• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - mahesh bhatt
Tag:

mahesh bhatt

mahesh bhat reveals parveen babi was married
મનોરંજન

Mahesh Bhatt on Parveen Babi: મહેશ ભટ્ટ એ પરવીન બાબી ના અંગત જીવન ને લઈને કર્યો ચોંકવનારો ખુલાસો, દિવંગત અભિનેત્રી વિશે કહી આવી વાત

by Zalak Parikh April 30, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mahesh Bhatt on Parveen Babi: ફિલ્મમેકર મહેશ ભટ્ટએ પરવીન બાબી સાથેના તેમના સંબંધ વિશે નવી માહિતી આપી છે. તેમણે દાવો કર્યો કે પરવીનબાબી પહેલેથી જ લગ્ન કરી ચુકી હતી અને તેમનો પતિ પાકિસ્તાન માં રહેતો હતો.તેમજ જયારે તેઓ પાકિસ્તાન માં હતા ત્યારે તેનો પતિ તેને મળવા [ન આવ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: Rakhi Sawant: ડ્રામા ક્વીન નો ડ્રામા શરૂ, પહલગામ હુમલા બાદ રાખી સાવંતે શેર કર્યો અજીબોગરીબ વિડીયો, ભારતીયો ને કરી આવી વિનંતી

પરવીન બાબી પર મહેશ ભટ્ટ એ કર્યો મોટો ખુલાસો

પરવીન બાબી અને મહેશ ભટ્ટ એક સમયના ચર્ચિત કપલ હતા, પરંતુ મહેશ ભટ્ટે તેમના બ્રેકઅપ વિશે કહ્યું કે તે એક ખૂબ જ દુખદ અનુભવ હતો.મહેશ ભટ્ટ ના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ પરવીન સાથે સંબંધમાં હતા, ત્યારે તેમને ખબર પડી કે અભિનેત્રી પહેલેથી જ પરણિત હતી. પરવીન બાબી ની માતા જુરાગઢ આવીને મહેશ સાથે આ વિશે વાત કરતી.

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis)


મહેશ ભટ્ટ એ જણાવ્યું કે 2003માં જ્યારે તેઓ પાકિસ્તાન માં ફિલ્મ ફેસ્ટિવલ માટે ગયા હતા, ત્યારે તેમની મુલાકાત પરવીન બોબીના પતિ સાથે થવાની હતી, પરંતુ તેઓ કોઈ કારણસર તેને મળી શક્યા ન હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rahul Bhatt on Alia Bhatt She is Not Even Half of Pooja Bhatt
મનોરંજન

Rahul Bhatt on Alia Bhatt: મહેશ ભટ્ટ ના દીકરા રાહુલ ભટ્ટ એ તેની સાવકી બહેન આલિયા ભટ્ટ ની સરખામણી પૂજા ભટ્ટ સાથે કરતા કહી આવી વાત

by Zalak Parikh April 23, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rahul Bhatt on Alia Bhatt: મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટએ તાજેતરમાં તેની સાવકી બહેન આલિયા ભટ્ટ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે આલિયા તેની સગી બહેન પૂજા ભટ્ટ ની સામે કંઈ નથી.પૂજા ભટ્ટ આલિયા કરતાં ઘણી સારી છે.

આ સમાચાર પણ વાંચો: Akshay Kumar: અક્ષય કુમારે વેચી તેની લોઅર પરેલ સ્થિત ઓફિસ, કરી અધધ આટલા કરોડ ની કમાણી

રાહુલ ભટ્ટે કહી આવી વાત 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન રાહુલ એ કહ્યું, ‘હું સહમત છું કે મારી સગી બહેન પૂજા ભટ્ટ સામે આલિયા કંઈ નથી. ન તો પ્રતિભામાં કે ન તો દેખાવમાં. આલિયા, મારી બહેનની સામે ચાય કમ પાણી છે.આ મારો અંગત અભિપ્રાય છે. જો તમે પૂછો કે બધા ભાઈ-બહેનોમાં સૌથી પ્રતિભાશાળી કોણ છે તો તે પૂજા ભટ્ટ છે.મારા પિતાના વારસાને આગળ ધપાવવા માટે પૂજા સાચી ઉત્તરાધિકારી છે.’

 

View this post on Instagram

 

A post shared by Hindirush (@hindirush)


રાહુલે આલિયા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતા જણાવ્યું, ‘હવે તે માતા બની ગઈ છે.તે ખૂબ જ સફળ છે અને હવે હું ફોન ઉપાડીને એમ કહી શકતો નથી કે હું તમને મળવા આવી રહ્યો છું. મારો ક્યારેય કોઈ સાથે આટલો સંબંધ રહ્યો નથી. હું કેટલાક પ્રોટોકોલ જાળવું છું. તે એક સારી માતા છે. તે મારી બીજી સાવકી બહેન શાહીન ભટ્ટનું પણ ધ્યાન રાખે છે, જેનો હું આદર કરું છું.રણબીર વિશે વાત કરતા રાહુલે કહ્યું રણબીર રાહાનું ખૂબ ધ્યાન રાખે છે. તે આલિયાનો પણ આદર કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
mahesh bhatt says when raha turn 16 he seen her pooja bhatt film
મનોરંજન

Mahesh bhatt: રાહા મોટી થશે ત્યારે માતા આલિયા ભટ્ટ ની નહીં આ અભિનેત્રી ની ફિલ્મ બતાવશે નાના મહેશ ભટ્ટ

by Zalak Parikh August 2, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mahesh bhatt: મહેશ ભટ્ટ બોલિવૂડ ના લોકપ્રિય નિર્માતા અને નિર્દેશક છે. તેમને બોલિવૂડ ને ઘણી હિટ ફિલ્મો આપી હસે. તાજેતર માં મહેશ ભટ્ટે એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમને આલિયા ભટ્ટ ની દીકરી રાહા વિશે વાત કરી હતી તેમને એ જણાવ્યું હતું કે જયારે રાહા 16 વર્ષ ની થશે ત્યારે તેઓ રાહા ને આલિયા ભટ્ટ ની નહીં આ અભિનેત્રી ની ફિલ્મ બતાવશે. 

આ સમાચાર પણ વાંચો: Tapsee pannu birthday: અભિનેત્રી નહીં આ ક્ષેત્ર માં કારકિર્દી બનાવવા માંગતી હતી તાપસી પન્નુ, જાણો સોફ્ટવેર એન્જીનીયર માંથી કેવી રીતે બની એક્ટ્રેસ

 

મહેશ ભટ્ટે રાહા વિશે કરી વાત 

મહેશ ભટ્ટ એ એક મીડિયા હાઉસ ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં મહેશ ભટ્ટ ને પૂછવામાં આવ્યું કે તેઓ રાહા ને કઈ ફિલ્મ બતાવવા માંગે છે જેના જવાબ માં મહેશ ભટ્ટે કહ્યું, ‘હું ઈચ્છું છું કે રાહા જ્યારે 16 વર્ષની થાય ત્યારે ‘દિલ હૈ કી માનતા નહીં’ જોવે. આ સૌથી હૃદય સ્પર્શી ફિલ્મોમાંની એક છે. પૂજાએ તેમાં શાનદાર કામ કર્યું હતું અને આમિર ખાન પણ વધુ સારો હતો. આ એક એવી ફિલ્મ છે જે માનવીય હૃદયમાં ગુંજતી છે. મને લાગે છે કે આવી ફિલ્મ પરફેક્ટ હશે.’

Mahesh Bhatt wants granddaughter Raha to watch this film once she is ‘sweet 16’ | By: @SanaFarzeen https://t.co/Cot3VH2Hi8

— India Today Showbiz (@Showbiz_IT) August 1, 2024


આ રીતે મહેશ ભટ્ટ રાહા ને તેની માતા આલિયા ભટ્ટ ની નહીં પરંતુ રાહા ની માસી પૂજા ભટ્ટ ની ફિલ્મ બતાવવા માંગે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
raha kapoor exactly looks like pooja bhatt grand father mahesh bhatt reveals
મનોરંજન

Raha kapoor: રિશી કપૂર કે રાજ કપૂર જેવી નહીં પરિવાર ના આ વ્યક્તિ જેવી દેખાય છે રાહા કપૂર, નાના મહેશ ભટ્ટે કર્યો ખુલાસો

by Zalak Parikh February 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Raha kapoor: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી રાહા કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. રાહા પોતાની ક્યુટનેસ થી લોકો ના દિલ જીતી રહી છે. રણબીર અને આલિયા એ ક્રિસમસ પર પોતાની દીકરી રાહા નો ચહેરો તેના ફેન્સ સાથે શેર કર્યો હતો. જ્યારથી લોકો એ રાહા ને જોઈ છે ત્યારથી લોકો તેને રિશી કપૂર અને રાજ કપૂર ની કાર્બન કોપી કહી રહ્યા છે. હવે રાહા કપૂર ના નાના એટલે કે મહેશ ભટ્ટે રાહા કોના જેવી લાગે છે તેના પર ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : WPL 2024: WPL 2024માં પોતાના પરફોર્મન્સ ના રિહર્સલ માટે સ્ટેડિયમ પહોંચ્યો શાહરુખ ખાન,ત્યાં ઉપસ્થિત ખેલાડી ને શીખવી તેની આ વસ્તુ, જુઓ વિડીયો

પૂજા ભટ્ટ ની કાર્બન કોપી છે રાહા- મહેશ ભટ્ટ 

મહેશ ભટ્ટે  તેની પુત્રી અને અભિનેત્રી પૂજા ભટ્ટના 52માં જન્મદિવસ પર એક નોંધ લખી હતી, જે પૂજા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ નોટમાં મહેશ ભટ્ટે લખ્યું છે કે- ‘મને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે તમારો ચહેરો અમારી પ્રિય રાહા જેવો છે. બંને નિર્દોષતા અને જીવનની તરસથી ભરેલા છે. હેપ્પી બર્થડે, મારી પ્રિય પુત્રી…’ આ રીતે મહેશ ભટ્ટે કહ્યું કે રાહા નો ચહેરો તેની માસી પૂજા ભટ્ટ જેવો છે.

 

View this post on Instagram

 

A post shared by Pooja B (@poojab1972)


રાહા કપૂર ની ક્યુટનેસ ના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. રાહા અવારનવાર તેના પિતા રણબીર કપૂર સાથે સ્પોટ થતી રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

February 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
kolkata international film festival 2023 cm mamta banerjee dance with these bollywood celebs
મનોરંજન

Kolkata international film festival 2023:કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન મમતા બેનર્જી એ આ બોલિવૂડ સેલેબ્સ સાથે લગાવ્યા ઠુમકા,વિડીયો થયો વાયરલ

by Zalak Parikh December 6, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kolkata international film festival 2023: કોલકાતામાં 29 માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો સામે આવ્યા છે જેમના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું છે અને તે છે પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી નો ડાન્સ વિડીયો. જી હા તમે સાચું વાંચ્યું કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સલમાન ખાન સહિત અન્ય સેલેબ્રીટી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે

 

મમતા બેનર્જી એ કર્યો ડાન્સ 

કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નો જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બેકગ્રાઉન્ડ માં એક ગીત વાગી રહ્યું છે. સલમાન અને મહેશ ભટ્ટ મમતા બેનર્જીને આગળ આવવા વિનંતી કરે છે અને પછી બધા એકસાથે ડાન્સ કરે છે. મમતા બેનર્જી વચ્ચે ઉભા છે. સોનાક્ષી સિન્હા,અનિલ કપૂર, શત્રુઘ્ન સિન્હા, સલમાન ખાન મહેશ ભટ્ટ દરેક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

#SalmanKhan dances with Bengal CM Mamata Banerjee and Mahesh Bhatt at Kolkata International Film Festival pic.twitter.com/fN2PKE22wM

— Surajit (@surajit_ghosh2) December 5, 2023


કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 5 ડિસેમ્બર થી 12 ડિસેમ્બર સુધી ચાલશે. કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. 

આ સમાચાર પણ વાંચોઃ Mumtaz and asha bhosle: 76 વર્ષ ની મુમતાઝ સાથે 90 વર્ષ ની આશા ભોંસલે એ લગાવ્યા ઠુમકા, લેજેન્ડસ નો વિડીયો થયો વાયરલ

December 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor got emotional when mahesh bhatt calls him best dad
મનોરંજન

Ranbir kapoor: ઇન્ડિયન આઇડલ ના મંચ પર સસરા મહેશ ભટ્ટ ના મોઢા થી પોતાના વિશે આવી વાત સાંભળી ભાવુક થયો રણબીર કપૂર, જુઓ વિડીયો

by Zalak Parikh November 27, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor: રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ નું જોરશોર થી પ્રમોશન કરી રહ્યો છે. જ્યારથી એનિમલ નું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી ફિલ્મ ને લઇ ને દરેકમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. અને અત્યારસુધીમાં ફિલ્મ ની એક લાખ થી વધુ ટિકિટો વેચાઈ ચુકી છે.હાલમાં જ રણબીર કપૂર તેની કો-સ્ટાર રશ્મિકા મંદન્ના સાથે ફિલ્મ એનિમલ નું પ્રમોશન કરવા ઇન્ડિયન આઇડલ 14 ના મંચ પર પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીર ના સસરા એટલેકે મહેશ ભટ્ટે અભિનેતા વિશે એવી વાત કરી કે જેની ચર્ચા થઇ રહી છે. 

 

મહેશ ભટ્ટે કર્યા રણબીર કપૂર ના વખાણ 

ઇન્ડિયન આઇડલ 14 દરમિયાન રણબીર કપૂર ને તેના સસરા મહેશ ભટ્ટ ની એક વિડીયો કલીપ બતાવવામાં આવી હતી જેમાં મહેશ ભટ્ટ તેના જમાઈ રણબીર કપૂર ના વખાણ કરતા કહે છે કે, ‘આલિયા! જેને હું ચમત્કાર માનું છું તેણી કહે છે કે રણબીર આપણા દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે. પરંતુ હું રણબીરને દુનિયાનો શ્રેષ્ઠ પિતા માનું છું.જયારે રણબીર રાહા ને જુએ છે ત્યારે કાશ તમે પણ તેની આંખો ના હાવભાવ જોઈ શકો, તેની માતા નીતુ કહે છે કે, ભાઈ, માતા તેમના બાળકોને જે રીતે પ્રેમ કરે છે તે રીતે રણબીર રાહાને પ્રેમ કરે છે. મને ગર્વ છે કે મારી પાસે રણબીર જેવો જમાઈ છે.’ સસરાના આ વખાણ સાંભળીને રણબીર ભાવુક થઈ જાય છે, પછી તે  પોતાના આંસુ પર કાબૂ રાખી ને બોલે છે, ‘તેમણે ક્યારેય મારી સામે આવું કહ્યું નથી. તો આ માટે હું ઈન્ડિયન આઇડલ  નો આભાર માનું છું. હું મારા સસરા ની પરીક્ષા માં પાસ થઇ ગયો.’

Mahesh Bhatt about Superstar Ranbir Kapoor ❤️
The way RK loves Raha has not been hidden from us 🫶🫶
This phase is the best he could have wished for 🧿#RanbirKapoor #AnimalTheFilm #Animal pic.twitter.com/3YZvEzfLs7

— ranbir_ki_muskaan (@Ranbirian4ever) November 25, 2023


તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને એક દીકરી છે જેનું નામ રાહા કપૂર છે. અને રણબીર કપૂર તેની દીકરી રાહા ને ખુબ પ્રેમ કરે છે.

આ સમાચાર પણ વાંચોઃ Indian idol 14: ઇન્ડિયન આઇડલ ના મંચ પર રણબીર કપૂરે કર્યું એવું કામ કે લોકો થયા પ્રભાવિત, જુઓ શો નો નવો પ્રોમો

November 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pooja bhatt broke her silence on the viral lipkiss photo with her father mahesh bhatt
મનોરંજન

Pooja bhatt: પૂજા ભટ્ટે તેના પિતા મહેશ ભટ્ટ સાથે વાયરલ લિપકિસ ફોટો પર તોડ્યું મૌન, કહી આ વાત

by Zalak Parikh September 12, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Pooja bhatt: 1994માં, પૂજા ભટ્ટ અને તેના પિતા મહેશ ભટ્ટે એક મેગેઝીન કવર માટે પોઝ આપ્યો હતો. આ અંગે ઘણો વિવાદ થયો હતો. તસવીરમાં પૂજા તેના પિતાને કિસ કરતી જોવા મળી હતી અને આ ફોટોએ દર્શકો અને ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂજા ભટ્ટે મેગેઝીન કવર અને તેના પિતા સાથેની તસવીર વિશે વાત કરી હતી. 

 

પૂજા ભટ્ટે કર્યો ખુલાસો 

એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂજા ભટ્ટને પૂછવામાં આવ્યું કે શું તે મહેશ ભટ્ટ સાથે કિસ કરતી તસવીર વાયરલ થઈ તેનો તેને પસ્તાવો છે? તો જવાબમાં પૂજાએ કહ્યું, “”ના, કારણ કે હું તેને ખૂબ જ સરળ માનું છું, અને મને લાગે છે કે તે કામનો એક ભાગ છે.”, તેણે વધુમાં કહ્યું કે, એક ક્ષણને કોઈપણ રીતે અથવા ખોટી રીતે રજૂ કરી શકાય છે.અને મને યાદ છે કે શાહરૂખે મને કહ્યું હતું કે જ્યારે તમારી દીકરીઓ હોય અને જ્યારે તમારું બાળક નાનું હોય, ત્યારે તે કેટલી વાર કહે છે, ‘મમ્મી પાપા, મને કિસ કરો’ અને તે આવું કરે છે કારણ કે તે તેમને પ્રેમ કરે છે. હું મારા પિતા માટે હજુ પણ એ જ 10 પાઉન્ડની છોકરી છું. અને તે મારા માટે તેવા જ રહેશે જીવનભર”પૂજા ભટ્ટ વધુ માં ઉમેરે છે. ““તે એક નિર્દોષ ક્ષણ હતી જે કેપ્ચર કરવામાં આવી હતી જેને ઘણી રીતે દર્શાવવામાં આવી છે. જેણે જે કરવું હશે તે કરશે. હું અહીં બેસીને તેનો બચાવ નથી કરવાની. જો કોઈ આ રીતે પિતા-પુત્રીના સંબંધો પર સવાલ ઉઠાવી શકે છે તો તે ખોટું વિચારી રહ્યા છે.”

આ સમાચાર પણ વાંચો : Jawan box office collection: ‘જવાન’ એ ચોથા દિવસે કર્યો કમાલ, કરી સૌથી વધુ કમાણી , જાણો ફિલ્મ નું કુલ કલેક્શન

મહેશ ભટ્ટ ની પુત્રી છે પૂજા ભટ્ટ 

પૂજા ભટ્ટ મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટ ની સૌથી મોટી પુત્રી છે. તેમને એક પુત્ર રાહુલ ભટ્ટ પણ છે. આ પછી મહેશ ભટ્ટે 1986માં સોની રાઝદાન સાથે લગ્ન કર્યા અને તેમને બે દીકરીઓ શાહીન અને આલિયા ભટ્ટ છે.પૂજા ભટ્ટ  છેલ્લે બિગ બોસ ઓટીટી સીઝન 2 માં જોવા મળી હતી. તે એલ્વિશ યાદવ, મનીષા રાની, બબીકા ધુર્વે અને અભિષેક મલ્હાન સાથે ફાઈનલ સુધી ક્વોલિફાય કરવામાં સફળ રહી અને પછી બહાર થઈ ગઈ.

September 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
bigg boss ott 2 pooja bhatt talks about love story of her parents
મનોરંજન

આ ફિલ્મ પર આધારિત છે મહેશ ભટ્ટ અને કિરણ ની લવ સ્ટોરી, પૂજા ભટ્ટે માતા-પિતાની લવ લાઈફ વિશે કર્યો ખુલાસો

by Dr. Mayur Parikh August 15, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પૂજા ભટ્ટ બિગ બોસ OTT 2 ના ફિનાલેમાં પહોંચી હતી પૂજા ભટ્ટે ટોપ 5 માં સ્થાન મેળવ્યું હતું. આ દરમિયાન તેણે તેના માતા-પિતા મહેશ ભટ્ટ અને તેની માતા કિરણ ભટ્ટ વચ્ચેના સંબંધો અને તેના પિતા કેવી રીતે તેની માતાના પ્રેમમાં પડ્યા હતા તે વિશે ખુલીને વાત કરી હતી. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે કેવી રીતે બંને અલગ થયા અને આ બધું હોવા છતાં તેના પિતા હંમેશા તેની માતાની સાથે ઉભા રહ્યા.

 પૂજા ભટ્ટે તેના માતા-પિતા ની લવ સ્ટોરી જણાવી

પૂજાએ કહ્યું, ‘મારી માતાની સ્કૂલ મુંબઈમાં હિન્દુજા હોસ્પિટલ પાસે હતી. તેની નજીક શિવાજી પાર્ક છે, જ્યાં મારા પિતા રહેતા હતા. ‘આશિકી’ ફિલ્મ મારા માતા-પિતાની લવ સ્ટોરી પર આધારિત છે. મારી માતા બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી અને મારા પિતા સ્કૂલની સામેના બિલ્ડિંગમાં રહેતા હતા. એકવાર તે (મહેશ) સ્પોર્ટ્સ ડેમાં ભાગ લેવા માટે શાળાએ ગયા હતા , જ્યાં તેમણે મારી માતાને દૂરથી જોઈ હતી. મારી માતા એથ્લેટ હતી અને મારા પિતાએ તેને જોતાની સાથે જ તેના પ્રેમમાં પડી ગયા. તે જ સાંજે, મારા પિતા તેને શોધવા માટે શાળાની દિવાલ કૂદી ગયા, ત્યારબાદ તે પકડાઈ ગયા. તે મારી માતાને ઓળખતા પણ નહોતા. પ્રિન્સિપાલે મારી દાદીને બોલાવીને આખી વાત કહી. ત્યારે મારા દાદીમાએ મારા પિતાને કહ્યું કે જો તમે એટલા મોટા છો કે તમે મારી દીકરીને મળવા માટે દિવાલ પર ચઢી શકો તો તમારે મારી દીકરીની જવાબદારી લેવી જોઈએ. મારા પિતા એ નાની ઉંમરે જ એ જવાબદારી લેવા સંમત થયા હતા. મારી માતા શાળાના છેલ્લા વર્ષમાં હતી. ત્યારથી મારા પિતાએ મારી માતાની જવાબદારી લીધી અને તેમને ક્યારેય એકલી નહોતી છોડી

મહેશ ભટ્ટે નિભાવી પૂજા ભટ્ટ ના પિતા હોવા ની જવાબદારી

મહેશ-કિરણના છૂટાછેડા અને સોની રાઝદાન સાથેના લગ્ન વિશે વાત કરતાં પૂજાએ કહ્યું, ‘થોડા સમય પછી મારા માતા-પિતા અલગ થઈ ગયા અને અમે બીજો પરિવાર બની ગયા. સંબંધ આવો હોવો જોઈએ. કોઈપણ સંબંધમાં વસ્તુઓ બદલાઈ શકે છે, પરંતુ જ્યારે તમે કોઈની જવાબદારી લો છો, ત્યારે તમે જીવનભર માટે પ્રતિબદ્ધ છો. આ દુનિયામાં બહુ ઓછા લોકો છે જેઓ સ્ત્રીને એવું અનુભવતા નથી કે તે તેની જવાબદારી લઈ રહી છે. મારી માતા જાણતી હતી કે તે મારી સાથે અથવા મારા ભાઈ સાથે ઝઘડો કરી શકે છે, પરંતુ મારા પિતા હંમેશા તેની સાથે રહેશે.’

 

આ સમાચાર પણ વાંચો :  LIC Q1 Results : LICનો ચોખ્ખો નફો પ્રથમ ત્રિમાસિક ગાળામાં બમણા કરતાં વધુ; રોકાણ પર વળતરને કારણે આવકમાં વધારો..જાણો અહીં સંપુર્ણ વિગતો…

August 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
director mahesh bhatt undergoes heart surgery rahul bhatt give health update
મનોરંજન

ફેમસ ડાયરેક્ટર મહેશ ભટ્ટની થઇ હાર્ટ સર્જરી, પુત્ર રાહુલે આપ્યું તેમનું હેલ્થ અપડેટ

by Dr. Mayur Parikh January 20, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ફેમસ ડિરેક્ટર અને આલિયા ભટ્ટના ( director mahesh bhatt ) પિતા મહેશ ભટ્ટ વિશે એક ( health update ) સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં મહેશ ભટ્ટની હાર્ટ સર્જરી ( heart surgery ) થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા મહિને તે પોતાના ચેકઅપ માટે ગયો હતો, જ્યાં તેને ખબર પડી કે તેની સર્જરી કરવી પડશે. આવી સ્થિતિમાં હવે તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે અને હાલમાં તે ઘરે જ સ્વસ્થ છે.

 દીકરાએ હેલ્થ અપડેટ આપી

ગયા મહિને સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડૉક્ટરોએ તેને જલ્દી સર્જરી કરાવવાની સલાહ આપી હતી. તે જ સમયે, મહેશ ભટ્ટના પુત્ર રાહુલ ભટ્ટે આ વાતની પુષ્ટિ કરી છે. રાહુલે જણાવ્યું કે તેના પિતાને આ અઠવાડિયાની શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાર્ટ સર્જરી પછી તે હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને ઘરે પાછા ફર્યા છે. રાહુલે કહ્યું કે ઓલ ઈઝ વેલ જે સારા થાય છે. તે સ્વસ્થ થઈ રહ્યા છે અને હું તેનાથી વધુ વિગતો આપી શકું તેમ નથી.

આ સમાચાર પણ વાંચો: ‘પઠાણ’ ના પ્રમોશન માટે શાહરુખે લીધો મોટો નિર્ણય, ફિલ્મ ને હિટ કરવા કિંગ ખાને અપનાવી આ ખાસ યુક્તિ!

 આ ફિલ્મોનું નિર્માણ કર્યું છે

સાથે જ મહેશ ભટ્ટના કરિયરની વાત કરીએ તો 26 વર્ષની ઉંમરે તેણે ફિલ્મ ‘મંઝીલે ઔર ભી હૈ’ થી ડિરેક્શન ના ક્ષેત્રમાં પગ મૂક્યો હતો. આ પછી તેણે ‘સારંશ’, ‘આશિકી’, ‘ઝેહર’, ‘જિસ્મ’ વગેરે જેવી ઘણી શાનદાર ફિલ્મો બનાવી. આ સાથે જ તેણે ‘રાજ’, ‘દુશ્મન’ અને ‘ફૂટપાથ’ જેવી ફિલ્મો પણ લખી છે.

January 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બોલિવૂડ અભિનેત્રીઓને પાછળ છોડી સાઉથની આ સુંદરી કરશે કાર્તિક આર્યન સાથે આશિકી

by Dr. Mayur Parikh October 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

જ્યારથી કાર્તિક આર્યનને(Kartik Aaryan) લઈને ફિલ્મ આશિકી 3 (Movie Aashiqui 3) ની જાહેરાત થઈ છે ત્યારથી આ ફિલ્મમાં તેની સાથે કઈ અભિનેત્રી રોમાન્સ કરશે તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન દીપિકા પાદુકોણ(Deepika Padukone), શ્રદ્ધા કપૂર(Shraddha Kapoor) અને કૃતિ સેનનનું(Kriti Sanon) નામ સામે આવ્યું હતું. પરંતુ લેટેસ્ટ માહિતી અનુસાર, નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના(National crush Rashmika Mandanna) આ ફિલ્મમાં કાર્તિક સાથે પ્રેમ કરતી જોવા મળશે. જો કે હજુ સુધી રશ્મિકા વિશે કોઈ સત્તાવાર જાહેરાત(Official announcement) કરવામાં આવી નથી. જોકે, નજીકના સૂત્રનું કહેવું છે કે રશ્મિકાએ આ પ્રોજેક્ટ હડપ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે મહેશ ભટ્ટની ફિલ્મ(Mahesh Bhatt) આશિકીના બંને ભાગ બોક્સ ઓફિસ(box office) પર બ્લોકબસ્ટર સાબિત થયા હતા. તે જ સમયે, થોડા દિવસો પહેલા ‘આશિકી 3’ ની જાહેરાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કાર્તિક મુખ્ય અભિનેતા હશે.

રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યન કૃતિ સેનન, કિયારા અડવાણી, અનન્યા પાંડે, સારા અલી ખાન સાથે કામ કરી ચૂક્યો છે. તે આ ફિલ્મમાં એવી હિરોઈન ઈચ્છતો હતો જેની સાથે તેણે પહેલા કામ ન કર્યું હોય. તાજેતરમાં કાર્તિકે રશ્મિકા સાથે એક એડ પણ કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. અને આ જોતા એવી અફવા છે કે બંને સાથે કામ કરી શકે છે. કાર્તિક ની આ વર્ષે આવેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી. આ પછી ફેન્સ તેની ફિલ્મ ‘શહજાદા’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે કૃતિ સેનન સાથે જોવા મળશે. રશ્મિકા મંદન્ના વિશે વાત કરીએ, તો તેની ફિલ્મ ‘ગુડબાય’નું ટ્રેલર(Trailer of Goodbye) તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં તે અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) અને નીના ગુપ્તા સાથે જોવા મળશે. આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનૂ’માં પણ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : સિરિયલ અનુપમા માં આવશે મોટો ટ્વિસ્ટ-કિંજલ આપશે અમુક શરતો સાથે પરિતોષને છૂટાછેડા-શોમાં થશે  નવા પાત્રની એન્ટ્રી

તમને જણાવી દઈએ કે 1990માં મહેશ ભટ્ટે નવા ચહેરા રાહુલ રોય અને અનુ અગ્રવાલ સાથે ફિલ્મ ‘આશિકી’ બનાવી હતી. આ ફિલ્મ જ નહીં પરંતુ તેના ગીતોએ પણ ધૂમ મચાવી હતી. આજે પણ આ ફિલ્મના ગીતોને લઈને લોકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ પછી તેનો બીજો ભાગ ‘આશિકી 2’ 2013માં બન્યો હતો. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બંને ફિલ્મોની સફળતા બાદ મેકર્સ તેનો ત્રીજો ભાગ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ પણ એક પ્રકારની મ્યુઝિકલ ફિલ્મ હશે, જેનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે.

 

October 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક