• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - late night
Tag:

late night

Police Register FIR Against Shilpa Shetty's Restaurant in Bengaluru, Know the Full Story
મનોરંજન

Shilpa Shetty: શિલ્પા શેટ્ટીના બિઝનેસમાં મુશ્કેલી: બૅન્ગ્લોરમાં રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR, જાણો શું છે આખો કેસ

by Zalak Parikh December 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shilpa Shetty: અભિનેત્રી શિલ્પા શેટ્ટી નું બૅન્ગ્લોર સ્થિત રેસ્ટોરન્ટ અને પબ ‘બાસ્ટિયન’ મુશ્કેલીમાં મુકાયું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ખુલ્લું રાખવા અને મોડી રાત સુધી પાર્ટીઓનું આયોજન કરવાના આરોપમાં પોલીસે રેસ્ટોરન્ટ વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ કાર્યવાહી એક વાયરલ વીડિયો સામે આવ્યા પછી કરવામાં આવી છે, જેમાં મોડી રાત્રે ગ્રાહકો વચ્ચે બોલાચાલી થતી જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar: જમ્મુ-કાશ્મીરમાં ‘ધુરંધર’ની સુનામી! ફિલ્મ જોવા થિયેટરોમાં ઉમટ્યું માનવ મહેરામણ, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી

મોડી રાત સુધી ખુલ્લું રહેવા બદલ FIR

અનેક મીડિયા રિપોર્ટ્સ મુજબ, બૅન્ગ્લોર પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માલિકીના ‘બાસ્ટિયન’ રેસ્ટોરન્ટ વિરુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ FIR દાખલ કરી છે. મુખ્ય આરોપ છે કે રેસ્ટોરન્ટ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર,  આ રેસ્ટોરન્ટ રાત્રે ૧:૩૦ વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું, જે સમયમર્યાદાનું ઉલ્લંઘન છે. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં રેસ્ટોરન્ટના મેનેજરો અને કર્મચારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ ફરિયાદ કુબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે, કારણ કે ‘બાસ્ટિયન’ રેસ્ટોરન્ટ શહેરના સેન્ટ માર્ક રોડ પર આવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Reporter (@tellyreporter)


આ પહેલા વીતેલા દિવસોમાં એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વીડિયો બૅન્ગ્લોર સ્થિત શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ ‘બાસ્ટિયન’ની બહારનો છે. વીડિયોમાં મોડી રાત્રે ગ્રાહકો વચ્ચે બોલાચાલી થતી જોવા મળી રહી હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વીડિયોની સમીક્ષા કર્યા પછી સ્વતઃ સંજ્ઞાન (suo motu) લેતા કેસ દાખલ કરવામાં આવ્યો છે , જેનાથી જાણવા મળ્યું કે પબ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ખુલ્લું હતું. તેમણે જણાવ્યું કે આ કાર્યવાહી નવા વર્ષ પહેલા પબ્સ પર કરવામાં આવી રહેલી વ્યાપક કાર્યવાહીનો એક ભાગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
malaika arora and amrita arora left father anil mehta house late night
મનોરંજન

Malaika arora: મોડી રાત્રે પિતા ના ઘરે થી નીકળી મલાઈકા અને અમૃતા અરોરા, બંને ને સહારો આપતા જોવા મળ્યા બોલિવૂડના આ સેલેબ્સ

by Zalak Parikh September 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Malaika arora: મલાઈકા અરોરા ના પિતા અનિલ મહેતા એ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના સમયે મલાઈકા અરોરા શહેરની બહાર હતી, તેને આ વાતની જાણ થતાં જ તે પોતાનું તમામ કામ છોડીને તેની માતા ના ઘરે પહોંચી ગઈ હતી. આ સમય દરમિયાન તેનો પરિવાર, નજીકના મિત્રો અને અર્જુન કપૂર અભિનેત્રી માટે સપોર્ટ બન્યા હતા. મલાઈકા અરોરા ના પિતા ના નિધન થી બોલિવૂડ હસ્તીઓ મલાઈકા ની માતા ના ઘરે પહોંચી હતી.દરમિયાન મલાઈકા નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી મોડી રાતે તેના પિતા ના ઘરે થી નીકળતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Sara tendulkar: બહેનપણીઓ સાથે પિકનિક પર પહોંચેલી સારા તેંડુલકર ના રંગ માં આ વસ્તુ એ પાડ્યો ભંગ, જુઓ વિડીયો

મલાઈકા નો સહારો બન્યો અર્જુન કપૂર 

મલાઈકા અરોરા મોડી રાત સુધી તેના પિતા અનિલ મહેતાના ઘરે હતી. મલાઈકા અને અમૃતા એ પોલીસ ને પોતાના નિવેદન નોંધાવ્યા હતા. તેમના તમામ નિવેદનો નોંધ્યા બાદ મલાઈકા અરોરા અને અમૃતા અરોરા મોડી રાત્રે પિતાના ઘરેથી નીકળ્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન મલાઈકા અને અમૃતા ના ચહેરા પર તેમના પિતા ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ પણે જોવા મળતું હતું. આ દરમિયાન કરીના કપૂર,કરિશ્મા કપૂર, મલાઈકાનો પુત્ર અરહાન, ટેરેન્સ લુઈસ, અમૃતાના પતિ શકીલ લડાક જોવા મળ્યા હતા. આ દરમિયાન અર્જુન કપૂર મલાઈકાને પૂરો સાથ આપતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


તમને જણાવી દઈએ કે, મલાઈકા ના પિતા અનિલ મહેતા એ આત્મહત્યા કરતા પહેલા તેમની બંને દીકરીઓ મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સાથે ફોન પર વાત કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Staying up late at night is dangerous for mental health! Know, how important is sleeping at the right time for health
સ્વાસ્થ્ય

Mental Health: માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક છે મોડી રાત સુધી જાગવું! જાણો, સ્વાસ્થ્ય માટે યોગ્ય સમયે સૂવું કેટલું જરૂરી છે?

by Hiral Meria November 10, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mental Health: બદલાતી જીવનશૈલી અને વ્યસ્ત દિનચર્યાના કારણે આજકાલ લોકોનું જીવન ખૂબ જ ફાસ્ટ થઈ ગયું છે. દિવસની ભાગદોડમાં લોકો ન તો યોગ્ય સમયે ખાઈ-પી શકતા હોય છે, ન તો તેઓ યોગ્ય સમયે સૂઈ શકતા હોય છે કે ન તો જાગી શકતા હોય છે. તે જ સમયે, ઘણા લોકો એવા હોય છે, જેમને રાત્રે મોડા ( late night ) સૂવાની ( Sleeping ) આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સમયસર સૂવું તમારા સ્વાસ્થ્ય ( Health ) માટે કેટલું જરૂરી છે? વાસ્તવમાં, ઊંઘનો ખોટો સમય તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે અને તેના કારણે તમે ઘણી બીમારીઓનો શિકાર બની શકો છો. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે સૂવાનો યોગ્ય સમય કયો હોઈ શકે અને સ્વાસ્થ્ય માટે યોગ્ય સમયે સૂવું કેટલું જરૂરી છે. આવો જાણીએ તેના વિશે…

યોગ્ય સમયે સૂવું મહત્ત્વપૂર્ણ-

જણાવી દઈએ કે, આપણું શરીર કુદરતી સર્કેડિયન રિધમ ( Natural circadian rhythm ) પર કામ કરવા માટે રચાયેલ છે અને તે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે સુમેળમાં કામ કરે છે. આ સિવાય સમયસર સૂવાથી સ્વસ્થ ઊંઘની પેટર્ન ( Sleep patterns ) જાળવવામાં મદદ મળે છે. બીજી તરફ ખોટા સમયે સૂવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી-

ખરેખર, આજકાલ ઘણા લોકો ઊંઘના અભાવે બિનજરૂરી ચિંતા અને ડિપ્રેશનનો શિકાર બને છે. આવી સ્થિતિમાં, સમયસર સૂવાથી આ સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળે છે. પૂરતી ઊંઘ લેવાથી આપણા માનસિક સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે અને તણાવ ઓછો થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે કાચા કેળા! આ બીમારીઓથી પણ રાખે છે દૂર.

ભૂખ પર નિયંત્રણ-

જણાવી દઈએ કે, જ્યારે આપણને સારી અને પૂરતી ઊંઘ નથી આવતી, ત્યારે આપણું શરીર ભૂખમરાના હોર્મોન ઘ્રેલિનનું વધુ ઉત્પાદન કરે છે અને લેપ્ટિન હોર્મોનનું ઉત્પાદન ઘટાડે છે, જેના કારણે વધુ પડતું ખાવાનું અને વજન વધવાનું જોખમ વધી જાય છે. પૂરતી ઊંઘ લેવાથી આ હોર્મોન્સને નિયંત્રિત કરવામાં અને હેલ્ધી ફૂડ ટેવ ખાવામાં મદદ મળે છે.

(Disclaimer: પ્રિય વાચકો, આ લેખમાં દર્શાવેલ તમામ સલાહ અને સૂચનાઓ માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ના લેવી જોઈએ. આ લેખમાં આપેલ તમામ માહિતી અને સૂચનાઓ અલગ-અલગ માધ્યમ અને સામગ્રીથી એકત્ર કરવામાં આવી છે. અમે તેની પુષ્ટિ કે દાવો કરતા નથી. જો તમારી પાસે કોઈ પ્રશ્નો, સમસ્યા અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

November 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં મોડી રાતના ફરવું એ કોઈ ગુનો નથી- કોર્ટે આરોપીને જાહેર કર્યો નિર્દોષ- જાણો વિગત

by Dr. Mayur Parikh June 21, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં(Mumbai) મોડી રાતે રસ્તા પર ફરવું કોઈ ગુનો નથી એવી ટિપ્પણી કરતા ગિરગાવની મેજિસ્ટ્રેટ કોર્ટે(Girgaon Magistrate Court) મોડી રાતે રસ્તા પર ફરનારા અને પોલીસને જોઈને ડરી જતા મોં પર રૂમાલ નાખી જાતને છુપાવનારા 29 વર્ષના યુવક મેજિસ્ટ્રેટ કોર્ટે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન યુવકને દોષમુક્ત કર્યો હતો. આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે, જો મુંબઈ શહેરમાં કર્ફ્યૂ(Curfew) ન લાગેલું હોય તો લોકો બહાર રસ્તા પર લેટ નાઈટ(Late night) સુધી ફરે તો તેને ગુનો માનવામાં આવશે નહીં.

મૂળ ઉત્તર પ્રદેશનો(Uttar Pradesh) 29 વર્ષનો સુમિત નામનો યુવક દક્ષિણ મુંબઈમાં(South Mumbai) એક રસ્તા પર બેઠો હતો. પોલીસ આવતા તેણે પોતાનું મોઢું ઢાંકી દીધું હતું. તેથી પોલીસને તેની સામે શંકા જતા તેને તાબામાં લીધો હતો. પોલીસે તેની સામે 13 જૂનના ગુનો(Crime) દાખલ કર્યો હતો. પોલીસે એવો દાવો કર્યો હતો કે આરોપી એક રસ્તા પર બેસીને રૂમાલની મદદથી પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. યુવક સામે કલમ 122-બી અંતર્ગત ગુનો(Underlying crime) દાખલ કરવામાં આવ્યો હતો. આ કલમ ત્યારે લાગુ થાય જ્યારે સૂર્યાસ્ત બાદ અને સૂર્યોદય પહેલા કોઈ ગુનો કરવાના ઈરાદાથી પોતાનો ચહેરો ઢાંકે છે.

આ સમાચાર પણ વાંચો : BMC પોતાના નિર્ણય પર મક્કમ- મુંબઈમાં દુકાનોના નામના પાટિયાં મરાઠીમાં કરવા માટે મુદત વધારવાનો પાલિકાનો સાફ ઇનકાર- આ તારીખથી થશે કાર્યવાહી- જાણો વિગત

આ મામલો ગિરગાંવની મેટ્રોપોલિટન(Metropolitan) મેજિસ્ટ્રેટની અદાલતમાં પહોંચ્યો ત્યારે કોર્ટે 16 જૂનના રોજ આદેશ આપીને આરોપીને દોષમુક્ત જાહેર કર્યો હતો.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આરોપીની ધરપકડ રાતે આશરે 1.30 વાગ્યે થઈ હતી. મુંબઈ જેવા શહેરમાં આ ટાઇમ લેટ માનવામાં આવે નહીં. રસ્તા પર કોઈ પણ ઊભું રહી શકે, એવામાં તે ગુનો કરવાની મનશાથી મોં ઢાંકે(face cover) એવું માની શકાય નહીં. જો એ માની લેવામાં આવે કે રાતના દોઢ વાગ્યાનો સમય ખૂબ જ મોડો છે તો પણ રસ્તા પર ફરવું એ ક્રાઈમ નથી. જોકે, મુંબઈમાં નાઈટ કર્ફ્યૂ(Night Curfew) નહોતું તો આરોપી રસ્તા પર ઊભો હતો તેને ગુનો માની શકાય નહીં
 

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈગરાને માફક આવી ગઈ બેસ્ટની નાઈટ બસ. પ્રવાસીઓનો ભરપૂર પ્રતિસાદ, બસની ફેરીઓ વધશે. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 12, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક જાગતી રહેતી મુંબઈનગરીના લોકો માટે બેસ્ટ ઉપક્રમે ગયા અઠવાડિયાથી નાઈટ બસ દોડાવાનું ચાલુ કર્યું છે. રાતના 12 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીના સમયગાળા માટે બસ દોડાવામાં આવે છે, જેને મુંબઈગરા તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી આગામી દિવસોમાં રાતના દોડાવવામાં આવતી બસની સંખ્યામાં વધારો કરવાનો સંકેત બેસ્ટ ઉપક્રમે આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :લો બોલો!! મુંબઈની એસી લોકલના ટિકિટના દર ઘટાડવા આ સંસ્થાએ આપી આંદોલનની ચીમકી..જાણો વિગતે

મુંબઈમાં મોડી રાત સુધી ઓફિસમાં કામ કરનારા મુંબઈગરા માટે લોકલ ટ્રેન બંધ થયા બાદ ઘરે જવાનો વિકલ્પ ઓટોરિક્ષા અને કાલી-પીલી ટેક્સી, ખાનગી ટેક્સી સિવાય નહોતો. જોકે મોડી રાત સુધી કામ કરનારા માટે બેસ્ટ પ્રશાસને રાતના 12થી સવારના પાંચ વાગ્યા સુધી બેસ્ટની બસ દોડવાનું ચાલુ કર્યું છે.

હાલના તબક્કે મુંબઈમાં જુદા જુદા છ રૂટ પર 12 બસ દોડાવવામાં આવી રહી છે. આ બસનું ભાડું પણ દિવસના ભાડા સમાન જ છે. રાતના દર કલાકે એક બસ ઉપાડવામાં આવે છે અને જુદા જુદા રૂટ પર દોડે છે, જે ઇલેક્ટ્રિક હાઉસ, માહિમ બસ ડેપો, રાણી લક્ષ્મીબાઈ ચોક(સાયન) અને બૅક બેથી બસ શરૂ થાય છે, જે માહિમ, પોઈસર, સાયન, મુલુંડ અને બોરીવલી વાયા મુંબઈ એરપોર્ટ થઈને જતી હોય છે. 

બેસ્ટના અધિકારીના કહેવા મુજબ છ રૂટ પર દોડતી બસમાં સૌથી વધુ રિસ્પોન્સ માહિમ બસ ડેપોથી બોરીવલી સુધીના રૂટ પર દોડતી સી-440 બસને મળ્યો છે. ત્યારબાદ બૅક-બે અને સાયન સ્ટેશન વચ્ચે દોડતી સી-305ને મળ્યો છે.

March 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

રાત્રે ઘરે મોડા આવો છો. હવે ચિંતા નહીં કરતા. બેસ્ટની બસ 24 કલાક ચાલશે. જાણો શું છે નવી સુવિધા…

by Dr. Mayur Parikh March 5, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ, 2022,

શનિવાર, 

મોડી રાત સુધી ઓફિસે કામ કરનારાઓને લોકલ સેવાની છેલ્લી ટ્રેન છૂટી ગયા બાદ ઘરે પાછા ફરવામાં ભારે મુશ્કેલી થાય છે. તેથી આવા લોકો માટે આનંદના સમાચાર છે. મુંબઈમાં હવે 24 કલાક બેસ્ટની બસ દોડવાની છે.

બેસ્ટ ઉપક્રમે રાતના ૧૨ વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી સ્પેશિયલ બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. દર કલાકે એક સ્પેશિયલ બસ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં દોડાવવામાં આવશે. તેથી મોડી રાત સુધી કામ કરનારાઓને બેસ્ટની બસ ઉપયોગી સાબિત થશે.

લોકલ ટ્રેન રાતના બંધ થયા બાદ કામ પર રહેલા ખાસ કરીને હોસ્પિટલ, હોટલ, એરપોર્ટ જેવા જુદાં જુદાં સ્થળે કામ કરનારા કર્મચારીઓને તેમના ઘરે પહોંચવા રિક્ષા અને ટેક્સી સિવાય અન્ય કોઈ સાધન ઉપલબ્ધ હોતું નથી. તેથી આવા પ્રવાસીઓની અગવડને ધ્યાનમાં રાખીને રાતના બાર વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી સ્પેશિયલ બસ દોડશે. દર એક કલાકે અમુક રૂટ પર આ સ્પેશિયલ બસની સેવા ઉપલબ્ધ થશે.

આ તારીખથી મુંબઈમાં ગરમીના ઉકળાટથી રાહત મળશે. હવામાન વિભાગનો આ છે વરતારો…

બસ નંબર એક- ઈલેક્ટ્રિક હાઉસથી માહીમ વચ્ચે, બસ નંબર 66 લિમિટેડ- ઇલેક્ટ્રિક હાઉસથી રાણી લક્ષ્મીબાઈ ચોક, બસ નંબર 202 લિમિટેડ – માહીમ બસ સ્ટોપથી બોઈસર આગર, બસ નંબર 302-  રાણી લક્ષ્મીબાઈ ચોકથી મહારાણા પ્રતાપ ચોક (મુલુંડ),  બસ નંબર 305- બૅંક બે ડેપોથી રાણી લક્ષ્મીબાઈ ચોક,  બસ નંબર 440 લિમિટેડ માહિમ બસ ડેપોથી બોરીવલી સ્ટેશન (પૂર્વ) વચ્ચે વાયા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટ. 

આ રૂટ પર સોમવાર સાત માર્ચથી નોન-એસી બસ દોડશે. પ્રવાસીઓ રાતના સમયે આ બસને હાથ બતાવીને રોકી શકશે. 

March 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક