાદ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Mauritius Visit : પીએમ મોદીનું મોરિશસમાં ભવ્ય સ્વાગત, ભોજપુરી સંસ્કૃતિના ‘ગીત ગવાઈ’થી કરાયું સ્વાગત

Punjab Farmer Protest: ચંદીગઢમાં પ્રવેશવાની પરવાનગી નથી

 જણાવી દઈએ કે 5 માર્ચે ચંદીગઢમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યારે ખેડૂતો માન સરકાર સામે વિરોધ કરી રહ્યા હતા. આખા પંજાબમાંથી ખેડૂતો ચંદીગઢ આવવાના હતા. પરંતુ પોલીસે ખેડૂત નેતાઓની અટકાયત શરૂ કરી દીધી હતી. ખેડૂતોના જૂથોને રસ્તામાં રોકવામાં આવ્યા. ઘણી જગ્યાએ ખેડૂતો રસ્તા પર બેસી ગયા. પંજાબ સરકારે પહેલાથી જ કહ્યું હતું કે આંદોલનની મંજૂરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bullet Train Project Big news for bullet train project.. this work is 100 percent complete.. the railway minister gave details.
મુંબઈઅમદાવાદરાજ્ય

Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આવ્યો મોટા સમાચાર.. આ કામ 100 ટકા થયુ પૂર્ણ.. રેલવે મંત્રીએ આપી વિગતો..

by Bipin Mewada January 25, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Bullet Train Project: આખો દેશ બુલેટ ટ્રેનની અપેક્ષાઓ સાથે કેટલાય વર્ષોથી રાહ જોઈ રહ્યો છે. સરકાર પણ સમયાંતરે બુલેટની પ્રગતિ વિશે માહિતી આપી રહી છે. પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈ ( Ahmedabad-Mumbai bullet train ) વચ્ચે દોડશે. બુલેટ ટ્રેનના ટ્રેકનો ( Bullet train track ) 90 ટકાથી વધુનો ભાગ હવામાં ઉંચાઈએ એટલે કે રેલવે પુલ પર હશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ( ashwini vaishnaw ) આ પ્રોજેક્ટને લગતી નવીનતમ માહિતી આપી છે. રેલવે મંત્રીએ કહ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, જમીન સંપાદનનો ( land acquisition ) મામલો લાંબા સમયથી અટવાયેલો હતો. સંપાદન કાર્ય પૂર્ણ થવું એ આ પ્રોજેક્ટ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે. આ સિવાય બુલેટ ટ્રેનનો ટ્રેક નાખવા માટે જે પુલ બનાવવામાં આવી રહ્યા છે. તેના માટે 274.12 કિલોમીટર સુધીના થાંભલા ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ થાંભલાઓ પર 127.72 કિલોમીટર લાંબા ગર્ડર લગાવવામાં આવ્યા છે. ગર્ડર એ પૂર્વ-તૈયાર સિમેન્ટ અથવા લોખંડના પ્લેટફોર્મ હોય છે. જેના પર રેલ પાટ્ટા ગોઠવવામાં આવે છે.

મુંબઈ-અમદાવાદ બાદ બુલેટ ટ્રેન વધુ 2 કોરિડોર પર ચલાવવામાં આવશે.

ટ્રેન પહેલા અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે. તેનું અંતર 508 કિલોમીટર હશે. આ ટ્રેનની ટ્રાયલ બીલીમોરા અને સુરત વચ્ચે વર્ષ 2026માં શરૂ થશે. ગુજરાતમાં ( Gujarat ) તેનો રૂટ 352 કિલોમીટરનો રહેશે. બુલેટ ટ્રેન ગુજરાતના 9 જિલ્લા વચ્ચે દોડશે. મહારાષ્ટ્રમાં તેની લંબાઈ 156 કિલોમીટર હશે. જ્યાંથી તે 3 જિલ્લાને વચ્ચે દોડશે. આ સિવાય હવેલી નગરમાંથી 4 કિલોમીટરનો માર્ગ પણ પસાર થશે. આ કોરિડોરમાં 12 સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિમી પ્રતિ કલાક હશે અને તેની ડિઝાઇન 350 કિમી પ્રતિ કલાકની હશે. બુલેટ ટ્રેન બે કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચશે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Mira Road tension: મીરા રોડમાં અજંપાભરી શાંતિ, રસ્તા પર ઉભી લારીઓની અને વાહનોની કરી તોડફોડ.. જુઓ વિડીયો..

મુંબઈ-અમદાવાદ બાદ બુલેટ ટ્રેન વધુ 2 કોરિડોર પર ચલાવવામાં આવશે. આ માર્ગો નીચે મુજબ છે – દિલ્હી- અમૃતસર, હાવડા- વારાણસી- પટના, દિલ્હી- આગ્રા- લખનઉ- વારાણસી, દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ, મુંબઈ-નાસિક-નાગપુર, મુંબઈ-હૈદરાબાદ કોરિડોર. આ તમામ રૂટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રૂટમાંથી પહેલા હાવડા- વારાણસી અને દિલ્હી- અમૃતસર રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાની યોજના છે.

 

January 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bullet Train Project Big update with country's first bullet train.. 100% land acquisition complete. Now the work will get speed.. know how much work has reached so far.
રાજ્ય

Bullet Train Project: દેશની પ્રથમ બુલેટ ટ્રેનને લઈને આવ્યું મોટું અપડેટ.. 100% જમીન સંપાદન પૂર્ણ. હવે મળશે કામને ગતિ.. જાણો અત્યાર સુધી કેટલે પહોંચ્યું કામ..

by Bipin Mewada January 9, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Bullet Train Project: નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ( NHSRCL ) એ સોમવારે જણાવ્યું હતું કે તેણે મુંબઈ-અમદાવાદ રેલ કોરિડોર માટે 100 ટકા જમીન સંપાદનનું કામ પૂર્ણ કર્યું છે. રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ( ashwini vaishnaw ) X પર જમીન સંપાદનની સ્થિતિ શેર કરી હતી અને કહ્યું હતું કે પ્રોજેક્ટ માટે જરૂરી સમગ્ર 1389.49 હેક્ટર જમીન સંપાદિત ( land acquisition ) કરવામાં આવી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ રેલ ( Mumbai-Ahmedabad Rail Corridor ) લાઈન બનાવવામાં આવી રહી છે. NHSRCLએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે પ્રોજેક્ટ માટેના તમામ સિવિલ કોન્ટ્રાક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર માટે આપવામાં આવ્યા હતા, જ્યારે 120.4 કિમીના ગર્ડર લોંચ કરવામાં આવ્યા હતા અને 271 કિમી પિયર કાસ્ટિંગ પૂર્ણ થયું હતું. 

#BulletTrainProject
Land acquisition -100%
Pier Casting – 268.5 Km
Girder Launching -120.4 Km pic.twitter.com/jiVwiDegrv

— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 8, 2024

એક અહેવાલ મુજબ, જાપાનીઝ શિંકનસેનમાં ઉપયોગમાં લેવાતી MAHSR કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ નાખવાનું કામ સુરત અને આણંદમાં શરૂ થયું છે. ભારતમાં જે-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક ( ballastless track ) સિસ્ટમનો ઉપયોગ પહેલીવાર થઈ રહ્યો છે. NHSRCL એ જણાવ્યું હતું કે તેણે માત્ર 10 મહિનામાં ગુજરાતના ( Gujarat ) વલસાડ જિલ્લાના જરોલી ગામ પાસે સ્થિત 350 મીટર લંબાઈ અને 12.6 મીટર વ્યાસની પ્રથમ પહાડી ટનલ પૂર્ણ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી નદીઓ પર કામ ચાલી રહ્યું છે…

વધુમાં સુરતમાં NH 53 પર 70 મીટર લાંબો અને 673 મેટ્રિક ટન વજન ધરાવતો પ્રથમ સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આવા 28 માંથી 16 બ્રિજ બાંધકામના વિવિધ તબક્કામાં છે. MAHSR કોરિડોર પરની 24 નદીઓમાંથી છ નદીઓ પર પુલનું બાંધકામ પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંધોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો) અને વેંગનિયા (પાર) ખાતે પૂર્ણ થયું છે.

આ સમાચાર પણ વાંચો : Animal: એનિમલ ‘ના’ જોઈ હોય તેમના માટે મોટા સમાચાર, ફિલ્મ ના મેકર્સે આપી શાનદાર ઓફર, માત્ર આટલા રૂપિયામાં જોઈ શકશો રણબીર કપૂર ની ફિલ્મ

નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી નદીઓ પર કામ ચાલી રહ્યું છે. રિપોર્ટ મુજબ, ઓપરેશન દરમિયાન ટ્રેનો અને સિવિલ સ્ટ્રક્ચર્સ દ્વારા ઉત્પન્ન થતા અવાજને ઘટાડવા માટે વાયડક્ટની બંને બાજુ અવાજ અવરોધો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ભારતની પ્રથમ 7 કિમી નીચેનું રેલ બોગદું જે મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા વચ્ચેની 21 કિમી લાંબી ટનલનો એક ભાગ હશે, તેના માટે કામનો શુભારંભ થઈ ચૂક્યો છે. મુંબઇ એચએસઆર સ્ટેશનના નિર્માણ માટે ખોદકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

એક રિપોર્ટ મુજબ, NHSRCLએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, આણંદ, વડોદરા, અમદાવાદ અને સાબરમતી ખાતેના HSR સ્ટેશનો બાંધકામના વિવિધ તબક્કામાં છે. હાઇ-સ્પીડ રેલ લાઇન જાપાનની શિંકનસેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે, અને પ્રોજેક્ટનો હેતુ હાઇ-ફ્રિકવન્સી માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ બનવાનો છે. આ પ્રોજેક્ટને જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા જાપાન તરફથી રૂ. 88,000 કરોડની સોફ્ટ લોન આપવામાં આવી છે. તેમ જ રૂ. 1.10 લાખ કરોડનો પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી પરંતુ જમીન સંપાદનમાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. સરકારે 2026 સુધીમાં દક્ષિણ ગુજરાતના સુરત અને બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રથમ તબક્કો દોડાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

January 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Workshop on Direct Credit to Beneficiary's Account regarding Compensation Payment of Land Acquired for Construction of National Highways
દેશ

Land Acquisition : રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતરની ચૂકવણી સંબંધિત લાભાર્થીના ખાતામાં સીધા જમા કરવા અંગે વર્કશોપ

by kalpana Verat August 21, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Land Acquisition : એન.એચ.એ.આઈ, પ્રાદેશિક કચેરી, ગાંધીનગર (ગુજરાત) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતરની ચૂકવણી સંબંધિત લાભાર્થી ના ખાતામાં સીધા જમા કરવા અંગે એક વર્કશોપનું 18.08.2023 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અજય જૈન, નાયબ સચિવ, માર્ગ પરિવહન મંત્રાલય, NH એક્ટ 1956 દ્વારા LA પ્રક્રિયાની ઝાંખી પર વર્કશોપ શ્રી બી. પી. ખરે, સલાહકાર, જમીન સંપાદન, માર્ગ પરિવહન મંત્રાલય અને પ્રેઝન્ટેશન શ્રી વિવેક તિવારીએ, ટેકનિકલ નિષ્ણાત અને શ્રી એન. એન. ગિરી, ચીફ જનરલ મેનેજર, પ્રાદેશિક કચેરી,એન.એચ.એ.આઈ,ગુજરાતદ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

Workshop on Direct Credit to Beneficiary's Account regarding Compensation Payment of Land Acquired for Construction of National Highways

 

 

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય, હેડક્વાર્ટર, નવી દિલ્હીના અધિકારીઓએ PPT દ્વારા સહભાગી સક્ષમ અધિકારી, જમીન સંપાદન અને તેમના કાર્યાલયના કર્મચારીઓને ભૂમિરાશી પોર્ટલ પર કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપી હતી. અને તેમના પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા.

Workshop on Direct Credit to Beneficiary's Account regarding Compensation Payment of Land Acquired for Construction of National Highways

 

આ સમાચાર પણ વાંચો :  Indore: કૂતરાને ફેરવવા મુદ્દે થઇ મોટી બબાલ, બેંકના ગાર્ડે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, બેના મોત.. જુઓ વિડીયો

ભૂમિ રાશી પોર્ટલ દ્વારા, સંબંધિત લાભાર્થીને તેમના ખાતામાં સીધા ઓનલાઈન પેમેન્ટથી મળશે, જે જમીનના લાભાર્થી માટે વધુ અનુકૂળ અને ઉપયોગી સાબિત થશે.

 

August 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

અટવાયેલો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાટે ચઢશે-આ મુદત પહેલા જમીન સંપાદનનું કામ પૂરો કરો-મુખ્ય પ્રધાન શિંદનો આદેશ

by Dr. Mayur Parikh August 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ડ્રીમ પ્રોજેક્ટ(Dream project) ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Mumbai-Ahmedabad Bullet Train Project) માટે મહારાષ્ટ્રમાંની(Maharashtra) જમીન અધિગ્રહણ કરાવવાનું(Land acquisition) તેમજ વળતરનું કામકાજ પૂરું કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ(CM Eknath Shinde) 30 સપ્ટેમ્બરની મુદત નક્કી કરી છે.

શિંદેએ આ સંદર્ભમાં તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓની તાજેતરમાં એક બેઠક બોલાવી હતી અને એમને આદેશ આપ્યો હતો કે એમણે યુદ્ધના ધોરણે કામ કરવું અને જ્યાં પણ જરૂરી પરવાનગીઓ મેળવવાની હોય એ તાકીદે મેળવી લેવી અને મુદત મુજબ કામ પૂરું કરવાનું રહેશે.

 શિંદેએ અધિકારીઓને કહ્યું છે કે રૂ. 1.08 લાખ કરોડના ખર્ચવાળી મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે(High-speed railway) (બુલેટ ટ્રેન) (Bullet Train) યોજના માટે મહારાષ્ટ્ર સરકારને ભાગે જે જમીન અધિગ્રહણની જવાબદારી છે તે અંતર્ગત જમીન સંપાદન કરવા, વળતરની પ્રક્રિયા પૂરી કરવા અને જમીન ટ્રાન્સફર કરવાના કામો 30 સપ્ટેમ્બર સુધીમાં પૂરા કરવાના રહેશે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈના ગેરકાયદે બાંધકામને લઈને ભાજપના નેતાનો મુખ્ય પ્રધાનને પત્ર-કરી આ માંગણી

શિંદેના નિર્દેશો મહત્વપૂર્ણ છે કારણ કે પાલઘર જિલ્લામાંથી(Palghar District) લગભગ 159.07 હેક્ટર જમીનનો કબજો હજુ બાકી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાંથી કુલ 1396 હેક્ટર જમીનની જરૂર હતી. મહા વિકાસ આઘાડી સરકાર(Maha Vikas Aghadi Govt) દરમિયાન, કેન્દ્ર (Central Govt) સાથેના ઝઘડાને કારણે જમીન સંપાદન અટકી ગયું હતું.
 

August 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે

by Dr. Mayur Parikh April 2, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) આગામી વર્ષમાં સામાન્ય નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લગભગ 15,000થી વધુ ઘર બાંધવાની છે.

મ્હાડાના 2022-23નું 10,764.99 કરોડ રૂપિયાનું બજેટ છે. બજેટમાં મુંબઈ, પુણે, નાસિક, નાગપુર, અમરાવતી, ઔરંગાબાદ, કોંકણ પ્રાદેશિક બોર્ડ દ્વારા કુલ 15 હજાર 781 ફ્લેટ બનાવવાનો પ્રસ્તાવ છે. આ માટે બજેટમાં 7019.39 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

મુંબઈ બોર્ડ માટે 2022-23ના બજેટમાં રૂ. 3738.40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જ તેમાં 4,623 ફ્લેટ બાંધવાની દરખાસ્ત છે. બોર્ડે BDD પ્લોટની પુનઃવિકાસ યોજના માટે રૂ. 2132.34 કરોડ ફાળવ્યા છે. એન્ટોપ હિલ વડાલા ખાતે આવાસ યોજના માટે રૂ. 29 કરોડ, બોમ્બે ડાઇંગ મિલ વડાલા યોજના માટે રૂ. 64 કરોડ, કોપરી પવઇ ખાતે આવાસ યોજના માટે રૂ. 145.54 કરોડ, મગાથાણે બોરીવલી ખાતે આવાસ યોજના માટે રૂ. 50 કરોડ, ખડકપાડા દિંડોશી ખાતે આવાસ યોજના માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરી છે. 

આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! મુંબઈની આ સ્કૂલોમાં ભણાવાશે શેર બજારના પાઠ, જાણો વિગતે

કોંકણ બોર્ડ માટે વર્ષ 2022-23ના બજેટમાં રૂ.1971.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્તક નગર ખાતે પોલીસ કોલોનીના પુનઃવિકાસ માટે બજેટમાં રૂ.200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મફતલાલ (જિ. થાણે)માં જમીન સંપાદન અને જમીન વિકાસ માટે વર્ષ 2022-23ના બજેટમાં રૂ.1002.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

April 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં ઠેકાણા નથી પણ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ ફૂલ સ્પીડે, આટલા ટકા જમીનનું સંપાદન થઈ ગયું. ગુજરાત સરકારની જાહેરાત.

by Dr. Mayur Parikh March 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ગણાતી બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં ગોકળ ગતીએ ચાલી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 99.3 ચકા જેટલી જમીનનું સંપાદન થઈ ગયું હોવાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનને લઈને ઘોંચમાં પડ્યું છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે, તેથી કામમાં વિલંબ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી માત્ર 62 ટકા જમીનનું સંપાદન કરવામાં સફળતા મળી છે, તેની સામે ગુજરાતમાં અત્યાર સુધી આ પ્રોજેક્ટ માટે 99.3 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો :  સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની પેનલનો ચોંકાવનારો અહેવાલ.. દેશના આટલા ટકા ખેડૂતો રદ થયેલા નવા કૃષિ કાયદાનું સમર્થન કરતા હતા.. જાણો વિગતે

ગુજરાત સરકારે આપેલી માહિતી મુજબ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં 99.3 ટકા જમીનનું સંપાદન થયું છે. જમીન સંપાદન માટે અત્યાર સુધી વળતરરૂપે 2,934 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. 

ગુજરાતમાં અત્યાર સુધી 360.75 હેકટર જમીનનું સંપાદન કરવાનું છે, તેમાંથી અત્યાર સુધી 358.33 હેકટર જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે. 

March 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક