• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mahesh babu
Tag:

mahesh babu

SS Rajamouli Bets 1000 Crore on ‘Varanasi’: A Pan-World Mythological Epic with Time Travel Twist
મનોરંજન

Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!

by Zalak Parikh November 17, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Varanasi: એસ.એસ. રાજામૌલી એ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વારાણસી’ ની જાહેરાત કરી છે, જે તેમના કરિયરનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. રિપોર્ટ મુજબ, આ ફિલ્મ 1000- 1200 કરોડના બજેટ સાથે બની રહી છે અને તેને પેન વર્લ્ડ સ્કેલ પર રજૂ કરવામાં આવશે. ફિલ્મનો ફર્સ્ટ લુક હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં ગ્રાન્ડ ઇવેન્ટમાં રિલીઝ થયો, જેમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન હાજર હતા.

આ સમાચાર પણ વાંચો : Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી

ફિલ્મની કહાનીમાં શું હશે ખાસ?

‘વારાણસી’ની કહાની પૌરાણિક તત્વો અને આધ્યાત્મિક એંગલ સાથે જોડાયેલી છે. ફિલ્મમાં મહેશ બાબુનો પાત્ર ‘રુદ્ર’  અનેક યુગોમાં દેખાશે – એન્ટાર્કટિકા, આફ્રિકા અને ત્રેતાયુગ સુધી. કહાનીમાં ટાઈમ ટ્રાવેલ અને પુનર્જન્મ  નો તડકો હશે. મહેશ બાબુ ડબલ રોલમાં હશે – એક પાત્ર ભગવાન શિવ  ના રેફરન્સ સાથે અને બીજું ભગવાન રામ ના સંકેત સાથે.ટીઝરમાં વારાણસીના ઘાટો, નંદી પર સવાર મહેશ બાબુ અને શ્રીરામ-હનુમાનની છબી જોવા મળી. કહાની 512 ઈસવીમાં ઋષિઓના યજ્ઞથી શરૂ થાય છે અને 2027માં પૃથ્વી તરફ આવતા ‘શામ્ભવી’ નામના એસ્ટરોઇડ  પર સમાપ્ત થાય છે. દરેક ફ્રેમમાં ‘નિયતિ ચક્ર’ નો સંકેત આપતી ડિઝાઇન જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)


ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. રાજામૌલીના જણાવ્યા મુજબ, ફિલ્મનો મોટો ભાગ રામાયણના મહત્વપૂર્ણ પ્રસંગથી પ્રેરિત છે. ‘વારાણસી’ 2027માં થિયેટર્સમાં રિલીઝ થશે અને તેને ભારતીય સિનેમાની સૌથી ગ્રાન્ડ ફિલ્મ માનવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Priyanka Chopra Charges 30 Crore for ‘Varanasi’, Mahesh Babu Opts for Profit-Sharing DealPriyanka Chopra Charges 30 Crore for ‘Varanasi’, Mahesh Babu Opts for Profit-Sharing Deal
મનોરંજન

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ

by Zalak Parikh November 16, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Varanasi Movie Cast Fees: બાહુબલી અને RRR જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ડિરેક્ટર એસ.એસ. રાજામૌલી  હવે પોતાની નવી ફિલ્મ ‘વારાણસી’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં મહેશ બાબુ લીડ રોલમાં છે, જ્યારે પ્રિયંકા ચોપરા ફીમેલ લીડ તરીકે દેખાશે. રિપોર્ટ મુજબ, પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ માટે 30 કરોડની ફી લીધી છે, જે રાજામૌલી સાથે કામ કરનાર કોઈ પણ એક્ટ્રેસ માટે અત્યાર સુધીની સૌથી મોટી ફી છે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ઇવેન્ટ માં છવાયો શાહરુખ ખાનનો મસ્તીભર્યો અંદાજ, વર્ષો બાદ આ ગીત પર કર્યો ડાન્સ

પ્રિયંકાની ફી એ તોડ્યા બધા રેકોર્ડ

રિપોર્ટ મુજબ, પ્રિયંકાની ફી અલિયા ભટ્ટ અને અનુષ્કા શેટ્ટી કરતા ઘણી વધારે છે. RRR માટે અલિયાએ 9 કરોડ લીધા હતા, જ્યારે બાહુબલી માટે અનુષ્કાએ 5 કરોડ લીધા હતા. પ્રિયંકાની ફી દીપિકા પાદુકોણ કરતા પણ વધારે છે.મહેશ બાબુએ રાજામૌલી સાથે મળીને નક્કી કર્યું છે કે તેઓ ફી નહીં લે, પરંતુ ફિલ્મની કમાણીમાંથી 40% હિસ્સો  લેશે. આ નિર્ણય ફિલ્મને એક મોટી લેગસી બનાવવા માટે લેવામાં આવ્યો છે. એટલે મહેશ બાબુની સેલેરી ફિલ્મની બોક્સ ઓફિસ કમાણી પર આધારિત રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)


ફિલ્મમાં સાઉથના સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે, પરંતુ તેમની ફી અંગે હજી કોઈ ખુલાસો થયો નથી. ફિલ્મના મેકર્સે સેલેરી અંગે કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન આપ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mahesh Babu summoned by ED in money laundering case involving Sai Surya Developers
મનોરંજન

Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ ની મુશ્કેલી વધી, આ મામલે ઇડી એ મોકલ્યું અભિનેતા ને સમન

by Zalak Parikh April 22, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mahesh Babu: દક્ષિણ ભારતીય સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા સમન મોકલવામાં આવ્યું છે. આ કેસ હૈદરાબાદની રિયલ એસ્ટેટ કંપની સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ સાથે જોડાયેલ છે. મહેશ બાબુ આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરતા હતા અને તેમને 5.9 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Aishwarya and Abhishek: ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા ના સમાચાર પર લાગ્યું પૂર્ણવિરામ, અભિનેત્રી એ તેની એનિવર્સરી પર પોસ્ટ શેર કરી લોકો ની કરી બોલતો બંધ

EDની તપાસ અને સમન

EDએ સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપના અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડાઓમાં 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોના પુરાવા મળ્યા છે.મહેશ બાબુને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે 3.4 કરોડ ચેક દ્વારા અને 2.5 કરોડ રોકડમાં ચૂકવવામાં આવ્યા હતા. ED આ રોકડ વ્યવહારોની તપાસ કરી રહી છે.સાઈ સૂર્યા ડેવલપર્સે ગ્રીન મિડોઝ પ્રોજેક્ટમાં લોકો સાથે છેતરપિંડી કરી હતી. મહેશ બાબુના નામે લોકોનો વિશ્વાસ વધ્યો હતો, જેના કારણે વધુ લોકો આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે આગળ આવ્યા.

 

View this post on Instagram

 

A post shared by Sarath Kumar (@itssarathhere)


સાઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા પ્રોજેક્ટ કેસમાં ED એ મહેશ બાબુ ને 28 એપ્રિલે હાજર થવા માટેનું સમન પાઠવ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
war 2 update ranbir kapoor provide voice to jn.ntr in hindi version and mahesh babu give his voice in telugu version
મનોરંજન

War 2 update: વોર 2 ના હિન્દી વર્ઝન માં જુનિયર એનટીઆર ને પોતાનો અવાજ આપશે બોલિવૂડ નો આ અભિનેતા, જયારે કે તેલુગુ વર્ઝન માં એનટીઆર નો અવાજ બનશે આ સાઉથ સુપરસ્ટાર

by Zalak Parikh January 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

War 2 update: વોર 2 માં રિતિક રોશન, કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મ ને લઈને  રોજ નવા અપડેટ સામે આવતા રહે છે. હવે ફિલ્મ ના લેટેસ્ટ અપડેટ મુજબ આ ફિલ્મ ના હિન્દી વર્ઝન માં જુનિયર એનટીઆર ના અવાજ માટે બોલિવૂડ ના આ અભિનેતા, તેમજ ફિલ્મ ના તેલુગુ વર્ઝન માં એનટીઆર ના અવાજ માટે આ સાઉથ સુપરસ્ટાર ની પસંદગી કરવામાં આવી છે. તો ચાલો જાણીયે તે અભિનેતા વિશે. 

આ સમાચાર પણ વાંચો : Mahakumbh 2025: મૌની અમાવસ્યા ના દિવસે હેમા માલિની એ મહાકુંભ માં કર્યું પવિત્ર સ્નાન, બાબા રામદેવે પણ લગાવી ડૂબકી, જુઓ વિડીયો

રણબીર કપૂર અને મહેશ બાબુ ની થઇ વોર 2 માં એન્ટ્રી! 

વોર 2 માં જુનિયર એનટીઆર વિલન ની ભૂમિકા માં જોવા મળવાનો છે. આ ફિલ્મ માં હવે રણબીર કપૂર અને મહેશ બાબુ ની એન્ટ્રી થઇ છે પરંતુ આ બંને કલાકારો અભિનય નહીં જુનિયર એનટીઆર નો અવાજ બનશે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ ના હિન્દી વર્ઝન માં જુનિયર એનટીઆર ને રણબીર કપૂર પોતાનો અવાજ આપશે જયારે કે ફિલ્મ ના તમિલ વર્ઝન માં જુનિયર એનટીઆર નો અવાજ સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ બનશે. 

 

View this post on Instagram

 

A post shared by cinemakaaran (@cinemakaaraan)


જુનિયર એનટીઆર ને મહેશ બાબુ આ અગાઉ પણ એક ફિલ્મ માં પોતાનું અવાજ આપી ચુક્યો છે. અયાન મુખર્જીની ‘વોર 2’ 14 ઓગસ્ટ, 2025 ના રોજ સિનેમાઘરોમાં આવી શકે છે. જોકે, નિર્માતાઓ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
priyanka chopra sign ss rajamouli 1000 crore film starr mahesh babu
મનોરંજન

Priyanka chopra: બાહુબલી ફેમ એસ એસ રાજામૌલીની 1000 કરોડની ફિલ્મ માં થઇ પ્રિયંકા ચોપરા ની એન્ટ્રી! આ સાઉથ સુપરસ્ટાર સાથે જામશે દેસી ગર્લ ની જોડી

by Zalak Parikh December 28, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Priyanka chopra:  એસએસ રાજામૌલી તેમની ફિલ્મ ‘બાહુબલી’ અને ‘આરઆરઆર’ માટે જાણીતા છે હવે ફિલ્મ મેકર બોલિવૂડ ની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ પ્રિયંકા એસ એસ રાજામૌલીની 1000 કરોડની ફિલ્મ માં જોવા  મળશે. પ્રિયંકા ની સાથે રાજામૌલી ની આ ફિલ્મ માં સુપરસ્ટાર મહેશ બાબુ પણ જોવા મળશે.  

આ સમાચાર પણ વાંચો: Salman khan Birthday bash: સલમાન ખાન ની બર્થડે પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, ભાઈજાન એ તેના જ જન્મદિવસ પર મારી સ્વેગ થી એન્ટ્રી

પ્રિયંકા ચોપરા એસ એસ રાજામૌલીની ફિલ્મ માં જોવા મળશે 

પ્રિયંકા ચોપરા ભારતીય ફિલ્મોમાં વાપસી કરી રહી છે તેના માટે અભિનેત્રી એ બાહુબલી ફેમ એસ એસ રાજામૌલી સાથે હાથ મિલાવ્યો છે.રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં પ્રિયંકા સાથે મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2025માં શરૂ થશે. એસએસ રાજામૌલી આ ફિલ્મ માટે એક એવી હિરોઈનની શોધમાં હતા જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પ્રખ્યાત હોય. આવી સ્થિતિમાં તેણે પ્રિયંકાનો સંપર્ક કર્યો. નિર્માતાઓએ પ્રિયંકા સાથે છ મહિના સુધી બેઠકો કરી અને પછી પ્રિયંકાએ આ ફિલ્મ માટે હા પાડી.”

