Tag: lokayukta

  • Karnataka MUDA Scam: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી,  મૈસુર જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત પોલીસે પાઠવ્યું સમન્સ; આ તારીખે હાજર થવાનો આદેશ

    Karnataka MUDA Scam: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી, મૈસુર જમીન કૌભાંડ કેસમાં લોકાયુક્ત પોલીસે પાઠવ્યું સમન્સ; આ તારીખે હાજર થવાનો આદેશ

    News Continuous Bureau | Mumbai

    Karnataka MUDA Scam: 

    • મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને સમન્સ પાઠવવામાં આવ્યા છે. 

    • લોકાયુક્ત પોલીસે તેમને બુધવારે એટલે કે 6 નવેમ્બર ના રોજ  પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.

    • અગાઉ લોકાયુક્ત પોલીસ આ મામલે તેમની પત્ની પાર્વતી બીએમની પૂછપરછ કરી ચૂકી છે. 

    • સિદ્ધારમૈયા પર આરોપ છે કે તેઓ તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને તેમની પત્નીના નામે તેમને MUDA પ્લોટ ફાળવેલ કિંમતે અપાવ્યો હતો, જે પાછળથી સરકારી આવકને નુકસાન પહોંચાડવાને કારણે બિન-અધિકૃત કરવામાં આવ્યો હતો.

     

     

    આ સમાચાર પણ વાંચો :  IAF MiG-29 jet crash : વાયુસેનાનું MiG-29 એરક્રાફ્ટ થયું ક્રેશ, હવામાં જ પ્લેનમાં આગ લાગ્યા બાદ ખેતરમાં પડ્યું.. જુઓ વીડિયો

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Lokayukta Raid: કર્ણાટકમાં મોટી કાર્યવાહી, લોકાયુક્ત અધિકારીઓએ એક સાથે 60 જગ્યાએ દરોડા પાડ્યા.. આટલો મુદ્દામાલ જપ્ત કર્યો..

    Lokayukta Raid: કર્ણાટકમાં મોટી કાર્યવાહી, લોકાયુક્ત અધિકારીઓએ એક સાથે 60 જગ્યાએ દરોડા પાડ્યા.. આટલો મુદ્દામાલ જપ્ત કર્યો..

    News Continuous Bureau | Mumbai 

    Lokayukta Raid: કર્ણાટકમાં ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી લોકાયુક્તે મોટી કાર્યવાહી કરી છે. 100 થી વધુ લોકાયુક્ત અધિકારીઓએ રાજ્યના 13 જિલ્લામાં 60 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં બેંગલુરુમાં પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બેંગલુરુમાં BBMP ચીફ એન્જિનિયર રંગનાથના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. 

    અત્યાર સુધીમાં આ દરોડામાં 6 લાખ રૂપિયાની રોકડ, 3 કિલો સોનું, 25 લાખ રૂપિયાના હીરા અને 5 લાખ રૂપિયાની એન્ટીક વસ્તુઓ મળી આવી છે. આ સાથે ઘણા ગેરહિસાબી મિલકતના ( unaccounted property ) દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

     આ દરોડામાં 13 પોલીસ કમિશનર પણ સામેલ..

    આ દરોડામાં 100 થી વધુ લોકાયુક્ત ( Lokayukta  ) અધિકારીઓ બેંગલુરુ, બિદર, રામનગરા, ઉત્તરા કન્નડ જિલ્લાઓ સહિત 60 સ્થળોએ એક સાથે દરોડા પાડી રહ્યા છે. તેમની સાથે 13 પોલીસ કમિશનર અને 12 નાયબ પોલીસ કમિશનર પણ સામેલ છે.

    આ સમાચાર પણ વાંચો : EC Issue Advisory: લોકસભાની ચૂંટણીમાં આકરી ગરમીનો પડછાયો! હવામાન વિભાગની ચેતવણી બાદ ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું.. એડવાઈઝરી જારી..

    નોંધનીય છે કે, આ પહેલા જાન્યુઆરીમાં કર્ણાટકમાં ( Karnataka ) લોકાયુક્તે ભ્રષ્ટાચારના ( corruption ) 10 કેસોમાં 40 સ્થળોએ સરકારી અધિકારીઓના આવાસ પર દરોડા પાડ્યા હતા. જેમાં તુમકુરુ, મંડ્યા, ચિક્કામગાલુરુ, મૈસુર, કોપ્પલ, વિજયનગર, બલ્લારી, હસન, ચામરાજનગર અને મેંગલુરુમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

     

  • ભાજપના આ ભૂતપૂર્વ વિધાનસભ્ય સામે નોંધાયો ગુનો, લોકાયુક્ત આદેશ બાદ થશે કાર્યવાહી.. જાણો વિગતે

    ભાજપના આ ભૂતપૂર્વ વિધાનસભ્ય સામે નોંધાયો ગુનો, લોકાયુક્ત આદેશ બાદ થશે કાર્યવાહી.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    ભાજપના(BJP) ભૂતપૂર્વ વિધાનસભ્ય(EX-MLA) નરેન્દ્ર મહેતા(Narendra Mehta) સામે પદનો દુરૂપયોગ કરીને બેહિસાબી માલમત્તા(Unaccounted assets) રાખવાના પ્રકરણમાં લોકાયુક્તના(Lokayukta) આદેશ બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો(Anti-Corruption Bureau) તેમની તપાસ કરવાની છે. નરેન્દ્ર મહેતા સહિત તેમના પત્ની સુમન મહેતા સામે પણ નવઘર પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ ગુનો દાખલ થયા બાદ પતી-પત્ની નોટ રિચેબલ છે.

    નરેન્દ્ર મહેતા ઓગસ્ટ 2002થી 2017 સુધી ભાયંદર પાલિકામાં(Bhayander palika) નગરસેવક હતા. ત્યારબાદ મેયર, વિરોધીપક્ષ નેતા, પ્રભાગ સમિતિ સભાપતિ જેવા અનેક પદ પર રહ્યા હતા. 2014થી 2019 સુધી તેઓ ભાજપના વિધાનસભ્ય હતા. આ દરમિયાન સત્તા અને પદનો ગેરઉપયોગ કરીને બેહિસાબી માલમત્તા તેમણે કમાવી હોવાનો તેમના પર આરોપ હતો.

    આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી આ તારીખ સુધી સ્થગિત કરી, નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

    મીડિયામાં આવેલા અહેવાલ મુજબ કરિયાણાની દુકાન(Grocery store) અને કેબલનો ધંધો ધરાવતા નરેન્દ્ર મહેતાએ અનેક કંપનીઓ ખોલી હોવાનો તેમના પર આરોપ હતો. તેમના ધંધામાં તેમના પરિવાર પણ મોટો હિસ્સો રાખે છે. તેમના પત્નીના નામે અનેક મોંઘી ગાડીઓ છે. આ ગાડીનો એક્સિડન્ટ થયા બાદ તેમની બેહિસાબી મિલકતની ચર્ચા ખુલ્લેઆમ થવા માંડી હતી.

    નગરસેવક થયા બાદ મહેતા પર ગેરકાયદે બાંધકામને(Illegal construction) સંરક્ષણ આપવાનો લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો હતો. આ પ્રકરણે તેમની રંગે હાથે ધરપકડ થઈ હતી. ત્યારબાદ પાલિકામાં નિયમ બહાર કારભાર, ભ્રષ્ટાચાર(Corruption), જમીન તાબામાં લેવી, ફાયદા માટે આરક્ષણ બદલા જેવા અનેક ગુના તેમના પર નોંધાયા હોવાનો પણ મિડિયામાં અહેવાલ આવ્યા છે.

    તેમની બેહિસાબી મિલકતની લોકાયુક્ત ના આદેશ મુજબ 10 મે 2016થી પાલઘરના(palghar) એન્ટી કરપ્શન બ્યુરો મારફત તપાસ ચાલુ હતી. પહેલી જાન્યુઆરી 2006થી 31 ઓગસ્ટ 2015 સુધીના લોકસેવક પદના અધિકારનો ગેરઉપયોગ કરીને કરોડો કમાયા હોવાનો પણ તેમના પર આરોપ છે. છ વર્ષે તપાસ પૂરી થયા બાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.  

    આ સમાચાર પણ વાંચો :  કુતુબ મિનારને લઈને ભૂતપૂર્વ આઈએએસ ઓફિસરનો ચોંકાવનારો દાવો- મુસ્લિમ નહી આ હિંદુ રાજાએ બાંધ્યો હતો… જાણો વિગતે
     

  • લો કરો વાત!! આંદોલનકારી અણ્ણા હઝારને જગાડવા તેમની સામે જ આ ગામમાં આંદોલન, જાણો વિગતે

    લો કરો વાત!! આંદોલનકારી અણ્ણા હઝારને જગાડવા તેમની સામે જ આ ગામમાં આંદોલન, જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    અનેક આંદોલન(Protest) થકી સરકારને હચમચાવી મૂકનાર વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા(Senior social worker) અણ્ણા હજારે(Anna Hazare) સામે જ આંદોલન કરવામાં આવવાનું છે. તેમના ગામ રાલેગણ સિદ્ધિમાં(Ralegan Siddhi) સામાજિક કાર્યકર્તા સોમનાથ કાશીદ(Social worker Somnath Kashid) તેમની સામે  આંદોલન કરવાના છે.  

    આંદોલન અને ભૂખ હડતાલ(Hunger Strike) દ્વારા લોકોના પ્રશ્નોના જવાબ સરકાર પાસે માગનારા અણ્ણા હઝારેના વિરોધમાં તેમના ગામ જ આંદોલન કરવાની જાહેરાતને પગલે ખળભળાટ મચી ગયો છે. આંદોલનકારીએ(Protesters) તેમને ચેતવણી આપી છે કે તેઓ રાલેગણ સિદ્ધિ ખાતે વધતી મોંઘવારી(Inflation) સામે સૂતેલા અણ્ણા હજારેને જગાડવા માટે પહેલી જૂને આંદોલન કરવાના છે.

    ભાજપ સરકારે(BJP govt) છેલ્લી બે લોકસભા ચૂંટણી(Elections) દરમિયાન આપેલા વચનો પાળ્યાં નથી. આ ઉપરાંત મોંઘવારી ઝડપથી વધી રહી છે. અણ્ણા હજારેએ સરકાર સામે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. સામાન્ય માણસને તકલીફ પડી રહી છે એવો દાવના સામે સોમનાથ કાશિદે અણ્ણા હજારે વિરુદ્ધ રાલેગણ સિદ્ધિ ખાતે 'અન્ના ઉઠાવો' આંદોલન કરવાની જાહેરાત કરી છે.

    આ સમાચાર પણ વાંચો :  શું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? અટકળો પર નેતાએ આપ્યો આ જવાબ.. 

    સ્થાનિક સ્તરે એલપીજીના(LPG price) વધતા ભાવ, બળતણ અને ખાદ્યતેલની(Food Oil) વધતી કિંમતો તેમજ ખાદ્યપદાર્થોની વધતી કિંમતોએ સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. મોંઘવારી સામે વ્યાપક આક્રોશ અને સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.  ત્યારે અણ્ણા હજારે કેવી રીતે શાંત છે જ્યારે લોકો મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે.  જો અણ્ણા હજારે ઊંઘતા હોય તો તેમણે જાગવાની જરૂર છે  એવી નારાજગી સોમનાથ કાશીદે વ્યક્ત કરી હતી. 

    અહીં ઉલ્લેખીય છે કે વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાજ્યમાં મહાવિકાસ અઘાડીને(Mahavikas aghadi) લોકાયુક્તના(Lokayukta) મુદ્દે આંદોલન કરવાની ચેતવણી આપી છે. અણ્ણા હજારેએ ઠાકરે સરકારને(Thackeray Govt) ચેતવણી આપી છે કે તેઓ કાં તો કાયદો ઘડે અથવા સરકારમાંથી રાજીનામું આપે. દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(CM uddhav thackeray) લોકાયુક્ત કાયદો બનાવવાની લેખિત ખાતરી આપી હતી. જો કે, અઢી વર્ષ પછી પણ કંઈ થઈ રહ્યું ન હોવાનો અફસોસ અણ્ણા હજારેએ વ્યક્ત કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : થાણેવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મળશે છુટકારો, MMRDA એ લીધો આ મોટો આ નિર્ણય.. જાણો વિગતે