Tag: Maharashtra State Gujarati Sahitya Akademi

  • Desh Videsh Nu Sahitya : ત્રણ પુસ્તક ત્રણ વક્તા… મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીમાં યોજાયો ‘ઝરૂખો’ ‘દેશ વિદેશનું સાહિત્ય’ કાર્યક્રમ

    Desh Videsh Nu Sahitya : ત્રણ પુસ્તક ત્રણ વક્તા… મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીમાં યોજાયો ‘ઝરૂખો’ ‘દેશ વિદેશનું સાહિત્ય’ કાર્યક્રમ

    News Continuous Bureau | Mumbai 

    Desh Videsh Nu Sahitya : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ઝરૂખોના સહયોગમાં યોજાયેલા ‘ દેશ વિદેશનું સાહિત્ય ‘ કાર્યક્રમમાં શ્રોતાઓને અપેક્ષા મુજબ જલસો જ પડી ગયો હતો.

    સામાન્ય ભાવક ગુજરાતી ભાષાનું સાહિત્ય તો વાંચતો હોય છે પણ વિદેશી સાહિત્ય માણવાનો મોકો ઓછા ભાવકોને મળે છે. અકાદમીના રવિવારના કાર્યક્રમમાં ત્રણ વક્તાઓએ એક મરાઠી અને બે વિદેશી ભાષાનાં પુસ્તકો શ્રોતાઓ સમક્ષ ઉઘાડી આપ્યાં.

    Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali
    પ્રતિમા પંડ્યા

    ‌” લાસ્ટ ટ્રેન ટુ ઈસ્તાંબુલ” એ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાનની સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નવલકથા છે જે તુર્કી લેખક આઈસ કુલીન દ્વારા લખાયેલી છે.

    આ નવલકથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્થાનાંતરિત યહૂદીઓની વાર્તા કહે છે જે તુર્કીમાં શરણાર્થી તરીકે આવ્યાં હતાં.
    તુર્કીની રાજદ્વારી ઑફિસ પૅરિસમાં પણ હતી અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી ન્યૂટ્રલ રહ્યું હતું. જર્મન સૈનિકો યહૂદીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા.

    ‌એ સમયે રાજદ્વારી ગતિવિધિઓ દ્વારા એક વિશેષ ટ્રેન પૅરિસથી ઈસ્તાંબુલ મોકલવામાં આવે છે જેમાં વિશેષ તો યહૂદીઓ છે.જર્મનોને શંકા ન પડે એટલે એને જર્મનીના બર્લિન શહેરના ટ્રેન રૂટે લઈ જવાય છે.

    Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali
    ડૉ.નેહલ વૈદ્ય

    આ નવલકથા તેમની યાત્રાનું વર્ણન કરે છે, જેમાં તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે. ભૂખ, તરસ, અને નાઝી સૈન્યનો પીછો આ ટ્રેનના યાત્રીઓ માટે દુ: સ્વપ્ન જેવાં છે.નવલકથા તેમની ધીરજ, સહનશક્તિ અને જીવનને ટકાવી રાખવાની તેમની પ્રબળ ઈચ્છાની આસપાસ આગળ વધે છે. જાહ્નવી પાલે ખૂબ સરસ રીતે આ નવલકથાના હાર્દને શ્રોતાઓ સમક્ષ મૂક્યાં.

    આ સમાચાર પણ વાંચો : Jharukho :રવિવારે બોરીવલીમાં ઝરૂખોની સાહિત્યિક સાંજ, ‘મસ્તીની પાઠશાળા’ની બીજી આવૃત્તિ નિમિત્તે ‘બાળકોનો કાવ્યપાઠ અને ઢેનટેડેન’

    બીજું વક્તવ્ય હતું કવયિત્રી પ્રતિમા પંડ્યાનું.એમણે મરાઠી લેખિકા ઉમા કુલકર્ણીની ચરિત્રાત્મક નવલકથા ” કેતકરવહિની” વિશે વાત કરી.
    ૨૦મી સદીના પૂર્વાર્ધમાં શહેરની એક છોકરી મનમાં કોડભર્યા સપનાં લઈને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં પરણીને જાય છે. ત્યાં એ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરે છે. ભાગિયાઓ તથા ગ્રામજનો કાવાદાવા કરીને સાસરિયાની જમીન પચાવી પાડે છે ત્યારે ગ્રામવાસીઓ સામે પોતાની આંતરિક શક્તિ સતત પ્રજ્વલિત રાખીને કેતકરવહિની ( કેતકરભાભી) વિવિધ કેસ જીતતી રહે છે.

    Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali
    સંજય પંડ્યા

    જેમની સામે કાયદાકીય લડાઈ ચાલે છે એમના તરફ માનવતા દાખવી તેઓ મદદ પણ કરતાં રહે છે .

    ‌‌ ધૈર્યવાન કેતકરવહિનીના સંઘર્ષને ઉમા કુલકર્ણીની રસાળ અને પ્રભાવી લેખનશૈલી ઉજાગર કરે છે. લેખિકા જેટલી જ સફળતા પ્રતિમા પંડ્યાને મળી જ્યારે વક્તવ્ય દ્વારા તેઓ કેતકરવહિનીના પાત્રને શ્રોતાઓ સમક્ષ જીવંત કરી શક્યાં. આ પુસ્તકનો અનુવાદ ટૂંક સમયમાં ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે.

    ત્રીજું પુસ્તક હતું ” લસ્ટ ફોર લાઈફ” અરવિન્ગ સ્ટોનની વિન્સ્ટન વૅન ગોઘના જીવન પર આધારિત નવલકથા! એના વિશે વક્તવ્ય આપ્યું ડૉ.નેહલ વૈદ્યે.

    Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali
    જાહ્નવી પાલ

    ‌‌અગાઉ રજૂ થયેલી બે નવલકથાઓની જેમ આમાં પણ જીવનનો સંઘર્ષ છે. આ સંઘર્ષ છે ડચ ચિત્રકાર વિન્સેન્ટ વૅન ગોઘનો. જીવન જીવવા માટેનો સ્થૂળ સંઘર્ષ અને માનસિક સંતુલનનો સંઘર્ષ સમાંતરે ચાલે છે. વિન્સેન્ટને એના ભાઈ થીઓનું પીઠબળ મળી રહે છે જેથી એ પોતાની ચિત્રકળા વિકસાવી શકે. વિન્સેન્ટ ખાણિયાઓને અને સામાન્ય માણસને પોતાનાં ચિત્રોમાં ઉતારે છે.

    એની આસપાસના મિત્ર વર્તુળ સાથેના સંબંધો ઉપર નીચે થતા રહે છે અને વિન્સેન્ટનું માનસિક સંતુલન પણ રૉલર કૉસ્ટર રાઈડ જેવું છે. વિશ્વમાં ચિત્રકાર તરીકે ખ્યાત વિન્સેન્ટ પોતાના જીવન દરમિયાન ફક્ત એક જ ચિત્ર વેચી શકે છે.

    Desh Videsh Nu Sahitya Maharashtra State Gujarati Sahitya Akademi organized 'Jarukho' 'Literature from Home and Abroad' program in Borivali
    ડૉ.અભય દોશી

    આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ‘ સળગતાં સૂરજમુખી ‘ નામે વિનોદ મેઘાણીએ કર્યો છે.

    કાર્યક્રમના સંચાલક ડૉ.અભય દોશીએ પણ વિદ્વતાપૂર્ણ રીતે દરેક પુસ્તકની તથા વક્તવ્યની સરાહના કરી હતી.

    આ કાર્યક્રમની પરિકલ્પના અને સંયોજન સંજય પંડ્યાના હતાં. વાર્તાલેખક સતીષ વ્યાસ તથા નીલા સંઘવી , પ્રજ્ઞા વસા તથા અનેક ભાવકોથી હૉલ ભરાઈ ગયો હતો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Akademi Award Function : અકાદમીનો પારિતોષિક અર્પણ સમારંભ સંપન્ન

    Akademi Award Function : અકાદમીનો પારિતોષિક અર્પણ સમારંભ સંપન્ન

     News Continuous Bureau | Mumbai

    Akademi Award Function : મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો પારિતોષિક અર્પણ સમારંભ 21 માર્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો .

            નર્મદ પારિતોષિક કવિ ભાગ્યેશ જહાને તથા મરાઠી ભાષાના કવિ નવલકથાકાર લક્ષ્મીકાંત તાંબોળીને આપવામાં આવ્યું હતું. વય અને સ્વાસ્થ્યને કારણે લક્ષ્મીકાંતજી હાજર રહી શક્યા ન હતા.એમના પુત્ર રવીન્દ્ર તાંબોળીએ પિતા વતી પારિતોષિક સ્વીકાર્યું હતું.

    Award ceremony of Maharashtra State Gujarati Sahitya Akademi successfully concluded on March 21 (1)

         મંત્રી શ્રી એડવોકેટ આશિષ સેલારે સમારંભમાં ખાસ હાજરી આપી હતી.એમણે માતૃભાષા શીખવા પર ભાર મૂક્યો હતો અને ગુજરાતી તથા અન્ય ભાષા તથા એના સાહિત્યના મરાઠી ભાષાના સાહિત્ય સાથે આદાન પ્રદાન પર વિશેષ ભાર મૂક્યો હતો. એમણે જણાવ્યું હતું કે સાહિત્ય વ્યક્તિ અને સમાજને પ્રગલ્ભ બનાવે છે, સંવેદનશીલ બનાવે છે. 

    Award ceremony of Maharashtra State Gujarati Sahitya Akademi successfully concluded on March 21

        સાહિત્યનું જીવનગૌરવ પારિતોષિક કવિ પ્રફુલ્લ પંડ્યાને, કલાનું પારિતોષિક કલાકર્મી નિરંજન મહેતાને, પત્રકારત્વનું રમેશ દવેને અને સંસ્થાનું ગુજરાતી વિભાગ- એસ. એન. ડી.ટી. મહિલા વિદ્યાપીઠને એનાયત કરવામાં આવ્યાં હતાં.  પુસ્તકોને અપાતા વાડ.મય પારિતોષિક રાજેશ રાજગોર, ઊર્મિલા પાલેજા, દેવયાની દવે, કામિની મહેતા, નીલા સંઘવી, નિરંજના જોશી, ડૉ. સરોજિની જિતેન્દ્ર તથા મેધા ગોપાલભાઈ ત્રિવેદીને અર્પણ કરવામાં આવ્યાં હતાં. 

    Award ceremony of Maharashtra State Gujarati Sahitya Akademi successfully concluded on March 21

    પુરસ્કાર અર્પણ વિધિમાં અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર સાથે અકાદમીના વરિષ્ઠ સભ્ય દીપક મહેતા, નવલકથાકાર વર્ષા અડાલજા, ભૂતપૂર્વ ધારાસભ્ય અતુલ શાહ, સંજીવ પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ  ભાગ્યેશ જ્હા જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યના મંત્રી ઍડ. આશિષ શેલારે બે પારિતોષિકો એનાયત કરી  સાહિત્યના મહિમા કરતા વક્તવ્ય દ્વારા ભાવકોનું દિલ જીતી લીધું હતું. મંત્રીશ્રીને રજૂ કરતાં પહેલાં વિ.સ. ખાંડેકર, મંગેશ પાડગાંવકર અને વિંદા કરંદીકરને વાંચીને ગુજરાતીઓની બે પેઢી  મોટી થઈ છે એ વાત સંજય પંડ્યાએ મૂકી હતી. સાહિત્ય આદાન પ્રદાનના કાર્યક્રમ તથા મરાઠી ગુજરાતી સાહિત્યના અનુવાદો પણ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગત બે વર્ષમાં કર્યા એનો ઉલ્લેખ એમણે કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: Zharukho: ‘ઝરૂખો ‘માં જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે ત્રણ વક્તાઓ વાત કરશે

           કાર્યક્રમની શરૂઆતમાં કવિ અનિલ જોશી અને નવલકથાકાર રજનીકુમાર પંડ્યાની સ્મૃતિ વંદના કરવામાં આવી હતી.  કવિ અનિલ જોશીના નિબંધનું પઠન રાજુલ દીવાને કર્યું હતું તથા શ્રદ્ધા શ્રીધરાણીએ પ્રાર્થના અને બે ગીત રજૂ કર્યાં હતાં. સ્નેહલ મુઝુમદાર તથા ભાગ્યેશ જહાએ શાર્દૂલવિક્રીડીત છંદમાં જુગલબંધી કરી શ્રોતાઓને ખુશ કરી દીધાં હતાં. 

    Award ceremony of Maharashtra State Gujarati Sahitya Akademi successfully concluded on March 21

           કાર્યક્રમના સંચાલક તરીકે સંજય પંડ્યા, મુકેશ જોશી, ડૉ. ખેવના દેસાઈ, હિરેન મહેતા અને પ્રીતિ જરીવાલાએ ભૂમિકા નિભાવી હતી. અકાદમી સાથે સંલગ્ન સંસ્થાઓને નવાજવાના ઉપક્રમમાં લોકાયન, ભાયંદર કપોળ મંડળ, શિવાજી હૉલ, અલિકા મંચના પ્રતિનિધિઓનું તથા અમેરિકાસ્થિત લેખિકા સૂચિ વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ સચિન નિંબાલકરે કરી હતી. 

    Award ceremony of Maharashtra State Gujarati Sahitya Akademi successfully concluded on March 21

    અકાદમી પ્રકાશિત દુર્લભ ગ્રંથ શ્રેણીના દસ પુસ્તકનો સેટ વિજેતાઓ તથા ઉપસ્તિત સર્જકો-પત્રકારોને ભેટ રૂપે આપવામાં આવ્યો હતો. મુંબઈ તથા મુંબઈ બહારનાં સર્જકો, ભાવકોથી હૉલ ભરાયેલો હતો. અકાદમીની મહાસાહિત્ય યુટ્યુબ ચેનલ પર સમગ્ર કાર્યક્રમ ટૂંક સમયમાં જોઈ શકાશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gujarati Sahitya: “મરાઠી – ગુજરાતી, નાટ્ય આદાન – પ્રદાન” નો કાર્યક્રમ ડોમ્બિવલીમાં થયો સંપન્ન, આ નાટકોનાં અંશ થયાં રજૂ .

    Gujarati Sahitya: “મરાઠી – ગુજરાતી, નાટ્ય આદાન – પ્રદાન” નો કાર્યક્રમ ડોમ્બિવલીમાં થયો સંપન્ન, આ નાટકોનાં અંશ થયાં રજૂ .

    News Continuous Bureau | Mumbai

    Gujarati Sahitya:  મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી છેવાડાના ગુજરાતી ભાવક સુધી પહોંચવા હંમેશાં પ્રયત્નશીલ હોય છે. 

          ગયા રવિવારે ડોંબીવલીના ( Dombivli ) તિલકનગર સ્કૂલના હોલમાં છ ગુજરાતી તથા મરાઠી કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને નાટ્યઘેલા કર્યા.

    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.
    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.

             દીપ પ્રજવલન બાદ, મરાઠીમાં નટરાજ વંદન અને ગુજરાતીમાં ગણેશ પ્રાર્થના:- ભવાઈ સ્વરૂપે રજૂ થઈ.

    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.
    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.

     

         બન્ને ભાષાના ( Maharashtra State Gujarati Sahitya Akademi ) નાટકોના આદાન – પ્રદાન બાબત ૐકાર કલા મંડળના દુર્ગારાજ જોશી અને નાટ્યકાર સતીશ વ્યાસે પ્રાસ્તાવીક રજૂ કર્યું ત્યાર બાદ બન્ને ભાષાનાં અનુવાદીત નાટકોનાં દ્રશ્યો રજૂ થયાં.

    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.
    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.

          ‘નટસમ્રાટ’નો અંશ પ્રવીણકુમાર વ્યાસે તથા  ‘શાંતતા કોર્ટ ચાલુ આહે’નો નાટ્ય અંશ નિખિલા ઇનામદારે રજૂ કર્યો.  ‘અભિનય સમ્રાટ’ નો અંશ સતીશ વ્યાસે ‘રાયગડાલા જેવ્હા જાગ યેતે’નો અંશ રમેશ ભિડેએ તથા  ‘ચિત્કાર’ નો નાટ્ય અંશ સુજાતા મહેતાએ રજૂ કર્યો.   ‘અધાંતર’ નો અંશ  નિખિલા ઇનામદારે, ‘ નટ સમ્રાટ ‘નો અંશ 

    આ સમાચાર પણ વાંચો : Anupama leap: અનુપમા માં લિપ બાદ આ પાંચ કલાકારો કહેશે શો ને અલવિદા!વાર્તા માં આવશે મોટો ફેરફાર, જાણો વિગત

    પ્રવીણકુમાર વ્યાસે ‘સંતુ રંગીલી’નો  સુજાતા મહેતાએ અને ‘ તી ફુલરાણી ‘નો અંશ ડૉ. મોનિકા ઠક્કરે રજૂ કર્યો.

    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.
    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.

          કલ્યાણના નાટ્યકર્મી અશ્વિન દેરાસરી અને ડોક્ટર સૂચકજી તથા મરાઠી નાટ્યકારોનું ( Marathi Drama ) સન્માન થયું.

    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.
    A program of Marathi-Gujarati Natya Adan-Pradan was held in Dombivli, parts of these plays were presented.

          રૂપાંતરિત નાટકોની ( Gujarati Drama ) વિગત આપી રોચક  સંચાલન કર્યું દુર્ગારાજ જોશી અને ડૉ. મોનિકા ઠક્કરે. કાર્યક્રમની પરિકલ્પના અકાદમીના સદસ્ય નિરંજન પંડયાની હતી.

          આપણી ગૌરવશાળી  ભૂતકાળ ધરાવતી રંગભૂમિના આદાન પ્રદાનને રજૂ કરતા આવા કાર્યક્રમ અવારનવાર થવા જોઈએ એવી લાગણી શ્રોતાઓએ વ્યક્ત કરી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’ના સહયોગથી આયોજિત ‘શાસ્ત્રોનું સાહિત્ય’ વેદ-ઉપનિષદ આધારિત વક્તવ્ય રસપ્રદ રહ્યાં

    Gujarati Sahitya: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’ના સહયોગથી આયોજિત ‘શાસ્ત્રોનું સાહિત્ય’ વેદ-ઉપનિષદ આધારિત વક્તવ્ય રસપ્રદ રહ્યાં

     News Continuous Bureau | Mumbai

    Gujarati Sahitya:  મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘ શાસ્ત્રોનું સાહિત્ય ‘ કાર્યક્રમમાં શ્રોતાઓથી હૉલ છલકાતો હતો. 

          આ કાર્યક્રમમાં ડૉ.નિરંજનાબેન જોશીએ  ‘ઉપનિષદ ઓજસ ‘ એ વિષય પર વિદ્વતાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું.

     મહાભારત વિશે અનેક વક્તવ્ય આપનાર જિતેન્દ્રભાઈ દવેએ ‘ મહાભારત આજનાં સંદર્ભે’ એ વિષય પર વાત કરી હતી.

          આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિત સંસ્કૃતના જ્ઞાતા છે અને ભારતીય વિદ્યા ભવનના સામાયિક ‘સંવિદ્’નું સંપાદન પણ એમણે સંભાળ્યું છે.  ‘ ઉપનિષદ અમૃતમ’  એ વિષય પર એમણે વક્તવ્ય આપ્યું હતું.

           ડૉ. કલ્પનાબેન દવેએ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી ,શ્લોક ગાઈ સભામાં ઉપનિષદનું વાતાવરણ ઊભું કર્યું. કલ્પનાબેને કહ્યું કે પૃથ્વી પર જ્યાં સુધી નદીઓ ઝરણાં વહે છે ત્યાં સુધી ઉપનિષદ રહેશે.

          કલ્પનાબેને પ્રથમ વક્તા નિરંજનાબેનનો ટૂંકમાં પરિચય આપતાં કહ્યું.નિરંજનાબેન વિદુષી તો છે જ,પ્રોફેસર પણ રહી ચૂક્યાં છે.અંગ્રેજી પુસ્તકોના ગુજરાતી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) અનુવાદ કર્યા છે. એક ગુજરાતી પુસ્તક ‘આવર્તન’નો સંસ્કૃત ભાષામાં અનુવાદ કર્યો છે.ઈ.સ.2016 થી 2023 ના અરસા દરમ્યાન ઘણાં પુરસ્કારોથી સન્માનિત થયાં છે.

                   નિરંજનાબેને પોતાના વક્તવ્યમાં કહ્યું કે ઉપનિષદ સંસારમાં અનર્થકારી તત્વ છે એને ગૌણ કરે છે ,શિથીલ કરે છે.  ઉપનિષદ  ઓજસ પાથરનાર તેમજ તેજસ્વી બનાવનારું શાસ્ત્ર છે. આહાર શુદ્ધ હશે તો અંતઃકરણ શુદ્ધ થશે. સ્મૃતિ જાગૃત થશે. ઘડપણનું દુઃખ ઘણું મોટું છે. ઉપનિષદમાં ગુરુ શિષ્યનો સંવાદ છે. ઉપનિષદ જીવ્યેશ છે.ઉપનિષદમાં ચરિત્રોનાં, જીવજંતુનાં ઉદાહરણ આવે છે.  ‘ઉપનિષદ ઓજસ’ સંદર્ભે નિરંજનાબેનનું વક્તવ્ય રસપ્રદ રહ્યું.

    'Shastronu Sahitya' organized by Maharashtra State Gujarati Sahitya Akademi in collaboration with 'Zarukho'
    ‘Shastronu Sahitya’ organized by Maharashtra State Gujarati Sahitya Akademi in collaboration with ‘Zarukho’

           બીજા વક્તા જિતેન્દ્રભાઈ દવે મહાભારતના પ્રવચનકાર છે.ઘણાં પુસ્તકો મહાભારત વિશે લખ્યાં છે.

    એમણે જણાવ્યું કે  મહાભારતમાં ( Mahabharat ) 99000 હજાર શ્લોક છે. તેમણે કહ્યું કે મહાભારત આપણને વેલ્યુ શીખવે છે. ભગવદગીતામાં શ્રી કૃષ્ણએ થિયરી કહી છે.ગીતા એ યુનિવર્સ છે,બ્રહ્માંડ છે. એ પુરવાર કરવા મહાભારત રચાયું છે.ડિપ્રેશન,નિષ્ફ્ળતા, નિરાશામાંથી બહાર આવવાનો રસ્તો ગીતા આપે છે.

    આ સમાચાર પણ વાંચો :  Aishwarya rai: આને કહેવાય કોન્ફિડન્સ, પેરિસ ફેશન વીક માં રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા રાય થી થઇ હતી આવી ભૂલ, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

               ત્રીજા વક્તા આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિતે 

    ‘ઉપનિષદ અમૃતમ’ વિષયનું ટૂંકું પણ અસરકારક વક્તવ્ય આપ્યું.છેલ્લા બે દાયકાથી તેઓ સંસ્કૃતનો પ્રચાર કરી રહ્યા છે. એમના પણ અનેક પુસ્તકો આવ્યા છે. 

       ઉપનિષદ, ભગવદ્દગીતા ( Bhagavad Gita ) અને બ્રહ્મસુત્ર તેને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે.  એકાદ પરમ સત્ય તરફ પ્રયાણ, તપ  એ આપણી સંસ્કૃતિ અને સનાતનનો મુખ્ય પ્રવાહ છે. બ્રહ્મ જયારે એકોહમ્ બહુ સ્યાત્ નો સંકલ્પ માત્ર કરે છે ત્યારે પ્રકૃતિ આ સંકલ્પ જાણી જાય છે અને સૃષ્ટિ નિર્માણ કરી નાંખે છે, જેમ આપણે પણ વિચાર માત્રથી અનેક ક્રિયાઓ ,અર્થો ,પદાર્થો વિજ્ઞાન પ્રત્યક્ષ કરીએ છીએ. જાગૃત મનમાં જગત છે, અર્ધ જાગૃત મન  સ્વપ્ન,અને અધિમનસ મન શુદ્ધ સાત્વિક જ્ઞાન સ્વીકારે છે. આત્મા એટલે જીવ, પરમાત્મા એટલે બ્રહ્મ એમ ઔપનિષદિક વિચારધારા છે એવું આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિતે જણાવ્યું હતું.

    'Shastronu Sahitya' organized by Maharashtra State Gujarati Sahitya Akademi in collaboration with 'Zarukho'
    ‘Shastronu Sahitya’ organized by Maharashtra State Gujarati Sahitya Akademi in collaboration with ‘Zarukho’

                   ડૉ. કલ્પનાબેન દવેએ ઉત્કૃષ્ટ સંચાલન કર્યું. આ કાર્યક્રમનું સંકલન હિતેન આનંદપરા અને સંજય પંડ્યાએ કર્યું હતું. ‘ઝરૂખો ‘ના સક્રિય સભ્ય દેવાંગ શાહે સંકલનમાં સહાય કરી હતી અને ડૉ.કલ્પના દવેનો પરિચય આપ્યો હતો.

          પ્રો.અશ્વિન મહેતા, સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના ટ્રસ્ટી કરુણાશંકર ઓઝા, તરુબહેન કજારિયા, સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી તથા અન્ય અનેક ભાવકોની હાજરી હતી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો :  Bhool bhulaiya 3: થિયેટર બાદ આ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3!કાર્તિક આર્યન એ શેર કરેલા પોસ્ટર માં મળી હિટ

  • Gujarati Sahitya: શું તમને કવિતા લખતાં શીખવું છે? મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આવતીકાલે કાંદીવલીમાં કર્યું છે આ શિબિરનું આયોજન

    Gujarati Sahitya: શું તમને કવિતા લખતાં શીખવું છે? મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આવતીકાલે કાંદીવલીમાં કર્યું છે આ શિબિરનું આયોજન

     News Continuous Bureau | Mumbai

    Gujarati Sahitya:  મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાંદીવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી ‘ કવિતા કઈ રીતે લખશો ‘ એ શિબિરનું આયોજન થયું છે જેમાં વરિષ્ઠ ગઝલકાર પંકજ શાહ ગઝલ વિશે તથા કવયિત્રી જ્યોતિ હિરાણી ગીત વિશે માર્ગદર્શન આપશે. કવિ સંજય પંડ્યા કાવ્યનાં વિવિધ સ્વરૂપોથી વિદ્યાર્થીઓ તથા ભાવકોને પરિચિત કરાવશે .શિબિરનો સમય સવારે ૧૧થી ૧ વાગ્યા સુધીનો છે. આ શિબિરમાં જોડાનારનું એક વોટ્સએપ ગ્રૂપ પણ બનશે જેમાં કાવ્ય લખનારાંને બે મહિના માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમ માટે સંકલન સહાય પ્રો. દીપ્તિ બૂચની છે.  

         જો તમારે કવિતા ( Gujarati Poem ) લખતાં શીખવું હોય તો ૨૫ સપ્ટેમ્બર બુધવારે સવારે ૧૧ વાગ્યે કેઈએસ શ્રોફ કૉલેજ ( KES Shroff College ) , ભુલાભાઈ દેસાઈ રોડ, જૈન દેરાસર સામે, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જજો. આ કાર્યક્રમમાં સહુ કોઈ સહભાગી થઈ શકે છે

    આ સમાચાર પણ વાંચો :  ASOSAI: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 16મી એશિયન ઓર્ગેનાઈઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન એસેમ્બલીનું કર્યું ઉદ્ઘાટન.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Zarukho: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’ના સહયોગમાં આજે’ શાસ્ત્રોનું સાહિત્ય ‘ કાર્યક્રમ.

    Zarukho: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ‘ઝરૂખો’ના સહયોગમાં આજે’ શાસ્ત્રોનું સાહિત્ય ‘ કાર્યક્રમ.

    News Continuous Bureau | Mumbai 

    Zarukho:  મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા બોરીવલીના શ્રી સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ‘ ઝરૂખો ‘ના સહયોગમાં ૨૧ સપ્ટેમ્બર આજે સાંજે ૭.૨૦ વાગ્યે ‘ શાસ્ત્રોનું સાહિત્ય ‘ નામે કાર્યક્રમનું આયોજન થયું છે .

          આ કાર્યક્રમમાં વિદ્વાન વક્તાઓ ડૉ.નિરંજના જોષી, ઈશ્વરભાઈ પુરોહિત તથા ડૉ. જિતેન્દ્ર દવે ઉપનિષદ તથા મહાભારતના ( Mahabharata ) વિષયે વાત કરશે.

    Zarukho Shastra Sahitya program on Saturday in association with 'Zarukho' by Maharashtra State Gujarati Sahitya Akademi
    Zarukho Shastra Sahitya program on Saturday in association with ‘Zarukho’ by Maharashtra State Gujarati Sahitya Akademi

     

    આ કાર્યક્રમનું સંચાલન ડૉ.કલ્પના દવે કરશે. 

    આ સમાચાર પણ વાંચો :   Mumbai News : બાંદ્રા-વરલી સી-લિંક પરથી એક વ્યક્તિએ કૂદીને આત્મહત્યા કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત.   

         સાઈબાબા મંદિર,બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી ( Borivail ) પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમનું સંયોજન હિતેન આનંદપરા અને સંજય પંડ્યાએ કર્યું છે. સંકલન સહાય દેવાંગ શાહની છે. અકાદમીનો આ જાહેર કાર્યક્રમ છે. અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) તથા સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહુને જાહેર નિમંત્રણ પાઠવે છે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Kathasetu: અરે વાહ ! આ પુસ્તક દ્વારા ૨૧ ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી વાચકો સુધી પહોંચી..

    Kathasetu: અરે વાહ ! આ પુસ્તક દ્વારા ૨૧ ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠી વાચકો સુધી પહોંચી..

    News Continuous Bureau | Mumbai

    Kathasetu:  મરાઠી ભાષામાંથી ગુજરાતીમાં ઘણું સાહિત્ય ( Gujarati Sahitya ) આવ્યું છે પણ ગુજરાતી ભાષામાંથી મરાઠીમાં અનુવાદ ઓછાં થયાં છે. આજે ગુજરાતી ટૂંકી વાર્તાઓ મરાઠીમાં અનુવાદિત થઈ વાચકો સુધી પહોંચી એની વાત કરવી છે.  

             મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ( Maharashtra State Gujarati Sahitya Akademi ) સહયોગમાં પદ્મગંધા પ્રકાશન પુણેએ કથાસેતુ પુસ્તક તાજેતરમાં પ્રકાશિત કર્યું. આ પુસ્તકના સંપાદક છે સંજય પંડ્યા ( Sanjay Pandya ) અને અનુવાદક છે સુષમા શાળિગ્રામ .

         ગુલાબદાસ બ્રોકર, વિઠ્ઠલ પંડ્યા, દિનકર જોષી, વર્ષા અડાલજા, હરીશ નાગ્રેચાથી માંડીને ઘનશ્યામ દેસાઈ, ઉત્પલ ભાયાણી અને આજે ટૂંકી વાર્તા લખતાં કિશોર પટેલ, સંદીપ ભાટિયા, બાદલ પંચાલ અને સમીરા પત્રાવાલાની વાર્તાઓ અનુવાદિત થઈ મરાઠી વાચકો ( Marathi Readers )  સુધી પહોંચી છે. આ સંપાદનમાં કુલ ૨૧ વાર્તાઓનો સમાવેશ થયો છે.

         આ પુસ્તકનું લોકાર્પણ થાય ત્યાં સુધીમાં મોટા ભાગની નકલો વેચાઈ ચૂકી છે જે મરાઠી ( Marathi  ) પ્રજાનો પુસ્તક પ્રેમ દર્શાવે છે.

          લોકાર્પણ સમારંભમાં મહારાષ્ટ્ર ટાઈમ્સના કન્સલ્ટીંગ એડિટર શ્રીકાંત બોજેવારે કહ્યું હતું કે વાચકને સમજાય એવી કૃતિઓ હોવી જોઈએ. આ પ્રકારના આદાન પ્રદાન બંને ભાષા વચ્ચે વધુ થવા જોઈએ એ વાત પર એમણે ભાર મૂક્યો હતો. 

    21 Gujarati short stories reached Marathi readers through the book 'Kathasetu'.
    21 Gujarati short stories reached Marathi readers through the book ‘Kathasetu’.

     

         ‘ વસંત ‘ સામાયિકના સંપાદક દિલીપ દેશપાંડેએ સંપાદક સંજય પંડ્યાના પિતાશ્રી નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા તથા પોતાના પિતાશ્રી મરાઠી ‘વસંત’ના સંપાદક બાલકૃષ્ણ દેશપાંડે સાન્તાક્રુઝમાં બાજુબાજુમાં રહેતા એ સ્મૃતિ તાજી કરી હતી. ૮૨ વર્ષથી પ્રકાશિત થતા ‘ વસંત ‘માં એમણે ‘ કથાસેતુ ‘નું અવલોકન પણ છાપ્યું છે.

           નવલકથાકાર કાનજી પટેલે ‘કથાસેતુ’ને આવકારતાં પોતાની ટૂંકી વાર્તાના સર્જનના વિષયવસ્તુની વાત કરી હતી. નાની ઉંમરથી ભીલ પ્રજાના જીવનને નજીકથી એમણે જોયું છે એ ઉપરાંત ભટકતી વિમુક્ત જનજાતિ પર આજે પણ જે અન્યાય થઈ રહ્યો છે એની આસપાસ જ એમની ટૂંકી વાર્તાઓ સર્જાય છે એ એમણે ભારપૂર્વક જણાવ્યું હતું .

    આ સમાચાર પણ વાંચો :   Ecos Mobility IPO Listing : મંદીના માહોલમાં પણ શેર બજારના રોકાણકારોએ કરી કમાણી, આ કંપનીના શેર 17 ટકા પ્રીમિયમ પર થયા લિસ્ટેડ… 

         કવિ વાર્તાકાર સંદીપ ભાટિયાએ ‘ કથાસેતુ ‘માં સમાવેશ થયેલા વાર્તાકારો વતી વક્તવ્ય આપ્યું હતું. મુંબઈમાં રહેતા ટૂંકી વાર્તાના ગુજરાતીભાષી લેખક મરાઠી ભાષા અને સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છે અને વળી પોતે તો મરાઠી કન્યા સાથે પરણ્યા છે એટલે ઘરમાં મળતા આદેશ મરાઠી ભાષામાં હોય છે એની વાત એમણે હળવાશથી રજૂ કરી હતી.

             અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારનું સ્વાગત વક્તવ્ય એમની  મસ્ત મસ્ત શૈલીનું! તો એવી જ મઝા વાચિકમમાં કરાવી અભિજિત ચિત્રેએ.

    21 Gujarati short stories reached Marathi readers through the book 'Kathasetu'.
    21 Gujarati short stories reached Marathi readers through the book ‘Kathasetu’.

        કવિ મુકેશ જોષી અને ડૉ.મોનિકા ઠક્કરે પ્રવાહી શૈલીમાં ગુજરાતી અને મરાઠીમાં સંચાલન કર્યું હતું.

          અનુવાદક સુષમા શાળિગ્રામ તથા પ્રકાશક અભિષેક જાખાડેએ પણ સંપાદન વિશે પોતાની વાત મૂકી હતી.

         સંપાદન કરનાર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે સંપાદન ફક્ત એક વર્ષની પ્રક્રિયા નથી હોતી પણ એના માટે દાયકાઓ સુધી વાંચવું પડતું હોય છે. એક સારા અનુવાદનું પુસ્તક એક ભાષાની સંસ્કૃતિને, એના વાતાવરણને, એની પરંપરાને, એ સમયના વાર્તાકારના ઉન્મેષને અને વાર્તાકારના હૃદયના ધબકારાને બીજી ભાષાના વાચકો સુધી લઈ જાય છે. ઉત્તમ અનુવાદ માટે એમણે સુષમા શાળિગ્રામનો તથા પ્રકાશન માટે અકાદમી તથા અભિષેકજીનો આભાર માન્યો હતો.

         કલાગુર્જરી અક્ષર અર્ચના સંસ્થા લોકાર્પણના કાર્યક્રમ માટે સહયોગી સંસ્થા હતી. કલાગુર્જરીના પ્રમુખ હેમાંગ જાંગલા તથા પૂર્વ પ્રમુખ અમૃત માલદે આયોજનની ઝીણી વિગતોનું ધ્યાન રાખે છે એ દેખાઈ આવતું હતું. સંસ્થાનાં ઉપપ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદી તથા વિનય પાઠક, કવિ કમલ વોરા, વાર્તાકાર ત્રિપુટી કિશોર પટેલ, સતીષ વ્યાસ , હેમંત કારિયા તથા કવયિત્રી પ્રતિમા પંડ્યા,  લેખિનીનાં નીતા કઢી તથા પંડ્યા પરિવાર વતી રાજેશ પંડ્યા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતાં

    આ સમાચાર પણ વાંચો :  BIS Ahmedabad: હોલમાર્કિંગ વિનાના ઘરેણાં વેચતા અમદાવાદના જ્વેલર્સ પર BISના દરોડા, આટલા ગ્રામ સોનાના દાગીના થયા જપ્ત..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Bhavai: ભવાઈને નવી પેઢી સુધી પોહચાડવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ તારીખે કર્યું “ભવાઈ શિબિર” નું આયોજન..

    Bhavai: ભવાઈને નવી પેઢી સુધી પોહચાડવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ તારીખે કર્યું “ભવાઈ શિબિર” નું આયોજન..

    News Continuous Bureau | Mumbai

    Bhavai: ભવાઈનો પ્રારંભ થયો અસાઈત ઠાકર દ્વારા ૧૪ મી સદીમાં. અસાઈત ઠાકરે ૩૫૦ ઉપરાંત વેશ લખ્યા.ઉત્તર ગુજરાતનાં ગામોમાં ભવાઈના વેશ નિયમિત ભજવાતા.કળાનું આ સ્વરૂપ જૂની રંગભૂમિના આગમન સાથે અને ત્યારબાદ નવી રંગભૂમિનાં લોકહૃદયમાં સ્થાનને કારણે ઝાંખું પડતું ગયું. મુંબઈમાં તો ભવાઈના કલાકારનો ઉલ્લેખ કરવો હોય તો બે ત્રણ નામથી આગળ વધાય એવી પરિસ્થિતિ નથી .મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) ,  આ કળાને નવી પેઢી સુધી પહોંચાડી શકાય એવું વાતાવરણ તૈયાર કરવા માગે છે.      

               દશરથલાલ જોષી વાચનાલયના સહયોગમાં ૨૩ ઑગસ્ટ શુક્રવારે સાંજે વિલે પાર્લેમાં ( Vile Parle ) ૫.૩૦થી ૮.૩૦ દરમિયાન અકાદમીએ “ ભવાઈ શિબિર” ( Bhavai Shibir ) નું આયોજન કર્યું છે. વરિષ્ઠ કલાકાર લીલી પટેલ તથા અનુરાગ પ્રપન્ન અને ભવાઈ ( Gujarati Sahitya ) જેમના પરિવારમાં ઊતરી આવી છે એવા વિકાસ ઘનશ્યામ નાયક રજૂઆત દ્વારા માર્ગદર્શન આપશે 

      આ સમાચાર પણ વાંચો  : Rajiv Gandhi: PM મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ

          આ કાર્યક્રમ  જાહેર જ છે પણ અભિનય અને ગાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા ભાવકો સંકલનકર્તા સંજય પંડ્યાનો 9821060943 પર સંપર્ક કરી નામ નોંધાવશે તો એમને શિબિર દરમિયાન ભજવણી કરવાની સ્ક્રીપ્ટ વ્હોટસએપ ગ્રૂપ મારફત મળી જશે. આ કાર્યક્રમ માટે સ્થળ સૌજન્ય કલાગુર્જરીનું છે તથા હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો આયોજન માટે સહયોગ મળ્યો છે.

        તો શુક્રવારે સાંજે પહોંચી જજો દશરથલાલ જોષી વાચનાલય, સ્ટેશન રોડ, વિલે પાર્લે પશ્ચિમના સરનામે!

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • World Gujarati Language Day: વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત પારિતોષિક અર્પણ સમારંભ યોજાશે આ તારીખે..

    World Gujarati Language Day: વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી, મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત પારિતોષિક અર્પણ સમારંભ યોજાશે આ તારીખે..

    News Continuous Bureau | Mumbai

    World Gujarati Language Day: વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ( Maharashtra State Gujarati Sahitya Akademi ) પારિતોષિક અર્પણ સમારંભનું આયોજન કર્યું છે. આ સમારંભ શનિવાર ૨૪ ઑગસ્ટે સાંજે ૬.૩૦ વાગ્યે પી.ડી. બૅન્કવેટ્સ હૉલ, પાંચમે માળે, પુ. લ. દેશપાંડે મહારાષ્ટ્ર કલા અકાદમી, રવીન્દ્ર નાટ્યમંદિર પરિસર, પ્રભાદેવી-દાદર ખાતે યોજાશે.  

    World Gujarati Language Day: અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪નાં વિવિધ પારિતોષિકો જાહેર કરવામાં આવે છે. 

            ગુજરાતી અને મરાઠી સાહિત્યકારને ( Literature ) અપાતું કવિ નર્મદ પારિતોષિક ઈશ્વર પરમાર તથા બાબા ભાંડને જાહેર કરવામાં આવે છે. મહારાષ્ટ્ર સ્થિત પ્રતિભાને વિવિધ શ્રેણીમાં અપાતા જીવનગૌરવ પારિતોષિક અંતર્ગત સાહિત્ય ( Gujarati Sahitya ) ક્ષેત્રે તારિણીબહેન દેસાઈ; કલા ક્ષેત્રે લીલી પટેલ; પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણી તથા સંસ્થાઓમાં સોરાષ્ટ્ર ટ્રસ્ટ – કવિતા દ્વિમાસિકની પસંદગી કરવામાં આવી છે.

    World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.
    World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

         સર્વોત્તમ પુસ્તકોને પુરસ્કાર ( Award Ceremony ) પ્રદાન કરવાની અકાદમીની યોજના અન્વયે કવિતા, નવલકથા, નિબંધ, અનુવાદ તથા નવોદિત લેખક વિભાગમાં વાઙમય પારિતોષિક એનાયત કરવામાં આવશે. 

         કવિતા વિભાગમાં ઉદયન ઠક્કરના `રાવણહથ્થો’ કાવ્યસંગ્રહને પ્રથમ તથા પ્રદીપ સંઘવીના `કારવી’ કાવ્યસંગ્રહને દ્વિતીય ઈનામ મળે છે.

    World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.
    World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

    આ સમાચાર પણ વાંચો : ​​ Monkeypox : કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ મંકીપોક્સની સ્થિતિ અને સજ્જતાની કરી સમીક્ષા, સાવચેતીના ભાગરૂપે કેટલાક પગલાં અમલમાં મુકાયા..

            નવલકથા વિભાગમાં દ્વિતીય ઈનામ નિરંજન જી. મહેતાની `અતિથિ દેવો ભવ’ નવલકથાને અપાશે. 

           લલિત નિબંધમાં નીલા સંઘવીના `નવા જમાનાની નવી વાતો’ પુસ્તકને પ્રથમ ઈનામ મળશે. અનુવાદમાં વૈશાલી ત્રિવેદી અનુવાદિત `નટસમ્રાટ’ નાટકની પસંદગી થઈ છે ( મૂળ લેખક: વિ.વા.શિરવાડકર ) .

        ‌ નવોદિત લેખક વિભાગમાં પ્રથમ ઈનામ `ઝાકળ ભીની વાતો’ પુસ્તક માટે મિતા ગોર મેવાડાને તથા દ્વિતીય ઈનામ `આત્મમંથન’ પુસ્તક માટે મમતા પટેલને એનાયત કરવામાં આવશે. તમામ એવૉર્ડ વિજેતાઓને સાંસ્કૃતિક બાબતો વિભાગના મંત્રી તથા અકાદમીના પ્રમુખ મા. સુધીર મુનગંટીવાર તથા અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદાર તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.

    World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.
    World Gujarati Language Day a prize giving ceremony organized by Maharashtra State Gujarati Sahitya Akademi will be held on this date.

    જીવનગૌરવ તથા નર્મદ પારિતોષિકમાં રૂ. ૫૧,૦૦૦/-ની રાશિ જ્યારે વાઙમય પારિતોષિક અંતર્ગત પ્રથમ ઈનામમાં રૂ. ૧૫,૦૦૦/-ની અને દ્વિતીય ઈનામમાં રૂ. ૧૦,૦૦૦/-ની રાશિ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્નનો સમાવેશ થાય છે. પારિતોષકની પસંદગીમાં અકાદમીનાં વરિષ્ઠ સભ્યો દિનકર જોષી, દીપક મહેતા અને વર્ષા અડાલજાના માર્ગદર્શનમાં અકાદમી સભ્યોની સમિતિએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gujarati Sahitya Akademi: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે કાંદીવલીમાં શનિવારે’ અનુવાદ આદાનપ્રદાન ‘ કાર્યક્રમ

    Gujarati Sahitya Akademi: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે કાંદીવલીમાં શનિવારે’ અનુવાદ આદાનપ્રદાન ‘ કાર્યક્રમ

    News Continuous Bureau | Mumbai

      Gujarati Sahitya Akademi:    એક ભાષાનું સાહિત્ય જ્યારે બીજી ભાષામાં અનુવાદિત થાય છે ત્યારે એ સાહિત્યનો સમય , ત્યાંની સંસ્કૃતિ, સંવેદના અને માનવજીવનના ધબકારા પણ બીજી ભાષાના ભાવક સુધી પહોંચે છે.  

        ૧૦ ઑગસ્ટ શનિવાર સાંજે ૫.૩૦ વાગ્યે ( સમયસર) મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) તથા કેઈએસ ગુજરાતી ભાષાભવનના ઉપક્રમે ‘ અનુવાદ આદાનપ્રદાન ‘ ( Anuvad Adanpradan ) કાર્યક્રમ યોજાયો છે. 

        વરિષ્ઠ સર્જક દિનકર જોષી આ કાર્યક્રમની ભૂમિકા માંડતું વક્તવ્ય આપશે. ડૉ. કલ્પના દવે ગુજરાતી અને મરાઠી ભાષાના નવલકથા તથા નિબંધના અનુવાદની વાત કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા ગુજરાતી અને મરાઠી ભાષાની કવિતાના આદાનપ્રદાનની વાત કરશે. ડૉ. દર્શના ઓઝા ભારતીય તથા અન્ય ભાષાઓ તથા ગુજરાતી ભાષાના સાહિત્યના ( Gujarati Sahitya )  આદાનપ્રદાન વિશે સંચાલનમાં વાત વણી લેશે.

    આ સમાચાર પણ વાંચો: Jagdeep Dhankhar: 10મા નેશનલ હેન્ડલૂમ દિવસે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગુજરાતના 2 હાથવણાટ કારીગરોને આ એવોર્ડ્સથી નવાજ્યા

          જાણીતા નાટ્ય કલાકાર અભિજિત ચિત્રે કેટલાક ઉત્તમ અંશોનું વાચિકમ કરશે. આ કાર્યક્રમની પરિકલ્પના સંજય પંડ્યાએ કરી છે.

         આ કાર્યક્રમ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ( KES Gujarati Bhasha Bhavan ) હૉલમાં, એશિયન બેકરીની સામેની ગલીમાં, ઈરાની વાડી, કાંદીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે અને સર્વ સાહિત્યપ્રેમીઓને જાહેર નિમંત્રણ છે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.