Tag: look leak

  • Ranveer Singh And Sanjay Dutt: ફિલ્મ ધુરંધર ના સેટ પર થી લીક થયો સંજય દત્ત અને રણવીર સિંહ નો લુક, બંને ને જોઈ લોકો ને આવી તેમના આ પાત્ર ની યાદ

    Ranveer Singh And Sanjay Dutt: ફિલ્મ ધુરંધર ના સેટ પર થી લીક થયો સંજય દત્ત અને રણવીર સિંહ નો લુક, બંને ને જોઈ લોકો ને આવી તેમના આ પાત્ર ની યાદ

    News Continuous Bureau | Mumbai 

    Ranveer Singh And Sanjay Dutt: બોલીવૂડના પાવરહાઉસ એક્ટર્સ રણવીર સિંહ અને સંજય દત્ત ની આગામી ફિલ્મ ‘ધુરંધર’  નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને કલાકારોનો લૂક સોશિયલ મીડિયા પર લીક થયો છે. રણવીર લાંબા વાળ અને ઘાટી દાઢી સાથે બ્લેક આઉટફિટમાં જોવા મળે છે, જે તેના ‘પદ્માવત’ના ખિલજી લૂકની યાદ અપાવે છે. બીજી તરફ સંજય દત્ત સફેદ પઠાણી કપડાં અને શોલ સાથે જોવા મળે છે, જે તેના ‘કલંક’ લૂક જેવી છાપ આપે છે

    આ સમાચાર પણ વાંચો:  Ankita Lokhande: અંકિતા લોખંડે એ ઇન્ડસ્ટ્રી માં પુરા કર્યા 16 વર્ષ, ભાવુક થયેલી અભિનેત્રી એ પોસ્ટ માં લખી આવી વાત

    ફિલ્મનું શૂટિંગ અને સ્ટારકાસ્ટ

    લીક થયેલા વીડિયો ને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો તેમના આ લુક ને તેમના પાત્રો ‘પદ્માવત’ના ખિલજી અને ‘કલંક’ લૂક સાથે સરખાવી રહ્યા છે.હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને અપેક્ષા છે કે ‘ધુરંધર’ 2025ના અંત સુધીમાં રિલીઝ થશે.

    આ ફિલ્મનું દિગ્દર્શન ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના ડિરેક્ટર આદિત્ય ધાર કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીર અને સંજય દત્ત ઉપરાંત આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ એક એક્શન-એસ્પિયોનાજ થ્રિલર છે, જે ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત ડોભાલના ગુપ્ત મિશન્સ પરથી પ્રેરિત છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ranveer singh: ‘ધુરંધર’માંથી રણવીર સિંહનો લૂક થયો લીક, વાયરલ થયેલા વીડિયો અને ફોટો માં કંઈક આવો જોવા મળ્યો અભિનેતા

    Ranveer singh: ‘ધુરંધર’માંથી રણવીર સિંહનો લૂક થયો લીક, વાયરલ થયેલા વીડિયો અને ફોટો માં કંઈક આવો જોવા મળ્યો અભિનેતા

    News Continuous Bureau | Mumbai

    Ranveer singh: રણવીર સિંહ તેની ફિલ્મ ‘ધુરંધર’ ને લઈને ચર્ચામાં છે. રણવીર સિંહ આ ફિલ્મ ના શૂટિંગ માં વ્યસ્ત છે.તેવામાં આ ફિલ્મ માંથી રણવીર સિંહ નો લુક લીક થઇ ગયો છે. ‘ધુરંધર’ના સેટ પરથી રણવીર સિંહની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.જેમાં તે અલગ અવતાર માં જોવા મળી રહ્યો છે.  

    આ સમાચાર પણ વાંચો: Bollywood celebs: બોલિવૂડના આ સ્ટાર્સ રહી ચુક્યા છે એકબીજાના ક્લાસમેટ- જાણો કેવી હતી તેમની ફિલ્મી સફર

    ‘ધુરંધર’ માંથી રણવીર સિંહ નો લુક થયો વાયરલ 

    સોશિયલ મીડિયા પર  ‘ધુરંધર’ ના શૂટિંગ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે,  રણવીર સિંહ એ પીળા રંગનો કુર્તા પાયજામા પહેર્યો છે. લાંબા વાળ, લાંબી દાઢી અને હાથમાં સિગારેટ સાથે, રણવીર નો લુક કોઈ માફિયા જેવો લાગી રહ્યો છે.

    ‘ધુરંધર’ માં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવ મળશે. આ ફિલ્મ નું નિર્દેશન યામી ગૌતમ નો પતિ આદિત્ય ધર કરી રહ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Shahrukh khan: શું ફિલ્મ કિંગ માં સોલ્ટ એન્ડ પેપર લુકમાં જોવા મળશે શાહરુખ ખાન? કિંગખાન ની લીક થયેલ તસવીરો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

    Shahrukh khan: શું ફિલ્મ કિંગ માં સોલ્ટ એન્ડ પેપર લુકમાં જોવા મળશે શાહરુખ ખાન? કિંગખાન ની લીક થયેલ તસવીરો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

    News Continuous Bureau | Mumbai

    Shahrukh khan: શાહરુખ ખાન હાલ આઇપીએલ માં વ્યસ્ત છે. તેની ટિમ કેકેઆર સારું પ્રદર્શન કરી રહી છે. શાહરુખ ખાન ના સ્ટેડિયમ માંથી ઘણા ફોટા અને વિડીયો વાયરલ થતા હોય છે હવે આ બધાની વચ્ચે શાહરુખ ખાન નો સોલ્ટ એન્ડ પેપર લુક વાયરલ થઇ રહ્યો છે. મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લુક શાહરુખ ખાન ની ફિલ્મ કિંગ નો છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે ફિલ્મ કિંગ માં જોવા મળવાનો છે.  

    આ સમાચાર પણ વાંચો: Mr and Mrs. Mahi trailer: મિસ્ટર એન્ડ મિસિસ માહી નું પહેલું ટ્રેલર થયું રિલીઝ, જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવ ની કેમેસ્ટ્રી એ જીત્યા લોકોના દિલ

    શાહરુખ ખાન નો સોલ્ટ એન્ડ પેપર લુક થયો વાયરલ 

    સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં શાહરૂખ ખાન સફેદ દાઢી સાથે જોવા મળી રહ્યો છે. તસવીરોમાં શાહરૂખ પોતાનો ચહેરો છુપાવતો પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરો મ,આ શાહરુખ ખાન સફેદ દાઢી ઉપરાંત સોલ્ટ એન્ડ પેપર લુક માં પણ એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી.

    View this post on Instagram

    A post shared by SRK reels (@i_am_nomu_0001)

    મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન ફિલ્મ કિંગમાં ગ્રે શેડ ની ભૂમિકા ભજવતો જોવા મળશે. રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માં શાહરુખ ખાન ડબલ રોલ માં જોવા મળશે.તમને જણાવી દઈએ કે, સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ કિંગમાં શાહરૂખ ખાન ની સાથે તેની પુત્રી સુહાના ખાન પણ હશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Hrithik roshan: વોર 2 ના સેટ પરથી રિતિક રોશન નો લુક થયો લીક, આવા અંદાજ માં જોવા મળ્યો કબીર

    Hrithik roshan: વોર 2 ના સેટ પરથી રિતિક રોશન નો લુક થયો લીક, આવા અંદાજ માં જોવા મળ્યો કબીર

    News Continuous Bureau | Mumbai

    Hrithik roshan: રિતિક રોશન હાલ ફાઈટર ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. ફાઈટર બાદ રિતિક હવે યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ વોર 2 માં જોવા મળશે. આ ફિલ્મ માં તેની સાથે જુનિયર એનટીઆર પણ મહત્વ ની ભૂમિકામાં જોવા મળશે. વોર 2 એ વોર નો બીજો ભાગ છે. આ માટે હવે રિતિક રોશને તેનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. હવે શૂટિંગ ના સેટ પર થી રિતિક રોશન ની એક તસવીર સામે આવી છે જેમાં તે ફાટેલા કપડાં અને ચહેરા પર ઈજાઓ સાથે જોવા મળી રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Seema haider: સીમા હૈદર ફરી બની દુલ્હન, ખુશીથી ઝૂમી ઉઠ્યા બાળકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માનતા કહી આવી વાત

    રિતિક રોશન નો લુક થયો લીક 

    સોશિયલ મીડિયા પર વોર 2 માંથી રિતિક રોશન નો લુક સામે આવ્યો છે. આ તસવીરોમાં રિતિક ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે. તેની ટીશર્ટ ની બાંય નો ભાગ ફાટેલો છે તેમજ ચહેરા પર ઈજાના નિશાન છે. રિતિક નો લુક જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ કોઈ એક્શન સિક્વન્સના શૂટિંગ પહેલાની કે પછીની તસવીરો છે. એટલે કે રિતિક હાલમાં ફિલ્મના એક્શન ભાગનું શૂટિંગ કરી રહ્યો છે. આ તસવીરોમાં રિતિક એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે. પરંતુ તે વ્યક્તિનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. લાગે છે કે તે અયાન મુખર્જી છે.

    મીડિયા રિપોર્ટ મુજબ રિતિકે ‘વોર 2’ના શૂટિંગ માટે 100 દિવસનો સમય આપ્યો છે. જુનિયર એનટીઆર એપ્રિલથી ‘વોર 2’નું શૂટિંગ શરૂ કરશે. ત્યારબાદ રિતિક અને એનટીઆરના કોમ્બિનેશન સીન શૂટ કરવામાં આવશે.