• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Mann Ki Baat PM Modi
Tag:

Mann Ki Baat PM Modi

PM Narendra Modi Address in Episode 116 of 'Mann Ki Baat'
વધુ સમાચાર

Mann Ki Baat PM Modi: ‘મન કી બાત’ના 116મા એપિસોડને PM મોદીએ કર્યું સંબોધિત, NCC , સ્વામી વિવેકાનંદની જયંતી સહીત આ મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ. જાણો વિગતે.

by Hiral Meria November 24, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Mann Ki Baat PM Modi: મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ એટલે દેશના સામૂહિક પ્રયાસોની વાત, દેશની ઉપલબ્ધિઓ વિશે વાત, જન-જનના સામર્થ્યની વાત, ‘મન કી બાત’ એટલે દેશના યુવાં સપનાંઓ અને દેશના નાગરિકોની આકાંક્ષાઓની વાત. હું આખા મહિના દરમિયાન ‘મન કી બાત’ની પ્રતીક્ષા કરું છું, જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. કેટલા બધા સંદેશાઓ, કેટલા messages ! મારો પૂરો પ્રયાસ રહે છે કે વધુમાં વધુ સંદેશાઓ વાંચું, તમારાં સૂચનો પર મંથન કરું. 

સાથીઓ, આજે ( Mann Ki Baat  ) ખૂબ જ ખાસ દિવસ છે – આજે NCC દિવસ છે. NCCનું નામ સામે આવતા જ, આપણને સ્કૂલ-કૉલેજના દિવસો યાદ આવી જાય છે. હું પોતે પણ NCCનો કેડેટ રહ્યો છું, આથી પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેનાથી મળેલો અનુભવ મારા માટે અણમોલ છે. ‘NCC’ યુવાનોમાં અનુશાસન, નેતૃત્વ અને સેવાની ભાવના ઉત્પન્ન કરે છે. તમે પોતાની આસપાસ જોયું હશે, જ્યારે પણ ક્યાંય કોઈ આપદા આવે છે, પછી તે પૂરની સ્થિતિ હોય, ક્યાંક ભૂકંપ આવ્યો હોય, કોઈ દુર્ઘટના થઈ હોય, ત્યાં મદદ કરવા માટે NCCના કેડેટ અવશ્ય ઉપસ્થિત થઈ જાય છે. આજે દેશમાં NCCને મજબૂત કરવા માટે સતત કામ થઈ રહ્યું છે. 2014માં લગભગ 14 લાખ યુવાનો NCC સાથે જોડાયેલા હતા. હવે 2024માં 20 લાખથી વધુ યુવાનો NCC સાથે જોડાયેલા છે. પહેલાંની સરખામણીએ પાંચ હજાર અને નવી શાળાઓ-કૉલેજોમાં હવે NCCની સુવિધા થઈ ગઈ છે અને સૌથી મોટી વાત, પહેલાં NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 25% (ટકા)ની આસપાસ રહેતી હતી. હવે NCCમાં girls cadetsની સંખ્યા લગભગ 40% (ટકા) થઈ ગઈ છે.

સીમા પર રહેનારા યુવાનોને વધુમાં વધુ NCC સાથે જોડવાનું અભિયાન પણ સતત ચાલુ છે. હું યુવાનોને આગ્રહ કરીશ કે વધુમાં વધુ સંખ્યામાં NCC સાથે જોડાવ. તમે જોશો કે તમે કોઈ પણ careerમાં જાવ NCCથી તમારા વ્યક્તિગત નિર્માણમાં ખૂબ જ મદદ મળશે.

સાથીઓ, વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોનો રોલ ખૂબ જ મોટો છે. યુવા મન જ્યારે એકસંપ થઈને દેશની ભવિષ્યની યાત્રા માટે મંથન કરે છે, ચિંતન કરે છે, તો નિશ્ચિત રીતે તેમાંથી નક્કર માર્ગ મળે છે. તમે જાણો છો કે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી પર દેશ ‘યુવા દિવસ’ મનાવે છે. આગામી વર્ષે સ્વામી વિવેકાનંદજીની ( Swami Vivekananda ) 162મી જયંતી છે. આ વખતે તેને ખૂબ જ વિશેષ રીતે મનાવવામાં આવશે. આ અવસર પર 11-12 જાન્યુઆરીએ દિલ્લીના ભારત મંડપમમાં યુવા વિચારોનો મહા કુંભ આયોજિત થવા જઈ રહ્યો છે અને આ પહેલનું નામ છે ‘વિકસિત ભારત Young Leaders Dialogue‘ ( Viksit Bharat Young Leaders Dialogue ) . ભારતભરમાંથી કરોડો યુવાનો તેમાં ભાગ લેશે. ગામ, બ્લૉક, જિલ્લા, રાજ્ય અને ત્યાંથી નીકળીને પસંદ કરાયેલા આવા બે હજાર યુવાનો ભારત મંડપમમાં ‘વિકસિત ભારત Young Leaders Dialogues’ માટે એકત્ર થશે. તમને યાદ હશે, મેં લાલ કિલ્લાની પ્રાચીર પરથી એવા યુવાનોને રાજનીતિમાં આવવાનું આહ્વાન કર્યું છે, જેના પરિવારની કોઈ પણ વ્યક્તિ અને પૂરા પરિવારનું political background નથી, આવા એક લાખ યુવાનોને, નવા યુવાનોને, રાજનીતિ સાથે જોડવા માટે દેશમાં અનેક પ્રકારનાં વિશેષ અભિયાન ચલાવાશે. ‘વિકસિત ભારત Young Leaders Dialogue’ પણ આવો જ એક પ્રયાસ છે. તેમાં દેશ અને વિદેશથી experts આવશે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ રહેશે. હું પણ તેમાં વધુમાં વધુ સમય ઉપસ્થિત રહીશ. યુવાનોને સીધા અમારી સામે પોતાના ideas રાખવાનો અવસર મળશે. દેશ આ ideasને આગળ લઈને કેવી રીતે જઈ શકે છે?

આ સમાચાર પણ વાંચો : Odisha Parba 2024 PM Modi: ઓડિયા સમાજ ફાઈન્ડેશને આજે કર્યું ‘ઓડિશા પર્વ 2024’નું આયોજન, PM મોદી કરશે આ કાર્યક્રમને સંબોધિત.

કેવી રીતે એક નક્કર roadmap બની શકે છે? તેની એક blueprint તૈયાર કરવામાં આવશે, તો તમે પણ તૈયાર થઈ જાવ, જે ભારતના ભવિષ્યનું નિર્માણ કરવાના છે, જે દેશની ભાવિ પેઢી છે, તેમના માટે આ ખૂબ જ મોટો અવસર આવી રહ્યો છે. આવો મળીને દેશ બનાવીએ, દેશને વિકસિત બનાવીએ.

મારા ( Narendra Modi ) પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં, આપણે, ઘણી વાર એવા યુવાનોની ચર્ચા કરીએ છીએ, જે નિઃસ્વાર્થ ભાવથી સમાજ માટે કામ કરી રહ્યા છે. એવા કેટલાય યુવાનો છે જે લોકોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન મેળવવામાં લાગેલા છે. આપણે આપણી આસપાસ જોઈશું તો કેટલાય એવા લોકો દેખાય છે, જેમને, કોઈ ને કોઈ પ્રકારની મદદ જોઈએ છે, કોઈ જાણકારી જોઈએ છે. મને એ જાણીને સારું લાગ્યું કે કેટલાક યુવાનોએ સમૂહ બનાવીને આ પ્રકારની વાતને પણ address કરી છે જેમ કે લખનઉના રહેવાસી વીરેન્દ્ર છે, તેઓ વૃદ્ધોને digital life certificateના કામમાં મદદ કરે છે. તમે જાણો છો કે નિયમો મુજબ, બધા pensionersને વર્ષમાં એક વાર life certificate જમા કરાવવાનું હોય છે. 2014 સુધી તેની પ્રક્રિયા એવી હતી કે તેને બૅંકોમાં જઈને વૃદ્ધે પોતે જમા કરાવવું પડતું હતું. તમે કલ્પના કરી શકો છો કે તેનાથી આપણા વૃદ્ધોને કેટલી અસુવિધા થતી હતી. હવે તે વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. હવે digital life certificate આપવાથી ચીજો ખૂબ જ સરળ બની ગઈ છે, વૃદ્ધોને બૅંક નથી જવું પડતું. વૃદ્ધોને technologyના કારણે કોઈ તકલીફ ન પડે, તેમાં વીરેન્દ્ર જેવા યુવાનોની મોટી ભૂમિકા છે. તેઓ, પોતાના ક્ષેત્રના વૃદ્ધોને તેના વિશે જાગૃત કરતા રહે છે. એટલું જ નહીં, તેઓ વૃદ્ધોને tech savvy પણ બનાવી રહ્યા છે. આવા જ પ્રયાસોથી આજે digital life certificate મેળવનારાઓની સંખ્યા 80 લાખના આંકડાને પાર કરી ગઈ છે.

તેમાંથી બે લાખથી વધુ એવા વૃદ્ધો છે, જેમની વય 80થી પણ વધુ છે. સાથીઓ, અનેક શહેરોમાં યુવાનો વૃદ્ધોને digital ક્રાંતિમાં ભાગીદાર બનાવવા માટે પણ આગળ આવી રહ્યા છે. ભોપાલના મહેશે પોતાની શેરીમાં અનેક વૃદ્ધોને mobileના માધ્યમથી payment કરવાનું શીખવ્યું છે. આ વૃદ્ધો પાસે smart phone તો હતો, પરંતુ, તેનો સાચો ઉપયોગ બતાવનાર કોઈ નહોતું. વૃદ્ધોને digital arrestના ભયથી બચાવવા માટે પણ યુવાનો આગળ આવ્યા છે. અમદાવાદના રાજીવ, લોકોને digital arrestના ભયથી ચેતવે છે. મેં ‘મન કી બાત’ના ગત episodeમાં digital arrestની ચર્ચા કરી હતી. આ પ્રકારના અપરાધના વધુમાં વધુ શિકાર વૃદ્ધો જ બને છે. આવામાં આપણી જવાબદારી છે કે આપણે તેમને જાગૃત બનાવીએ અને cyber fraudથી બચાવવામાં મદદ કરીએ. આપણે વારંવાર લોકોને સમજાવવું પડશે કે digital arrest નામથી સરકારમાં કોઈ પણ જોગવાઈ જ નથી – આ હળાહળ જૂઠાણું, લોકોને ફસાવવાનું એક ષડયંત્ર છે. મને આનંદ છે કે આપણા યુવા સાથીઓ આ કામમાં પૂરી સંવેદનશીલતાથી હિસ્સો લઈ રહ્યા છે અને બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ, આજ-કાલ બાળકોના ભણતર માટે અનેક પ્રકારના પ્રયોગ થઈ રહ્યા છે. પ્રયાસ એ જ છે કે આપણાં બાળકોમાં creativity વધુ વધે, પુસ્તકો માટે તેમનામાં પ્રેમ વધુ વધે – કહે પણ છે કે પુસ્તકો માનવનાં સૌથી સારા મિત્ર હોય છે, અને હવે આ મિત્રતાને મજબૂત કરવા માટે, libraryથી વધુ સારી જગ્યા બીજી કઈ હોઈ શકે? હું ચેન્નાઈનું એક ઉદાહરણ તમારી સાથે share કરવા માગું છું. ત્યાં બાળકો માટે એક એવી library તૈયાર કરવામાં આવી છે, જે creativity અને learningનું hub બની ચૂકી છે. તેને પ્રકૃત અરિવગમ્ના નામથી ઓળખવામાં આવે છે.

આ libraryનો idea, technologyની દુનિયા સાથે જોડાયેલા શ્રીરામ ગોપાલનની દેણ છે. વિદેશમાં પોતાના કામ દરમિયાન તેઓ latest technologyની દુનિયા સાથે જોડાયેલા રહ્યા. પરંતુ તેઓ, બાળકોમાં ભણવા અને શીખવાની ટેવ વિકસાવવા વિશે પણ વિચારતા રહ્યા. ભારત પાછા ફરીને તેમણે પ્રકૃત અરિવગમ્ને તૈયાર કર્યું. તેમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો છે, જેને વાંચવા માટે બાળકોમાં હોડ લાગી રહે છે. પુસ્તકો સિવાય તે libraryમાં થનારી અનેક પ્રકારની activities પણ બાળકોને આકર્ષતી રહે છે. story telling session હોય, art workshop હોય, memory training classes, robotics lesson કે પછી public speaking, અહીં, દરેક માટે કંઈ ને કંઈ અવશ્ય છે, જે તેમને પસંદ આવે છે.

સાથીઓ, હૈદરાબાદમાં ‘Food For Thought Foundation’એ પણ અનેક શાનદાર libraries બનાવી છે. તેમનો પણ પ્રયાસ એ જ છે કે બાળકોને વધુમાં વધુ વિષયો પર મહત્ત્વની જાણકારી સાથે વાંચવા માટે પુસ્તકો મળે. બિહારમાં ગોપાલગંજની ‘Prayog Library’ની ચર્ચા તો આસપાસનાં અનેક શહેરોમાં થવા લાગી છે. આ libraryથી લગભગ 12 ગામોનાં યુવાનો પુસ્તકો વાંચવાની સુવિધા મળવા લાગી છે, સાથે જ તે, library ભણતરમાં મદદ કરનારી બીજી આવશ્યક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી રહી છે. કેટલીક libraries તો એવી છે, જે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં studentsને ઘણી કામ આવે છે. સમાજને સશક્ત બનાવવામાં આજે libraryનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ રહ્યો છે તે જોવું ખરેખર ખૂબ જ સુખદ છે. તમે પણ પુસ્તકો સાથે મિત્રતા વધારો, અને જુઓ, તમારા જીવનમાં કેવું પરિવર્તન આવે છે.

આ સમાચાર પણ વાંચો : Anupam Kher IFFI 2024: ઇફ્ફી 2024માં પીઢ અભિનેતા અનુપમ ખેરનું ‘ધ પાવર ઓફ ફેઈલર’ સત્ર, તેમના માસ્ટર ક્લાસમાં વિદ્યાર્થીઓને નિષ્ફળતા પર કહી ‘આ’ વાત..

મારા પ્રિય દેશવાસીઓ, પરમ દિવસની રાત્રે જ હું દક્ષિણ અમેરિકાના એક દેશ ગુયાનાથી પરત આવ્યો છું. ભારતથી હજારો કિલોમીટર દૂર, ગુયાનામાં પણ એક ‘mini ભારત’ વસે છે. આજથી લગભગ 180 વર્ષ પહેલાં, ગુયાનામાં ભારતના લોકોને, ખેતરમાં મજૂરી માટે, બીજાં કામો માટે, લઈ જવામાં આવ્યા હતા.

આજે ગુયાનામાં ભારતીય મૂળના લોકો રાજકારણ, વેપાર, શિક્ષણ અને સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં ગુયાનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી પણ ભારતીય મૂળના છે, જે, પોતાના ભારતીય વારસા પર ગર્વ કરે છે. જ્યારે હું ગુયાનામાં હતો, ત્યારે, મારા મનમાં એક વિચાર આવ્યો હતો, જે હું ‘મન કી બાત’માં તમારી સાથે share કરી રહ્યો છું. ગુયાનાની જેમ દુનિયાના ડઝનોં દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય છે. દાયકાઓ પહેલાંની 200-300 વર્ષ પહેલાંની તેમના પૂર્વજોની પોતાની વાતો છે. શું તમે એવી વાતોને શોધી શકો કે ભારતીય પ્રવાસીઓએ કેવી રીતે અલગ-અલગ દેશોમાં પોતાની ઓળખ બનાવી ! કેવી રીતે તેમણે ત્યાંની સ્વતંત્રતાની લડાઈમાં ભાગ લીધો ! કેવી રીતે તેમણે પોતાના ભારતીય વારસાને જીવંત રાખ્યો?  હું ઇચ્છું છું કે તમે એવી સાચી વાતો શોધો, અને મારી સાથે share કરો તમે આ વાતોને Namo App પર કે MyGov પર #IndianDiasporaStoriesની સાથે પણ share કરી શકો છો.

સાથીઓ, તમને ઓમાનમાં ચાલી રહેલો એક extraordinary project પણ ખૂબ જ રસપ્રદ લાગશે. અનેક ભારતીય પરિવાર અનેક સદીઓથી ઓમાનમાં રહી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના ગુજરાતના કચ્છથી જઈને વસ્યા છે. આ લોકોએ વેપારમાં મહત્ત્વપૂર્ણ link તૈયાર કરી હતી. આજે પણ તેમની પાસે ઓમાની નાગરિકતા છે, પરંતુ ભારતીયતા તેમની રગેરગમાં વસેલી છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ અને National Archives Of Indiaના સહયોગથી એક teamએ આ પરિવારોની historyને preserve કરવાનું કામ શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં હજારો documents એકત્ર કરવામાં આવ્યા છે.

તેમાં diary, account book, ledgers, letters અને telegram પણ સમાવિષ્ટ છે. તેમાંથી કેટલાક દસ્તાવેજ તો ઈ. સ. 1838ના પણ છે. આ દસ્તાવેજો, ભાવનાઓથી ભરેલા છે. વર્ષો પહેલાં, જ્યારે તેઓ ઓમાન પહોંચ્યા હતા, તો તેમણે કયા પ્રકારનું જીવન જીવ્યું, કેવી રીતે સુખ-દુ:ખનો સામનો કર્યો, અને, ઓમાનના લોકો સાથે તેમના સંબંધો કેવી રીતે આગળ વધ્યા- આ સર્વ, આ દસ્તાવેજોનો હિસ્સો છે. ‘Oral History Project’ પણ આ missionનો એક મહત્ત્વપૂર્ણ આધાર છે. તે missionમાં ત્યાંના વરિષ્ઠ લોકોએ પોતાના અનુભવને વહેંચ્યો છે. લોકોએ ત્યાં પોતાની રહેણીકરણી સાથે જોડાયેલી વાતોને વિસ્તારથી જણાવી છે.

સાથીઓ, આવો જ એક ‘Oral History Project’ ભારતમાં પણ થઈ રહ્યો છે. આ project હેઠળ ઇતિહાસપ્રેમી દેશના વિભાજનના કાળખંડમાં પીડિતોના અનુભવોનો સંગ્રહ કરી રહ્યા છે. હવે દેશમાં એવા લોકોની સંખ્યા બહુ ઓછી બચી છે, જેમણે, વિભાજનની વિભીષિકાને જોઈ છે. આવામાં આ પ્રયાસ ઓર વધુ મહત્ત્વપૂર્ણ બની ગયો છે.

સાથીઓ, જે દેશ, જે સ્થાન, પોતાના ઇતિહાસને સાચવીને રાખે છે, તેનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. આ વિચાર સાથે એક પ્રયાસ થયો છે જેમાં ગામોના ઇતિહાસને સાચવીને રાખનારી એક directory બનાવવામાં આવી છે. સમુદ્રી યાત્રાના ભારતના પુરાતન સામર્થ્ય સાથે જોડાયેલા પ્રમાણોને સાચવીને રાખવાનું પણ અભિયાન દેશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં, લોથલમાં, એક બહુ મોટું Museum પણ બનાવવામાં આવી રહ્યું છે, તેના સિવાય, તમારા ધ્યાનમાં કોઈ manuscript હોય, કોઈ ઐતિહાસિક દસ્તાવેજ હોય, કોઈ હસ્તલિખિત પ્રતિ હોય તો તેને પણ તમે National Archives Of Indiaની મદદથી સાચવી શકો છો.

સાથીઓ, મને Slovakiaમાં થઈ રહેલા આવા જ એક પ્રયાસ વિશે ખબર પડી છે જે આપણી સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને તેને આગળ વધારવા સાથે જોડાયેલો છે. ત્યાં પહેલી વાર Slovak languageમાં આપણાં ઉપનિષદોનો અનુવાદ કરાયો છે. આ પ્રયાસોથી ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવની પણ ખબર પડે છે. આપણા બધા માટે એ ગર્વની વાત છે કે દુનિયાભરમાં એવા કરોડો લોકો છે, જેમના હૃદયમાં, ભારત વસે છે.

મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમારી સાથે દેશની એક એવી ઉપલબ્ધિ વહેંચવા માગું છું જેને સાંભળીને તમને પ્રસન્નતા પણ થશે અને ગૌરવ પણ થશે, અને જો તમે તે નથી કર્યું, તો કદાચ પસ્તાવો પણ થશે. કેટલાક મહિના પહેલાં, આપણે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં દેશભરના લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો. મને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ અભિયાને સો કરોડ વૃક્ષ રોપવાનો મહત્વનો પડાવ પાર કરી લીધો છે. સો કરોડ વૃક્ષ, તે પણ માત્ર પાંચ મહિનાઓમાં – આ આપણા દેશવાસીઓના અથક પ્રયાસોથી જ સંભવ થયું છે. તેની સાથે જોડાયેલી એક બીજી વાત જાણીને તમને ગર્વ થશે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન હવે દુનિયાના બીજા દેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. જ્યારે હું ગુયાનામાં હતો, તો ત્યાં પણ, આ અભિયાનનો સાક્ષી બન્યો. ત્યાં મારી સાથે ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડૉ. ઇરફાન અલી, તેમની પત્નીનાં માતાજી, અને પરિવારના બાકી સભ્યો, ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સમ્મિલિત થયાં.

સાથીઓ, દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ અભિયાન સતત ચાલી રહ્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ, વૃક્ષ લગાવવાનો વિક્રમ થયો છે – અહીં 24 કલાકમાં 12 લાખથી વધુ વૃક્ષ રોપવામાં આવ્યા.

આ અભિયાનના કારણે ઇંદોરના Revati Hillsનો ઉજ્જડ વિસ્તાર, હવે, green zoneમાં ફેરવાઈ જશે. રાજસ્થાનના જેસલમેરમાં આ અભિયાન દ્વારા એક અનોખો વિક્રમ બન્યો – અહીં મહિલાઓની એક ટીમે એક કલાકમાં 25 હજાર વૃક્ષો લગાવ્યાં. માતાઓએ માના નામે વૃક્ષ લગાવ્યું અને બીજાઓને પણ પ્રેરિત કર્યા. અહીં એક જ જગ્યા પર પાંચ હજારથી વધુ લોકોએ મળીને વૃક્ષો લગાવ્યાં – તે પણ પોતાની રીતે એક વિક્રમ છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ અનેક સામાજિક સંસ્થાઓ સ્થાનિક આવશ્યકતાઓના હિસાબથી વૃક્ષ લગાવી રહી છે. તેમનો પ્રયાસ છે કે જ્યાં વૃક્ષો રોપવામાં આવે ત્યાં પર્યાવરણને અનુકૂળ પૂરી Eco System Develop થાય. તેથી આ સંસ્થાઓ ક્યાંક ઔષધીય છોડ રોપી રહી છે, તો ક્યાંક, પક્ષીઓનો માળો બનાવવા માટે વૃક્ષ લગાવી રહી છે. બિહારમાં ‘JEEViKA Self Help Group’ની મહિલાઓ ૭૫ લાખ વૃક્ષો લગાવવાનું અભિયાન ચલાવી રહી છે. આ મહિલાઓનું focus ફળવાળાં વૃક્ષો પર છે, જેનાથી આવનારા સમયમાં આવક પણ મેળવી શકાશે.

સાથીઓ, આ અભિયાન સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ પોતાની માતાના નામે વૃક્ષ રોપી શકે છે. જો માતા જીવિત હોય તો તેમને સાથે લઈ જઈને તમે વૃક્ષ રોપી શકો છો, નહીં તો તેમની તસવીર સાથમાં લઈને તમે આ અભિયાનનો હિસ્સો બની શકો છો. વૃક્ષ સાથે તમે તમારી selfie પણ mygov.in પર પૉસ્ટ કરી શકો છો. માતા, આપણા બધા માટે જે કરે છે, તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ, પરંતુ  એક વૃક્ષ માના નામે લગાવીને આપણે તેમની ઉપસ્થિતિને હંમેશ માટે જીવિત કરી શકીએ છીએ.

મારા પ્રિય દેશવાસીઓ, તમે બધા લોકોએ બાળપણમાં ચકલી કે Sparrowને પોતાના ઘરની છત પર, વૃક્ષ પર ચીં ચીં કરતાં અવશ્ય જોઈ હશે.

ચકલીને તમિલ અને મળયાળમમાં કુરુવી, તેલુગુમાં પિચ્ચુકા અને કન્નડમાં ગુબ્બીના નામે ઓળખવામાં આવે છે. દરેક ભાષા, સંસ્કૃતિમાં ચકલી અંગે કિસ્સા-વાર્તાઓ સંભળાવવામાં આવે છે.

આપણી આસપાસ Biodiversity ને જાળવી રાખવામાં ચકલીનું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન હોય છે, પરંતુ આજે શહેરોમાં જવલ્લે જ ચકલી જોવામાં આવે છે. વધતા શહેરીકરણના કારણે ચકલી આપણાથી દૂર ચાલી ગઈ છે. આજની પેઢીનાં ઘણાં એવાં બાળકો છે, જેમણે ચકલીને માત્ર તસવીરો કે વિડિયોમાં જોઈ છે. આવાં બાળકોના જીવનમાં આવા પ્રિય પક્ષીના પુનરાગમન માટે કેટલાક અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચેન્નાઈના કુડુગલ ટ્રસ્ટે ચકલીની સંખ્યા વધારવા માટે સ્કૂલનાં બાળકોને પોતાના અભિયાનમાં સમાવિષ્ટ કર્યા છે. સંસ્થાના લોકો સ્કૂલમાં જઈને બાળકોને સમજાવે છે કે ચકલી રોજિંદા જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે. આ સંસ્થાઓ બાળકોને ચકલીઓનો માળો બનાવવાની training આપે છે. તેના માટે સંસ્થાના લોકોએ બાળકોને લાકડાનું એક નાનું ઘર બનાવવાનું શીખવ્યું. તેમાં ચકલીના રહેવા, ખાવાની વ્યવસ્થા કરી. તે એવાં ઘર હોય છે, જેને કોઈ પણ ઈમારતની બહારની દીવાલ પર કે વૃક્ષ પર લગાવી શકાય છે. બાળકોએ આ અભિયાનમાં ઉત્સાહ સાથે હિસ્સો લીધો અને ચકલી માટે મોટી સંખ્યામાં માળા બનાવવાનું શરૂ કરી દીધું. છેલ્લાં ચાર વર્ષમાં સંસ્થાએ ચકલી માટે એવા દસ હજાર માળા તૈયાર કર્યા છે. કૂડુગલ ટ્રસ્ટની આ પહેલથી આસપાસના વિસ્તારોમાં ચકલીની વસતિ વધવાની શરૂ થઈ ગઈ છે. તમે પણ તમારી આસપાસ આવા પ્રયાસ કરશો તો નિશ્ચિત રીતે ચકલી ફરીથી આપણા જીવનનો હિસ્સો બની જશે.

સાથીઓ, કર્ણાટકના મૈસુરૂની એક સંસ્થાએ બાળકો માટે ‘Early Bird’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ સંસ્થા બાળકોને પક્ષીઓ વિશે જણાવવા માટે ખાસ પ્રકારની library ચલાવે છે. એટલું જ નહીં, બાળકોમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનો ભાવ ઉત્પન્ન કરવા માટે ‘Nature Education Kit’ તૈયાર કરવામાં આવી છે. આવી Kitમાં બાળકો માટે Story Book, Games, Activity Sheets અને jig-saw puzzles છે. આ સંસ્થા શહેરનાં બાળકોને ગામડાંઓમાં લઈને જાય છે અને તેમને પક્ષીઓ વિશે માહિતી આપે છે. આ સંસ્થાના પ્રયાસોના કારણે બાળકો પક્ષીઓની અનેક પ્રજાતિઓને ઓળખવા લાગ્યાં છે. ‘મન કી બાત’ના શ્રોતા પણ આ પ્રકારના પ્રયાસથી બાળકોમાં પોતાની આસપાસની પ્રકૃતિને જોવા, સમજવાનો અલગ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે છે.

મારા પ્રિય દેશવાસીઓ, તમે જોયું હશે, જેવું કોઈ કહે છે કે ‘સરકારી કાર્યાલય’ તો તમારા મનમાં ફાઇલોના ઢગલાની તસવીર બની જાય છે. તમે ફિલ્મોમાં આવું જ કંઈક જોયું હશે. સરકારી કાર્યાલયોમાં આ ફાઇલોના ઢગલા પર કેટલીય મજાકો બનતી રહે છે, અનેક વાર્તાઓ પણ લખાઈ ચૂકી છે. વર્ષોના વર્ષો સુધી આ ફાઇલો officeમાં પડી રહેવાથી તેમાં ધૂળ ભરાઈ જતી હતી, ત્યાં ગંદકી થવા લાગતી હતી – આવી દાયકાઓ જૂની ફાઇલો અને Scrapને હટાવવા માટે એક વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. તમને એ જાણીને આનંદ થશે કે સરકારી વિભાગોમાં આ અભિયાનનાં અદ્ભુત પરિણામ સામે આવ્યાં છે. સાફ-સફાઈથી કાર્યાલયોમાં ઘણી જગ્યા ખાલી થઈ ગઈ છે. તેનાથી કાર્યાલયમાં કામ કરનારાઓમાં એક ownershipનો ભાવ પણ આવ્યો છે. પોતાની કામ કરવાની જગ્યાને સ્વચ્છ રાખવાની ગંભીરતા પણ તેમનામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Election 2024: થઇ ગયું સાબિત…કોણ છે અસલી શિવસેના અને અસલી એનસીપી, જનતા આપી દીધો જવાબ

સાથીઓ, તમે ઘણી વાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ હોય છે. આપણે ત્યાં ‘કચરાથી કંચન’નો વિચાર ખૂબ જ જૂનો છે. દેશના અનેક હિસ્સામાં ‘યુવાનો’ બેકાર સમજવામાં આવતી ચીજોને લઈને કચરામાંથી કંચન બનાવી રહ્યા છે. અનેક પ્રકારનાં innovation કરી રહ્યાં છે. તેમાંથી તેઓ પૈસા કમાઈ રહ્યા છે, રોજગારનાં સાધનો વિકસિત કરી રહ્યા છે. આ યુવાનો પોતાના પ્રયાસોથી sustainable lifestyleને પણ ઉત્તેજન આપી રહ્યા છે. મુંબઈની બે દીકરીઓનો આ પ્રયાસ ખરેખર ખૂબ જ પ્રેરક છે. અક્ષરા અને પ્રકૃતિ નામની આ બે દીકરીઓ, કતરણથી ફેશનનો સામાન બનાવી રહી છે. તમે પણ જાણો છો કે કાપડના કતરણ-સિલાઈ દરમિયાન જે કાપડ બચે છે તેને બેકાર સમજીને ફેંકી દેવામાં આવે છે. અક્ષરા અને પ્રકૃતિની team તે જ કાપડના કચરાને Fashion Productમાં બદલી નાખે છે. કતરણથી બનેલી ટોપીઓ, bag ચપોચપ વેચાઈ પણ રહી છે.

સાથીઓ, સાફ-સફાઈથી લઈને ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ સારી પહેલ થઈ રહી છે. અહીં કેટલાક લોકો રોજ સવારે Morning Walk પર નીકળે છે અને ગંગાના ઘાટો પર ફેલાયેલા Plastic અને અન્ય કચરાને ઉપાડી લે છે. તેને સમૂહને ‘Kanpur Ploggers Group’ નામ આપવામાં આવ્યું છે. આ અભિયાનની શરૂઆત કેટલાક મિત્રોએ મળીને કરી હતી. ધીરેધીરે તે જન ભાગીદારીનું મોટું અભિયાન બની ગયું. શહેરના અનેક લોકો તેની સાથે જોડાઈ ગયા છે. તેના સભ્યો, હવે, દુકાનો અને ઘરોમાંથી પણ કચરો ઉઠાવવા લાગ્યા છે. આ કચરામાંથી Recycle Plantમાં tree guard તૈયાર કરવામાં આવે છે, એટલે કે આ groupના લોકો કચરામાંથી બનેલા tree guardની મદદથી છોડની સુરક્ષા પણ કરે છે.

સાથીઓ, નાના-નાના પ્રયાસોથી કેવી મોટી સફળતા મળે છે, તેનું એક ઉદાહરણ આસામની ઇતિશા પણ છે. ઇતિશાનો અભ્યાસ દિલ્લી અને પૂણેમાં થયો છે. ઇતિશા corporate દુનિયાની ચમકદમકને છોડીને અરુણાચલની સાંગતી ઘાટીને સાફ બનાવવામાં લાગી છે. પર્યટકોના કારણે ત્યાં ઘણો plastic waste જમા થવા લાગ્યો હતો. ત્યાંની નદી જે ક્યારેક સ્વચ્છ હતી, તે plastic wasteના કારણે પ્રદૂષિત થઈ ગઈ હતી. તેને સ્વચ્છ કરવા માટે ઇતિશા સ્થાનિક લોકો સાથે મળીને કામ કરી રહી છે. તેના groupના લોકો, ત્યાં આવનાર touristને જાગૃત કરે છે અને plastic wasteને collect કરવા માટે પૂરી ખીણમાં વાંસથી બનેલી કચરાપેટીઓ લગાવે છે.

સાથીઓ, આવા પ્રયાસોથી ભારતના સ્વચ્છતા અભિયાનને ગતિ મળે છે. આ નિરંતર ચાલનારું અભિયાન છે. તમારી આસપાસ પણ આવું જરૂર થતું જ હશે. તમે મને આવા પ્રયાસો વિશે જરૂર લખતા રહો.

સાથીઓ, ‘મન કી બાત’ના આ episodeમાં અત્યારે આટલું જ. મને તો આખો મહિનો, તમારી પ્રતિક્રિયાઓ, પત્રો અને સૂચનોની ખૂબ જ પ્રતીક્ષા રહે છે. દર મહિને આવતા તમારા સંદેશા મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. આગામી મહિને આપણે ફરી મળીશું, ‘મન કી બાત’ના એક વધુ અંકમાં – દેશ અને દેશવાસીઓની નવી ઉપલબ્ધિઓ સાથે, ત્યાં સુધી, તમને બધા દેશવાસીઓને મારી ખૂબ બધી શુભકામનાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amit Shah's 'This' reaction came to PM Modi's warning about 'Digital Arrest'.
દેશ

PM Modi Digital Arrest: મોદી સરકાર સાયબર સિક્યોર ભારત માટે પ્રતિબદ્ધ, PM મોદીની ‘ડિજિટલ અરેસ્ટ’ વિશેની ચેતવણી પર આવી અમિત શાહની ‘આ’ પ્રતિક્રિયા..

by Hiral Meria October 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

PM Modi Digital Arrest:   મનકી બાતના ૧૧૫માં એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ‘ડિજિટલ એરેસ્ટ’ની ધમકી આપીને તેમને છેતરવાના દૂષણ સામે સમાજને જાગૃત કર્યો હતો. 

PM Modi Digital Arrest:  કેન્દ્રીય ગૃહ મંત્રી X પ્લેટફોર્મ પર પોસ્ટમાં જણાવ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ( Amit Shah ) એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે,કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ( Amit Shah ) એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આ છેતરપિંડી કરનારાઓની મોડસ ઓપરેન્ડી પોલીસ, સીબીઆઈ, એન્ટી-નાર્કોટિક્સ અથવા આરબીઆઈ અધિકારીઓ તરીકે રજૂ કરવાની અને વીડિયો કોલ દ્વારા અસંદિગ્ધ નાગરિકોને ધમકાવવાની છે. મોદીજીએ આ પ્રકારની છેતરપિંડીને ( Digital Arrest ) રોકવા માટે નાગરિકો દ્વારા લેવામાં આવતા પગલાંની રૂપરેખા આપી હતી, અને તેમને યાદ અપાવ્યું હતું કે કોઈ પણ સરકારી એજન્સી ફોન અથવા વીડિયો કોલ દ્વારા તપાસ હાથ ધરે છે. આ અનિષ્ટને દૂર કરવા માટે, મોદીજીએ ( Narendra Modi ) ‘રુકો, સોચો ઔર એક્શન લો’ના મંત્રનું આહ્વાન કર્યું અને હેલ્પલાઇન નંબર 1930 દ્વારા અથવા https://cybercrime.gov.in પર અધિકારીઓને તાત્કાલિક જાણ કરવા અપીલ કરી. મોદી સરકાર સાયબર સુરક્ષા ભારતનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છે.”

In today’s episode of #MannKiBaat, PM Shri @narendramodi Ji awakened the society to the menace of defrauding people by threatening them with ‘Digital Arrest’. The modus operandi of these fraudsters is to pose as police, CBI, anti-narcotics or RBI officers and threaten… pic.twitter.com/UDIzLwMZYx

— Amit Shah (@AmitShah) October 27, 2024

આ સમાચાર પણ વાંચો: India Population Census: દેશમાં આવતા વર્ષથી શરૂ થશે વસ્તી ગણતરી! સરકારે શરૂ કરી તૈયારીઓ.. જાણો લોકોને કયા પ્રશ્નો પૂછવામાં આવશે?

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

October 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Text of Prime Minister's Address in Episode 112 of 'Mann Ki Baat' (28-07-2024)
દેશ

Mann Ki Baat: ‘મન કી બાત’ના 112મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

by Hiral Meria July 29, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Mann Ki Baat: મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં તમારું સ્વાગત છે. અભિનંદન છે. આ સમયે પૂરી દુનિયામાં પેરિસ ઑલિમ્પિક ( Paris Olympics ) છવાયેલો છે. ઑલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે, દેશ માટે કંઈક કરી દેખાડવાનો અવસર આપે છે. તમે પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારો, Cheer for Bharat!! 

સાથીઓ, રમતગમતની દુનિયાના આ ઑલિમ્પિકથી અલગ, કેટલાક દિવસ પહેલાં ગણિતની દુનિયામાં પણ એક ઑલિમ્પિક થઈ છે. International Mathematics Olympiad. આ ઑલિમ્પિયાડમાં ભારતના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેમાં આપણી ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીત્યા છે. ઇન્ટરનેશનલ મેથ્સ ઑલિમ્પિયાડમાં 100થી વધુ દેશોના યુવાનો ભાગ લે છે અને કુલ ચંદ્રકોની સૂચિમાં આપણી ટીમ ટોચના પાંચ દેશોમાં આવવામાં સફળ રહી છે. દેશનું નામ ઉજાળનારા આ વિદ્યાર્થીઓનાં નામ છે- પૂણેમાં રહેતા આદિત્ય વેંકટ ગણેશ, પૂણેના જ સિદ્ધાર્થ ચોપડા, દિલ્લીના અર્જુન ગુપ્તા, ગ્રેટર નોએડાના કનવ તલવાર, મુંબઈના રુશીલ માથુર અને ગુવાહાટીના આનંદો ભાદુરી.

સાથીઓ, આજે ‘મન કી બાત’માં મેં આ યુવા વિજેતાઓને વિશેષ રીતે આમંત્રિત કર્યા છે. તેઓ બધા આ સમયે ફૉન પર આપણી સાથે જોડાયેલા છે.

પ્રધાનમંત્રી શ્રી ( Mann Ki Baat Narendra Modi )  : નમસ્તે સાથીઓ. ‘મન કી બાત’માં તમે બધા સાથીઓનું ખૂબ-ખૂબ સ્વાગત છે. તમે બધા કેમ છો?

વિદ્યાર્થીઓ: અમે ઠીક છીએ સર.

પ્રધાનમંત્રી શ્રી ( Mann Ki Baat PM Modi ) :  અચ્છા સાથીઓ, ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓ તમારા બધાના અનુભવો જાણવા ખૂબ જ ઉત્સુક છે. હું શરૂઆત કરું છું આદિત્ય અને સિદ્ધાર્થથી. તમે લોકો પૂણેમાં છો. સહુથી પહેલા હું તમારાથી જ શરૂઆત કરું છું. ઑલિમ્પિયાડ દરમિયાન તમે જે અનુભવ કર્યો છે તે અમને બધાને જણાવો.

આદિત્ય: મને ગણિતમાં બાળપણથી જ રસ હતો. મને છઠ્ઠા ધોરણમાં ગણિતના એમ.પ્રકાશ સર, મારા શિક્ષકે શીખવાડ્યું હતું અને તેમણે ગણિતમાં મારો રસ વધાર્યો હતો. મને શીખવા મળ્યું અને મને તક મળી હતી.

પ્રધાનમંત્રી શ્રી: તમારા સાથીનું શું કહેવું છે?

સિદ્ધાર્થ: સર, હું સિદ્ધાર્થ છું. હું પૂણેથી છું. મેં અત્યારે ધોરણ ૧૨ પાસ કર્યું છે. IMOમાં હું બીજી વાર ગયો હતો. મને પણ ગણિતમાં બાળપણથી જ રસ હતો અને આદિત્ય સાથે જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે એમ.પ્રકાશ સરે અમને બંનેને ટ્રેઇન કર્યા હતા અને બહુ મદદ મળી હતી અમને અને અત્યારે હું કૉલેજ માટે CMI જઈ રહ્યો છું અને ગણિત તથા CS કરી રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી: અચ્છા મને કહેવામાં આવ્યું છે કે અર્જુન આ સમયે ગાંધીનગરમાં છે અને કનવ તો ગ્રેટર નોએડાના જ છે. અર્જુન અને કનવ, આપણે ઑલિમ્પિયાડ ( Mann Ki Baat Paris Olympics ) અંગે જે ચર્ચા કરી, પરંતુ તમે બંને અમને પોતાની તૈયારી સાથે જોડાયેલા કોઈ વિષય અને કોઈ વિશેષ અનુભવ જો જણાવશો તો આપણા શ્રોતાઓને સારું લાગશે.

અર્જુન: નમસ્તે સર, જય હિંદ, હું અર્જુન બોલી રહ્યો છું.

પ્રધાનમંત્રી શ્રી ( Narendra Modi ): જય હિંદ, અર્જુન.

અર્જુન: હું દિલ્લીમાં રહું છું અને મારી માતા શ્રીમતી આશા ગુપ્તા ફિઝિક્સનાં પ્રૉફેસર છે, દિલ્લી યુનિવર્સિટીમાં અને મારા પિતાજી, શ્રી અમિત ગુપ્તા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હું પણ ખૂબ જ ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું કે હું મારા દેશના વડા પ્રધાન શ્રી સાથે વાત કરી રહ્યો છું અને સૌથી પહેલા, હું મારી સફળતાનો શ્રેય મારાં માતાપિતાને દેવા માગીશ. મને લાગે છે કે જ્યારે એક પરિવારમાં કોઈ સભ્ય એક એવી સ્પર્ધાની તૈયારી કરી રહ્યો હોય તો તે માત્ર સભ્યનો સંઘર્ષ નથી રહેતો, પૂરા પરિવારનો સંઘર્ષ બની જાય છે. મૂળભૂત રીતે, અમારી પાસે જે અમારું પેપર હોય છે તેમાં અમારી પાસે ત્રણ પ્રૉબ્લેમ માટે સાડા ચાર કલાક હોય છે, તો એક પ્રૉબ્લેમ માટે દોઢ કલાક- તો આપણે સમજી શકીએ કે આપણી પાસે એક પ્રૉબ્લેમ સૉલ્વ કરવા માટે કેટલો સમય હોય છે. તો અમારે ઘરમાં, ખૂબ મહેનત કરવી પડે છે. અમારે પ્રૉબ્લેમ સૉલ્વ કરવા કલાકોના કલાકો આપવા પડે છે, ક્યારેક તો એક-એક પ્રૉબ્લેમ માટે એક દિવસ, અથવા તો ત્યાં સુધી કે ત્રણ દિવસ પણ લાગી જાય છે. તો તે માટે અમારે ઑનલાઇન પ્રૉબ્લેમ શોધવા પડે છે. અમે ગયા વર્ષના પ્રૉબ્લેમ ટ્રાય કરીએ છીએ અને એ જ રીતે, જેમ-જેમ અમે ધીરે-ધીરે મહેનત કરતા જઈએ છીએ, તેનાથી અમારો અનુભવ વધે છે, અમારી સૌથી આવશ્યક ચીજ, અમારી પ્રૉબ્લેમ સૉલ્વિંગ એબિલિટી વધે છે, જે માત્ર મેથેમેટિક્સમાં જ નથી, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો  :  Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખુલ્યું, 10 મીટર એર પિસ્તોલમાં મનુ ભાકરે જીત્યો આ મેડલ; બનાવ્યો નવો રેકોર્ડ..

પ્રધાનમંત્રી શ્રી: અચ્છા, મને કનવ કહી શકે છે, કોઈ વિશેષ અનુભવ હોય, આ બધી તૈયારીમાં કોઈ ખાસ જે આપણા નવયુવાન સાથીઓને ખૂબ સારું લાગે જાણીને.

કનવ તલવાર: મારું નામ કનવ તલવાર. હું ગ્રેટર નોએડા ઉત્તર પ્રદેશમાં રહું છું અને ધોરણ ૧૧નો વિદ્યાર્થી છું. ગણિત મારો મનપસંદ વિષય છે. અને મને બાળપણથી ગણિત ખૂબ જ પસંદ છે. બાળપણમાં મારા પિતા મને પઝલ્સ કરાવતા હતા. તેનાથી મારી રુચિ વધતી ગઈ. મેં ઑલિમ્પિયાડની તૈયારી સાતમા ધોરણથી શરૂ કરી હતી. તેમાં મારી બહેનનું ખૂબ જ મોટું યોગદાન છે. અને મારાં માતાપિતાએ પણ મને હંમેશાં ટેકો આપ્યો. આ ઑલિમ્પિયાડનું સંચાલન HBCSE કરે છે. અને તેમાં પાંચ તબક્કાની પ્રક્રિયા હોય છે. ગત વર્ષે હું ટીમમાં પસંદ નહોતો થયો અને હું ઘણો નજીક હતો તેમજ ટીમમાં ન હોવાથી ખૂબ દુઃખી હતો. મારાં માતાપિતાએ મને શીખવ્યું કે કાં તો આપણે જીતીએ છીએ અથવા તો આપણે શીખીએ છીએ. અને યાત્રા મહત્ત્વની છે, સફળતા નહીં. તો હું એટલું જ કહેવા માગું છું, ‘Love what you do and do what you love’ તમે જે કરો તેને પ્રેમ કરો અને જેને પ્રેમ કરો તે કરો. યાત્રા મહત્ત્વની છે, સફળતા નહીં અને આપણને સફળતા મળતી રહેશે જો આપણે આપણા વિષયને પ્રેમ કરીશું અને યાત્રાને માણીશું.

પ્રધાનમંત્રી શ્રી: તો કનવ તમે તો ગણિતમાં પણ રસ ધરાવો છો અને બોલી તો એવી રીતે રહ્યા છો જાણે તમને સાહિત્યમાં પણ રુચિ છે.

કનવ તલવાર: જી સર. હું નાનપણમાં ડીબેટ અને વક્તવ્ય પણ આપતો હતો.

પ્રધાનમંત્રી શ્રી: અચ્છા, હવે આવો, આપણે આનંદો સાથે વાત કરીએ. આનંદો તમે ગુવાહાટીમાં છો અને તમારા સાથી રુશીલ મુંબઈમાં છે. મારો તમને બંનેને પ્રશ્ન છે. જુઓ, હું પરીક્ષા પે ચર્ચા તો કરું જ છું, અને પરીક્ષા પે ચર્ચા સિવાય અન્ય કાર્યક્રમોમાં પણ હું વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતો રહું છું. ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિતથી ઘણો ડર લાગે છે, નામ સાંભળતા જ ગભરાઈ જાય છે. તમે કહો કે ગણિત સાથે મિત્રતા કેવી રીતે કરી શકાય?

રુશીલ માથુર: સર, હું રુશીલ માથુર છું. જ્યારે આપણે નાના હોઈએ છીએ અને આપણે પહેલી વાર સરવાળો શીખીએ છીએ ત્યારે આપણને વદ્દી સમજાવાય છે. પરંતુ આપણને ક્યારેય એમ નથી સમજાવાતું કે વદ્દી શા માટે થાય છે? જ્યારે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શીખીએ છીએ ત્યારે આપણે એ પ્રશ્ન ક્યારેય નથી પૂછતા કે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે છે ક્યાંથી? મારું માનવું એ છે કે ગણિત ખરેખર તો એક વિચારવાની અને કોયડા ઉકેલવાની એક કળા છે. અને આથી મને લાગે છે કે આપણે બધાએ ગણિતમાં એક નવો પ્રશ્ન જોડી દેવો જોઈએ. આ પ્રશ્ન એ છે કે

આપણે આ શા માટે કરી રહ્યા છીએ. આ આવું કેમ હોય છે? તો I think તેનાથી ગણિતમાં ઘણો રસ વધી શકે છે, લોકોનો. કારણકે જ્યારે કોઈ ચીજ આપણે સમજી નથી શકતા તો તેનાથી આપણને ડર લાગે છે. તે સિવાય મને એમ પણ લાગે છે કે ગણિત જ્યારે વિચારીએ છીએ કે એક ખૂબ જ લૉજિકલ જેવો સબ્જેક્ટ છે, પરંતુ તેના સિવાય ગણિતમાં ખૂબ જ ક્રિએટિવિટી પણ અગત્યની હોય છે. કારણકે સર્જનાત્મકતાથી જ આપણે કંઈક અલગ ઉકેલ વિચારી શકીએ છીએ જે ઑલિમ્પિયાડમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અને એથી મેથ્સ ઑલિમ્પિયાડની પણ ખૂબ જ અગત્યની પ્રાસંગિકતા છે. મેથ્સમાં રસને આગળ વધારવા માટે.

પ્રધાનમંત્રી શ્રી: આનંદો, કંઈ કહેવા માગશો?

આનંદો ભાદુરી: નમસ્તે PM જી. હું આનંદો ભાદુરી ગુવાહાટીથી. મેં હમણાં જ ૧૨મું ધોરણ પાસ કર્યું છે. અહીંના સ્થાનિક ઑલિમ્પિયાડમાં હું છઠ્ઠા અને સાતમામાં ભાગ લેતો હતો. ત્યાંથી રુચિ થઈ. આ મારી બીજી IMO હતી. બંને IMO ખૂબ સારી લાગી. રુશીલે જે કહ્યું તેની સાથે હું સંમત છું. અને હું એમ પણ કહેવા માગીશ કે જેમને ગણિતથી ડર લાગે છે તેમને ધૈર્યની ઘણી આવશ્યકતા છે કારણકે આપણે ગણિત જેવી રીતે ભણાવાય છે.. એમાં શું થાય છે કે એક સૂત્ર આપવામાં આવે છે, તે ગોખાવાય છે અને પછી તે સૂત્રથી જ ૧૦૦ (સો) પ્રશ્ન આ રીતે વાંચવા પડે છે. પરંતુ સૂત્ર સમજાયું છે કે નહીં તે જોવામાં આવતું નથી, માત્ર પ્રશ્ન કરતા જાવ, કરતા જાવ.

સૂત્ર પણ ગોખાવાશે અને પછી પરીક્ષામાં જો સૂત્ર ભૂલી ગયો તો શું કરશે? આથી હું કહીશ કે સૂત્રને સમજો, જે રુશીલે કહ્યું હતું. પછી ધૈર્યથી જુઓ. જો સૂત્ર ઠીક રીતે સમજશો તો ૧૦૦ પ્રશ્નો નહીં કરવા પડે. એક-બે પ્રશ્નથી જ થઈ જશે અને ગણિતથી ડરવું ન જોઈએ.  

પ્રધાનમંત્રી શ્રી: આદિત્ય અને સિદ્ધાર્થ, તમે જ્યારે શરૂઆતમાં વાત કરી રહ્યા હતા ત્યારે ઠીક રીતે વાત ન થઈ શકી, હવે આ બધા સાથીઓને સાંભળ્યા પછી તમને પણ જરૂર લાગતું હશે કે તમે પણ કંઈક કહેવા માગતા હશો. શું તમે તમારા અનુભવને સારી રીતે શૅર કરી શકો છો?

સિદ્ધાર્થ: ઘણા બીજા દેશો સાથે વાર્તાલાપ કર્યો હતો, ઘણી બધી સંસ્કૃતિઓ હતી અને ઘણું સારું હતું બીજા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવો અને ઘણા બધા જાણીતા ગણિતશાસ્ત્રીઓ હતા.

આ સમાચાર પણ વાંચો  :  Mundra Customs: મુન્દ્રા કસ્ટમે રૂ. 100 કરોડનું ગેરકાયદેસર માદક દ્રવ્ય જપ્ત કર્યો, જેની આફ્રિકામાં નિકાસ કરવામાં આવી રહી હતી

પ્રધાનમંત્રી શ્રી: હા આદિત્ય…

આદિત્ય: ઘણો સારો અનુભવ હતો અને અમને બંનેને બાથ સિટી ફેરવીને દેખાડાયું હતું અને ઘણાં સારાં-સારાં દૃશ્યો જોયાં હતાં, પાર્ક લઈને ગયા હતા અને અમને ઑક્સફર્ડ યુનિવર્સિટી પણ લઈને ગયા હતા. તો તે એક ખૂબ સારો અનુભવ હતો.

પ્રધાનમંત્રી શ્રી: ચાલો સાથીઓ, મને ઘણું સારું લાગ્યું, તમારા લોકો સાથે વાત કરીને, અને હું તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું કારણકે હું જાણું છું કે આ પ્રકારની રમત માટે ઘણા ધ્યાનથી પ્રવૃત્તિ કરવી પડે છે, મગજ પરોવી દેવું પડે છે અને પરિવારના લોકો પણ ક્યારેક તો કંટાળી જાય છે- આ શું ગુણાકાર-ભાગાકાર, ગુણાકાર-ભાગાકાર કરતો રહે છે. પરંતુ મારી તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ. તમે દેશનું માન વધાર્યું, નામ વધાર્યું છે. ધન્યવાદ મિત્રો.

વિદ્યાર્થીઓ: થેંક યૂ, ધન્યવાદ.

પ્રધાનમંત્રી શ્રી: થેંક યૂ.

વિદ્યાર્થીઓ: થેંક યૂ સર, જય હિંદ.

પ્રધાનમંત્રી શ્રી: જય હિંદ, જય હિંદ.

તમારા બધા મિત્રો સાથે વાત કરીને આનંદ આવી ગયો. ‘મન કી બાત’ સાથે જોડાવા માટે તમારો બધાનો ખૂબ-ખૂબ ધન્યવાદ. મને વિશ્વાસ છે કે ગણિતના આ યુવાન મહારથીઓને સાંભળ્યા પછી બીજા યુવાનોને ગણિતને માણવાની પ્રેરણા મળશે.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં હું હવે એ વિષયને વહેંચવા માગું છું જેને સાંભળીને દરેક ભારતવાસીનું શીશ ગર્વથી ઊંચું થઈ જશે. પરંતુ તેના વિશે જણાવતા પહેલાં હું તમને એક પ્રશ્ન કરવા માગીશ. શું તમે ચરાઈદેઉ મેદામનું નામ સાંભળ્યું છે?

જો નથી સાંભળ્યું તો હવે તમે આ નામ વારંવાર સાંભળશો અને ઘણા ઉત્સાહ સાથે બીજાને કહેશો. આસામના ચરાઈદેઉ મૈદામને યુનેસ્કો વિશ્વ વારસા સ્થાનમાં સમાવિષ્ટ કરવામાં આવી રહ્યું છે. આ સૂચિમાં તે ભારતનું 43મું પરંતુ ઈશાન ભારતનું પહેલું સ્થાન હશે.

સાથીઓ, તમારા મનમાં એ પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે ચરાઈદેઉ મૈદામ છેવટે છે શું અને તે એટલું વિશેષ કેમ છે? ચરાઇદેઉનો અર્થ છે -shining city on the hills અર્થાત્ શિખર પર આવેલું ચળકતું નગર.

તે અહોમ રાજવંશની પ્રથમ રાજધાની હતી. અહોમ રાજવંશના લોકો પોતાના પૂર્વજોનાં શબ અને તેમની કિમતી ચીજોને પારંપરિક રૂપે મૈદામમાં રાખતા હતા. મૈદામ, ટેકરી જેવો એક ઢાંચો હોય છે જે ઉપરથી માટીથી ઢંકાયેલો હોય અને અને નીચે એકથી વધુ ઓરડાઓ હોય છે. આ મૈદામ, અહોમ સામ્રાજ્યના દિવંગત રાજાઓ અને ગણમાન્ય લોકો પ્રત્યે શ્રદ્ધાનું પ્રતીક છે. પોતાના પૂર્વજો પ્રત્યે સન્માન પ્રગટ કરવાની આ રીત ઘણી અનોખી છે. આ જગ્યાએ સામુદાયિક પૂજા પણ થતી હતી.

સાથીઓ, અહોમ સામ્રાજ્ય વિશે બીજી જાણકારી પણ તમને આશ્ચર્યચકિત કરશે. 13મી શતાબ્દીથી શરૂ કરીને આ સામ્રાજ્ય 19મી સદીની શરૂઆત સુધી ચાલ્યું. આટલા લાંબા કાળખંડ સુધી એક સામ્રાજ્યનું બન્યું રહેવું ખૂબ જ મોટી વાત છે. કદાચ અહોમ સામ્રાજ્યના સિદ્ધાંત અને વિશ્વાસ એટલા મજબૂત હતા કે જેનાથી આ રાજવંશ આટલા સમય સુધી ટકી રહ્યો. મને યાદ છે કે આ વર્ષે ૯ માર્ચે મને અદમ્ય સાહસ અને શૌર્યના પ્રતીક એવા મહાન અહોમ યૌદ્ધા લસિત બોરફુકનની સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણનું સૌભાગ્ય મળ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, અહોમ સમુદાયની આધ્યાત્મિક પરંપરાનું પાલન કરતા મને અલગ જ અનુભવ થયો હતો. લસિત મૈદામમાં અહોમ સમુદાયના પૂર્વજોને સન્માન દેવાનું સૌભાગ્ય મળવું મારા માટે બહુ મોટી વાત છે. હવે ચરાઇદેઉ મૈદામનું વિશ્વ વારસા સ્થાન બનવાનો અર્થ એ થશે કે ત્યાં હજુ વધુ પર્યટકો આવશે. તમે પણ ભવિષ્યમાં તમારી પ્રવાસ યોજનામાં આ સ્થાનને અવશ્ય સમાવિષ્ટ કરજો.

સાથીઓ, પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરીને જ કોઈ દેશ આગળ વધી શકે છે. ભારતમાં પણ આ પ્રકારના ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે. આવો જ એક પ્રયાસ છે- પ્રૉજેક્ટ પરી….હવે તમે પરી સાંભળીને ગુંચવાઈ ન જતા. આ પરી સ્વર્ગીય કલ્પના સાથે નથી જોડાયેલી પરંતુ ધરતીને સ્વર્ગ બનાવી રહી છે.

PARI અર્થાત્ Public Art Of India. પ્રૉજેક્ટ પરી પબ્લિક આર્ટને લોકપ્રિય બનાવવા માટે ઉભરતા કળાકારોને એક મંચ પર લાવવાનું મોટું માધ્યમ બની રહ્યો છે. તમે જોતા હશો…સડકોના કિનારે, દીવાલો પર, અંડરપાસમાં ખૂબ જ સુંદર ચિત્રો દોરાયેલાં દેખાય છે. આ ચિત્રો અને આ કળાકૃતિઓ એ જ કળાકાર બનાવે છે જે પરી સાથે જોડાયેલા છે. તેનાથી એક તરફ આપણાં સાર્વજનિક સ્થાનોની સુંદરતા વધે છે, તો બીજી તરફ, આપણી સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવામાં પણ મદદ મળે છે. ઉદાહરણ માટે, દિલ્લીના ભારત મંડપમ્ ને જ લો. અહીં દેશભરનું અદ્ભુત આર્ટ વર્ક તમને જોવા માટે મળશે. દિલ્લીમાં કેટલાક અંડરપાસ અને ફ્લાય ઑવર પર પણ તમે આવી સુંદર જાહેર કળા જોઈ શકો છો. હું કળા અને સંસ્કૃતિ પ્રેમીઓને અનુરોધ કરીશ કે તેઓ પણ જાહેર કળા પર વધુ કામ કરે. તે આપણને આપણાં મૂળ પર ગર્વ કરવાની સુખદ અનુભૂતિ આપશે.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં હવે વાત, રંગોની, એવા રંગોની, જેણે હરિયાણાના રોહતક જિલ્લાની અઢીસોથી વધુ મહિલાઓના જીવનમાં સમૃદ્ધિના રંગો ભરી દીધા છે. હાથશાળના ઉદ્યોગ સાથે જોડાયેલી આ મહિલાઓ પહેલાં નાની-નાની દુકાનો અને નાનાંમોટાં કામો કરી આજીવિકા રળતી હતી. પરંતુ દરેકમાં આગળ વધવાની ઇચ્છા તો હોય જ છે. આથી તેમણે ‘ઉન્નતિ સેલ્ફ હેલ્પ ગ્રૂપ’ સાથે જોડાવાનો નિર્ણય કર્યો અને આ ગ્રૂપ સાથે જોડાઈને તેમણે બ્લૉક પેઇન્ટિંગ અને રંગાઇમાં પ્રશિક્ષણ મેળવ્યું. કપડા પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહી છે. તેમના દ્વારા બનાવાયેલા ઓછાડ ચાદર, સાડીઓ અને દુપટ્ટાઓની બજારમાં ખૂબ જ માગ છે.

સાથીઓ, રોહતકની આ મહિલાઓની જેમ દેશના અલગ-અલગ હિસ્સામાં કારીગરો, હાથશાળને લોકપ્રિય બનાવવામાં લાગેલા છે. પછી તે ઓડિશાની ‘સંબલપુરી સાડી’ હોય કે મધ્ય પ્રદેશની ‘માહેશ્વરી સાડી’  હોય, મહારાષ્ટ્રની ‘પૈઠણી’ કે વિદર્ભના ‘હેન્ડ બ્લૉક પ્રિન્ટ્સ’ હોય, પછી તે હિમાચલના ‘ભૂટ્ટિકો’ની શાલ અને ઊનનાં કપડાં હોય કે પછી, જમ્મુ-કાશ્મીરની ‘કનિ’ શાલ હોય. દેશના ખૂણેખૂણામાં હાથશાળના કારીગરોનું કામ છવાયેલું છે. અને તમે એ તો જાણતા જ હશો કે, કેટલાક દિવસ પછી, સાત ઑગસ્ટે આપણે ‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ તરીકે ઉજવીશું. આજકાલ જે રીતે હાથશાળનાં ઉત્પાદનોએ લોકોનાં હૈયામાં પોતાની જગ્યા બનાવી છે, તે ખરેખર ખૂબ જ સફળ છે, જબરદસ્ત છે. હવે તો અનેક ખાનગી કંપનીઓ પણ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસના માધ્યમથી હાથશાળનાં ઉત્પાદનો અને ટકાઉ ફેશનને ઉત્તેજન આપી રહી છે. કોશા એઆઈ, હેન્ડલૂમ ઇણ્ડિયા, ડી-જંક, નોવાટેક્સ, બ્રહ્મપુત્રા ફેબલ્સ, આવાં કેટલાંય સ્ટાર્ટ અપ પણ હાથશાળનાં ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. મને એ જોઈને સારું લાગ્યું કે ઘણા લોકો પોતાને ત્યાંનાં આવાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવામાં લાગેલાં છે. તમે પણ તમારાં સ્થાનિક ઉત્પાદનોને ‘#MyProductMyPride નામથી સૉશિયલ મીડિયા પર અપલૉડ કરો. તમારો આ નાનકડો પ્રયાસ અનેક લોકોનું જીવન બદલી નાખશે.

સાથીઓ, હૅન્ડલૂમની સાથોસાથ હું ખાદીની વાત પણ કરવા માગું છું. તમારામાંથી અનેક લોકો હશે જે પહેલાં ક્યારેય ખાદીનાં ઉત્પાદનોનો ઉપયોગ કરતા નહોતા, પરંતુ આજે ગર્વથી ખાદી પહેરે છે. મને એ જણાવતાં આનંદ થાય છે – ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલી વાર દોઢ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે. વિચારો, દોઢ લાખ કરોડ રૂપિયા ! અને જાણો છો, ખાદીનું વેચાણ કેટલું વધ્યું છે?

આ સમાચાર પણ વાંચો  :  Share Market high : શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યા.. જાણો બજારના હાલ

400% ખાદીનું, હાથશાળનું, આ વધતું વેચાણ, મોટી સંખ્યામાં રોજગાર માટે નવા અવસરો પણ બનાવી રહ્યું છે. આ ઉદ્યોગમાં સૌથી વધુ મહિલાઓ જોડાયેલી છે, તો સૌથી વધુ ફાયદો પણ, તેમને જ થઈ રહ્યો છે. મારો તો તમને ફરી એક વાર આગ્રહ છે, તમારી પાસે જાત-જાતનાં વસ્ત્રો હશે અને તમે, અત્યાર સુધીમાં ખાદીનાં વસ્ત્રો નથી ખરીદ્યાં, તો આ વર્ષથી શરૂ કરી દો. ઑગસ્ટનો મહિનો આવી જ ગયો છે, આ સ્વતંત્રતા મળવાનો મહિનો છે, ક્રાંતિનો મહિનો છે. તેનાથી વધુ રૂડો અવસર બીજો કયો હશે- ખાદી ખરીદવા માટે?

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં મેં ઘણી વાર તમારી સાથે ડ્રગ્સના પડકારની વાત કરી છે. દરેક પરિવારની એ ચિંતા હોય છે કે ક્યાંક તેનું બાળક પણ ડ્રગ્સના સકંજામાં ન આવી જાય. હવે આવા લોકોની મદદ માટે સરકારે એક વિશેષ કેન્દ્ર ખોલ્યું છે, જેનું નામ છે- માનસ. ડ્રગ્સ વિરુદ્ધ લડાઈમાં આ બહુ મોટું પગલું છે. કેટલાક દિવસ પહેલાં જ ‘માનસ’ની હૅલ્પલાઇન અને પૉર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. સરકારે એક ટૉલ ફ્રી નંબર ‘1933’ જાહેર કર્યો છે. તેના પર કૉલ કરીને કોઈ પણ આવશ્યક સલાહ લઈ શકે છે કે પછી પુનર્વસન સાથે જોડાયેલી જાણકારી લઈ શકે છે. જો કોઈની પાસે ડ્રગ્સ સાથે જોડાયેલી કોઈ બીજી જાણકારી પણ છે તો તે આ નંબર પર કૉલ કરીને ‘નાર્કૉટિક્સ કંટ્રોલ બ્યૂરો’ને જણાવી શકે છે. ‘માનસ’ને જણાવાયેલી દરેક જાણકારી ગોપનીય રાખવામાં આવે છે. ભારતને ‘ડ્રગ્સ ફ્રી’ બનાવવામાં લાગેલા બધા લોકોને, બધા પરિવારોને, બધી સંસ્થાઓને મારો અનુરોધ છે કે માનસ હૅલ્પલાઇનનો ભરપૂર ઉપયોગ કરો.

મારા પ્રિય દેશવાસીઓ, કાલે દુનિયાભરમાં વાઘ દિવસ મનાવાશે. ભારતમાં તો ટાઇગર, વાઘ, આપણી સંસ્કૃતિનો અભિન્ન હિસો રહ્યો છે.

આપણે બધા વાઘ સાથે જોડાયેલા કિસ્સા-વાર્તાઓ સાંભળીને જ મોટા થયા છીએ. જંગલની આસપાસનાં ગામમાં તો દરેકને ખબર હોય છે કે વાઘ સાથે તાલમેળ બેસાડીને કેમ રહેવું જોઈએ. આપણા દેશમાં એવાં અનેક ગામો છે જ્યાં માણસ અને વાઘ વચ્ચે ક્યારેય ટકરાવની સ્થિતિ નથી આવતી. પરંતુ જ્યાં આવી સ્થિતિ આવે છે, ત્યાં પણ વાઘનાં સંરક્ષણ માટે અભૂતપૂર્વ પ્રયાસો થઈ રહ્યા છે. જનભાગીદારીનો આવો જ એક પ્રયાસ છે ‘કુલ્હાડી બંધ પંચાયત’. રાજસ્થાનના રણથંભોરથી શરૂ થયેલું ‘કુલ્હાડી બંધ પંચાયત’ અભિયાન ઘણું રસપ્રદ છે. સ્થાનિક સમુદાયોએ સ્વયં એ વાતના સોગંદ લીધા છે કે જંગલમાં કુહાડી સાથે નહીં જાય અને ઝાડ નહીં કાપે. આ એક નિર્ણયથી ત્યાંનાં જંગલ, એક વાર ફરીથી લીલાંછમ થઈ રહ્યાં છે અને વાઘ માટે સુંદર વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે.

સાથીઓ, મહારાષ્ટ્રનું તાડોબા-અંધારી વાઘ અભયારણ્ય વાઘના પ્રમુખ રહેઠાણમાંનું એક છે. અહીંના સ્થાનિક સમુદાયો, વિશેષ કરીને, ગોંડ અને માના જનજાતિના આપણાં ભાઈબહેનોએ વન પર્યટનની તરફ ઝડપથી ડગ માંડ્યાં છે. તેમણે જંગલ પર પોતાની નિર્ભરતાને ઘટાડી છે જેથી વાઘોની ગતિવિધિઓ વધી શકે. તમને આંધ્ર પ્રદેશમાં નલ્લામલાઈની પહાડીઓ પર રહેનારી ‘ચેન્ચૂ’ જનજાતિના પ્રયાસો પણ આશ્ચર્યચકિત કરી દેશે. તેમણે વાઘનૂં પગેરૂં રાખનારા તરીકે જંગલમાં વન્ય જીવોની હલચલની દરેક જાણકારી મેળવી. તેની સાથે જ, તેઓ ક્ષેત્રમાં અવૈધ ગતિવિધિઓનું પણ નિરીક્ષણ કરતા રહ્યા છે. આ જ રીતે ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચાલી રહેલો ‘બાઘ મિત્ર કાર્યક્રમ’ પણ ઘણો ચર્ચામાં છે. તેની હેઠળ સ્થાનિક લોકોને ‘બાઘ મિત્ર’ના રૂપમાં કામ કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ ‘બાઘ મિત્ર’ એ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે વાઘ અને માણસ વચ્ચે ટકરાવની સ્થિતિ ન આવે. દેશના અલગ-અલગ હિસ્સામાં આ પ્રકારના અનેક પ્રયાસો ચાલી રહ્યા છે.

મેં અહીંયા કેટલાક પ્રયાસોની જ ચર્ચા કરી છે, પરંતુ મને આનંદ છે કે જનભાગીદારી વાઘોનાં સંરક્ષણમાં ઘણી કામ આવી રહી છે. આવા પ્રયાસોના કારણે જ ભારતમાં વાઘની જનસંખ્યા પ્રતિ વર્ષ વધી રહી છે. તમને એ જાણીને આનંદ અને ગર્વનો અનુભવ થશે કે દુનિયાભરમાં જેટલા વાઘ છે તેમાંથી 70 ટકા વાઘ આપણા દેશમાં છે. વિચારો ! 70 ટકા વાઘ !! ત્યારે તો આપણા દેશના અલગ-અલગ હિસ્સામાં અનેક વાઘ અભયારણ્ય છે.

સાથીઓ, વાઘ વધવાની સાથોસાથ આપણા દેશમાં વન ક્ષેત્ર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમાં પણ સામુદાયિક પ્રયાસોમાં મોટી સફળતા મળી રહી છે. ગત ‘મન કી બાત’ કાર્યક્રમમાં તમારી સાથે ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમની ચર્ચા કરી હતી. મને આનંદ છે કે દેશના અલગ-અલગ હિસ્સાઓમાં મોટી સંખ્યામાં લોકો આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. હજુ કેટલાક દિવસ પહેલાં સ્વચ્છતા માટે પ્રસિદ્ધ ઇંદૌરમાં એક શાનદાર કાર્યક્રમ યોજાયો. ત્યાં ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ દરમિયાન એક જ દિવસમાં બે લાખથી વધુ વૃક્ષારોપણ થયું. પોતાની માતાના નામ પર વૃક્ષારોપણ કરવાના આ અભિયાન સાથે તમે પણ અવશ્ય જોડાવ અને સેલ્ફી લઈને સૉશિયલ મીડિયા પર પણ પૉસ્ટ કરો. આ અભિયાન સાથે જોડાઈને તમને, તમારી માતા અને ધરતી માતા, બંને માટે કંઈ વિશેષ કરયાની અનુભૂતિ થશે.

મારા પ્રિય દેશવાસીઓ, ૧૫ ઑગસ્ટનો દિવસ હવે દૂર નથી. અને હવે તો 15 ઑગસ્ટ સાથે એક બીજું અભિયાન જોડાઈ ગયું છે, ‘હર ઘર તિરંગા’ અભિયાન. છેલ્લાં કેટલાંક વર્ષોથી તો સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે બધા પુરજોશમાં રહે છે. ગરીબ હોય, ધનિક હોય, નાનું ઘર હોય, મોટું ઘર હોય, બધા તિરંગો ફરકાવીને ગર્વનો અનુભવ કરે છે. તિરંગાની સાથે સેલ્ફી લઈને સૉશિયલ મીડિયા પર પૉસ્ટ કરવાનો ક્રેઝ પણ દેખાય છે.

તમે નોંધ્યું હશે કે જ્યારે કૉલોની કે સૉસાયટીના એક-એક ઘર પર તિરંગો ફરકે છે, તો જોતજોતામાં બીજાં ઘરો પર પણ તિરંગો દેખાવા લાગે છે. એટલે કે ‘હર ઘર તિરંગા’ અભિયાન – તિરંગાની પ્રતિષ્ઠામાં એક અદ્વિતીય ઉત્સવ બની ચૂક્યો છે. તેના માટે હવે તો અનેક પ્રકારનાં ઇનૉવેશન પણ થવાં લાગ્યાં છે. ૧૫ ઑગસ્ટ આવતાં-આવતાં, ઘરમાં, કાર્યાલયમાં, કારમાં, તિરંગો લગાવવા માટે જાત-જાતનાં ઉત્પાદનો દેખાવાં લાગે છે. કેટલાક લોકો તો તિરંગો પોતાના મિત્રો, પડોશીઓને પણ વહેંચે છે. તિરંગા અંગેનો આ ઉલ્લાસ, આ ઉમંગ આપણને એકબીજા સાથે જોડે છે.

સાથીઓ, પહેલાંની જેમ આ વર્ષે પણ તમે ‘harghartiranga.com’ પર તિરંગાની સાથે પોતાની સેલ્ફી જરૂર અપલૉડ કરજો અને હું, તમને એક બીજી વાતની પણ યાદ અપાવા માગું છું. દર વર્ષે 15 ઑગસ્ટ પહેલાં તમે મને ઢગલો સૂચનો મોકલો છો. તમે આ વર્ષે પણ મને પોતાનું સૂચન જરૂર મોકલજો. તમે MyGov કે NaMo ઍપ પર પણ પોતાનાં સૂચનો મોકલી શકો છો. હું વધુમાં વધુ સૂચનોને 15 ઑગસ્ટનાં સંબોધનમાં કવર કરવાનો પ્રયાસ કરીશ.

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’ના આ પ્રકરણમાં તમારી સાથે જોડાઈને ઘણું સારું લાગ્યું. આગામી વખતે, ફરી મળીશું, દેશની નવી ઉપલબ્ધિઓ સાથે, જનભાગીદારીના નવા પ્રયાસો સાથે, તમે ‘મન કી બાત’ માટે તમારાં સૂચનો જરૂર મોકલતા રહો. આવનારા સમયમાં અનેક પર્વ પણ આવી રહ્યા છે. તમને, બધા પર્વની ઘણી બધી શુભકામનાઓ. તમે તમારા પરિવાર સાથે મળીને તહેવારનો આનંદ ઉઠાવો. દેશ માટે કંઈ ને કંઈ નવું કરવાની ઊર્જા નિરંતર જાળવી રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

આ સમાચાર પણ વાંચો  :  Today’s Horoscope : આજે ૨૯ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક