• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - magnitude
Tag:

magnitude

296 Dead After Powerful 6.8 Magnitude Earthquake Hits Morocco
આંતરરાષ્ટ્રીયMain PostTop Post

Earthquake In Morocco: તુર્કી બાદ હવે આ આફ્રિકન દેશમાં ભૂકંપે મચાવી તબાહી, 296 લોકોએ જીવ ગુમાવ્યા.. PM મોદીએ શોક વ્યક્ત કર્યો..

by Akash Rajbhar September 9, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Earthquake In Morocco : આફ્રિકન દેશ મોરોક્કોમાં વહેલી સવારે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. અહીં ભૂકંપ બાદ ઘણી ઇમારતો ધરાશાયી થઇ હતી, જેમાં 296 લોકોના મોત થયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 જણાવવામાં આવી રહી છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. ભૂકંપનું કેન્દ્ર મોરોક્કોના મારકેશ(Markesh) શહેરથી લગભગ 70 કિલોમીટર દૂર હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે મારકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રાબાતમાં પણ તેની અસર અનુભવાઈ હતી.

યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા અંગે પ્રાથમિક માહિતી રજૂ કરી હતી, જેના સંદર્ભમાં તેમણે આર્થિક નુકસાનને દર્શાવવા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં વધુ નુકસાન થવાની સંભાવના હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) મોરોક્કોમાં(Morocco) ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, ‘મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. આ દુઃખદ સમયે, મારી સંવેદનાઓ મોરોક્કોના લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : પ્રધાનમંત્રીએ G20 સમિટ માટે આવનાર નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું…

મોરોક્કોમાં અગાઉ પણ આવી ચૂક્યો છે ભૂકંપ

યુએસ જીઓલોજિકલ સર્વેએ ભૂકંપને કારણે થયેલા મૃત્યુ માટે યલો એલર્ટ જારી કર્યું છે, જે પ્રાથમિક ડેટા રજૂ કરે છે, જે દર્શાવે છે કે કેટલીક જાનહાનિ થવાની સંભાવના છે. USGSએ જણાવ્યું હતું કે, આ પ્રદેશની વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ હોય છે.

આફ્રિકન અને યુરેશિયન પ્લેટો વચ્ચે સ્થિત હોવાને કારણે, મોરોક્કોના ઉત્તરીય પ્રદેશમાં વારંવાર ભૂકંપ આવે છે. 2004 માં ઉત્તરપૂર્વ મોરોક્કોમાં અલ હોસીમામાં આવેલા મજબૂત ભૂકંપને કારણે ઓછામાં ઓછા 628 લોકો માર્યા ગયા હતા અને 926 ઘાયલ થયા હતા. આ ઉપરાંત, 1980 દરમિયાન મોરોક્કોના પાડોશી દેશ અલ્જેરિયામાં આવેલા 7.3 તીવ્રતાના મજબૂત ભૂકંપને કારણે, 2,500 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 3 લાખ લોકો બેઘર થયા હતા. જે તાજેતરના ઈતિહાસના સૌથી મોટા અને સૌથી વિનાશક ધરતીકંપોમાંથી એક માનવામાં આવે છે.

ભૂકંપ કેવી રીતે આવે છે?

પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટની ટક્કરથી ભૂકંપના આંચકા અનુભવાય છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ છે જે હંમેશા ફરતી રહે છે. પરંતુ જ્યારે પણ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે, જેના કારણે પ્લેટોની સપાટીના ખૂણાઓ વળે છે અને ત્યાં દબાણ વધે છે. જેના કારણે પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી હલી જાય છે અને તેને આપણે ભૂકંપ કહીએ છીએ.

September 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Earthquake hits Indonesia, killing four as restaurant collapses
આંતરરાષ્ટ્રીયMain Post

તુર્કી સીરિયામાં તબાહી વચ્ચે હવે ઈન્ડોનેશિયામાં ધરતી ધ્રૂજી, ચારના મોત

by Dr. Mayur Parikh February 10, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે 16 હજારથી વધુ લોકોના મોત વચ્ચે ઈન્ડોનેશિયાની ધરતી પણ ધ્રુજી છે. ઇન્ડોનેશિયાના પૂર્વ વિસ્તારમાં આવેલા જયાપુરા શહેર અને ઉત્તર માલુકુ રાજ્ય તેમજ પાપુઆ ન્યુ ગિનીના ઉત્તરીય દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત બીજા દિવસે બે અલગ-અલગ ભૂકંપના ઝટકા અનુભવાયા. લગભગ 19 મિનિટના અંતરે આવેલા આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા જયાપુરા અને પપુઆમાં 5.4 અને ઉત્તર માલુકુમાં 4.5 માપવામાં આવી છે. આ બંને ભૂકંપમાં ચાર લોકોના મોતના સમાચાર છે. 8 ફેબ્રુઆરીના રોજ બંને સ્થળોએ 4ની આસપાસની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.

ઉત્તર મલુકુમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી

ઉત્તર મલુકુમાં આંતરરાષ્ટ્રીય સમય અનુસાર સવારે 6.09 વાગ્યે આવેલા ભૂકંપના આંચકામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ સિટીથી લગભગ 160 કિલોમીટર દૂર હતું. જેના કારણે ભૂકંપની સપાટી પર વધુ અસર થઈ નથી.

જયાપુરામાં કેફે બિલ્ડિંગ ધરાશાયી થતાં ચાર લોકોના મોત

જયાપુરા શહેરમાં સવારે 6.28 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમમાં 10 કિમી દૂર હતું. ઇન્ડોનેશિયાની એજન્સી અનુસાર, 5.4 તીવ્રતાનો ભૂકંપ, જેનું કેન્દ્ર જયાપુરા શહેરથી પશ્ચિમમાં માત્ર 43 કિલોમીટરની ઊંડાઈમાં હતું, તેની સપાટી પર ભારે અસર જોવા મળી હતી અને ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી. જયાપુરાની ડિઝાસ્ટર રિલીફ એજન્સીના ચીફ અસેપ ખાલિદના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે એક કાફે બિલ્ડિંગ પણ ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. ભૂકંપના કારણે 2 થી 3 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા, જેના કારણે ડરના કારણે બહાર નીકળેલા લોકો લગભગ એક કલાક સુધી પોતાના ઘરે પાછા નહોતા ગયા.

આ સમાચાર પણ વાંચો :  પાકિસ્તાનની અર્થવ્યવસ્થા લોહીલુહાણ, હવે કંગાળ દેશનું નુકસાન ભરશે નાગરિકો, લાદવામાં આવશે 170 અબજ રૂપિયાનો ટેક્સ

જયાપુરા શહેરમાં આવે છે ઘણા ભૂકંપ

જમીનમાં ટેકટોનિક પ્લેટો વચ્ચે વધુ પડતી હિલચાલને કારણે જયાપુરા શહેરમાં ધરતીકંપ સામાન્ય વાત છે. ત્યાં 2 જાન્યુઆરીએ એક જ દિવસમાં 1,079 ભૂકંપ નોંધાયા હતા, જેમાંથી 132 આંચકા લોકોએ અનુભવ્યા હતા. 

February 10, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ધરા ધ્રુજી ઉઠી- કચ્છમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા- લોકોમાં મચી ગઈ દોડધામ

by Dr. Mayur Parikh October 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કચ્છના(Kutch) ભચાઉમાં(Bhachau) આજે સવારે ભૂકંપના (Earthquake) ઝટકા અનુભવાયા હતા. 

રિક્ટર સ્કેલ(Richter scale) પર તેની તીવ્રતા 3.2 દર્જ કરવામાં આવી છે. 

ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 19 કિલોમીટર દૂર હોવાનું કહેવામાં આવે છે.

ભૂકંપને કારણે જોકે, કોઇ રીતના નુકસાનના સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા 20 ઓક્ટોબરે ગુજરાતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.

આ સમાચાર પણ વાંચો :  ટેક ઑફ સમયે જ ઈન્ડિગો ફ્લાઇટના એન્જિનમાં લાગી આગ – મુસાફરોના જીવ પડીકે બંધાયા- જુઓ વિડીયો

October 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ભારતના આ પાડોશી દેશની ધરા ધ્રુજી- 5-1ની તીવ્રતાના આંચકાએ લોકોને ફફડાવી મૂક્યા

by Dr. Mayur Parikh October 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતના પાડોશી દેશ(Neighboring country of India) નેપાળમાં(Nepal) આજે ભૂકંપના આંચકા(Earthquake )અનુભવાયા છે. 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી(National Center for Seismology) અનુસાર, કાઠમંડુથી(Kathmandu) 53 કિમી પૂર્વમાં ઘરતી ધ્રૂજી ઉઠી હતી. 

ભૂકંપની તીવ્રતા(Magnitude of the earthquake) 5.1 રિક્ટર સ્કેલ(Richter scale) માપવામાં આવી છે. અને ઊંડાઈ જમીની સપાટીથી 10 કિલોમીટર ઊંડી હતી. 

જો કે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઈ મહિનામાં નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ સમાચાર પણ વાંચો : અમેરિકન સાંસદ તુલસી ગબાર્ડે જો બાઈડનની સરખામણી હિટલર સાથે કરી- ડેમોક્રેટ્સ પર જાતિવાદનો લગાવ્યો આરોપ

 

October 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કુદરત રૂઠી-મહારાષ્ટ્રના સોલાપુર અને પૂર્વ ઉત્તર કોલ્હાપુરમાં આવ્યો ભૂકંપ-રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા-જાણો વિગતે

by Dr. Mayur Parikh July 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના(Maharashtra) સોલાપુર(Solapur) અને પૂર્વ ઉત્તર કોલ્હાપુરમાં(Kolhapur) ભૂકંપના(Earthquake) આંચકા અનુભવાયા છે.

અહીં આવેલા ભૂકંપની તીવ્રતા(magnitude) રિક્ટર સ્કેલ(Richter scale) પર 4.9 માપવામાં આવી છે.

સોલાપુરથી થોડે દૂર કર્ણાટકના(Karnataka) વિજયપુરમાં(Vijaypur) ભૂકંપનું કેન્દ્રબિંદુ(earthquake epicenter) હોવાનું જાણવા મળ્યું છે.

જોકે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે માનહાનિના સમાચાર આવ્યા નથી.

આ સમાચાર પણ વાંચો :  કુદરત વીફર્યું- અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું- 15થી વધુ યાત્રીઓના મોત- આટલા યાત્રાળુઓ હજી ગુમ- જાણો વિગત

July 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં ફરી ધરતી ધ્રુજી- 250થી વધારે લોકોનાં મોત-આંચકાની આટલી તીવ્રતા 

by Dr. Mayur Parikh June 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

અફઘાનિસ્તાન(Afghanistan) અને પાકિસ્તાનમાં(Pakistan) બુધવારે સવારે ભૂકંપના(Earthquake) આંચકા અનુભવાયા છે. 

રિક્ટર સ્કેલ(Richter scale) પર ભૂકંપની તીવ્રતા(magnitude) 6.1ની મપાઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વે (US Geological Survey) મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વમાં હતું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 255 લોકોના મોત થયા છે જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયાછે. 

ભૂકંપની તીવ્રતા જોતા મોતના આંકડા વધી પણ શકે છે.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ મિત્ર રાષ્ટ્રમાં ફરી એકવાર પડી ગઈ સરકાર-ત્રણ જ વર્ષમાં પાંચમી વાર થશે ચૂંટણી- જાણો વિગતે 

June 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ધરા ધ્રુજી ઉઠી.. પાકિસ્તાનમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા, લોકોમાં મચી ગઈ દોડધામ

by Dr. Mayur Parikh May 6, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં(Pakistan) આજે વહેલી સવારે ભૂકંપના(Earthquake) તેજ આંચકા અનુભવાયા છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા(Magnitude) 5.1 નોંધવામાં આવી છે.

પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન(Afghanistan) અને ઈરાનમાં(Iran) પણ તેની અસર જોવા મળી હતી. ત્યાં પણ આંચકા અનુભવાયા.

ભૂકંપ બાદ આ વિસ્તારમાં ભયનો માહોલ છે. લોકો ડરી ગયા છે. જોકે વહીવટીતંત્રે લોકોને શાંતિ જાળવવા અને ધીરજ રાખવાની અપીલ કરી છે.
 
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જમ્મુ-કાશ્મીરમાં(Jammu kashmir) વહેલી સવારે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત. ઈમરાન ખાનને પદથી હટાવ્યા બાદ ૧૫ કરોડની કાર સાથે લઈ ગયા.

May 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

કુદરત રૂઠી… ઇન્ડોનેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા; જાણો વિગતે

by Dr. Mayur Parikh April 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઇન્ડોનેશિયામાં(Indonesia) ભૂકંપના(Earthquake) આંચકા આવતા ધરતી ધ્રુજી ઉઠી છે.

આ આંચકા એટલાં જોરદાર હતા કે, રિક્ટર સ્કેલ(Richter scale) પર 6.0ની તીવ્રતા(Magnitude) માપવામાં આવી છે.

NCSએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી(Sulawesi) 779 કિમી દૂર હતું.

કહેવાઇ રહ્યું છે કે, ભૂકંપના આંચકા સવારના 6.53 કલાકે અનુભવાયા હતા. 

જોકે સદનસીબે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના નુકસાન અંગેની હજુ સુધી કોઈ જ માહિતી સામે આવી નથી. 

ભૂકંપ આવ્યો હતો ત્યારે લોકો ઘરોમાં સૂઈ રહ્યાં હતા, પરંતુ ધરતી ધ્રુજતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  ચીનમાં ફરી કોરોનાનો તરખાટ, હોંગકોંગની ફ્લાઈટ આ તારીખ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો…

April 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ઉત્તર ભારતમાં આજે ફરી ધરા ધણધણી ઉઠી.. જમ્મુ-કશ્મીરમાં સવાર-સવારમાં અનુભવાયા ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

by Dr. Mayur Parikh March 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જમ્મુ-કશ્મીરમાં સવાર-સવારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કશ્મીરમાં અલચી (લેહ) થી 186 કિમી દૂર ઉત્તરમાં આજે સવારનાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 

આટલી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં અવારનવાર આ રીતે ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે

આ સમાચાર પણ વાંચો : સમગ્ર દેશમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પહોંચાડવા કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, આ તારીખથી મળશે સુવિધા.. જાણો વિગતે

March 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ચક્રવાતી તોફાન ‘અસાની’ વાવાઝોડા વચ્ચે આંદામાન અને નિકોબાર ખાતે અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા ; જાણો વિગતે

by Dr. Mayur Parikh March 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

અસાની વાવાઝોડું આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ ખાતે પહોંચી ગયું છે.  

આ બધા વચ્ચે આજે અહીં ભૂકંપના આંચકા પણ અનુભવાયા છે. 

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 મેગ્નિટ્યુડ જેટલી નોંધાઈ છે. 

ભૂકંપનું કેન્દ્ર 15.66 અક્ષાંસ અને 92.30 રેખાંશ ઉપર 39 કિમી ઉંડાણમાં નોંધાયું છે.  

જોકે સદનસીબે હજુ સુધી ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.

 આ સમાચાર પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, 13 વૈશ્વિક નેતાઓના એપ્રુવલ રેટિંગ ચાર્ટમાં ટોચ પર… જાણો વિગતે 

March 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક