• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Mahuva
Tag:

Mahuva

Gujarat Rain News 6 inches of rain fell in Maliya, Hatina and Wadali and more than 5 inches in Talala, Visavadar, Mangrol, Mahuva
રાજ્ય

Gujarat Rain News : માળીયા હાટીના અને વડાલીમાં ૬ ઈંચ તેમજ તાલાલા, વિસાવદર, માંગરોળ, મહુવામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો

by kalpana Verat June 27, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Gujarat Rain News : 

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા: સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧ ટકા વરસાદ 

રાજ્યમાં વરસાદી માહોલ સાથે ચોમાસાની મોસમ જામી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૨૧૫ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજયના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આજે તા.૨૭ જૂનના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૬ ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના તલાલા, સુરતના મહુવા તથા જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ખેરગામ, સૂત્રાપાડા, ચીખલી, ઈડર, ખેડબ્રહ્મા અને વડગામ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

વધુમાં, ગણદેવી, બારડોલી, ડોલવણ, રાણાવાવ, કામરેજ, પારડી, દાંતા, કલ્યાણપુર અને કેશોદ એમ કુલ નવ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ તેમજ કવાંટ, ભીલોડા, સુરત શહેર, નવસારી, કુંકાવાવ વાડિયા, ઉમરગામ, મહેસાણા, વલોદ, વિજાપુર, જામ જોધપુર, કુતિયાણા, ટંકારા, પાલનપુર, ધરમપુર, રાજુલા, પાટણ, લોધીકા, માણાવદર, અમરેલી, વલસાડ અને જલાલપોર મળી કુલ ૨૧ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૪૦ તાલુકાઓમાં એક ઈંચથી વધુ અને ૧૩૩ તાલુકાઓમાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોધાયો હોવાના અહેવાલો છે.

આ સમાચાર પણ વાંચો :  JP Morgan Mumbai Office : મુંબઈ વિશ્વની મોટી કંપનીઓ માટે બની રહ્યું છે કોર્પોરેટ હબ, આ કંપનીએ લીધી દેશની સૌથી મોંઘી ઓફિસ, દર મહિને ચૂકવશે અધધ 6.91 કરોડ ભાડું

રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૨૯.૧૩ ટકા નોધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૩૧.૨૦ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૧.૫૦ ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં ૩૦.૯૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૩૦.૩૬ ટકા અને કચ્છ ઝોનમાં ૨૩.૭ ટકા સરેરાશ વરસાદ નોધાયો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

June 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Natural farming New initiative by Nandanvan Gaushala for natural farming, pure farming done with Jyoti Kit in Mahuva
શહેર

Natural farming: પ્રાકૃતિક કૃષિ માટે નંદનવન ગૌ-શાળા દ્વારા નવી પહેલ, મહુવામાં જ્યોતિ કિટ સાથે શુદ્ધ ખેતી કરાઈ

by khushali ladva February 20, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • પ્રાકૃતિક કૃષિક્ષેત્રે એક સરાહનીય પહેલ
  • જે ખેડૂતો ગાય રાખી શકતા નથી તેઓ હવે સરળતાથી પ્રાકૃતિક ખેતી કરી શકશે
  • જરૂરિયાતમંદ ખેડૂતો રાહતદરે પ્રાકૃતિક કિટ નિયંત્રકો તેમજ જીવામૃત્ત-ઘનજીવામૃત વ્યાજબી દરે મેળવી શકશે
  • આવો.. સૌ સાથે મળીને રસાયણિક ખેતીને તિલાંજલિ આપી કુદરતની દેન સમાન પ્રાકૃતિક ખેતી તરફ વળીએ

Natural farming:  સુરત જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તેવા આશયથી ખેતીવાડી વિભાગ દ્વારા મિશનમોડ પર કાર્ય થઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેકટ સુરત દ્વારા ગૌશાળા અથવા એફ.પી.ઓ.ને જીવામૃત્ત-ઘનજીવામૃત બનાવવા માટેની સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારની સહાયથી પ્રાકૃતિક કૃષિને વેગ મળે એ માટે મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત નંદનવન ગૌશાળા અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે.

Natural farming New initiative by Nandanvan Gaushala for natural farming, pure farming done with Jyoti Kit in Mahuva

જેમાં ગૌ-શાળામાં જીવામૃત્ત-ઘનજીવામૃત બનાવવા માટે રૂા.૨.૪૭ લાખનો પ્રોજેકટ સાકાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ જે ખેડૂતો ગાય રાખી શકતા નથી તેઓ હવે સરળતાથી પ્રાકૃતિક ખેતી કરે એ માટે પ્રાકૃતિક કિટ નિયંત્રકો તેમજ જીવામૃત્ત-ઘનજીવામૃત બનાવવામાં આવી રહ્યા છે. જે માટે ગૌશાળાને વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉત્પાદન અને વિતરણ તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ માટે રૂા.૧.૨૦ લાખની સબસિડી પ્રાપ્ત થઈ છે. જેના કારણે ગાય ન પાળી શકતા જરૂરિયાતમંદ ખેડૂતો રાહતદરે પ્રાકૃતિક કિટ નિયંત્રકો તેમજ જીવામૃત્ત-ઘનજીવામૃત વ્યાજબી દરે મેળવી શકશે.

Natural farming New initiative by Nandanvan Gaushala for natural farming, pure farming done with Jyoti Kit in Mahuva

આ સમાચાર પણ વાંચો:  Ammonia leakage: જીવલેણ દુર્ઘટનાને ટાળવાનો પ્રયાસ.. ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાં યોજાઈ ઓફસાઈટ ઈમરજન્સી મોકડ્રીલ..

Natural farming: ગૌશાળા સંચાલક જિજ્ઞાશુંભાઈ પટેલ કહે છે કે, મારા પિતા ભરતભાઈના વડપણ હેઠળ અમે ઘણા વર્ષોથી ગાય આધારિત પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમારી વિશાળ ગૌશાળામાં અમે ૩૪ ગાયો પાળી છે. આ ગાયો થકી જીવામૃત્ત-ઘનજીવામૃત બનાવવાનો પ્રોજેક્ટ સ્થાપ્યો છે. રાજ્ય સરકારની સહાયથી ૪૦૦ સ્કે.ફુટની જગ્યામાં ૧૦,૦૦૦ લીટર ક્ષમતા સાથે ૫૦૦×૪ કીટ-નિયંત્રક તથા માળખાકીય સુવિધા ઉભી કરી છે. આ યુનિટનો ટોટલ ખર્ચ ૨.૪૭ લાખ થયો છે, જેમાં રૂા.૧.૨૦ની સરકારની સબસિડી મળી છે. વધુમાં તેમના ભાઈ હર્ષ પટેલે કહ્યું કે, આધુનિક ઓટોમેટીક પ્લાન્ટમાં એક હજાર લીટરના આઠ ટાંકાઓ છે, જેથી સરળતાથી જીવામૃત બનાવી શકાય છે. જરૂરિયાતમંદ ખેડૂતો જીવામૃત્ત રાહતદરે મેળવી શકશે. અન્ય ૫૦૦-૫૦૦ લીટરના ચાર ટાંકાઓમાં અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ઉધઈ નિયંત્રણ, ગૌમૂત્ર અને ખાટી છાશ જેવા કિટનિયંત્રકો તૈયાર કરીએ છીએ.

Natural farming New initiative by Nandanvan Gaushala for natural farming, pure farming done with Jyoti Kit in Mahuva

આ સમાચાર પણ વાંચો: Devendra Fadnavis Cabinet Meeting : મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંત્રીઓથી નારાજ, કેબિનેટ બેઠક પહેલા એજન્ડા લીક, આપી આ ચેતવણી
Natural farming:  જિજ્ઞાશુંભાઈએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક ખેડૂતોને જરૂરિયાત મુજબ જીવામૃત્ત ટોકન શુલ્કના દરે મેળવી શકે છે. વધુ વિગતો માટે ૯૨૬૫૬ ૫૪૧૦૪ પર અઠવાડિયા અગાઉ ઓર્ડર બુક કરવો જરૂરી છે એમ જણાવી ધરતી માતાને ઝેરમુકત બનાવી સ્વસ્થ સમાજના નિર્માણમાં જોડાવાનો સૌને અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લાના આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી એન.જી.ગામીતે જણાવ્યું હતું કે, જે ખેડૂતોને ગાય પાળવી પોષાય તેમ નથી અને પ્રાકૃતિક ખેતી કરવા માંગે છે એમને સરકાર દ્વારા મદદરૂપ થવા માટે ગૌશાળા અથવા એફ.પી.ઓ.ને જીવામૃત્ત-ઘનજીવામૃત પ્રોજેકટ માટે સહાય આપવામાં આવે છે. જિલ્લાના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો અમારો પ્રયાસ છે, ત્યારે આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. (અહેવાલઃ- મહેન્દ્ર વેકરીયા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kite Festival Kite festival for children with disabilities organized Kachhal village of Mahuva
રાજ્ય

Kite Festival : ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં મહુવાના કાછલ ગામે ‘દિવ્યાંગ બાળકોનો પતંગોત્સવ’ યોજાયો

by kalpana Verat January 12, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Kite Festival : 

  • મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ બાળકોને UDID ઓળખકાર્ડ અને પ્રમાણપત્ર અર્પણ
  • જ્ઞાન ગુરુ ક્વિઝમાં રાજ્ય કક્ષાએ ઝળકેલા સ્પર્ધક વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ

સમગ્ર શિક્ષા અને જિલ્લા પ્રોજેકટ કો.કચેરી હેઠળના બી.આર.સી.ભવન આઇ.ઈ.ડી વિભાગ દ્વારા મહુવા ( Mahuva ) તાલુકના કાછલ ગામ ( Kachhal Village ) સ્થિત સરકારી વિનયન,વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં દિવ્યાંગ બાળકોનો પતંગોત્સવ યોજાયો હતો. જેમાં તમામ દિવ્યાંગ બાળકોને પતંગ, ચરખી અને તલના લાડુનું વિતરણ કરાયું હતું. મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ બાળકોને UDID ઓળખકાર્ડ અને પ્રમાણપત્ર ( Certificate )  અર્પણ કરાયું તેમજ રાજ્ય કક્ષાએ જ્ઞાનગુરૂ ક્વિઝના સ્પર્ધક વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું હતું.  

Kite Festival Kite festival for children with disabilities organized Kachhal village of Mahuva

                આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ તાલુકા શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલી અનોખી પહેલ માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. વિવિધ ક્ષેત્રે દિવ્યાંગ બાળકો દ્વારા કરાતી ખાસ પ્રવૃત્તિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી કે વ્યવસાય કરતા દિવ્યાંગજનોના હકારાત્મક અભિગમ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે છેવાડાના વિસ્તારના ગરીબ, આદિવાસી કે પછાત વંચિત દિવ્યાંગજનો માટે સરકાર દ્વારા અપાતી કલ્યાણકારી યોજનાઓ અને સહાય વિષે માહિતી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : President: રાષ્ટ્રપતિએ સ્વચ્છ સર્વેક્ષણ પુરસ્કારો એનાયત કર્યા.

              શ્રી ઢોડિયાએ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે અપાતી સુવિધાઓ અને યોજનાઓની જાણકારી આપી દરેક સ્થાનિકોને તેનો મહત્તમ લાભ લેવા જણાવી તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓને જરૂરિયાતમંદોને મદદ કરવાનો અનુરોધ કર્યો હતો.

              આ પ્રસંગે નવનિયુક્ત જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી જે.એમ.પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન દ્વારા દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતાને વિશેષ દૃષ્ટાંતો વડે પ્રોત્સાહન આપ્યું હતું.   

Kite Festival Kite festival for children with disabilities organized Kachhal village of Mahuva

 

             આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.કે.ચૌધરી, તા.વિકાસ અધિકારી પી.સી.માહલા, જિ.પંચાયત સભ્ય જિનેશ ભાવસાર, સંગીતાબેન આહીર, તા.પંચાયત સભ્યો,  અધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Minister of State for Forest and Environment Mukeshbhai Patel inaugurating the canal modernization works to be done at Mahuwa at a cost of Rs 36.97 crore.
રાજ્ય

Mahuva: મહુવા ખાતે રૂપિયા ૩૬.૯૭ કરોડના ખર્ચે કરવામાં આવનાર નહેરોના આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ

by Hiral Meria December 30, 2023
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai  

Mahuva: ચોમાસાની ઋતુમાં તાપી નદીનું પાણી દરિયામાં વહી જાય છે એને રોકી ખેડૂતોને સિંચાઈ માટે આપી શકાય એ હેતુથી કામરેજના ( Kamrej ) બૌધાન પાસે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે રબર ડેમ ( Dam ) બનાવવામાં આવશે. તેમજ રુંઢ મગદલ્લા પાસે પણ તાપી નદી ( Tapi River ) પર બેરેજ બનાવવામાં આવશે એમ મહુવા ખાતે ૩૬.૯૭ કરોડના ખર્ચે નહેરોના આધુનિકીકરણના ( canals modernization ) કામોનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ( Mukeshbhai Patel ) જણાવ્યું હતું.

સુરત ( Surat ) જિલ્લાના મહુવા ખાતે આવેલી દિવાળી બા કોલેજ ખાતે યોજાયેલા નહેરોના આધુનિકીકરણના કામોના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નહેરોનું તબક્કાવાર નવીનીકરણ થઇ શકે એ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૩-૧૪ના બજેટમાં રૂપિયા ૧૫૦૦ કરોડની જોગવાઈ કરી હતી. જેના કારણે નહેરોનું આધુનિકરણ થવાથી નહેરની ક્ષમતા વધતાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળતા ખેડૂતો બારમાસી પાક લઇને વધુ ઉપજ મેળવી શકે છે એમ જણાવી તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા કૃષિ મહોત્સવને કારણે કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી ખેડૂતો આધુનિક ખેતી કરી સારી આવક મેળવતા થયા હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

વધુ વાત કરતા મંત્રી પટેલે ઉમેર્યુ હતું કે પ્રધાનમંત્રીએ પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણને મંજૂરી આપવાના લીધેલા સરાહનીય નિર્ણયને કારણે હવે ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવાના પ્લાન્ટ કાર્યરત થશે. જેનાથી ડાંગર અને મકાઈની ખેતી કરતા ખેડૂતો વધુ સારી આવક મેળવી શકશે એમ જણાવ્યું હતું.

પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે અને પાણીની બચત પણ એ દિશામાં સરકાર સતત ચિંતિત છે એમ કહી તેમણે સરકારે ટપક સિંચાઇ માટે રૂપિયા ૪૮૦ કરોડની જોગવાઈ કરી છે એમ જણાવી ખેડૂતો વધુમાં વધુ ટપક સિંચાઇ કરતા થાય એ માટે અનુરોધ કર્યો હતો.

તેમણે સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થવાથી ખેડૂતોની આવક કઈ રીતે વધી શકે એનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકાના ખેડૂતોને ૧૮૦૦૦ હેક્ટરમાં ઉનાળુ ડાંગરની વાવણી કરી ૧૮૭ કરોડની આવક મેળવી છે જે ભૂતકાળમાં ક્યારેય થયું નથી એમ કહ્યું હતું.

આ ઉપરાંત મંત્રીએ નેનો યુરિયા, નેનો ડી. એ. પી. વગેરેના ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી કઈ રીતે સમય અને નાણાંની બચત કરી શકાય એ અંગે પણ સમજ આપી હતી.

આ સમાચાર પણ વાંચો :  Surat: તા.૦૧ થી તા.૧૯મી જાન્યુઆરી દરમિયાન સુરત જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન અંતર્ગત રક્તપિત અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે.

પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, રાસાયણિક ખેતીથી માત્ર માનવ સ્વાસ્થ્યને જ નહીં પણ જમીનની ફળદ્રુપતાને ગંભીર નુકસાન થાય છે તેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમણે આગ્રહ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટે છે એવી ભ્રામક વાતોમાં ન આવી જવા અનુરોધ કરી તેમણે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમના કૃષિ ઉત્પાદનો વેચી શકે એ માટે ૧૦૦ એફ.પી.ઓ શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું

મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગતે છણાવટ કરી હતી. આ ઉપરાંત નહેરોના આધુનિકીકરણની કામગીરીથી ખેડૂતોને થનારા ફાયદાઓ અંગે પણ વિગતે જાણકારી આપી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નાગરિકો તરફથી મળેલા વ્યાપક લોકપ્રતિસાદની પણ તેમણે સરાહના કરી હતી.

સહકારી આગેવાન ભીખાભાઈ પટેલે પણ સરકાર દ્વારા કરવામાં આવી રહેલા ખેડૂતલક્ષી કામોની સરાહના કરી સરકાર ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે ગંભીર છે એમ જણાવી ખેડૂતો પણ પોતાની જવાબદારી સમજી સરકારને સહયોગ આપે એમ જણાવ્યું હતું.

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા મુખ્ય ઇજનેર અને અધિક સચિવ આર.એમ. પટેલે કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી ખેડૂતોને સિંચાઈની સુવિધા મળી રહે એ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. આભાર વિધિ અધિક્ષક ઇજનેર દેશમુખે આટોપી હતી.

આ સમાચાર પણ વાંચો :  Surat: સુરત જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને યોજાઈ

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ, સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઇ રાઠોડ, અન્ય સહકારી આગેવાનો, પિયત મંડળીના આગેવાનો, કાર્યપાલક ઇજનેર એસ.કે. ગરાસિયા, ગામના સરપંચ, તાલુકા/જિલ્લા પંચાયતના સભ્યો, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district
સુરત

Surat: સુરત જિલ્લાના મહુવા ગામ ખાતે ૩૦૦ વર્ષ જુનું માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર

by Hiral Meria October 16, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat: સુરત જિલ્લાના મહુવા ( Mahuva ) ગામ ખાતે પુર્ણા નદીના ( Purna river ) કિનારે માતા મહાલક્ષ્મી ( Mata Mahalakshmi ) અને ખોડિયાર માતાજીનું ( Khodiyar Mataji ) ૩૦૦ વર્ષ જુનુ મંદિર આવેલું છે, જે ઈ.સ ૧૯૬૮મા આવેલી રેલમાં આખું ડૂબી ગયા છતાં મંદિરમાં ( Temples ) ચમત્કારી રીતે કોઈ નુકસાન થવા પામ્યું ન હતું. વર્ષ ૨૦૦૮માં ગ્રામજનો અને સરકારની સહાયથી મંદિરનું પુનઃનિર્માણ ( temple Redevlopment  ) કરાયું હતું. મંદિરમાં મહાલક્ષ્મી માતાજીની અંદાજિત ૩૦૦ વર્ષ જૂની મૂર્તિ પ્રસ્થાપિત છે, તેમજ ડાબી બાજુ ખોડિયાર માતાજી અને જમણી બાજુ અંબે માતાજીની નવનિર્મિત મુર્તિ પ્રસ્થાપિત છે. જેનો ઈતિહાસ મહુવા ગામમાં રહેતા ૭૭ વર્ષીય પ્રકાશચંદ્ર રમેશલાલ ભટ્ટે વર્ણવ્યો હતો. પ્રકાશભાઈના વડવાઓ પાંચ પેઢીથી મંદિરની સંભાળ રાખતા હતા.

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

    

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

          

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

મંદિરના ભવ્ય ઈતિહાસ વિષે પ્રકાશચંદ્રભાઈએ કહ્યું હતું કે, આ મંદિરનો ઉલ્લેખ મારા દાદાના દાદાના વેચાણખતમાં મળી આવ્યો છે. આ મંદિર મારા વડવાએ ૫ બાય ૫ની સાઈઝમાં બનાવી એમાં પૂજા-અર્ચના કરવાની શરૂઆત કરી હતી, અને આગળ પણ અમારી પેઢી દર પેઢી આ મંદિરની રક્ષા અને પૂજા ભક્તિ કરશે એવું વેચાણખતમાં મળી આવ્યું છે. જેથી મને આ મંદિરના ભવ્ય પૂન:નિર્માણ કરવાની પ્રેરણા મળી હતી. ગ્રામજનો પાસે મેં મંદિરના પુનઃનિર્માણ માટે પ્રસ્તાવ મુક્યો હતો, જેમાં સૌ જોડાયા અને ગ્રામપંચાયતના માર્ગદર્શન તેમજ સહાય દ્વારા મંદિરનો વર્ષ ૨૦૦૮માં જીર્ણોદ્વાર થયો. ગ્રામપંચાયતના ઠરાવ અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી મંદિરના આજુબાજુ વિસ્તારને વિકસાવામાં આવ્યો છે.

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

આ સમાચાર પણ વાંચો : Ahmednagar Railway Fire: Train Fire: ટ્રેનમાં ફાટી નીકળી આગ, અહમદનગર-અષ્ટીમાં બે ડબ્બા સળગતા અફડાતફડી.. જુઓ વિડીયો

             આ મંદિરમાં અનેક લોકો માનતા માને છે, જેમનું કાર્ય સફળ થાય તે મંદિરે આવી પૂજા અર્ચના કરે છે. લોકોની બાધા-માનતા પુર્ણ થાય છે.

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

 

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

October 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક