Tag: medals

  • World Police and Fire Games : અમેરિકામાં લહેરાયો ભારતનો વિજયધ્વજ: સીઆઈએસએફએ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં જીતી લીધા ૬૪  પદકો

    World Police and Fire Games : અમેરિકામાં લહેરાયો ભારતનો વિજયધ્વજ: સીઆઈએસએફએ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં જીતી લીધા ૬૪ પદકો

    News Continuous Bureau | Mumbai

    World Police and Fire Games : 

    • અમેરિકા ખાતે બર્મિંગહેમમાં યોજાયેલા વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫માં કુલ ૬૪ પદકો જીત્યા: CISF ટીમે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ગૌરવશાળી ત્રીજું સ્થાન અપાવ્યું
    • CISFએ વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ-૨૦૨૫માં ૩૦ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વમાં ત્રીજા નંબરે  
    • હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાના જવાનોનું અભૂતપૂર્વ પ્રદર્શન
    • CISFના જવાનોનું ઐતિહાસિક પ્રદર્શન – વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૫માં ૬૪ પદકો સાથે ભારતને ત્રીજું સ્થાન અપાવ્યું

    અમેરિકાના બર્મિંગહેમ શહેરમાં ૩૦ જૂનથી ૬ જુલાઈ ૨૦૨૫ દરમિયાન વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું,  જેમાં સમગ્ર વિશ્વ માંથી પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ વર્ષે ૭૦  કરતાં વધુ દેશોના દસ હજારથી વધુ એથ્લિટ્સે વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. CISF ટીમે કુલ ૬ રમતોમાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. CISFએ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ૨૦૨૫માં કુલ ૬૪ પદકો જીત્યા હતા. જેમાં કુસ્તી સૌથી વધુ છ ગોલ્ડ મેડલ જીત્યા હતા. અન્ય જવાનોએ હાઈપર જમ્પ, હાફ મેરેથોન, જેવી રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૬૪ પદકો જીત્યા હતા. જેને કારણે ભારતની ટીમને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ત્રીજા સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 

                          હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાના જવાનોએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ૩૦ ગોલ્ડ, ૨૧ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ જીતીને વિશ્વમાં ભારતને ત્રીજા નંબર મેળવવામાં સફળતા મળી છે.  

    આ સમાચાર પણ વાંચો : Rojgar Mela: દેશભરમાં 47 સ્થળોએ યોજાયો 16મો રોજગાર મેળો, PM મોદીએ વર્ચુયલ માધ્યમથી 51000 થી વધુ નિમણુંક પત્રો એનાયત કર્યા

                          CISFએ ફિટનેસ, શિસ્ત અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપે છે. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં ટીમનું પ્રદર્શન દર્શાવે છે કે, અમારા કર્મચારીઓ વૈશ્વિક મંચ પર પોતાની શક્તિ અને સંકલ્પને કેટલાય દ્રઢતાપૂર્વક પ્રદર્શિત કયું હતું.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Khelo India:  2016-17માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ખેલો ઇન્ડિયા કાર્યક્રમ બન્યો ગેમ ચેન્જર

    Khelo India: 2016-17માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ખેલો ઇન્ડિયા કાર્યક્રમ બન્યો ગેમ ચેન્જર

    News Continuous Bureau | Mumbai

    Khelo India: 

    • બિહાર ખાતે આયોજિત 7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં ગુજરાતના 107 ખેલાડીઓએ લીધો ભાગ
    •  ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’માં જુડો, યોગાસન, ફેન્સિંગ, વૉલીબૉલ વગેરે રમતોમાં ગુજરાતના રમતવીરોએ કુલ 13 મૅડલ જીત્યા

    એવું કહેવાય છે કે, ચૅમ્પિયન રાતોરાત નથી જન્મતા, તેમની જીત પાછળ વર્ષોનું સમર્પણ, શિસ્ત અને સપોર્ટ રહેલો હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ નેતૃત્વમાં ભારત સરકાર દેશના ખૂણે-ખૂણેથી પ્રતિભાને બહાર લાવવા માટે અથાક પ્રયાસો કરી રહી છે. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને પહેલો રમતવીરોને વિશ્વ ચૅમ્પિયન બનવા માટે સતત પ્રોત્સાહન આપી રહી છે. આમાંની એક મુખ્ય પહેલ છે- ખેલો ઇન્ડિયા, જેનો ઉદ્દેશ પાયાના સ્તરે રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો અને સ્પોર્ટ્સમાં ભારતની વૈશ્વિક સ્તરે ઓળખ બનાવવાનો છે. તાજેતરમાં આ પહેલ અંતર્ગત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રમતોમાં ગુજરાતના ખેલાડીઓએ કુલ 13 મૅડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

    ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025માં ગુજરાતના 107 ખેલાડીઓએ વિવિધ રમતોમાં કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

    સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા બિહાર ખાતે 4 મેથી 15 મે દરમ્યાન ખેલો ઇન્ડિયા અંતર્ગત 7મી ‘ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં અન્ડર-18 જૂથના ખેલાડીઓએ 28 જેટલી રમતોમાં ભાગ લીધો હતો. ગુજરાતમાંથી વૉલીબૉલ, જુડો, આર્ચરી, સ્વિમિંગ, જીમ્નાસ્ટિક, વેઇટલિફ્ટિંગ, કુસ્તી, મલખમ, ટેનિસ, એથલેટિક્સ, થાનગ થા, યોગાસન, ગતકા, કલરીપયટ્ટુ, ફેન્સિંગ, સાઇકલિંગ અને શૂટિંગ એમ કુલ 17 વ્યક્તિગત અને ટીમ ગેમમાં કુલ 107 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

    ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-2025માં ગુજરાતના ચૅમ્પિયન્સની વાત કરીએ તો, ખેલાડીઓએ જુડો રમતમાં 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ મૅડલ, યોગાસનમાં 1 સિલ્વર મૅડલ, ફેન્સિંગમાં 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મૅડલ, સ્વિમિંગ રમતમાં 1 બ્રોન્ઝ મૅડલ, વૉલીબૉલમાં 1 બ્રોન્ઝ મૅડલ અને કુસ્તીમાં 1 બ્રોન્ઝ મૅડલ એમ કુલ 13 મૅડલ પ્રાપ્ત કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

    ભારત 2036માં ઓલિમ્પિક લાવવાના પ્રયાસો કરી રહ્યું છે: વડાપ્રધાનશ્રી

    7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન દરમ્યાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આ પ્લેટફૉર્મ ખેલાડીઓના શ્રેષ્ઠતમ સ્તરને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સરકાર દેશમાં રમતગમતના માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા દાયકામાં રમતગમતનું બજેટ ત્રણ ગણાં કરતાં પણ વધુ વધારવામાં આવ્યું છે. ભારત 2036માં ઓલિમ્પિક લાવવાના પણ પ્રયાસો કરી રહી છે. દેશમાં ઉત્કૃષ્ટ ખેલાડીઓ તૈયાર કરવાના ઉદ્દેશ સાથે અમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતને મુખ્ય પ્રવાહના શિક્ષણનો ભાગ બનાવ્યો છે.”

    આ સમાચાર પણ વાંચો :  Traffic Rules Violations :ટ્રાફિક (Traffic) નિયમોનો ભંગ અને ₹12,000 કરોડનો દંડ! લોકો શું વિચારે છે પોલીસ અને CCTV વિશે?

    2024માં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ ₹487.95 કરોડને પાર થયું

    ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે 2024માં ₹487.95 કરોડ કરતાં પણ વધી ગયું છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરવામાં આવી છે, જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. આ પોલિસીથી રાજ્ય આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમના સપનાં સાકાર કરવાની વધુ તકો મળશે.

    ઉલ્લેખનીય છે કે, ભારત 2030 કૉમનવેલ્થ ગેમ્સની યજમાનીની રેસમાં ઉતર્યું છે. જો ભારતને આ ઇવેન્ટનું આયોજન કરવાની તક મળશે, તો તે અમદાવાદમાં યોજાશે. આ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં એક સ્પોર્ટ્સ વિલેજ પણ બનાવવામાં આવી રહ્યું છે.

     

  • મહારાષ્ટ્ર પોલીસે વધાર્યુ ગૌરવ, પોતાના નામે કર્યા આટલા પોલીસ મેડલ, 4 રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ પણ મેળવ્યા

    મહારાષ્ટ્ર પોલીસે વધાર્યુ ગૌરવ, પોતાના નામે કર્યા આટલા પોલીસ મેડલ, 4 રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ પણ મેળવ્યા

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ,26 જાન્યુઆરી 2022         

    બુધવાર.

    દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દેશના પોલીસકર્મીઓને તેમની બહાદુરી માટે પોલીસ મેડલ આપે છે. 

    આ વર્ષે પોલીસ મેડલ માટે કુલ 939 નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના 51 પોલીસકર્મીઓને મેડલ મળ્યા છે. 

    આમાંથી ચાર પોલીસ અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ ‘રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા મેડલ’ આપવામાં આવ્યા છે. 

    આ સિવાય મહારાષ્ટ્ર પોલીસના નામે સાત ‘પોલીસ વીરતા મેડલ’ આવ્યા છે. આ સાથે 40 પોલીસકર્મીઓના નામે પ્રશંસનીય સેવાઓ બદલ ‘પોલીસ મેડલ’ આવ્યો છે. 

  • વાહ!! માનવું પડશે. પેરા ઓલિમ્પિક ના ખેલાડીઓએ હજારો કરોડ બચાવ્યા અને અનેક ગણા મેડલ્સ જીત્યા. જાણો રસપ્રદ વિગત. ગર્વ થશે…

    વાહ!! માનવું પડશે. પેરા ઓલિમ્પિક ના ખેલાડીઓએ હજારો કરોડ બચાવ્યા અને અનેક ગણા મેડલ્સ જીત્યા. જાણો રસપ્રદ વિગત. ગર્વ થશે…

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

    મંગળવાર

    ૫૩ વર્ષના ઇતિહાસમાં ભારતે પેરાઑલિમ્પિકમાં કુલ ૩૧ મેડલ જીત્યા છે. એમાંથી ૬૧ ટકા એટલે કે ૧૯ મેડલ આ વર્ષે ટોક્યો ઑલિમ્પિકમાં  જીત્યા છે. પેરાઑલિમ્પિક્ના ૯ ખેલમાં દેશના ૫૪ ખેલાડીઓએ ભાગ લીધો હતો. એટલે કે દર ત્રીજા ખેલાડીએ મેડલ જીત્યો છે.

    બીજી બાજુ, ઑલિમ્પિક રમતોમાં ૧૨૧ વર્ષમાં પ્રથમ વાર ભારતે રેકૉર્ડ સાત મેડલ જીત્યા છે. આમાં ભારતના ૧૨૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. એટલે કે દર ૧૮મા ખેલાડી પર એક મેડલ પ્રાપ્ત થયો. બંને ટીમોની ટોક્યો રમતોની ઓવરઑલ રૅન્કિંગ પર નજર નાખીએ તો પેરાઑલિમ્પિક વધુ સફળ રહ્યું. ટોક્યો ઑલિમ્પિક્માં ભારત ૪૮મા સ્થાને રહ્યું. 

    જ્યારે પેરાઑલિમ્પિકમાં ૨૪મું સ્થાન મેળવ્યું છે. ખેલ મંત્રાલય અને સ્પૉર્ટસ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા દ્વારા રજૂ કરેલા આંકડા મુજબ પેરાઑલિમ્પિકના ખેલાડીઓની સફળતા એટલા માટે મોટી છે, કારણ કે તેમની ટ્રેનિંગ પર ગત પાંચ વર્ષમાં ઑલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓની સરખામણીમાં ૪૦ ગણો ઓછો ખર્ચ થયો છે. 

    શાબાશ ઇન્ડિયા! માત્ર 11 દિવસમાં ત્રીજી વાર 1 કરોડથી વધારે લોકોનું થયું રસીકરણ, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાઈ રસી

    ઑલિમ્પિકની તૈયારીઓમાં અલગ-અલગ સ્કીમ હેઠળ ખેલાડીઓ ઉપર ૧,0૬૫ કરોડ રૂપિયા ખર્ચ કરાયા. જ્યારે કે પેરાઑલિમ્પિકની તૈયારીઓમાં કુલ ૨૬ કરોડ રૂપિયા ખર્ચ થયા, પરંતુ પેરાઑલિમ્પિકમાં ઑલિમ્પિક કરતાં ત્રણ ગણા વધુ મેડલ મળ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે પેરાઑલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ પર ૨૬ કરોડ ખર્ચ્યા અને તેઓ ૧૯ મેડલ જીતવામાં સફળ રહ્યા. એટલે કે એક મેડલ ૧.૩૬ કરોડ રૂપિયામાં પડ્યો. જ્યારે ઑલિમ્પિકની તૈયારીમાં ૧,0૬૫  કરોડ ખર્ચ થયો છે અને સાત મેડલ આવ્યા. એટલે કે એક ઑલિમ્પિક મેડલ જીતવામાં ૧૫૨ કરોડ રૂપિયા ખર્ચાયા, જે  પેરાઑલિમ્પિકની સરખામણીમાં અધિક છે.

    IND vs ENG : ઓવલ ખાતે ભારતની ઐતિહાસિક જીત, ઇંગ્લેન્ડને આટલા રનથી હરાવી, શ્રેણીમાં 2-1ની લીડ મેળવી

  • ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો દબદબો, આ ખેલાડીઓએ એક દિવસમાં બે સિલ્વર સાથે ત્રણ મેડલ જીત્યા

    ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો દબદબો, આ ખેલાડીઓએ એક દિવસમાં બે સિલ્વર સાથે ત્રણ મેડલ જીત્યા

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

    સોમવાર

    જાપાનમાં રમાઇ રહેલા પેરાલિમ્પિક ગેમ્સમાં રવિવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. 

    ભારતના ખેલાડીઓએ એક જ દિવસમાં ત્રણ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 

    ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4ની કેટેગરીમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

    નિષાદ કુમારે હાઇ જમ્પમાં સિલ્વર અને એ પછી વિનોદ કુમારે ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. 

    આમ ભારતને એક જ દિવસમાં બે સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ત્રણ મેડલ મળ્યા હતા.

    ટોક્યો પેરાલિમ્પિક્સ: ભારતની દીકરીએ રચ્યો ઇતિહાસ, 10 મિટર ઍર રાઇફલમાં આ ખેલાડીએ જીત્યો ગોલ્ડ મેડલ