• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - law
Tag:

law

Narendra Modi ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન 'એવો કોઈ કાયદો ન હો
દેશ

Narendra Modi: ઇન્ડિગો સંકટ વચ્ચે PM મોદીનું નિવેદન: ‘એવો કોઈ કાયદો ન હોવો જોઈએ જે જનતાને પરેશાન કરે’, જાણો પીએમ મોદીએ કયા કાયદાઓ પર સવાલ ઉઠાવ્યા

by aryan sawant December 9, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Narendra Modi  ઇન્ડિગો એરલાઇન દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવતા સર્જાયેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ની સંસદીય દળની બેઠક દરમિયાન વડાપ્રધાને આ વાત કરી હતી.

PM મોદીના નિવેદનનું મુખ્ય લક્ષ્ય

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વડાપ્રધાનના નિવેદનની માહિતી આપતા જણાવ્યું કે મોદીજીએ સુધારા પર ભાર મૂક્યો છે, જેનો ઉદ્દેશ્ય દેશના સામાન્ય લોકોનું જીવન સરળ બનાવવાનો છે. વડાપ્રધાને કહ્યું કે, “કાયદો-નિયમ સારો છે, પરંતુ સિસ્ટમને ઠીક કરવા માટે, જનતાને પરેશાન કરવા માટે નહીં.”તેમણે ભારપૂર્વક કહ્યું કે, “કોઈપણ એવો કાયદો અને નિયમ ન હોવો જોઈએ જે સામાન્ય લોકોને પરેશાન કરે.”વડાપ્રધાને તમામ સાંસદોને માર્ગદર્શન આપ્યું છે કે એક ભારતવાસી હોવાના નાતે સૌને એ સુનિશ્ચિત કરવાનું છે કે સરકાર તરફથી કોઈને પણ તકલીફ ન પડે.

આ સમાચાર પણ વાંચો : Vande Mataram: વંદે માતરમ પર મોદી અને મમતા સહમત, પણ કોંગ્રેસ-અખિલેશને કેમ વાંધો? જાણો વિપક્ષમાં કેમ છે મતભેદ!

સંકટમાં ઇન્ડિગો પર કાર્યવાહીની તૈયારી

વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મંગળવારે પણ ઇન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ્દ થઈ છે. મંગળવારે બેંગલુરુ અને હૈદરાબાદથી આશરે ૧૮૦ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, જ્યારે દિલ્હી અને અમદાવાદ જેવા એરપોર્ટ પર પણ ફ્લાઇટ કેન્સલેશન જોવા મળ્યું.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ જાહેરાત કરી છે કે સરકાર ઇન્ડિગોને સજાના ભાગરૂપે તેના સ્લોટ્સમાં ચોક્કસપણે ઘટાડો કરશે અને તે સ્લોટ્સ અન્ય સ્થાનિક એરલાઇન્સને આપવામાં આવશે.

December 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Foreign Job વિદેશમાં નોકરીના નામે છેતરપિંડી કરનાર ની ખેર નથી! મોદી સરકાર લાવી રહી છે કડક કાયદો
દેશ

Foreign Job: વિદેશમાં નોકરીના નામે છેતરપિંડી કરનાર ની ખેર નથી! મોદી સરકાર લાવી રહી છે કડક કાયદો

by aryan sawant October 10, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Foreign Job વિદેશમાં નોકરી અપાવવાના નામે થતા છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. પહેલાં ચાલાક એજન્ટો લોકોને સુંદર સપના દેખાડીને વિદેશ મોકલી દે છે અને પછી ત્યાં તેમની સાથે સતામણી થાય છે. ઘણા કિસ્સાઓમાં તો ગેરકાયદેસર રીતે અન્ય દેશમાં પ્રવેશ કરવાના મામલા પણ સામે આવ્યા છે. આવા મામલાઓ સાથે લડવા માટે હવે મોદી સરકાર એક કાયદામાં ફેરફાર કરીને તેને કડક બનાવવા જઈ રહી છે. સરકારને આશા છે કે આ ફેરફાર પછી લોકોને વિદેશ મોકલવાના નામે થતી છેતરપિંડી મોટા ભાગે ઓછી થઈ જશે.

૧૯૮૩ નો ઇમિગ્રેશન કાયદો બદલવાની તૈયારી

જે એક્ટને બદલવાની તૈયારી મોદી સરકાર કરી રહી છે, તેનું નામ ૧૯૮૩ ઇમિગ્રેશન એક્ટ છે. ટૂંક સમયમાં જ સરકાર સંસદમાં ઓવરસીઝ મોબિલિટી બિલ, ૨૦૨૫ રજૂ કરવા જઈ રહી છે. તેના પાસ થયા બાદ જૂનો કાયદો સંપૂર્ણપણે બદલાઈ જશે. કેન્દ્ર સરકારે આનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને આવતા સંસદ સત્રમાં તેને રજૂ કરવામાં આવશે. આનાથી વિદેશ જનારા પ્રવાસી ભારતીયોનો અનુભવ સુરક્ષિત અને વ્યવસ્થિત બની જશે.

ઓવરસીઝ મોબિલિટી બિલ ૨૦૨૫: શું હશે મુખ્ય ફેરફાર?

સંસદમાં રજૂ થવા જઈ રહેલા ઓવરસીઝ મોબિલિટી બિલ ૨૦૨૫ ના કાયદો બન્યા બાદ ભારતીય નાગરિકોનું વિદેશમાં કામ કરવું ખૂબ જ સરળ થઈ જશે. આ અંતર્ગત કોમ્પ્રિહેન્સિવ ઇમિગ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમની સ્થાપના કરવામાં આવશે. તેને સુરક્ષિત બનાવવાની પણ તૈયારી છે, જેથી પૈસા કમાવવા માટે વિદેશ જનારા નાગરિકો સાથે ધંધાડી અટકાવી શકાય. બિલ મુજબ આર્થિક રીતે નબળા અને પછાત ભારતીય નાગરિકોને સુરક્ષિત રાખવા માટે ઘણી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. આનાથી રોજગારની તકો પણ વધશે.

આ સમાચાર પણ વાંચો : India Britain: ભાગેડુઓ અને ખાલિસ્તાનીઓ પર તવાઈ! જાણો શું છે PM મોદી-સ્ટાર્મર વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા ને લઈને મોટો ‘એક્શન પ્લાન’.

નાગરિકોને મળશે સુરક્ષિત અને વ્યવસ્થિત અનુભવ

બિલ લાગુ થયા બાદ અલગ-અલગ મંત્રાલયો વચ્ચે કોઓર્ડિનેશન (સમન્વય) ખૂબ જ સરળ થઈ જશે. સરકારનું મુખ્ય લક્ષ્ય ભારતીય કામદારોને છેતરપિંડીથી બચાવવા, તેમના અધિકારોનું રક્ષણ કરવું અને તેમને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનું છે, જેથી વિદેશી નોકરીઓની શોધ વધુ પારદર્શી અને વિશ્વાસપાત્ર બની શકે.

October 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra private placement Maharashtra Govt Passes Law To Curb Recruitment Fraud, Boost Transparency In Job Placements
Main PostTop Postરાજ્ય

Maharashtra private placement : મહારાષ્ટ્ર ની ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ માટે નવા નિયમોનો ખરડો બન્ને ગૄહોમાં પસાર…

by kalpana Verat March 28, 2025
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Maharashtra private placement :

  • રોજગાર વાંચ્છુ યુવાનોની છેતરપિંડી રોકવા સરકારે કમર કસી
  • હવે દરેક પ્લેસમેન્ટ એજન્સી સરકારના રજિસ્ટર્ડ માળખા હેઠળ હશે: મંત્રી લોઢા

મુંબઇ, ૨૬ માર્ચ: મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રમાં ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ પર નિયંત્રણ લાવવા અને યુવાનોને છેતરપિંડીથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સીઓ (નિયમન) બિલ, ૨૦૨૫, બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, જે રાજ્યમાં નોકરી શોધનારાઓ માટે એક સુરક્ષિત અને વધુ પારદર્શક વ્યવસ્થા બનાવે છે. કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ યુવાનોના કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે અત્યાર સુધીમાં શ્રેણીબધ્ધ મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.

તેમણે વિધાન પરિષદના સભ્યોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્યમાં રોજગાર મેળાઓની સંખ્યામાં વધારો, તેનાથી યુવાનોને થનારા ફાયદા અને મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની તકો સાંપડી છે. આગામી દિવસોમાં આ પગલાંઓ દૂરંદેશીવાળા અને માર્ગદર્શક સાબિત થશે. મહારાષ્ટ્ર ખાનગી રોજગાર એજન્સીઓ (નિયમન) બિલ ૨૦૨૫ રજૂ કરવાનો નિર્ણય પણ ઐતિહાસિક હોવાની નોંધ લેવા તેમણે વિધાન પરિષદનાં સભ્યોને જણાવ્યું હતું. રહેશે. આ બિલ નકલી ભરતી પ્રક્રિયાઓ દ્વારા બેરોજગાર લોકોની છેતરપિંડી રોકવા માટે નિવારક પગલાં લઈને ઉમેદવારોના રોજગાર હિતોનું રક્ષણ કરશે.

આ બિલ વિશે બોલતા મંત્રી લોઢાએ કહ્યું, “માનનીય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજીએ રાજ્યમાં સરકાર બનાવ્યા પછી દરેક વિભાગને ૧૦૦ દિવસનો કાર્યક્રમ તૈયાર કરવા કહ્યું હતું. માનનીય મુખ્યમંત્રીએ કહ્યું કે આ બિલને કૌશલ્ય વિકાસ વિભાગના ૧૦૦ દિવસના કાર્યક્રમમાં સામેલ કરવું જોઈએ અને તે મુજબ આજે મહારાષ્ટ્ર ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ (નિયમન) બિલ ૨૦૨૫ રજૂ કરવામાં આવ્યું છે. આ આ કાયદો યુવાનોના અધિકારોનું રક્ષણ કરશે અને પ્લેસમેન્ટ એજન્સીઓ પર પણ નિયંત્રણ મૂકશે. હવે દરેક પ્લેસમેન્ટ એજન્સી સરકારના રજિસ્ટર્ડ માળખા હેઠળ હશે, જે પારદર્શિતા લાવશે અને યુવાનોનો વિશ્વાસ વધારશે.”

આ કાયદાનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને દેશ અને વિદેશમાં રોજગારની તકો પૂરી પાડવાનો, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ કરીને તેમની ભાગીદારી વધારવાનો, તેમની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને સંસ્થાના ગુણવત્તાયુક્ત કાર્યને પ્રોત્સાહન આપવાનો છે.

Maharashtra private placement :કાયદાની વિશેષ જોગવાઇ:

૧. પહેલા, ગુમાસ્તા લાયસન્સના આધારે એજન્સી શરૂ કરી શકાતી હતી, પરંતુ હવે તે શક્ય નથી. બધી પ્લેસમેન્ટ એજન્સીઓએ સરકારના નોંધણી અધિકારી સાથે નોંધણી કરાવવી જરૂરી છે અને માન્ય નોંધણી પ્રમાણપત્ર વિના તેઓ કામ કરી શકશે નહી.
૨. જો ખોટી માહિતી, ખોટા દસ્તાવેજો, છેતરપિંડી, માહિતીનો દુરુપયોગ, રોજગાર આપવામાં નિષ્ફળતા અથવા ઇનકાર, સરકારના નામે લોકોને ગેરમાર્ગે દોરવા જેવી કોઈપણ બાબત ધ્યાનમાં આવશે, તો તે એજન્સીનું નોંધણી પ્રમાણપત્ર રદ અથવા સસ્પેન્ડ કરવામાં આવશે.
૩. આ બિલમાં નોંધણી વગર કાર્યરત સંસ્થાઓ માટે દંડનીય કાર્યવાહી અથવા કેદની પણ જોગવાઈ છે.
૪. સરકારે માત્ર નિયમન માટે જ નહીં, પરંતુ રોજગારની તકો વધારવા માટે પણ પગલાં લીધાં છે.

આ સમાચાર પણ વાંચો  વાહનચાલકો થઈ જાઓ તૈયાર… મુંબઈના આ વિસ્તારમાં ટ્રાફિક જામ વધુ વધશે, 125 વર્ષ જૂનો બ્રિટિશ યુગનો બ્રિજ તોડી પડાશે… એપ્રિલમાં શરૂ થશે કામગીરી..

ભવિષ્યમાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા નોકરી મેળાઓ, કારકિર્દી માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ વર્કશોપ અને રજિસ્ટર્ડ ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓ સાથે સેમિનાર યોજવા જેવા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બિલ મહારાષ્ટ્રમાં નોકરી શોધતા યુવાનોને વધુ સુરક્ષિત અને પારદર્શક પ્લેસમેન્ટ સેવાઓ પ્રદાન કરશે અને ખાનગી પ્લેસમેન્ટ એજન્સીઓના અનિયમિત સંચાલન પર નિયંત્રણ લાવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

March 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Love Jihad Maharashtra govt To Bring Law Against 'Love Jihad', Forms 7-Member Panel To Assess Legislation
Main PostTop Postરાજ્ય

Maharashtra Love Jihad : મહારાષ્ટ્રમાં આવશે ‘લવ જેહાદ’ વિરુદ્ધ કાયદો, બળજબરી ધર્માંતરણ અટકાવવા ફડણવીસ સરકારે લીધો આ મોટો નિર્ણય..

by kalpana Verat February 15, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Maharashtra Love Jihad :મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર રાજ્યમાં લવ જેહાદના કેસ સામે કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે પોલીસ મહાનિર્દેશક (DGP) હેઠળ સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ ‘લવ જેહાદ’ કેસ સંબંધિત કાનૂની અને તકનીકી પાસાઓની તપાસ કરશે અને એક વ્યાપક અહેવાલ તૈયાર કરશે, જે આગળની કાર્યવાહી માટે રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.

Maharashtra Love Jihad :બળજબરીથી ધર્મ પરિવર્તન અટકાવવા માટે કાયદા ઘડવાની માંગ

સમિતિના કાર્યોનો ઉલ્લેખ સરકારી ઠરાવમાં કરવામાં આવ્યો છે. તેના મુખ્ય કાર્યો વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, ‘લવ જેહાદ’ અને બળજબરીથી ધર્મ પરિવર્તનની ફરિયાદોનું નિરાકરણ લાવવા, અન્ય રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરવા, કાનૂની માળખું સ્થાપિત કરવા અને કાનૂની અસરોની સમીક્ષા કરવાના રહેશે. તેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જનતા, પ્રતિનિધિઓ અને સંગઠનોએ ‘લવ જેહાદ’ અને બળજબરીથી ધર્મ પરિવર્તન અટકાવવા માટે કાયદા ઘડવાની માંગ કરી છે.

Maharashtra Love Jihad : ધર્માંતરણ સામે કાયદો લાવવાની યોજના

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કહ્યું હતું કે મહારાષ્ટ્ર ધાર્મિક પરિવર્તન, ખાસ કરીને આંતર-ધાર્મિક લગ્નો (‘લવ જેહાદ’) માં થતા ધર્માંતરણ સામે કાયદો લાવવાની યોજના બનાવી રહ્યું છે. ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ આવા કાયદા બનાવવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : ઓપેરેશન ટાઈગરની શરૂઆત? ઉદ્ધવ ઠાકરેના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું, આજે શિંદે સેનામાં જોડાશે..

Maharashtra Love Jihad : સમાજવાદી પાર્ટીએ કર્યો વિરોધ 

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈસ શેખે આ પગલાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પાસે આવા કેસોના આંકડાકીય પુરાવા નથી અને આ મુદ્દાને ‘જેહાદ’ તરીકે દર્શાવીને રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે. રઈસ શેખે કહ્યું, અગાઉ સરકારે પ્રસ્તાવ મૂક્યો હતો કે રાજ્યમાં ‘લવ જેહાદ’ના એક લાખથી વધુ કેસ છે, પરંતુ તેમને એક પણ એવો કેસ મળ્યો નથી જેમાં પોલીસ કેસ નોંધી શકાય. આ દાવાને સમર્થન આપવા માટે કોઈ ડેટા ઉપલબ્ધ નથી અને મેં આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો. સરકાર આ મુદ્દાનું રાજકારણ કરી રહી છે.

2023માં જ્યારે ફડણવીસ મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, ઘણા એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં છોકરીઓ લગ્ન કર્યા પછી ધર્મ પરિવર્તન કરે છે. આ અંગે કાયદો બનાવવાની ચારે બાજુથી માંગ થઈ રહી છે. અગાઉ પણ મેં ગૃહમાં આની જાહેરાત કરી હતી. તે મુજબ, વિવિધ રાજ્યોના કાયદાઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

 

February 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
hindu-religion
આંતરરાષ્ટ્રીય

હિંદુ દ્વેષ વિરુદ્ધ ઠરાવ પસાર કરનાર જ્યોર્જિયા અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું છે

by Dr. Mayur Parikh April 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દરખાસ્ત જ્યોર્જિયાના પ્રતિનિધિ લોરેન મેકડોનાલ્ડ અને ટોડ જેમ્સ દ્વારા રજૂ કરવામાં આવી હતી. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં હિન્દુ સમુદાયે વિવિધ ક્ષેત્રોમાં મોટું યોગદાન આપ્યું છે. હિન્દુઓએ પણ યોગ, આયુર્વેદ, ધ્યાન, ભોજન, સંગીત અને કલા દ્વારા તેમના સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. અમેરિકાએ પણ આ બાબતોને દિલથી સ્વીકારી છે. તે જ સમયે, અમેરિકાના ઘણા ભાગોએ હિંદુઓ વિરુદ્ધ નફરત વ્યક્ત કરવા અને તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું છે. કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ ધર્મને નષ્ટ કરવાની ધમકીઓ આપવામાં આવી છે અને આ પ્રસ્તાવની નિંદા કરવામાં આવી છે.

ત્યાંના હિંદુ સંગઠનો દ્વારા અમેરિકામાં હિંદુઓને પડતી સમસ્યાઓને જનપ્રતિનિધિઓ સુધી પહોંચાડવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષોના 25 સાંસદો હાજર રહ્યા હતા. આ પ્રતિનિધિઓ સમક્ષ હિન્દુ સમાજને પડતી સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી.

April 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
 Maharashtra government to bring law against love jihad
રાજ્યMain Post

મોટા સમાચાર! હવે મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવશે?

by kalpana Verat December 10, 2022
written by kalpana Verat
News Continuous Bureau | Mumbai

શ્રદ્ધા વાળકરની હત્યા કેસ બાદ રાજ્યમાં આક્રોશની લહેર છે. આ પૃષ્ઠભૂમિમાં, રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરોધી કાયદો લાગુ કરવાની તૈયારી કરી રહી છે અને ઉત્તર પ્રદેશમાં કાયદાની તર્જ પર લવ જેહાદ વિરોધી કાયદો બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

મહારાષ્ટ્રમાં લવ જેહાદના મામલા વધી રહ્યા છે ત્યારે શિંદે-ફડણવીસ તેની સામે પગલું ભરવાની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન જો શિયાળુ સત્રમાં લવ જેહાદ વિરોધી બિલ રજૂ કરવામાં આવે તો સત્ર તોફાની બને તેવી શક્યતા છે. આ બિલને લઈને શિવસેનાનું ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ શું પગલાં લેશે તેના પર પણ હવે સૌનું ધ્યાન છે.

આ સમાચાર પણ વાંચો:  માત્ર મનુષ્ય જાત નહીં હવે રોગો પણ નવા યુગમાં પગ મૂકી રહ્યા છે,  તેના પ્રકારો બદલાઈ રહ્યા છે. WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક જીનોમિક ટેક્નોલોજીમાં રોકાણ કરવા પર ભાર  મૂક્યો.  જાણો શું છે સમગ્ર મામલો. 

ભાજપ આ કાયદો શિયાળુ સત્રમાં પસાર કરાવવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ પણ ભાજપના નેતાઓએ મહારાષ્ટ્રમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવાની માંગ કરી હતી. આ સંદર્ભે, સરકાર મહારાષ્ટ્રમાં પણ પરીક્ષણ કરી રહી છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની લવ જેહાદ વિરુદ્ધ કાયદો છે. ઉત્તર પ્રદેશમાં આ કાયદાની જોગવાઈઓ અનુસાર, લગ્ન પછી બળજબરીથી ધર્મ પરિવર્તન કરવું, કોઈની સાથે ખોટા લગ્ન કરવા અને આવા લગ્નની સુવિધા આપવી તે કાયદા હેઠળ ગુનો છે.

December 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

વર્ક ફ્રોમ હોમનું વધતું ક્લચર- યુરોપના આ દેશમાં WFH બનશે કાનૂની અધિકાર-કર્મચારીઓ જીવનભર ઘરેથી કરી શક્શે કામ

by Dr. Mayur Parikh July 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોનાકાળ(coronavirus)માં આખી દુનિયા જ્યારે સંક્રમણથી બચવા માટે નવી નવી રીતે શોધી રહ્યા હતા, ત્યારે વર્ક ફ્રોમ હોમ (Work from home)તમામ કંપની માટે એક કારગત પગલું સાબિત થયું હતું. લગભગ બે વર્ષ સુધી લોકોએ વર્ક ફ્રોમ કર્યું. દરેક જગ્યાએ લોકડાઉન(Lockdown) છતાં લોકો ઘરે બેસીને પોતાના ઓફિશીયલ કામ(Offical work) કરતા રહ્યા. એટલું જ નહીં વર્ક ફ્રોમ હોમ કંપનીઓ માટે પણ ફાયદાકારક પગલું સાબિત થયું. બે વર્ષ સુધી કોરોના કાળ દરમિયાન કંપનીઓના ઓફિસ મેન્ટેનન્સનો ખર્ચ લગભગ ના બરાબર રહ્યો. તમામ પાસાઓ પર નેધરલેન્ડ(Netherlands govt)ની સરકારે બારીકીથી ધ્યાન આપતા મોટો નિર્ણય લીધો છે. 

નેધરલેન્ડની સરકારે વર્ક ફ્રોમ હોમ(Work From Home- WFH)ના કર્મચારીઓ માટે કાનૂની અધિકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. ગત અઠવાડિયે ડચ સંસદના નીચલા ગૃહે આ સંબંધમાં કાયદો પસાર કર્યો. યૂરોપીય દેશને હવે સીનેટમાંથી મંજૂરી મળવાની રાહ છે. હાલની વ્યવસ્થામાં નેધરલેંડમાં એમ્પ્લોયર કારણ વિના કર્મચારીને ઘરથી કામ કરવાના કોઈપણ અનુરોધને અસ્વીકાર કરી શકે છે. નવા કાયદા અંતર્ગત ઇંપ્લોયર્સને એવા તમામ અનુરોધો પર વિચાર કરવો પડશે અને તેમને અસ્વીકાર કરવા માટે પર્યાપ્ત કારણ આપવું પડશે.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર ગ્રોએનલિંક્સ પાર્ટીની સેના માટૌગ કહ્યું 'આ તેમને એકદમ સારું કાર્ય જીવન સંતુલન શોધવા અને આવવા જવામાં લાગનાર સમયને ઓછો કરવાની પરવાનગી આપશે. નવું બ ઇલ નેધરલેંડ ફ્લેક્સિબલ વર્કિંગ એક્ટ ૨૦૧૫ માં એક સંશોધન છે, જે કર્મચારીઓને પોતાના કામના કલાકો, શિડ્યૂલ અને અહીં સુધી કે કામના સ્થાનમાં ફેરફારનો અનુરોધ કરવાની અનુમતિ આપે છે. 

આ સમાચાર પણ વાંચો : VIVO બાદ હવે અન્ય એક ચીની કંપનીનો વારો- DRIએ આ મોબાઈલ કંપનીની અધધ આટલા કરોડ કસ્ટમ ડ્યૂટી ચોરી પકડી

નેધરલેંડ પહેલાંથી જ કર્મચારીઓના અધિકારો માટે જાણીતા છે. નવો કાયદો એવા સમયે આવ્યો છે જ્યારે દુનિયાભરની કંપનીઓ કર્મચારીઓને ઓફિસ પરત બોલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યાં કેટલીક કંપનીઓ પોતાના કર્મચારીઓ પરત લાવવામાં ઢીલ આપી રહી છે. તો બીજી તરફ સેલ્સફોર્સ જેવી અન્ય કંપનીઓએ મોટાભાગની ઓફિસમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. ટેસ્લા જેવી કેટલીક અન્ય કંપનીઓએ કર્મચારીઓને ઓફિસ પરત ફરવા માટે મજબૂર કર્યા છે. ટેસ્લાના સંસ્થાપક અને સીઈઓ એલન મસ્કએ કર્મચારીઓને ચેતાવણી આપી હતી કે ઓફિસ પરત ફરે કે કંપની છોડી શકે છે.   

ડચ કોર્પોરેશન માટે નવા કાયદો એટલો વિવાદાસ્પદ હોવાની આશા નથી. યૂરોસ્ટેટના અનુસાર મહામારીથી બે વર્ષ પહેલાંથી જ ૧૪ ટકા કાર્યબળ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. પરંતુ ૨૦૨૦ માં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ બાદથી રિમોટ વર્કીંગમાં મહત્વપૂર્ણ વધારો જોવા મળ્યો છે. 

July 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સુપ્રીમ કોર્ટે સેક્સ વર્કને માન્યો વ્યવસાય, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને આપ્યા આ કડક નિર્દેશ .

by Dr. Mayur Parikh May 26, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે(Supreme Court) પોતાના મહત્વના ચુકાદામાં સેક્સ વર્કને(Sex work) પ્રોફેશન(Profession) તરીકે સ્વીકાર કર્યો છે. 

સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની(Union Territories) પોલીસને સેક્સ વર્કર(Sex worker) સાથે સન્માનપૂર્વક(Respectfully) વર્તે તેવા નિર્દેશ આપ્યા છે.

આ વ્યવસાયમાં શામેલ લોકોને સમ્માનપૂર્વક જીવવાનો અધિકાર છે, તેમને કાયદા હેઠળ(law) સમાન સુરક્ષાનો(equal security) અધિકાર છે. 

ઉપરાંત કોર્ટે કહ્યુ કે સેક્સ વર્કર્સ પુખ્ત હોય અને સંમતિથી યૌન સંબંધ બનાવી રહ્યા હોય તો પોલિસે તેમનાથી દૂર રહેવુ જોઈએ, તેમની સામે કોઈ કાનૂની કાર્યવાહી(Legal action) કરવી જોઈએ નહિ

 કોર્ટે આ આદેશ આર્ટિકલ 142(Article 142) હેઠળ વિશેષ અધિકારો(Special rights) હેઠળ આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  આતંકને કારમો ફટકો… ટેરર ફંડિગ કેસમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસિન મલિકને મળી આજીવન કેદની સજા, ફટકાર્યો આટલા લાખ રૂપિયાનો દંડ…

May 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

કાયદામાં સહુથી કડક મનાતા આ દેશે કર્યા મોટા કાયદાકીય ફેરફાર; 2 જાન્યુઆરી 2022થી અમલમાં મૂકાશે કાયદા; જાણો વિગતે

by Dr. Mayur Parikh November 29, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

સોમવાર

સાઉદી અરેબિયાના કાયદા વિશ્વમાં ખૂબ કડક કાયદા માનવામાં આવે છે. હવે ઇતિહાસમાં સૌથી મોટા કાનૂની સુધારા આ દેશમાં કરવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ અત્યાર સુધીનો સૌથી મોટો કાનૂની સુધારો કર્યો છે. કાયદાકીય વ્યવસ્થાને વધુ વિકસિત કરવા માટે તેના વર્તમાન કાયદાઓમાં ફેરફાર કર્યા છે. આમાં નકલી સમાચાર, ઓનલાઈન ગુના, દારૂના સેવન અને વેચાણ સંબંધિત કાયદાનો સમાવેશ થાય છે. આ નવા કાયદાકીય સુધારા 2 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.

 UAEના પ્રેસિડેન્ટ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નહ્યાન દ્વારા આ કાયદાકીય સુધારાઓને મંજૂરી અપાઇ છે, જે આર્થિક અને વ્યવસાયિક તકોને મજબૂત કરશે, સામાજિક સ્થિરતા વધારશે અને વ્યક્તિગત અને સંસ્થાકીય અધિકારોને સુનિશ્ચિત કરશે. 

દક્ષિણ ભારતના આ  રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત, આટલા જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર

સાઉદી અરેબિયાના નવા કાયદા:-

કાયદાકીય સુધારાઓમાં સૌથી મહત્વની જોગવાઈ એ છે કે આ કાયદો એવી કોઈપણ વ્યક્તિ પર લાગુ થશે જે સાઉદી અરેબિયાના નાગરિકની પૂર્વયોજિત હત્યા કરે અથવા તેમાં સામેલ હોય. ભલે ગુનો દેશની બહાર થયો હોય. ઉપરાંત આ કાયદા દ્વારા ઓનલાઈન ગુનાઓ પર અંકુશ લગાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર, અફવાઓ અને વ્યક્તિગત ગોપનીયતા અને અધિકારોનું રક્ષણ આપવા માટે રહેશે.

આ કાયદાકીય સુધારાઓમાં ફેક ન્યૂઝ અને ખોટા સમાચાર સંબંધિત વિવિધ જોગવાઈઓનો સમાવેશ થાય છે. નવો કાયદો કોર્ટને ઉપકરણ, સોફ્ટવેર અને સામગ્રીને જપ્ત કરવાની સત્તા આપે છે. કોર્ટને ઓનલાઈન પર થતી ખોટી અને ભ્રામક જાહેરાતો અને પ્રચારો સામે પગલાં લેવાનો અધિકાર છે. તે સિવાય ક્રિપ્ટોકરન્સી અને મેડિકલ પ્રોડક્ટ્સ, સપ્લીમેન્ટ્સમાં ગેરકાયદેસર વેપારને લગતા કાયદા પણ છે.

નવા કાયદા હેઠળ જાહેર સ્થળો અથવા અનધિકૃત સ્થળોએ દારૂનું સેવન ગેરકાયદે ગણવામાં આવશે. ઉપરાંત, 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સાઉદી અરેબિયામાં સ્થાનિક અને પ્રાંતીય સ્તરે ચર્ચા બાદ આ નવા કાયદા લાવવામાં આવ્યા છે. કાયદાઓ તૈયાર કરવા માટે છેલ્લા 5 મહિનામાં 50 પ્રાંતીય અને સ્થાનિક સત્તામંડળોમાં કામ કરતા 540 નિષ્ણાતો અને વિદ્વાનોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

ભારતમાં આટલા કરોડ રખડતા કૂતરા અને બિલાડીઓ; ઓલ પેટ્સ વોન્ટેડ ઇન્ડેક્સમાં ભારત સહુથી પાછળ; જાણો વિગતે
 

November 29, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

વિવાદાસ્પદ કૃષિ કાયદો પાછો ખેંચવા પાછળ શું ઉત્તર પ્રદેશની ચૂંટણી જવાબદાર? જાણો વિગત.

by Dr. Mayur Parikh November 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 19 નવેમ્બર  2021 
શુક્રવાર.  

કૃષિ કાયદાને લઈને ખેડૂતો અને મોદી સરકાર સામ-સામે થઈ ગઈ હતી. આંદોલનને વિખેરી નાખવા માટે મોદી સરકારે કળ અને બળ બંનેનો ઉપયોગ કર્યો હતો. છતાં ખેડૂતો ટસના મસ થયા નહોતા. આંદોલન દરમિયાન અનેક ખેડૂતો શહીદ થઈ ગયા હતા. કોરોના કાળમાં પણ ખેડૂતોનું આંદોલન ચાલુ જ રહ્યું હતું. ત્યારે અચાનક કૃષિ કાયદો ખેંચવાની મોદીની જાહેરાતને કારણે ભાજપના જ અનેક નેતાઓ આંચકો લાગ્યો છે. અચાનક આ કાયદો પાછળ ખેંચવા માટે મોદીનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું એવા સવાલો થઈ રહ્યા છે. જોકે  મોદીએ આગામી સમયમાં ઉત્તર પ્રદેશ,પંજાબ સહિતના રાજયમાં આવી રહેલી ચૂંટણીને લઈને ગણતરીપૂવર્ક આ પગલું લીધું હોવાનું માનવામા આવે છે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. અહીં 14 વર્ષના વનવાસ બાદ તેમને સત્તા મળી હતી. ભાજપ કોઈ કિંમતે ઉત્તર પ્રદેશને ગુમાવવા માગતુ નથી. એક વર્ષથી કૃષિ કાયદાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તેને કારણે પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપને નુકસાન થવાનો ડર છે. ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ ભાજપની હાલત સારી નથી. છેલ્લી ચૂંટણીમાં  તેમના સહયોગી રહેલા પક્ષે અખિલેશ યાદવનો હાથ પકડી લીધો છે.

કાશ્મીરમાં ગુલામ નબીના શક્તિ પ્રદર્શન બાદ કોંગ્રેસની કડક કાર્યવાહી, આ કમિટીમાંથી કર્યા 'આઝાદ'; જાણો વિગતે 

પશ્ચિમ ઉત્તર પ્રદેશથી જ ભાજપ દેશભરમાં પોતાનો વિજયનો પાયો રાખી શકે છે. વર્ષ 20214માં  મુઝફ્ફરનગરમાં થયેલા દંગલો બાદ ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહની રણનિતીને કારણે  ભાજપને અહીં 80 માંથી 73 સીટ મળી હતી. 2017ની ચૂંટણીમાં પણ વિધાનસભાની ચૂંટણીમાં તેમને સફળતા મળી હતી. તેથી જો ઉત્તર પ્રદેશના ખેડૂતો ભાજપ વિરુદ્ધ થઈ જાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડી શકે છે. દેશના રાજકરણમાં ઉત્તર પ્રદેશનું હંમેશાથી મહત્વ રહ્યું છે. તેથી ભાજપને કોઈ કાળે ઉત્તર પ્રદેશમાં સત્તા ગુમાવું પરવડશે નહીં. તેથી જ નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે. 
 

November 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક