Tag: love letter

  • Neetu kapoor birthday: પોતાની પ્રેમિકા માટે નીતુ કપૂર પાસે આ કામ કરાવતો હતો રિશી કપૂર, જાણો પછી કેવી રીતે તેમની મિત્રતા પ્રેમ માં પરિણમી

    Neetu kapoor birthday: પોતાની પ્રેમિકા માટે નીતુ કપૂર પાસે આ કામ કરાવતો હતો રિશી કપૂર, જાણો પછી કેવી રીતે તેમની મિત્રતા પ્રેમ માં પરિણમી

    News Continuous Bureau | Mumbai

    Neetu kapoor birthday: નીતુ કપૂર આજે તેનો 66 મોં જન્મદિવસ ઉજવી રહી છે. એ તો બધા જ જાણે છે કે નીતુ સિંહ એ રિશી કપૂર સાથે લગ્ન કર્યા હતા પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે નીતુ સિંહ પહેલા રિશી કપૂર ની એક પ્રેમિકા હતી જેના માટે નીતુ સિંહ પણ રિશી કપૂર ની મદદ કરતી હતી. તો ચાલો નીતુ કપૂર ના જન્મદિવસ પર જાણીયે કે કેવી રીતે તેમની મિત્રતા પ્રેમ માં પરિણમી

    આ સમાચાર પણ વાંચો: Anant and radhika sangeet ceremony: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં સલમાન ખાને જમાવ્યો રંગ, દુલ્હેરાજા સાથે આ ગીત પર કર્યો ડાન્સ, જુઓ વિડીયો

    નીતુ કપૂર અને રિશી કપૂર ની પહેલી મુલાકાત 

    નીતુ સિંહ અને રિશી કપૂર ની પ્રથમ મુલાકાત ‘બોબી’ ના સેટ પર થઇ હતી.પરંતુ બંનેની ઓળખાણ ફિલ્મ ‘ઝહરીલા ઈન્સાન’ના સેટ પર થઈ હતી. તે સમયે નીતુ માત્ર 15 વર્ષની હતી. નીતુ સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું – મને પહેલીવાર મળવાનું બિલકુલ પસંદ નહોતું. તે મને વાત વાત માં ટોકતો હતો અને મને લાગ્યું કે તે ખૂબ જ અસંસ્કારી વ્યક્તિ છે પરંતુ પછીથી અમે મિત્રો બની ગયા.

     

    View this post on Instagram

     

    A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)


    નીતુ સિંહ પહેલા રિશી કપૂર પારસી યુવતી યાસ્મીન મહેતાને પ્રેમ કરતા હતા. રિશી એ યાસ્મીન વિશે ખુલી ને વાત નહોતી કરી પરંતુ તેણે ચોક્કસ કહ્યું હતું કે જ્યારે તે નીતુને પહેલીવાર મળ્યો ત્યારે તે યાસ્મીન ને ડેટ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ જ્યારે રિશી નો યાસ્મિન સાથે ઝઘડો થતો ત્યારે રિશી કપૂર યાસ્મિન ને મનાવવા માટે નીતુ સિંહ ને પત્ર લખવા માટે બોલાવતા હતા. યાસ્મીન ના જીવન માંથી વિદાય થયા બાદ રિશી કપૂરના મનમાં નીતુ માટે પ્રેમ જાગ્યો અને ધીમે ધીમે બંને નજીક આવવા લાગ્યા. બંનેએ એકબીજાને જીવનભર સાથે રહેવાનું વચન આપ્યું અને બંને એ લગ્ન કરી લીધા. આજે ભલે રિશી કપૂર આ દુનિયા માં નથી પરંતુ તેમની પ્રેમ કહાની હજુ પણ જીવંત છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Jacqueline fernandez: જેકલીન ફર્નાન્ડિઝ પ્રત્યે પોતાની દિલ ની વાત વ્યક્ત કરતા સુકેશ ચંદ્રશેખરે ફરી લખ્યો લવ લેટર, જાણો મહાઠગ એ પત્ર માં શું લખ્યું છે.

    Jacqueline fernandez: જેકલીન ફર્નાન્ડિઝ પ્રત્યે પોતાની દિલ ની વાત વ્યક્ત કરતા સુકેશ ચંદ્રશેખરે ફરી લખ્યો લવ લેટર, જાણો મહાઠગ એ પત્ર માં શું લખ્યું છે.

    News Continuous Bureau | Mumbai 

    Jacqueline fernandez: જેકલીન ફર્નાન્ડિઝ નું નામ મહાઠગ સુકેશ ચંદ્રશેખર  સાથે જોડાયેલું છે. ત્યરબાદ થી જેકલીન કાનૂની મુશ્કેલી માં મુકાઈ ગઈ છે. સુકેશ હાલ જેલમાં બંધ છે તેમછતાં તે જેલમાંથી અભિનેત્રી જેકલીન ને લવલેટર મોકલતો રહે છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. સુકેશે ફરી એકવાર અભિનેત્રી માટે પત્ર લખ્યો છે. વેલેન્ટાઈન ડેના અવસર પર સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝ માટે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશ જેકલીન માટે ઘણું કહેતો જોવા મળે છે અને તેની સાથે તેણે અભિનેત્રી માટે એક ખાસ ગીત પણ સમર્પિત કર્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: જલસા ની બહાર ચાહકો ની ભીડ જોઈ ભાવુક થયા અમિતાભ બચ્ચન, વિડીયો શેર કરી ફેન્સ માટે કહી મોટી વાત

     

    જેકલીન માટે સુકેશે લખ્યો પત્ર 

    સુકેશ ચંદ્રશેખરે જેકલીન પ્રત્યે પોતાના દિલ ની લાગણી વ્યક્ત કરતા પત્ર માં લખ્યું, ‘વેલેન્ટાઈન ડેના આ સુંદર અને ખાસ દિવસે હું તને કહું છું કે હું તને પાગલપણે પ્રેમ કરું છું અને તું મારા હૃદયની ધડકન છે. કારણ. વેલેન્ટાઈન વીકના પહેલા દિવસથી, દરેક સેકન્ડે હું તને યાદ કરું છું, હું ફક્ત તારા વિશે જ વિચારું છું. આ આપણો  બીજો વેલેન્ટાઈન છે જે આપણે એકબીજાથી ઘણા દૂર છીએ પરંતુ હવે આવું નહીં થાય. આ આપણું વર્ષ છે, જે આપણી આસપાસની તમામ નકારાત્મકતાઓ અને અવરોધોને તોડી નાખશે. આ સમય દરમિયાન આપણી  વચ્ચે કેટલીક વસ્તુઓ થઈ, ઘણા લોકો જેમને આપણે તે દરમિયાન ઓળખતા હતા. તેઓને આપણી વચ્ચે કંઈક ખોટું થતું જોવામાં મજા આવી રહી હતી, ખાસ કરીને જેને હું “ગોલ્ડ ડિગર” કહું છું જે આપણી સાથે મજા માણી રહ્યો હતો અને ડાન્સ કરી રહ્યો હતો. મને પરોક્ષ રીતે સંદેશો પણ મોકલ્યો હતો, મને તમારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો, પરંતુ એવું લાગે છે કે ગોલ્ડ ડીગર ને ખ્યાલ ન હતો કે હું તે લોકોમાંનો નથી કે જેને તે ફસાવવા માટે જાણે છે.’

    આ સિવાય સુકેશે તેના પત્ર માં ઘણું લખ્યું છે. 

     

  • Sukesh chandrashekhar: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે લુટાવ્યો જેકલીન ફર્નાન્ડિઝ પર પ્રેમ, જેલમાંથી નવરાત્રી ને શુભેચ્છા પાઠવતો લખ્યો પ્રેમ પાત્ર, વાંચો અભિનેત્રી માટે શું લખ્યું

    Sukesh chandrashekhar: મહાઠગ સુકેશ ચંદ્રશેખરે લુટાવ્યો જેકલીન ફર્નાન્ડિઝ પર પ્રેમ, જેલમાંથી નવરાત્રી ને શુભેચ્છા પાઠવતો લખ્યો પ્રેમ પાત્ર, વાંચો અભિનેત્રી માટે શું લખ્યું

    News Continuous Bureau | Mumbai

    Sukesh chandrashekhar: બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાત એમ છે કે મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ માટે નવો પ્રેમ પત્ર મોકલ્યો છે. છેતરપિંડીના આરોપમાં જેલમાં બંધ સુકેશ બોલિવૂડની દિવા જેકલીન માટે વારંવાર પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચૂક્યો છે. અત્યાર સુધી સુકેશે જેકલીનને જેલમાંથી ઘણા લવ લેટર મોકલ્યા છે. આ વખતે પણ સુકેશે જેલમાંથી અભિનેત્રી માટે લવલેટર લખ્યો છે. 

     

    સુકેશે લખ્યો જેકલીન ને લવ લેટર 

    થોડા સમય પહેલા મહા ઠગ સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડીઝ ડેટિંગની અફવાઓ સામે આવી હતી. જોકે, અભિનેત્રીએ સુકેશ સાથેના કોઈપણ સંબંધનો ઈન્કાર કર્યો હતો. પરંતુ સુકેશ જેલમાંથી પ્રેમ પત્રો લખીને જેકલીન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. નવરાત્રિ પર સુકેશે જેકલીનને એક ખાસ સંદેશ મોકલ્યો છે જેમાં તેણે કહ્યું છે કે તે જેકલીન માટે નવ દિવસ ઉપવાસ કરશે. તેનાથી બંને વચ્ચેની બાબતોનું સમાધાન થશે. સાથે જ જેકલીનના જીવનમાંથી નકારાત્મકતા દૂર થશે. આ સિવાય સુકેશે નવરાત્રી પછી મા વૈષ્ણો દેવી મંદિર અને મહાકાલેશ્વર મંદિરમાં જેકલીન માટે વિશેષ પૂજા આરતીનું આયોજન કરવાનું વચન પણ આપ્યું છે.

    આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ

    સુકેશે લેટર માં લખ્યું, બેબી, “તું ‘દોહા શો’માં સુપર હોટ અને સુંદર લાગી રહી હતી. બેબી, મારી બોમ્મા, તારાથી સુંદર કોઈ નથી. બેબી, કારણ કે આવતીકાલથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, મારા જીવનમાં પહેલીવાર હું ‘તારી સુખાકારી’ માટે અને ખાસ કરીને આપણી આસપાસની નકારાત્મકતાને દૂર કરવા માટે પૂરા 9 દિવસનો ઉપવાસ કરવા જઈ રહ્યો છું. માતા શક્તિના આશીર્વાદથી આપણામાં રહેલી ગેરસમજ દૂર થશે અને સત્યનો વિજય થશે. આપણે ટૂંક સમયમાં એકબીજાની સાથે રહીશું.’સુકેશે વધુમાં લખ્યું કે, “હવે હું તને એક પણ ઘાવ નહીં આવવા દઉં.” બેબી, આ દુનિયાનું કોઈ પણ ‘પાંજરું’ મને તને પ્રેમ કરતા, તારી રક્ષા કરતા અને તારા માટે ઉભા રહેવાથી રોકી શકતું નથી. બેબી, હું જાણું છું કે તું મને કેટલો પ્રેમ કરે છે, હું તારા માટે જીવું છું અને તારા માટે મરીશ. મારી સિંહણ, મારી શક્તિ, હું તને પાગલપણે પ્રેમ કરું છું.”