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


મીડિયા રિપોર્ટ મુજબ એસએસ રાજામૌલીની આ ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મનું શૂટિંગ ભારત અને અમેરિકાના સ્ટુડિયોમાં થશે. આ સાથે આ ફિલ્મના કેટલાક સીન આફ્રિકાના જંગલોમાં પણ શૂટ કરવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
mahesh babu praises ranbir kapoor at animal pr release event
મનોરંજન

Mahesh babu on ranbir kapoor: એનિમલ ની પ્રિ રિલીઝ ઇવેન્ટ માં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ એ રણબીર કપૂર વિશે કહી એવી વાત કે અભિનેતા ને થઇ રહ્યા છે વખાણ

by Zalak Parikh November 28, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Mahesh babu on ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ને લઇ ને ચર્ચામાં છે. હાલમાં એનિમલ ની ટીમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હાલમાંજ હૈદરાબાદ માં ફિલ્મ એનિમલ ની પ્રિ રિલીઝ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઉથ ના ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. આ દરમિયાન સાઉથ ના સુપરસ્ટાર મહેશ બાબુએ પોતાને રણબીર કપૂરનો ફેન જાહેર કર્યો હતો.જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

 

રણબીર કપૂર નો ફેન છે મહેશ બાબુ 

એનિમલ ની સ્પેશિયલ પ્રી-રીલીઝ ઈવેન્ટ દરમિયાન સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ એ ફિલ્મના મુખ્ય અભિનેતા રણબીર કપૂર વિશે કહ્યું,”મેં તેને અગાઉ પણ આ વાત કહી હતી જ્યારે હું તેને મળ્યો હતો, પરંતુ મને નથી લાગતું કે તેણે મને ગંભીરતાથી લીધો છે. તેથી આજે આ પ્લેટફોર્મ પર હું કહી રહ્યો છું કે હું રણબીરનો મોટો પ્રશંસક છું. મારા મતે તે ભારત નો શ્રેષ્ઠ અભિનેતા છે. “

నేను రణబీర్ కి చాలా పెద్ద ఫాన్….!!

In my Opinion, He is the best actor in India.#MaheshBabu about #RanbirKapoor pic.twitter.com/DirmZk2Mug

— Gulte (@GulteOfficial) November 27, 2023


અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ મહેશ બાબુના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Ranbir kapoor: ઇન્ડિયન આઇડલ ના મંચ પર સસરા મહેશ ભટ્ટ ના મોઢા થી પોતાના વિશે આવી વાત સાંભળી ભાવુક થયો રણબીર કપૂર, જુઓ વિડીયો

November 28, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Animal ranbir kapoor was not sandeep reddy vanga first choice south superstar mahesh babu offer this lead role
મનોરંજન

Animal: એનિમલ માટે રણબીર કપૂર નહોતો સંદીપ રેડ્ડી વાંગા ની પહેલી પસંદ, આ સાઉથ સુપરસ્ટાર ને ઓફર થયો હતો લીડ રોલ

by Zalak Parikh September 30, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal:  સંદીપ રેડ્ડી વાંગા તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રણબીરના જન્મદિવસ પર રિલીઝ થયેલ ફિલ્મનું ટીઝર સોસીયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ટીઝર માં રણબીર કપૂર નો ચોકલેટી બોય લુક થી લઇ ને હિંસાત્મક લુક જોવા મળી રહ્યો છે.એનિમલ ના ટીઝર ને દર્શકો તરફથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે ‘એનિમલ’ માટે રણબીર કપૂર પહેલી પસંદ નહોતો.

 

એનિમલ માટે મહેશ બાબુ નો કરવામાં આવ્યો હતો સંપર્ક 

રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે એનિમલની ઑફર પહેલા સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને આપવામાં આવી હતી, પરંતુ તેણે આ રોલ કરવાની ના પાડી હતી. સંદીપ રેડ્ડી વાંગાએ પહેલા તેને તેલુગુમાં બનાવવાનું વિચાર્યું હતું. જો કે, મહેશ બાબુએ ના પાડ્યા પછી, ફિલ્મ નિર્માતાએ રણબીર કપૂરને કાસ્ટ કર્યો અને હિન્દીમાં ફિલ્મ બનાવી મીડિયા રિપોર્ટ મુજબ મહેશ બાબુ આ સંદર્ભે સંદીપ રેડ્ડી વાંગા ને મળ્યો હતો. જો કે આ અંગે બંને વાત કરી શક્યા ન હતા. કથિત રીતે અભિનેતાએ ના પાડવાનું કારણ એ હતું કે આ ફિલ્મ ડાર્ક વિષય પર આધારિત હતી. જેના કારણે તે આ બાબતે થોડો સંકોચ અનુભવતો હતો. આ અંગે મહેશનું માનવું હતું કે ફિલ્મનો આ વિષય તેના પુરૂષ દર્શકો સાથે જોડાઈ શકશે નહીં અને આ ફિલ્મ તેની અને તેના દર્શકોની રુચિ બંને માટે તદ્દન અલગ છે.

આ સમાચાર પણ વાંચો :  Vijay deverakonda on animal: એનિમલ ના ટીઝર પર રશ્મિકા મંડન્ના ના કથિત બોયફ્રેન્ડે આપી પ્રતિક્રિયા, વિજય દેવરાકોંડા એ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને આવું કહી ને સંબોધી

તમને જણાવી દઈએ કે રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સંદીપે મહેશ બાબુને આ ફિલ્મ ઓફર કરી હતી, ત્યારે તેનું નામ ‘ડેવિલ’ હતું. જો કે, મહેશ બાબુ દ્વારા ઓફર નકારી કાઢ્યા બાદ ફિલ્મનું નામ બદલીને ‘એનિમલ’ કરી દેવામાં આવ્યું હતું.

September 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
mahesh babu daughter sitara becomes indias first star kid to get big contract
મનોરંજન

મહેશ બાબુની દીકરી સિતારાને હાથ લાગી મોટી ડીલ, 10 વર્ષની ઉંમરમાં બની ટોપ સ્ટારકીડ

by Zalak Parikh May 27, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

સુપરસ્ટાર્સની સાથે ચાહકોની નજર પણ તેમના બાળકો પર ટકેલી હોય છે. જેમ જેમ આ સ્ટાર્સના બાળકો થોડા મોટા થાય છે, લોકોને એ જાણવામાં રસ હોય છે કે તેઓ ફિલ્મોમાં પણ કામ કરશે કે નહીં. આ એપિસોડમાં, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુની પુત્રી સિતારા હાલમાં હેડલાઇન્સમાં છે. સિતારાએ માત્ર 10 વર્ષની ઉંમરે જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું છે, તે જાણીને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

 

સિતારા એ કરાવ્યું જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ 

સિતારાને એક જાણીતી બ્રાન્ડને એન્ડોર્સ કરવાની તક મળી છે. તે હવે જ્વેલરી બ્રાન્ડને એન્ડોર્સ કરશે. 10 વર્ષની  સ્ટારે તાજેતરમાં જ આ જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં આ એડ શૂટ કરવામાં આવી હતી તે જગ્યા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. ત્રણ દિવસ સુધી શૂટિંગ ચાલ્યું. રિપોર્ટ્સ અનુસાર સિતારાને આ એન્ડોર્સમેન્ટ અને કોન્ટ્રાક્ટ માટે મોટી રકમ મળી છે. હવે સિતારા આટલો મોટો કોન્ટ્રાક્ટ મેળવનારી દેશની પ્રથમ સ્ટાર કિડ બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: ‘ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટર સુદીપ્તો સેન ની તબિયત લથડી, આ કારણે થયા હોસ્પિટલમાં દાખલ

 

 7 વર્ષ ની ઉંમર થી કામ કરી રહી છે સિતારા 

તમને જણાવી દઈએ કે સિતારા સાત વર્ષની ઉંમરથી કામ કરી રહી છે. નાનપણથી જ તેણે યુટ્યુબ વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને કમાણી કરી. કહેવત છે કે મોરનાં ઈંડા ચીતરવા ના પડે . અને સિતારાનું પણ એવું જ છે. બાળપણમાં કમાણી શરૂ કર્યા પછી, સિતારાએ 2020 માં ઇન્સ્ટાગ્રામની દુનિયામાં પગ મૂક્યો અને પ્રભુત્વ જમાવ્યું. અહીં પણ સિતારાના વીડિયોનું વર્ચસ્વ છે. હવે સિતારાની આ નવી જાહેરાત ટૂંક સમયમાં ટીવી પર ઓન-એર થશે. આને લગતી બાકીની વિગતો હજુ સુધી શેર કરવામાં આવી નથી.

May 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
mahesh babu brother naresh shares lip lock video he announce 4th wedding
મનોરંજન

સાઉથના આ સુપરસ્ટારનો ભાઈ 60 વર્ષે કરી રહ્યો છે ચોથી વાર લગ્ન! ગર્લફ્રેન્ડ પવિત્રા લોકેશને કિસ કરીને કરી જાહેરાત, જુઓ વિડિયો

by Dr. Mayur Parikh January 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 ટોલીવુડ પ્રિન્સ મહેશ બાબુની ( mahesh babu ) સાવકી મા વિજય નિર્મલાનો પુત્ર વિજય કૃષ્ણ નરેશ ( naresh ) ટૂંક સમયમાં ( wedding ) લગ્ન કરવા જઈ રહ્યો છે. ફિલ્મ સ્ટારે તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ પવિત્રા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે આ સ્ટાર કપલ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ રિલીઝ થયેલા વિડિયોમાં બંને સ્ટાર્સ એકબીજાને લિપ-લૉક કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં બંને સ્ટાર્સ નવા વર્ષ 2023નું સ્વાગત કરતા જોવા મળે છે. તેમજ કેક કાપ્યા બાદ બંને એકબીજાને લિપ-કિસ ( lip lock video ) કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોએ ફરી એકવાર સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે.

New Year ✨
New Beginnings 💖
Need all your blessings 🙏

From us to all of you #HappyNewYear ❤️

– Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ

— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022

ચોથી વખત વરરાજા બનશે નરેશ બાબુ

ફિલ્મ સ્ટાર નરેશ પીઢ અભિનેત્રી વિજય નિર્મલા અને કેએસ મૂર્તિના પુત્ર છે. એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ સ્ટારે કહ્યું કે તેને તેના પિતા વિશે વધુ યાદ નથી કારણ કે તે સમયે તે ખૂબ જ નાના હતા. તેની માતાએ મહેશ બાબુના પિતા સુપરસ્ટાર કૃષ્ણા સાથે ફરીથી લગ્ન કર્યા હતા. વિજયા નિર્મલા અને કૃષ્ણના નામને જોડીને તેમનું નામ વિજયા કૃષ્ણ નરેશ રાખવામાં આવ્યું. ફિલ્મ સ્ટાર નરેશ અત્યાર સુધીમાં ત્રણ વખત લગ્ન કરી ચુક્યા છે. તેમના પ્રથમ લગ્ન સિનિયર ડાન્સ માસ્ટર શ્રીનુની પુત્રી સાથે થયા હતા. આ લગ્નથી અભિનેતાને એક પુત્ર છે. જેનું નામ નવીન વિજયકૃષ્ણ છે.આ પછી, અભિનેતાએ તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપી દીધા અને જાણીતા ગીતકાર દેવુલપલ્લી કૃષ્ણ શાસ્ત્રીની પૌત્રી રેખા સુપ્રિયા સાથે ફરીથી લગ્ન કર્યા. આ લગ્નથી તેઓ એક પુત્ર તેજાના પિતા પણ બન્યા હતા. તેની બીજી પત્નીને છૂટાછેડા આપ્યા પછી, નરેશે ત્રીજી વખત રામ્યા રઘુપતિ સાથે લગ્ન કર્યા. રામ્યા રઘુપતિ એક્ટર નરેશ કરતા 20 વર્ષ નાની છે. આ લગ્નમાં આ ફિલ્મસ્ટાર 50 વર્ષની ઉંમરને પાર કરવાના હતા. આ લગ્નથી અભિનેતાને એક પુત્ર પણ છે. હવે ફિલ્મ સ્ટાર નરેશ 60 વર્ષની ઉંમરે ચોથી વાર લગ્ન કરવાના છે.

કારકિર્દીની ટોચ પર લગ્ન અને બાળક કર્યા પછી શું પસ્તાઈ રહી છે આલિયા ભટ્ટ? જાણો આ સવાલનો અભિનેત્રીએ શું આપ્યો જવાબ

ત્રીજા સંબંધમાં બંધાશે પવિત્રા લોકેશ

દક્ષિણ ફિલ્મ અભિનેત્રી પવિત્રા લોકેશના પણ આ બીજા લગ્ન છે. ફિલ્મ અભિનેત્રીએ પહેલા સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કર્યા હતા. જેની સાથે અભિનેત્રીને 3 બાળકો છે. આ પછી અભિનેત્રી સુચેન્દ્ર પ્રસાદ સાથે લિવ-ઈનમાં હતી. હવે અભિનેત્રી નરેશ બાબુ સાથે બીજી વખત લગ્ન કરવાની છે.

January 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલિવૂડ બાદ હવે સાઉથમાં પોતાનો સિક્કો જમાવવા તૈયાર દીપિકા પાદુકોણ-એસ એસ રાજામૌલીની ફિલ્મમાં આ અભિનેતા સાથે કરશે રોમાન્સ 

by Dr. Mayur Parikh October 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભારતીય સિનેમાના(Indian cinema) હિટ મશીન કહેવાતા એસએસ રાજામૌલીએ(SS Rajamouli) તાજેતરમાં જ 'RRR' દ્વારા બોક્સ ઓફિસ(box office) પર ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ ફિલ્મની સફળતા બાદ તેણે પોતાના નવા પ્રોજેક્ટ માટે કમર કસી લીધી છે. તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ(Superstar Mahesh Babu) તેની આગામી ફિલ્મમાં જોવા મળવાના છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મ સાથે જોડાયેલ એક અપડેટ સામે આવ્યું છે, જેના કારણે લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

વાસ્તવમાં, રાજામૌલીની આ ફિલ્મ વિશે ચર્ચા છે કે મહેશ બાબુ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા(Lead role) ભજવવાના છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ(Deepika Padukone) પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ ફિલ્મમાં દીપિકા લીડ રોલમાં હશે કે પછી તેનો કેમિયો હશે. જો રિપોર્ટ્સના દાવા સાચા છે, તો આ પહેલીવાર હશે જ્યારે બંને સ્ટાર્સ એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં તેલુગુ સ્ટાર(Telugu Star) પ્રભાસ (Prabhas) સાથે જોવા મળશે. આ ફિલ્મનું નામ 'પ્રોજેક્ટ કે(Project K)' છે. ફિલ્મનું નિર્દેશન નાગ અશ્વિન કરી રહ્યા છે. ફિલ્મમાં બંને સિવાય અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળવાના છે.

આ સમાચાર પણ વાંચો :  જયા બચ્ચન પર ફૂટ્યો ઉર્ફી જાવેદ નો ગુસ્સો-પીઢ અભિનેત્રી વિશે કહી આટલી મોટી વાત

વર્ક ફ્રન્ટની(work front) વાત કરીએ તો વર્ષ 2021માં દીપિકા છેલ્લે ફિલ્મ 'ગહેરાઇયાં'માં જોવા મળી હતી. બીજી બાજુ, તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફરી એકવાર મોટા પડદા પર ધમાલ કરતી જોવા મળશે. કિંગ ખાનની સાથે પઠાણમાં(Pathan) પણ તેની મહત્વની ભૂમિકા છે. આ સિવાય તે સર્કસ અને જવાનમાં પણ કેમિયો કરતી જોવા મળી શકે છે.

 

October 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક