Tag: lord hanuman

  • Hanuman ji Upay: હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો? આ અસરકારક ઉપાયો અપનાવો, તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે

    Hanuman ji Upay: હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો? આ અસરકારક ઉપાયો અપનાવો, તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે

      News Continuous Bureau | Mumbai 

    Hanuman ji Upay: “કવન સો કાજ કઠિન જગ માહી, જો નાહી હોઈ તાત તુમ પાહી”… હનુમાન ચાલીસાની આ ચોપાઈ આપણને કહે છે કે જે વસ્તુ દુનિયામાં કોઈ આપી શકતું નથી, તે હનુમાનજી સરળતાથી આપી શકે છે. હનુમાનજી માટે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જો તમે સાચી ભક્તિથી તેમને પ્રસન્ન કરો, તો તમારી કોઈ પણ મનોકામના હનુમાનજી પૂર્ણ કરે છે.

    Hanuman ji Upay: સવારના સમયે પૂજા કરવી

    હનુમાનજીની પૂજા કરતી વખતે ખાસ કરીને સ્વચ્છતાની કાળજી લેવી જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ધોએલા વસ્ત્ર પહેરીને જ પૂજામાં બેસવું. જો તમે સંકલ્પ લઈને પૂજા કરી રહ્યા હોવ અથવા પૂજામાં વધુ સમય લાગતો હોય, તો પહેલા જ તકેદારી લેવી.

    Hanuman ji Upay: સિંદૂર અર્પણ

    હનુમાનજીને સિંદૂર ખૂબ પ્રિય છે. તેથી હનુમાનજીની પૂજામાં સિંદૂરનો પ્રથમ માન છે. તમે તમારી મનોકામના લઈને તેમને સિંદૂર ચઢાવી શકો છો, જેનાથી હનુમાનજી તરત જ પ્રસન્ન થાય છે.

    Hanuman ji Upay: જપ કરવો

    હનુમાનજીને ભગવાન રામ ખૂબ પ્રિય છે. જો તમે રામ નામનો અખંડ જપ કરો, તો હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરે છે.

    આ સમાચાર પણ વાંચો :  હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરો આ ભૂલો, જાણો શું છે નિયમો..

    Hanuman ji Upay:  ભોગ ચઢાવવો

     હનુમાનજીને બૂંદી ના લાડુ, મીઠા વિડી ના પાન, ગોળ ખૂબ પ્રિય છે. તમે જ્યારે હનુમાનજીને પ્રસાદ ચઢાવો, ત્યારે ગરીબોને અને બાળકોને પણ પ્રસાદ આપો.

    Hanuman ji Upay: મન ની શુદ્ધિ અને યોગ્ય આચરણ

    મન ની શુદ્ધિ અને યોગ્ય આચરણ હનુમાનજીની કૃપા મેળવવા માટે મહત્વપૂર્ણ છે. જો તમારા મનમાં અન્ય લોકો માટે કપટ હોય, તો હનુમાનજી પ્રસન્ન નહીં થાય.

    (Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

     

  • Hanuman Chalisa:  હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરો આ  ભૂલો અને આ નિયમોનું પાલન કરો.. જાણો વિગતે…

    Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરો આ ભૂલો અને આ નિયમોનું પાલન કરો.. જાણો વિગતે…

    News Continuous Bureau | Mumbai 

    Hanuman Chalisa: ભગવાન શ્રી રામના સૌથી મહાન ભક્ત તરીકે ઓળખાતા સંકટમોચન હનુમાનજીની ( Hanuman Ji ) પણ ઘર-ઘરમાં પૂજા કરવામાં આવે છે. બજરંગબલી, જે શક્તિ અને બુદ્ધિથી આશીર્વાદ આપે છે, સંકટ સમયે ભક્તોની રક્ષા કરે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરીને ભક્તો હનુમાનજીની પૂજા કરે છે. મંગળવાર અને શનિવાર એમ બે દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો વધુ શુભ અને લાભકારી માનવામાં આવે છે. પરંતુ કેટલાક ભક્તો નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. 

    એવું કહેવાય છે તે જીવનમાં અવરોધો અને સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે અને સાધકો ભયમુક્ત બને છે. આ સાથે જ બજરંગબલીની ( Bajrangbali )  કૃપા ભક્તો પર બની રહે છે. એટલું જ નહીં, હનુમાન ચાલીસાનો પાઠ કરનારા ભક્તો પર ભગવાન શ્રી રામ ( Lord Ram ) અને ભગવાન શિવ, માતા પાર્વતીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ કૃપા આપણા પર બની રહે તે માટે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું પડે છે. જો તમે હનુમાન ( Lord Hanuman ) ચાલીસાનો નિયમિત પાઠ કરો છો તો આ ભૂલો કરવાથી બચો.

    Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ ભૂલોથી બચો 

    – હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે મન શુદ્ધ હોવું જોઈએ અને મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ.  

    – મનમાં કોઈપણ પ્રકારની નકારાત્મકતા ન લાવવી. મનમાં ભક્તિ અને સકારાત્મકતા સાથે પાઠ કરવાથી શુભ ફળ મળશે. 

    – હનુમાનજી હંમેશા નબળા લોકોની પડખે છે. તેથી, જેઓ નબળાઓને બિનજરૂરી મુશ્કેલી પહોંચાડે છે, હનુમાનજી તેમના પર ક્યારેય દયા નહીં કરે.  

    – જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છો, તો તમારે નબળા લોકોને હેરાન કરવાથી અને અપશબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. 

    આ સમાચાર પણ વાંચો:  Coastal Road Tunnel: મુંબઈ પાલિકાની ખુલી ગઈ પોલ, ચોમાસા પહેલા જ અધધ 12 હજાર કરોડના ખર્ચે બનેલ કોસ્ટલ રોડમાં લીકેજ, પ્રોજેક્ટને લઈને ઉઠ્યા સવાલો..

    હનુમાન ચાલીસાનો પાઠ ( Hanuman Chalisa Path ) કરતી વખતે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવાનું ટાળો.  

    – ભગવાન પર સંપૂર્ણ એકાગ્રતા રાખીને તેનો પાઠ હૃદયપૂર્વક કરવો જોઈએ, નહીં તો તેનું શુભ ફળ નહીં મળે.

    – મંગળવારે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કારણ કે આ દિવસ હનુમાનજી માટે ખૂબ જ ખાસ છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે ત્રણ વાર જાપ કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે. 

    – આ સિવાય શનિવારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરીને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે આનાથી હનુમાનજીની કૃપા માત્ર ભક્તો પર જ નથી રહેતી પરંતુ ભગવાન શનિના પ્રકોપથી પણ તેઓનું રક્ષણ થાય છે.

    – જે લોકો શનિના પ્રકોપથી પ્રભાવિત હોય અથવા તેમની કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય તેઓ શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ થઈ શકે છે.

    (Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

  • Sunny deol: શું નિતેશ તિવારી ની ‘રામાયણ’ માં થઇ ગદર 2 સ્ટાર સની દેઓલ ની એન્ટ્રી? આ મહત્વ ની ભૂમિકા માટે નિર્માતા એ કર્યો અભિનેતા નો સંપર્ક

    Sunny deol: શું નિતેશ તિવારી ની ‘રામાયણ’ માં થઇ ગદર 2 સ્ટાર સની દેઓલ ની એન્ટ્રી? આ મહત્વ ની ભૂમિકા માટે નિર્માતા એ કર્યો અભિનેતા નો સંપર્ક

    News Continuous Bureau | Mumbai 

     Sunny deol: આદિપુરુષ બાદ હવે નિતેશ તિવારી ની રામાયણ ને લઇ ને ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ માં ભગવાન રામ ની ભૂમિકા માટે રણબીર કપૂર ની પસંદગી કરવામાં આવી છે. જ્યારેકે માતા સીતા ના રોલ માં સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી સાઈ પલ્લવી જોવા મળશે. પહેલા આ ભૂમિકા આલિયા ભટ્ટ ને ઓફર કરવામાં આવી હતી. સાઉથ સુપરસ્ટાર યશ રાવણ ના રોલ માં જોવા મળશે. હવે આ ફિલ્મની કાસ્ટને લઈને એક નવું અપડેટ આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સની દેઓલ મુખ્ય ભૂમિકા ભજવશે. મીડિયા રિપોર્ટ અનુસાર,ફિલ્મ ની ટીમે ભગવાન હનુમાનની ભૂમિકા માટે સની દેઓલ નો સંપર્ક કર્યો છે.

     

    ભગવાન હનુમાન માટે સની દેઓલ નો સંપર્ક 

    એક સૂત્રએ ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે ‘નિતેશ તિવારી અને તેમની ટીમના સભ્યો નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સની દેઓલ સાથે વાતચીત કરી રહ્યા છે. અભિનેતાએ કથિત રીતે નિતેશ તિવારીની રામાયણની પ્રસ્તુતિનો ભાગ બનવામાં રસ દર્શાવ્યો છે અને તે ભગવાન હનુમાનની ભૂમિકા ભજવવા માટે ઉત્સાહિત પણ છે.જો કે હજુ સુધી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. નિર્માતાઓએ અત્યાર સુધી આ અંગે મૌન જાળવી રાખ્યું છે અને કલાકારોની વિગતો પણ ગુપ્ત રાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને સાઈ ફેબ્રુઆરી 2024 થી આ ફિલ્મ નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મને 2025માં મોટા પડદા પર રજૂ કરવાની યોજના છે.

    આ સમાચાર પણ વાંચો : Akshay kumar: પાન મસાલા ની જાહેરાત માં અક્ષય કુમાર ને જોયા બાદ અભિનેતા પર ફૂટ્યો લોકોનો ગુસ્સો, ખિલાડી કુમારે સ્પષ્ટીકરણ આપતા કહી આ વાત

    સની દેઓલ ની ગદર 

    11 ઓગસ્ટે રિલીઝ થયેલી સની દેઓલ ની ફિલ્મ ગદર 2 એ સિનેમા ઘરો માં ધૂમ મચાવી હતી આ ફિલ્મે પઠાણ નો પણ રેકોર્ડ તોડ્યો હતો. ગદર 2 ની સફળતા બાદ સાની દેઓલ ના સ્ટાર ચમક્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. સનીની સાથે અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા, મનીષ વાધવા અને સિમરત કૌર પણ મુખ્ય ભૂમિકામાં છે.

  • Vastu Tips : મંગળવારના દિવસે કરો પીપળાના 11 પાનનો આ ઉપાય, બદલાઈ શકે છે જીવન

    Vastu Tips : મંગળવારના દિવસે કરો પીપળાના 11 પાનનો આ ઉપાય, બદલાઈ શકે છે જીવન

    News Continuous Bureau | Mumbai

    Vastu Tips : હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ ચપટી વગાડતા જ દૂર કરી દે છે. એટલા માટે મંગળવાર અને શનિવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાનથી પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીની પૂજા સાંજે કરવામાં આવે છે અને તેમના મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. મંગળવારે તેમની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે પીપળાના પાનનો ખાસ ઉપાય અપનાવવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવતા તમામ દુ:ખ દૂર થઈ શકે છે. આવો જાણીએ પીપળાના પાનનો મંગળવારના દિવસે કરાતો ઉપાય

    Vastu Tips : આ ઉપાયથી જીવનમાં આવનારી આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

    જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે સવારે સ્નાન વગેરે કર્યા પછી પીપળાના 11 પાન તોડવા. આ પછી, આ પાંદડાઓને પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. ધ્યાન રાખો કે કોઈ પણ પાન તૂટવું કે કપાવું ન જોઈએ. આ પછી આ પાંદડા પર કુમકુમ અથવા ચંદનથી શ્રીરામ લખીને માળા બનાવો. ત્યારબાદ સાંજે હનુમાનજીને આ માળા ચઢાવો. આમ કરવાથી જીવનમાં આવનારી આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

    Vastu Tips :  આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

    આ સિવાય પીપળાના પાન લઈને તેને સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આ પછી પીપળાના પાન પર હળદર લગાવો અને મંગળવારે ઘરના મંદિરમાં મા લક્ષ્મીના ચિત્રની સામે રાખો. પછી આ પાનને આગામી મંગળવાર સુધી એટલે કે 7 દિવસ સુધી મા લક્ષ્મીના ચરણોમાં રાખો. 7 દિવસ પછી મંગળવારે આ પાન ઉપાડીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.

    આ સમાચાર પણ વાંચો : પુલ ધરાશાયી થવાના મામલે મોટી કાર્યવાહી, કાર્યપાલક ઈજનેર સસ્પેન્ડ, બાંધકામ એજન્સીને કારણ બતાવો નોટિસ

    Vastu Tips :  આ ઉપાય સફળતા અપાવી શકે છે

    જો તમે નોકરી શોધી રહ્યા છો તો મંગળવારે પીપળાના 11 પાન લાવો અને તેના પર ચંદનથી શ્રી રામ લખો. ત્યારબાદ આ પાંદડા હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો. આ પછી જ્યારે તમે ઈન્ટરવ્યુ માટે જાવ ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પીપળાના ઝાડને જળ ચઢાવો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે તમને સફળતા અપાવી શકે છે.

  • જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ ભૂલો કરો છો તો સાવધાન, નહીં તો આવી પડશે મોટી આફત

    જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ ભૂલો કરો છો તો સાવધાન, નહીં તો આવી પડશે મોટી આફત

     News Continuous Bureau | Mumbai

    ભગવાન રામના ભક્ત હનુમાન, આપણા જીવનમાં આવનારી તમામ પરેશાનીઓ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં કોઈપણ પ્રકારનું ભૂત હોય તો પણ હનુમાનજી તેને દૂર કરી દે છે. હનુમાન મંદિર અથવા હનુમાન પૂજામાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની પરંપરા છે. તેથી, એવું માનવામાં આવે છે કે હનુમાન ભક્તોને મુશ્કેલીઓથી બચાવે છે. પરંતુ કેટલાક લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે અજાણતા ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમને પરિણામ ભોગવવા પડે છે. આવો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ.

    હનુમાન ચાલિસા મનમાં બોલવાને બદલે મોટેથી બોલવી જોઈએ. આ ઉપરાંત તેના ઉચ્ચારણ પણ સ્પષ્ટ બોલવા જોઈએ. ક્યારેક ઉતાવડમાં અનેક શબ્દો ખોટા બોલાઈ જતા હોય છે. જે યોગ્ય નથી. શાંતિથી કોઈ સ્થળ પર બેસીને પણ હનુમાન ચાલીસા બોલી શકાય છે. જેથી મન પણ શાંત થાય છે અને વ્યવસ્થિત રીતે બોલાય પણ છે.

    હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે શું ન કરવું

    હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારા મનમાં કોઈપણ પ્રકારની નકારાત્મકતા ન લાવવી. આ કારણે, આ પાઠ સંપૂર્ણ માનવામાં આવતો નથી. જો તમે હનુમાનના ભક્ત છો, તો ક્યારેય કોઈ નબળા વ્યક્તિને હેરાન ન કરો કે કોઈ પણ પ્રકારના અપશબ્દોનો ઉપયોગ ન કરો, હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ ફાયદો થતો નથી.

    આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું શું થશે? 16 ધારાસભ્યોના સસ્પેન્શન પર આ તારીખે આવશે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય…

    આ સિવાય હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારે તમારું સંપૂર્ણ મન મારુતિની ભક્તિમાં લગાવવું જોઈએ. જાપ કરતી વખતે કોઈની સાથે વાતચીત ન કરવી, નહીં તો હનુમાન ચાલીસા ફળશે નહીં.

    શનિવારે હનુમાન ચાલીસાનો 3 વાર પાઠ કરવો શુભ માનવામાં આવે છે. ચાલીસાનો પાઠ કરતા પહેલા હનુમાનજીની સામે પાણીથી ભરેલું માટલું રાખો, હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી તે પાણી પીવો.

    ચાલીસાનો પાઠ કરતા પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરવું જરૂરી છે. આ સાથે દેવતાઓને પણ યાદ કરવા જોઈએ.

    (Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

  • હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોનો જાપ, મળશે બજરંગબલીના આશીર્વાદ…

    હનુમાન જયંતિ પર તમારી રાશિ પ્રમાણે કરો આ મંત્રોનો જાપ, મળશે બજરંગબલીના આશીર્વાદ…

     News Continuous Bureau | Mumbai

    હનુમાનજી અનેક નામોથી ઓળખાય છે. સંકટમોચન હનુમાન લોકોની પરેશાનીઓ દૂર કરે છે અને પોતાના ભક્તો પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે છે. કલયુગમાં હનુમાનજી જાગૃત દેવ છે. હનુમાનજીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. હનુમાનજીની કૃપાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિના આ શુભ અવસર પર, ચાલો અમે તમને સંકટમોચનને પ્રસન્ન કરવાના ચમત્કારી મંત્રો વિશે જણાવીએ. તમારી રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ મળે છે.

    હનુમાન જયંતિ પર રાશિ પ્રમાણે આ મંત્રોનો જાપ કરો

    મેષ
    ॐ सर्वदुखहराय नम-

    વૃષભ
    ॐ मनोजवाय नम-

    મિથુન
    ॐ मनोजवाय नम-

    કર્ક
    ॐ लक्ष्मणप्राणदात्रे नम-

    સિંહ
    ॐ परशौर्य विनाशन नम-

    કન્યા રાશિ
    ॐ पंचवक्त्र नम-

    આ સમાચાર પણ વાંચો:   રેલવેએ બનાવ્યો નવો રેકોર્ડ, કમાણીમાં 7%નો વધારો, જાણો કેટલો માલ વહન કરવામાં આવ્યો..

    તુલા
    ॐ सर्वग्रह विनाशिने नमः

    વૃશ્ચિક
    ॐ सर्वबन्धविमोक्त्रे नम-

    ધનુરાશિ
    ॐ चिरंजीविते नम-

    મકર
    ॐ सुरार्चिते नम-

    કુંભ
    ॐ वज्रकाय नम-

    મીન
    ॐ कामरूपिणे नम-

    હનુમાન જયંતિનું મહત્વ
    દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના અવસરે નિયમ પ્રમાણે બજરંગબલીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ ધ્યાનમાં રાખો કે હનુમાનજીની પૂજા કરતી વખતે રામ દરબારની પૂજા કરો, કારણ કે એવી માન્યતા છે કે રામજીની પૂજા કર્યા વિના હનુમાનજીની પૂજા અધૂરી રહે છે.

  • હનુમાન જયંતિ પર ન કરો આ 7 ભૂલો, પ્રસન્ન થવાની જગ્યાએ નારાજ થઈ શકે છે બજરંગબલી..

    હનુમાન જયંતિ પર ન કરો આ 7 ભૂલો, પ્રસન્ન થવાની જગ્યાએ નારાજ થઈ શકે છે બજરંગબલી..

    News Continuous Bureau | Mumbai

    હનુમાન જયંતિનો તહેવાર આવવાનો છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિ બજરંગબલીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાથી જીવનના સૌથી મોટા સંકટ દૂર થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે કેટલીક ભૂલોથી બચવું જોઈએ.

    સુતક કાળમાં પૂજાઃ- સુતક કાળમાં હનુમાનજીની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે એટલું જ નહીં, જો ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો ત્યારે પણ સૂતક લાગે છે. વ્યક્તિના મૃત્યુ પછી ઘરમાં 13 દિવસ સુતકનો સમય હોય છે. આ સમયગાળા દરમિયાન હનુમાનજીની પૂજા ન કરવી જોઈએ.

    મહિલાઓનો સ્પર્શઃ- હનુમાન જયંતિના દિવસે બ્રહ્મચર્યનું ખૂબ જ કડક પાલન કરવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરતી સમયે બ્રમ્હચર્ય વ્રતનું પાલન કરવું આવશ્યક છે. એવું કહેવાય છે કે ભગવાન હનુમાન સ્વયં સ્ત્રીઓના સ્પર્શને ટાળતા હતા. જો કોઈ મહિલા ઘરના મંદિરમાં પૂજા કરતી હોય તો તેણે પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ.

    આ સમાચાર પણ વાંચો: ટ્વિટરની નીલી ચકલી ઉડી ગઈ, ટ્વિટર પરથી ગાયબ થયું બ્લુ બર્ડ, એલોન મસ્કે પસંદ કર્યો ટ્વિટરનો નવો લોગો…

    ચરણામૃતથી સ્નાનઃ- બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ક્યારેય થતો નથી. હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરવાનું ટાળવું જોઈએ.

    કાળા અને સફેદ વસ્ત્રો ન પહેરો – બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ન પહેરો. તેના પરિણામો ખૂબ જ અશુભ હોઈ શકે છે. હનુમાનજીની પૂજામાં લાલ અને પીળા કલરના વસ્ત્ર ધારણ કરવું શુભ માનવામાં આવે છે.

    તૂટેલી કે ખંડિત મૂર્તિ – હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરો. જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની આવી કોઈ મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો. જો તમે આવી મૂર્તિને પાણીથી પ્રવાહિત કરો તો સારું રહેશે.

    મીઠું ટાળવું- તમારે હનુમાન જયંતિના દિવસે મીઠાનું સેવન ટાળવું જોઈએ. આ સિવાય તમારે આ દિવસે જે વસ્તુઓનું દાન કર્યું છે તેને પણ ટાળવું જોઈએ. હનુમાન જયંતિના દિવસે દિવસના સમયે સૂવાનું ટાળો, સંભવ હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરો.

    માંસ અને આલ્કોહોલ- હનુમાન જયંતિના દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. શારીરિક સંબંધો બનાવવાનું ટાળો. ગુસ્સામાં કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. દરવાજે આવતા લોકોનું અપમાન ન કરો.

  • ભારે કરી- રામ ભક્ત બજરંગબલીને મોકલ્યું પાણીનું બિલ- ભરવા માટે આપ્યો 15 દિવસનો સમય-જાણો શું છે સમગ્ર મામલો 

    ભારે કરી- રામ ભક્ત બજરંગબલીને મોકલ્યું પાણીનું બિલ- ભરવા માટે આપ્યો 15 દિવસનો સમય-જાણો શું છે સમગ્ર મામલો 

    News Continuous Bureau | Mumbai

    છત્તીસગઢ(Chattisgarh) નાં રાયગઢ(Raigarh)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને(Raigad Municipal Corporation) મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ(Lord Rama) ના ભક્ત ‘બજરંગ બલી’(Lord Hanuman)ને પાણીનું બિલ(water bill) જમા કરાવવા માટે નોટિસ (Notice) મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે હનુમાન મંદિરનું 400 રૂપિયા (વોટર ટેક્સ)નું બિલ બાકી છે. મંદિર મેનેજમેન્ટે(Temple Management) 15 દિવસમાં ટેક્સ ભરવો પડશે, નહીં તો કોર્પોરેશન દ્વારા કાનૂની કાર્યવાહી(Iegal action) કરવામાં આવશે.

    મીડિયા રિપોર્ટ્સ મુજબ સમગ્ર મામલો રાયગઢ શહેરના વોર્ડ નંબર 18 દરોગાપરાનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં એક પણ નળ કનેક્શન નથી, તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ મોકલી છે. કોર્પોરેશનના આ પગલા સામે વોર્ડના સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કોર્પોરેશન ઓફિસે(Corporation Office) કયા આધારે હનુમાન મંદિરને નોટિસ મોકલી છે તે સૌની સમજની બહાર છે.

    આ સમાચાર પણ વાંચો:  ગજબ કેવાય- સ્માર્ટફોન લેવા તત્પર હતી કિશોરી- લોહી વેચવા થઈ ગઈ તૈયાર- પહોંચી ગઇ બ્લડ બેન્ક- પછી શું થયું – જાણો અહીં

    સમગ્ર મામલે રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી નિત્યાનંદ ઉપાધ્યાયે જણાવ્યું કે, વોર્ડમાં અમૃત મિશન યોજના હેઠળ મજૂરો વતી ઘરોમાં નળ જોડાણ(water connection) નું કામ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કામગીરીની વિગતો રાખવામાં આવી હતી અને તેની એન્ટ્રી પણ કોમ્પ્યુટરમાં કરવામાં આવી હતી. આ ક્રમમાં હનુમાન મંદિરને પણ નોટિસ મોકલવામાં આવી છે. વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત ક્યા ઘરોમાં નળ કનેક્શન છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.