• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - malegaon
Tag:

malegaon

Urdu Ghar me mushaira 2025 Mushaira held at Urdu Ghar Auditorium, Malegaon on Republic Day.
વધુ સમાચાર

Urdu Ghar me mushaira 2025: પ્રજાકસતાક દિવસે માલેગાંવના ઉર્દૂ ઘર ઓડિટોરિયમ ખાતે મુશાયરો યોજાયો, આ બે પુસ્તકોનું કરાયુ વિમોચન…

by kalpana Verat January 30, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

 Urdu Ghar me mushaira 2025: ગત 26 જાન્યુઆરી એટલે કે પ્રજાકસતાક દિવસે માલેગાંવના ઉર્દૂ ઘર ઓડિટોરિયમ ખાતે “નિશાન-એ-હિંદ ટ્રસ્ટ” દ્વારા ભવ્ય અખિલ ભારતીય મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝુબૈર અલ-હસન ગફિલના કાવ્ય સંગ્રહ “દારિચે કી ધૂપ” અને રિયાઝ મનસિફની રચના “મિટ્ટી ભર ખ્વાબ” નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા હાફિઝ વલી અહેમદ ખાન દ્વારા કરવામાં આવી હતી જ્યારે મુંબઈના કસ્ટમ કમિશનર અસલમ હસન અને દૈનિક હિન્દુસ્તાનના સંપાદક સરફરાઝ આરઝૂ ખાસ મહેમાનો તરીકે હાજર રહ્યા હતા, જેણે કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો.

 Urdu Ghar me mushaira 2025: “દારિચે કી ધૂપ” નું વિમોચન 

“નિશાન-એ-હિંદ ટ્રસ્ટ” માલેગાંવના અધ્યક્ષ યુસુફ રાણાના જણાવ્યા અનુસાર, પ્રખ્યાત કવિ ઝુબૈર અલ-હસન ગફિલની કાવ્ય રચના “દારિચે કી ધૂપ” નું વિમોચન માલેગાંવ ઉર્દૂ ઘર સભાગૃહમાં હાફિઝ વલી અહેમદ ખાનની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંબઈના કસ્ટમ કમિશનર અને સાહિત્યકાર ઝુબૈર અલ-હસન ગફિલના પુત્ર અસલમ હસન પણ હાજર રહ્યા હતા. દૈનિક હિન્દુસ્તાન મુંબઈના સંપાદક સરફરાઝ આરઝૂએ કાવ્યસંગ્રહ “દારિચે કી ધૂપ” ની સર્જનાત્મક પૃષ્ઠભૂમિ પર પ્રકાશ પાડ્યો. તદુપરાંત શમ્સ ઉઝા ઇઝરાયલે પણ આ કાવ્ય સંગ્રહ પર તાર્કિક અને વૈજ્ઞાનિક ટિપ્પણીઓ કરી જેને શ્રોતાઓ દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. કમાલ પબ્લિકેશન્સ જબલપુરના ડિરેક્ટર ફિરોઝ કમાલે તરાના પરચમ ઉર્દૂના મહત્વ અને ઉપયોગિતા પર વાત કરી.  

પ્રખ્યાત મુશાયરા સંચાલક અસર સિદ્દીકી અને આધુનિક સાહિત્યના પ્રણેતા ડૉ. અશફાક અંજમની હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો. આ મુશાયરામાં, કવિ રિયાઝ મનસીફનો ત્રીજો કાવ્યસંગ્રહ, “મિટ્ટી ભર ખ્વાબ” પણ પ્રકાશિત થયો. આ કાર્યક્રમની શરૂઆત મુખ્તાર અદીલ દ્વારા કરવામાં આવી હતી અને પ્રખ્યાત મુશાયરા દિગ્દર્શક રઈસ સિતારાએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.

નિશાન-એ-હિંદ ટ્રસ્ટે “તરાના પરચમ ઉર્દૂ” ના ઐતિહાસિક પ્રસ્તુતિના માનમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ખાસ કરીને કમાલ પબ્લિકેશન્સ જબલપુરના વડા અશફાક કમાલ, આતિફ રશીદ કમાલ અને તેમના પરિવારના ઘણા સભ્યો જેમ કે ઇયાન અકમલ, અફાન હારૂન, અરીબા અલ્માસ વગેરેએ ભાગ લીધો હતો. જબલપુરના પ્રખ્યાત સાહિત્યિક વ્યક્તિત્વો અને ઇતિહાસકારો, ડૉ. મુહમ્મદ અફસર ખાન આલમશરીકી ખાન અને ગુલામ ગૌસને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Urdu Ghar me mushaira 2025:   “ડિજિટલ તરાના પરચમ ઉર્દૂ” બતાવવામાં આવ્યું 

સૌપ્રથમ ઓડિટોરિયમમાં સ્ક્રીન પર “ડિજિટલ તરાના પરચમ ઉર્દૂ” બતાવવામાં આવ્યું અને પછી ગુલામ ગૌસે તેને લાઈવ ગાયું અને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બાદમાં અસલમ હસન, ફિરોઝ કમાલ અને હઝરત કૌસર સિદ્દીકીને નિશાન-એ-હિંદ એવોર્ડ 2025 અને સન્માન પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. માલેગાંવના નવ અગ્રણી વ્યક્તિઓને તેમની લાંબા ગાળાની અને અનુકરણીય સાહિત્યિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સેવાઓ બદલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શબ્બીર શાદ, ખલીલ અહેમદ અંસારી, અમાનત ઉલ્લાહ પીર મોહમ્મદ, અતિક સર પટોડિયા, મસૂદ અહેમદ વગેરેની હાજરીથી આ કાર્યક્રમ સફળ બન્યો.

 Urdu Ghar me mushaira 2025: અશફાક કમાલે માન્યો આભાર 

આ સન્માન સમારોહ પછી અખિલ ભારતીય મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વ વિખ્યાત મુશાયરા સંચાલક અને કવિ યુસુફ રાણાની કવિતા ‘ખુદા કા શાહકાર’ ને શ્રોતાઓ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી. કવિતા પ્રસ્તુતિઓમાં અસર સિદ્દીકી, નવીન જોશી, અશ્વની મિત્તલ, અશફાક અંજામ, ગાલિબ આસી, અજમલ આરેફ આઝમી, રિયાઝ મનસીફ, યુસુફ રાણા, રાશિદ રાહી, પૂનમ વિશ્વકર્મા જેવા પ્રતિભાશાળી કવિઓના નોંધપાત્ર નામો હતા. શ્રોતાઓએ આ ઐતિહાસિક મુશાયરા અને નિશાન-એ-હિંદ ટ્રસ્ટ માલેગાંવની આ સિદ્ધિની  પ્રશંસા કરી. કમાલ પબ્લિકેશન્સ જબલપુરની પ્રશંસા કરતા, અશફાક કમાલે “નિશાન-એ-હિંદ ટ્રસ્ટ” ના કાર્યકરો, ખાસ કરીને ટ્રસ્ટના અધ્યક્ષ અતીક સર પટોડિયા અને તેમની સમગ્ર ટીમનો આભાર માન્યો.

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Swine FluSwine Flu Two Died In Malegaon, Maharashtra
રાજ્ય

Maharashtra Swine Flu : ખતરાની ઘંટી, મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂની થઇ એન્ટ્રી; આ જિલ્લામાં બે દર્દીઓનો લીધો ભોગ..

by kalpana Verat April 27, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Maharashtra Swine Flu : બે વર્ષ પહેલા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લૂનો ખતરો ફરી તોળાય તેવી ભીતિ સેવાઈ રહી છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્વાઈન ફ્લૂએ પ્રવેશ કર્યો છે. માલેગાંવમાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોના મોત થયા છે. આ બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન, માલેગાંવ ( Malegoan )  મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને સતર્ક રહેવા અને ગભરાશો નહીં તેવી અપીલ કરી છે

Maharashtra Swine Flu : 20 દિવસમાં સ્વાઈન ફ્લૂથી બે લોકોના મોત

મહત્વનું છે કે માલેગાંવમાં 5 એપ્રિલે 63 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હતું. મહિલાને સ્વાઈન ફ્લૂ થયા બાદ નાસિકમાં સારવાર આપવામાં આવી રહી હતી. સાથે જ સ્વાઈન ફ્લૂથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા દર્દીઓ પાસેથી સ્વેબ લેવામાં આવ્યા હતા.  મહિલા બાદ હવે વધુ એક દર્દીનું મોત થયું છે. આમ 20 દિવસમાં સ્વાઈન ફ્લૂથી બે લોકોના મોત થતા અહીં ભયનું વાતાવરણ છે.

Maharashtra Swine Flu : આરોગ્ય વિભાગે ( Health department )  નાગરિકોને કરી આ અપીલ

દરમિયાન અહીંના આરોગ્ય વિભાગે નાગરિકોને સતર્ક રહેવા અને કાળજી રાખવા અપીલ કરી છે અને સ્વાઈન ફ્લુને ફેલાતો અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પગલાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરોઓ સાચવજો, ગરમી અને બફારામાં થશે વધારો; હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ..

અગાઉ નાશિક જિલ્લાના સિન્નરમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ મળી આવ્યા હતા. તેથી, નાસિકના જિલ્લા સત્તાવાળાઓએ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થયા પછી સ્વાઈન ફ્લૂના દર્દીઓ વિશે દૈનિક માહિતી પ્રદાન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ અંગે તમામ હોસ્પિટલોને પત્ર મોકલવામાં આવ્યો છે.

April 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Heavy rain lashed Nashik; Godavari river floods, many temples underwater
મુંબઈTop Post

Nashik Rain: વરસાદનો વિસ્ફોટ! નાસિકમાં ભારે વરસાદે મચાવી તબાહી…જાણો હાલ શું છે સ્થિતિ… 

by Akash Rajbhar September 9, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Nashik Rain: ઓગસ્ટ મહિનામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. નાસિક (Nashik) જિલ્લામાં શુક્રવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે. જેના કારણે ગંગાપુર ડેમ (Gangapur Dam) ની જળ સપાટીમાં ઝડપથી વધારો થયો છે. હાલમાં ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ગોદાવરી નદીમાં પૂર આવ્યું છે.

આ સિઝનમાં ગોદાવરી નદીમાં આ પહેલું પૂર છે . રામકુંડ વિસ્તારના અનેક મંદિરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. આથી નદી કિનારે આવેલા ગામોને તકેદારી આપવામાં આવી છે. નાશિકના ચણકાપુર ડેમમાંથી પણ પાણી છોડવામાં વધારો કરવામાં આવ્યો છે.
જેના કારણે ગીરણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદી પરના નાના પુલ પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ચણકાપુર ડેમ હેઠળનો આંતબે પુલ વાહનવ્યવહાર માટે બંધ હોવાથી કલવણ, વાણી જતો ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જો વરસાદ ચાલુ રહેશે તો પાણીનો નિકાલ વધવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે મુલાકાત કરી…

યલો એલર્ટ વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યું છે

બીજી તરફ, માલેગાંવ શહેર (Malegaon) થી હાઈવે તરફ જતો તેહરે પુલ પૂરમાં ભરાઈ જવાને કારણે વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે માલેગાંવથી તેહરે ચૌફૂલી રોડને અડધી રાતથી બંધ કરી દીધો છે. વહીવટીતંત્રે એવી પણ અપીલ કરી છે કે નાગરિકોએ પૂરના પાણીમાંથી તેમના વાહનો લઈ જવાની હિંમત ન કરવી જોઈએ.
દરમિયાન, નાસિક જિલ્લા માટે જારી કરાયેલ યલો એલર્ટ વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. તેથી, આગામી બે દિવસ વરસાદી રહેશે અને શુક્રવારે જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગે શનિવાર અને રવિવારે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડવાના સંકેત આપ્યા છે.

September 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

કર્ણાકટમાં ચાલી રહેલા હિજાબ વિવાદના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા, આ શહેરમાં આજે ‘હિજાબ ડે’ મનાવવામાં આવશે; જાણો વિગતે  

by Dr. Mayur Parikh February 11, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

શુક્રવાર 

શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પોશાક ન પહેરવાના કર્ણાટક હાઈકોર્ટના આદેશ છતાં હિજાબનો મુદ્દો હજુ શાંત થયો નથી 

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં આજે ‘હિજાબ ડે’ મનાવવામાં આવશે. 

આજે હિજાબ ડે નિમિત્તે મહિલાઓએ હિજાબ પહેરીને જ ઘરની બહાર નીકળવાનો નિર્ણય જાહેર કર્યો છે. 

આ પહેલા ગુરુવારે માલેગાંવના મેદાનમાં હજારો મહિલાઓ હિજાબના સમર્થન માટે એકત્ર થઈ હતી. 

આ મેળામાં મૌલાનાએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

February 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રના માલેગાંવમાં કોંગ્રેસના તમામ નગરસેવકોનો પક્ષ પલટો, જોડાયા આ પક્ષમાં; જાણો વિગત

by Dr. Mayur Parikh January 27, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022  

ગુરુવાર.

મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાની સાથે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પણ છે. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ બંને વચ્ચે વર્ષોથી યુતિ હોવા છતાં તાજેતરમાં મહારાષ્ટ્રના માલેગાંવમાં મહાનગરપાલિકાના કોંંગ્રેસના તમામ 28 નગરસેવકો NCPમાં જોડાયા હતા, જેનાથી કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગયું હતું..માલેગાંવના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાશિદ શેખ અને મેયર તાહિરા શેખે આ મુદ્દે પાર્ટીને પત્ર સોંપ્યો હતો. તેઓ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારની હાજરીમાં NCPમાં જોડાયા હતા.આગામી નગરપાલિકાની ચૂંટણીના પગલે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈમાં યોજાયેલા NCPના કાર્યક્રમમાં રશીદ શેખ અને તાહિરા શેખ સહિત 28 નગરસેવકોએ પક્ષપલટો કર્યો હતો. આ પ્રસંગે અજિત પવાર અને મંત્રી જયંત પાટીલ સહિત NCPના ઘણા અગ્રણી નેતાઓ હાજર હતા.

તો કરિયાણાની દુકાનમાં વાઈન વેચાતુ મળશે! આજની કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા; જાણો વિગત

આ પહેલા પૂર્વ ધારાસભ્ય આસિફ શેખ કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા. હવે તેના પિતા ધારાસભ્ય રશીદ શેખ અને માતા મેયર તાહિરા શેખ અને 28 કોંગ્રેસી નગરસેવકો સાથે NCPમાં જોડાયા છે. રાશિદ શેખ કોંગ્રેસના વફાદાર ગણાતા હતા. એટલું જ નહીં, રાશિદ શેખ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીના વફાદાર અને નજીકના માનવામાં આવતા હતા. છતાં NCP આ પુરા પરિવારને પોતાની તરફ ખેંચી જવામાં સફળ રહી છે.

January 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ત્રિપુરાની ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્ર ભડકે બળ્યુઃ અમરાવતી, નાંદેડ અને માલેગાંવમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ. જાણો વિગત.

by Dr. Mayur Parikh November 13, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 13 નવેમ્બર  2021 
શનિવાર.

ત્રિપુરામાં મુસ્લિમ સમાજ સામે થયેલા હિંસાજનક બનાવના પડધા મહારાષ્ટ્ર માં પડ્યા છે. ત્રિપુરામાં મુસ્લિમ સમાજ પર થયેલા હુમલાના વિરોધમાં મહારાષ્ટ્રના અમરાવતી, નાંદેડ, માલેગાંવ અને નાશિકના ગ્રામીણ વિસ્તાર તથા ભિવંડીમાં શુક્રવારે રેલી કાઢવામાં આવી હતી, જેણે હિંસક સ્વરૂપ પકડી લીધી હતી. જેમાં પોલીસ પર પથ્થરમારો કરવાથી લઈને આગ ચાપવાના બનાવ બન્યા છે.આ બનાવમાં અનેક દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને અનેક પોલીસ જખમી થયા હતા. તોફાની ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જની સાથે જ ટીયર ગેસ છોડવા પડયા હતા.

 

આ બનાવના થોડા કલાકોમાં જ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો અને નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. હિંસાચાર આચનારાઓ સામે સખત પગલાં લેવાની તેમણે ચેતવણી પણ આપી હતી. 
ત્રિપુરામાં મુસ્લિમ સમાજ પર થઈ રહેલા કથિત અન્યાયના વિરોધમાં મહારાષ્ટ્ર રાજયના જુદા જુદા વિસ્તારમાં મુસ્લિમ સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યા હતા, ત્યારે હિંસાના આ બનાવ બન્યા હતા. જેમાં મુખ્યત્વે અમરાવતી, નાંદેડ, યવતમાળ, માલેગાંવમાં પરિસ્થિતિ હાથ બહાર જતા રહી ગઈ હતી.

રાજયના જુદા જુદા વિસ્તારમાં થયેલા હિંસાચારના બનાવને રાજકીય પક્ષોના નેતાઓએ ચિંતાજનક ગણાવીને વખોડી કાઢયો હતો અને રાજય સરકારને તરત પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાની હાકલ કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કરોડરજ્જુની સર્જરી પૂર્ણ, મુખ્યમંત્રી કાર્યાલયે આપી આ જાણકારી; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

અહીં ઉલ્લેખનીય છે કે ઓકટોબરના બીજા અઠવાડિયા દરમિયાન બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા દરમિયાન હિંસાચાર થયો હતો. બાંગ્લાદેશના ચાંદપૂર અને કમિલા જિલ્લામાં દુર્ગાપૂજા દરમિયાન તોડફોડ કરવામાં આવી હતી. દુર્ગાપૂજા દરમિયાન કુરાનનું અપમાન કરવામાં આવ્યું હોવાનો કથિત આરોપ કરીને હિંસાચાર શરૂ થયો હતો. અનેક વિસ્તારમાં આવેલા હિંદુ મંદિરો પર હુમલો કરીને તેને તોડી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં અનેક જણ જખમી થયા હતા. બાંગ્લાદેશની આ દુર્ઘટનાના વિરોધમાં ત્રિપુરામાં વિશ્વ હિંદુ પરિષદે મોર્ચો કાઢયો હતો. આ મોર્ચાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું., જેમાં દુકાનો અને ઘરની તોડફોડ કરવામાં આવી હતી. હિંસા પ્રકરણમાં 102 યુઝર્સ સામે ગુનો પણ નોંધાયો હતો. ત્રિપુરાના આ હિંસક બનાવ સામે મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમાજે શુક્રવારે વિરોધ પ્રદર્શન કર્યા હતા અને રાજયમાં હિંસાના બનાવ નોંધાયા હતા.

November 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક