તમને જણાવી દઈએ કે મુંબઈના કાંદિવલી વિસ્તારમાં બપોરે 12.27 કલાકે આગ લાગી હતી. આ ભીષણ આગમાં એક મહિલા અને એક 8 વર્ષના બાળક સહિત બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત આ આગમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર પણ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. આ ભીષણ આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગ પહેલા અને બીજા માળે વધુ ગંભીર હતી. આગની જ્વાળાઓ પહેલા માળેથી ઘરની બહાર સુધી આવી રહી છે. નજીકમાં હાજર લોકોમાં અરાજકતા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, IPL ક્રિકેટર પોલ ચંદ્રશેખર વલ્થાટીનું ઘર તે જ બિલ્ડિંગના ચોથા માળે છે જ્યાં આગ લાગી હતી. મૃત્યુ પામેલા બે લોકો અમેરિકાના મહેમાનો હતા જેઓ તેમના ઘરે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
News Continuous Bureau | Mumbai Borivali : બોરીવલીમાં મહાવીર નગર ખાતે આવેલી કપોળ વિદ્યા નિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ વધુ એક વખત વિવાદોમાં સપડાઈ છે. આ સ્કૂલમાં શુક્રવારને દિવસે સવારના સમયે અજાનની નમાજનું પઠન થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ શાળામાં માત્ર ગુજરાતી અને તેમાં પણ જૈન અને કચ્છી પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં એક ટકો મુસ્લિમ વિદ્યાર્થીઓ નથી. તેમ છતાં સવારના સમયે શુક્રવારના દિવસે અજાનની નમાજ વાગતા હંગામો થઈ ગયો છે.
શું શિક્ષક ચાલાકી કરી ગઈ?
મળતી માહિતી મુજબ આ શાળામાં એક મુસ્લિમ શિક્ષિકાએ શુક્રવારના દિવસે માઈક પોતાના હાથમાં લીધું અને કલમા ગાવા માંડી. જોકે માત્ર બે કે ત્રણ મિનિટમાં જ તેને બંધ કરવામાં આવી હતી. શાળાના પ્રિન્સિપલનું મીડિયા હાઉસ સમક્ષ કહેવું છે કે સર્વ દરમિયાન પ્રાર્થના વગાડવામાં આવે છે પરંતુ નમાજ અને કલમા વાંચવા સંદર્ભે તેમને કોઈ જાણકારી નથી. હવે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે એક મુસ્લિમ શિક્ષિકા નું આકારનામું છે અને હવે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. જુઓ વિડિયો…
વિદ્યાર્થીઓએ નમાજ ચાલુ હતી ત્યારે શું કર્યું?
ન્યુઝ કન્ટિન્યુઝએ આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સાથે વાત કરી. ત્યારે અનેક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જ્યારે નમાજ વાગવા માંડી ત્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ ન આવ્યો કે શું થયું. પરંતુ શિક્ષકો ચેતી ગયા હતા. અનેક શિક્ષકો ક્લાસરૂમમાંથી બહાર આવી ગયા હતા. ત્યારે વિદ્યાર્થીઓ હસી રહ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને પૂછી રહ્યા હતા કે આજે ઈદ નથી તોય આવું કેમ વાગે છે.
શાળામાં અમુક દોઢ ડાયા શિક્ષકો પણ છે. હાલ એક શિક્ષિકા નો ઓડિયો વાયરલ થયો છે. જેવા તે શિક્ષિકા સર્વ ધર્મ પ્રાર્થના નામે નમાજ અદા કરવા સંદર્ભે સ્કૂલની તરફદારી કરી રહી છે. આ ઓડિયો વાયરલ થતાની સાથે જ પાલકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. જોકે આ શિક્ષિકા નું નામ બહાર આવ્યું નથી. પરંતુ બહાર આવી જાય તો તેણે રાજીનામું આપવું પડે અને ઘરની બહાર નીકળવાની પણ તકલીફ થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. સાંભળો શિક્ષિકા નો ઓડિયો.
હોબાળો થયા પછી શું થયું?? કોણ કોણ ઘટના સ્થળે પહોંચ્યું…
હાલ સમગ્ર રાજ્ય અને દેશમાં ધાર્મિક રીતે વાતાવરણ તંગ બન્યું છે. લવ જેહાદના કેસ દરરોજ અખબારમાં છપાય છે ત્યારે આ મહાવીર નગર જેવા વિસ્તારમાં સ્કૂલમાંથી મોટા અવાજે નમાજ વાગતા વાતાવરણ તંગ બન્યું હતું. સ્કૂલના whatsapp ગ્રુપમાં હંગામો મચી ગયો હતો. . થોડા સમયમાં ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહિત પોલીસ અને અલગ અલગ પાર્ટીના નેતા પહોંચી ગયા હતા. ત્યારબાદ મીડિયાવાળા પણ આવી ગયા હતા. અને સ્કૂલનું નામ બદનામ થયું હતું.
મહાવીર નગર ના રહેવાસીઓનું શું કહેવું છે?
મહાવીર નગર એ બોરીવલી અને કાંદીવલી વચ્ચે આવેલો એક પ્રતિષ્ઠિત અને ધનિકોનો વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં જૈનો તેમજ વૈષ્ણવો રહે છે. આ શાળા મહાવીર નગરમાં આવેલી છે તેને કારણે આ પરિવારના બાળકો કપોળ સ્કૂલમાં જાય છે. રોજ સવારે અહીં મોટી સંખ્યામાં શ્રાવકો ઉઘાડા પગે દેરાસરમાં જાય છે. તેમ જ વૈષ્ણવો હવેલીની બહાર દર્શન કરવા લાઈન લગાવે છે. દરેક નાકા પર ગાય હોય છે જેને ઘાસ ખવડાવવામાં આવે છે. હવે વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે સવાલ એવો ઊભો થાય છે કે આવા ભદ્ર વિસ્તારમાં સામાજિક વાતાવરણ ડહોળાઈ જાય તેવું કામ કોણે કર્યું અને શા માટે કર્યું?
શું મોરલો કળા કરી ગયો અને સંચાલક અને પ્રિન્સિપલ જોતા રહી ગયા?
ગુજરાતી મેનેજમેન્ટ ની શાળા તેમજ ગુજરાતી વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી લેવામાં આવે છે. ત્યારે પાલકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ પૈસા નમાજ સાંભળવા માટે આપ્યા છે? કે પછી વિદ્યાર્થીને એક જવાબદાર નાગરિક બનાવવા માટે આપ્યા છે? ચર્ચા એવી ચાલી રહી છે કે પ્રિન્સિપલની નજીકની તેમજ ખાસમખાસ એવી એક શિક્ષિકા મુસ્લિમ છે. આ શાળામાં માત્ર બે મુસ્લિમ શિક્ષિકા છે. તેમાંથી એક શિક્ષિકા કળા કરી ગઈ અને મેનેજમેન્ટ જોતું રહી ગયું. હવે તમામ પાલકો ની ઈચ્છા છે કે મેનેજમેન્ટ જરા કડક બને અને સ્કૂલના ભણતર તેમજ સ્કૂલમાં શું ચાલી રહ્યું છે તેના ઉપર વધુ ધ્યાન આપે અને નવી ઇમારતો બનાવવા પાછળ તેમજ નવા કોર્સ બનાવવા પાછળ જેટલું જરૂરી હોય તેટલું જ ધ્યાન આપે.
મુંબઈના પશ્ચિમ ઉપનગરનો ગુજરાતી વિસ્તાર કાંદિવલી કોરોનાનો હૉટ સ્પૉટ બની ગયો હોવાનું જણાઈ રહ્યું છે. કાંદિવલી (પશ્ચિમ)ના મહાવીર નગરમાં એક જ સોસાયટીમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. એથી બિલ્ડિંગ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં આવી ગયું હતું. કોરોનાના વેરિયન્ટ ડેલ્ટા પ્લસના મહારાષ્ટ્રમાં ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે, ત્યારે કાંદિવલીમાં ડેલ્ટા પ્લસના પાંચ કેસ નોંધાયા છે. એથી પાલિકા પ્રશાસનની ચિંતા પણ વધી ગઈ છે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં માંડ આવી છે, પરંતુ પશ્ચિમ ઉપનગરના બોરીવલી અને કાંદિવલી વિસ્તારમાં કોરોનાના કેસ ઘટવાનું નામ જ નથી લેતા. એથી પાલિકાના આરોગ્ય ખાતાની ચિંતા વધી ગઈ છે. એમાં પણ કાંદિવલી (પશ્ચિમ)માં મહાવીર નગરમાં આવેલી વીણા-ગીત-સંગીત-ગંગોત્રી-યમનોત્રી કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કોરોનાના કેસનું પ્રમાણ વધી ગયું હતું. કોરોનાના 17 કેસ નોંધાતાં પાલિકા આર-સાઉથ વૉર્ડ દ્વારા બિલ્ડિંગને સીલ કરીને કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં નાખી દેવામાં આવ્યું હતું. હાલ જોકે બિલ્ડિંગમાં ફક્ત સાત ઍક્ટિવ કેસ રહ્યા છે. એમાંથી બે જણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પાલિકા દ્વારા કોરોનાને નિયંત્રણમાં લેવાની ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે 125 સભ્યો ધરાવતી વીણા-ગીત-સંગીત-ગંગોત્રી-યમનોત્રી કૉ-ઑપરેટિવ હાઉસિંગના સભ્યો પર બિલ્ડિંગમાં અચાનક વધી ગયેલા કેસથી ચિંતિત છે. સોસાયટીના સભ્યના કહેવા મુજબ હવે તેમની સોસાયટીમાં કેસ નિયંત્રણમાં છે. ચાર-પાંચ દિવસમાં કોઈ નવા કેસ નોંધાયા નથી,, જે લોકોને કોરોના થયો હતો તે લોકો પણ વેક્સિનેટેડ હતા, એથી જલદી રિકવર થઈ રહ્યા છે. હાલ ફક્ત બે સિનિયર સિટીઝન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેસમાં વધારો થાય નહીં એ માટે તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
કોરોનાના કેસ પહેલાંથી કાંદિવલીમાં વધુ રહ્યા હોવાથી આર-સાઉથ વૉર્ડ એલર્ટ મોડ પર રહ્યો છે. છતાં નાગરિકોની બેદરકારીને કારણે કેસ ઘટતા જ નથી. એમાં હવે ડેલ્ટા પ્લસના પાંચ કેસ કાંદિવલીમાં નોંધાયા છે. એવી નારાજગી આર-સાઉથનાં વૉર્ડ ઑફિસર સંધ્યા નાંદેડકરે વ્યક્ત કરી હતી.
તેમના કહેવા મુજબ આ વિસ્તાર ઓવર ક્રાઉડેડ રહ્યો છે. નિયંત્રણો હળવાં કરવાની સાથે જ લોકો પણ કોરોના સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એમાં પણ હવે તહેવારોનો સમયગાળો છે. એ સમયે કાંદિવલીમાં એક જ સોસાયટીમાં 17 કેસ નોંધાય એ ચિંતાજનક બાબત છે. જોકે હાલ અહીં ફક્ત સાત ઍક્ટિવ કેસ છે, છતાં બિલ્ડિંગ હજી કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં છે તેમ જ ડેલ્ટા પ્લસના પણ પાંચ કેસ નોંધાતાં પાલિકાની ચિંતા વધી ગઈ છે, એથી વધુ એલર્ટ થઈ ગયા છીએ. કોરોના એક કેસ સામે કૉન્ટૅક્ટ ટ્રેસિંગ વધારી દેવામાં આવ્યું છે તેમ જ ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. આ વિસ્તારમાં વેક્સિનેશન પણ ઝડપથી થાય એવા પ્રયાસ છે. છતાં લોકોએ પણ કોરોના સંબંધિત નિયમનું પાલન કરવું આવશ્યક છે. લોકો સતત બેદરકારી રાખી રહ્યા છે. રક્ષાબંધનના દિવસે પણ કાંદિવલીમાં ભારે ભીડ જણાઈ રહી છે. લોકો નિયમનું પાલન નહીં કરે તો અમારે આકરાં પગલાં લેવાની તૈયારી રાખવી પડશે.