Tag: Madhavpur Mela 2025

  • Madhavpur Mela 2025 : એક ભારત, શ્રેષ્ઠ ભારત… માધવપુર ઘેડના મેળામાં ગુજરાતના અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી સહભાગી બન્યાં

    Madhavpur Mela 2025 : એક ભારત, શ્રેષ્ઠ ભારત… માધવપુર ઘેડના મેળામાં ગુજરાતના અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી સહભાગી બન્યાં

    News Continuous Bureau | Mumbai

    Madhavpur Mela 2025 : 

    કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ
     -:રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી:-

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી માધવપુરનો મેળો ભવ્ય બન્યો

    માધવપુરનો મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને સંવર્ધનના સંકલ્પનો પણ અવસર છે
    ……..
    -:અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક:-
    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દેશભાવના શ્રીકૃષ્ણના કર્મયોગનું પ્રતીક છે
    પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે
    ……..
    આંતરરાષ્ટ્રીય માધવપુર નો મેળો આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ અંકિત થશે: -કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવત
    …….
    ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના ૧૬૦૦ કલાકારોએ એક સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો : લોકો થયા મંત્રમુગ્ધ

    ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક એક ભારત, શ્રેષ્ઠ ભારતના ઉદ્દેશ્યને સાકાર કરતા માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણના લગ્નના દિવસે સહભાગી બન્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ મહાનુભાવોએ ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા ઉત્તર પૂર્વીય રાજ્ય અને ગુજરાતના ૧૬૦૦ કલાકારોએ એક સાથે પ્રસ્તુતિ આપતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળ્યો હતો.

    રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ સાથે આ માધવપુરના મેળાનો ૨૦૧૮માં ભવ્યતા સાથે પ્રારંભ કરાવ્યો હતો, તે આજે નિશ્ચિતરૂપથી આંતરરાષ્ટ્રીય મેળો બનવા તરફ આગળ વધી રહ્યો છે, આ મેળો માત્ર મનોરંજન પુરતો સીમિત નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપ અને ગીતા જ્ઞાનમાંથી માનવ જીવનને સાર્થક બનાવવા માટે પ્રેરણા આપે છે. આ મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને આવનારી પેઢી અને પોતાના માટે સંવર્ધન કરવા માટે સંકલ્પ કરવાનો પણ અવસર છે.

    રાજ્યપાલશ્રીએ સગૌરવ એમ પણ કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ આપણી સંસ્કૃતિ જ્યોતિર્ધર છે અને દેશને મર્યાદા પુરુષોત્તમ રામ અને કૃષ્ણ જેવા યોગી સંતાનો મળે તે રાષ્ટ્રની સૌથી મોટી પુંજી છે અને ભાવિ પેઢી સંસ્કારવાન ઉપરાંત સંસ્કૃતિ સભ્યતા, પરંપરાથી અને જોડાયેલી હશે તો ઘર પરિવાર, સમાજ અને રાષ્ટ્ર મજબૂત અને શ્રેષ્ઠ બનશે.

    Madhavpur Mela 2025 Governors of Gujarat and Arunachal Pradesh participated in Madhavpur Ghed Mela

     

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આ માધવપુરનો વિશાળ ફલક આપીને અતીત ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી લોકોને જોડવા માટેનો પણ આ મેળો માધ્યમ બન્યો છે. તેમણે આપણી સંસ્કૃતિના વાહકરૂપ પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરવા માટે પણ પ્રેરણા પૂરી પાડી હતી. આઝાદી કાળે ભારત વિખૂટુ અને વિખરાયેલું હતું, તેને ગુજરાતની પાવન ધરાના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક તાતણે બાંધી દેશને અખંડ બનાવ્યો હતો. તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Madhavpur Ghed Mela: દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે

    અરુણાચલ પ્રદેશના રાજ્યપાલશ્રી અને સેવાનિવૃત લેફ્ટનન્ટ જનરલશ્રી કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયકે જણાવ્યું હતું કે, ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રુકમણીજીના વિવાહ પર્વમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે મારા માટે ગૌરવની વાત છે. માધવપુરનો મેળો ધાર્મિક, સાહિત્યિક અને જનજાતિ પરંપરાનું મિશ્રણ છે, જે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીના પ્રેમ અને સાંસ્કૃતિક એકતાનું પ્રમાણ છે. આ પહેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના આદર્શને ઉજાગર કરે છે. દર વર્ષે યોજાતો આ મેળો આપસમાં પ્રેમ અને સદભાવના સાથે યોજાય છે.

    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સખત પરિશ્રમના પરિણામે દરેક પ્રદેશના રાજ્ય દિવસ ઉજવવાની પહેલ કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં આદર્શો અને દેશભાવના શ્રીકૃષ્ણનાં કર્મયોગનું પ્રતીક છે, તેમની આ દીર્ઘદ્રષ્ટિ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરે છે. આ તકે તેઓ એ ભગવાનશ્રી કૃષ્ણ અને માતા રુકમણીનાં વિવાહની પૌરાણીક કથા જણાવી આજે અરુણાચલ પ્રદેશથી દ્વારકાના ભગવાન શ્રીકૃષ્ણની યાત્રાના દર્શન કરવાનો પણ અવસર છે

    માધવપુર મેળામાં ખાસ ઉપસ્થિત રહેલા સંસ્કૃતિ અને પર્યટન મંત્રીશ્રી ગજેન્દ્રસિંધ શેખાવતે કહ્યું હતું કે, માધવપુર-ઘેડનો આ મેળો વાર્ષિક સાંસ્કૃતિક સમાગમનું પ્રતિક છે, જેની કલ્પના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૮ માં કરી હતી. છેલ્લા આઠ વર્ષમાં માધવપુરના મેળાએ જે વિશાળતા અને ભવ્યતાનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ મુજબ ગુજરાત સરકારે પુરુષાર્થ, પ્રયાસ અને પ્રયત્નો પૂરતા પ્રમાણમાં કર્યા છે. આ ભવ્ય આયોજન માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમને હું બિરદાવું છું.

    આ મેળો વાર્ષિક સાંસ્કૃતિક સમાગમની સાથે શ્રીકૃષ્ણ અને-રુકમણીના મિલનના અવસરની સાથે સાથે ગુજરાત અને ઉત્તરપૂર્વીય ભારતના સાંસ્કૃતિક મિલનનું પ્રમાણ છે. આ મેળો સાંસ્કૃતિક વિરાસત અને સભ્યતાનું જીવંત પ્રતીક છે જેમાં સહભાગી થવાનું મને અવસર મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

     Madhavpur Mela 2025 Governors of Gujarat and Arunachal Pradesh participated in Madhavpur Ghed Mela

     

    મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, માધવપુર-ઘેડની પવિત્ર ધરતી સદીઓથી સંસ્કૃતિના સમાગમની ધરતી રહી છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જ નહીં પણ માનવીય એકતા ભાઈચારાનું અને સાંસ્કૃતિક વિવિધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીં જોવા મળે છે. આ મેળાની ભવ્યતા દિવ્યતા બદલાતા ભારતનું સ્વરૂપની સાથે સાથે વિકસિત ભારતના સ્વરૂપ પણ દિશા દર્શન કરે છે.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધતામાં એકતાની તાકાતને લઈને વિકસિત ભારત બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી એ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ધરોહરના રક્ષણ પર વધુ ભાર મૂક્યો છે. આપણી એકતા જ આપણી શ્રેષ્ઠતાનું કારક છે. મેળાનો વિસ્તાર થાય તે જ રીતે આ મેળો સૌથી વધુ ભવ્ય રીતે બન્યો છે અને આવનારા સમયમાં માધવપુરનો મેળો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉત્સવ બનીને દેશની સંસ્કૃતિને ઉજાગર કરશે તેવી શુભેચ્છા મંત્રીશ્રીએ પાઠવી હતી.

    ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજાએ મહાનુભાવોને આવકારી સ્વાગત પ્રવચન ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ના માધવપુર મેળામાં કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમની વિગતો આપી એક ભારત, શ્રેષ્ઠ ભારતની થીમ પર મેળાની દિવ્યતા અને ભવ્યતાની માહિતી આપી હતી.

    આ પ્રસંગે ગુજરાત અને અરૂણાચલ પ્રદેશના લેડી ગવર્નરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, ધારાસભ્ય સર્વ શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, અર્જુનભાઈ મોઢવાડિયા, સંજયભાઈ કોરડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, કલેક્ટર શ્રી એસ.ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. બી.ચૌધરી, અધિક કલેકટર શ્રી જે. બી. વદર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Madhavpur Mela 2025 :  માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થશે; આ શહેરોમાં  મેળાની ઉજવણીના ભાગરૂપે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો

    Madhavpur Mela 2025 : માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થશે; આ શહેરોમાં મેળાની ઉજવણીના ભાગરૂપે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો

    News Continuous Bureau | Mumbai

    Madhavpur Mela 2025 : 

    • પોરબંદરના માધવપુર ખાતે 6 થી 9 અપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો: ૧૦ એપ્રિલના રોજ દ્વારકા ખાતે  રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે
    • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે: પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી અને ઉત્તરપૂર્વ રાજ્યોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
    • ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો માધવપુર ઘેડ મેળામાં હિસ્સો લેશે
    • ઉત્તરપૂર્વના રાજ્યો તેમજ ગુજરાતના મળીને લગભગ 1600 કલાકારો દ્વારા  સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે
    • માધવપુર બીચ ખાતે બીચ વોલિબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન અને રેતશિલ્પોનું પ્રદર્શન
    • ભવ્ય હસ્તકલા અને વાનગી મેળાનું આયોજન : જેમાં પૂર્વોત્તરના રાજ્યો માટે 160 સ્ટોલ્સ દ્વારા 320 કારીગરો દ્વારા હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણ: હસ્તકલા અને ફૂડ સ્ટોલ્સ
    • 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ ભવ્ય વિવાહ ઉત્સવ
    • 10 એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત

    રાજ્યના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે કે રામનવમીના પવિત્ર તહેવારના રોજ ગુજરાતમાં પોરબંદર જિલ્લામાં 5 દિવસ માટે માધવપુર ઘેડ મેળો આયોજિત થવા જઈ રહ્યો છે. 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારા આ પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો હિસ્સો લેશે. ઉત્તરપૂર્વના આ રાજ્યોમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. 

    Madhavpur Mela 2025 From April 6th to 10th, Madhavpur Fair in Porbandar, Gujarat offers a captivating fusion of cultures

     

    6 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવ મંત્રી શ્રી હર્ષ સંઘવી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 

    Madhavpur Mela 2025 : માધવપુર ઘેડ મેળો 2025ની ભવ્ય ઉજવણી

    પાંચ દિવસીય મેળા દરમિયાન ગુજરાત રાજ્ય તેમજ ઉત્તરપૂર્વના રાજ્યો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. ગુજરાતમાં પૂર્વોત્તર રાજ્યોના કલાકારોના સૌથી મોટા જૂથ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. આ વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા માધવપુર ઘેડ ખાતે ભવ્ય “અરેના” એટલે કે સ્ટેડિયમ પદ્ધત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત અને પૂર્વોત્તરના મળીને 1600 કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. જે આજ દિન સુધી બે અલગ અલગ સંસ્કૃતિના ના કલાકારો દ્વારા સયુક્ત રીતે પરફોર્મ થનાર સૌથી મોટી સાંસ્કૃતિક પ્રસ્તુતિ થવા જઈ રહી છે. 

    Madhavpur Mela 2025 : એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના

    માધવપુર ઘેડ મેળો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના વિઝનને સાકાર કરે છે. જેનો ઉદ્દેશ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચેના ગાઢ અને સુવ્યવસ્થિત જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની જે કલ્પના છે તેનો અંતિમ ઉદ્દેશ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. 

    Madhavpur Mela 2025 : માધવપુર ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથ ખાતે પણ આયોજિત થશે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો

    આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો 1 એપ્રિલ, 2025થી જ શરૂ થઈ જશે. 1 એપ્રિલે સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે, 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો : Madhavpur Mela- 2025: માધવપુર ઘેડ મેળો માં પધારેલા કલાકારો નું કરાયું આ રીતે સ્વાગત

    Madhavpur Mela 2025 : પૂર્વોત્તર રાજ્યોની હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ્સ

    આ ઉપરાંત, આ વર્ષે માધવપુર ઘેડ મેળા વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માધવપુર બીચ ખાતે બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ની સાથે સાથે અહી મેળામાં પૂર્વોત્તર રાજ્યોની હસ્તકળા અને વાનગીના સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

    Madhavpur Mela 2025 : શ્રીકૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન

    આ વર્ષે 6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ લગ્નની વિધિઓ કરવામાં આવશે. 10 એપ્રિલના રોજ જાન કન્યાને લઇને રૂકમિણી મંદિરથી નીકળશે અને સાંજે 4.00 વાગે માધવરાયજી મંદિર પહોંચશે. આ દિવસે દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. 

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.