• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - launch - Page 3
Tag:

launch

Poco F5 Pro 5G
ગેઝેટ

આજે લોન્ચ Poco F5 Pro 5G થશે, જાણો ડિસ્પ્લે, પ્રોસેસર ફિચર્સ અને કિંમત

by NewsContinuous Bureau November 1, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

સ્માર્ટફોન બ્રાન્ડ પોકોએ તેના નવા મિડ રેન્જ સ્માર્ટફોન સિરીઝ Poco F5 seriesને ભારતમાં લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ સિરીઝ 2 નવેમ્બરએ ભારતીય માર્કેટ સહિત ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે, સિરીઝ અંતર્ગત Poco F5 5G અને Poco F5 Pro 5Gને લોન્ચ કરાશે. લોન્ચિંગ પહેલાં જ Poco F5 Pro 5Gની માહિતી સામે આવી છે. કંપનીએ ખુદ ફોનની માહિતી શેર કરી છે. કંપનીએ Poco F5 Pro 5Gની ડિસ્પ્લે સ્પેસિફિકેશનનો ખુલાસો કરાયો છે. ફોનના બેક પેનલ પર LED ફ્લેશની સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે.

 

પોકોએ તેના ઓફિશિયલ ટ્વિટર પેજ દ્વારા આગામી Poco F5 Pro 5Gની ડિસ્પ્લે(display) ફીચર્સની માહિતીને ટીઝ કરી છે. ફોન WQHD+ ડિસ્પ્લેથી સજ્જ હશે. ફોનના ટીઝર પરથી સમજી શકાય છે કે, ફોનના ફ્રન્ટમાં પંચહોલ કેમેરો હશે. તો ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને બેક પેનલ પર એક કેમેરા આઇલેન્ડની સાથે LED ફ્લેશનો સપોર્ટ મળશે. આ સિરીઝ અંગે દાવો કરવામાં આવ્યો છે કે, 30 હજારથી ઓછી કિંમત હશે.

 

હાલમાં જ આવેલાં એક રિપોર્ટ મુજબ, Poco F5 Proમાં 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જે 3200 x 1440 પિક્સલ રિઝોલ્યૂએશન અને 120Hz રિફ્રેસ રેટ સાથે આવે છે. તો ફોનમાં ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 8+ Gen 1 પ્રોસેસર (processor) અને 12GB રેમ અને 256GB સુધીનું ઓનબોર્જ સ્ટોરેજ હોય એવી શક્યતા છે. ફોનમાં 5,160mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

 

લોન્ચિંગ પહેલાં કંપનીએ કન્ફર્મ કર્યું છે કે, Poco F5ને Snapdragon 7+ Gen 2 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે. Poco F5 અંગે પોકો ઇન્ડિયાએ હાલમાં જ એક ટીઝર વીડિયો પણ શરે કર્યો હતો. Poco F5ની સાથે 12જીબી રેમ પણ મળી શકે છે. આ ઉપરાંત ફોનને 256 જીબી સુધીના સ્ટોરેજ સાથે લોન્ચ(launch) કરવામાં આવ્યો.  આ ફોનની કિંમત (price) ₹ 36,890 હોવાની શક્યતા છે. 

 

આ સમાચાર પણ વાંચોઃ Vivo X90S આકર્ષક ફીચર્સ ની સાથે લોન્ચ, જેમાં મળશે જબરદસ્ત લુક, જાણો શું હશે કિંમત?
November 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
TATA Group to make iphone
ગેઝેટ

હવે ભારતીય કંપની ટાટા ગ્લોબલ માર્કેટ માટે iPhone બનાવશે, કંપનીનું વેલ્યુએશન 600 મિલિયન ડોલર આસપાસ- વાંચો વિગત

by NewsContinuous Bureau October 28, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

ટાટા ગ્રુપ ટૂંક સમયમાં આઈફોનનું મેન્યુફેક્ચરિંગ શરુ કરશે. કંપની લોકલ અને ગ્લોબલ માર્કેટ(Global Market) બંને માટે iPhoneનું મેન્યુફેક્ચરિંગ શરુ કરશે. તેની જાણકારી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે આપી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, હવે ટાટા(TATA Group)ભારતમાં આઈફોનનું મેન્યુરફેક્ચરિંગ કરી શકશે, આ ફક્ત અઢી વર્ષમાં થયું છે.

 

PM @narendramodi Ji’s visionary PLI scheme has already propelled India into becoming a trusted & major hub for smartphone manufacturing and exports.

Now within just two and a half years, @TataCompanies will now start making iPhones from India for domestic and global markets from… pic.twitter.com/kLryhY7pvL

— Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) October 27, 2023

સોશિયલ મીડિયા પર આપી માહિતી

રાજીવ ચંદ્રશેખરે તેના વિશે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી છે. જ્યાં પહેલા દુનિયાભરમાં વેચાતા મોટા ભાગના આઈફોન ચાઈનામાં મેન્યુફેક્ચર થતા હતા. તે હવે ભારતમાં ધીમે ધીમે આઈફોનનું મેન્યુફેક્ચરિંગ(Manufacturing) થવા લાગશે. જો કે, થોડા સમય પહેલા સુધી ભારતમાં જુના આઈફોન મોડલ્સને એસેંબલ કરવામાં આવી રહ્યા હતા.

 

કંપનીનું વેલ્યુએશન 600 મિલિયન ડોલર આસપાસ છે

વિસ્ટ્રોન ફેક્ટરીનું વેલ્યુએશન(Valuation) 600 મિલિયન ડોલર આસપાસ છે. આ ડીલ અંગે લગભગ એક વર્ષથી વાતચીત ચાલી રહી હતી. આ ફેક્ટરી iPhone 14 મોડલના ઉત્પાદન માટે જાણીતી છે. આ ફેક્ટરીમાં 10,000 થી વધુ લોકો કામ કરે છે.

 

iPhone 15 સિરીઝ 12 સપ્ટેમ્બરના રોજ લૉન્ચ કરવામાં આવી 

કેલિફોર્નિયાની ટેક કંપની એપલે 12 સપ્ટેમ્બરે તેની Wanderlust ઇવેન્ટમાં iPhone 15 સિરીઝને રૂ. 79,990ની શરૂઆતની કિંમતે લૉન્ચ(launch) કરી હતી. કંપનીએ વોચ સીરીઝ 9 અને વોચ અલ્ટ્રા 2 પણ રજૂ કરી છે. 

 

ટાઇટેનિયમનો ઉપયોગ

આ વખતે iPhone-15માં 48-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે. iPhone 15 અને 15 Plusમાં A16 Bionic ચિપ આપવામાં આવી છે. તે જ સમયે, A17 Pro ચિપ iPhone 15 Pro અને Pro Maxમાં ઉપલબ્ધ થશે. પ્રો મોડલ્સની બોડીમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

આ સમાચાર પણ વાંચોઃ આ છે દુનિયાનું સૌથી અનોખું ગામ, જ્યાં તમામ લોકો જમીનની અંદર ઘર બનાવીને રહે છે- વાંચો આ રોચક જગ્યા વિશે

October 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Honda Rebel 500
ઓટોમોબાઈલ

આ દિવસે ભારતમાં લોન્ચ થશે Honda Rebel 500, જાણો બાઇકના ફિચર્સ અને કિંમત

by NewsContinuous Bureau October 27, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

હોન્ડાની રેબેલ 500 (Rebel 500)બાઇકનું નામ પણ આ મહિનામાં આવે છે. જો આપણે એન્જિન પાવર પર નજર કરીએ, તો તેમાં 471 cc લિક્વિડ-કૂલ્ડ સમાંતર ટ્વીન-સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 8500rpm પર 46.2PSનો પાવર અને 6000rpm પર 43.3Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ઉપરાંત, ટ્રાન્સમિશનમાં છ-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચ ઉમેરવામાં આવ્યા છે.

 

Honda Rebel 500 ભારતમાં લોન્ચ થશે

Honda તેની રિબેલ 500ને જૂન 2024ના રોજની પ્રારંભિક કિંમતે ક્રૂઝર બાઇક(cruiser bike) તરીકે લોન્ચ(launch) કરવા જઈ રહી છે. ભારતમાં 4.50 લાખની અંદાજે કિંમત હશે, સાથે Rebel 500માં છ સ્પીડ ગિયરબોક્સ હશે.

 

Honda Rebel 500 ક્યારે બહાર આવશે?

Honda CMX500 Rebel જેને Honda CMX500 અથવા Honda Rebel 500 તરીકે પણ ઓળખવામાં આવે છે, એ જાપાનીઝ કંપની Honda દ્વારા બનાવવામાં આવેલી મોટરસાઇકલ છે. મોડલ નવેમ્બર 2016 માં લોંગ બીચ, કેલિફોર્નિયામાં રજૂ કરવામાં આવ્યું હતું અને 2017 થી વેચાઈ રહ્યું છે.

 

શું રિબેલ 500 સિંગલ સિલિન્ડર છે?

471cc, 8V પેરેલલ ટ્વીન-સિલિન્ડર એન્જિન(Parallel twin-cylinder engine) દ્વારા સંચાલિત, સરળ, લાઇનર પાવર સાથે, 34kW પિક પર.

 

આ સમાચાર પણ વાંચોઃ Yamaha R3 2023: પ્રીમિયમ મોટરસાઇકલ યામાહા આર 3ની બુકિંગ ડિલરશિપ શરુ, જાણો ફિચર્સ અને એન્જીન પાવર વિશે

October 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yamaha R3
ઓટોમોબાઈલ

Yamaha R3 2023: પ્રીમિયમ મોટરસાઇકલ યામાહા આર 3ની બુકિંગ ડિલરશિપ શરુ, જાણો ફિચર્સ અને એન્જીન પાવર વિશે

by NewsContinuous Bureau October 27, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

યામાહા ઈન્ડિયા(Yamaha India)એ તાજેતરમાં ડીલરશીપ ઈવેન્ટમાં MT-03, R7, MT-07, MT-09, R1M અને R3 જેવી તેની કેટલીક ઉચ્ચ પ્રદર્શન મોટરસાઈકલોનું પ્રદર્શન કર્યું હતું. જો કે હજુ આ મોટરસાઇકલના લોન્ચિંગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી, કેટલાક ડીલરશીપ્સે Yamaha R3 માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે.

 

શું થયો છે બદલાવ

નવા મોડલ વર્ષ માટે 2023 Yamaha R3 માં કેટલાક નાના ફેરફારો થયા છે. અપડેટેડ મોડલને નવા સ્લીક LED ઈન્ડિકેટર્સ મળે છે જે મોટી યામાહા મોટરસાઈકલ(Yamaha Bike)ના સમાન હોય છે. વધુમાં, ત્યાં એક નવો જાંબલી શેડ છે જે તરત જ તમારું ધ્યાન ખેંચે છે. આ મોડલ કમ્પ્લીટલી નોક્ડ ડાઉન (CKD) રૂટ સાથે આવે તેવી શક્યતા છે.

 

એન્જિન પાવર

2023 યામાહા R3 સમાન 321cc પૈરલલ-ટ્વીન એન્જિન મેળવે છે. આ એન્જિન 10,750 rpm પર 41 bhpનો પાવર અને 9,000 rpm પર 29.5 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન(engine power) સાથે 6-સ્પીડ ગિયરબોક્સ ઉપલબ્ધ છે. બાઇકને ડાયમંડ ફ્રેમ મળે છે અને સસ્પેન્શન માટે, તે 37 mm USD ફ્રન્ટ ફોર્ક્સ અને KYB તરફથી પાછળના ભાગમાં પ્રી-લોડેડ એડજસ્ટેબલ મોનોશોક સાથે આવે છે.

 

ફીચર્સ 

બાઇકની અન્ય હાર્ડવેર(Features) વિગતો વિશે વાત કરીએ તો, તેમાં ઓલ-LED લાઇટિંગ, LCD ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, સ્લિપર ક્લચ, ડ્યુઅલ-ચેનલ ABS અને વધુનો સમાવેશ થાય છે. R3 હંમેશાથી વધુ આરામદાયક અર્ગનોમિક્સ અને ફ્રી-રિવિંગ એન્જિન સાથેની સ્પોર્ટ ટુરર બાઇક રહી છે, જે તેને લાંબા અંતરની ઉત્તમ બાઇક બનાવે છે. ભારતમાં અગાઉ વેચાયેલા મૉડલની સરખામણીમાં, નવા R3માં પહેલેથી જ બ્રાન્ડની મોટી R7 મોટરસાઇકલની ડિઝાઇન(Motorcycle design)માં ફેરફારો છે.

 

યામાહા R3ની કિંમત 

યામાહા R3ની કિંમત અંદાજે 3. 51 લાખ જણાવવામાં આવી રહી છે. ભારતમાં આ બાઇક ડિસેમ્બર 2023માં લોન્ચ(launch) થશે.

આ સમાચાર પણ વાંચોઃ શરદ પૂર્ણિમા એટલે કે કોજાગરી પૂર્ણિમા પર આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, જાણો પૂજન મુહુર્ત

October 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vivo Y200 5G
ગેઝેટ

Vivo Y200 5G સ્માર્ટફોન થયો લોન્ચ, જાણો આકર્ષક ફિચર્સ અને કિંમત

by NewsContinuous Bureau October 24, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

ટેક કંપની Vivo તેનો બજેટ સ્માર્ટફોન Vivo Y200 5G 23 ઓક્ટોબરે લોન્ચ કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર Vivo Y200નું ટીઝર રિલીઝ કર્યું છે અને તેની લોન્ચ તારીખ વિશે માહિતી આપી છે. કંપની આ સ્માર્ટફોનને ભારતીય બજારમાં સિંગલ સ્ટોરેજ વેરિયન્ટ 8GB/256GBમાં લોન્ચ કરી શકે છે, જેની અંદાજિત કિંમત ₹21,999 હોઈ શકે છે.
કંપની દ્વારા સોશિયલ મીડિયા(Social media) પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં આ સ્માર્ટફોન બે કલર્સ ‘ઓપ્શન જંગલ ગ્રીન અને ડેઝર્ટ ગોલ્ડ’માં દેખાઈ રહ્યો છે. આ સિવાય બેક પેનલ પર કેમેરા સેટઅપ સાથે ‘ઓરા લાઇટ OIS પોટ્રેટ’ દેખાય છે.

Dive into the future with the all-new vivo Y200 5G: where innovation meets style!

Launching on 23rd October. Know more https://t.co/Mvp38dMyyb#vivoY200 #5G #SpreadYourAura #ItsMyStyle #vivoYSeries pic.twitter.com/RhECyR4MMu

— vivo India (@Vivo_India) October 16, 2023

લોન્ચ(launch) ડેટ અને કલર ઓપ્શન સિવાય કંપનીએ હજુ સુધી આ ફોન વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. જોકે, મીડિયા રિપોર્ટ્સમાં સ્માર્ટફોનના અંદાજિત સ્પેસિફિકેશન વિશે ઘણી માહિતી સામે આવી છે. આ અહેવાલો અનુસાર, ચાલો જાણીએ સ્માર્ટફોનની વિશિષ્ટતાઓ વિશે.

Vivo Y200 5G: અંદાજિત સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનમાં Vivo Y200 5G સ્માર્ટફોન 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67 ઇંચ FHD AMOLED ડિસ્પ્લે મેળવી શકે છે. આ ફોનમાં ફોટોગ્રાફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 64MP + 2MP રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપની આ ફોન(smartphone)માં 16MP ફ્રન્ટ કેમેરા આપી શકે છે.
હાર્ડવેર અને સોફ્ટવેરની વાત કરીએ તો પર્ફોર્મન્સ માટે ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 4 જનરલ-1 પ્રોસેસર આપવામાં આવી શકે છે, જે એન્ડ્રોઇડ-13 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.
રિપોર્ટ્સ અનુસાર, પાવર બેકઅપ માટે, Vivo Y200 5G માં 44W ફાસ્ટ ચાર્જિંગ સાથે 4800 mAh બેટરી આપવામાં આવી શકે છે. Vivo Y200 5G ફોન 8GB રેમ સાથે 256GB સ્ટોરેજ ક્ષમતા મેળવી શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ Dashera Special: લોકો દશેરા પર કેમ ખાય છે ફાફડા-જલેબી? જાણો તેની પાછળની માન્યતા અને વૈજ્ઞાનિક કારણ

October 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
hero xpulse 400 launch 2023
ઓટોમોબાઈલ

આજે થઇ Hero Xpulse 400 લોન્ચ, જાણો આ બાઇકના ફિચર્સ અને ખાસિયત

by NewsContinuous Bureau October 23, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Hero Xpulse 400: લાગે છે કે Hero MotoCorp તેના ઘણા નવા મોડલ્સ સાથે ભારતમાં માર્કેટ(launch)માં ધૂમ મચાવશે. ગયા વર્ષે Hero XPulse 200, XPulse 200 4V અને XPulse 200T મોડલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મળેલી માહિતી અનુસાર, આ XPulse 400 મોડલ છે, જે પોર્ટફોલિયોમાં XPulse 200 4Vથી ઉપર આવશે. તો આવો જાણીએ આ બાઇક વિશે.

પાવર ટ્રેનની જાણકારી 

અગાઉ XPulse 400 બાઇક વિશેની માહિતી સોશિયલ મીડિયા પર લીક થઈ હતી, જે જણાવ્યા અનુસાર, આ ડ્યુઅલ-પર્પઝ બાઇક 421cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલિંગ એન્જિનથી પાવર ડ્રો કરશે. આ ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન હશે. તે 35Nm ના ટોર્ક આઉટપુટ સાથે લગભગ 40bhp ની શક્તિ ધરાવશે. બાઇકમાં ડબલ ઓવરહેડ કેમ સેટઅપ રાખી શકાય છે. તેને નવી ચેસિસ અને હળવા વજનની ટ્રેલીસ ફ્રેમ આપવામાં આવે તેવી પણ શક્યતા છે.

ટૂરર બાઇકની જેવો હશે લુક

દેખાવ વિશે વાત કરીએ તો, XPulse 400 પણ અન્ય આવનારી બાઇક્સની જેમ ટુરર બાઇક(Tourer bike)હોવાની અપેક્ષા છે. આ બાઇકમાં ઉભેલા હેન્ડલબાર અને એગ્રેસિવ હેડલેમ્પ કાઉલ તેમજ ઓફ-રોડ ટાયર અને LED હેડલાઇટ્સ આપવામાં આવી છે. 

XPulse 200T ના ફીચર્સ (Features of the bike)પણ આવ્યા સામે

હીરો નવી 200T બાઇક પર પણ કામ કરી રહી છે. આ બાઇક ચાર-વાલ્વ, એર-કૂલ્ડ એન્જિન સાથે આવી શકે છે. જે 19.1PSનો પાવર અને 17.35Nmનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ગોળાકાર એલઇડી હેડલાઇટ અને બ્લેક આઉટ ફોર્ક પર નવા ગેઇટર્સ, ટર્ન બાય ટર્ન નેવિગેશન, બ્લૂટૂથ કનેક્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચોઃ Kanya Pujan: નવરાત્રીમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન, જાણો ધાર્મિક મહત્વ અને કન્યા પૂજનની સાચી પદ્ધતિ

October 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.
સુરત

CM Housing Scheme: શહેરના જહાંગીરાબાદ અને પાંડેસરા ખાતે રૂ.૧૩૧.૮૪ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા ‘મુખ્યમંત્રી ગૃહ યોજના’ના ૧૬૧૧ અત્યાધુનિક સુવિધાયુક્ત આવાસોનું લોકાર્પણ કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

by Hiral Meria October 22, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

CM Housing Scheme: સુરત ( Surat ) શહેરના જહાંગીરાબાદ ( Jahangirabad )  ખાતે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ( Minister of Finance Power and Petrochemicals ) શ્રી કનુભાઈ દેસાઈએ ( Shri Kanubhai Desai ) રૂ.૧૩૧.૮૪ કરોડમાં નવનિર્મિત ગુજરાત હાઉસિંગ બોર્ડના ( Gujarat Housing Board ) ‘મુખ્યમંત્રી ગૃહ યોજના’ના નવનિર્મિત આધુનિક સુવિધાયુક્ત ૧૬૧૧ આવાસોનું લોકાર્પણ ( launch ) કર્યું હતું. જેમાં જહાંગીરાબાદ ખાતેના L.I.Gના ૧૨૪૦, L.I.G – ૨ ના ૩૧૩ તથા પાંડેસરાના L.I.Gના ૫૯ પ્રકારના આવાસોનો સમાવેશ થાય છે. ગૃહપ્રવેશનાં પ્રતીકરૂપે મંત્રીશ્રીએ લાભાર્થીઓને ઘરની ચાવી સોંપી નવી શરૂઆત માટે શુભાશિષ આપ્યા હતા.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

            આ પ્રસંગે પોતાનું ઘર મેળવનારા લાભાર્થીઓને અભિનંદન પાઠવતા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ મિની ભારત સમાં સુરતમાં વસતા લાખો શહેરીજનોને અપાતી સુવિધાઓ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે, શહેરીકરણના હિતમાં ઝૂંપડપટ્ટી નિવારણ હેતુથી મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ પાકા અને તમામ સુવિધાથી સજ્જ આધુનિક અફોર્ડેબલ હાઉસીંગની યોજનાનો દેશભરમાં અમલ કરાયો છે. જે થકી ગરીબ અને મધ્યમવર્ગીય લોકોનું પોતીકા ઘરના ઘરનું સ્વપ્ન સાકારિત થઈ રહ્યું છે.  

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

         વધુમાં તેમણે જણાવ્યું કે, ૨૪ કલાક વીજળી મળવાથી ડબલ એન્જિનની સરકારે ઉત્તરોઉત્તર ઉદ્યોગો, આરોગ્ય, રોજગારી, શિક્ષણ, પાણી, રહેઠાણ અને અનાજને લગતી અનેકવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે. ભવિષ્યમાં પણ આ જ રીતે કાર્ય કરવાની રાજ્ય સરકારની કટિબદ્ધતા મંત્રીએ દર્શાવી હતી.  

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

            પવિત્ર નવરાત્રિ પર્વની સાતમે નવા આવાસો રૂપી ભેટ મેળવતા પરિવારોને મંત્રીશ્રી દર્શનાબેન જરાદોશે સુખ શાંતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ઘરના ઘરનું સ્વપ્ન સૌ કોઈની પ્રાથમિકતા હોય છે. સ્ત્રી લાભાર્થીઓના નામે આવાસો ફાળવવાના કારણે મહિલાઓ આત્મસન્માનની લાગણી અનુભવી રહી છે. તેમણે કહ્યું કે, કમ્યુનિટી લિવિંગની સાથે અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં હાઉસીંગ યોજના સફળ નીવડી છે. સમયાંતરે અમલમાં આવતી કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જરૂરિયાતમંદ નાગરિકોના જીવનમાં ઉજાશ પાથરી રહી છે. સ્વચ્છ અને સ્માર્ટ સિટી સાથે સુરત હવે બેસ્ટ લિવેબલ સિટીની ઉપમા ધરાવે છે. આ સંદર્ભે મંત્રીશ્રીએ દરેક નાગરિકને હળીમળીને રહેવા તેમજ દૈનિક ધોરણે  સ્વચ્છતાનો અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.   

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

 

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

આ સમાચાર પણ વાંચો : SGCCIના ૮૪મા સ્થાપના દિને કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે મિશન ૮૪ અંતર્ગત ઈન્ટરનેશનલ ઓનલાઈન પ્લેટફોર્મનું લોન્ચીંગ

 

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

               ધારાસભ્યશ્રી પુર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે. વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો બનાવી રહી છે જેથી મધ્યમવર્ગીય પરિવારોને સસ્તાદરે આવાસો મળી રહ્યા છે.   

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

                નોંધનીય છે કે, ૧૧ થી ૧૨ લાખની નજીવી કિમતે મળવાપાત્ર આ આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચરલ અને માયવન ડિઝાઇન આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, બાહ્ય તેમજ આંતરિક પાણી પુરવઠા કનેક્શન, સોલાર સિસ્ટમ, વરસાદી પાણી સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા, કેમ્પસ ગાર્ડનિંગ, લેન્ડ સ્ક્રેપીંગ,ડિજિટલ જનરેટર તેમજ કેમ્પસમાં સોલાર સંચાલિત સ્ટ્રીટ જેવી બાહ્ય સુવિધાઓથી સજ્જ છે.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

                  આ અવસરે સાંસદશ્રી સી. આર. પાટીલ,  વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યો સંદીપભાઈ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, પૂર્વ ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, નાયબ કમિશનર કુલદીપ ભાઈ, હાઉસિંગ કમિશનર એસ.પી.વસાવા, કોર્પોરેટરશ્રી ગૌરી બેન સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under 'Mukhyamantri Griha Yojana' at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

Finance Minister Kanubhai Desai inaugurating 1,611 state-of-the-art facilities under ‘Mukhyamantri Griha Yojana’ at a cost of Rs.131.84 crore at Jahangirabad and Pandesara in the city.

October 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prime Minister Shri To Launch 511 Pramod Mahajan Rural Skill Development Centers in Maharashtra on 19th October
રાજ્ય

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી આજે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરશે

by Hiral Meria October 18, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Prime Minister: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) આજે બપોરે 4:30 વાગ્યે વીડિયો કૉન્ફરન્સિંગ ( Video Conferencing ) દ્વારા મહારાષ્ટ્રમાં ( Maharashtra ) 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ( Pramod Mahajan Rural Skill Development Centres )  લોકાર્પણ ( launch ) કરશે. મહારાષ્ટ્રના 34 ગ્રામીણ જિલ્લાઓમાં આ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે.

 ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો ગ્રામીણ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે વિવિધ ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો યોજશે. દરેક કેન્દ્ર ઓછામાં ઓછા બે વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં લગભગ 100 યુવાનોને તાલીમ આપશે. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ હેઠળ સૂચિબદ્ધ ઉદ્યોગ ભાગીદારો અને એજન્સીઓ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ કેન્દ્રોની સ્થાપનાથી પ્રદેશને વધુ સક્ષમ અને કુશળ માનવશક્તિ વિકસાવવા માટે નોંધપાત્ર પ્રગતિ કરવામાં મદદ મળશે.

આ સમાચાર પણ વાંચો :  President: રાષ્ટ્રપતિએ બિહારના ચોથા કૃષિ રોડ મેપનું લોકાર્પણ કર્યું. 

October 18, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vishwakarma Jayanti: PM Narendra modi will launch 'PM Vishwakarma' for traditional artisans On Vishwakarma Jayanti
દેશ

Vishwakarma Jayanti: વિશ્વકર્મા જયંતીના અવસરે, 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ પ્રધાનમંત્રી પરંપરાગત કારીગરો અને કસબીઓ માટે ‘પીએમ વિશ્વકર્મા’ લોન્ચ કરશે

by Hiral Meria September 15, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Vishwakarma Jayanti: વિશ્વકર્મા જયંતી ( Vishwakarma Jayanti ) નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Narendra modi ) 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11 વાગ્યે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે “પીએમ વિશ્વકર્મા” ( PM Vishwakarma ) નામની નવી યોજના લોન્ચ ( Launch ) કરશે.

પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને ટેકો આપવા પર પ્રધાનમંત્રીનું સતત ધ્યાન રહ્યું છે. આ ફોકસ માત્ર કારીગરો ( traditional artisans ) અને કસબીઓને આર્થિક રીતે ટેકો આપવાની ઇચ્છાથી પ્રેરિત છે પરંતુ વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા અને સ્થાનિક ઉત્પાદનો, કળા અને હસ્તકલા દ્વારા ખીલી ઉઠે એવો ઈરાદો પણ છે.

પીએમ વિશ્વકર્માને 13,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ, વિશ્વકર્મા બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા વિના મૂલ્યે નોંધણી કરવામાં આવશે. તેઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ID કાર્ડ, મૂળભૂત અને અદ્યતન તાલીમ સાથે સંકળાયેલ કૌશલ્ય અપગ્રેડેશન, ₹15,000 નું ટૂલકિટ પ્રોત્સાહન, ₹1 લાખ (પ્રથમ હપ્તા) અને ₹2 લાખ (બીજા હપ્તા) સુધીની કોલેટરલ-ફ્રી ક્રેડિટ સપોર્ટ, 5% ના રાહત દર, ડિજિટલ વ્યવહારો અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહન દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Meri Mati Mera Desh: “મેરી માટી મેરા દેશ” ઝુંબેશના પ્રથમ તબક્કામાં વ્યાપક જનભાગીદારી જોવા મળી.

આ યોજનાનો ઉદ્દેશ્ય ગુરુ-શિષ્ય પરમ્પરા અથવા વિશ્વકર્માઓ દ્વારા તેમના હાથ અને સાધનો વડે કામ કરતા પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત અને સંવર્ધન કરવાનો છે. પીએમ વિશ્વકર્માનું મુખ્ય ધ્યાન ગુણવત્તા સુધારવા તેમજ કારીગરો અને કસબીઓનાં ઉત્પાદનો અને સેવાઓની પહોંચ અને તેઓ સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલા સાથે સંકલિત છે તેની ખાતરી કરવા પર છે.

આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને કસબીઓને સહાય પૂરી પાડશે. પીએમ વિશ્વકર્મા હેઠળ 18 પરંપરાગત હસ્તકલા આવરી લેવામાં આવશે. આમાં (i) સુથાર; (ii) બોટ મેકર; (iii) આર્મરર; (iv) લુહાર ; (v) હેમર અને ટૂલ કીટ મેકર; (vi) લોકસ્મિથ; (vii) સુવર્ણકાર; (viii) કુંભાર; (ix) શિલ્પકાર, પથ્થર તોડનાર; (x) મોચી (જૂતા/ચંપલનો કારીગર); (xi) મેસન (રાજમિસ્ત્રી); (xii) બાસ્કેટ/મેટ/બ્રૂમ મેકર/કોયર વીવર; (xiii) ડોલ અને ટોય મેકર (પરંપરાગત); (xiv) વાળંદ; (xv) માળા બનાવનાર; (xvi) વોશરમેન; (xvii) દરજી; અને (xviii) ફિશિંગ નેટ મેકરનો સમાવેશ થાય છે.

 

September 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Aditya-L1 Mission: Here's How To Register To Watch ISRO Solar Mission's Launch From Sriharikota
દેશ

Aditya-L1 Mission: તમે પણ બની શકો છો સૂર્ય મિશન આદિત્ય એલ1 ના લોન્ચિંગના સાક્ષી, આ રીતે કરો રજીસ્ટ્રેશન

by kalpana Verat August 29, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Aditya-L1 Mission: ચંદ્રયાન-3ની સફળતા બાદ ISRO હવે તેના આગામી મિશનની તૈયારીમાં વ્યસ્ત છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ ભારત હવે સૂર્યની નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. ISRO 2 સપ્ટેમ્બરે સવારે 11:50 વાગ્યે આદિત્ય-L1 મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. ISRO આ મિશનનું લાઈવ પ્રક્ષેપણ જોવા માટે આજથી રજીસ્ટ્રેશન વિન્ડો ખોલવા જઈ રહ્યું છે. આ અંગેની માહિતી આપતા આજે ઈસરોએ ટ્વીટ કર્યું છે કે આ વિન્ડો 29 ઓગસ્ટે બપોરે 12:00 વાગ્યાથી ખુલશે અને જે કોઈ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા ઈચ્છે છે તે નોંધણી કરાવી શકે છે.

તમે અહીં નોંધણી કરાવી શકો છો

🚀PSLV-C57/🛰️Aditya-L1 Mission:

The launch of Aditya-L1,
the first space-based Indian observatory to study the Sun ☀️, is scheduled for
🗓️September 2, 2023, at
🕛11:50 Hrs. IST from Sriharikota.

Citizens are invited to witness the launch from the Launch View Gallery at… pic.twitter.com/bjhM5mZNrx

— ISRO (@isro) August 28, 2023

આદિત્ય-L1 મિશન લોન્ચ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના ISROના સ્પેસપોર્ટથી થવાનું છે. આદિત્ય L-1 મિશન અંગે, ISRO સૂર્યના તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરો, ખાસ કરીને ઓઝોન સ્તર અને અવકાશમાં હવામાનની ગતિશીલતાનો અભ્યાસ કરવાની આશા રાખે છે. આદિત્ય એલ-1 જે જગ્યા પર અવકાશમાં જશે તે પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે આવેલું છે. કૃપા કરીને જણાવો કે પૃથ્વીથી સૂર્યનું અંતર 150 મિલિયન લાખ કિલોમીટર છે. આદિત્ય-L1 મિશન, જેનો હેતુ L1ની આસપાસની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે. તે ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૂર્યના સૌથી બહારના સ્તરોને (કોરોના) વિવિધ તરંગ બેન્ડમાં અવલોકન કરવા માટે સાત પેલોડ વહન કરશે.

આ સમાચાર પણ વાંચો : Indian Railway : યોગા એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસમાં થર્ડ એસી ઈકોનોમી શ્રેણીની સુવિધા..

આદિત્ય-એલ1 સંપૂર્ણપણે સ્વદેશી

ISRO અનુસાર, આદિત્ય-L1 એ રાષ્ટ્રીય સંસ્થાઓની ભાગીદારી સાથેનો સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે. બેંગ્લોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) એ વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફ પેલોડના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જ્યારે સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ (SUIT), મિશન માટેનું એક મહત્વપૂર્ણ સાધન, પુણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આદિત્ય-L1 યુવી પેલોડ અને એક્સ-રે પેલોડનો ઉપયોગ કરીને જ્વાળાઓનો ઉપયોગ કરીને કોરોના અને સૌર રંગમંડળનું અવલોકન કરી શકે છે. પાર્ટિકલ ડિટેક્ટર અને મેગ્નેટોમીટર પેલોડ ચાર્જ થયેલા કણો અને L1 ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષા સુધી પહોંચતા ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી પ્રદાન કરી શકે છે.

August 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક