• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Literature
Tag:

Literature

Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali
Gujarati Sahitya

Desh Videsh Nu Sahitya : ત્રણ પુસ્તક ત્રણ વક્તા… મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીમાં યોજાયો ‘ઝરૂખો’ ‘દેશ વિદેશનું સાહિત્ય’ કાર્યક્રમ

by kalpana Verat March 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Desh Videsh Nu Sahitya : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઝરૂખોના સહયોગમાં યોજાયેલા ‘ દેશ વિદેશનું સાહિત્ય ‘ કાર્યક્રમમાં શ્રોતાઓને અપેક્ષા મુજબ જલસો જ પડી ગયો હતો.

સામાન્ય ભાવક ગુજરાતી ભાષાનું સાહિત્ય તો વાંચતો હોય છે પણ વિદેશી સાહિત્ય માણવાનો મોકો ઓછા ભાવકોને મળે છે. અકાદમીના રવિવારના કાર્યક્રમમાં ત્રણ વક્તાઓએ એક મરાઠી અને બે વિદેશી ભાષાનાં પુસ્તકો શ્રોતાઓ સમક્ષ ઉઘાડી આપ્યાં.

Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali

પ્રતિમા પંડ્યા

‌” લાસ્ટ ટ્રેન ટુ ઈસ્તાંબુલ” એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાનની સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નવલકથા છે જે તુર્કી લેખક આઈસ કુલીન દ્વારા લખાયેલી છે.

આ નવલકથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્થાનાંતરિત યહૂદીઓની વાર્તા કહે છે જે તુર્કીમાં શરણાર્થી તરીકે આવ્યાં હતાં.
તુર્કીની રાજદ્વારી ઑફિસ પૅરિસમાં પણ હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી ન્યૂટ્રલ રહ્યું હતું. જર્મન સૈનિકો યહૂદીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા.

‌એ સમયે રાજદ્વારી ગતિવિધિઓ દ્વારા એક વિશેષ ટ્રેન પૅરિસથી ઈસ્તાંબુલ મોકલવામાં આવે છે જેમાં વિશેષ તો યહૂદીઓ છે.જર્મનોને શંકા ન પડે એટલે એને જર્મનીના બર્લિન શહેરના ટ્રેન રૂટે લઈ જવાય છે.

Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali

ડૉ.નેહલ વૈદ્ય

આ નવલકથા તેમની યાત્રાનું વર્ણન કરે છે, જેમાં તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ભૂખ, તરસ, અને નાઝી સૈન્યનો પીછો આ ટ્રેનના યાત્રીઓ માટે દુ: સ્વપ્ન જેવાં છે.નવલકથા તેમની ધીરજ, સહનશક્તિ અને જીવનને ટકાવી રાખવાની તેમની પ્રબળ ઈચ્છાની આસપાસ આગળ વધે છે. જાહ્નવી પાલે ખૂબ સરસ રીતે આ નવલકથાના હાર્દને શ્રોતાઓ સમક્ષ મૂક્યાં.

આ સમાચાર પણ વાંચો : Jharukho :રવિવારે બોરીવલીમાં ઝરૂખોની સાહિત્યિક સાંજ, ‘મસ્તીની પાઠશાળા’ની બીજી આવૃત્તિ નિમિત્તે ‘બાળકોનો કાવ્યપાઠ અને ઢેનટેડેન’

બીજું વક્તવ્ય હતું કવયિત્રી પ્રતિમા પંડ્યાનું.એમણે મરાઠી લેખિકા ઉમા કુલકર્ણીની ચરિત્રાત્મક નવલકથા ” કેતકરવહિની” વિશે વાત કરી.
૨૦મી સદીના પૂર્વાર્ધમાં શહેરની એક છોકરી મનમાં કોડભર્યા સપનાં લઈને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં પરણીને જાય છે. ત્યાં એ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે. ભાગિયાઓ તથા ગ્રામજનો કાવાદાવા કરીને સાસરિયાની જમીન પચાવી પાડે છે ત્યારે ગ્રામવાસીઓ સામે પોતાની આંતરિક શક્તિ સતત પ્રજ્વલિત રાખીને કેતકરવહિની ( કેતકરભાભી) વિવિધ કેસ જીતતી રહે છે.

Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali

સંજય પંડ્યા

જેમની સામે કાયદાકીય લડાઈ ચાલે છે એમના તરફ માનવતા દાખવી તેઓ મદદ પણ કરતાં રહે છે .

‌‌ ધૈર્યવાન કેતકરવહિનીના સંઘર્ષને ઉમા કુલકર્ણીની રસાળ અને પ્રભાવી લેખનશૈલી ઉજાગર કરે છે. લેખિકા જેટલી જ સફળતા પ્રતિમા પંડ્યાને મળી જ્યારે વક્તવ્ય દ્વારા તેઓ કેતકરવહિનીના પાત્રને શ્રોતાઓ સમક્ષ જીવંત કરી શક્યાં. આ પુસ્તકનો અનુવાદ ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે.

ત્રીજું પુસ્તક હતું ” લસ્ટ ફોર લાઈફ” અરવિન્ગ સ્ટોનની વિન્સ્ટન વૅન ગોઘના જીવન પર આધારિત નવલકથા! એના વિશે વક્તવ્ય આપ્યું ડૉ.નેહલ વૈદ્યે.

Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali

જાહ્નવી પાલ

‌‌અગાઉ રજૂ થયેલી બે નવલકથાઓની જેમ આમાં પણ જીવનનો સંઘર્ષ છે. આ સંઘર્ષ છે ડચ ચિત્રકાર વિન્સેન્ટ વૅન ગોઘનો. જીવન જીવવા માટેનો સ્થૂળ સંઘર્ષ અને માનસિક સંતુલનનો સંઘર્ષ સમાંતરે ચાલે છે. વિન્સેન્ટને એના ભાઈ થીઓનું પીઠબળ મળી રહે છે જેથી એ પોતાની ચિત્રકળા વિકસાવી શકે. વિન્સેન્ટ ખાણિયાઓને અને સામાન્ય માણસને પોતાનાં ચિત્રોમાં ઉતારે છે.

એની આસપાસના મિત્ર વર્તુળ સાથેના સંબંધો ઉપર નીચે થતા રહે છે અને વિન્સેન્ટનું માનસિક સંતુલન પણ રૉલર કૉસ્ટર રાઈડ જેવું છે. વિશ્વમાં ચિત્રકાર તરીકે ખ્યાત વિન્સેન્ટ પોતાના જીવન દરમિયાન ફક્ત એક જ ચિત્ર વેચી શકે છે.

Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali

ડૉ.અભય દોશી

આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘ સળગતાં સૂરજમુખી ‘ નામે વિનોદ મેઘાણીએ કર્યો છે.

કાર્યક્રમના સંચાલક ડૉ.અભય દોશીએ પણ વિદ્વતાપૂર્ણ રીતે દરેક પુસ્તકની તથા વક્તવ્યની સરાહના કરી હતી.

આ કાર્યક્રમની પરિકલ્પના અને સંયોજન સંજય પંડ્યાના હતાં. વાર્તાલેખક સતીષ વ્યાસ તથા નીલા સંઘવી , પ્રજ્ઞા વસા તથા અનેક ભાવકોથી હૉલ ભરાઈ ગયો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

March 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Virginia Woolf Born on 25 January 1882, Virginia Woolf was an English writer.
ઇતિહાસ

Virginia Woolf: 25 જાન્યુઆરી 1882ના જન્મેલી વર્જિના વૂલ્ફ એક અંગ્રેજી લેખિકા હતી.

by khushali ladva January 20, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

Virginia Woolf: 1882 માં આ દિવસે જન્મેલી વર્જિના વૂલ્ફ એક અંગ્રેજી લેખિકા હતી. તેમને 20મી સદીના સૌથી મહત્વપૂર્ણ આધુનિકતાવાદી લેખકોમાંના એક ગણવામાં આવે છે. તેમણે ચેતનાના પ્રવાહનો ઉપયોગ કથાત્મક ઉપકરણ તરીકે કરવાની પહેલ કરી હતી. જે ‘ટુ ધ લાઇટહાઉસ’ અને ‘મિસિસ ડેલોવે’ સહિત અન્ય કૃતિઓ માટે જાણીતી હતી.

આ  પણ વાંચો:  National Girl Child Day : આજે છે રાષ્ટ્રીય કન્યા દિવસ, જાણો ક્યારથી થી થઇ હતી આ દિવસની શરૂઆત..

January 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nabanita Dev Sen Nabanita Dev Sen, born on 13 January 1938, was an Indian writer and academic.
ઇતિહાસ

Nabanita Dev Sen: 13 જાન્યુઆરી 1938 ના જન્મેલા નબનીતા દેવ સેન એક ભારતીય લેખક અને શૈક્ષણિક હતી.

by khushali ladva January 9, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Nabanita Dev Sen: 1938 માં આ દિવસે જન્મેલી, નબનીતા દેવ સેન એક ભારતીય લેખક અને શૈક્ષણિક હતી. તેમણે બંગાળીમાં 80 થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા હતા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રથમ પ્રત્યય 1959 માં પ્રકાશિત થયો હતો. તેમનો બીજો કાવ્યસંગ્રહ સ્વાગતો દેબદૂત 12 વર્ષ પછી પ્રકાશિત થયો હતો. તેણીની પ્રથમ નવલકથા અમી અનુપમ (હું, અનુપમ) 1976માં આનંદ બજાર પત્રિકાના પૂજા અંકમાં પ્રકાશિત થઈ હતી . તેમને પદ્મશ્રી (2000), સાહિત્ય અકાદમી પુરસ્કાર (1999), કમલ કુમારી રાષ્ટ્રીય પુરસ્કાર (2004) થી નવાજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Shivkumar Sharma: 13 જાન્યુઆરી 1938 ના જન્મેલા પંડિત શિવકુમાર શર્મા ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક હતા.

January 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
PM Modi Condolences on death of Dr. Prithwindra Mukherjee
દેશ

Prithwindra Mukherjee PM Modi: પદ્મશ્રી સન્માનિત ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જીનું થયું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક..

by Hiral Meria December 1, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Prithwindra Mukherjee PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. PM મોદીએ ટીપ્પણી કરી હતી કે ડો. મુખર્જી બહુમુખી વ્યક્તિત્વ હતા અને સંગીત અને કવિતા પ્રત્યે પણ જુસ્સાદાર હતા. 

 Prithwindra Mukherjee PM Modi: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:

“ડૉ. પૃથ્વીન્દ્ર મુખર્જી બહુમુખી વ્યક્તિત્વ હતા, તેમણે બૌદ્ધિક જગતમાં મજબૂત છાપ છોડી હતી. તેમને સંગીત અને કવિતા પ્રત્યે પણ લગાવ હતો. તેમની રચનાઓ અને કમ્પોઝિશન્સ આવનારા વર્ષો સુધી વખણાતા રહેશે. ભારતના ઈતિહાસને સાચવવા, ખાસ કરીને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અને ભારત-ફ્રાન્સ સંબંધોને વધુ ગાઢ બનાવવાના તેમના પ્રયાસો પણ એટલા જ નોંધપાત્ર હતા. તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

Dr. Prithwindra Mukherjee was a multifaceted personality, leaving a strong mark in the intellectual world. He was also passionate about music and poetry. His works and compositions will continue to be admired for years to come. Equally noteworthy were his efforts to preserve… pic.twitter.com/Z0wjj3ZrP9

— Narendra Modi (@narendramodi) November 30, 2024

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૧ ડિસેમ્બર ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

December 1, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Born on 18 November 1909, Jayanti Dalal was a Gujarati writer, freedom fighter and social reformer.
ઇતિહાસ

Jayanti Dalal : 18 નવેમ્બર 1909 ના જન્મેલા, જયંતિ દલાલ ગુજરાતી સાહિત્યકાર, સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા

by Hiral Meria November 13, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai 

Jayanti Dalal : 1909 માં આ દિવસે જન્મેલા, જયંતિ ઘેલાભાઈ દલાલ ગુજરાતી સાહિત્યકાર ( Gujarati writer ) , સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા. લીયો ટૉલસ્ટૉયના પ્રખ્યાત પુસ્તક WAR and PEACEનો તેમણે કરેલ ગુજરાતી અનુવાદ યુદ્ધ અને શાંતિ એ તેમને અનન્ય પ્રસિદ્ધિ અપાવી હતી.  તેમણે એકાંકી નાટકો, ટૂંકી વાર્તાઓ અને સંપાદિત પ્રકાશનો લખ્યા. સાહિત્યના ( literature ) ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેમને 1959માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક થી નવાજવામાં આવ્યા હતા. 

આ  પણ વાંચો :  National Naturopathy Day : આજે છે રાષ્ટ્રીય નેચરોપેથી દિવસ, જાણો આયુર્વેદના ફાયદા અને શા માટે ઉજવવામાં આ દિવસ…

November 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.
Gujarati Sahityaમુંબઈહું ગુજરાતી

World Gujarati Language Day: વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત પારિતોષિક અર્પણ સમારંભ યોજાશે આ તારીખે..

by Hiral Meria August 18, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

World Gujarati Language Day: વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ( Maharashtra State Gujarati Sahitya Akademi ) પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કર્યું છે. આ સમારંભ શનિવાર ૨૪ ઑગસ્ટે સાંજે ૬.૩૦ વાગ્યે પી.ડી. બૅન્કવેટ્સ હૉલ, પાંચમે માળે, પુ. લ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે યોજાશે.  

World Gujarati Language Day: અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નાં વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવે છે. 

        ગુજરાતી અને મરાઠી સાહિત્યકારને ( Literature ) અપાતું કવિ નર્મદ પારિતોષિક ઈશ્વર પરમાર તથા બાબા ભાંડને જાહેર કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ( Gujarati Sahitya ) ક્ષેત્રે તારિણીબહેન દેસાઈ; કલા ક્ષેત્રે લીલી પટેલ; પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણી તથા સંસ્થાઓમાં સોરાષ્ટ્ર ટ્રસ્ટ – કવિતા દ્વિમાસિકની પસંદગી કરવામાં આવી છે.

World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

     સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર ( Award Ceremony ) પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ, અનુવાદ તથા નવોદિત લેખક વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે. 

     કવિતા વિભાગમાં ઉદયન ઠક્કરના `રાવણહથ્થો’ કાવ્યસંગ્રહને પ્રથમ તથા પ્રદીપ સંઘવીના `કારવી’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળે છે.

World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

આ સમાચાર પણ વાંચો : ​​ Monkeypox : કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ મંકીપોક્સની સ્થિતિ અને સજ્જતાની કરી સમીક્ષા, સાવચેતીના ભાગરૂપે કેટલાક પગલાં અમલમાં મુકાયા..

        નવલકથા વિભાગમાં દ્વિતીય ઈનામ નિરંજન જી. મહેતાની `અતિથિ દેવો ભવ’ નવલકથાને અપાશે. 

       લલિત નિબંધમાં નીલા સંઘવીના `નવા જમાનાની નવી વાતો’ પુસ્તકને પ્રથમ ઈનામ મળશે. અનુવાદમાં વૈશાલી ત્રિવેદી અનુવાદિત `નટસમ્રાટ’ નાટકની પસંદગી થઈ છે ( મૂળ લેખક: વિ.વા.શિરવાડકર ) .

    ‌ નવોદિત લેખક વિભાગમાં પ્રથમ ઈનામ `ઝાકળ ભીની વાતો’ પુસ્તક માટે મિતા ગોર મેવાડાને તથા દ્વિતીય ઈનામ `આત્મમંથન’ પુસ્તક માટે મમતા પટેલને એનાયત કરવામાં આવશે. તમામ એવૉર્ડ વિજેતાઓને સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના પ્રમુખ મા. સુધીર મુનગંટીવાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.

World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. ૫૧,૦૦૦/-ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. ૧૫,૦૦૦/-ની અને દ્વિતીય ઈનામમાં રૂ. ૧૦,૦૦૦/-ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે. પારિતોષકની પસંદગીમાં અકાદમીનાં વરિષ્ઠ સભ્યો દિનકર જોષી, દીપક મહેતા અને વર્ષા અડાલજાના માર્ગદર્શનમાં અકાદમી સભ્યોની સમિતિએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarati Sahitya Kavyasarjan jeevan jivavani jadibutti by ashwin mehta
Gujarati Sahitya

Gujarati Sahitya: કાવ્યસર્જનઃ જીવન જીવવાની જડીબુટ્ટી

by Hiral Meria April 27, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: કવિતા લખવી અને કવિતા જીવવી- એ બન્ને ભિન્ન અવસ્થાઓ છે. કવિ જે લખે છે એ ખરેખર જીવે છે ખરો? એવો સંદેહ થાય છે. અચરજ એ વાતનું છે કે જે ખુદમસ્તીથી જીવી જાણેછે એ કંઈ બધું લખી જાણતો નથી. જીવતરની જ્યાફત માણનારી વ્યક્તિ એને તંતોતંત કાગળ પર ઉતારવામાં થાપ ખાઈ જાય એવું બની શકે. સાહિત્યસર્જકના મન-હૃદયમાં ક્યારેક ખુશાલીનો તહેવાર ઉજવાતો હોય છે તો ક્યારેક માતમની માયુસી છવાયેલી હોય છે. આસપાસની દુનિયાદારીના દાવપેચ તેના હૈયામાં ઉઝરડા પાડે છે તો ક્યારેક પોતીકી સૂઝસમજ તેના દર્શનને સાફસૂથરું કરીને વિશદપણે શબ્દરૂપ આપે છે. સતત કાગળ અને કલમની જુગલબંધીનો નાતો જાળવનાર કવિઓ અને લેખકો પાસે સમૃદ્ધ અનુભવ ભંડાર, માતબર શબ્દભંડોળ, નિરીક્ષણ- પરીક્ષણ-આકલનની સૂક્ષ્મ દૃષ્ટિ, વિશાળ વાંચન અને સ્વકીય સંવેદનને માફક આવે એવા સાહિત્ય ( literature ) સ્વરૂપમાં તેને ઢાળવાની ફાવટને કારણે ભરપુર વિવિધતા અને વિપુલતા જોવા મળે છે. 

કવિતાને ( Poet ) વ્યાખ્યાબધ્ધ કરવાનો પ્રયાસ કાવ્ય શાસ્ત્રીઓ અને સારસ્વતોએ અવારનવાર કર્યો છે. પાશ્ચાત્ય અને પૌર્વાત્ય કાવ્યમીમાંસકોએ તેને નોખી નિરાળી રીતે પરિભાષિત કરી છે. કાત્યાચાર્ય વિશ્વનાથે કહ્યુંઃ વાક્યમ રસાત્મકમ કાવ્યમ

જગન્નાથે કહ્યુંઃ રમણીય અર્થનું પ્રતિપાદન કરે તે કવિતા. કવિકુલગુરુ કાલિદાસે ( Kavikulguru Kalidas ) કહ્યું તેમ શબ્દ અને અર્થની સહિતતા તે કવિતા. પાર્વતી અને પરમેશ્વરની જેમ શબ્દ અને અર્થ એકમેકમાં સંલગ્ન હોય ત્યારે કવિતા રચાય. પશ્ચિમના દેશોમાં થયેલો કવિતાનો વિચાર પણ તપાસવા જેવો છે. વિલિયમ વર્ડ્સવર્થના ( William Wordsworth ) મત મુજબ જુસ્સાભેર થતી ઊર્મિ-ઉછાળ અભિવ્યક્તિ કવિતામાં હોય. કોલરિજે સુચારુ શબ્દોની સુરેખ અને સુયોગ્ય ગોઠવણીને કવિતા સર્જનમાં પ્રાધાન્ય આપ્યું. એબરક્રોમ્બીએ કવિતાને જીવનના અર્થઘટનરૂપે ઓળખાવી, તો કાર્લાઇલ નામના વિદ્વાને કવિતામાં ગીત-સંગીતબદ્ધ વિચાર-પ્રતિષ્ઠાનો મહિમા કર્યો. કવિવર ન્હાનાલાલે ઊર્મિરસિત અને ભાવપ્રધાન, ગેય- સુગેય રચનાને કવિતા ગણી તો વિદ્વાન સર્જક વિવેચક બળવંતરાય ઠાકોરે અગેય, વિચારપ્રધાન કવિતાની નવાજેશ કરી. કવિતામાં શબ્દ, અર્થ, સૂર, તાલ, નાદ, ભાવ અને રસનો મહિમા કરાયો છે.

આ  પણ વાંચો : Gujarati Sahitya:  ‘જીવીશ બની શકે તો એકલા પુસ્તકોથી…’

ટૂંકમાં કવિતા એટલે—

શિશુની આંખથી ટપકતો ભોળો અચંબો, સઘસ્નાતા મુક્તકેશા મુગ્ધાના હોઠ પર રમતો મલકાટ, વિઘુલેખાનો તેજલિસોટો, ખળખળ દડદડતો ઝરણાંનો મધુર નિનાદ, નિરંતર વહેતી શાતાદાયક સરિતાની પ્રસન્નકર ગતિ, વૃક્ષો પર પર્ણમર્મરની મંજુલતા, અમાસની અંધારઘેરી નિશામાં પ્રશાંત આભા-પ્રભાથી ઓપતું તારાચિત આકાશ, ઉત્તુંગ ગિરિશૃંગ પર ચળકતી હિમધવલ નીરવતા, મોંસૂઝણા વખતે કલરવતા વિહંગોનો કર્ણપ્રિય ધ્વનિ, સમાધિસ્થ ઋષિવરના લલાટે – તેજસ્વી મુખારવિંદ પછીતે ઝળકતું આભામંડળ, પ્રાચીમાં થતો પ્રસન્નવદન ચંદ્રોદય… આહાહા કવિતા ક્યાં નથી? માનવમનમાં ચાલતી તરેહ તરેહની મથામણો, જીવનના વિવિધ તબક્કે જન્મતી અને કાળાંતરે વિલય પામતી મનોભાવનાઓ, સતત વહેણ બદલતી-નિતનવા પ્રદેશોને પરિપ્લાવિત કરતી આ જીવન સરિતાને ઝીલવાનો, પ્રત્યેકિત કરવાનો સંતર્પક પ્રયાસ કરે છે કવિતા…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

April 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Verghese Kurian (23)_11zon
ઇતિહાસ

H. Tipperudraswamy: 3 ફેબ્રુઆરી 1928ના રોજ જન્મેલા હોનાલી ટીપ્પરુદ્રાસ્વામી કન્નડ સાહિત્યના ભારતીય વિદ્વાન અને લેખક હતા.

by NewsContinuous Bureau February 2, 2024
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

H. Tipperudraswamy: 3 ફેબ્રુઆરી 1928ના રોજ જન્મેલા હોનાલી ટીપ્પરુદ્રાસ્વામી કન્નડ સાહિત્યના ભારતીય વિદ્વાન અને લેખક હતા. તેમણે રાજકીય ઇતિહાસ, ધાર્મિક વાસ્તવિકતાઓ અને સાંસ્કૃતિક પાસાઓ લખ્યા. તેમણે કન્નડ કવિઓ અને વીરશૈવ સંતોના જીવન પર બાળકો માટે બનેલી કેટલીક આત્મકથાઓ લખી છે. તેમણે સાહિત્યિક વિવેચન અને આધુનિક સાહિત્યમાં યોગદાન આપ્યું છે. 

 

 

February 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jhulan Goswami (15)_11zon
ઇતિહાસ

Babu Gulabrai: 16 જાન્યુઆરી 1888ના રોજ જન્મેલા બાબુ ગુલાબરલ આધુનિક હિન્દી સાહિત્યમાં નોંધપાત્ર વ્યક્તિ હતા.

by NewsContinuous Bureau January 16, 2024
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

Babu Gulabrai: 16 જાન્યુઆરી 1888ના રોજ જન્મેલા બાબુ ગુલાબરલ આધુનિક હિન્દી સાહિત્યમાં નોંધપાત્ર વ્યક્તિ હતા. તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ભાષા હિન્દીનું સંસ્કૃતકૃત સંસ્કરણ હતું. તેમની પ્રારંભિક કૃતિઓ અંગ્રેજીમાં હતી અને તેઓ પોતે સ્વીકારે છે કે તેમણે દેશભક્તિના કારણોસર હિન્દીમાં લખવાનું શરૂ કર્યું અને સંસ્કૃતના તેમના જ્ઞાને તેમને તેમાં મદદ કરી. આથી આપણને સંસ્કૃત શબ્દો અને શ્લોકોનો ભારે ઉપયોગ જોવા મળે છે. તેમના સમયના અન્ય નિબંધકાર અને વિવેચકોથી વિપરીત, તેમણે હંમેશા તેમના કાર્યને સરળ અને બધા માટે સુલભ બનાવવાનો પ્રયાસ કર્યો જેના કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી.

 

 

January 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bhagavat Purpose of Bhagavat and its Mahatma. – Part – 294
નીતિ -નિયમ

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૪

by Hiral Meria January 10, 2024
written by Hiral Meria

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavat:  

શ્રીકૃષ્ણ ( Shri Krishna ) પાસે એવી દિવ્ય કળા છે કે, સોળ હજાર રાણીઓમાં પણ અનાસકત ભાવે રહી, સર્વ સાથે પ્રેમ કરે છે. તેનું

નિદર્શન શ્રીકૃષ્ણની છેલ્લી લીલામાં દેખાય છે. શ્રીકૃષ્ણને ૧૬૦૦૦ રાણીઓ છે, પણ કોઈનામાં તે આસક્ત નથી. પતિપત્ની પ્રેમ
કરે પણ એકબીજાના શરીરમાં આસક્તિ ન રાખે. શ્રીકૃષ્ણ સર્વ રાણીઓને પ્રેમ કરે, પણ કોઈ રાણીમાં આસક્ત નથી. આજકાલ
પ્રેમ શબ્દને લોકોએ કલંક્તિ કર્યો છે. જ્યાં વિકાર અને વાસના હોય ત્યાં, પ્રેમ નહીં, પણ મોહ હોય છે.

શ્રીકૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારના, તેમના સ્વરૂપનું વર્ણન શુકદેવજીએ કર્યું છે. ૨૫ વર્ષના યુવાનને પણ શરમાવે
તેવી દિવ્ય અંગકાંતિ છે. એકસો પચ્ચીસ વર્ષની ઉંમરે પણ એક વાળ ધોળો થયો નથી, કે એક પણ દાંત પડયો નથી. એવું દિવ્ય
સ્વરૂપ છે. તેથી તેઓ યોગીઓને પણ વહાલા લાગે છે. ખરા મહાયોગીનું આ લક્ષણ છે. યોગીને કોઈ દિવસ રોગ થાય નહિ અને જે
યોગીને રોગ થાય તેના યોગમાં ભૂલ થઇ હોવી જોઈએ. શ્રીકૃષ્ણ યોગીઓને તથા ભોગીઓને વહાલા લાગે છે.

શ્રીકૃષ્ણલીલામાં ( Shri Krishna Leela ) સર્વ પ્રકારના રસ દેખાય છે. સાધારણ રીતે સાહિત્યશાસ્ત્રમાં ( Literature ) નવ રસ માન્યા છે. નવ રસ:-હાસ્ય, વીર, કરુણ, બીભત્સ,અદભુત,રૌદ્ર, ભયાનક,શ્રૃંગાર,શાંત. શ્રીકૃષ્ણનો હાસ્યવિનોદ અદ્વિતીય છે. શ્રૃંગાર પણ અદ્વિતીય છે. શ્રીકૃષ્ણના વીરરસનું વર્ણન મહાભારતમાં ઠેકઠેકાણે છે. શ્રીકૃષ્ણ પ્રેમસ્વરૂપ હોવાથી પરિપૂર્ણ માધુર્યથી ભરેલા છે, અને તેથી કોઇ પણ
રસમાંની રુચિને પુષ્ટિ વડે, અલૌકિક પ્રેમરસની પ્રાપ્તિ થશે. ધીરે ધીરે લૌકિક આસક્તિનો વિનાશ થતાં, અલૌકિક શ્રીકૃષ્ણમાં
આસક્તરૂપ ભક્તિ પ્રાપ્ત કરી જીવન સફળ થશે. શ્રીકૃષ્ણલીલાને નિરોધલીલા પણ કહે છે. મનનો નિરોધ થાય એટલે મુક્તિ.
સુલભ મનનો નિરોધ ઇશ્વરમાં જ થઈ શકે. અન્ય વસ્તુમાં મનનો નિરોધ થતો નથી. કારણ સંસાર જડ છે. મન જડ નથી.
સજાતીય સજાતીયમાં મળે છે. જેમકે દૂધમાં ખાંડ મળી જશે. પથ્થર એકરૂપ થશે નહિ, મળશે નહિ. તેવી રીતે સંસારના જડ
પદાર્થોમાં મન એકરૂપ થશે નહિ. મન પૂર્ણ ચેતન નથી. તેમ મન પૂર્ણ જડ઼ નથી. મન અર્ધ ચેતન અને અર્ધ જડ છે.
પરીક્ષિત રાજાના મનને અનાયાસે સંસારના વિષયોથી હઠાવી, શ્રીકૃષ્ણ સાથે એકરૂપ બનાવી, મુક્તિ આપવા માટે આ
દશમ સ્કંધ છે.

Bhagavat: ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૯૩

દશમ સ્કંધ એ ભગવાનનું હ્રદય છે. દશમા સ્કંધમાં શ્રીકૃષ્ણલીલા છે. આ લીલા એવી છે કે તેણે ઘણાને પાગલ
બનાવ્યા છે.

શ્રીકૃષ્ણ યોગી હતા અને ભોગી પણ હતા.

આ કથા રાજાઓને આકર્ષે છે અને યોગીઓને પણ આકર્ષે છે.

એનું કારણ:-શ્રીકૃષ્ણ ચિત્ત ચેન નહીં, ચિતચોર ચુરાયો હૈ.

ચિત્તની શાંતિને નહિ તે તો ચિત્ત જ ચોરી જાય છે. એવું અદ્ભુત છે એનું રૂપ.

ધુરી-ભરે અતિ શોભિત સ્યામજુ, તૈસી બની સિર સુન્દર ચોટી ।
ખેલત-ખાત ફિરૈ અંગના, પગપૈજની બાજતી, પીરી કછોટી ।
વા છબિકો રસખાનિં વિલોકત, વારત કામ-કલાનિધિ કોટી ।
કાગકે ભાગકો ક્યા કહીયે, હરિ હાથસોં લે ગયો માખન-રોટી ।

(યુગલપ્રિયાજીનું પદ)

શ્યામ સ્વરૂપ વસ્યો હિયમેં, ફિર ઓર નહીં જગ ભાવૈ રી ।
કહા કહું કો માનેં મેરી, સિર બાંતી સો જાનૈ રી ।
રસના રસના સબ રસ ફીકૈ, દ્રગનિ ન ઓર રંગ લાગૈ રી ।
સ્ત્રવનનિ દૂજી કથા ન ભાવૈ, સુર-સદા પિયકી જાગૈ રી ।
બઢયો વિરત અનુરાગ અનોખો, લગન લગી મન નહીં લાગૈ રી ।
જુગલ પ્રિયા કે રોમ રોમ તેં, સ્યામ ધ્યાન નહીં ત્યાગૈ રી ।
એની લટક એવી છે કે એક વખત મનમાં પેસી ગઈ કે પછી ત્યાંથી નીકળતી નથી.
મુકુટ લટક અટકી મન માંહી ।
નૃત્ય નટવર મદન મનોહર, કુંડલ ઝલક અલક બિથુરાઈ ।
નાક વુલાક હલત મુક્તાહલ હોઠ મટક ગતિ ભૌંહ ચલાઈ ।।
ઠુમક ઠુમક પગ ધરત ધરનિ પર, બાંહ ઉઠાઈ કરત ચતુરાઈ ।
ઝુનક ઝુનક નૂપુર ઝનકારત, તતા થેઈ થેઈ રીઝ રિઝાઈ ।।

ચરનદાસ સહજો હિય અંતર, ભવન કરૌ જિત રહો સદાઈ ।।

પરીક્ષિત રાજાએ આરંભમાં પ્રશ્ન કર્યો છે, સૂર્યવંશ ( Suryavansh ) અને ચંદ્રવંશની ( Chandravansh )  કથા આપે સંભળાવી. ચંદ્રવંશની શ્રીકૃષ્ણની કથા કહી પણ તે બહુ સંક્ષે૫માં કહી.

શ્રીકૃષ્ણકથામાં યોગીને આનંદ આવે અને ભોગીને પણ આનંદ આવે. શુકદેવજી ( Shukdev ) મહાયોગી છે. બહુ ધ્યાનમાં લંગોટી
કયારે છૂટી ગઇ, તેનું પણ ભાન નથી. તેઓ પણ કૃષ્ણકથામાં પાગલ બન્યા છે.

પરીક્ષિત કહે છે, આપે સર્વનો ત્યાગ કર્યો પણ શ્રીકૃષ્ણકથાનો ત્યાગ કર્યો નથી. તમે પિતાને કહેલું, તમે મારા પિતા
નહિ અને હું તમારો પુત્ર નહિ. તમે પિતાનો ત્યાગ કર્યો પણ શ્રીકૃષ્ણકથાનો ત્યાગ કર્યો નહિ. મહારાજ! તમને પણ આ કથા
આનંદ આપે છે.

January 10, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક